________________
(૨) પરમાત્માની બીજી આજ્ઞા 'હું તને સ્વીકાર અભવ્યનો આત્મા જાણે
ખરો પણ સ્વીકારે નહીં. ત્રીજી આજ્ઞા તું તારું માણ' પરમાત્માએ જે કહ્યું છે તેની શ્રધ્ધા કરી અર્થાત્ તારા આત્મામાં આનંદ છે તે બહાર નથી તો તે આનંદને તું માણ માટે સંસારનો સ્વાદ ચાખવાનું તપ પૂર્વક બંધ કરવું પડે. સ્વાધ્યાય-જ્ઞાન સ્વરૂપ ધર્મ કરો તો આનંદ શા માટે ન આવે? શાનીનાં નિત્યામાનન્દ–વૃધ્ધિદેવ તપસ્વિનામ (જ્ઞાનસાર)
જ્ઞાનીઓને તો જ્ઞાનમાં સહજ આનંદ હોય પણ તેમાં તપ ભળતા આનંદની વૃધ્ધિ થાય. 0 અરિહંતનું શરણું શા માટે સ્વીકારવાનું?
જેમાં જ્ઞાન અને આનંદ છે એવા અરિહંતનું શરણું સ્વીકારવાનું છે.
પરમાત્મા તત્ત્વથી શું છે? એ જાણવાનો પ્રયત્ન કર્યો ખરો? પૂજા–તપ વગેરે બહુ કર્યા પણ અરિહંતની આજ્ઞા ન સ્વીકારી. માટે પહેલી આજ્ઞા–શેયના જ્ઞાતા બનવાની છે.
જ્ઞાનનું ફળ આનંદ છે. જ્ઞાનથી પૂર્ણ બને ત્યારે આનંદથી પૂર્ણ બને. ચિત્તની પ્રસન્નતા થાય. આત્માને મોહની ઉપાધિ છે. મોહ આપણને આનંદમાં રહેવા દેતો નથી. વ્યવહારમાં પણ દરેક આત્માનું ધ્યેય આનંદમાં રહેવાનું, સુખી થવાનું હોય. મોહને આધીન અનુકૂળતા હોય તો મજામાં નહિતર નહીં. અનુકૂળ તા–પ્રતિકૂળતા વગર આનંદ આવે તે જ સાચો આનંદ કહેવાય. તે પકડવા માટે જેમનામાં સાચો આનંદ છે તેનું શરણું સ્વીકારો. અરિહંતમાં રહેલા આનંદનું શરણું પકડવું એટલે અરિહંતમાં રહેલા અનંત જ્ઞાનનું શરણું સ્વીકારવું. એટલે કેવલજ્ઞાનીનું શરણું સ્વીકારવું. સર્વજ્ઞ બનેલા બધા જ તત્ત્વનો પ્રકાશ કરે જ એવું નહીં પણ અરિહંતના આત્માઓ કેવલજ્ઞાન પામે ત્યારથી નિર્વાણ ન પામે ત્યાં સુધી તત્ત્વનો પ્રકાશ અવશ્ય કરે જ તેથી અરિહંતોનું શરણું સ્વીકારવાનું છે.
નવતત્વ // ૧૧૨