________________
સંયમ–સ્વાધ્યાય સમતા ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ અને ગુણભોગ કરવામાં આવે તો જ તે કર્મ ખપાવી સદા માટે તેની ગુલામીમાંથી મુક્ત બની અકર્મા–સિધ્ધ બની પૂર્ણ સ્વતંત્ર બની જાય.
સિધ્ધના જીવો લોકાંતે રહેલાં છે. સંસારી જીવો ૧૪ રાજલોકમાં સર્વત્ર રહેલા છે. 'નમો સયા સવૅસિધ્ધાણં બોલતાં પાંચમા અનતે પહેલાં તમામ સિધ્ધ ભગવંતોને ઉપયોગમાં લાવી નમસ્કાર કરવાથી મહાન લાભ થાય. - કર્મ ભોગવવા માટે ત્રસ–સ્થાવર બે ભાગ પાડ્યા છે. વધારે પીડા ભોગવવાની હોય તેને સ્થાવર પર્યાય મળે. સ્થાવરને મન નથી પણ આત્મા છે. તેથી દુઃખની અનુભૂતિ અવ્યકત રૂપે થવાની.
પૃથ્વીકાય સ્વરૂપ પર્વત વધે છે. અપૂકાય હોય ત્યાં નિગોદ હોય તેથી પાણીના અસંખ્ય અને નિગોદના અનંતા જીવોની વિરાધના થાય માટે આજનું માટલું ત્રીજા દિવસે સુકાય ગયેલું વાપરો તો જ જયણા પળાય. સામાયિક ઓછી થાય તો ચાલે પણ અપકાયાદિની જયણા પાળવી જરૂરી છે. અઈમુત્તામુનિએ સાધુપણામાં અપકાયની વિરાધના કરી, મહાત્માએ સમજાવ્યું તેથી સમજી ગયાં. વિચારમાં ચઢી શ્રેણિ માંડી કેવલજ્ઞાન પામ્યા. તેઉકાયની રક્ષા માટે–ગજસુકુમાલ મુનિ માથે અગ્નિ છે તે સ્થિતિમાં વિચારે છે કે જો હું માથું હલાવું તો અગ્નિકાયના જીવો નીચે પડે અને બીજા જીવોને દઝાડે. મારું છે તે કાંઈ બળતું નથી એમ માનીને કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર રહ્યા. વાયુકાયનું શરીર વધારે કોમળ હોય છે. વધારે વાયુકાયના જીવો જોડે રહેવાનું થાય. વાયુકાયના જીવોથી વધુ શાતા મળે છે. એ.સી. ગમી જાય છે અને અનુમોદના કરીએ તો કર્મસત્તા ૭મી નરકમાં ૩૩ સાગરોપમ સુધી મોકલી આપશે જ્યાં હાઈએસ્ટ એ.સી.ની પ્રાપ્તિ થાય અર્થાત્ એકસરખી શીત પુદ્ગલોની પીડા ભોગવવી પડે. કાયરતાના કારણે એ.સી., પંખાઓ છોડી ન શકો તો પણ પંખામાં સુખની માન્યતા ન લાવવી પરંતુ પીડા છે એમ વિચારવું તો પણ કર્મબંધમાં ફરક પડે છે. જ્યાં ફૂલ પવન આવતો હોય ત્યાં ન બેસીએ અને અનુમોદના ન કરીએ તો કર્મબંધમાં ફરક પડે. વનસ્પતિકાય – પાંદડા-ફૂલ વિ.ને નિષ્કારણ ન અડવું. અનંતકાયન
નવતત્ત્વ || ૩૨