________________
| ૪ર ] છે. દેવોને આપણે પ્રત્યક્ષ જોઇ શકતા નથી. મંત્રસાધના દ્વારા કે સામેથી દેવની કૃપા થાય તો જ તેનું દર્શન થઇ શકે છે. આકાશના દેવો ઘણી ઉંચી કક્ષાના હોય છે અને એમની શક્તિ-તાકાત બધી રીતે નીચેના દેવો કરતાં અનેક ગણી વધારે હોય છે, કેમકે તેવું પુણ્ય બાંધીને જન્મ્યા છે માટે. તીર્થંકરદેવને મેરુપર્વત ઉપર અભિષેક કરવા ભગવાનને ખોળામાં લઇને પ્રારંભમાં જે ઇન્દ્ર બેસે છે તે ઉપરનો સૌધર્મઇન્દ્ર હોય છે. ચોવીશ તીર્થંકરના યક્ષ-યક્ષિણીઓ તથા ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, કિન્નર, ગાંધર્વ વગેરે જાતજાતનાં સારાં, હલકાં બધી જાતનાં દેવ-દેવીઓ જેઓ મનુષ્યલોકમાં આવીને સારાં-નરસાં ફળો આપે છે, તે બધા દેવ-દેવીઓ આપણી ધરતી નીચે આવેલી (પ્રાયઃ) વ્યન્તર નિકાયનાં હોય છે.
જ્યોતિષીદેવોનાં વર્ણન પ્રસંગે રાત્રિ-દિવસ કેમ થાય છે, તેનું કાળમાન સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાને લગતું વર્ણન કરશે. જે આજની વૈજ્ઞાનિક માન્યતા સાથે જરાપણ મેળ ખાય તેમ નથી.
દેવગતિ પછી આ ગ્રન્થમાં મનુષ્યગતિનું વર્ણન ક૨શે જેમાં પ્રાસંગિક ગ્રન્થાન્તરથી જંબૂીપ સહિત અઢીદ્વીપનું પણ થોડું વિસ્તારથી વર્ણન ક૨શે.
મનુષ્યલોકના વર્ણન પ્રસંગે જંબુદ્વીપને ફરતા એક પછી એક અસંખ્ય દ્વીપ સમુદ્રો આ ધરતી ઉપર અબજો માઇલ સુધી કેવી રીતે રહેલા છે તેનો આછો ખ્યાલ આપશે.
આ સંગ્રહણીમાં મહત્ત્વનો વિભાગ જો કોઇ હોય તો સૂર્ય-ચન્દ્રનો અધિકાર છે. જો કે સંગ્રહણીમાં તો આને લગતી ગાથાઓ ૧૦-૧૨ જ છે, પરન્તુ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ વગેરે ગ્રન્થો દ્વારા મેં સૂર્ય-ચંદ્રના મંડળો, તેની તમામ જાતની વ્યવસ્થાનું વર્ણન ખૂબ વિસ્તારથી જણાવ્યું છે. આ વિભાગ જ સહુથી વધુ પેજ (૧૦૦ પાનાં) રોકે છે. પહેલી આવૃત્તિમાં આ વિભાગ માટે ઘણા આચાર્યો તેમજ જંબુદ્રીપ અને ખગોળ શાસ્ત્રના અથાગ અભ્યાસી ધર્મસ્નેહી મુનિરાજ શ્રી અભયસાગરજી વગેરે સાધુઓ, મુનિરાજો તરફથી ઘણા અભિનંદન મલ્યા હતા.
ત્યારપછી સાતે સાત નરક અને તેમાં રહેતા નારકીઓનું વિસ્તારથી વર્ણન છે. તિર્યંચગતિમાં એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના વિવિધ પ્રકારનું તથા નિગોદના જીવોનું, શરીર, આયુષ્ય, પ્રકારો વગેરેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે.
ચક્રવર્તીનું, સિદ્ધશિલાનું, વાસુદેવનું વર્ણન, ઉત્સેધાંગુલની પ્રમાણાંગુલની વ્યાખ્યા, આયુષ્યના પ્રકારો, પર્યાપ્તિના પ્રકારો, વિવિધ પ્રકારનાં શરીરો વગેરેનું સ્વરૂપ, આમ નાની મોટી ઘણી ઘણી વ્યાખ્યાઓને સંગ્રહણીમાં ગુંથી દેવામાં આવી છે. વધુ માટે આ પછી આપેલો ગ્રન્થ પરિચય વાંચો.
*
મૂલ ગ્રન્થની શરૂઆત ક્યાંથી ?
આ ગ્રન્થના પ્રારંભમાં મેં થોડી મંગલાચરણની ચર્ચા ગ્રન્થાન્તરથી કરી. તે પછી આઠમા પૃષ્ઠથી પહેલી ગાથા શરૂ થાય છે. આ ગાથાના અર્થમાં જૈનધર્મની દૃષ્ટિએ સમય-કાળનું સ્વરુપ કેવું જાણવા જેવું છે, તે કેટલું બધું ઉપયોગી છે ? સમયથી લઇ પુદ્ગલ પરાવર્તનનું સંક્ષિપ્ત સ્વરુપ ગ્રન્થાન્તરથી ઉપયોગી વિગતો પ્રમાણભૂત ટીપ્પણીઓ સાથે આપ્યું છે.
* પહેલી આવૃત્તિમાં સંક્ષિપ્ત અર્થ સાથે સંગ્રહણીની ૩૪૯ ગાથાઓ છાપી હતી. બીજી આવૃત્તિમાં સંગ્રહણીનું કદ ઘણું વધી જવાથી તે વિભાગ રદ કર્યો હતો પણ ત્રીજી આવૃત્તિમાં સંક્ષિપ્ત અર્થ સાથે સંગ્રહણીની ૩૪૯ ગાથાઓ છાપી છે.
* મૂલ અને ભાષાંતરનો શબ્દકોષ છપાવવા વિચાર હતો, તે પણ સમયના અભાવે રદ કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org