________________ પ્રથમ પ્રસ્તાવ તે નંદ શ્રેષ્ઠીની પુત્રી અને દેવદત્તની ભાર્યા હતી. કેટલેક કાળે કર્મના દેષથી તે દેવદત્ત શ્રેષ્ઠી કુષ્ટી થયો. તેથી તેની ભાર્યા ભદ્રા અત્યંત ખેદ પામી. એકદા તેણીએ પોતાની સખી શ્રીદેવીને કહ્યું કે–“હે સખી મારો પતિ કોઈ પણ કમને વેગે કુછી થયો છે. તે સાંભળી તેણીએ હાસ્યથી કહ્યું કે –“હે સખી! ખરેખર તારા અંગના સંગથી જ તારે પતિ કુષ્ટી થયો જણાય છે. તુંજ મહા પાપિણી છે. તેથી મારી દ્રષ્ટિથી દૂર જા, મને તારૂં મુખ દેખાડ.” આ પ્રમાણેના સખીનાં વચન સાંભળી ભદ્રા મનમાં અત્યંત ખેદ પામી અને ક્ષણવાર તેણીનું મુખ પણ શ્યામ થઈ ગયું. થોડી વારે શ્રીદેવીએ તેને કહ્યું કે –“હે સખી! તું ખેદ કરીશ નહીં, મેં તે તને મશ્કરીમાં કહ્યું હતું. તે સાંભળી ભદ્રાના મનનો ખેદ દૂર થયે. સેમચંદ્ર પોતાની ભાર્યા સહિત મુનિના સંગથી જૈનધર્મ અંગીકાર કરી, શુદ્ધ રીતે પાળી, પ્રાંતે સમાધિ મરણવડે મૃત્યુ પામી સિધિર્મ નામના પહેલા દેવલોકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયા. હે રાજા ! તે સોમચંદ્રનો જીવ સાધમ દેવકથી ચવીને તું મંગળકળશ થયો છું અને શ્રીદેવીને જીવ ત્યાંથી ચવીને રૈલોકયસુંદરી થઈ છે. હે રાજા ! તે સોમચંદ્રના ભાવમાં પરદ્રવ્યથી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તું ભાડે રાજકન્યાને પરણ્યો અને વૈલોક્યસુંદરીએ શ્રીદેવીના ભવમાં હાસ્યવડે પણ પોતાની સખીને કલંક આપ્યું હતું, તેના પ્રભાવથી તેણીને આ ભવમાં તેવું દૂષણ પ્રાપ્ત થયું.” આ પ્રમાણે ગુરૂ મહારાજના મુખથી રાજા અને રાણીએ પોતાના પૂર્વ ભવન વૃત્તાંત સાંભળી, વૈરાગ્ય પામી પોતાના પુત્રને રાજ્ય સેંપી, ગુરૂની સમીપે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે રાજર્ષિ અનુકમે સર્વ સિદ્ધાંતના પારગામી થયા. ગુરૂએ તેને આચાર્યપદે સ્થાપન કર્યો અને ત્રલોકસુંદરી સાધ્વીને પ્રવતિનીના પદે સ્થાપન કરી. અનુક્રમે તે બને આયુષ્ય પૂર્ણ કરી શુભ ધ્યાનવડે કાળધર્મ પામીને બ્રહ્મદેવલોક નામના પાંચમા સ્વર્ગમાં દેવ થયા. ત્યાંથી ચવી મનુષ્ય જન્મ પામીને ત્રીજે ભવે તે બન્ને મોક્ષપદને પામશે. I રૂતિ મંgિadશ થા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust