________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. તે વખતે મંગળકળશે પોતાના પુણ્યના પ્રભાવથી રણસંગ્રામમાં તે સર્વેને લીલામાત્રમાં જીતી લીધા. એટલે તે સર્વે શત્રુઓ છતાં મિત્રરૂપ થઈ ગયા. પછી તે સુખેથી રાજ્ય પાળવા લાગ્યા. અનુકમ àલેક્યસુંદરીને પુત્ર થયે. તેનું નામ યશ-શેખર પાડ્યું. પુત્રજન્મની વધામણીમાં મંગળકુંભ રાજાએ પોતાના દેશમાં જિનેશ્વરના સર્વ ચિમાં જિનપૂજા, સર્વત્ર અમારી પડહ અને રથયાત્રા વિગેરે ધર્મકાર્યો કરાવ્યાં. - એકદા તે નગરના ઉદ્યાનમાં શ્રી જયસિંહ સૂરિ પધાર્યા. તે સાંભળીને મંગળકુંભ રાજા રાણી સહિત ભાવથી ગુરૂને વાંદવા ગયા. ગુરૂને ત્રણ પ્રદક્ષિણા દઈ ભક્તિપૂર્વક વંદના કરીને તેણે પૂછ્યું કે –“હે ભગવન ! મને વિવાહના સમયમાં વિડંબણા પ્રાપ્ત થઈ અને મારી રાણીને માથે કલંક આવ્યું તે કયા કર્મથી ?" સૂરિ બોલ્યા કે –“આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામે નગર છે. તેમાં એક સેમચંદ્ર નામે કુળપુત્ર હતો. તેને શ્રીદેવી નામની ભાર્યો હતી. તે બન્ને પરસ્પર અત્યંત પ્રીતિવાળા હતા. સેમચંદ્ર પ્રકૃતિ થીજ સદ્દગુણી, સરળ હૃદયવાળે અને સર્વ લોકમાં માન્ય હતો. તેની સ્ત્રી પણ તેવીજ ગુણવાળી હતી. તેજ નગરમાં જિનદેવ નામનો એક શ્રાવક હતો, તેને સેમચંદ્રની સાથે ગાઢ મિત્રી હતી. એકદા જિનદેવે પોતાની પાસે પુષ્કળ ધન છતાં પણ અધિક દ્રવ્ય મેળવવાની ઈચ્છાથી પરદેશ જવાને વિચાર કરી સેમચંદ્રને કહ્યું કે—“હે મિત્ર! હું ધન ઉપાર્જન કરવા માટે દેશાંતરમાં જાઉં છું, પરંતુ તારે હું આપી જાઉં તેટલું મારું ધન વિધિ પ્રમાણે સાત ક્ષેત્રમાં વાપરવું. તને પણ તે પુણ્યનો છઠ્ઠો ભાગ મળશે. " આ પ્રમાણે કહી દશ હજાર સોનામહોર આપીને તે પરદેશ ગયો. તેના ગયા પછી સોમચંદ્ર શુદ્ધ ચિત્ત વડે તેનું ધન વિધિ પ્રમાણે યોગ્ય સ્થાને વાપર્યું. તે ઉપરાંત તેણે પોતાનું પણ કેટલુંક ધન વાપર્યું. તેથી તેણે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. તેની ભાર્યા પણ તે ધનના વ્યયની અનમેદના કરવાથી પુણ્યવાળી થઈ. હવે તેજ નગરમાં શ્રીદેવીને ભદ્રા નામની એક સખી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust