________________
શારદા સરિતા
જીવનનું ખૂબ સુંદર રીતે ઘડતર કરતી હતી. માતાઓ જે પિતાના સંતાનોના શિક્ષક બને તો બાળકોના જીવનનું ઘડતર સરસ થાય. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. • પણ આજે માબાપને એના બાળકના જીવનનું ઘડતર ઘડવાનો ટાઈમ નથી. કદાચ રવિવારે ટાઈમ મળે તો મા-બાપ ને બાળકોને પિકચર જેવા નીકળી પડવાનું. માબાપ જુદા શેમાં જાય ને બાળકો જુદા શેમાં જાય. સાથે જવાનું તે પાલવે નહિ. કેમ બરાબરને? (હસાહસ) ! સંતાનમાં કયાંથી સંસ્કાર પડે? છોકરાઓના જીવનમાં સરકારનું સિંચન કરતાં આવડે તો એનાં માબાપ બને. નહિતર મા-બાપ બનવાનું છોડી દે.
પેલી વિધવા માતા ખૂબ કષ્ટ વેઠીને પિતાના પુત્રને ભણાવે છે. પાછલી ઉંમરમાં મને સુખ મળશે એવી આશાથી મા-બાપ સંતાનને ભણાવે–ગણાવે છે. અને તેનું પાલનપોષણ કરે છે. પૂણ્યને ઉદય હોય તે સંતાને સારાં મળે છે. નહિતર એ જ વ્હાલા સંતાને મોટાં થયા પછી મા-બાપની ખબર પણ લેતાં નથી. આ માતા બાળકને રોજ મહાન પુરુષોનાં ચરિત્ર સંભળાવે, નવકારમંત્રનો મહિમા સમજાવે, અન્યાયઅનીતિ આદિ દુર્ગુણોથી દૂર રહેવું–આ બધું 'સમજાવે અને લેકેના કામ કરી છોકરાને ભણાવે છે. બાળક પણ એવો ગુણવાન હતો. માતાની બધી શિખામણ હૃદયમાં ધારણ કરતો. આમ કરતાં એક વખત માતા બીમાર પડી. દીકરે માતાની ખૂબ સેવા કરે છે. કઈ રીતે માતાને સારું થતું નથી. બચવાની આશાને દીપક બૂઝાઈ ગયે. હવે કેઈ ઉપાય નથી. ડોકટરને બોલાવે તે ફી અને દવાના પૈસા નથી. શું કરવું? ખૂબ મૂંઝાયા. છેવટે એ છોકરો એક કપડામાં માતાને સૂવાડી ગાંસડીની જેમ બાંધીને દવાખાને લાવ્યા. ૫ડું પાથરી માતાને સૂવાડી ડોકટર પાસે જઈને અબ નમ્રતાપૂર્વક કહે છે : ડોકટર સાહેબ! આપ બધા કેસ પડતા મુકીને મારી માતાને તપાસે. ખબ બીમાર છે. ડોકટર કહે લાઇનમાં ઊભા રહો. એ પણ માણસના દેદાર જોઈને વાત કરે. પૈસા મળવાના હોય તો જલદી કામ થાય.
આ છોકરો લાઈનમાં ઊભે રહો. બધા પેશન્ટ પતી ગયા એટલે ડેકટર ગાડીમાં બેસી રવાના થાય છે. છોકરો ડોકટરની ગાડીની આડે ઊભે રહે છે અને ડોક્ટરને કહે, છેઃ સાહેબ! નહિ જવા દઉં. મારી માતાને તપાસો. મારી માતા ઉપર મારા જીવનને આધાર છે. એ મરી જશે તો મને કોણ ભણાવશે ? પણ ડોકટરે કંઈ પણ વાત સાંભળી નહિ ને ચાલતો થઈ ગયો. છોકરો નિરાશ થઈને માતાને ઉંચકીને ઘેર આવ્યા. પિતે મેટ્રિક પાસ થયે હતો. હવે નિર્ણય કર્યો કે ભણું તો ડોકટરનું ભણું અને ડોકટર બનીને આવી રાંકડી માતાઓ અને ગરીબોની સેવા કરું. ઘેર જઈને માતાને સૂવાડી એક એક ચિત્તે નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. નવકારમંત્રમાં કેટલી તાકાત છે ! ભગવાનનું નામસ્મરણ એક ઔષધિ છે. ભકતામર સ્તોત્રમાં માનતુંગ આચાર્ય બેલ્યા છે કે -