Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિદ્ધચક ઉજવાય છે? શું એવા મહાપુરૂષનો આપણને સમાજનો વિયોગ થયો તે માટે આનંદ માનવામાં આવે છે? શું એવા ત્યાગ માર્ગના ધુંરધર ઉપદેશક જતા રહ્યા એટલે હવે અર્થ કામમાં તલ્લિન બનવાની મઝા પડશે એમ માનીને એ કલ્યાણક ઉજવાય છે? નહિજ ! એ કલ્યાણક એટલાજ માટે ઉજવાય છે કે એવા મહાપુરૂષ મોક્ષ નામની અમર ચીજને પામી ગયા છે ! અને એટલેથી આ વાતનો અંત આવતો નથી ! જ્યારે તીર્થકર ભગવાનોને મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવતાઓ પણ નંદીશ્વર દ્વિીપમાં જઇને મહોત્સવ કરે છે એ મહોત્સવ શાથી થાય છે વિચારજો ? ખૂબ વિચારજો ? દાદો મરી જાય તો રંગભેર મોટી વાત કરવાની ભાવના અહીં નથી એ વસ્તુ ભૂલતા નહિ. અહીં એજ ભાવના છે કે ત્રણલોકના નાથ જેઓ સંસારની સર્વ વસ્તુઓને તેના મૂળ સ્વરૂપે જાણનારા છે તેમને મોક્ષ નામક મહામૂલ્યવાન ચીજ મળે છે એ કારણથી એ મહોત્સવ કરવામાં આવે છે. આ સઘળા ઉપરથી જણાઈ આવે છે કે મોક્ષની મહત્તાને કેટલું કિંમતી સ્થાન આપવામાં આવ્યું છે. જૈનશાસને સ્વિકારેલી આ મોક્ષની મહત્તા છે અને તેથીજ એ મહામૂલ્યવાન મોક્ષને જે સાધે છે તેને માત્ર ધર્મ કહેવામાં આવે છે. ધર્મનો સામાન્ય રીતે ગમે તેવો અર્થ લઈને પણ અમે ધર્મવાળા છીએ એવા કોઈ દાવા કરતા હોય તો પણ તે દાવા આ શાસન ચલાવી લે તેમ નથી. આ શાસન તો તેનેજ ધર્મ કહે છે કે જે ધર્મ મોક્ષને આપે છે મોક્ષના કારણરૂપ જે ધર્મ છે અર્થાતું કે જે ધર્મ મોક્ષને આપે છે તેજ ધર્મને આપણે ધર્મ કહીએ છીએ બીજાને નહિ. હવે તમને સારી રીતે સમજી શકશો કે ભગવાન મહાવીર દેવ પોતાના અંતિમ સમયે જે સંદેશો ભવ્યોને આપ્યો છે કે કેટલો હિંમતી છે એ સંદેશો એટલો જ છે કે ઇચ્છાથી વિરમો ઇચ્છા એજ મોશને બાળનારી ચીજ છે અને તેનાથી બચવાની મહાવીર મહારાજ સર્વે જીવોને ચેતવણી આપે છે. કંગાલોનો કરામો કેર. - હવે તમે કર્મની બદમાસીનો સાચો ખ્યાલ કરી શકશો એક માણસ છે, ગરીબ છે પાસે પૈસો પણ નથી. તમે તેને રક્ષણ આપી મોટો કિધો. નોકરી આપી ધંધો આપ્યો અને ઠેકાણે પાડયો. એ પછી એજ માણસ ઠેકાણે પડીને તમારા ઉપર શરજોરી કરવા આવે તો તમો એને શું કહેશો? તમે કેવા નામથી સત્કારશો તેનો ખ્યાલ કરો એજ વસ્તુ અહીં પણ છે. કર્મ એ શું ચીજ છે ! તે ચીજની તાકાત શી? કર્મ એ ચીજ કઈ? ચૌદરાજ લોકમાં એ રખડનારી ચીજ હતી? તેનો કોઈ ભાવ પણ પૂછતું ન હતું ? આપણે તેને બોલાવી તેનો આદર કર્યો તેને આશરો આપ્યો આ સઘળાનું પરિણામ શું આવ્યું તેનો વિચાર કરો સઘળાનું પરિણામ એ આવ્યું છે કે કર્મ એ રખડનારી ચીજ તે આજે આપણી સ્વામીની થઈ બેઠી છે તે આપણી માલિકી બની ગઈ છે અને તે જેમ નચાવે છે તેમ આપણે નાસાનાચ કરીએ છીએ. આ સ્થિતિનો જે બરાબર અભ્યાસ કરે છે તેવો માણસ કોઈપણ સમયે “હું” કહી શકે નહિ? “હું” કોણ ? હું કહેનારામાં કાંઈ પણ શક્તિ હોવી જોઈએ તેની કાંઈપણ મહત્તા હોવી જોઇએ. તેના હુકમને બીજા તાબે હોવા જોઇએ. અહીં હું કહેનારાની સ્થિતિ શું છે તે વિચારો. કહે છે કે “હું” પણ હું તાબેદાર કોનો ? કર્મનો. કર્મની મહત્તા આગળ શીશ નમાવે, કર્મની સામે સદા સર્વદા હાજી હા કરે કર્મની ગુલામી કરે તેણે હું કહેતો શરમાવું જોઇએ. આ વ્યાખ્યાનપીઠ ઉપરથી કહેનારો કોઈ જૈન ન હોય બીજો જો કોઈ તમોને ઉપદેશ આપતો હોય તો તે તમોને એમજ કહે કે હું કહેવાને બદલે તાપીના પાણીમાં ડુબી મરો ! પણ હું તમોને તાપીના પાણીમાં ડુબી મરવાનું