________________
પરિણાવે છે એ મિથ્યા થશે. (૫) ક્રોધ ઉપયુક્ત આત્મા ક્રોધ અને માન ઉપયુક્ત જ માન, માયા ઉપયુક્ત માયા અને લોભ ઉપયુક્ત લોભ હોય છે. આ ગાથાઓના ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સયુક્તિથી સમર્થન કરી પરિપુષ્ટપણું પ્રસાધ્યું છે અને તેના સારસમુચ્ચય નિગમન કરતો અમૃત સમયસાર કળશ (૬૫) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે – “એમ જીવની સ્વભાવભૂત પરિણામ શક્તિ નિરંતરાયા સ્થિત છે, તે સ્થિત સતે તે (જીવ) જે ભાવ સ્વનો (પોતાનો - આત્માનો) કરે છે, તેનો જ તે કર્તા હોય.” ઈ. આ પ્રકારે અત્ર (૧૨૬) ગાથામાં આચાર્યજીએ પ્રકાયું છે - “જે ભાવ આત્મા કરે છે, તે કર્મનો તે કર્તા હોય છે, જ્ઞાનીનો તે (ભાવ) જ્ઞાનમય અને અજ્ઞાનીનો અજ્ઞાનમય હોય છે. આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી પરમાર્થગંભીર સૂત્રાત્મક વ્યાખ્યાન પ્રકાશે છે. જ્ઞાનીનો ભાવ સમ્યક સ્વ - પર વિવેકથી અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે જ્ઞાનમય જ હોય : અજ્ઞાનીનો તો - સમ્યફ સ્વ - પર વિવેકના અભાવથી અત્યંત પ્રત્યસ્તમિત - વિક્તિ - આત્મખ્યાતિપણાને લીધે - અજ્ઞાનમય જ હોય.” અને જ્ઞાનમય
થી શું ? અજ્ઞાનમય થકી શું થાય છે) એ (૧૨)મી ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાર્યું છે - અજ્ઞાનીનો ભાવ અજ્ઞાનમય છે, તેથી તે કર્મો કરે છે અને જ્ઞાનીનો (ભાવ) જ્ઞાનમય છે, તેથી તે કર્મો નથી કરતો.” આ ગાથાનો અદ્ભુત ભાવ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ તત્ત્વકલાથી અદ્ભુત સૂત્રાત્મક શૈલીથી ગ્રથિત કરેલ ભગવતી “આત્મખ્યાતિ'માં તેનું સમગ્ર તત્ત્વવિજ્ઞાન પ્રદર્શિત કરી અલૌકિક જ્ઞાનચંદ્રિકા વિસ્તારી છે.
એટલે જ (૧૨૮-૧૨૯) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “કારણકે જ્ઞાનમય ભાવ થકી જ્ઞાનમય જ ભાવ જન્મે છે, તેથી જ્ઞાનીના સર્વે ભાવો નિશ્ચયે જ્ઞાનમય હોય છે, કારણકે અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાન ભાવ જ જન્મે છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય હોય છે.' આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે અને તેના સારસમુચ્ચય આ સમયસાર કળશમાં (૬૭) સંગીત કર્યો છે - “જ્ઞાનિના સર્વે ભાવો નિશ્ચય કરીને જ્ઞાનનિવૃત્ત (જ્ઞાનથી સર્જિતો હોય છે - પણ અજ્ઞાનીના તે સર્વેય ભાવો અજ્ઞાન નિવૃત્ત (અજ્ઞાનથી સર્જિતો હોય છે.” હવે એ જ લોકપ્રસિદ્ધ દષ્ટાંતથી (૧૩૦-૧૩૧) ગાથામાં આચાર્યજીએ સમર્થન કર્યું છે - “કનકમય ભાવ થકી કંડલાદિ ભાવો જન્મે છે અને લોહમય ભાવ થકી જેમ કટકાદિ (કડા આદિ) ભાવ જન્મે છે, તેમ અજ્ઞાનિને અજ્ઞાનમય ભાવ થકી બહુવિધ પણ અજ્ઞાનમય જન્મે છે અને જ્ઞાનીના સર્વે ભાવો જ્ઞાનમય હોય છે.' આ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ઓર પરિસ્પષ્ટ પ્રકાર્યું છે અને આગલી ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૬૮) સમયસાર સંગીત કર્યો છે - “અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને દ્રવ્યકર્મના નિમિત્ત એવા ભાવોની હેતુતા પામે છે.” ઈ. આ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યું તેમ, (૧૩૨-૧૩૬)માં ગાથામાં આચાર્યજીએ સ્પષ્ટ નિરૂપણ કર્યું છે - (૧) “અજ્ઞાનનો તે ઉદય જે જીવોની અતત્ત્વઉપલબ્ધિ (તત્ત્વનું અજાણપણું) અને મિથ્યાત્વનો ઉદય તે જીવનું અશ્રદ્ધાનપણું. (૨) અને અસંયમનો ઉદય જે જીવોનું અવિરમણ હોય છે. (૩) તે જોગઉદય જાણ ! જે જીવોનો ચેષ્ટા ઉત્સાહ અથવા શોભન વા અશોભન વિરતિ ભાવ કર્તવ્ય છે. (૪-૫) એઓ હેતુભૂત સતે કાર્માણવર્ગણાગત ભાવે અષ્ટવિધ પરિણમે છે, ત્યારે જીવ પરિણામ ભાવોનો હેતુ હોય છે. આ ગાથાઓના ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ તેનું તત્ત્વ સર્વસ્વ સમર્પક તલસ્પર્શી વિશદ વિવરણ પ્રકાડ્યું છે.
અતઃ પુદ્ગલ દ્રવ્યથી પૃથગુભૂત જ જીવનો પરિણામ છે, એ (૧૩૭–૧૩૮) ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે. - “જીવના કર્મની સાથે રાગાદિ પરિણામો હોય છે, એમ તો જીવ અને કર્મ બન્ને ય રાગાદિ ભાવાપન્ન (પ્રાણ) થયા, પણ એક જ જીવનો રાગાદિથી ઉપજે છે, તો કર્મોદય હેતુઓ વિના જીવનો પરિણામ હોય છે.” આનું “આત્મખ્યાતિ'માં નિખુષ વ્યાખ્યાન પ્રકાશ્ય છે અને જીવથી પૃથગુભૂત જ પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે, એ (૧૩૯-૧૪૦) ગાથામાં આચાર્યજીએ નિરૂપણ કર્યું છે - “જો જીવની સાથે જ પુદ્ગલ દ્રવ્યનો કર્મ પરિણામ હોય છે, તો એમ પુદ્ગલ અને જીવ બન્નેય કર્મત્વ
પ્રાપ્ત) થયા; પણ એક જ પુદ્ગલ દ્રવ્યનો કર્મભાવે પરિણામ હોય છે, તો જીવભાવ હેતુઓ
૮૫