________________
મેળવે તે પ્રાણ અર્પે, તેમ મોહની સામે કેસરીયા કરવાનું સત્વ પ્રગટે અને તે માટે ચારિત્ર ગ્રહણ કરવાનો ઉલ્લાસ પ્રગટે માટે કેસર વડે પરમાત્માના ગુણરૂપ દેહાવસ્થાની પૂજા કરવાની છે. પારસમણી જેમ લોઢાને સ્પર્શે અને લોઢું સુવર્ણ થાય તેમ પરમાત્માની પૂજા કરતા આપણને પણ આપણા સત્તાગત પરમાત્મા સ્વરૂપ આત્માને પ્રગટાવવાનો ભાવ આવે.
આટલા સમયથી પૂજા કરવા છતાં જો પરમાત્મા તત્ત્વને જ પામવાનો, ભાવ કે ઉહાપોહ ન થતો હોય તો તમારી તે ભાવપૂજા નથી માત્ર દ્રવ્યપૂજા કરી છે. પરમાત્માના પુણ્યદેહની પૂજાથી પુણ્યનો લાભ મળે અને તેને ધર્મ મનાય છે.
પોતાના આત્માને જાણવાની સમજવાની રુચી થાય, સત્ય તત્ત્વનો પક્ષપાત, તેની ખોજવાની જિજ્ઞાસા થાય તો આપણે પ્રથમ ગુણસ્થાનકે ગણાઈએ. પહેલું મિથ્યાત્વ પણ ગુણનું સ્થાન બતાવ્યું છે. દોષોથી નિવૃત્તિની શરૂઆત અર્થાત્ આત્માની શુધ્ધિની શરૂઆત અત્યંત આંશિક હોય.
અપુનબંધકદશાવાળા આત્માનું ધર્મઆરાધના વખતે મોક્ષ પ્રાપ્તિસિવાય બીજું કોઈ લક્ષ જ નહોય. જ્યારે સમ્યગુદષ્ટિ આત્માને પોતાના આત્મામાં સત્તાથી ગુણની પૂર્ણતારૂપી મોક્ષ છે એને પ્રગટાવવા માટે હું આરાધના કરું છું તે લક્ષ હોય.
“ દરેક વસ્તુનો બોધ છઘસ્થોને પ્રથમ સામાન્ય બોધરૂપ દર્શન ઉપયોગ અને પછી વિશેષ બોધરૂપ જ્ઞાનોપયોગ થાય.
હવે આત્માએ પ્રતીતિરૂપે બોધ કરવાનો છે. પ્રથમ વસ્તુનો શેય તરીકે અને પછી હેયોપાદેયથી નિર્ણય થાય. જેમ અગ્નિ બાળવાના સ્વભાવરૂપ તેથી તે હેય છે. આ બોધ બધાને પ્રતીતિરૂપ સહજ છે. તેથી ઊંઘમાં અગ્નિનું જ્ઞાન થતાં સાવધાન થઈ જાય તેમ આત્મા સિવાય પુગલના સર્વ સંયોગ આત્મા માટે હેય. જો તેમાં ઉદાસીન અને જાગૃત થઈને અંતરાત્મામાં રહે તેને સમાધિ સહજ. સગીપત્નીમાં ગમે તેવી વિચિત્ર ઘટના બને તો પણ જાગૃત આત્મા સમાધિને પામે. જિનદાસ શ્રાવકે સગી પત્નીને બીજા સાથે વ્યભિચાર કરતા જોવા છતાં પૌષધમાં સમતા ગુમાવી નહીં. સમાધિભાવ અખંડિત થતાં શુભ અધ્યવસાયમાં
નવતત્વ // ૧૨૭