Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક
તા.૨-૧૧-૩૩
i,III
૮૦૮-યાદ રાખો કે શ્રીપાળ મહારાજાના સંબંધમાં પણ જે બધી આશ્ચર્યકારિણી ઘટનાઓ બની છે
અને તેમની સમ્પતિ સૌંદર્યાદિમાં જે કાંઇ વધારો થયો છે તે સઘળું શ્રીનવપદજીની આરાધનાથીજ થવા પામ્યું છે એમાં લેશમાત્ર પણ શંકા નથી. તમે શ્રીપાલ મહારાજાના સંબંધમાં બનેલા
ચમત્કાર સામે ન જુઓ પરંતુ એ ચમત્કાર જે વસ્તુને પરિણામે બન્યો છે તે વસ્તુને વિચારો. ૮૦૯-આપણી સૌથી મોટી ફરજ એ છે કે નવપદજીના ગુણો જાણવા. નવપદજીના ગુણો જાણવાનું
કારણ એ છે કે જ્યાં સુધી આપણે એના ગુણો જાણીએ નહિ ત્યાં સુધી આપણામાં સાચો ઉલ્લાસ આવે નહીં, અને સાચો ઉલ્લાસ ન આવે ત્યાં સુધી આરાધનાની ક્રિયા પણ ભાવસ્વરૂપ
કહેવાય નહિ. ૮૧૦-પ્રભુની સેવા પૂજા અનુષ્ઠાનો એ સઘળું શા માટે છે તેનો કદી વિચાર કર્યો છે? યાદ રાખો
કે એ સઘળું પૈસો ટકો મેળવવા માટે નથી પરંતુ સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ માટે જ છે,
વા પામેલ રત્નત્રયીની વધુ વિશુદ્ધ કરવા માટે છે. ૮૧૧- તીર્થકરોના આગમોની આરાધના શા માટે? એ પણ માત્ર સજ્ઞાનની પ્રાપ્તિ માટે છે. ૮૧૨-જ્ઞાનની મૂળ જડ શ્રી તીર્થકર ભગવાન પોતેજ છે. કારણ કે તેમણેજ પદાર્થ માત્રને પોતાના
કેવળ જ્ઞાનથી સૌથી પહેલા જાણી લીધા હતા અને તત્પશ્ચાત તેમણે તેની જગતને માટે પ્રરૂપણા
કરી હતી. ૮૧૩-આપણું સાધ્ય તો કેવળ જ્ઞાન છે છતાં આત્માના બોધને માટે અને જગતના ઉપકારને માટે
એક અપેક્ષાએ કેવળ જ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન ઉચ્ચ પદે છે. ૮૧૪-કેવળ જ્ઞાનએ મુંગાએ ખાધેલા ગોળ જેવું છે. અર્થાત્ મુંગો ગોળ ખાય છે અને તેનો સ્વાદ તે
પોતે જાણે છે પરંતુ જગતને જણાવી શકતો નથી તેજ પ્રમાણે કેવળ જ્ઞાનથી પદાર્થો જાણી શકાય છે ખરાં પણ તે શ્રુતજ્ઞાન વગર ભવ્ય જીવને જણાવી શકાતા નથી.