Book Title: Navtattva Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust

View full book text
Previous | Next

Page 325
________________ ધારણ કરવું? છતાં જેવા જીવો જેવો અપરાધ તેવા ઔચિત્ય વ્યવહાર કરવા વડે આપણામાં કષાય ભાવની વૃધ્ધિ ન થાય તેની જાગૃતિ જરૂરી. a ભાવનાનું ફળ ધ્યાન – ચાર ભાવનાથી ભાવિતાત્મા ધ્યાનમાં સ્થિર થાય. a ધ્યાન કોને કહેવાય? स्थिरमध्यवस्थानं यत् तद् ध्यानं चित्तमस्थिरम् । भावना चाश्प्यनुप्रेक्षा चिन्ता वा तत् त्रिधा मतम् ॥१॥ અધ્યાત્મસારમાં પૂ. મહો. યશોવિજયજી મ.સા. ચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતાને પામવું તેને ધ્યાન કહે છે. ધ્યાન માટેનો જે વિષય તેને વારંવાર સ્મરણ અભ્યાસને ભાવના કહેવાય અને સ્મૃતિ ધ્યાનથી ભ્રષ્ટ થયેલા ચિત્તને અનુપ્રેક્ષા કહેવાય. શુધ્ધ ધ્યાન એટલે મનની સ્થિરતા અને વિકલ્પોની સમાપ્તિ અને અશુભ વિકલ્પોની પરંપરાને આર્તધ્યાન અને વિકલ્પોની તીવ્રતા (હિંસાદિભાવ રૂ૫) તે રૌદ્ર ધ્યાન. ધ્યાનમાં પ્રધાનતા મનની છે. મન તેનું મુખ્ય સાધન છે. કેવલીને પણ દ્રવ્ય મન હોય, વિકલ્પ કરવા રૂપ ભાવમન ન હોય. વિકલ્પનું કારણ જ્ઞાનની અપૂર્ણતા. જ્યાં સુધી મોહપૂર્ણ આત્મામાંથી નીકળે નહીં ત્યાં સુધી જ્ઞાનપૂર્ણ ન થાય. આથી ધ્યાનમાં ચિત્તની સ્થિરતા માટે મોહને દૂર કરવો પડે. જ્યાં સુધી મોહ જ્ઞાનમાં ભળશે ત્યાં સુધી મનમાં વિકલ્પો રહેશે ત્યાં સુધી ચિત્તની અસ્થિરતા રહેશે. | વિકલ્પોથી રહિત થવા સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જગતના અસ્તિત્વનો સ્વીકાર જરૂરી. જ્ઞાન યથાર્થ થાય એટલે વસ્તુ સંબંધી પૂર્ણ સત્ય જરૂરી અને તે માત્ર ' સર્વજ્ઞ જ પ્રકાશી શકે. મરચું તીખું કેમ? તેવો વિકલ્પ સહજ નહીં આવે કારણ બધાને ખ્યાલ જ છે કે મરચું સ્વભાવે તીખું જ હોય! આથી જે વસ્તુ સંબંધી જ્ઞાન પૂર્ણ નહીં. તે સંબંધી વિકલ્પો આવે. આથી સર્વજ્ઞ વચનરૂપ તત્ત્વનું શરણું જરૂરી. નવતત્વ // ૩૨૩

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332