Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
જ જય! શત્રુંજય !
જે ગિરિવરના પૂજ્ય ગુંજનો કર્ણપટે અથડાયા છે ! પુનિત ભૂમિએ સિદ્ધગિરિની પૂણ્ય તણી જ્યાં છાંયા છે. પતિતજીવન પણ જે ભૂમિ પળમાં સદાકાળ પલટાવે છે, અમર શાંતિને સદા હૃદયમાં પૂર્યક્ષેત્ર જે લાવે છે.
(૨) જ્યાં કઈ ભવ્ય જીવો આ જગના પરમ મોક્ષપદ પામી ગયા સિદ્ધ બનીને અસંખ્ય આત્મા અમોઘ સુખના ભાગી થયા જે ભૂમિથી સુખ શાંતિ પ્રેમની નિર્મળ સરિતા રેલે છે. દેહ અને દીલ એ બંનેમાં મોક્ષ ભાવ જ્યાં ખેલે છે.
(૩) દૂર થકી દેખાતાં આત્મા શાંત કરી સુખ જે આપે કુટીલ બંધનો આ કાયાના પલક એકમાં જે કાપે સોરઠ કેરી ધર્મભૂમિને જે ગિરિવર શણગારે છે. અસંખ્ય આ અવનિતલ કેરાં જીવન પલકમાં તારે છે.
(૪) વિજ્ય વરંતો એ શત્રુજ્ય મમ ઉરનો ભય હરનારો અજબ શાંતિની ધારા હૈયે રેડતા લાગે પ્યાર જેના તેજ અમોઘ સદા મમ પ્રાણ ઉજાળી સુખ આપે. કોટી કોટી મુજ વંદન તેને અમરપદે નિત્યે સ્થાપે.