Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક થવું એ સઘળું કર્મને આધીન છે. જે માણસ કર્મ વડે તે રોગને પામ્યો છે તેના કાર્યો વડેજ તે રોગથી મુક્ત પણ થશે, મોત અથવા જીવન તો દરેકના કર્મને આધિન છે તો પછી તેમાં તમે અમૂકને બચાવું છે એમ તમો શી રીતે કહી શકશો ? આવો ઉપદેશ કરનારાઓને પૂછો કે કસાઈવાડે ૧૦૦ ગાયો બાંધેલી હોય અને તમે તેમાંથી ૫ ગાયોને છોડાવી લાવ્યા, તો એ પાંચ ગાય બચી ગઈ તે તમારા કાર્યથી બચી ગઈ કે એની મેળેજ-જાતેજ બચી ગઈ ! જો તમે એમ કહેશો કે જાતેજ બચી ગઈ તો એ કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે જો તમે જાતેજ ગાયને બચાવવા ન ગયા હોત તો તેનું પરિણામ એ આવત કે ગાય બચી શકતજ નહિ. હવે ગાયને બચાવવા તમે ગયા ખરા, પરંતુ ચારજ બચાવી શકયા બીજી ન બચાવી શકયા તેનું શું? જવાબ એવો આપશો કે એ ચાર ગાય સાથેજ તમોને પૂર્વ ભવનો કાંઈ સંબંધ હતો અને તેથીજ એ ચાર ગાયને બચાવવા માટેજ તમે તો માત્ર નિમિત્તરૂપ થયા છો તો પછી તમારે એમ માનવું પડશે કે બચાવવાની કે મારવાની તમારામાં કાંઈ શક્તિજ નથી ! ખોટી વિચારસરણિ.
આ સઘળી વિચારસરણિ તદ્દન ખોટી છે. તમો મારવાનું કહો તો એનું પાપ તમોને લાગે છે એ વાત સિદ્ધ છે, હવે જો મારવાનું કહેતા જેનું તેનું પાપ તમોને શીર લાગતું હોય તો પછી બચાવવાનું કહો તો પછી તેનું પુન્ય પણ શા માટે તમને લાગતું ન હોવું જોઈએ ? કર્મની સત્તા.
કર્મની સત્તા વિશિષ્ટ છે એ વાત સાચી છે, પરંતુ આયુષ્ય ભોગવવા દેવું કે તે એકદમ ભોગવાવી નાંખવું એમાં આપણી ક્રિયા પણ કારણભૂત બને છે. ધારોકે એક માણસનું આયુષ્ય કરેલું છે અને તે માણસ એ આયુષ્ય નિયમિત રીતે ભોગવે છે. હવે જો તમે કોઈ એવું કાર્ય કરો કે તેથી એ આયુષ્ય એકદમ ભોગવાઈ જાય તો નકકી સમજો કે આ કાર્યના બદલામાં તમને જરૂર પાપ લાગે ! હવે જીવન ભોગવાતું હોય તેમાં તમે ઉપાધિ ન ઉભી કરો, અને આવેલી ઉપાધિ ને ઉપધાતોને દુર કરો તો એનું જ નામ દયા છે, અને એવી દયા જરૂર આદરણીય છે. પરંતુ દ્રવ્યદયાને ભોગે જો કાંઇપણ વસ્તુ કરવા લાયક હોય તો તે ભાવદયાજ છે, અને તેથીજ ધર્મની સાચી વ્યાખ્યા એ થઈ શકે છે કે ભાવદયાના ઉદ્દેશ તરીકે જે કાંઈ કાર્ય થાય તે ધર્મ છે, અને તેથીજ સંવર અને નિર્જરા ધર્મમાં ગણાય છે. નિર્જરા હંમેશા સત્તાન અવસ્થામાં જ થાય છે એવું નથી, નિર્જરા તો અજ્ઞાન અવસ્થામાં પણ થઈ શકે છે પરંતુ સંવર સજ્ઞાન અવસ્થામાં જ થાય છે અને તેથીજ એ સ્વરૂપ સામાયિક તેને ચોમાસી કૃત્યમાં કહેવામાં આવ્યું હોઈ એ શાસ્ત્ર વચન કેવળ યથાર્થ કરે છે.