Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
o૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૧૧૩૩ તેમ તેઓ નાચે છે આ ઉપરથી માલમ પડે છે કે આ સંસારમાં જો કોઈનું પણ ખરેખરું સાર્વભૌમ સત્તાનું મહારાજ્ય ચાલતું હોય તો તે બીજા કોઇનું જ નથી પણ માત્ર ઈચ્છાનું જ છે. આ ઉદાહરણો ઉપરથી એક એ વાત સાબીત થાય છે કે કર્મ રહિત જીવા સિવાયના સઘળા જીવો ઇચ્છા દેવીની ઘુંસરીએ જોડાયેલા છે ! બલદો ધુંસરીએ જોડાયા પછી પોતાની સ્વતંત્રતા ખોલી દે છે નતો તેમને તેમની ઇચ્છા પ્રમાણે ચાલવાનું રહે છે તો તેમને બીજી સ્વતંત્રતા રહે છે પરંતુ તેઓ જેમ હાંકનારો હાંકે છે તેમ દોરવાય છે આ દશા પણ તેવીજ છે છતાં તે બેની વચ્ચે એક ફેર છે. એક તફાવત રહેલો છે અને એ તફાવત તે પણ અતિ મહત્વનો તફાવત છે. ત્યારે વિચાર કરો કે એ તફાવત કયો હોવો જોઇએ ? એ તફાવત બીજો કોઈ નહિ પણ માત્ર એક જ પ્રકારનો છે. તમે ઇચ્છાની જે મહાન ઘુસરીમાં જોડાયા છો એ ઘુસરીમાંથી છટકી તો જઈ શકવાનાજ નથી તમે એ ધુંસરી તોડી નાંખી નાસી જઈ શકવાના પણ નથી પરંતુ તમે એ ધુંસરીની દિશાને ફેરવી નાંખી શકો છો અને જો તમે એટલું કર્યું તો પણ માની લો કે તમે તમારા જીવનનો એક અંશત સફળ બનાવ્યો છે. ઈચ્છાઓનું વર્ગીકરણ
મહાનુભાવો યાદ રાખો કે ઇચ્છાની ધુંસરીના બે પ્રકાર છે અને એ બે પ્રકાર જો તમે તમારા જીવનને પ્રકાશિત બનાવવા માંગતા હોવ તો તમારે સમજે છૂટકો છે, એ ધુંસરીનો એક પ્રકાર એ છે કે તે તમોને દાવાનળ તરફ દોરી જાય છે. તેનો બીજો પ્રકાર એ છે કે તે તમોને દાવાનળમાંથી બહાર કાઢે છે. ઇચ્છાના મુખ્ય ચાર વિભાગ છે અર્થ, કામ, ધર્મ, અને મોક્ષ, આ ચાર ઇચ્છાઓ દ્વારા મન કલ્પિત વસ્તુઓ મેળવવાની માણસો સતતુ પ્રવૃત્તિઓ કર્યા કરે છે અને તેથીજ એ ચાર પુરૂષાર્થ કહેવાય છે. ઇચ્છાના આ ચાર પ્રકારો છે એ ચાર પ્રકારોમાંથી અર્થ અને કામ એ બે વસ્તુ આત્માને દાવાનળને માર્ગે દોરી જાય છે અને ધર્મ અને મોક્ષ એ તને દાવાનળથી બહાર કાઢે છે. પણ પુરૂષાર્થની આ ફિલ્શફી સમજતા વચ્ચે બીજું એક એક ગોથું ખાવાનો પ્રસંગ આવે છે. જો એ પ્રસંગ પરત્વે તમે બહાદૂરી ન દર્શાવી શકો તો તમારા આત્માના અવાજને જરા પણ ઓળખતા શીખો અને માત્ર બહારના વાતાવરણ ઉપર કાન માંડી રાખશો તો તેનું પરિણામ એજ આવશે કે તમો જરૂર અહીં ગોથું ખાઈ જશો. આજના ભણેલા ગણેલા મૂર્ખાઓ એમ કહે છે કે ધર્મ, મોક્ષ, કામ અને અર્થ એ ચાર પુરૂષાર્થ છે ! તો એ ચારે પુરૂષાર્થ પુરૂષોને સાધવાના છે, તો પછી આ સાધુ સંસ્થા શા માટે સ્ત્રીઓ પરણે જવાની સોનું મેળવી મેળવીને પેટી પેટારા ભરવાની ના કહે છે? શાસ્ત્રકારો કહે છે કે અર્થ અને કામ પણ પુરૂષાર્થ છે એમ સમજવામાં અને તેમ માનવામાં પ્રત્યવાય છે? મહાનુભાવો? શાસ્ત્રકારોએ આ ચાર પુરૂષાર્થ ગણાવ્યા એ વાત સાચી છે પરંતુ તે સાથેજ એમ તેમણે કોઈપણ સ્થળે કહ્યું નથી કે પુરૂષોને માટે એ ચારે પદાર્થો મેળવવા યોગ્ય છે ધવંતરી દવાના વિવિધ પ્રકારો કહે છે તેનો અર્થ એવો થઈ શકે નહિ કે એ સઘળીજ દવા દરદીએ લેવી જોઇએ, તેજ સ્થિતિ અહીં પણ છે. જેમ શાસ્ત્રકારોએ ચાર પુરૂષાર્થ વર્ણવ્યા છે તેમ શાસ્ત્રકારોએ તે ચાર ગતિ પણ વર્ણવી છે. નારજ, તિર્યચ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિમાં જીવ રખડે છે. એ વાત પણ શાસ્ત્રકારોએ તો વારંવાર પુકારી પુકારીને અને ખુલ્લા શબ્દોમાં કહી છે તો પણ તમે એમ માની લેશો કે એ દરેક