________________
તત્ત્વ ચિંતનનો અભ્યાસ તે ભાવના છે. ધ્યાન પૂર્વે ભાવના જરૂરી. યોગબિંદુમાં - આત્મવિકાસના પાંચ પગથિયા બતાવ્યા – અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષયતે જ વસ્તુને ઉપદેશ પદમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે સ્પષ્ટ કર્યો.
औचित्यात् व्रतयुक्तश्च वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादि भावसंयुक्तमध्यात्म तद्विदोविदुः ॥
(ઉપદેશપદ) સૌ પ્રથમ ઔચિત્ય વ્યવહારની અર્થાત્ ઉચિત પ્રવૃત્તિ જરૂરી, બિનજરૂરી પ્રવૃત્તિ ન કરવી. તે માટે જીવે મર્યાદા વાળા થવું તે માટે વ્રત જરૂરી. મનુષ્ય મર્યાદાથી શોભે નહીં તો મનુષ્ય અને પશુમાં કોઈ ભેદ નહીં પડે. દરેકની મર્યાદા ભિન્ન હોય. આત્મા મર્યાદામાં આવે ત્યારથી ગુણ સ્થાનકની શરૂઆત થાય. માટે જ જ્ઞાની ભગવંતોએ જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કર્યો છે. કર્મયુક્ત આત્મા યોગ (ક્રિયા) વાળો છે. તેથી અસત્ ક્રિયાથી છૂટવા સક્રિયા (યોગ) આચાર વ્યવહાર પણ જરૂરી.
જ્યાં સુધી જીવ સર્વ કર્મસંયોગથી રહિત ન થાય ત્યાં સુધી યોગ (ક્રિયા) રહેવાનો ત્યાં સક્રિયા પણ જરૂરી. પર સંયોગરૂપ યોગ વ્યવહારમાં આત્માએ સ્વ સ્વભાવરૂપ જ્ઞાનોપયોગ વડે શેયના માત્ર જ્ઞાતા બનવા અને સ્વમાં રહેલા આનંદ ભોક્તારૂપ આત્મરમણતા રૂપ ચારિત્ર ધર્મની મુખ્ય આરાધના કરવાની છે.
શેયના જ્ઞાતા બની સ્વ સ્વભાવ રમણતા રૂપ સ્વમાં સ્થિરતા એ મુખ્ય ધર્મધ્યાન છે. અને તે માટે ધર્મધ્યાનના ચાર પાયા જ્ઞાનીઓએ બતાવ્યા છે.
ધર્મધ્યાનના ચાર પાયાઃ (૧) આજ્ઞાવિચય (૨) અપાયરિચય (૩) વિપાક વિચય (૪) સંસ્થાન વિચાય. (૧) આશાવિચયઃ વ્યવહારથી આજ્ઞા તત્ત્વની વિચારણા.
સર્વજ્ઞ કથિત જીવાદિનવતત્ત્વની વિચારણા વિના મૈચાદિ ચાર ભાવના
નવતત્વ || ૩૨૪