________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૨૫ મિથ્યા માન્યતા, ભ્રમ છે. આહા..હા! સમજાણું કાંઈ....?
(અહીંયાં કહે છે કે:) દયા-દાનના પરિણામ વિકારે છે. અને સમ્યકના પરિણામ દ્રવ્ય – ગુણથી રચાય છે. એ (પરિણામ) વિકારથી રચાય છે. એમ અહીંયાં નથી આવ્યું. (પાઠમાં) છે કે નહીં.? આ સામે પાઠ છે કે નહીં ? (છે) આ તો ભગવાનની વાણી છે, ગજબ વાત કરી છે...!! શબ્દો થોડા. પણ રહુસ્યનો પાર ન મળે..!! આહા...હા...હા...!!
ખાવાની પર્યાય પણ તારાથી થાય – એમ છે નહીં. (ખાતાં ખાતાં) આ જીભ હલે, એ હલે છે એ પર્યાય છે. એ કોનાથી થઈ છે? કે જીભના પરમાણુ અને ગુણ છે. એ. એ દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી એ (જીભની) પર્યાય હલે છે. આત્મા જીભને હુલાવે () એમ માનનારે તેણે એક તત્ત્વને બીજા તત્ત્વની ભેળસેળ કરી છે. મિથ્યા () કર્યું છે. આવું (વસ્તુ ) સ્વરૂપ છે. પરની દયા પાળુ શકું છું, પરની અવસ્થા હું કરી શકું છું. એને જીવતા રાખી શકું છું તો (વસ્તુસ્થિતિ એ છે કે, એ પર્યાય થઈ છે તે એના દ્રવ્ય-ગુણના કારણે થઈ છે. જીવવું – ટકવું એ એના દ્રવ્ય-ગુણથી રહ્યું છે. આયુષ્ય (કર્મ) થી પણ નહીં, હોં! તો એ પરની પર્યાયને હું કરું છું એવી માન્યતા મિથ્યા-ભ્રમ છે..! એ શરીરમાં જે રહ્યો છે તે પોતાની યોગ્યતાની પર્યાયથી (છે). એ પર્યાયની ઉત્પત્તિનું કારણ (એના) દ્રવ્ય-ગુણ છે. આયુષ્યના કારણે નહીં, કર્મના કારણે નહીં.. આહા... હા.... હા..! (શ્રોતા ) ગાંડપણ ઊતરી જાય તેવું છે...! (ઉત્તર) એવું છે. એ તો બાપા....! અરે..! પ્રભુ! તું કોણ છો ભાઈ...! એની તને ખબર નથી ભાઈ..! (વળી) અરે, પરમાણું કેવડો છે, કેમ છે, એની પર્યાયનો કર્તા કોણ છે..એની પણ તેને ખબર નથી. ઓલા કહે છે ને ! પાંચ ગુણવાળો પરમાણું, ત્રણ ગુણવાળો પરમાણુ હોય ને તેને પાંચગુણવાળો કરી દે. બે ગુણ અધિક (કરી ઘે) પણ પ્રભુ....! એમ ના પાડે છે. બીજો પરમાણુ એની પર્યાયને કરે (એમ ના પાડે છે). તેની પર્યાય તે તેના દ્રવ્ય - ગુણથી થઈ છે. સામો પાંચ ગુણવાળો છે માટે ત્યાં પાંચ ગુણવાળી પર્યાય થઈ છે એમ નથી. અરે..! આવું ક્યાં (સમજવું છે )...? આંધળે – આંધળું અનાદિથી હાલે છે. સમજાણું કાંઈ...?
આહા...હા....! પાઠ બોલોઃ “નમો અરિહંતાણમ્” – એ અવાજ નીકળે છે. “નમો અરિહંતાણમ્” એ ભાષાની પર્યાય છે. એ એના પરમાણુ અને પરમાણુના ગુણથી ઉત્પન્ન થયેલી ભાષા (પર્યાય) છે. આત્મા નમો અરિહંતાણમ્” ની ભાષા કરી શકે નહીં. (શ્રોતા ) ભાષાસમિતિ (મુનિને) હોય છે ને.! (ઉત્તર) ભાષાસમિતિ તો અંદર રાગ મંદ કરવો અથવા ન કરવો એ ભાષા સમિતિ છે. સ્વરૂપમાં સાવધાની પર્યાયને રાખવી, અને એ પર્યાયને, દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન કરી રાખવી એનું નામ ભાષાસમિતિ છે. (અહીંયા) વાતું બીજી છે બાપુ..! શું કહીએ...? ક્યાં કહેવું બાપા..! અત્યારે તો બધે ગોટે – ગોટા ઉડ્યા છે સંપ્રદાયમાં તો..! ક્યાંય સત્ વાત સાંભળવી મુશ્કેલ પડે છે..! બાપુ...! શું કરીએ ? (અહી.! કેવી નિષ્કારણ કરુણા છે ).
(અહીંયાં કહે છે) કેઃ દ્રવ્ય કોને કહેવું તે કીધું, ગુણ કોને કહેવો તે કીધું. હવે પર્યાય કોને કહેવી તે કહે છે. એ પર્યાય-અવસ્થા (હાલત) જે થાય છે પરમાણમાં અને આત્મામાં, એ પર્યાયની ઉત્પત્તિનું કારણ તેનાં દ્રવ્ય અને ગુણ છે. એ દ્રવ્ય અને ગુણથી તે પર્યાય રચાય છે. એ પર્યાયને એનું દ્રવ્ય-ગુણ પહોંચી વળે છે. પ્રાપ્ત કરે છે. (બીજા દ્રવ્યની) તે પર્યાય થાય છે. એ માન્યતા મિથ્યાભ્રમને અજ્ઞાનીની છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com