Book Title: Navtattva Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust

View full book text
Previous | Next

Page 329
________________ આપણા આત્મામાં આનંદ (સુખી રહેલું છે અને પરમાં ભયંકર જીવને પીડા છે. આ નિર્ણય થાય તો પુદ્ગલરૂપ સંયોગ સંસાર અસાર લાગે અને સારભૂત માત્ર સ્વાત્મામાં જણાય. આથી પુદ્ગલ સંયોગ સુખનું આકર્ષણ હટી જાય અને આત્મગુણ એક જ આત્માને ભોગ્ય છે તેનો આત્મા સ્વામી બની શકે. તે સિવાય કોઈનો સ્વામી બની શકે તેમ નથી. બાકી બધુ આત્મા માટે શેય અને આત્મા સર્વ જ્ઞાતા અને સ્વગુણનો ભોક્તા છે. જગતની બધી જ વસ્તુ ઉપાધિરૂપ લાગશે અને આત્મા જ સારભૂત લાગવાથી આત્મગુણની રુચિ જાગવાથી આત્મવીર્ય આત્મગુણને અનુભવવા સજ્જ થશે. તેથી તે સમતાને સાધવા દ્વારા સ્વ આનંદ અનુભવશે. 0 ઔચિત્ય વ્યવહાર કોણ કરી શકે? ઔચિત્ય વ્યવહાર કરવા જીવાદિનવતત્ત્વ જ્ઞાન, જીવ અજીવનું પ્રતીતિરૂપનિર્ણય જરૂરી, નિશ્ચયથી અજીવહેય. જીવઉપાદેય લાગે અને સ્વગુણમાં રુચિ અને પુગલભાવમાં ઉદાસીનતા આવે તો તે અધ્યાત્મના ફળ રૂપ મેત્યાદિભાવો પ્રગટ થાય અને તેથી જીવ જીવો સાથે પ્રેમપૂર્વક જીવવાનો નિર્ધાર કરે, પીડા આપવાનું બંધ કરે. તેથી તે ઔચિત્ય વ્યવહારરૂપે વ્રતાદિ ગ્રહણ કરે. બિનજરૂરી પ્રવૃત્તિ બંધ કરે. જરૂરિયાત (પ્રયોજન) પૂરતી પ્રવૃત્તિ પણ સાવધાની પૂર્વક મોહ પરિણામની વૃધ્ધિ ન થાય તે લક્ષે કરે ત્યારે તે ઔચિત્ય કહેવાય. યોગ ત્યાં સુધી વ્યવહાર આથી ૧૩મા ગુણ સ્થાનક સુધી વ્યવહાર રહેવાનો. પણ જેનો મોહ સર્વથા નીકળી ગયો છે અથવા મોહને જે આધીન નથી તેજ વાસ્તવિક ઔચિત્ય શુધ્ધ વ્યવહાર કરી શકે. આથી તીર્થંકર પરમાત્મા અને કેવલી ભગવંતો શુધ્ધ ઔચિત્ય વ્યવહાર કરે. જેટલો જરૂર હોય તેટલો જ કરે અને તેમાં પણ તેને નિર્જરા જ ચાલુ હોય. પરમાત્માએ ગોશાલાને તેજો વેશ્યા શીખવા યોગ્ય કારણ હોવું જ જોઈએ. આપણને શ્રધ્ધા જોઈએ. તેજ તેજોલેશ્યાથી અંતે સમ્યગ્દર્શન પામ્યો, સંગમને પ્રતિબોધ પ્રભુએ ન કર્યો કારણ કે તે અભવ્ય હતો. જ્યારે ચંડકોશિયાને પ્રતિબોધ નવતત્વ // ૩૨૭

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332