________________
વિગઈ –કુમિનનું ઘર, આયંબિલ-મિત્રનું ઘર, ઉપવાસ આત્માનું ઘર છે.
ઉપવાસમાં શાંતિનો અનુભવ થાય સહજ આનંદ થાય, રોજ આવા દિવસો આવે તો સારું એમ થાય.
ગુલાબજાંબુ એકવાર મળે પછી ઈચ્છા થાય કે કાયમ મળે તો સારું ત્યારે ભોગના અનુબંધ પડશે, પાપ વધશે.
એક કલાક સુધી બાથમાં નાહ્યાં. શરીરને સ્કૂર્તિ લાગી. પછી વિચાર આવે કે રોજ અહીં આવીએ તો કેવું સારું? ત્યારે જો આયુષ્યનો બંધ પડે તો તે અનુબંધથી કદાચ માછલા થવું પડે.
જગતને દેખાડવા તપ કરવામાં આવે તો પાપ કરાવે. તપસીના મુખારવિંદ પર આનંદ જોઈએ. ભાવથી કરાતા તપથી કર્મો–કષાયો કાયા પાતળા થતા જાય. પહેલા કાયાને તપાવો પછી કષાયને તપાવો તેથી કર્મતપે અને ખરે. કર્મરસહીન થઈ જાય તો એની મેળે ખરી પડે. કદાચ ઉદયમાં આવે તો એની અસર તમને દેખાય નહીં. પણ આ તપ પોતાના સ્વરૂપના ભાન સાથેનો, સમતાના-ગુણ સહિત આત્મલક્ષી જોઈએ. a તપ એ આત્માના સુખને અનુભવવામાં પ્રધાન સાધન
ત્રણે ય ભુવનમાં સુખની પ્રાપ્તિમાં મૂળ કારણ તપ છે. આત્માના સુખને અનુભવવા માટે તપ સિવાય બીજું કોઈ સાધન નથી. વ્યવહારમાં જે તપ થાય છે તેનાથી અકામનિર્જરા થાય. તેથી દેવલોક મળે.
અનાદિ નિગોદમાંથી અહીં સુધી અકામ નિર્જરાથી જ જીવ આવ્યો છે. અકામ નિર્જરા પણ તપ જ હતો તેથી નિગોદમાંથી અહીં આવ્યો.
દા.ત. મરુદેવા માતા. બાદર પ્રત્યેક વનસ્પતિકાય કેળના છોડમાંથી મનુષ્યભવમાં આવ્યા. ખાવું તે જ પાપ છે. વ્યવહાર કરવો એ જ ખોટું છે. વ્યવહાર કરવામાં
નવતત્ત્વ // ૯૪