________________ " પ્રથમ પ્રસ્તાવ, - જબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની અંદર ઉત્તરકુરૂ ક્ષેત્રમાં જુગલીયા થયા. તેમાં શ્રીણું અને પહેલી સ્ત્રી એ પહેલું જુગલીયું થયું, અને સિંહનંદિતા તથા સત્યભામાં એ બીજું જુગલીક થયું. અહીં શ્રી રાજા કાળધર્મ પામ્યા તે વખતે કઈ ચારણ મુનિએ આવીને યુદ્ધ કરતા એવા તે ઇદુષણ અને બિંદુશેણુને કહ્યું કે-“હે રાજકુમારે! તમે બને કુલીન અને ચરમ શરીરી છે, તેથી આવું નિષ્ફર કર્મ કરતાં તમને લજજા કેમ આવતી નથી? આવી તમારી દુષ્ટ ચેષ્ટા જોઈને તમારા માતપિતા વિષ સુંઘવાના પ્રગથી મરણ પામ્યા છે. હવે તમે તમારા માતપિતાના ઉપકારને બદલે કઈ રીતે વાળી શકવાના નથી. કહ્યું છે કેअस्मिन् जगति महत्यपि, न किश्चिदपि वस्तु वेधसा विहितम् / अतिशयवत्सलताया, भवति यतो मातुरूपकारः // 1 // આ મોટા જગતમાં પણ વિધાતાએ એવી કઈ પણ વસ્તુ બનાવી નથી, કે જેનાથી અત્યંત વત્સલતાવાળી માતાને પ્રત્યુપકાર કરી શકાય. ' હે રાજપુત્ર ! તમે એક તુચ્છ સ્ત્રી માત્રને માટે તેવા મહેપકારી માતપિતાના મરણનું નિમિત્ત થયા, તેથી તમને ધિક્કાર છે.” આ પ્રમાણેનાં તે મુનિનાં વચન સાંભળી તે બન્ને પ્રતિષ પામ્યા, યુદ્ધને ત્યાગ કર્યો અને હર્ષથી તે શ્રેષ્ઠ મુનિની પ્રશંસા કરવા લાગ્યા કે—તમે જ અમારા ગુરૂ, પિતા અને બંધ છે. તમે જ અમને દુર્ગતિમાં પડતાં બચાવ્યા છે.” આ પ્રમાણે કહી તે ચારણ મુનિને નમસ્કાર કરી પેલી રાજકન્યાને ત્યાગ કરીને તે અને રાજપુત્રો પિતાને ઘેર ગયા, અને પોતાના માતપિતાનું મરણકાર્ય કર્યું. ત્યારપછી પિતાના કઈ પિત્રાઈને રાજ્ય સેંપી તે બન્નેએ ધર્મરૂચિ નામના ગુરૂની પાસે બીજા ચાર હજાર મનુષ્યો સહિત પ્રત્રજ્યા અંગીકાર કરી. ત્યારપછી તે બને ચિરકાળ દીક્ષાનું પાલન કરી વિવિધ પ્રકારની તપસ્યાવડે કર્મ ખપાવી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust