________________
અવસ્થાના દર્શન કરવા વડે નિર્વિકારી બની અરૂપી સિધ્ધ બનવાનું છે. કોઈ સ્ત્રીના રૂપમાં ખોવાઈ ગયા, આંખ ત્યાંથી હટતી નથી તો એને જોઈને એના અરૂપી આત્મપ્રદેશોમાં પહોંચી જવાય તો વિકારને બદલે નિર્વિકાર સ્વભાવ પ્રગટ થશે.
સ્થૂલભદ્ર મુનિની નિર્વિકારી દષ્ટિ કઈ રીતે થઈ?'
સ્થૂલભદ્ર મુનિ ચાતુર્માસ કાળમાં ષડૂસ ભોજન આરોગવા છતાં અને કોશાનું નૃત્ય, શરીરના અંગોપાંગ હાવભાવ જોવા છતાં નિર્વિકાર રહી શક્યા કારણ? હું છું તે હું નથી, અને જે છે તે એ નથી' અર્થાત્ શરીર એ હું નથી, પણ હું કદી નાશ ન પામે તેવા અનુપમ સૌંદર્યવાળો અરૂપી એવો જ્ઞાનજ્યોતિર્મય આત્મા છું અને આ વેશ્યા પણ અનુરૂપ સૌંદર્યવાન અરૂપી નિર્વિકાર સ્વરૂપે સત્તા એ સિધ્ધાત્મા છે. આમ તેના નિરંજન-નિરાકાર-અરૂપી આત્મપ્રદેશો તરફ પ્રેમની દષ્ટિ જતાં સ્થૂલભદ્ર મહામુનિ નિર્વિકાર દશાને પામ્યા. જેના પ્રભાવે તેઓ ૮૪ ચોવિશી સુધી જ્ઞાનીઓના મુખમાં ગવાશે. આથી પ્રતિમા પરમાત્માદિના પ્રશસ્ત રૂપાકારાદિના દર્શનમાં પુણ્યબંધ અને અપ્રશસ્ત રૂપ-આકારના દર્શનમાં અણગમો અપ્રીતિ થવામાં પાપબંધ અને નિરાકાર દર્શનમાં નિર્વિકાર દષ્ટિમાં કર્મ નિર્જરા થાય.
આત્માનો નિર્વિકાર-સમતા સ્વભાવ છે. આત્મા પોતાના સ્વભાવમાં જ્યારે જ્યારે આવે ત્યારે ત્યારે નિર્જરા થાય અને શુભાશુભ ભાવમાં રહે ત્યારે પુણ્ય-પાપનો બંધ થાય. પ્રશસ્તભાવમાં શુભ અનુબંધવાળુ પુણ્ય બંધાય. અપ્રશસ્ત ભાવમાં તીવ્ર અશુભ અનુબંધ બંધાય. આથી વ્યવહાર સામાયિક આવશ્યકમાં સ્વભાવ કેળવવા અને સ્વભાવને અનુભવવા જીવાદિ નવતત્વનું ચિંતન કરવા વડે આત્માના સ્વભાવ-સ્વરૂપનો નિર્ણય-રુચિ અને તે પ્રમાણે પ્રવૃતિ થાય તેવો અભ્યાસ કરે. જેથી તત્ત્વદષ્ટિ સહજ ખીલે, ગમે તેવા નિમિતોમાં આત્મા માત્ર શેયનો જ્ઞાતા જ રહે.
જેમ સ્થૂલભદ્ર મુનિ મહાત્મા વેશ્યાના નિમિત્તોમાં માત્ર શેયના જ્ઞાતા બન્યા તેથી તેમનું સામાયિક અખંડિત રહ્યું. વેશ્યાનો આત્મા સચિત, અરૂપી છે
નવતત્ત્વ // રર૩