________________
જિનેશ્વર પરમાત્માની ડાબી બાજુ સુગંધી ધૂપ કરવો જોઈએ. જિનેશ્વર પરમાત્મા પૂર્ણ શુધ્ધ થઈ ગયા છે. પ્રભુની જમણી, ડાબી બંને બાજુ પવિત્ર છે તો પછી ધૂપની જરૂર શી? પરમાત્માને પવિત્ર કરવા માટે જરૂર નથી પણ પરમાત્માના આલંબને જે ઉપાસના કરવાની છે તે બધી ઉપાસના આરાધના નિશ્ચયનયે સત્તાગત સ્વજિનની કરવાની છે.
"યો સિધ્ધાત્મા પર સોહમ્ સોહમ્ પરમેશ્વરઃ માન્યો ન માયા ઉપાસ્યૌ મદળે ન ચાડપ્યહમ |
(યોગપ્રદિપ) જે સિધ્ધાત્માં (સિધ્ધ સ્વરૂપી આત્મા) છે તે હું પોતે જ છું હું પોતે જ પરમેશ્વર છું. આથી સત્તાએ મારો આત્મા સિધ્ધાત્મા પરમેશ્વર રૂપ છે અને હવે મારે મારા પરમાત્મા સ્વરૂપ આત્માની જ ઉપાસના અરિહંત પરમાત્માના જ્ઞાનયોગની સહાય લઈ કરવાની છે એ અને હું જુદા નથી.
ધૂપનું કાર્ય વાતાવરણને શુધ્ધ કરવાનું હોય છે. ધ્યાનાદિ વિશિષ્ટ યોગ-સાધનામાં વાતાવરણની શુધ્ધિની પણ આવશ્યકતા છે. જેટલું વાતાવરણ શુધ્ધ તેટલું મન ધ્યાનાદિમાં વધારે સ્થિર થાય. કારણ કે આત્મા ભાવુક દ્રવ્ય છે, તેથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની આત્મા પર અસર થાય. તેથી વાતાવરણની શુધ્ધિ અર્થે દ્રવ્ય–ભાવ ધૂપની જરૂર રહે. ભાવધૂપ' એટલેજિનેશ્વર પરમાત્માના ગુણ કીર્તન વડે જીવમાં યોગ્યતા પ્રગટ થાય, તેમ તેમ જીવમાં જિવતત્ત્વની રુચી અને મિથ્યાત્વ અત્તત્વની પકડ ઢિલી થાય અને આત્મામાં તત્ત્વરૂપી સમ્યકત્વની સુગંધ પ્રસરે અને તેનાથી મન ભરાઈ જવાથી, આર્ત–રૌદ્ર ધ્યાન રૂપી દુર્ગધની ધારા તુટતી જાય અને ધર્મધ્યાન ધારારૂપી ધ્યાન ઘટા પ્રગટે. અર્થાત્ મિથ્યાત્વ વડે જીવનમાં સેવેલા દુષ્કૃત્યો રૂપી દુર્ગધ સમ્યકત્વની નિર્મળતાથી પશ્ચાતાપની ધારાથી તે દુર્ગધ દૂર થાય. સંસાર સુખ, વિષયોની આસકિત, ઈષ્ટ પ્રાપ્તિની ઈચ્છા કરવા વડે દુર્ગધ મનોવર્ગણા રૂપી રજ લોકમાં છોડી રહ્યા છીએ. જે લોકનું વાતાવરણ આપણે દુષિત કરીએ છીએ તે બંધ થવું જોઈએ. આપણે પુગલોના
નવતત્ત્વ // ૨૦૨