________________
[[ ૪૪ ] બહુ લાંબું ભાષાંતર ભારે પડશે એ હેતુથી પહેલી આવૃત્તિમાં ભાષાંતર મર્યાદિત રાખ્યું હતું પણ આ બીજી આવૃત્તિમાં એ આખો વિભાગ ફરીથી અને વિસ્તારથી આપ્યો છે.
બીજી આવૃત્તિની જ લગભગ આ નકલ છે એટલે બીજી નવીનતા નથી.
આત્માર્થી મુનિરાજશ્રી અભયસાગરજી જોડેની વાતચીત જૈનસંઘના તેજસ્વી વિદ્વાન મુનિપ્રવરશ્રી અભયસાગરજી, જેઓ સં. ૨૦૦૦ ની આસપાસ માલવા ઉદેપુરમાં ચોમાસું હતા ત્યારે તેઓ ભૂગોળ ખગોળને લગતાં પ્રશ્નો મને પૂછીને ખુલાસા માગતા હતા. સં. ૧૯૯૭માં શ્રી ચંદ્રમુનીશ્વરજીની મોટી સંગ્રહણીના ભાષાંતરની ૬૦ થી વધુ ચિત્રો સાથેની બુક પ્રકાશિત થઈ
ત્યારે તેમને તે મંગાવીને જોઈ, અમારી સંસ્થા તરફથી બહાર પડેલા ક્ષેત્રસમાસ ગ્રન્થની પૂજ્ય ગુરુદેવે લખેલી પ્રસ્તાવના અને સંગ્રહણીની પ્રસ્તાવના પણ તેમને વાંચી, ભૂગોળ ખગોળના વિષયમાં મુનિજીનો અભ્યાસ ઉત્તમ હતો એટલે એમને થયું કે જેનશાસ્ત્રો અને આજના વિજ્ઞાન વચ્ચે કેટલું મોટું અંતર પડયું છે ! તેમને મનોમન જેન ભૂગોળના ક્ષેત્રમાં ઝુકાવવાનો નિર્ણય કરી ધીમે ધીમે પોતાનું વાંચન ચિંતન એ દિશામાં વધારતા ગયા. વચમાં વચમાં કેટલાક પ્રશ્નોના સમાધાન માટે મને પ્રશ્નો પણ પૂછતા હતા. વરસો બાદ પાલીતાણામાં જંબૂદ્વીપ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમની સંસ્થાના ટ્રસ્ટીઓ મારો અંગત મત જાણવા મુંબઈ આવ્યા હતા એમાં મારા જાણીતા સુશ્રાવક દિલ્હીવાળાથી ઓળખાતા કપડવંજના વતની શ્રી રમણભાઈ પણ હતા. તેઓએ અભયસાગરજી મ. પાલીતાણામાં શું કરવા માગે છે તેની બધી વાત કરતાં મને કહ્યું કે તુલનાત્મક દૃષ્ટિએ જેન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે શું તફાવત છે એ રચના કરીને રચનાત્મક રીતે બતાવવાની ઇચ્છા રાખે છે તો તેમ કરવું યોગ્ય છે ખરૂં? ત્યારે મેં એમને કહ્યું કે તુલનાત્મક દૃષ્ટિએ પ્રયાસ હાલમાં ન કરવો જોઇએ. કારણ કે વિજ્ઞાનની વાત એવી છે કે જેમ જેમ શોધ થતી જશે તેમ તમે જૂની માન્યતાઓ બદલાતી જશે. ત્યારે જૂની માન્યતાઓ પ્રમાણે જો કરીએ તો કરેલું બધું ખોટું ઠરે અને તૈયાર કરેલી બધી વસ્તુઓ નકામી થઈ પડે. વળી એ પણ કહ્યું કે “ભૂભૌગોલિક વરસ” શરૂ થવાનું છે. ભૂગોળને લગતું વ્યાપક અને ઊંડું સંશોધન સાતથી દશ વરસ માટે શરૂ થવાનું જાણ્યું છે. એ વખતે આજ સુધી ભૂગોળને લગતી કેટલીક માન્યતાઓ ચાલે છે તેમાં કેટલાક ફેરફારો થઇ જવા માટે ફક્ત સંભવ છે. જૈન ગ્રન્થો શું કહે છે તે બતાવવામાં કશો વાંધો નથી પણ હું તો સાપેક્ષ દષ્ટિએ એવી પણ સલાહ આપે કે : તેઓ એક મહિનો વૈજ્ઞાનિકો જોડે રહે અને ગ્રહોની વિથીઓ, પરિભ્રમણ વગેરે બધું જુએ, એનો અનુભવ કરે પછી આગળ વધે. અલબત્ત એમાં સાધુધર્મની મયદા વિચારવાની રહે. એ લોકોને મારી વાત ગળે ઉતરી, તેમને ઠીક લાગ્યું. અને ટ્રસ્ટીઓએ વિદાય લીધી.
ત્યારપછી ત્રણેક વરસ બાદ મેં અભયસાગરજી મ.ને મારા ચિંતનમાં ઉઠેલા બે પ્રશ્નો પૂછયા. એ પ્રશ્નો ભાગ્યેજ કોઇને ઉઠયા હશે. મારા પ્રશ્નોથી મહારાજશ્રીને ઘણી નવાઈ લાગી. કેમકે તેમને પણ આ બાબતનો જરા પણ ખ્યાલ ન હતો.
બે પ્રશ્નમાંથી પહેલો પ્રશ્ન એ હતો કે-દરેક મહિનાની પૂનમના દિવસે પશ્ચિમમાં ચંદ્રમાનું દર્શન થયા પછી રાતના બાર વાગ્યા સુધી તો ચંદ્રમામાં રહેલ ચિહ્ન જેને હરણનું ચિહ્ન કહેવામાં આવે છે, તે સવળું જ હોય છે, સવળું એટલે કે આપણી સામે બેઠું હોય તેવું. એટલે શીંગડા ઉંચા અને પગ નીચે વાળેલા, પણ બાર વાગ્યા પછી એ જ ચન્દ્ર ધીમે ધીમે ઉલટવા માંડે છે એટલે મૃગનું ચિહ્ન પણ ખસતું ખસતું ઊંધું થવા લાગે છે. સવારે પાંચ વાગે તમે જુઓ તો હરણના પગ ઉંચા અને માથું તેમજ શરીરનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org