Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક
જશે? અગ્નિ બાળે છે એ વાત સાચી છે, પણ એ કોને બાળે છે? અગ્નિ અગ્નિને બાળતો નથી પરંતુ તે બીજી વસ્તુને બાળે છે. ઝેર એ ઝેરનેજ મારતું નથી પરંતુ તે ઝેર સિવાય બીજી વસ્તુને મારે છે તેજ પ્રમાણે ધર્મ સંવર અને નિર્જરાનો ઉપાય છે એ વાત સાચી છે પરંતુ તે કર્મવાળા હોય તેને માટે છે. આ ઉપાય જેઓ કર્મ વગરના છે તેમને માટે નથી જ, ધર્મ અને કર્મની વચ્ચે કાર્યકારણની જે અવસ્થા હતી, તે ટાળવાને માટે આ વ્યાખ્યા કરવી જ પડે છે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે એ વાત સાચી છે પરંતુ તે સકર્મ જીવોને માટે છે. જે જીવો સકર્મ નથી તેમને માટે કાંઈ નથી. ધર્મના ત્રણ ભેદ.
હવે આગળ ચાલતાં ધર્મના ત્રણ ભેદો લઈને વિચારીએ ધર્મના ત્રણ ભેદો લેવામાં આવ્યા છે. અહિંસા, સંયમ, અને તપ. હવે વિચાર કરો કે આ ત્રણ ભેદો કોનો નાશ કરે છે? ઘાતી કર્મનો કે અઘાતી કર્મનો? જો તમે એમ કહેશો કે ધર્મના આ ત્રણ ભેદો ઘાતી કર્મનો નાશ કરે છે. તો બીજી મુશ્કેલીઓ આવશે, કારણકે તમારે એમ માનવું પડશે કે કેવળીઓમાં અહિંસા, સંયમ અને તપ નથી. અહિંસા સંયમ અને તપ જો ઘાતી કર્મનો નાશ કરનારા હોય તો કેવળીમાં ઘાતી કર્મ રહેલા નથી તો પછી કેવળીમાં ત્રિભેટવાળો ધર્મ પણ ન હોવા જોઈએ એમ તમારે માનવુંજ પડશે. જિનશાસનનો શત્રુ કોણ ?
શાસ્ત્રોમાં જ વચનો પ્રવર્તેલા છે તે બધા એક નયથી પ્રર્વતેલા છે એક સ્થાન ઉપર સ્તવનમાં શ્રીમાન ઉપાધ્યાયજીએ જે કહ્યું છે તે બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. શ્રીમાન્ ઉપાધ્યાયજીશ્રી યશોવિજ્યજી મહારાજ સાહેબ જણાવે છે કે
જીમ જીમ બહુ શ્રત, બહુ જન સંમત; બહુ શિષ્ય પરિવરિયો રે !
તિમ તિમ જિન શાસનનો વૈરી, જો નવિ નિશ્ચય દરિયો રે! ઉપાધ્યાયજી મહારાજના આ શબ્દો ફેંકી દેવા જેવા નથી. તેમાં જબરૂં અર્થ ગાંભિર્ય રહેલું છે. તમે કહેશો કે બહુ કૃત અને જિન શાસનનો વૈરીએ બંને વાત એક સમયે કેવી રીતે બની શકે? એક તરફથી શાસ્ત્રોનો પારગામી અને બીજી તરફથી શાસનનો વૈરી એ શું કદી બનવા જોગ છે? તમારી આ શંકા વાસ્તવિક છે પરંતુ તેનું શાસ્ત્રકાર મહારાજાઓએ આપેલું સમાધાન તેથી વધારે વાસ્તવિક છે. સાચું સમાધાન શું ?
શાસ્ત્રોના સંબંધમાં મેં તમોને આગળ જણાવ્યું છે કે શાસ્ત્રોના વાક્યો સઘળા એક નયથી લેવામાં આવ્યા છે. શાસ્ત્રોમાંથી વાક્યો ઉઠાવી લે, તેટલા વાક્યનો અર્થ પણ કરે, અર્થ કરવામાં કદાચ