________________
અપમાનાદિ કરે તો તેના પર દ્વેષ ન કરતાં કરુણાભાવના ભાવવાની કે તે દોષને સેવીને કેવા કર્મબંધ કરી રહ્યો છે. ભવિષ્યમાં કેવી અનર્થતાને પામશે. (૨) અપાય વિચયઃ અપાય એટલે અનર્થ – પોતાના આત્મ સ્વભાવ પ્રમાણે ન વર્તવું તે જ મુખ્ય અનર્થ – મોહનો ઉદય તેમાં કારણ છે. તેના કારણે પુગલમાં આકર્ષાય કે વિપરિત ચણ, વર્તન કરવાનું મન થાય. આમ વિચારી તેના પર કરુણા લાવી આપણે આપણા સ્વભાવમાં સ્થિર થવું જોઈએ. સિધ્ધમાં કોઈ અપાય નથી, તેથી બધા સમાન ત્યાં કોઈ વિકલ્પ નથી. પ્રમોદ એ પ્રેમના પ્રશસ્તભાવ રૂપ કરુણા છે, તેનાથી આત્મા નિર્મળ બને બીજાના કે સ્વના દોષ જોઈને દુઃખી થાય અને દોષને દૂર કરવાનો પ્રયત્ન થાય તો કરુણા ભાવનાથી આત્મા નિર્મળ બની સ્વભાવમાં સ્થિર થાય અને બીજાના દોષને જોઈને દ્વેષ થાય તો અપાય-વિભાવમાં ગયો કહેવાય. (૩) વિપાક વિચયઃ ક્રોધાદિ કષાય ભાવથી પરિણત થયેલા આત્માને કર્મબંધ થાય, તે કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે આત્મા પોતાના સમતા (આનંદ)માં રહી શકે નહીં અને ક્રોધાદિ ભાવને પામે. વિપાક એટલે વિભાવ આત્માના સહજ સ્વભાવની વિરુધ્ધ આત્મા વર્તે. (૪) સંસ્થાન (આકાર) આત્મા કર્મોને વશ ૧૪ રાજલોકમાં વિવિધ સ્થાન, વિવિધ શરીર વિવિધ આકારમાં જીવને પૂરાઈને રહેવું પડે. જ્યાં આકાર ત્યાં સહજ વિકારભાવ સંભવે તેથી આકારને જોઈ આત્માની નિરાકારાવસ્થાને યાદ કરવાથી આકારમાં જીવ મોહને ન પામે તથા આકાર તે પુદ્ગલનો સ્વભાવ છે. આત્મા નિરાકારી નિરંજન છે એમ વિચારી આત્મા આકારને માત્ર શેયરૂપે માની સ્વના નિરાકાર સ્વરૂપમાં મગ્ન બને. a ધર્મધ્યાન માટે કેવી ભૂમિકા જરૂરી? સ્વગુણ ચિંતન બુધ્ધિ ઘાલે, આતમ સત્તા ભણી જે નિહાળે, તે સમતા રમતત્વ સાથે નિશ્ચય આનંદ અનુભવે.
(પૂ. દેવચંદ્રવિજય મ.સા.)
નવતત્વ || ૩ર૬