Book Title: Navtattva Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Catalog link: https://jainqq.org/explore/032602/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Mવવવ આત્માનું સ્વરૂપ અને સ્વભાવ વિજ્ઞાન 'ભાગ-૧‘જીવ તત્વ? સંવર પુણ્ય બંધ આથવા પ્રવચન અંજન જો સદગુરૂ કરે દેખે પરમ નિધાના આજીવ નિર્જરા પાપ મોક્ષ જીવ तत्व કેવલ જ્ઞાનાદિ ગુણમય આત્માની શુદ્ધદશા કર્મના ઉદયગત આત્માની અશુદ્ધ અવસ્થા અનેક ગ્રંથોના ભાવાનુવાદક અધ્યાત્મયોગી પૂ. આચાર્ય દેવા શ્રીમદ્ વિજયરાજશેખરસૂરિજી મહારાજાના વિનેયા પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરવિશેખરસૂરિજી મહારાજા Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામિને નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ શ્રી સુધર્મા સ્વામિને નમઃ શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-રામચંદ્ર-વીર-મહોદય-લલિતશેખર-રાજશેખર સૂરિભ્યો નમઃ નવ તત્વ યાને આત્માનું સ્વરૂપ અને સ્વભાવ વિજ્ઞાન ભાગ-૧ જીવ તત્વ -2 આશીર્વાદ દાતા ને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરિજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજ પ્રવચનકાર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રવિશેખરસૂરિ મહારાજ નવતત્વ // ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સહાય : પૂ. ભાગ્યોદયસાગરજી મ.સા. તથા મહત્તરા સાથ્વીથી મૃગાવતીજી (વલ્લભસૂરિ સમુદાય) તેમજ સાધ્વીશ્રી પ્રિયદર્શનાશ્રીજીની પ્રેરણાથી તેમના ભકતજનો તરફથી મૂલ્ય કિંમત : પઠન-પાઠન-પરિણમન આવૃત્તિ : પ્રથમ ૧૮૦૦ નકલ વિ.સં. ૨૦૭૦ દ્વિતીય ૧૦૦૦ નકલ વિ.સં. ૨૦૭૪ 3 પ્રાપ્તિ સ્થાનn. | શ્રી નયનભાઈ દેઢિયા શ્રી પ્રદિપભાઈ મહેતા મંગેશ મહાલક્ષ્મી ગૌશાળા રોડ, શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦ તપગચ્છ સંઘ ટ્રસ્ટ, આરાધના ભવન, ફોન-૦૨૨-૨૫૨૪૨૦૮ માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર મો. ૯૦૨૯૮ ર૮૯૫ મો. ૯૪૦૯૦ ૬૯૪૪ શ્રી કમલેશભાઈ દામાણી શ્રી પ્રકાશભાઈ બેશી કરણપરા શેરી નં. ૨૭, જૈન ઉપકરણ ભંડાર "જિનાજ્ઞા", વર્ધમાન નગર જૈન દેરાસર, રાજકોટ-૩૬૦૦૦૧ વર્ધમાન નગર, ફોન-૦૨૮૧-૨૨૩૩૧૨૦ રાજકોટ-૩૬૦૦૦૧ મો. ૯૪ર૭૧ ૬૮૧૩ મો. ૯૮૯૮૩ ૯૯૮૪૪ 1 શ્રી ઝંખનાબેન શાહ 3 કસ્તુર ધામ ધર્મશાળા સુપન ફલેટસ, દુકાન નં. ૩, ગિરિ વિહારની પાછળ, તળેટી રોડ, ધરણેન્દ્ર BRTS ની સામે, પાલીતાણા. પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ઓ. ૦૨૮૪૮ ૨૪રર૭૧ મો. ૮૧૪૧ર ૪૫૫૩૪ કોમ્યુટર ટાઈપ સેટીંગ કપ્રિન્ટીગ અમીન આઝાદ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ૫, સુભાષનગર, આમ્રપાલી સિનેમા પાસે, ૯-પુનાજી ઈન્ડ. એસ્ટેટ, ધોબી ઘાટ, રાજકોટ. ફોન : ૦૨૮૧-૨૪૫૧૮૬૪ દુધેશ્વર, અમદાવાદ. મો.: ૯૯૯૮૮ ૫૪રપ૩. ફોન: ૦૭૯-૨૫૨૪૯૯૯ * પ્રકાશક શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ આરાધના ભવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર. નવતત્વ // ૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પરમ બ્રહ્મચર્યનિષ્ઠસિધ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય શ્રીમદ પ્રેમસૂરિ– મહારાજના પટ્ટધર નિઃસ્પૃહ શિરોમણી પ. પૂ. હિરસૂરિશ્વરજી મ.ના આશીષને પામેલા અંતેવાસી વર્ધમાન તપોનિધિ પ. પૂ. ગચ્છસ્થવીર શ્રી લલિતશેખરસૂરિજી મ.ના અંતેવાસી અનેક ગ્રંથના ભાવાનુવાદક ૫. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી રાજશેખરના પાવન સાનિધ્યમાં મતિથી જડ, સ્વાધ્યાયથી વિમુખ બીજા માસતુષ તુલ્ય એવા મને તત્ત્વરસની રુચિ જગાડી તથા દાદા ગુરુદેવશ્રી પૂ. લલિતશેખરસૂરિ મ.સા.એ વર્ષો સુધી કંટાળ્યા વિના જીવવિચાર– નવતત્ત્વનો અભ્યાસ પુનરાવર્તન કરાવી નવતત્ત્વને એવા આત્મસાત્ કરાવ્યા જેના કારણે "નવતત્ત્વ" પર વાચના આપવા હું ભાગ્યશાળી બન્યો. મહાશાસન પ્રભાવક રક્ષક એવા પરમ પૂજ્ય શ્રીમદ રામચંદ્રસૂરિશ્વરજી મ.સા.એ પણ શ્રાવક–શ્રાવિકાઓને "નવતત્ત્વ"ના અભ્યાસનો ખાસ ભાર આપેલ. "નવતત્ત્વ"થી જ સમકિત અને સમકિતથી જ મનુષ્યની સફળતાનો આરંભ શક્ય થાય. તેથી મેં પણ ચાર્તુમાસમાં નવતત્ત્વની વાચનાને પ્રધાન આરાધના કરવાનો લક્ષ કર્યો. સૌ પ્ર।"ભીવંડી" મુકામે 'આરાધના ભવનમાં' નવતત્ત્વની વાંચનાનો આરંભ થયો પણ ભગવતીના જોગમાં પ્રવેશવાના કારણે માત્ર ૧૫ દિવસ થઈ. ત્યાર પછીના બધા ચાર્તુમાસમાં (નવસારી, વડોદરા, મુલુંડ, બોરીવલી, પાલિતાણા, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર ખાતે જે વાચના થઈ તે વાચના સાધ્વીશ્રી કૈવલ્યરત્નાશ્રીજી, બીજા પણ સાધ્વીજીશ્રીઓ તથા શ્રાવક-શ્રાવિકાએ તે નોંધ રૂપે લખી તે વાચનાઓના સંગ્રહને સુધારા–વધારા પૂર્વક સંકલન કરીને "નવતત્વ"ની પ્રથમ આવૃત્તિ "નવતત્ત્વ યાને આત્માનું સ્વરૂપ વિજ્ઞાન" વિ.સ. ૨૦૦૦માં બહાર પડી. તે અપ્રાપ્ય થતાં આ બીજી આવૃત્તિ બહાર પડી રહી છે. જિનશાસન "સ્યાદ્વાદ" નિશ્ચય-વ્યવહાર સમન્વયરૂપ વિશ્વના પૂર્ણ સત્ય રૂપ અને આત્માની પૂર્ણ શુધ્ધ સત્તાગત સિધ્ધાત્માને પ્રગટાવવાના નવતત્ત્વ // ૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ સચોટ ઉપાય રૂપ છે. જિન શાસનને સમજવા "નવતત્વનો અભ્યાસ– "નિશ્ચય-વ્યવહાર" થી થાય અને તેના ફળશ્રુતિરૂપે નવતત્ત્વ જ્ઞાનથી – "વિવેક બુધ્ધિ – "હેય-ઉપાદેય' ભાવ પ્રગટે. નિશ્ચયથી જીવ દ્રવ્ય ઉપાદેય અને અજીવ દ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય) હેય લાગે તો જ્ઞાન તત્ત્વરૂપે આત્માને પૂછ્યું કહેવાય. પુદ્ગલ દ્રવ્યને વિષે સહજ ઔદાસિન્ય અને જીવ દ્રવ્ય પર સહજ પ્રેમ–આદર–બહુમાનનો ભાવ એ જ્ઞાન-સ્પર્શશાન બન્યું તો જ્ઞાન આત્મામાં પરિણત કહેવાય નહીં તો નવપૂર્વનું જ્ઞાન પણ જાણકારી જ કહેવાય. નવતત્ત્વના જ્ઞાન વડે આત્માને સ્વાત્માની પ્રતિતી થાય તે માટે નવતત્ત્વનું તેમાં માત્ર પ્રથમ જીવતત્ત્વ-૭ ગાથા સુધી તે નિશ્ચય અને વ્યવહારથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જ્ઞાનાચારાદિ પાંચ વ્યવહાર વડે નિશ્ચયરૂપ જ્ઞાનાદિ પાંચ ગુણો પ્રગટ થાય. આથી વ્યવહાર અને નિશ્ચય રૂપે જ્ઞાનાદિગુણોનું સ્પષ્ટિકરણ તથા કર્મકૃત પર્યાપ્તિએ. વ્યવહાર આવશ્યક અને તે દૂર કરવા જ્ઞાનીકૃત (સર્વજ્ઞ કથિત) પચ્ચખાણાદિ આવશ્યક અને આત્માની સત્તામાં રહેલા નિશ્ચયરૂપ છ આવશ્યકનું વિસ્તારથી સ્પષ્ટિકરણ કરવાનો પ્રયાસદેવગુરુના કૃપાબળે યત્કિંચિત કર્યો છે. તો તત્ત્વજિજ્ઞાસુ જીવો વ્યવહાર–નિશ્ચય દષ્ટિ લક્ષ કરી સમજવાનો પ્રયાસ કરે તેમાં જે કંઈ ક્ષતિ જણાય તે સુધારીને વાંચે અને તે ક્ષતિઓ જણાવી કૃપા કરે જેથી ભવિષ્યમાં સુધારી શકાય. જિનાજ્ઞાની આશય વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ક્ષમા કરશો. નીલમ વિહાર, પાલિતાણા -આચાર્ય રવિશેખરસૂરિ નવતત્વ // ૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ :: જીવતત્વમાંની વિશેષ વાનગી :: નવતત્ત્વના પ્રથમ 'જીવતત્ત્વ ભાગ-૧માં શું વિશેષતા નિહાળશો? અર્થાત નવસ્વ રસથાળમાં કઈ નવી વાનગીનો સારવાદ જાણશો-માણશો? જૈન દર્શન, વિશ્વ દર્શન અર્થાત્ સર્વ જગતનું પૂર્ણ સત્ય તત્ત્વના પ્રકાશના પુંજ રૂપ છે. 'પદર્શનમાં જેનદર્શનની વિશેષતાનું મુખ્ય કારણ સ્યાદવાદ્ વ્યવહાર નિશ્ચયનો સમન્વય મોક્ષ માર્ગ. દરેક વસ્તુનું પૂર્ણતાએ નિરૂપણ. વ્યવહાર–નિશ્ચય, દ્રવ્ય, ગુણ અને પર્યાય, ચારનિક્ષેપા, ૭નયાદિ સર્વરીતે વસ્તુનું પૂર્ણ નિરૂપણ વડે પૂર્ણ સત્યનું પ્રતિપાદન જે સત્યના સ્વીકારથી સમ્યગુદર્શન ગુણ આત્મામાં સહજ પ્રગટ થાય. અર્થાત્ "નવા નવ પત, ન નાખ તરસ હોવું સન્મત્તા" * જે જીવાદિ નવતત્ત્વોને આત્મામાં પરિણમવાના હેતુથી જાણે તેમાં સમ્યગુદર્શન સહજ પ્રગટે. નવ તત્ત્વની પ્રથમ ગાથામાં"નવતા હુંતિ નાયબ્બા'પદથી આત્માનો નિશ્ચયથી સ્વભાવ–"સર્વયનો આત્મા જ્ઞાતા છે." અર્થાત્ જીવઅજીવ રૂપ સર્વજ્ઞયના જ્ઞાતા બનવું એ આત્માનો મૂળભૂત સ્વભાવ છે. ૩જી ગાથા-'વિશ' પદથી ૧૪ રાજલોકની સર્વ જીવ રાશિને નિશ્ચયી "એક પ્રકારે" સત્તાએ સર્વ જીવો સિધ્ધ સ્વરૂપે (શુધ્ધ ચેતના રૂપે) એક જ પ્રકારે છે. કર્મને આધીન થયેલા આત્માની અશુધ્ધ દશાને પામેલા જીવો નવતત્ત્વ // ૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારે, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને ૧૪ પ્રકારે આદિ અનેક જીવોના ભેદોનું નીરૂપણ પણ જણાવાય છે. પાંચમી ગાથા-"ના વંલ..."પદથી આત્માના શુધ્ધ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આ પાંચ ગુણો એ આત્માના સ્વભાવ રૂપ છે અને તે પ્રગટાવવા સર્વજ્ઞ કથિત જ્ઞાનાચારાદિ પચાચાર વ્યવહાર ધર્મનું સ્પષ્ટિકરણ કરેલ છે. - છઠ્ઠી ગાથા – આહીર શરિય... પદથી કર્મકૃત આત્માની થયેલી અશુધ્ધ દશા રૂપે સંસાર યાત્રાનો આરંભ. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન રૂપ છ પર્યાપ્તિ એ આત્માના છ કર્મકૃત આવશ્યક, છબંધનરૂપ છે. એ છબંધનથી સદા મુકત થવારૂપ (મોક્ષ માર્ગ જ્ઞાનીકૃત આવશ્યક. (૧) આહાર (પચ્ચકખાણ આવશ્યક) (૨) શરીર (વંદનાવશ્યક) (૩) ઈન્દ્રિય (સામાઈક) (૪) ભાષા - (ચોવિસત્થો) (૫) મન (પ્રતિક્રમણ) (૬) શ્વાસોચ્છવાસ (કાયોત્સર્ગ) : કર્મકૃત અને જ્ઞાનીકૃત વ્યવહાર આવશ્યકમાંથી મુકત થવા રૂપ છે નિશ્ચય આવશ્યક (૧) જ્ઞાનામૃત ભોજન વડે આત્મામાં તૃપ્ત થવું (૨) આત્મવીર્યનું સ્વાત્મગુણોમાં અને સ્વાત્મપ્રદેશોમાં પરિણમવું. (૩) શેયના જ્ઞાતા બની સમતાના ભોકતા થવું. (૪) મૌન–પૂર્ણ સત્ય જ બોલવું. (૫) પરમાં ગયેલા આત્માને સ્વ સ્વભાવરૂપે થવું. (૬) દેહાતિત થવા રૂપ માત્ર આત્માએ શુદ્ધ–સિધ્ધાત્મ દશા રૂપે થવું. ૭મી ગાથા –પવિત્તિ વસૂલા પદથી ૧૦ દ્રવ્ય પ્રાણી રૂપજીવન જે કર્મના ઉદયરૂપ જે જીવનની પ્રાપ્તિ તેના સહાય વડે તેને જ દૂર કરવા વડે જ્ઞાનાદિ ભાવ પ્રાણોની રક્ષા–શુધ્ધિ-વૃધ્ધિ-પૂર્ણતા કરવા વડે દ્રવ્ય પ્રાણોને સફળ કરવા. -આચાર્ય રવિશખરસૂરિ નવતત્વ || ૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકની કલમે... પરમાત્માની પ્રથમ આજ્ઞા છે કે મિથ્યાત્વનો પરિહાર કર અને સમ્યકતવને ધારણ કર. મિથ્યાત્વને હટાવવા માટે મોહનો ત્યાગ કરવાનો છે. જિન આજ્ઞાનું ફળ જ સમાધિ છે. સ્થિર એવો આત્મા અનાદિકાળના કર્મબંધથી અસ્થિર થઈ ગયો છે તેથી તેને સ્થિર કરવા માટે મહેનત કરવી પડે છે. આત્મા નિશ્ચયથી ધર્મને જાણે અને તે સ્વરૂપે બને એ પ્રયત્ન કરવાનો છે. આમ આત્માને મોક્ષની ગતિ તરફ વાળવો હોય તો આત્માએ પ્રથમ પોતાને જાણવાનો છે અને આત્માએ આત્મગુણોમાં રમણતા કરવાની નિશ્ચયથી જિનાજ્ઞા છે. વર્તમાનમાં સળગતા સંસારમાં રહેવાનું છે તેમાં સમાધિ કઈ રીતે મળે? તત્ત્વનો પરિચય જેમ જેમ કરતા જાઓ તેમ તેમ સળગતા સંસારમાં સમાધિ મળે. પ્રતિમારૂપ પરમાત્માનો દારિક દેહ છે જ્યારે તત્વદેહ પરમાત્માની વાણી છે. મિથ્યાત્વ દષ્ટિથી જગતને જાણેલું–જોયેલું એ આત્મામાં ઉકળાટ પેદા કરાવનારું છે માટે જો દષ્ટિ સર્વજ્ઞ પ્રમાણે ન ફેરવી તો અશાંત બનવાનું છે. પરમાત્માના વાણીરૂપ નીર સંસારના દાવાનળને સમાવનાર છે. સમકિતથી જ મોહને દૂર થવાની શરૂઆત થાય છે. નિશ્ચયથી જિનાજ્ઞા યરૂપે નવતત્ત્વને જાણવાની છે અને આ માટે જ મુહપત્તિ પડીલેહણ કરતી વખતે સૂત્ર–અર્થતત્ત્વ બોલવામાં આવે છે, જેનો મતલબકેજિનવાણીના સૂત્રોને જાણો, તેનો અર્થ સમજો અને તત્ત્વરૂપે તેની પ્રતીતિ કરો. સત્તાએ સિધ્ધ એવો આપણો આત્મા વર્તમાનમાં કર્મના ઉદયવાળો અશુધ્ધ બનેલો છે. અહીં આત્માની અશુધ્ધ અવસ્થા બતાવી છે અને તેથી આત્મા માટેના પ્રગટ થયેલા છ બંધનો આહાર, શરીર, ઈન્દ્રિયો, શ્વાસોશ્વાસ, ભાષા અને મનમાંથી આત્માને છોડાવવાનો છે. આ માટે જિનેશ્વર પરમાત્માએ નવતત્ત્વોની પ્રરૂપણા કરી છે તે નવતત્ત્વો એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આમ જ્યાં સુધી આત્મા જીવ અને નવતત્ત્વ || ૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ અજીવ વચ્ચે રહ્યા કરે ત્યાં સુધી તે મોક્ષ ગતિ તરફ આગળ વધી શકતો નથી, પુણ્ય-પાપના બંધનોમાં અટવાતો રહે છે માટે આત્માની મોક્ષ તરફથી ગતિ પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ આ નવતત્ત્વો જાણવા જરૂરી છે. આત્માના આનંદનો અનુભવ કરાવવા આ નવે તત્ત્વોને જાણી અને પ્રતીતિના સ્તરે તેની અનુભૂતિ કરી અરૂપી એવો આત્મા પોતાના મુળ સ્વરૂપમાં આવી પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતો થાય ત્યારે આત્મા અપૂર્વ નિર્જરા કરે અને આત્મા મોક્ષ તરફના માર્ગે અગ્રેસર થતો જાય. આ પુસ્તકમાં નવતત્ત્વો પૈકી પ્રથમ તત્ત્વ "જીવતત્ત્વ' વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજણ આપી ૫૭ભેદરૂપે રહેલા જીવોને છ પ્રકારમાં સમાવ્યા છે અને તેની તથા કર્મકૃત છ આવશ્યકની ગહન સમજણ આપવામાં આવી છે જેના અભ્યાસથી સાચા આત્માર્થી જીવની દષ્ટિ બદલાયા વિના નહીં રહે અને તે જિજ્ઞાસુ આત્માને સમ્યગદર્શન તરફ – મોક્ષમાર્ગે પ્રયાણ કરવામાં ખૂબ જ ઉપયોગી બનશે તેવી અભિલાષા સહ. આ પુસ્તક તૈયાર કરવામાં સુશ્રાવક કમલેશભાઈ દામાણી તથા નિતિનભાઈચોકસી તેમજ મુફ શુધ્ધિકરણમાં બાર માસખમણના તપસ્વી મુનિશ્રી ઈન્દ્રશેખરવિજય મહારાજ સાહેબ તથા સાધ્વીશ્રી કેવલ્યરત્નાશ્રીજીનું યોગદાન ભુલાય તેમ નથી. જિનાજ્ઞા વિપરીત નિરૂપણ ક્યાંય પણ થયું હોય તો તેના માટે હાર્દિક 'મિચ્છામી દુક્કડ. મેરુ તેરસ૨૦૭૪ -પ્રકાશક નિલમ વિહાર, પાલીતાણા 'જિજ્ઞાસુ વાચકવર્ગને ખાસ સૂચના આ નવ તત્વ આત્માપ્રતિતીના પ્રયાણ સ્વરૂપ હોવાથી અત્યંત મનનીય– ચિંતનીય છે. નવતત્ત્વ || ૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પાના નં. II - S : a $ $ $ 8 $ $ ૨ ૧૩. ૧૫. ૧૬. ૧૭. પ૯ ૨૦.. ૨૧. પરમાત્માએ તીર્થની સ્થાપના શા માટે કરી? નવતત્ત્વ શા માટે જાણવા યોગ્ય છે? નવતત્ત્વને જાણવાના અધિકારી કોણ? અન્ય દર્શનોમાં તત્ત્વોની માન્યતા નવતત્ત્વની સામાન્ય વ્યાખ્યા મનુષ્યભવની સફળતા શેમાં છે? નવતત્વનું જ્ઞાન મુખ્ય શા માટે? સર્વ જીવો એક પ્રકારે બે પ્રકારે જીવો સમગ્ર જીવરાશીમાં સાચું સુખ કોણ ભોગવી શકે? જીવો ત્રણ પ્રકારે જીવો ચાર પ્રકારે જીવો પાંચ પ્રકારે જીવો છ પ્રકારે જીવોના ચૌદ પ્રકાર નિગોદમાં દુઃખ કેટલું છે? નિગોદના જીવોનું સ્વરૂપ નિગોદમાં ગયેલો આત્મા કેટલો કાળ રહી શકે? ૧૪પૂર્વી નિગોદમાં કયા કારણે જાય ધર્મ ધ્યાનના ચાર પ્રકાર આત્માનું લક્ષણ શું? નિશ્ચથી જ્ઞાન એટલે શું? ચારિત્રનિશ્ચય અને વ્યવહારથી શું? ધ્યાન કોને કહેવાય?, ધ્યાનના ચાર પ્રકાર નિશ્ચયથી તપની વ્યાખ્યા પરથી અલગ થવાની પ્રક્રિયા શું? ઉપવાસ કોને કહેવાય? વીર્યગુણ વિર્યગુણની વિશેષવિચારણા ખાવું તે પાપ શા માટે? ઉપશમ–ક્ષપકશ્રેણિમાંશું ભેદ? સમ્યગદર્શનના ચાર પગથિયા વ્યવહાર શા માટે? પ્રભુને શેની પ્રાર્થના કરવાની? સમ્યગદષ્ટિ સૌથી વધારે દુઃખી શા માટે? સંસાર અને મોક્ષના ચાર પ્રકાર આત્માનુભવદુષ્કર શા માટે? ગુણાનુરાગ અને દષ્ટિ રાગ વચ્ચે ભેદરેખા શી? મનુષ્યભવની સાર્થકતા ક્યારે? પુજામાં કેસરનો વ્યવહાર શા માટે? ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૩૦. ૩૧. ૩ર. ૩૩. ૩૪. ૩૫. ૧OO ૧૨ ૧૦૯ ૧૧૦ ૧૧૨ ૧૧૪ ૧૧૭. ૧૧૭ ૧૨૩ ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૧૨૫ ૧ર નવતત્ત્વ || ૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષય પાના નં. ૧૨૯ ૧૩૩ ૧૩૫ ૧૩૯ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૯ ૧૫૩ ૧૫૬ ૧૨ ૧૪ ૧૮૧ ૧૮૨ ૧૯૩ ૧૯૪ ૧૯૮ ૨૩ ૨૧૫ ૫૯ ૨૧૯ રર૦ ૪૨. સંસારયાત્રાનો આરંભ કઈ રીતે થાય? ૪૩. પ્રથમ કર્મકૃત આવશ્યક"આહાર પર્યાલિ' ૪. જન્મદુઃખરૂપ શા માટે? ૪૫. પ્રથમ વ્યવહારકૃતિ આવશ્યક પચ્ચકખાણ ૪૬. સાધુઓ શેનાથી સુખી? ૪૭. તપ કઈ રીતે કરવાનું? ૪૮. પ્રથમ નિશ્ચય આવશ્યકઃ શાનામૃત ભોજન ૪૯. બીજું કર્મકૃત આવશ્યક શરીર ૫૦. બીજું વ્યવહારકૃતિ આવશ્યક વંદન ૫૧. વ્યવહાર આવશ્યકનિશ્ચય આવશ્યકરૂપ ક્યારે બને? પર. ત્રીજુવ્યવહારફત આવશ્યક સામાયિક ૫૩. ત્રીજું કર્મકૃત આવશ્યક ઈન્દ્રિય ૫૪. સામાયિકમાં ઉપકરણની પસંદગીમાં દષ્ટિ કેવી જોઈએ? ૫૫ સામાયિક સ્વભાવખંડિત ન થાય માટે શું વિચારીશું ૫૬. ચાર વસ્તુ જીતવી દુર્લભ ખાવું એ પાપ શા માટે? ૫૮.. અંતિમ સમયે રસની આસક્તિ છોડવી દુષ્કર છે સંન્યાસીને સોનાના ઢગલામાં દુર્ગધનો અનુભવ 0. આત્માની ચાર અવસ્થાનું ચિંતન સામાયિક શા માટે? મુનિની નિર્વિકાર દષ્ટિને જોતા ઈલાયચિકુમાર નિર્વિકારી બન્યા સ્થૂલભદ્ર મુનિની નિર્વિકારી દષ્ટિ કઈ રીતે થઈ? સમતા કઈ રીતે પ્રગટાવવી? શ્રમણ કોને કહેવાય? ચોથું કર્મકૃત આવશ્યક ભાષા પર કૃત આવશ્યક :ચહવસો પરમાત્મામાંનિશ્ચયથી છ આવશ્યક કઈ રીતે? મૌન કોને કહેવાય? પાંચમું કર્મકૃત આવશ્યકઃ મન ૭૧. પાંચમું વ્યવહારકૃતિ આવશ્યક પ્રતિકમણ ૨. પાપ કોને કહેવાય? ૭૩. પ્રતિકમણ કોને કરવાનું છે? મુખ્ય પાપ શું છે? ૭૫ પ્રતિકમણનું ફળ શું? ૭૬. ગૃહસ્થ ધર્મના છ કર્તવ્ય પ્રતિકમણત્રણ પ્રકારે ૭૮. મિચ્છામિ દુક્કડનો નિયુક્તિ અર્થ ૯. છઠ્ઠ કર્મકૃત આવશ્યક સ્વાસોચ્છવાસ ૮૦. છઠ્ઠુંવ્યવહારકૃતિ આવશ્યક કાયોત્સર્ગ છવ્યવહાર આવશ્યક છ આવશયક શાનીઓએ શા માટે બતાવ્યા છે? ૮૩. આયુષ્ય કઈ રીતે બંધાય?, આયુષ્ય ક્યારે બંધાય. ભાવનો સ્વભાવ ધર્મ તરફ પ્રયાણ ૮૪. મૈત્રીભાવ, કરૂણાભાવ, પ્રમોદભાવ, માધ્યસ્થભાવ નવતત્વ // ૧૦ હું ૨૨૩ રર૫ રર૯ ૨૩૫ ૨૩૭ ૨૪૧ છું છું ૨૫ ૨૪૭ ૨૪૮ રપર ર૫૫ ૨૫૮ ૨૭ ૨૫ ૨૭૧ ૨૭ર ૨૭૨ ૨૮૨ ૨૮૪ ૨ ૨૯ ૨૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ નવતત્વની વાચના યાને આત્મ સ્વભાવ અને સ્વરૂપનો રસથાળ તીર્થંકર પરમાત્માને જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય ત્યારે તેઓ તીર્થને નમસ્કાર કરીને વ્યવહારથી ધર્મતીર્થની સ્થાપના કરે છે. નિશ્ચયથી ધર્મતીર્થ અનાદિ અનંત છે. તીર્થંકર પરમાત્માના આત્માઓ ધર્મતીર્થની આરાધનાથી જ તીર્થકર પદ સુધી પહોંચે છે. ચરમ તીર્થાધિપતિ મહાવીર પરમાત્માએ ઈદ્રભૂતિ આદિ ૧૧ ગણધરોને "ઉપને ઈવા', 'વિગઈ વા, "હુવેઈ વા' – આ ત્રિપદીરૂપ તત્ત્વત્રયીની અનુજ્ઞા દ્રવ્ય-ગુણ પર્યાયથી આપી. અનુજ્ઞા આપવા વડે તત્ત્વથી તીર્થની સ્થાપના કરી. ગણધરોએ તેને સૂત્રરૂપે ગૂંચ્યું અને શિષ્યોને સૂત્ર–અર્થની વાચના આપી. આ રીતે પરમાત્મા વડે જે તીર્થ સ્થપાયું તે તીર્થ પાંચમા આરાના છેડા સુધી ચાલશે. 1 પરમાત્માએ તીર્થની સ્થાપના શા માટે કરી? પરમાત્માએ છદ્મસ્થપણામાં ધર્મતીર્થની વિશુધ્ધ કોટિની નિરતિચાર આરાધના કરી તેથી પરમાત્માના આત્મામાં નિશ્ચયથી કેવલાજ્ઞાનાદિ ગુણસ્વરૂપ ધર્મતીર્થ પ્રગટયું. તેથી તેઓ નિશ્ચયથી તીર્થકર થયા. પૂર્વે સવિ જીવ કરું શાસન રસીની જે ઉત્કૃષ્ટ ભાવના ભાવી તેનાથી તીર્થકર નામકર્મ બંધાયું તેનો હવે વિપાકોદય થવાથી તેઓ વહેવારથી તીર્થની સ્થાપના કરે છે. વ્યવહાર તીર્થનું કાર્ય નિશ્ચય તીર્થને પ્રગટ કરવાનું છે. આથી તીર્થંકર પરમાત્માએ સ્થાપેલા વ્યવહાર તીર્થની આરાધના જેઓ નિરતિચારપણે કરશે તેઓ સ્વયં તીર્થરૂપ થઈ જશે અને તેમને વ્યવહારની આરાધનાનું પ્રયોજન બંધ થશે. અર્થાત્ જ્યાં સુધી જ્ઞાનાદિ ગુણની પૂર્ણતા રૂપ નિશ્ચય ધર્મતીર્થ આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી વ્યવહાર તીર્થની આરાધના કરવી જ જોઈએ, અને તે આવશ્યક રૂપ છે. આથી ગણધરો પણ તીર્થંકર નવતત્ત્વ || ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના શ્રીમુખે દેશના સાંભળે છે અને પોતાના શિષ્યોને જિનવચન રૂપ તત્ત્વની વાચના આપે છે. આચારાંગ પ્રમુખ આગમમાં સુધર્મા સ્વામી પોતાના મુખ્ય શિષ્ય જંબૂ સ્વામીને આ પ્રમાણે કહે છે – 'સુર્ય ને આડાં તેનું ભાવી પર્વ અહા' હે આયુષ્યમાન્ ! દેહાદિ સર્વ પર સંગથી સદા મુક્ત કરવા સમર્થ એવું જિનવચન સમવસરણમાં બિરાજમાન એવા મહાવીર પરમાત્માની નજીક રહેલા એવા મેં તેમના મુખકમળમાંથી આ પ્રમાણે સાંભળ્યું છે તે હું તને સંભળાવું છું તે તું સાંભળ. આ આરાધનારૂપ પરંપરા જિનશાસનમાં પાંચમાં આરાના છેડા સુધી ચાલશે. આથી 'જીવવિચાર પ્રકરણના મંગલાચરણરૂપ આરંભમાં પૂ. શાંતિસૂરિ મહારાજા ફરમાવે છે. "भुवणपइवंवीरं नमिठण भणामि अबुह बोहत्थं । जीव सरूवं किंचि वि जह भणि पूव्वसूरीहिं ।' ૧૪ રાજરૂપ (ત્રણ ભુવન) લોક જે જીવરાશિથી ભરેલો છે તેવા લોકને કેવલજ્ઞાનરૂપ દીપકથી પ્રકાશિત કરનારા એવા વીર પરમાત્માને નમસ્કાર કરીને અબુધ એવા જીવોના બોધ માટે જીવવિચાર' નામનો પ્રકરણ ગ્રંથ કે જેમાં ગણધર ભગવંતોથી માંડીને આજ સુધીના પૂર્વ મહર્ષિઓએ જીવના સ્વરૂપવિશે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે હું કંઈક કહીશ. જિનશાસનમાં પ્રધાન આરાધના જિનવચન રૂપ સૂત્ર અર્થને આત્મામા પરિણમવારૂપ તત્ત્વની કરવાની છે. આથી મુહપત્તિના પ્રથમ બોલમાં-સૂત્રઅર્થતત્ત્વ કરી સહુનું વિધાન છે. તત્ત્વશ્રધ્ધા શા માટે કરવાની? સમ્યગુ દર્શન એ આત્માનો ગુણ છે અને તે સર્વજ્ઞ તત્ત્વની શ્રધ્ધા કર્યા વિના પ્રગટ ન થાય. આથી નવતત્ત્વ પ્રકરણમાં. નવતત્વ // ૧૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ "जीवाइ नव पयत्थे जो जाणइ तस्स होइ सम्मत्तं । મા સહતો અયાનમાં વિ સમ્મત્ત " પ૧ જે જીવાદિ નવતત્ત્વને જાણે છે અને તેમાં શ્રધ્ધા કરે છે. તેનામાં અવશ્ય સમ્યકત્વ છે. પણ જે જીવાદિ નવ તત્ત્વોને જાણતો નથી પણ સર્વજ્ઞ કથિત નવ તત્ત્વોની ભાવથી શ્રધ્ધા કરે છે. તેનામાં પણ સમ્યક્ત છે. સમ્યગદર્શન એ આત્મામાં રહેલો આત્માનો પ્રધાન ગુણ છે. એ ગુણ પ્રગટ્યા વિના આત્મામાં રહેલા બીજા ચારિત્રાદિ ગુણ પણ પ્રગટ થતા નથી અને આત્મા પૂર્ણતાને પામતો નથી. સમ્યગ્ દર્શન ગુણ મિથ્યાત્વ મોહનીય કર્મથી આવરિત છે. તેથી તે ગુણ આત્મામાં હોવા છતાં તેનું કાર્ય કરતું નથી. અર્થાત્ જિનવચનથી વિપરીત માન્યતા ધરાવવા વડે જીવનું સંસારમાં પરિભ્રમણ બંધ થતું નથી. સદાય દુઃખમુક્તિ માટે પ્રયત્ન કરે અને સ્વયં દુઃખી થાય અને બીજાના દુઃખમાં નિમિત્ત બને. તેથી પ્રથમ જિનાજ્ઞામઃ નિખાગાઈ' – તું જિનની આજ્ઞાને માન-'મિચ્છ પરિહર થર સમ્માં' – સર્વજ્ઞ કથિત સર્વ સત્યના પ્રકાશરૂપ જિનવચનને શ્રધ્ધા, રુચિ પૂર્વક તું ધારણ કર. તારી ખોટી માન્યતા રૂપ મિથ્યાત્વનો અર્થાત્ અતવમાં તત્ત્વની પ્રીતિપૂર્વક કરેલી પકડનો ત્યાગ કર. તે માટે જિન શાસનમાં સભ્ય દર્શન ગુણ પ્રગટાવવા સમ્યગુદર્શનના ૭ બોલરૂપ વ્યવહાર આજ્ઞા– તેમાં પ્રથમ ચાર સદુહણાનો વિચાર કર. . સમ્યમ્ દર્શન પ્રગટ કરવા માટે બે વિધાન રૂપે આશા : (૧) પરમાર્થ સસ્તવઃ એટલે સર્વજ્ઞ કથિત જીવાદિ નવતત્ત્વોનો પરિચય કરવો. (૨) પરમાર્થ શાતુ સેવનઃ ગીતાર્થ ગુરુની સેવા તત્ત્વજ્ઞાતા ગુરુની વિનય વૈયાવચ્ચદિ કરવા વડે તેમને પરમ સંતોષ ઉપજે તે રીતે તેમની સેવા ઉપાસના કરી તેમની પાસે આત્મિક જિજ્ઞાસાપૂર્વક આત્મામાં પરિણામ પામે તે લક્ષ કરી જીવાદિ નવતત્ત્વો ભણવા સમજવા અને ન સમજાય ત્યાં સુધી પ્રશ્નો કરી સમાધાન મેળવી તત્ત્વનો સ્વીકાર કરવો. નવતત્વ / ૧૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનની રક્ષા માટે બે નિષેધાણા : (૧) વ્યાપન વર્જનઃ સર્વ નાયરૂપ, વસ્તુબોધ રૂપ સમ્યકત્વ જેઓ વમી ગયા છે એવા જમાલિ આદિ નિર્નવોની સાથે આલાપ–સંલાપ ગોષ્ઠી આદિ વ્યવહાર ન કરવો. (૨) કુદષ્ટિ વર્જનઃ મિથ્યાત્વ વાસિત પરિવ્રાજક, બાવા, સંન્યાસી આદિ કુલિંગીઓનો પરિચય ન કરવો. તેમની પાસે ધર્મ ન સાંભળવો. વ્યવહારથી પ્રથમ જિનાજ્ઞા–પરમાર્થ સંરૂવરૂપ હોવાથી–પરમાર્થપરમ અર્થક સર્વજ્ઞ પ્રણિત જ તત્ત્વ તે જ પરમ અર્થરૂપ છે. આથી જીવાદિ નવતત્ત્વનો પરિચય કરવા રૂપ આજ્ઞાની આરાધના કરવી એ મુમુક્ષુની પ્રથમ આવશ્યક ફરજ બને છે. આથી નવતત્ત્વોને જાણવાનું મુખ્ય પ્રયોજન છે. - કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યશ્રીજીના વિદ્યાગુરુ એવા શ્રી વાદિદેવસૂરિ વિરચિત નવતત્વ પ્રકરણ મૂળ ૨૭ કે ર૯ ગાથા પ્રમાણ છે. બાકીની ગાથાના સંગ્રાહક શ્રી ધર્મસૂરિ સંભવે છે. બૃહદ્ નવતત્વ ૧૪૦ ગાથા પ્રમાણ પણ છે. અહીં શ્રી વાદિદેવસૂરિ વિરચિત નવતત્ત્વ પ્રકરણ પર વાચના થશે. નવતત્ત્વ પ્રકરણગ્રંથના રચયિતા પૂ શ્રી વાદિદેવસૂરિ મંગલાચરણ રૂપ પ્રથમ ગાથાનો આરંભ કરે છે. ગાથા : ૧ જીવા-જીવા પુર, પાવા–સવ સંવરો, ય નિજજરણા ! બધો મૂકુખો ય તહા, નવ તતા હુતિ નાયબ્રા III અર્થ: જીવ, અજીવ, પૂણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા બંધ અને મોક્ષ એ નવતત્ત્વ જાણવા યોગ્ય છે. જીવવિચારમાં જેમ "મુવક પર્વ વીર નમન કમિ અgવોત્થા ત્રણ ભુવનમાં દીપક સમાન એવા વીર પરમાત્માને નમસ્કાર નવતત્ત્વ || ૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ કરીને હું જીવોના બોધ માટે કહીશ" એમ શ્રી વાદિવેતાલ પૂ. શાંતિસૂરિ મહારાજ મંગલાચરણ કરે છે એમ અહીં ગાથામાં વંદનારૂપ મંગલાચરણ દેખાતું નથી. કોઈપણ ગ્રંથનો આરંભ મહાપુરુષ મંગલાચરણ કર્યા વિના કરે નહીં એવો શિષ્ટાચાર મર્યાદા = શાસ્ત્રનીતિ છે. મંગલાચરણ કર્યા પછી જ ગ્રંથના વિષય, સંબંધ અને પ્રયોજનનું કથન કરવું તે શિષ્ટાચાર છે. શાસ્ત્રમાં મંગલાચરણ ત્રણ પ્રકારે કહેવામાં આવ્યા છેઃ (૧) નમસ્કાર સ્વરૂપે (૨) આશીર્વાદરૂપે (૩) વસુકીર્તન સ્વરૂપે. અહીં વસ્તુકીર્તન સ્વરૂપ મંગલાચરણ કરવામાં આવ્યું છે. અહીં નવતત્તા પદ દ્વારા "અભિધેય સંબંધી અહીં કહેવાનું છે. અર્થાત્ (નવતત્ત્વો) ગ્રંથનો મુખ્ય વિષય કહ્યો છે. નવતા હેતિ નાયબ્બાપદથી પ્રયોજન કહ્યું છે, કેનવતત્ત્વો આત્માએ જાણવા અને અનુભવવા યોગ્ય છે. a નવતત્વો શા માટે જાણવા યોગ્ય છે? "જિહાં લગે આતમ તત્ત્વ ચિન્યો નહિ તિહાં લગી સાધના સર્વ જૂઠી, - ભણે નરસૈયો તત્ત્વદર્શન વિના રત્ન ચિંતામણી ખોયો." જિનના શાસનને નહીં પામેલા પણ પ્રાયઃ ચરમાવમાં આવી ગયેલા અને જેની યોગ દષ્ટિ ખૂલી ગઈ છે એવા સંત નરસિંહ મહેતા પણ કહી રહ્યાં છે કે જ્યાં સુધી જીવને તત્ત્વદર્શન થતું નથી અર્થાત્ આત્મ તત્ત્વનો નિર્ણય થતો નથી ત્યાં સુધી તેની સર્વ તપ ત્યાગાદિ સાધના નિષ્ફળ બને છે. અર્થાત્ ચિંતામણિ રત્ન કરતાં પણ દુર્લભ એવો માનવભવ નિષ્ફળ જાય છે. નિશ્ચયથી આત્માનો સ્વભાવ સર્વ શેયને જાણવાનો અને સ્વજોયને અનુભવવાનો છે. આથી નવતત્તા ઉંતિ નાયબ્બા પદ વડે સર્વજ્ઞ સ્વભાવની સ્તુતિરૂપ વસ્તુકીર્તન સ્વરૂપ મહામંગલાચરણ કર્યું છે. આથી અહીં આરંભમાં જ જીવનું સાધ્ય શું છે તે બતાવાયું. સર્વ શેયને . નવતત્વ || ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ જાણવું અને સ્વમાં રહેલા અનત પરમાનંદને ભોગવવાનો જીવનો સ્વભાવ છે. તે સર્વજ્ઞ સ્વભાવ પ્રગટાવવા સર્વજ્ઞ કથિત નવતત્ત્વો જાણવાની પ્રથમ જિનાજ્ઞા છે. આથી વીર પરમાત્મા આસન ભવ્ય જીવોને ઉદ્દેશીને વારંવાર ફરમાવે છે. 'સમયે જોયમ મા પમાયણ' હે ગૌતમ ! તું એક સમયનો પ્રમાદ ન કર. અર્થાત્ પ્રતિસમય સર્વ શેયને જાણંવારૂપ અને પરમાનંદ માણવા રૂપ સ્વભાવને પ્રગટ કરવામાં પ્રમાદ ન કર. કોઈપણ ગ્રંથના પ્રારંભમાં અનુબંધ ચતુષ્ટયનું જ્ઞાન જરૂરી છે. અનુબંધ એટલે કારણ (હેતુ).૧) મંગલાચરણર) વિષય (અભિધેય) ૩) પ્રયોજન ૪) સંબંધ. (૧) મંગલાચરણ ત્રણ પ્રકાર (1) નમસ્કારત્મકઃ ઈષ્ટદેવને નમસ્કાર કરેલો હોય. (ii) આશીર્વાદાત્મક પાઠકને આશીર્વાદ આપેલો હોય. (ii) વસ્તુ સંકીર્તનરૂપઃ વસ્તુનું અથવા વિષયનું સમ્યક પ્રકારે વર્ણન કરેલું હોય. અહીં આત્મા એ જ પરમ મંગલ છે. (૨) વિષય ગ્રંથમાં જે બાબત પ્રધાનપણે પ્રતિપાદન કરેલી હોય તેને વિષય કહેવાય. 'નવતા પદથી વિષય જણાવે છે અર્થાત્ આ ગ્રંથનો વિષય "નવતત્ત્વ"ને જણાવવાનું છે. પ્રયોજન જેને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરાય તે પ્રયોજન નવતત્વો આત્માએ જાણવા અને આત્માને અનુભવવા તે પ્રયોજન. સબંધઃ ગુરુ પર્વક્રમ સંબંધ છે. અધિકારી પોતાનું સ્વરૂપ જાણી તેની રુચિપૂર્વક સ્વ, આત્મ સ્વરૂપમાં પ્રવર્તવાની ભાવનાવાળો આસન ભવ્ય જીવ. આજ્ઞા = = આત્મા, જ્ઞા = જ્ઞાતા. आसमन्तात् ज्ञायते तत्त्वानि अनया सा = आज्ञा । નવતત્વ // ૧૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ જેના વડે સંપૂર્ણ તત્ત્વો જણાય તે જિનાજ્ઞા છે. નવતત્ત્વો શેય છે. તેનો જ્ઞાતા આત્મા છે. આથી નિશ્ચયથી પ્રથમ જિનાજ્ઞા પણ જોય રૂપ નવતત્વોને જાણવાની છે. વ્યવહાર આજ્ઞા પણ નવતત્ત્વોના પરિચય કરવારૂપ છે અને તેના જ્ઞાતા ગુરુની સેવા કરવા રૂપ છે. જે કાંઈ વ્યવહાર જિનાજ્ઞા છે તે સર્વ નિશ્ચયરૂપ આજ્ઞા (આત્મ સ્વભાવ)ને પ્રગટાવવા માટે જ છે. સંપૂર્ણ તત્ત્વને જાણનાર આત્મા છે. માટે સૌ પ્રથમ પોતાનો આત્મા જ આત્માનો શાતા બને અને પછી તે સર્વનો શાતા બને તો જ આત્માનું જ્ઞાન કલ્યાણકારક બને છે. પોતાના આત્માને જાણ્યા વિના જગતને જાણે તો તેનું જ્ઞાન જ અશુધ્ધ છે. કારણ કે શુધ્ધ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. જે જ્ઞાન સ્વમાં પ્રકાશક ન બને અને દીવાના પ્રકાશની જેમ માત્ર પરમાં પ્રકાશક બને તે જ્ઞાન શુધ્ધ નથી. જેમ દીવામાં બહાર અજવાળું પરંતુ અંદર અંધારું હોવાથી મેશ નીકળે છે. તેથી દિવાલ આદિ મલિન બને છે. તેમ જ્ઞાન સ્વપ્રકાશક ન હોય, માત્ર પર પ્રકાશક હોય તો તે પણ દીવાની મેશની જેમ જ આત્માને મલિન કરનારું બને છે. જયારે રત્ન દીપકની જેમ મિથ્યાત્વથી રહિત જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. આથી પ્રથમ જિનાજ્ઞા એ છે કે તું તને જાણ– તારો જ્ઞાતા બન. તું તને જાણીને સ્વ આત્માને સ્વીકાર. અભવ્યો આત્માને જાણે છે પણ શુધ્ધાત્માનો રુચિ પૂર્વક સ્વીકારતા નથી. તું તને માણ– અર્થાત્ તારા આત્મ ગુણોમાં રમણતા કર. આ જજિનની નિશ્ચયથી આજ્ઞા છે. અર્થાત્ સમ્યગૂ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયીની એકતાને કર. આથી પરમ મંગલ પરમાત્મા સ્વરૂપ પોતાના આત્માને જાણી, તે પ્રમાણે તેમાં શ્રધ્ધા રુચિ કરી અને સ્વગુણોમાં પ્રવર્તવું એ ઉત્કૃષ્ટ = પરમ મંગલ છે. પરથી પર થઈ સ્વ સ્વભાવમાં રમણ કરવું અર્થાત્ બઈિરાત્મા રૂપ મટી અંતરઆત્મા રૂપે થઈ. આત્માને પરમાત્મા રૂપ પ્રગટાવવા એ જ મનુષ્ય ભવનું પરમ મંગળ છે.' નવતત્ત્વ / ૧૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્તાનમજ્ઞાચ ન થાવાત્મવાસ્થતિ : જ્યાં સુધી સ્વ આત્મતત્ત્વનો પરમાત્મ તત્ત્વરૂપે નિર્ણય થતો નથી ત્યાં સુધી આત્મામાં સ્થિરતા થતી નથી. કારણ આત્મા અને દેહનો સ્પષ્ટ પ્રતીતિરૂપે ભેદન સમજાય ત્યાં સુધી આત્મા દેહથી દેહાતીતદશામાં રહેવામાં મૂંઝાઈ જાય. આથી નવતત્ત્વો વડે ભેદ જ્ઞાન કરવું જરૂરી છે. જાણવું એ જીવનો સ્વભાવ છે અને સ્વને નહીં જાણે તો પરને જાણીને પરમાં પામર થવાનો આથી પરમાત્માએ સાધનાકાળ દરમ્યાન સ્વને સંપૂર્ણ જાણવાની જ સાધના કરી. નો પf ના તો સબં ગાપટ્ટા પરમાત્મા પોતાના આત્માને સર્વજ્ઞએ કહ્યા પ્રમાણે પૂર્ણ રીતે જાણીને સર્વને જાણનારા સર્વજ્ઞ પરમાત્મા બન્યા. જે એકને દ્રવ્ય-ગુણ પર્યાયથી પૂર્ણ જાણે છે તે સર્વને પણ સમાન દષ્ટિથી જાણી શકે. એ ન્યાયે પરમાત્માને સર્વ જીવરાશિ પર સમદષ્ટિ પ્રગટ થઈ તેના પ્રભાવે જીવ–અજીવ પર મોહ દષ્ટિ સંપૂર્ણ નાશ પામી તેથી વીતરાગ બન્યા પછી સર્વજ્ઞ બન્યાં, એટલે સંપૂર્ણ જગતના સત્યનું દર્શન થયું અને ભવ્ય જીવોના કલ્યાણ માટે જેટલો જરૂરી લાગ્યો તેટલો સત્ય તત્ત્વનો પ્રકાશ કર્યો. 1 તત્વ એટલે શું? તત્વ - તશે ભાવ-તત્ત્વમ્ | અર્થાત્ સર્વશની દષ્ટિએ વસ્તુ = પદાર્થનું મૂળ સાચું કલ્પના રહિત યથાર્થ સ્વરૂપ. ગૌતમ સ્વામીને પ્રશ્ન મહાવીર પ્રભુનો ઉત્તર: મયુર્વ જિં તત્ત ? ૩પનેરૂ વા - વસ્તુ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે. જયવં વિ તd ? વિરામેડ઼ વી – વસ્તુ પર્યાય રૂપે નાશ પામે છે. મવિ વિ તત્ત ? યુવેરૂ વા - વસ્તુ મૂળ સ્વરૂપે સત્તાએ સદા તેની વિદ્યમાનતા હોય છે. અર્થાત્ દ્રવ્ય-ગુણ-પર્યાય છે. દ્રવ્ય મૂળ તત્ત્વ છે. તેની વિદ્યમાનતા સદા (શાશ્વત) હોય. નવતત્વ || ૧૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ ગુણ દ્રવ્યના આધારે દ્રવ્યમાં રહેલા હોય. અર્થાત્ દ્રવ્ય એ ગુણનો આધાર હોય અને ગુણો દ્રવ્યના આધારે હંમેશા દ્રવ્યમાં રહેલા હોય. દ્રવ્યને છોડીને ગુણો દ્રવ્યથી જુદા ન પડે, નાશ ન પામે. આત્મા જીવ દ્રવ્ય છે. આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ ગુણો રહેલા છે. તે તાદાભ્ય સંબંધે રહેલા છે. પર્યાય - ગુણની વિવિધ અવસ્થારૂપે થવું તે. પર્યાય અવસ્થાની ઉત્પત્તિ અને નાશ થયા કરે, મૂળ ગુણ રૂપે નાશ ન પામે. જેમ કેવલજ્ઞાન એ આત્માનો મૂળ ગુણ રૂપ સ્વભાવ છે. તેની અવસ્થાભેદ રૂપ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન રૂપે ઉત્પન - નાશ થયા કરે પણ આત્માનો ગુણ-જ્ઞાન ગુણ કેવલજ્ઞાનરૂપે સદા આત્મામાં વિદ્યમાન રહે છે. તેના અલ્પ ઉઘાડની અવસ્થાને મતિ, શ્રુત આદિ પર્યાય કહેવાય છે. અથવા જ્ઞાન એ આત્માનો ગુણ છે. માટીરૂપ વસ્તુ જોય છે. તેને જુએ છે. માટી કુંભાર વડે ઘડારૂપે બની. ઘડાના શેય પર્યાયરૂપે જ્ઞાન થયું. ઘડો નાશ પામ્યો. ઠીકરા રૂપે થાય. તે રૂપે શેયનું જ્ઞાન થયું. આમ જ્ઞાનપણું સદા રહે પણ શેય પર્યાયની ઉત્પત્તિ અને નાશ થાય છે. ગુણો સહભાવી = દ્રવ્ય સાથે સદા રહેનારા છે. પર્યાયો ક્રમ ભાવી - ક્રમે કરીને રહેનારા છે. ઉત્પન્ન અને નાશ થવા રૂપે છે. દ્રવ્યાસ્તિકાય નય વસ્તુના મૂળને જુએ. પર્યાયાસ્તિકાય નય વર્તમાન અવસ્થા પર્યાયને જુવે. તત્ત્વ એટલે જીવદ્રવ્ય. અજીવ દ્રવ્યમાં રહેલો ધર્મ (ગુણ) એ જ છે. તેથી નિશ્ચયથી જિનાજ્ઞા તત્ત્વના આ ગુણધર્મનો પરિચય કરી સ્વતત્ત્વરૂપ જ્ઞાનાદિ ગુણમાં રમણતા કરવાની છે. આત્મદ્રવ્ય વર્તમાનમાં કર્મવશ હોવાના કારણે સ્વ સ્વભાવમય બની શકતો નથી. કેવલી અને સિધ્ધો સ્વસ્વભાવમાં પૂર્ણ રમણતા કરે છે. તેથી તેમને સ્વસ્વભાવમય બનવા રૂપ આશા વ્યવહાર નથી. નવતત્વને જાણવાના અધિકારી કોણ? પોતાનું સ્વરૂપ જાણી તેની રુચિપૂર્વક સ્વ આત્મ સ્વરૂપમાં આત્મવીર્ય નવતત્વ // ૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તવાની ભાવનાવાળો આત્મા અર્થાત્ મુમુક્ષુ. તે માટે સૌ પ્રથમ તેનામાં અપુનબંધક દશાના ગુણ જોઈએ. (૧) સાત્વિક જિજ્ઞાસાઃ આત્મ તત્ત્વને જાણવાનો ઉહાપોહ હોય. અર્થાત્ સત્ય તત્ત્વ સમજવાનું અને સમજીને સ્વીકારવાનું લક્ષ હોય. (૨) આશંસાનો અભાવ કોઈપણ ધર્મઅનુષ્ઠાન સંસારના સુખના આશયથી ન કરે. (૩) મોક્ષના આશયથી જ ધર્મ અનુષ્ઠાન કરે. અપુનબંધક દશાના જીવો મોક્ષ માર્ગમાં આવવાની ભૂમિકામાં છે. અભિમુખ છે. નજીકના કાળમાં જે મોક્ષમાં જવાના હોય તેને આસનભવ્ય કહેવાય. પરમાત્મા આસન-ભવ્યનાનાથ છે. મોક્ષ એ આત્માની અરૂપી, કર્મરહિત, મૂળ, શુધ્ધ સિધ્ધ અવસ્થારૂપ છે. જે જ્ઞાન આત્માને સંવેદના જગાડે તે જ જ્ઞાનથી કર્મ નિર્જરા થશે. પૂર્વે આપણે અનેક્વાર સમવસરણમાં ગયા હોઈશું પ્રભુની વાત સાક્ષાત પણ સાંભળી હશે પરંતુ તે આપણા આત્માને સંવેદનારૂપ બની નહીં તેથી નિષ્ફળ ગઈ. આપણે સર્વજ્ઞ પાસે જઈ રડવું જોઈએ કે આપ સર્વજ્ઞ બની ગયા, હું હજી ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાઉં છું. રાગની જાળમાં ફસાઉં છું. હું ક્યારે આપના જેવો બનીશ? તેનો ઉહાપોહ થવો જોઈએ. આવી જિજ્ઞાસા અભિલાષા થશે તો પ્રભુનું શાસન ગમી જશે. જીવ–અજીવમાં રહેલો ધર્મ રૂપ તત્ત્વની સાત્ત્વિક જિજ્ઞાસા એ લાયકાતનું લક્ષણ છે. એક સચેતન જીવ છે, બીજુ અચેતન જાય, ચેતનને ધ્યાવો સદા તો પામો નિર્વાણ.' આખું જગત = સંસાર. જીવ અને અજીવના સંયોગરૂપ છે. અનાદિથી જીવ અને અજીવનો દૂધ-પાણીની જેમ અથવા લોહ – નવતવ || ૨૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ અગ્નિની જેમ એકમેક થયેલા કર્મ–કાયા–કષાયનો આત્મા સાથે થયેલા સંયોગનો (સંસારનો) આત્યંતિક= હંમેશા માટે ફરી સંયોગ ન થવારૂપ વિયોગ થવો તે મોક્ષ અર્થાત્ (સર્વ સંયોગથી સર્વથા છુટી જવું) આત્માની શુધ્ધ, બુધ્ધ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, સ્વતંત્ર સિધ્ધ અવસ્થા તે મોક્ષ. આત્માનો સ્વભાવ જીવ અજીવને જાણવાનો અને જાણીને અનાદિથી અજીવમય બનેલા જીવને અજીવમય બનતો અટકાવીને માત્ર જીવમય બનવાનો છે. આ જીવ–અજીવને જાણીને જીવનું ધ્યાન કરવાનું છે, અજીવને છોડી દેવાનો છે, તો આત્મા પોતાની સિધ્ધાવસ્થાને પામશે. જિનાજ્ઞા પણ આત્મ સ્વભાવને પ્રગટ કરવાની છે. આપણો સ્વભાવ શું છે? તેનું જ્ઞાન કરીને નિર્ણય કરવાનો છે. દા.ત. શિયાળના ટોળામાં રહેલા સિંહબાળને જ્યારે ખબર પડી કે હું સિંહ છું તો તે શિયાળના ટોળામાંથી નીકળી સિંહ તરીકે વનમાં નિર્ભય થઈને એકલો ફરે છે. તેમ આપણે પણ આપણાં આત્માને સત્ય જ્ઞાન કરાવશું તો તેને સ્વભાવનું સાચું ભાન થશે ત્યારે આપણો આત્મા પણ સહજ સ્વભાવ દશામાં આવવાનો પરમ પુરુષાર્થ શરૂ કરશે. આપણા આત્માએ જગતની સત્યતાનું સર્વજ્ઞ વચન પ્રમાણે નિર્ણય કર્યો નથી તેથી તે ભટકી રહ્યો છે. જગતને સત્યરૂપે જાણવું હોય તો નવતત્ત્વો જાણવા જરૂરી છે. અન્ય દર્શનો પણ તત્ત્વને માને છે. પરંતુ દરેકની તત્ત્વસંબંધી માન્યતા જુદી-જુદી છે. 1 અન્ય દર્શનોમાં તત્ત્વોની માન્યતા (૧) જૈન દર્શનઃ જીવ–અજીવ બે તત્ત્વને માને છે. (૨) વેદાંત દર્શનઃ ૧ બ્રહ્મતત્ત્વને માને છે. (૩) વૈશેષિક દર્શન : ૬ કે ૭ તત્ત્વો માને. દ્રવ્ય, ગુણ, ક્રિયા, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. આ દર્શનના પ્રવર્તક કણાદ 28ષિ છે. નવતત્ત્વ // ૨૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર જગતકર્તા છે એમ માને છે. ન્યાય દર્શનઃ ૧૬ તત્ત્વો માને. પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિધ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડાવાદ, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાન. (૫) સાંખ્ય દર્શનઃ ૨૫ તત્ત્વો માને. મુખ્ય ત્રણ ગુણ (૧) સર્વ સુખ (૨) રજસૂર દુઃખ (૩) તમન્ = મોહ. પ્રકૃતિ + પુરુષ = સૃષ્ટિ. પ્રકૃતિમાંથી બુધ્ધિ, અહંકાર, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ તન્માવ્યા. તેમાંથી પાંચ ભૂત ઉત્પન્ન થાય. (રૂપથી અગ્નિ, રસથી જળ, ગંધથી પૃથ્વી, શબ્દથી આકાશ અને સ્પર્શથી વાયુ ઉત્પન્ન થાય.) () બૌદ્ધ દર્શનઃ સર્વ ક્ષણિક માને. સિધ્ધસેન દિવાકર સૂરિએ જૈનદર્શનને ષડ્રદર્શનના સમૂહરૂપે કહ્યો છે. "પદર્શન જિન અંગ ભણીએ." જિનના અંગરૂપ ષડ્રદર્શન છે. તેમાં નાસ્તિક દર્શનને પણ કુક્ષિના સ્થાને સમાવ્યો છે, કારણ નાસ્તિક દર્શન આંશિક સત્યને અર્થાત્ જે પ્રત્યક્ષમાં દેખાય તેને માને = સ્વીકારે છે. આમજિનદર્શન સંપૂર્ણ સત્યતત્ત્વરૂપ (સ્યાદ્વાદરૂપ) છે. અર્થાત્ જગતના સર્વ સત્યના પૂર્ણ સ્વીકાર અને આંશિક પણ અસત્યના પરિહાર રૂપ છે. 3 નવ તત્વોની સામાન્ય વ્યાખ્યા (૧) જીવઃ ચેતના તાળો નવઃ ચેતના એટલે જ્ઞાન-દર્શનનું સ્કૂરણ થવું. અનુભવ થવો. દા.ત. સખત ગરમીમાં ઠંડો પવન શરીરને સ્પર્શે તો ઠંડા પવનનું જ્ઞાન થયું તેથી ઠંડા પવનને આપણે સુખરૂપ માનીએ છીએ. થોડીવારમાં વાતાવરણ ફરી જાય અને ગરમ પવન આવે તો ગરમ પવનનું જ્ઞાન થાય. પણ આપણે તેને દુઃખ રૂ૫ માનીએ છીએ. આમ જ્ઞાનમાં મોહ ભળતાં તે સુખ કે દુઃખરૂપ બને છે. પણ આત્માનો સ્વભાવ શયના માત્ર જ્ઞાતા બનવાનો છે = માત્ર વસ્તુનું જ્ઞાન કરવાનો છે તે ભૂલી તેમાં મોહ ભેળવી તેને સુખ દુઃખ માની સુખી-દુઃખી થઈ સમતા નવતત્ત્વ || રર Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨) સ્વભાવ ગુમાવે છે. પવનનું ઠંડા કે ગરમ રૂપે જ્ઞાન કરવું તે જ્ઞાનગુણ કહેવાય. પણ સુખ–દુઃખરૂપે માનવું અને તે રૂપે લાગવું તે મોહ કહેવાય. અજીવ ચેતનાનો જેમાં અભાવ હોય તે અજીવ. જીવ સિવાયના બધા દ્રવ્યો અજીવ છે. જડ કે અચેતન. દા.ત. મડદું, લાકડું વિ. પુણ્યઃ શુભ કર્મનો ઉદય તે પુણ્ય અથવા શુભ અનુકૂળ શરીરાદિ સામગ્રીરૂપ સંયોગની પ્રાપ્તિ થવી તે. પાપ અશુભ કર્મના ઉદયે અશુભ કે પ્રતિકૂળ સામગ્રી રૂપ સંયોગની પ્રાપ્તિ થવી તે. આશ્રવ શુભાશુભ કર્મોના પ્રવાહનું આત્મામાં આવવું તે (શુભાશુભ કર્મ રૂપે) સંવરઃ આશ્રવનો નિરોધ તે સંવર છે. પાપ પ્રવૃતિથી અટકવું. (આશ્રવભાવથી અટકવું તે) (૭) નિર્જરા આત્મપ્રદેશોની સાથે સંયોગ સંબંધથી જોડાયેલા કર્મનું આંશિક ખરવું તે. (૮) બંધઃ પૂર્વે લાગેલા કર્મો સાથે બીજા કર્મોનો દૂધ પાણીની જેમ એક-એક સંબંધ થવો તે. (૯) મોક્ષ આત્મા સાથે લાગેલા અનાદિ કર્મોથી સદા માટે છૂટકારો થવો નાશ થવો અર્થાત્ આત્માનું સર્વ પર સંયોગથી મુક્ત થવું. સમ્યગદર્શન પ્રગટાવવાની મુખ્ય ત્રણ ચાવીઃ (૧) શેય (૨) હેય (૩) ઉપાદેય સ્થિર એવો આત્મા કર્મથી અસ્થિર થઈ ગયો છે તેથી તેને સ્થિર કરવા માટે મહેનત કરવી પડે. આત્મા નિશ્ચયથી ધર્મને જાણે અને તે સ્વરૂપે બને એ પ્રયત્ન કરવાનો છે. વિભાવદશા છોડવાની છે. આત્માને મોક્ષની ગતિ તરફ નવતત્વ // ૨૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ વાળવો હોય તો પ્રથમ તબક્કે જીવ–અજીવને જાણવા જોઈએ. તે તત્ત્વોને જાણ્યા બાદ તેના માટે જે માર્ગ શાસનમાં બતાવ્યો છે તે જોય-હેય–ઉપાદેયને અનુસરવું એટલે સમ્યગદર્શનના પરિણામ રૂપે થવું. અર્થાત્ હેય એટલે ત્યાગ કરવા યોગ્ય, શય એટલે જાણવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય સંસારમાં જીવ અને અજીવ બે તત્ત્વો જાણવા યોગ્ય છે. આત્માનો સ્વભાવ શેયના જ્ઞાતા બનવાનો છે. આપણે શેના જ્ઞાતા બનીએ છીએ? આપણને શું દેખાય છે? આપણને શું સંભળાય છે? બધું અજીવ જ ને? વર્તમાન કાળમાં મોટા ભાગના આત્માઓ જીવ કરતાં અજીવમાં વધુ અટવાયેલા રહે છે. એ દશામાંથી મુક્ત થવા હેયનો ઉપયોગ આપવામાં આવ્યો છે. જેનાથી આત્માનું અહિત થાય તે આત્મા માટે હેય. આત્માને પોતાના શુધ્ધ સ્વભાવમાં પ્રવર્તવામાં જે બાધક બને તે હેય. જીવતત્ત્વ ઉપાદેય છે. આત્માને જે હિતકર હોય અને જેનાથી આત્મા પોતાના શુધ્ધ સ્વભાવમાં સ્થિર થાય તે ઉપાદેય. 'u મુખ્ય બે તત્વઃ (૧) જીવ (૨) અજીવ. બાકીના ૭ તત્ત્વો તેની જ વિવિધ અવસ્થારૂપ છે. જીવતત્વમાં: સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણનો સમાવેશ થાય છે. અજીવ તત્ત્વમાં પુષ્ય, પાપ, આશ્રવ અને બંધ એ કર્મના પરિણામરૂપ હોવાથી અજીવ સ્વરૂપ છે. નવ તત્વમાં: યઃ જીવ અને અજીવ. હેયઃ પુણ્ય (નિશ્ચયથી હેય, વ્યવહારથી ઉપાદેય) પાપ, આશ્રવ અને બંધ. ઉપાદેયઃ સંવર, નિર્જરા અને મોક્ષ. નવ તત્ત્વો જીવ–અજીવની અવસ્થારૂપ હોવા છતાં આત્માનું શુધ્ધ સ્વરૂપે પ્રગટ કરવામાં તેનું જ્ઞાન ઉપયોગી હોવાથી તે તત્ત્વ સ્વરૂપે કહ્યાં છે. જીવતત્વ આત્માને હિતકારક છે માટે તે ઉપાદેય. તેથી જીવના નવતત્ત્વ // ૨૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ પર્યાયરૂપ અવસ્થાભેદ રૂપ સંવર, નિર્જરા અને મોક્ષ પણ જીવના પરિણામભૂત છે તેથી ઉપાદેય. તે જીવયુક્ત હોવાથી અને આત્માના ગુણને પ્રકાશતા હોવાથી ઉપાદેય છે. અજીવતવ આત્માની શુધ્ધ સ્વભાવદશા પ્રગટ કરવામાં સહાયક બને તેટલા અંશે તે ઉપાદેય, બાકી હોય છે. જેમ કે મનુષ્યભવ, પ્રથમ સંઘયણ, મન આદિ સામગ્રી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય અને તેની સહાય લઈ જીવસ્વરૂપના જ્ઞાનપૂર્વક કર્મક્ષય માટે પુરુષાર્થ કરી કર્મક્ષય કરે તો તે સાધન સામગ્રીમાં નિમિત્ત ભૂત જે પુણ્યનો ઉદય તે ઉપાદેય ગણાય. જે પુણ્યના ઉદય વડે મળેલી સામગ્રીના દુરુપયોગ વડે નરકાદિભવયોગ્ય કર્મબાંધી જીવનરકાદિ દુર્ગતિમાં જાય તો તે પુણ્યોદય વાસ્તવિક પાપોદયરૂપ ગણાય. આત્માના સ્વભાવમાં આવીને સ્થિર થવું તે ધ્યાન છે. સમ્યગદર્શન આત્માના રુચિ પરિણામ રૂપ ગુણ છે. તેથી સમ્યગુદર્શનની આરાધના કરવાની હોય. સમ્યગુદર્શને આવ્યા પછી જ આત્મા ધ્યાનનો અધિકારી બને. સમ્યગુ દર્શન એ ધ્યાનની બીજભૂત અવસ્થા છે. . મનુષ્યભવની સફળતા શેમાં છે? * આત્માની સત્તામાં જે ગુણો છે એને જ્યારે તે ભોગવે ત્યારે મનુષ્યજન્મની સફળતા છે. આત્મા સિવાયની તમામ વસ્તુનો મોક્ષ = છૂટકારો કરવાનો છે. એના માટે ૨૪ કલાક હું આત્મા છું પોતે પોતાનું સ્મરણ પ્રતિસમય કરવાનું છે. છઘસ્થ જીવોને સ્મરણ કરવું પડે. કેવલીને જ્ઞાનમાં આવતાં અંતરાય દૂર થવાથી સતત ઉપયોગમાં છે. અનુપયોગે ઉપયોગી એવો આત્માનો સ્વભાવ છે. એવા થવા માટે વર્તમાનમાં આપણે સતત ઉપયોગવાળા થવું પડે. a મોક્ષ એટલે મોહનો ક્ષય વર્માચાર પત્ર મોકાઃ | મોહનીય કર્મનો આત્મામાંથી છૂટકારો કરવાનો છે. મોહનીય કર્મની હાજરીમાં જ બાકીના બધા કર્મોના બંધ થાય છે. આથી મોહનીય કર્મ આઠે કર્મનું મૂળિયું છે. મોહનીય કર્મ સંપૂર્ણ નાશ થયા પછી અવશ્ય બીજા બધા કર્મો નાશ થાય જ. સાતે કર્મોનો નવતત્વ // ૨૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ બંધ સંપૂર્ણ અટકી જાય. અમુક સંબંધ એવા છે કે પુરુષાર્થ કરવાથી છૂટી શકે છે પણ અમુક સંબંધ મરતાં સુધી છૂટી શકે તેમ નથી. શરીરનો સંયોગ એટલે શરીરનો મોહ છોડવાનો છે. જેના ઘાતકર્મ જાય એના અઘાતી કર્મ જવાના જ છે. વ્યવહાર શું છે? મનવચન-કાયાના યોગ પ્રવૃત્તિરૂપે થાય છે. તેનાથી કર્મબંધ થાય. n નિશય શું છે? આત્મામાં જે જ્ઞાનાદિગુણ શુધ્ધ પરિણામરૂપે થાય તે. તેનાથી કર્મનિર્જરા થાય. | નવતત્ત્વનું શાન મુખ્ય શા માટે? नवानामपि तत्त्वानां ज्ञानं आत्मप्रसिध्धये । येनाऽजीवादयो भावाः स्वभेदप्रतियोगिन :॥३॥ | (અધ્યાત્મસાર) નવતત્ત્વોનું જ્ઞાન મુખ્ય આત્મતત્વની પ્રતીતિ માટે કરવાનું છે. તેમાં અજીવનું જ્ઞાન કરવા વડે આત્માનું જ્ઞાન દઢ થાય છે. કારણ કે વર્તમાનમાં આત્મા અજીવ પુદ્ગલ સાથે જોડાઈ અજીવમય બનેલો છે. આથી અજીવના સ્વરૂપ જ્ઞાનનો નિશ્ચય ન થાય તો જીવના સ્વરૂપનો પણ નિશ્ચય ન થાય. શરીરાદિ જડપદાર્થમાં મિથ્યાત્વના ઉદયથી ઉપાદેય બુધ્ધિ થઈ ગયેલી છે. તે ઉપાદેય બુધ્ધિ નાશ કરવા માટે અજીવતત્ત્વનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. આત્માને પોતાની સ્વાભાવિકશુધ્ધ-સિધ્ધ જીવમય દશાનો અને કર્મથી અશુધ્ધ દશામય થયેલી જીવની જડમય દશાનો ઉપયોગ શેયરૂપે સતત આવવો જોઈએ. તો જ અશુધ્ધ દશામાંથી છૂટવાનો અને શુધ્ધ દશારૂપ સિધ્ધાવસ્થા પ્રાપ્ત કરવા સ્વરૂપ મોક્ષાભિલાષ પ્રગટ થાય. કર્મલઘુતા થયા વિના તે જીવને પ્રગટ ન થાય. અનાદિ અનંત કાળમાં પરિભ્રમણ કરતાં અકામ નિર્જરા વડે જીવ કર્મલઘુતાને પામે ત્યારે ભવ્યજીવ ચરમાવર્ત કાળમાં આવ્યો ગણાય. પછી જ તે નવતત્વ // ૨૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ જીવને જડના બંધનમાંથી છૂટવાનો ભાવ = મોક્ષાભિલાષ પ્રગટ થાય. દરેક યોગમાં આત્માની સ્મૃતિ અને પ્રતીતિ થવી જોઈએ. કાઉસ્સગ્ન કરું છું ખમાસમણ આપું છું તો કોણ કરે છે? મારું શરીર નહીં પણ મારો આત્મા આ ક્રિયા કરી રહ્યો છે એવો અહેસાસ થવો જોઈએ. સર્વજ્ઞની દષ્ટિ પકડીએ તો જ સર્વજ્ઞ બનાય. ગાથા-૨ ચઉદસ ચઉદસ બાયાલીસા બાસી ય હૃતિ બાપાલા સત્તાવન બારસ, ચલે નવ ભેયા કમેસિં ારા અર્થ: એના (નવતત્વના) ભેદો ક્રમશઃ, ચૌદ, ચૌદ, બેતાલીશ, વ્યાશી, બેતાલીશ, સત્તાવન, બાર, ચાર અને નવ છે. 2 નવતત્વોના કુલ ૨૭૬ ભેદો છે. જીવના-૧૪, અજીવના–૧૪, પુણ્યના-૪૨, પાપના-૮૨, આશ્રવના-૪૨, સંવરના–પ૭, નિર્જરાના–૧૨, બંધના-૪, મોક્ષના—૯ ભેદ છે. કુલ ૨૭૬ ભેદો છે. . વિવિધ ભેદો વડે તત્ત્વના સ્વરૂપને જાણવાથી તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવામાં તે ઉપયોગી થાય. કાર્ય એ વ્યવહાર છે. સાધ્યની સિધ્ધિ એ નિશ્ચય છે. બંને સાથે જ ચાલવા જોઈએ. પ્રતિસમય જાણકારી ઉપયોગ ચાલવો જોઈએ કે સાધ્યની સિધ્ધિ થઈ રહી છે કે નહીં? દા.ત. સામાયિક લીધી તો સમતારૂપ સાધ્યની સિધ્ધિ થઈ રહી છે કે નહીં? નહિ તો આટલી સામાયિક થઈ ગઈ એમ આંકડો આવશે એટલે મોહનો ઉછાળો આવે. નવતત્ત્વોને માત્ર વિવિધ પ્રકારો માત્રથી ન જાણતાં સાથે તત્ત્વ નિર્ણયના લક્ષપૂર્વક ભેદો જાણવાથી લાભ થશે. ગાથ-૭ એગવિ દુવિહ તિવિહા, ચઉત્રિહો પંચ છવિહા છવાયા ચેયસ તસ ઈથરેહિ વેય–ગઈ–કરણ-કાર્દિક નવતત્ત્વ // ૨૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ચેતન, ત્રસ, સ્થાવર, વેદ, ગતિ, ઇન્દ્રિય અને કાયની અપેક્ષાએ જીવો એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને છ પ્રકારે છે. D જીવના જુદા જુદા ભેદો જીવો ચેતનારૂપે એક પ્રકારે, ત્રસ—સ્થાવર રૂપે બે પ્રકારે, વેદરૂપે ત્રણ પ્રકારે, ગતિરૂપ ચાર પ્રકારે, ઈંદ્રિય રૂપે પાંચ પ્રકાર, છકાયરૂપે છ પ્રકારે છે. જીવોના ૧ થી ૬ પ્રકારાદિ ભેદો બતાવવાનું પ્રયોજન શું છે ? જીવો ઓઘથી ૬ પ્રકારે છે. જૈનદર્શન સ્યાદ્વાદ દર્શન છે. જેમાં જ્ઞાન એકાંત સ્વરૂપવાળું, અલ્પ સ્વરૂપવાળું કે વિપરીત સ્વરૂપવાળું નથી પણ વિશાળ વસ્તુના પૂર્ણ નિર્ણયવાળું છે. તેથી સર્વ નય સાપેક્ષ તથા પ્રમાણયુક્ત જ્ઞાન વસ્તુના પૂર્ણ નિર્ણયવાળું બની યથાર્થ જ્ઞાનરૂપ બની સમ્યક્ દર્શનરૂપ બને છે. તેથી એક વસ્તુનો અનેક રીતે, અનેક ભેદથી, અનેક ભાંગાથી વિચાર કરવાથી બોધ વિશાળ અને પૂર્ણરૂપ બને તો તેનું પરિણામ = ફળ પણ પૂર્ણ બને. સર્વ જીવો એક પ્રકારે – સર્વ જીવોને માત્ર એક ચેતના સ્વરૂપે જણાવે છે. એગવિહા :– સૂક્ષ્મ નિગોદથી માંડી સિધ્ધ સુધી ૧૪ રાજલોકમાં રહેલી સમગ્ર જીવરાશિ નિશ્ચયનયથી સત્તાએ સિધ્ધ સ્વરૂપી છે. નૈગમ નયથી આપાત સત્ય ઠરે છે. તે અંશમાં પૂર્ણતાનો ઉપચાર કરે. તમામ જીવો સત્તાએ સ્વરૂપ અને એક સ્વભાવવાળા છે. સંસારી તમામ જીવોમાં સત્તાથી સિધ્ધત્વ રહેલું છે. તે આયા’- આત્મા એક જ છે. (ઠાણાંગસૂત્ર) આતમ સર્વ સમાન નિધાન મહાસુખકંદ, સિધ્ધતણા સાધર્મી સત્તાએ ગુણવૃંદ' (પૂ. દેવચંદ્રજી મહારાજ) સૌ પ્રથમ જીવતત્ત્વનું અસ્તિત્વ શુધ્ધ સ્વરૂપે સ્વીકારવાથી સર્વ જીવોમાં સમદષ્ટિ પ્રગટ થાય છે. જે સામાયિક સ્વભાવની સિધ્ધિનું મુખ્ય કારણ છે. સર્વ નવતત્ત્વ || ૨૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ જીવો પ્રત્યે જ્યાં સુધી સમાન દષ્ટિ પ્રગટ ન થાય ત્યાં સુધી શુધ્ધ સામાયિક ભાવ પ્રગટ ન થાય. સિધ્ધપણું પ્રગટ થવામાં મુખ્ય કારણ સર્વ જીવોના શુધ્ધ સ્વરૂપનું સિધ્ધપણાનો બહુમાન ભાવ છે. 1 મોક્ષ કોષ પ્રગટ કરી શકે? अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्येदसौ मोक्षं गमीशमी ॥६-२॥॥ (શાનસાર) જે કર્મવશ જીવોના થયેલા અવસ્થાભેદરૂપ બાહ્ય સ્વરૂપને જોતો નથી પણ દરેક આત્માનું સત્તાગત એક સ્વરૂપ જોઈ સમદષ્ટિવાળો બને તે જ જીવ પોતાનું મોક્ષ સ્વરૂપે પ્રગટ કરી શકે. અર્થાત્ કર્મક વિવિધ ભેદોવાળા જીવોને ભેદસ્વરૂપે ન જોતાં દરેકને સિધ્ધાત્મા સ્વરૂપે જોવાની સમદષ્ટિથી ક્ષાયિક સમતા યથાખ્યાત ચારિત્ર પ્રગટ થવા વડે જીવ સર્વથા મોહથી મુક્ત બની વીતરાગ સર્વજ્ઞ બની સિધ્ધ બનશે. આચારાંગમાં પણ કહ્યું છે – વ્યાપ ૨ સન્ન નળીવાપમૂર્ય सत्ताणं अत्तसमं दरिसितं । વીર પ્રભુ મૈત્રી-કરુણાદિ ભાવ વડે સર્વ જગતના સર્વ પ્રકારના જીવોને પોતાની સમાન સમદષ્ટિથી જુએ છે. "પ્રભુ! તજ જાણગ રીતિ, સર્વ જગ દેખતા હો લાલ, નિજ સરાએ શુદ્ધ સર્વને, લેખતા હો લાલ.” (પૂદેવચંદ્રજી) અહીં એક પ્રકારે જીવો છે તે જણાવવા દ્વારા સિધ્ધનું સાધ્ય પ્રથમ બતાવ્યું. જીવે એક પ્રકારે સિધ્ધ સ્વરૂપે જ થવા જેવું છે. . સૌ જીવોને સિધ્ધ સ્વરૂપે જોવાની દષ્ટિ કેળવવી તે સિધ્ધ થવાનો ઉપાય છે. આથી પ્રથમ જિનાજ્ઞા "બે નવા ન હતબા " બધા જ જીવો સત્તાએ સિધ્ધ સ્વરૂપે સમાન હોવાથી નિશ્ચયથી કોઈપણ જીવ હણવા યોગ્ય નવતત્ત્વ // ૨૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ નથી, પણ મૈત્રીને યોગ્ય છે. આમ, એક પ્રકારે જીવ તેવિશ્વમૈત્રીનું સૂચક છે. આથી સમ્યગદષ્ટિ જીવ દુશમનનું પણ અહિત નચિંતવે. અશુભ વિચાર આવી જાય તો પણ તેને હેય માને. વસ્તુની શુધ્ધ અવસ્થા તે વાસ્તવિક તત્ત્વ છે. જ્ઞાનનું ફળ સમતા છે. જ્ઞાન પરિણામ પામે ત્યારે આત્મા સમતારૂપ સ્વભાવમાં ઠરે, એટલે કર્મનિર્જરા થાય અને જીવ મોહથી મુક્ત થાય. માત્ર એક પ્રકારના જીવો સિધ્ધ સિવાય ક્યાંય નથી એમ એક પ્રકારના જીવોનું સ્વરૂપ કહી સિધ્ધના જીવોની વાત કહી. 0 બે પ્રકારના જીવો કહેવા વડે સંસારી જીવોનું સ્વરૂપ કહે છે. સંસાર જીવો બે પ્રકારે (૧) સ્થાવર (૨) ત્રસ સંસારી જીવ એટલે કર્મના વિપાકવાળા અર્થાત્ આત્માના શુધ્ધ સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા જીવો. કર્મ સહિત કાયા લઈ ચારગતિમાં કષાયને આધીન બની કષાયની પીડા ભોગવે તે સંસારી. જ્યાં સુધી કાયા ધારણ કરે ત્યાં સુધી કાયાવાળાની પીડામાં નિમિત્તભૂત બને અને કાયા વડે પોતે પણ શાતા અશાતા અનુભવે પીડાનું કારણ કર્મ-કાયા–કષાય છે. સિધ્ધ એટલે પોતાના પૂર્ણ સ્વરૂપ અને શુધ્ધ સ્વભાવમાં પરિણમન પામવું. સ્વયં પીડા પામવી નહીં અને કોઈની પીડામાં નિમિત્ત ન બનવું. 1 સમગ્ર જીવરાશિમાં સાચું સુખ કોણ ભોગવી શકે? સૌથી સંપૂર્ણ સુખી – અવ્યાબાધ સુખના સ્વામી–ભોગી સિધ્ધના જીવો છે. ત્યાર પછી અરિહંત અને કેવલી આત્માઓ છે. અરિહંતને માત્ર શાતાનો જ એક સમયનો બંધ અને ઉદય જ્યારે કેવલીઓને શાતાનો એક સમયનો બંધ અને શાતા–અશાતા બનેનો ઉદય પણ સંભવે. છતાં તેમને શાતા કે અશાતાના ઉદયમાં કષાયની પીડા નથી માત્ર શાતા-અશાતાને જ્ઞાનથી જુએ અને સમતાને અનુભવે. તે સિવાયના બધા સંસારી જીવો કષાયની પીડાને અનુભવનારા હોય. નવતત્ત્વ || ૩૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૧મા ગુણઠાણે રહેલા છઘસ્થ ઉપશામક જીવોને કષાયોની પૂર્ણ ઉપશાંતતા અંતર્મુહૂર્ત માત્ર વર્તતી હોય. ૧૨ મા ગુણઠાણે મોહની સંપૂર્ણ પીડાનો ક્ષય છે. જે કષાયની પીડા પામતા નથી તેવા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંત તથા ૧૧મા-૧રમા ગુણઠાણે રહેલા જીવો કરુણાના પાત્ર બનતા નથી, પણ માત્ર પ્રમોદના પાત્ર બને છે. છ-સાતમે ગુણઠાણે રહેલા આત્માઓ જે કષાયથી પૂર્ણ મુક્ત નથી પણ કષાયની સામે લડી રહ્યાં છે તેથી જેટલા અંશે કષાય–મોહ પર પોતાનો અંકુશ છે તેટલા અંશે તે સુખી છે તેથી તે પણ તેટલા અંશે પ્રમોદના પાત્ર બને છે. તે સિવાયના કષાયપીડિત સંસારી આત્માઓ કરુણાના પાત્ર બને છે. સંસારી આત્માઓ નામ કર્મના ઉદયે બે પ્રકારની અવસ્થાવાળા છે. સ્થાવર અને ત્રસ. (૧) સ્થાવર જીવો – કર્મની અત્યંત પરાધીન અવસ્થારૂપ અવ્યક્ત પીડા ભોગવે છે. પોતાની ઈચ્છા મુજબ પુરુષાર્થ કરી શકે નહીં. તેમની ચેતના શક્તિ અત્યંત બિડાયેલી સંમૂચ્છિમ અવસ્થાને પામેલી છે. એવી સંમૂર્છાિમ અવસ્થા કે જ્યાં અસંખ્યાત કે અનંતા કાયાવાળા જીવો સાથે પીડા ભોગવવા રહેવું. આ સ્થાવર જીવોને ૧૪ રાજલોકમાં સર્વત્ર ઈચ્છા વિના પરિભ્રમણ કરવું પડે છે. (૨) ત્રસજીવો – ત્રસ જીવો ત્રસ નામકર્મના ઉદયવાળા, પુણ્યપ્રકૃતિના ઉદયવાળા છે. તેથી તાપાદિ પીડા વખતે કે શાતા–સુખ મેળવવા તે ઈચ્છા મુજબ ગમનાગમન કરી શકે છે. પણ તેમની મર્યાદા ત્રસનાડી પૂરતી જ છે. ત્રસ નાડીની બહાર ત્રસ જીવો ઉત્પન્ન થઈ શકે કે રહી શકે નહીં. ત્રપણામાં જીવ વધારેમાં વધારે ૨ હજાર સાગરોપમકાળ સુધી રહી શકે. તે દરમ્યાન જે જીવ ત્રસ નામ કર્મ ખપાવવાનો પ્રયત્ન કરી સંપૂર્ણ ન ખપાવે તો નિયમા સ્થાવરમાં જાય. ત્રસ નામ કર્મના ઉદયવાળો જીવ શાતા મેળવવા ભોગવવામાં અને અશાતા ટાળવામાં તથા માનાદિ મોહને આધીન થઈ બાહ્ય વૈભવ આદિ સુખ મેળવવા ભોગવવામાં ઉપયોગ કરે તો ત્રસ–સ્થાવરનો કર્મબંધ થવા વડે કર્મની ગુલામીની અવસ્થા સ્વરૂપ ત્રસ–સ્થાવર પર્યાયથી છૂટી શકે નહીં. આથી ત્રસ પુણ્ય કર્મનો ઉપયોગ નવતત્વ // ૩૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ સંયમ–સ્વાધ્યાય સમતા ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ અને ગુણભોગ કરવામાં આવે તો જ તે કર્મ ખપાવી સદા માટે તેની ગુલામીમાંથી મુક્ત બની અકર્મા–સિધ્ધ બની પૂર્ણ સ્વતંત્ર બની જાય. સિધ્ધના જીવો લોકાંતે રહેલાં છે. સંસારી જીવો ૧૪ રાજલોકમાં સર્વત્ર રહેલા છે. 'નમો સયા સવૅસિધ્ધાણં બોલતાં પાંચમા અનતે પહેલાં તમામ સિધ્ધ ભગવંતોને ઉપયોગમાં લાવી નમસ્કાર કરવાથી મહાન લાભ થાય. - કર્મ ભોગવવા માટે ત્રસ–સ્થાવર બે ભાગ પાડ્યા છે. વધારે પીડા ભોગવવાની હોય તેને સ્થાવર પર્યાય મળે. સ્થાવરને મન નથી પણ આત્મા છે. તેથી દુઃખની અનુભૂતિ અવ્યકત રૂપે થવાની. પૃથ્વીકાય સ્વરૂપ પર્વત વધે છે. અપૂકાય હોય ત્યાં નિગોદ હોય તેથી પાણીના અસંખ્ય અને નિગોદના અનંતા જીવોની વિરાધના થાય માટે આજનું માટલું ત્રીજા દિવસે સુકાય ગયેલું વાપરો તો જ જયણા પળાય. સામાયિક ઓછી થાય તો ચાલે પણ અપકાયાદિની જયણા પાળવી જરૂરી છે. અઈમુત્તામુનિએ સાધુપણામાં અપકાયની વિરાધના કરી, મહાત્માએ સમજાવ્યું તેથી સમજી ગયાં. વિચારમાં ચઢી શ્રેણિ માંડી કેવલજ્ઞાન પામ્યા. તેઉકાયની રક્ષા માટે–ગજસુકુમાલ મુનિ માથે અગ્નિ છે તે સ્થિતિમાં વિચારે છે કે જો હું માથું હલાવું તો અગ્નિકાયના જીવો નીચે પડે અને બીજા જીવોને દઝાડે. મારું છે તે કાંઈ બળતું નથી એમ માનીને કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર રહ્યા. વાયુકાયનું શરીર વધારે કોમળ હોય છે. વધારે વાયુકાયના જીવો જોડે રહેવાનું થાય. વાયુકાયના જીવોથી વધુ શાતા મળે છે. એ.સી. ગમી જાય છે અને અનુમોદના કરીએ તો કર્મસત્તા ૭મી નરકમાં ૩૩ સાગરોપમ સુધી મોકલી આપશે જ્યાં હાઈએસ્ટ એ.સી.ની પ્રાપ્તિ થાય અર્થાત્ એકસરખી શીત પુદ્ગલોની પીડા ભોગવવી પડે. કાયરતાના કારણે એ.સી., પંખાઓ છોડી ન શકો તો પણ પંખામાં સુખની માન્યતા ન લાવવી પરંતુ પીડા છે એમ વિચારવું તો પણ કર્મબંધમાં ફરક પડે છે. જ્યાં ફૂલ પવન આવતો હોય ત્યાં ન બેસીએ અને અનુમોદના ન કરીએ તો કર્મબંધમાં ફરક પડે. વનસ્પતિકાય – પાંદડા-ફૂલ વિ.ને નિષ્કારણ ન અડવું. અનંતકાયન નવતત્ત્વ || ૩૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ વાપરવું. a અપેક્ષાએ ઈજિય વધુ તેમ કર્મબંધ વધે? ત્રસપણું પુણ્ય પ્રકૃતિ છે. તે પુણ્યપ્રકૃતિ પાપકર્મ બાંધવામાં વધુ નિમિત્ત બનશે કારણ કે સુખ મેળવવા દોડશે. મોક્ષ મેળવવા ત્રસપણું જરૂરી છે.ત્રતપણાનો ઉપયોગ મોક્ષની આરાધના માટે કરવાનો છે.વિરતિના સ્વીકારપૂર્વક સંયમ જીવન જીવવાથી મોક્ષની આરાધના થાય. એકેદ્રિય કરતાં વિકલૈદ્રિયને ઈદ્રિય વધુ મળે છે. તેથી એકેન્દ્રિયને જેટલો કર્મબંધ થાય તેનાથી બેઈદ્રિયને ૨૫ ગણો વધુ કર્મબંધ થાય તેના કરતાં તેઈદ્રિયને ૫૦ ગણો અને તેનાથી ચઉરિદ્રિયને ૧૦૦ ગણો કર્મબંધ થાય અને અસંશી પચેદ્રિયને ૧૦૦૦ ગણો કર્મબંધ થશે. સંજ્ઞી પંચેન્દ્રિયને એકેદ્રિય જીવો કરતાં અંતઃ કોડાકોડી સાગરોપમ જેટલો કર્મબંધ સમયે સમયે થયા કરે. વિવેકપૂર્વક વ્યવહાર કરે તો નિર્જરા પણ વધારે કરે. જેને મન નથી તેઓ વધારે પાપ કે પુણ્ય તીવ્ર ભાવે બાંધી ન શકે. ઈદ્રિયો વધે પરંતુ સમકિતની ગેરહાજરીમાં પાપ વધુ થાય. પાપનો અભ્યાસ કરીને આવ્યા છીએ, હવે જો ધ્યાન ન રાખીએ તો ત્રપણું ૨૦૦૦ સાગરોપમ સુધી જ રહે. એમાં પુરુષાર્થ ન થાય તો સ્થાવરમાં જવું પડે ત્યાં અસંખ્ય કે અનંતકાળ પસાર કરવો પડે. કષ્ટો સહન કરવાના, અકામ નિર્જરા કરવાની પછી ફરી ત્રસમાં અવાય. ૪થા અનંત અભવ્યો, પમા અનતે તમામ સિધ્ધના જીવો, ૮મા અનંત તમામ જીવરાશિ રહેલી છે. કષાયથી કર્મ આવ્યા, કર્મથી કાયા આવી – માટે આ ત્રણથી છૂટવાનો સતત ઉપયોગ રહેવો જોઈએ. જિનાજ્ઞા જિન બનવા માટે પાળવાની છે. આત્મા જ્યારે સ્વયંજિન બને ત્યારે એની પરિપૂર્ણતા થાય છે. વ્યવહાર જિનાજ્ઞા નિશ્ચય જિનાજ્ઞા પામવા માટે છે. નવતત્વ // ૩૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ પંચાચાર, સમ્યગ્દર્શનના ૭ બોલ આ બધું વ્યવહાર આજ્ઞા સ્વરૂપ છે. વ્યવહાર એ પ્રવૃત્તિ સ્વરૂપ છે અને નિશ્ચય એ પરિણામ સ્વરૂપ છે. દા.ત. જળ અભિષેક અને સમતાનો પરિણામ. "શાનકળશ ભરી આત્મા, સમતારસ ભરપૂર શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર.' સમતા આવશે ત્યારે જ કર્મ ચકચૂર થશે. પરમાત્માતો નાહી ચૂક્યા છે, અર્થાત્ સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા છે. પરંતુ એમના આલંબને આપણે આપણા સત્તાગત જિનને નવડાવવાનો છે. અર્થાત્ અનાદિથી જે કર્મો આપણા આત્મા પર ચોંટેલા છે તેને ચકચૂર કરવાના છે. એ શ્રુતજ્ઞાનના અભ્યાસથી પ્રગટેલા શુધ્ધોપયોગથી થશે. વ્યવહારથી અપુર્નબંધક આત્મા મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ તથા જ્ઞાનાવરણાદિ કર્મોની ૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે. અપુર્નબંધક આત્મા પાપ તીવ્રભાવે ન કરે, ભવરાગ ન હોય, ઉચિત સ્થિતિ બધે સેવે. અપુર્નબંધક આત્મા તથા સમ્યગુદષ્ટિ આત્માને વ્યવહારથી નિર્જરા કહી છે. નિશ્ચયથી નિર્જરા પાંચમાં ગુણસ્થાનકથી શરૂ થાય. अयमात्वैव संसार : कषायेन्द्रिय निर्जित : । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिण : ॥ | (યોગશાસ્ત્ર) કષાયો અને વિષયોથી જિતાયેલો આત્મા સંસારી છે. કષાયો અને વિષયોને સંપૂર્ણ જિતનારો આત્મા સિધ્ધ છે. સ્થાવરો પોતાની ઈચ્છા મુજબ ગતિ ન કરી શકે. આમ છતાં ઓઘસંજ્ઞાથી એ ગતિ કરતાં દેખાય છે. વેલડી ઝાડ ઉપર ચડે છે, ધન હોય ત્યાં એના મૂળિયા ખેંચાય છે. નવતત્વ || ૩૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ત્રસ જીવો ઈચ્છા મુજબ હલનચલન કરી શકે છે. ૨૦૦૦ સાગરોપમના કાળમાં જો આત્મા મોક્ષમાં ન ગયો તો અવશ્ય સ્થાવર કાયમાં જાય. ત્રસમાં રહેલાને ત્રસનામ કર્મને ખપાવવાનું છે. માત્ર મનુષ્ય જ ત્રસનામ કર્મને પૂર્ણપણે ખપાવી શકે. મનુષ્યભવમાં ફરવાનું બંધ કરી સંયમમય જીવન જીવે તો ત્રસ કર્મ ખપે તો ફરવાનું બંધ થાય. ૧૪ રાજલોક ત્રસ અને સ્થાવર જીવોથી ભરેલો છે. લોકના અગ્રભાગે ૪૫ લાખ યોજન વિસ્તારમાં જ સિધ્ધના જીવો છે. તે શુધ્ધ નિશ્ચય સ્વરૂપે છે. ૧૪ રાજલોકમાં ત્રણ પ્રકારના જીવો રહેલા છે. (૧) લોકમતે સિધ્ધના જીવો–નિશ્ચયરૂપે અને તે સિવાય ૧૪ રાજલોકમાં સ્થાવર જીવો અને ત્રસ નાડીમાં રહેલા ત્રણ જીવો વ્યવહાર સ્વરૂપે રહેલાં છે. જે જે આત્માઓ કાયાવાળા છે. કષાયને આધીન છે તે બધા દુઃખી છે. દુઃખી સંસારી જીવો આઠમા અનંત છે, શુધ્ધ સંપૂર્ણ સુખી જીવો, સિધ્ધના જીવો પાંચમા અનતે છે. સુખી કરતાં દુઃખી આત્માઓ વધારે છે. ત્રસ જીવો ફક્ત ત્રસનાડીમાં હોય. ત્રસ નાડી ૧ રાજલોક પહોળી, ૧૪ રાજલોક ઊંચી છે. સ્થાવર જીવો આખા ૧૪ રાજલોકમાં સર્વત્ર વિસ્તરેલા છે. જે આત્મા પોતાના સ્વભાવમાં ન રહે તેને કર્મનો બંધ થાય. જે આત્મા પ્રમાદ કરે તે સ્વભાવમાં રહેલા ન કહેવાય. તેથી પ્રમાદવાળાને પીડા ભોગવવાની આવે. વધારે પીડા ભોગવવાની હોય તેને સ્થાવર પર્યાય મળે. જે મોક્ષ પ્રગટ કરવા ઈચ્છે તેઓ દયાના આધારે સિધ્ધત્વ પ્રાપ્ત કરે છે. અહીં શાતા = અનુકૂળતા ગમી જાય અને એની તીવ્ર અનુમોદના થાય તો નરક સંબંધી કર્મો બંધાય કે જ્યાં પ્રતિકૂળતા ભોગવવાની છે. જેટલા જીવો નિર્જરાના લક્ષવિના માત્ર શરીરને મહત્ત્વ આપી પ્રતિકૂળ તાઓ ભોગવે છે તેને અનુકૂળ પુદ્ગલોને શાતારૂપે ભોગવવાના સ્થાન એવા દેવલોકની પ્રાપ્તિ થાય છે. નવતત્વ // ૩૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર જીવોનું જ્ઞાન થવાથી અપરિણત આત્માને અકળામણ થાય અને પરિણત આત્મા સાવધાન થઈ જાય. અપરિણત આત્માવિચારે કે ખવાય-પીવાય કઈ રીતે?બધે પાપ જ છે તેથી તે ધર્મથી ગભરાય અને પરિણત આત્મા ધર્મમય બને 0 ત્રસ જીવોના વિચાર કરતાં કોલેજીયન કન્યા સંયમ માર્ગ: એક કોલેજીયન કન્યા જીવવિચાર ભણી-ગામડામાં પરણી – ગેસ ન હતા. છાણામાં ત્રસ જીવો જોયાં. હાથ ધ્રુજવા મંડયો. સાસુ કહે ગભરાવાની જરૂર નથી હજી પણ મન થતું હોય તો પ્રભુનો માર્ગ ખુલ્લો છે. ખુશીથી સિધાવો – કન્યાએ સંયમ લઈ લીધું. કમસેકમ બિનજરૂરી જીવોને ત્રાસ ન આપીએ અને અનુમોદના તો ન જ કરીએ. અનુમોદનાનું પાપ મોટું છે. કદાચ કાયરતાના કારણે પંખાને ન છોડી શકાય તો પણ પંખામાં સુખ નથી પણ પીડા છે. અને પંખાથી મળતી શીતળતા ભોગવવાથી અશાતા વેદનીય કર્મ બંધાય એમ વિચારીએ તો પણ કર્મબંધમાં ફરક પડે. જ્યાં પવન આવતો હોય ત્યાં પણ અનુમોદના ન થાય. વાયુકાયના જીવો આપણા શરીરને અડી જાય તો બિચારાને કેટલી કિલામણા થાય? એમ વિચારવાનું નિશ્ચયથી આત્મા શુધ્ધ ગણાય. પરંતુ આત્માને કર્મનું અનાદિથી સંયોગ સંબંધરૂપ આવરણ છે એટલે કે વ્યવહાર રૂપે છે તો વ્યવહારથી જ કર્મને કાઢવાના છે. શુધ્ધ આત્માનું ધ્યાન કરવાનું છે ચેતનને કર્મનો સંયોગ થયો છે. કર્મ અશુદ્ધ છે. તેથી ચેતન કર્મના કારણે અશુદ્ધ છે માટે કર્મનો ત્યાગ કરવાનો છે. સફેદબલ્બ હોય તો પ્રકાશ સફેદ જ આવે પણ જો લાલ કાગળ વીંટાળે હોય તો લાલ પ્રકાશ આવશે. લાલ આવરણ છે. બલ્બ પ્રકાશ સફેદ હોવા છતાં આવરણના કારણે પ્રકાશ લાલ થઈને બહાર આવે છે. આત્મા સદા માટે શુદ્ધ સ્ફટિકમય છે. કદી અશુદ્ધ બની શકે નહીં. કર્મના આવરણના કારણે જ અશુધ્ધ દેખાય છે તેથી જ શુધ્ધ ચેતન = આત્માનું ધ્યાન કરવાનું છે. એટલે નવતત્વમાં પહેલા શુધ્ધ ચેતનની વાત મૂકી તમામ જીવોનો નવતત્વ || ૩૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ આત્મા એક પ્રકારે બતાવ્યો. કર્મના આવરણના કારણે જીવને સંખ્યાતા (ત્રસ), અસંખ્યાતા (સ્થાવર) અને અનંતા (નિગોદ) સાથે રહેવાનું થાય. સિધ્ધને નમસ્કાર કરતી વખતે ઉપયોગ આવવો જોઈએ કે સમગ્ર જીવસૃષ્ટિ સત્તાએ સિધ્ધ છે. તેમને નમસ્કાર કરું તો આઠમા અનતે (સમગ્ર જીવસૃષ્ટિના) સિધ્ધ પરમાત્માને એક સાથે નમસ્કાર થઈ જશે. ફક્ત સિધ્ધને નમસ્કાર કરી ઉપયોગ મૂકો કે સિધ્ધશીલાની ઉપરે - લોકાંતે રહેલા સિધ્ધોને નમસ્કાર કરું છું તો પાંચમે અનંતે રહેલા સિધ્ધ પરમાત્માને એક સાથે નમસ્કાર થઈ જાય. 1 સ્થાવરકાયના જીવો કેટલાં? આચારાંગની નિયુક્તિમાં કહ્યું છે કે – પૃથ્વીકાયના જીવોને ૧–૧ જુદા જુદા ગોઠવી દઈએ તો અસંખ્ય ૧૪ રાજલોક ભરાય. – પૃથ્વીકાય પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો. જે જીવોને આહારાદિ જેટલી પર્યાપ્તિ હોય તેટલી પૂર્ણ કરે તે પર્યાપ્ત જીવો. જેટલી પર્યાપ્તિ હોય તેટલી પૂર્ણ ન કરે તે અપર્યાપ્ત જીવો. એક પર્યાપ્ત જીવ જોડે અસંખ્યાતા અપર્યાપ્તા જીવો હોય. એકેદ્રિયને ૪ પર્યાપ્તિ અને ૪ પ્રાણ હોય. પર્યાપ્તિ કુલ છ છે. આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એકેઢિયને ૪પર્યાપ્તિ આહાર, શરીર, સ્પર્શનેંદ્રિય, શ્વાસોચ્છવાસ હોય. ૪ પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે તો અપર્યાપ્તજીવ કહેવાય. એક પર્યાપ્ત જીવની વિરાધના સાથે અસખ્યાતા અપર્યાપ્તા જીવોની વિરાધના થાય છે. અઈમુત્તા મુનિએ સાધુપણામાં અપૂકાયની વિરાધના કરી વિચારમાં ચડ્યા કે હું અનાદિથી છું. અનંતા ભવો કરીને આવ્યો છું. અનંતા ભવમાં મારા આત્માને સમ્ય જ્ઞાન ન હોવાથી કેટલાય જીવોની વિરાધના કરી હશે? અત્યારે પરમાત્માનો યોગ છે. સાધુ જીવન છે છતાં આટલી ભૂલ થઈ તો ભૂતકાળમાં નવતત્વ // ૩૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ કેટલી ભૂલો કરી હશે? હું વીતરાગ નહીં બને ત્યાં સુધી છવસ્થાવસ્થામાં ભૂલો કર્યા જ કરીશ. હું બીજાને પીડા આપીશ તો પીડા જ મળશે. આમ અઈમુત્તા મુનિએ ભૂતકાળ અને ભવિષ્યકાળની વિચારણા કરી પીડા પામવા અને આપવાના વિચારથી અટકવાના પરિણામથી શ્રેણિ મંડાણી અને કેવલજ્ઞાન થયું. ૧૪ રાજલોકની અંદર જીવોનું અને અજીવોનું અસ્તિત્વ સ્વીકારવું એ આસ્તિકયનો પાયો છે અર્થાત્ સદર્શનનો પાયો છે. અભવ્યનો આત્મા સમ્યગુદર્શન પણ ન પામી શકે તો મોક્ષની તો વાત જ નથી. હુંઅનાદિકાળથી છું અને અનાદિકાળ સુધી રહેવાનો છું. આપણે રહેવાના ન હોઈએ તો ચિંતા ન કરત પરતુ રહેવાના છીએ તેથી આત્માની ચિંતા કરવાની છે. તમે સ્નાન કરવા બેસો પછી સ્નાન કઈરીતે ચાલે? સ્નાન છૂટી જાય એ રીતે ને? અર્થાત્ સ્નાન કરવાની પછી ફરી કયારેય જરૂર ન પડે એ રીતે. સર્વવિરતિ ન લઈ શકે તો પૌષધ લેવાની જરૂર લાગે. તમે પૌષધ કે સામાયિકમાં રહો તો તે ભાવપૂજા જ છે. તેથી દ્રવ્યપૂજાની જરૂર નથી. તેઉકાય અને વાયુકામાં ગયેલો આત્મા સીધો મનુષ્યગતિમાં ન આવી શકે. તેઉકાય-વાયુકામાંથી નીકળી પૃથ્વીકાય, વિકલૈંદ્રિય વગેરેમાં જાય પછી મનુષ્યભવમાં આવી શકે. જીવો ત્રણ પ્રકારે વેદની વેદના ભોગવવા માટે સંસારી જીવોને કર્મસત્તાએ ત્રણ પ્રકારમાં વહેચી નાખ્યાં. પુરુષવેદ-સ્ત્રીવેદ–નપુંસકવેદ. સમગ્ર સંસારી જીવો ત્રણ પ્રકારની વેદનામાંથી કોઈને કોઈ વેદના ભોગવનારા હોય છે. ત્રણ લિંગ માત્ર વેદની તરતમતાને જણાવનાર છે. આત્મા અવેદી છે. आत्मानं वेत्यविज्ञानि त्रिलिंग संगतंवपु : । सम्यग्वेदी पुनस्तत्त्वं लिंग संगतिवर्जितम् । (યોw૫) નવતત્વ // ૩૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ અવેદી એવો આત્મા કર્મના વિપાક ભોગવવા લિંગ ધારણ કરવા વડે વેદના ભોગવે છે. નપુંસકલિંગ એ સૌથી વધારે વેદના—પીડા ભોગવવારૂપ અવસ્થા છે. નગરદાહ સમાન જલદી ન બુઝાય. સ્ત્રીવેદ તેનાથી ઓછી વેદના, બકરીની લીંડીના અગ્નિ સમાન, બાળો તો બળે. પુરુષવેદ સૌથી અલ્પ વેદના રૂપ તૃણના અગ્નિ સમાન છે, તરત બળે. આથી નપુંસકવેદવાળા જીવો સૌથી વધારે દુઃખી છે. - એકેંદ્રિયથી માંડી અસંશી પંચદ્રિય, સંમૂર્છિમ મનુષ્યો તથા ગર્ભજ મનુષ્યોમાં પણ અમુક જીવો જન્મથી નપુંસક તથા પાછળથી કૃત્રિમરૂપે પણ નપુંસક થાય. તથા ગર્ભજ પંચેન્દ્રિયમાં પણ નપુંસક વેદવાળા જીવો થાય. માત્ર દેવગતિમાં કોઈ જીવ નપુંસક વેદવાળા ન હોય ત્યાં બે જ વેદ હોય. નરકમાં નપુંસકવેદનો જ ઉદય હોય. નપુંસક વેદ બાંધવામાં મુખ્ય કારણ પુદ્ગલ ભોગવૃત્તિની અધિકતા, આસક્તિથી ભોગવવાનો જે ભાવ. તે જ્યારે તીવ્રભાવે પરિણમે ત્યારે પાંચે ઈંદ્રિયના વિષયમાં તૃપ્ત ન થતા શરીરને ભોગવવાની વૃત્તિ ઊભી થાય તેથી વેદ કર્મ બંધાય. અતિ વિષયાસક્તિથી નપુંસક વેદ બંધાય. કાંઈક અલ્પ આસક્તિથી સ્ત્રીવેદ બંધાય, તેનાથી અલ્પ આસક્તિથી પુરુષવેદ બંધાય. વેદનો સંપૂર્ણ ઉદય ૯મા ગુણઠાણે જાય. સાતમે આઠમે ગુણ સ્થાનકે વેદના ઉદયનો નિમિત્તકાળ એક સમયનો આવે ત્યાર પછી ઉપશાંત થાય. તે સિવાયનાને અધિક કાળ પણ વેદનાનો ઉદય આવે. વેદના ઉદયવાળા જીવો પણ વેદના કારણે કરુણાપાત્ર બને છે. માટે અવેદીપણાને પ્રાપ્ત કરવાનો ને વેદના ઉદયને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. છઠ્ઠું સાતમે વેદનાને નિષ્ફળ કરવાના પ્રયત્નમાં હોય. વેદના ઉદયથી ઔદારિક પુદ્ગલ ભોગવવાનો ભાવ થાય છે. અર્થાત્ નવતત્ત્વ // ૩૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઔદારિક વૈક્રિય શરીરને ભોગવવાની અભિલાષા થાય. આત્મા પોતાના ગુણોને ભોગવતો નથી માટે એ પરમાં જાય છે. પર ઘરમાં જે ઘૂસે એ માર ખાય તેમ અહીં પણ આત્મા માર ખાય છે. સાધન મળ્યું છે એનો સદુપયોગ કરવામાં ન આવે તો સાધના નિષ્ફળ જાય. ભવિષ્યમાં અને સાધન ન મળે. કેવલી ભગવંતોએ સાધના કાળમાં ૯મા ગુણઠાણે વેદના ઉદયનો ક્ષય કર્યો. સાધન હોવા છતાં પણ એ આત્મા અવેદી છે. | સામાન્યથી પુરુષને જે વેદની પીડા હોય તેના કરતાં સ્ત્રીને વેદની પીડા આઠ ગણી અને નપુંસકને તેનાથી વધારે પીડા હોય. સિધ્ધના આત્માને કોઈ પ્રકારનો વેદ નથી તેથી વેદના ભોગવે નહીં કારણ લિંગ રહિત થઈ ગયા છે. ગૌતમસ્વામી જેને દીક્ષા આપે છે તે પ્રાયઃ કરીને કેવલજ્ઞાન પામે. પરંતુ દેવશર્માને સ્વસ્ત્રી પ્રત્યે તીવ્ર રાગ હતો તેથી આખનો દુરુપયોગ કર્યો. આખ ગુમાવી ત્યાં જૂ તરીકે ઉત્પન્ન થયો. અર્થાત્ પુરુષપણાનો ત્યાગ કરી નપુંસકપણે તેઈદ્રિય જીવ થયો અર્થાત્ મન, આંખ અને કાન એમ ત્રણેય ઈન્દ્રિયો ગુમાવી. જેમ વેદની વેદના વધારે તેમ આત્મા પદ્રિયથી નીચે ઊતરતો જાય. ભવનપતિથી માંડીને બીજા દેવલોક સુધી જ દેવી હોય. મનુષ્યમાં પણ જે સંમૂર્છાિમ મનુષ્યો છે તે બધા જ નપુંસક છે. તેઓ અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અપર્યાપ્ત અવસ્થામાં જ કાળ કરી જાય. - ગર્ભજ પુરુષથી મનુષ્ય સ્ત્રી ૨૭ ગણી અધિક હોય. ગર્ભજ તિર્યંચ પુરુષથી તિર્યંચ સ્ત્રી ૩ ગણી અધિક હોય. દેવ પુરુષથી સ્ત્રી ૩ર ગુણી અધિક હોય. મનુષ્ય સ્ત્રી – સખ્યાત કોટાકોટી (અઢી દ્વિીપમાં) તિર્યંચ સ્ત્રી – અસંખ્યાત ગુણી (પ્રતિ દ્વીપ – સમુદ્રમાં હોય) દેવ સ્ત્રી – અસંખ્યાત ગુણી (ભવન-વ્યંતર-જ્યોતિષ- સોધર્મઈશાનના દેવલોક સુધી) નવતત્વ || ૪૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ બેચર સ્ત્રી – સૌથી થોડી સ્થલચર સ્ત્રી – સંખ્યાતગુણી જલચર સ્ત્રી – સંખ્યાત ગુણી જીવો ચાર પ્રકારે ચાર ગતિમાં ભ્રમણ કરે તે સંસારી. અરૂપી સાથે અરૂપીનો સંયોગ તે મોક્ષ છે. અરૂપી સાથે રૂપીનો સંયોગ તે સંસાર છે. કર્મને પરાધીન જીવ કષાયને વશ થઈ કાયામાં સ્થિર થઈ કાયાને લઈને આત્મરમણતા છોડી ભવભ્રમણરૂપ ચાર ગતિરૂપ વિભાવ દશામાં ભટકે છે. આત્મા પરિભ્રમણ કરવાના સ્વભાવવાળો નથી, આત્મા પર સાથે રહી, પરને પોતાનું માની લે તેથી ભેદરેખા દેખાય નહીં તેથી પોતાને છોડી ભ્રમણ કરે છે. જ્યાં સુધી આત્માના સ્વરૂપને જાણવામાં ન આવે ત્યાં સુધી સંસારમાં ભમવું પડે. પર સંયોગી જ્યાં લગે આત્મા, ત્યાં સુધી સસારી કહેવાય.' પરનો સંયોગ થવાથી પોતાના આત્માને ભૂલ્યા. અરૂપી એવા આત્માને રૂપી એવા કર્મનો સંયોગ થયો. પોતાના આત્માનું સ્મરણ કરવું સહેલું નથી. આપણે રૂપને ઠીકઠાક- સારું કરવા માટે જીવી રહ્યા છીએ. ભલે ધર્મની આરાધના કરીએ. પરમાત્માની પૂજા કરવા જાય ત્યાં પણ કેંદ્રમાં શરીર જ હોય ને? વાસ્તવમાં આત્માને યાદ કરી પૂજા કરવાની છે. જ્યાં સુધી નિજ સ્વરૂપ ન જાણે ત્યાં સુધી જીવ સંસારમાં ભમશે. "નિજ સ્વરૂપ જાણ્યા વિના જીવ ભમે ભવ સંસાર, જબ નિજ સ્વરૂપ પીછાણીએ તબ લહીએ ભવનો પાર." (શ્રીમદ્દ) નવતત્ત્વ આત્માનું શુધ્ધ, અશુધ્ધ સ્વરૂપ બતાવે. માત્ર જ્ઞાન આવે તો સમ્યગદર્શન થાય એવો નિયમ નહીં. પરંતુ આત્માનો શુધ્ધ સ્વરૂપે રુચિપૂર્વક સ્વીકાર કરી બીજાનો અર્થાત્ અશુધ્ધ સ્વરૂપનો હેય રૂપે સ્વીકાર થાય તો, આ નવતત્ત્વ || ૪૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ પૂરાયેલા દેહમાંથી નીકળવાનું મન થાય ત્યારે સમ્યગ્ દર્શન થાય. નવતત્ત્વ ભેદજ્ઞાન કરવા માટે જ ભણવાનું છે. મારા આત્માની અંદર મારે રમવું છે. આ નિર્ણય કરીને રહેવું છે. જગતની ચિંતા છોડીને પોતાની ચિંતા કરીને પોતાનામાં આત્મરમણતા કરવી મોહને તોડવાનો ઉપાય તત્ત્વના બોધ વિના નથી. કાયાની માયા—મમતાનો જ્યાં સુધી સંપૂર્ણ સંબંધ છોડે નહીં ત્યાં સુધી કાયા લઈ કાયા માટે દ્રવ્ય—ભાવ દિશામાં ભટકવાનું ઊભું રહેશે. ૧૮ દ્રવ્ય દિશા મેરુપર્વત લોકની મધ્યમાં છે. ત્યાંથી બધી દિશાની ગણતરી કરવાની છે. ૧૮ દ્રવ્યદિશા : પૂર્વાદિ ૪ મૂળ + વાયવ્યાદિ ૪ વિદિશા + ૮ આંતરાની દિશા + ઉર્ધ્વ + અધો - ww - — ૧૮ ભાવ દિશા ૧૮ ભાવદિશા : મનુષ્યભવ આદિમાં ભટકવું તે ભાવદિશા છે. ૪ મનુષ્યની દિશા : કર્મભૂમિ, અકર્મભૂમિ, ૫૬ અંતર્દીપ, સંમૂર્છિમ. ૪ તિર્યંચની દિશા : બેઈંદ્રિય, તેઈંદ્રિય, ચઉરિદ્રિય, પંચેંદ્રિય ૪ એકેંદ્રિયની દિશા : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય ૪ વનસ્પતિકાયની દિશા : મૂળ, અગ્રબીજ, સ્કંધ અને પર્વબીજ. ૨ દિશા : ઉર્ધ્વ દેવગતિ અને અધો નરકગતિરૂપ દિશા આચારાંગ શાસ્ત્રમાં વીરપ્રભુ જણાવે છે કે જીવનો મોટા ભાગના જીવોને હું કઈ દિશામાંથી આવ્યો છું તેનું જ્ઞાન હોતું નથી. શુધ્ધ એવા સિધ્ધનો આત્મા પરિભ્રમણ કરતો નથી. અશુધ્ધ એવો કર્મ સહિત આત્મા જ ૧૮ દ્રવ્ય દિશા અને ૧૮ ભાવદિશામાં કર્મ–કાયા અને કષાયને વશ બની રખડપટ્ટી કરે છે. કેવલીના આત્માઓ મોહથી સંપૂર્ણ રહિત હોય તેમને મનનો ઉપયોગ ન હોય, તેથી પરિભ્રમણ ન કરે. જ્ઞાનમાં જેવું લાગે તેવું કરે. મનના ઉપયોગથી નવતત્ત્વ // ૪૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ રહિત સહજ ઉપયોગ હોવાથી ભાવાતીત હોય. પરંતુ શરીર હોવાથી છદ્મસ્થ જે ગોચરી લાવે તે વાપરી લે. ઈચ્છા કે ફરમાઈશ ન હોય. બધા જ આત્મા સત્તાથી સિધ્ધ છે. સિધ્ધના આત્મા સિધ્ધ બની ગયા છે. બાકીના આત્માઓ કર્મના આવરણના કારણે સિધ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકયા નથી. અભવ્યના આત્મામાં સિધ્ધપણું સત્તામાં છે પરંતુ તેની ઉપરના આવરણો દૂર કરી સિધ્ધપણું પ્રગટાવવાની યોગ્યતા નથી. ભવ્ય આત્માઓ પોતાની સાધનાથી સિધ્ધપણું પ્રગટ કરી ભાગ્યશાળી બની શકે. તે માટે પોતાના આત્માને તથા જગતના તમામ જીવોને સિધ્ધ સ્વરૂપે સ્વીકારવા, જોવાના તથા તે જ પ્રમાણે વર્તાવ કરવો પડે. ચાર ગતિમાંથી દેવ, તિર્યંચ અને નારક ગતિમાં આત્મા પોતાના સ્વભાવને પૂર્ણ ભોગવી શકતો નથી માટે દુઃખરૂપ છે. મનુષ્યગતિમાં આત્મા પ્રયત્ન વિશેષથી કેવલજ્ઞાન પ્રગટ કરી ચાર ઘાતીકર્મના ક્ષયે સુખી થઈ શકે છે. પરિપૂર્ણ સુખ સિધ્ધ પરમાત્મા સિવાય કોઈને નથી. કર્મ–કાયા અને કષાયથી વિરામ પામવાની ભાવનાવાળો જીવ શુભગતિને પામે છે. તે ત્રણથી વિરામ પામવાના પ્રયત્નવાળો સદ્ગતિને પામે છે. જ્યારે પરિપૂર્ણ વિરામ પામવાના પુરુષાર્થની સિધ્ધિ પામનાર જીવ સિધ્ધિગતિને પામે છે. જીવતત્ત્વને જાણીને આત્માને સતત જણાવવાનું હતું તેના બદલે જગતને જાણીને જણાવવામાં રહ્યાં અને આત્માને જ ભૂલી ગયા. શેય—હેય–ઉપાદેય પદાર્થોનો સર્વજ્ઞદષ્ટિ પ્રમાણે મારા આત્મા માટે ઉપયોગ કરવાની જિનાજ્ઞા છે. ચારગતિ આત્માને દુઃખ ભોગવવા માટેની છે. માત્ર પંચમગતિ આત્માને એકાંતે સુખ આપનારી છે. બીજાના દુઃખમાં પણ નિમિત્ત ન બને. માટે હવે એક જ નિર્ણય હોવો જોઈએ કે મારે હવે ભવ જોઈએ જ નહીં. હવે ભવમાં ભમવું નથી. માત્ર આત્મામાં જ રમવું છે. આ નિર્ણય થશે ત્યારે ભવની પરંપરાના સર્જનનો અંત આવશે. સ્વભાવમય જેટલો થાય તેટલો નવતત્ત્વ/ ૪૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ભવ કપાય. જ્યાં સુધી સિધ્ધાવસ્થા ન મળે ત્યાં સુધી જીવને દ્રવ્ય—ક્ષેત્ર—કાળ ભાવની અસર હોય છે. જીવો પાંચ પ્રકારે જીવો પાંચ પ્રકારે છે. પાંચ પ્રકાર પીડા ભોગવવા માટેના છે. પણ પાંચમા પ્રકારમાં જે સંશીપણામાં મનુષ્યભવ પામી પરમ પુરુષાર્થ કરે તે પીડાથી મુક્ત થાય. ત્રસ જીવો ઈચ્છા મુજબ હલનચલન કરી શકે છે. આ પુણ્યપ્રકૃતિ આત્માને પાપકર્મ બાંધવામાં વધુ નિમિત્ત બનશે. કારણ સુખ મેળવવા દોડશે. મોક્ષ મેળવવા ત્રસપણું જરૂરી છે. ત્રસપણાનો ઉપયોગ મોક્ષની આરાધના માટે કરવાનો છે. આત્મા કેવલજ્ઞાનના પ્રકાશવાળો છે છતાં આવરણના કારણે તેના પાંચ પ્રકાર છે. જેમ જેમ જ્ઞાન ચેતના ખૂલે તેમ તેમ એકેંદ્રિય, બેઈંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેંદ્રિયપણાની પ્રાપ્તિ થાય. ઈંદ્રિય વધે તેમ જ્ઞાન વધે પણ સમ્યક્ત્વની હાજરી ન હોય તો કર્મબંધ વધે. ઈંદ્રિયોના કારણે જીવના પાંચ પ્રકાર પડ્યા છે. જેટલી ઈંદ્રિયો વધારે તેટલી જ્ઞાન ચેતના વધારે. સૌથી ઓછી ચેતના અંકેદ્રિયને છે. તેઓ પ્રાયઃમૂર્છિત અવસ્થામાં જીવતાં હોય છે. બેઈદ્રિયાદિનો જેમ ઈંદ્રિયોની બોધ વધે તેમ વિષયો ભોગવવાની મેળવવાની વૃત્તિ વધતી જાય. દુઃખ અનિચ્છાએ સહન કરવામાં અકામ નિર્જરા પણ વધે તેથી અસંજ્ઞી પંચેદ્રિય જીવ અકામ નિર્જરાથી દેવલોક સુધી પણ જઈ શકે. એકેંદ્રિય જીવથી ચઉરિંદ્રિય જીવો દેવલોકમાં કે નરકમાં પણ જઈ શકતા નથી તેથી જ સંજ્ઞી પંચદ્રિય જીવ મિથ્યાત્વ કષાયની હાજરીમાં રૌદ્રધ્યાનથી ૭મી નરક સુધી જઈ શકે અને સમ્યક્ત્વાદિ ગુણની હાજરી વડે અનુત્તર વિમાન સુધી જઈ શકે. સમક્તિ આદિ ગુણ પરિણામ જ્ઞાનની સાથે વધે તો નિર્જરા પણ વધે. પુણ્યના ઉદયમાં વૈરાગ્ય, વિરક્તિ અને વીતરાગતાનો વિકાસ હોવા છતાં આત્માની સ્વતંત્રતામાં તે પુણ્ય બંધનરૂપે બને છે. અનુત્તર વિમાનવાસી નવતત્ત્વ // ૪૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ દેવો પ્રાયઃ વીતરાગ જેવા કહ્યાં છે. આત્મા પોતાનું જ્ઞાન ઇન્દ્રિયો વિના પણ અનુભવી શકવાને સમર્થ હોવા છતાં કર્મના કારણે ઈદ્રિયો વડે પરાધીન બને છે. માત્ર પ્રથમ સંઘયણવાળો સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યનો જીવ જ ઈદ્રિયની સહાય લઈ વિષયોથી પર થઈ અને મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળતા વડે જ પૂર્ણતા = કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ઈદ્રિયાતીત થઈ શકે છે. અર્થાત્ ઈદ્રિયોની ગુલામીમાંથી = ઈદ્રિયોના કર્મકૃત ભેદોમાંથી સદા માટે નિવૃત્ત થઈ શકે છે. જીવોના પ્રકાર પ૩ ભેદરૂપે રહેલા જીવોને પ્રકારમાં સમાવ્યાં. પાંચ સ્થાવર કાય અને ૧ ત્રસકાય. પાંચ સ્થાવરમાં માત્ર એકેદ્રિય અને ત્રસકાયમાં બેઈદ્રિયથી માંડી પચેદ્રિય જીવો આવે. જો કર્મ છોડવા હોય તો છએ કાયમાં રહેલા જીવોમાં સત્તાથી સિધ્ધત્વ સ્વીકારવું પડે. ભૂલી જઈએ તો કર્મ બંધાય. એ ન આવે ત્યાં સુધી મૈત્રી આદિ જ ભાવના ભાવવી જોઈએ. મૈત્રી આદિ ચાર ભાવના ભાવીએ તો જ વ્યવહારથી ધર્મ કહેવાય, નહિતર વ્યવહારથી પણ ધર્મ નહીં. તમામ જીવો સિધ્ધના જીવો છે એવો નિર્ણય ન થાય ત્યાં સુધી ચાર ભાવના આવે નહીં. ચાર ભાવના સમ્યકત્વના પરિપાકરૂપે આત્મા નિશ્ચયથી સમ્યકત્વ સ્વરૂપ છે. સમ્યક્ત્વબહારથી લાવવાનું નથી. મિથ્યાત્વના આવરણથી તે દબાયેલું છે તેને જ પ્રગટ કરવાનું છે. સર્વજ્ઞની દૃષ્ટિએ જોય તરીકે જીવને જોવા. તે મુજબ જીવોનું અસ્તિત્વ આવા સ્વરૂપે આવા સ્થાને છે તે સ્વીકાર કરવો જોઈએ. પરંતુ જગતના જીવો આખેથી દેખાય એટલું જ માને, બાકીનું ન માને. અન્ય દર્શનકારો જીવને જીવ તરીકે માને પણ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા તમામ જીવોને જીવ તરીકે માનતા નથી. અન્ય દર્શનકારો આ મિથ્યાત્વના કારણે આગળ પૂર્ણતા સુધી વધી શકતા નથી. નવતત્વ || ૪૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ 0 કેશીગણધરના શિષ્ય ગૌતમબુદ્ધના પતનનું કારણ રસગારવ. ગૌતમબુધ્ધનો જન્મ પરમાત્માના જન્મ પહેલા દસ વર્ષ પહેલા થયેલો છે. પરમાત્માની જેમ ચૈત્ર સુદ ૧૩ના તેઓ જન્મ્યા છે. ગૌતમ બુદ્ધ કેશી ગણધરના શિષ્ય બન્યા. બિહારમાં પાંચ પહાડો છે. ત્યાં ગુફામાં તેઓ રહેતા. એક વાર તેઓ નદી પાસેથી પસાર થઈ રહ્યા હતા. નદીના કાંઠે માછલીઓ પડેલી હતી. તેથી કેશી ગણધરને વિનંતી કરી કે આ મરેલી છે તો તેને ખાવામાં વાંધો નહીં. મિથ્યાત્વનો ઉદય થયો. કેશી ગણધર કહે કે મરેલી નહીં પણ રાંધેલી પણ ન ખવાય. કારણ કે તેમાં જીવોત્પત્તિ થતી જ હોય છે. રસગારવના કારણે ગૌતમબુધ્ધ જુદા થયા અને ચીન બાજુ જઈ સાધના કરી. બૌદ્ધ ધર્મની સ્થાપના કરી મરેલા પ્રાણીને ખાવામાં વાંધો નહીં એવું બૌદ્ધ ધર્મમાં નક્કી થયું. પરમાત્માની આજ્ઞા છે કે સચિત્ત ન વાપરવું. વાપર્યા વિના સંયમ–સ્વાધ્યાય-સમાધિન ટકે તો અચિત્ત જ વાપરવું. આરંભ–સમારંભ કર્યા વિના સહજ રીતે જે અચિત્ત મળતું હોય તેવું જ અચિત્ત વાપરવું. દા.ત. ખજૂર, સીંગદાણા, દાળિયા, ગોળ-ઘી, પાકું કેળું... તે શક્ય ન હોય તો પરિણામ સાધવા સચિત વસ્તુ અચિત્ત કરીને વાપરવી. મિથ્યાત્વનો કેવો પ્રભાવ કે ગૌતમબુધ્ધ વીર પ્રભુને સર્વજ્ઞ તરીકે સ્વીકારવા છતાં સર્વજ્ઞનું વચન સ્વીકારતા નથી. ચારેય ગતિમાં રહેલા જીવો આત્મામાં રહેલા સુખને છોડી ઈદ્રિયથી મળતા કાયાના સુખ માટે પરિભ્રમણ કરે છે. આત્માનું સુખ જ જોઈએ છે અને શરીરનું સુખ નથી જોઈતું એવો નિર્ણય થાય તો ચાર ગતિની રખડપટ્ટી બંધ થાય. અથવા ૨–૩ ભવમાં છૂટકારો થાય. સંસારની રખડપટ્ટી બંધ કરવા માટે સાધુપણું બતાવેલું છે. કર્મે આપેલું સુખ નથી જોઈતું. પુણ્યના ઉદયે મળે તો પણ ભોગવવું નથી. આવો નિર્ણય કરી કણે આવે તેને હોંશથી ભોગવી લેવા છે. નવતત્વ || ૪૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ કાયાના અને ઈંદ્રિયના સંયોગના કારણે આત્મા પોતાનો સ્વભાવ ભૂલ્યો છે. જેમ જેમ કર્મનો સંયોગ વધારે વધતો જાય તેમ તેમ જ્ઞાનદશા કરતાં અજ્ઞાન દશા વધતી જાય છે. આપણો આત્મા કઈ કઈ દશા ભોગવીને આવ્યો છે તેનો નિર્ણય કરવાનો છે. માટે જગતના જીવોના ભેદાદિ જાણવાના છે. ગાથાક એગિદિય સુહુમિયરા, સનિયર પલ્રિક્રિયા ય સ બિતિ ચઉં । અપજ્જત્તા ૫જ્જત્તા, ક્રમેણ ચઉદસ જિય–ઠ્ઠાણા ॥૪॥ અર્થ : સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય, સંશી અને અસંશી પંચેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (આમ કુલ ૭) અપર્યાપ્તા અને પર્યાપ્તા થઈ કુલ ચૌદ જીવ સ્થાનક છે. n જીવોના ૧૪ પ્રકાર (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ એકેંદ્રિય (૩) અપર્યાપ્ત બાદર એકેંદ્રિય (૫) અપર્યાપ્ત બેઈદ્રિય (૭) અપર્યાપ્ત તેઈદ્રિય (૯) અપર્યાપ્ત ચઉરિંદ્રિય (૧૧) અપર્યાપ્ત અસંજ્ઞી પંચેંદ્રિય (૧૩) અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય . (2) પર્યાપ્ત સૂક્ષ્મ એકેંદ્રિય (૪) પર્યાપ્ત બાદર એકેંદ્રિય (૬) પર્યાપ્ત બેઈદ્રિય (c) પર્યાપ્ત તેઈદ્રિય (૧૦) પર્યાપ્ત ચરિંદ્રિય (૧૨) (૧૪) પર્યાપ્ત અસંશી પંચદ્રિય પર્યાપ્ત સંશી પંચેંદ્રિય જીવોને વિવિધ પ્રકારે જાણવાનો હેતુ શો ? સમ્યગ્ જ્ઞાનના હેતુભૂત સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ. जीवादि श्रध्धानं सम्यक्त्वं जिनवरैः निर्दिष्टम् । व्यवहारात् निश्वयतः आत्मा भवति सम्क्त्वम् ॥ (ઈસણરત્ન પ્રકરણ) નવતત્ત્વ // ૪૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવાદિ તત્ત્વોની શ્રધ્ધા કરવી તે સમ્યક્ત્વ છે. સર્વજ્ઞ પ્રભુએ કેવલજ્ઞાનમાં જે જીવોનું સ્વરૂપ જોઈને કહ્યું તે જીવોની જીવ તરીકે શ્રધ્ધા કરવી તે દુષ્કર છે. જે જીવો ત્રસ સ્વરૂપે હલનચલનાદિ ક્રિયા કરતા હોય તેમાં હજી શ્રધ્ધા થાય પણ જે જીવો તેની હલનચલનાદિ ક્રિયા કરતા દેખાતા નથી અને અતિ સૂક્ષ્મ છે, ઈદ્રિયોનો પણ વિષય બનતા નથી તેમાં શ્રધ્ધા થવી અતિ દુષ્કર છે. આથી અહીં જીવોના ૧૪ પ્રકાર બતાવતાં પ્રથમ એકેદ્રિયના બે ભેદ બતાવે છે. સૂક્ષ્મ અને બાદર જીવો સૂક્ષ્મ પણ નથી અને બાદર પણ નથી. જીવો અરૂપી છે પણ રૂપી પુગલ એવા કર્મ દ્રવ્યના સંયોગ સંબંધના કારણે તે રૂપી બન્યો છે. જીવ જ્યારે કર્મના ગાઢ આવરણથી ગ્રસિત-પરિગૃહીત થાય છે ત્યારે તેમાં ચેતનાદિ ગુણ અધિક દબાવાના કારણે જીવને અત્યાધિક અવ્યક્ત- વ્યક્ત પીડા ઉદય પામે છે. અધિકમાં અધિક પીડા ભોગવવાનું સ્થાન સૂક્ષ્મ નિગોદ છે. जं नरए नेरइया दुहाई पावंति घोरणंताई । तत्तो अनंतगुणियं निगोअमज्ज्ञे दुहं होई ॥ | (વૈરાગ્ય શતક) ૭મી નરકના આત્મા ૩૩ સાગરોપમના આયુષ્યમાં ૫ ક્રોડ, ૮ લાખ, ૯૯ હજાર, ૫૮૪ રોગોની પીડાને અનુભવે છે. તથા બીજા નારકો વડે વીંછી વિ. વિદુર્વા એક બીજા પર ફેંકવા સંબંધી વેદના વગેરે જે દુઃખ અનુભવે છે તે અલગ. "કાલ અનત નિગોદ ધામમાં, પુદ્ગલ સંગ રહિઓ, દુ:ખ અનંત નરકાદિકથી, તું અધિક બહુવિધ સહિઓ." (પુગલ ગીતા) ૭મી નરકમાં મનુષ્ય અને માછલાં જ જાય. સ્ત્રી ઠ્ઠી નરક સુધી જઈ શકે. ૩૩ સાગરોપમના કેટલા સમયો તે તમામ સમયોનો જે સરવાળો થાય એટલા ભવોનું જે દુઃખ તેનાથી અનંતગણું દુઃખ નિગોદનો એક જીવ ભોગવી રહ્યો છે. સૌથી અધિક વ્યક્ત દુઃખ ભોગવવાનું સ્થાન ૭મી નરકમાં મનવાળાને હોય. અવ્યક્ત દુઃખ સૌથી અધિક મન વિનાના સૂક્ષ્મ તથા બાદર જીવ તરીકે નવતત્વ ||૪૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ નિગોદના જીવને તથા ૪ સૂક્ષ્મ (પૃથ્વી, અપુ, તેલ, વાયુ) ને હોય છે. चउद्दसपुव्वी आहारगा य मणनाणी वीयरागाय हुंति पमाय परवसा तयणंतरमेव चउगइआ। મન:પર્યવજ્ઞાની તેમ જ ચૌદ પૂર્વીઓ પણ પ્રમાદવશ નિગોદમાં જાય છે. અને અનંતકાળ નિગોદમાં રહે છે. નિગોદમાં દુઃખ કેટલું છે? ૭મી નરકના ૩૩ સાગરોપમ આયુષ્યના સર્વસમય પ્રમાણ અસંખ્યાતા ભવ ૭મી નરકમાં ઉત્પન્ન થાય, તે જીવોને જે છેદન ભેદનાદિ દુઃખ થાય છે તે સર્વ દુઃખથી અનંતગણું દુઃખ નિગોદના જીવને હોય છે. અથવા મનુષ્યની ૩ ક્રોડ રોમરાજીમાં દેવ ૩ ક્રોડ સોય તપાવી એક સાથે ચાપે તેનાથી અનંતગણી વેદના નિગોદના જીવને હોય. તેના દુઃખનું કારણ: ઈદ્રિયોને અગોચર એવા સૂક્ષમ નિગોદના સૂક્ષમ સ્થાવરનામ કર્મના ઉદયે સૂકમ શરીરમાં અસંખ્ય પ્રદેશવાળો જીવ (આત્મા) સંકોચાય છે. તેના એક એક પ્રદેશ પર અનંતાનંત કાર્મણ વર્ગણાના થરના થર જામેલાં છે તેથી ચેતનાદિ ગુણશક્તિ અત્યંત દબાઈને રહેલી છે. તેથી જીવમાં અત્યંત મૂંઝવણ રૂપ તીવ્ર વેદના થાય. વળી અનંતજીવો સાથે એક શરીરમાં પૂરાઈને રહેવું પડે તેથી ઘર્ષણની મહાદના રૂપ દુઃખ અનુભવાય છે અને જીવો સાથે પરસ્પર અવ્યક્ત દેષ કરવારૂપ તીવ્ર સંકલેશ = દુઃખ અનુભવે છે. આત્માની શક્તિ અચિંત્ય છે. સંપૂર્ણ ૧૪ રાજલોકમાં એક જીવ પોતાના અસંખ્ય આત્મપ્રદેશોને ફેલાવી શકે છે, તે જ કર્મને પરાધીન બનેલો જીવ સમગ્ર ૧૪ રાજલોકમાં અસંખ્યાત આકાશપ્રદેશોમાં ઠાંસી ઠાંસીને ભરાયેલા સૂક્ષ્મ જીવરૂપે ઉત્પન્ન થઈને નિરંતર પરસ્પર સંઘર્ષની પીડાને ભોગવે છે અને એક શ્વાસોચ્છવાસ પ્રમાણ કાળમાં સતત ૧ળા ભવો કરી, જન્મમરણના દુઃખોને ભોગવી દીર્ઘકાળ સુધી આ અવસ્થામાં રહે છે. નવતત્વ //૪૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ जन्म जरामरणमाघैः पीडितमालोक्य विश्वमनगारा । निःसगत्वं कृत्वा ध्यानार्थे भावना जग्मुः॥ (આચારાંગ) સર્વ સંસારી જીવોને પીડાથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય 'અણગાર' થવું. પરમાત્માએ પૂર્વે સર્વજ્ઞના વચન ઉપર શ્રધ્ધા કરી તે સર્વ જીવોને તે પીડામય અવસ્થાથી મુક્ત કરવાના મનોરથની ભાવના રૂપે 'સવિ જીવ કરું શાસનરસી'ની ભાવના ભાવી. તે ભાવનાને સફળ કરવા માટે સર્વ જીવોને અભયદાન આપવા રૂપ સંયમ ધર્મ સ્વીકારી, શ્રધ્ધા સંવેગપૂર્વક દઢતાથી પાલન કરી તેના ફળ સ્વરૂપે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, સર્વજ્ઞભાવ પ્રગટ કર્યો. તે સર્વજ્ઞભાવમાં હવે સાક્ષાત્ સૌથી વધારે દીર્ઘકાળ સુધી ઘોરાતિઘોર જન્મ-મરણાદિ વેદનાથી પીડિત લોકને જોઈ તે પીડામાંથી સર્વથા મુક્ત થવાનો ઉપાય કહ્યો. અણગાર ધર્મને સ્વીકારી, નિઃસંગતાની સાધના કરવા વડે સર્વથા નિઃસંગતારૂપ સિધ્ધતાને સાધી. આગાર = ઘર. ભવ–જન્મરૂપી ઘરનો ત્યાગ કરી, અર્થાત્ હવે સ્વયં જન્મ ધારણ કરવો પડે નહીં અને કોઈને જન્મ આપવો નહીં. એક ઘર સ્વરૂપ કાયા આવી એટલે એને સાચવવા બીજું ઇંટ ચૂનાવાળું ઘર આવ્યું. કોઇને જન્મ ન આપવા રૂપ ક્ષમાપ્રધાન- સાધુપણારૂપ નિઃસંગતારૂપ ધર્મની સાધના કરી સિધ્ધતા પામ્યા. સૂક્ષ્મ જીવોની શ્રધ્ધા કરવી દુર્લભ જો સૂક્ષ્મ જીવલોકરૂપ નિગોદ જીવોની શ્રધ્ધા થઈ જાય તો દુર્લભ મનુષ્યભવની કિંમત સમજાય. સમગ્ર ૧૪ રાજલોક સૂક્ષ્મ નિગોદના અસંખ્ય ગોળાથી વ્યાપ્ત છે. એક અંગૂલના અસંખ્યાતમા ભાગમાં આકાશપ્રદેશમાં એકનિગોદ અવગાહેલ છે, તેટલી જ અવગાહનામાં બીજી અસંખ્યાતી નિગોદો અવગાહેલી છે. એક એક નિગોદની અવગાહનાવાળા આકાશપ્રદેશથી અન્ય ગોળાની ઉત્પતિ થાય છે. આમ કુલ અસંખ્યાતા ગોળા અને એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદ એક નિગોદમાં જીવોની સંખ્યા ૮મા અનંતની છે. તેમાંથી આપણો આત્મા આ નવતત્ત્વ || ૫૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવ સુધી પ્રગતિ કરીને આવ્યો છે. ભૂલ કરીને પાછો પણ તે સ્થાનમાં જઈ શકે છે. સૂક્ષ્મજીવો પર અપૂર્વ શ્રધ્ધા વિના કરુણાનો વિષય ન બને. આમ એકેન્દ્રિય જીવોના મુખ્ય બે ભેદ. સૂક્ષ્મ તથા બાદર તથા બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય એના ત્રણ અને પચેદ્રિયના સંશી અને અસંશી મળીને ૨ કુલ ૭ ભેદ થાય. તે ૭ના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કુલ ૧૪ ભેદ થાય. એક સૂક્ષ્મ જીવ અપર્યાપ્ત હોય તેની નિશ્રાએ બીજા અનંતા જીવો પર્યાપ્ત હોય. જ્યારે બાદરમાં એક પર્યાપ્તનિગોદના જીવની નિશ્રાએ બીજા અનંતા અપર્યાપ્ત જીવો હોય. જ્યારે બાકીના ચાર (પૃથ્વી આદિમાં) એક બાદર પર્યાપ્તની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્તા અને સૂક્ષ્મ અપર્યાપ્તાની નિશ્રાએ બીજા અસંખ્યાતા પર્યાપ્તા હોય છે. આ સૂક્ષ્મ ગહન જીવવિજ્ઞાન સર્વજ્ઞ સિવાય કોણ બતાવી શકે? અને કોણ તેની શ્રધ્ધા પણ કરી શકે? એક પણ જીવદ્રવ્ય પ્રત્યેની શ્રધ્ધાના અભાવમાં સમ્ય દર્શન શુધ્ધ ન થાય, તેના વિના આત્માના કોઈપણ ગુણનો વિકાસ ન થાય. સમપરિણામ–વીતરાગભાવ–સર્વજ્ઞભાવસિદ્ધત્વ ક્રમશઃ પછી જ પ્રગટ થાય. a જીવ વિષે અને સર્વશ વિષે અન્ય દર્શનકારોનો મત - વૈશેષિક દર્શનઃ સર્વ પરથતુ વા મા વા તત્ત્વનિષ્ઠ તુ પતુ! कीट सङ्ख्या परिज्ञानं तस्य न: क्वोपयुज्यते ॥ ઈશ્વર બધા પદાર્થોને જાણે કે ન જાણે ઈષ્ટ પદાર્થને જાણે એટલું બસ છે. જો ઈશ્વર કીડાની સંખ્યા ગણવા બેસે તો શું કામનો ? | સર્વ નાનાતિ તિ સર્વજ્ઞ : સર્વજ્ઞની આ વ્યાખ્યાને બદલે સર્વ જાણે કે ન જાણે, ઈષ્ટ માત્ર જાણે, આ તેમની વ્યાખ્યા ખોટી છે. - બૌદ્ધદર્શન – આનંદાદિ પોતાના શિષ્યને કહે છે – 'વીર પ્રભુ સર્વજ્ઞ છે. હમણા અહીં હું શું કરું? શું બોલું છું? શું વિચારું છું? તે સર્વ તેઓ જાણે છે. પણ અધ્યાત્મ જગતમાં કીડાની સંખ્યાનું જ્ઞાન શું કામનું?" આમ વીર પ્રભુને સર્વજ્ઞ નવતત્વ // ૫૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ તરીકે સ્વીકારવા છતાં જીવવિજ્ઞાન - જીવ સંખ્યાનું જ્ઞાન તેઓ સ્વીકારતા નથી. તેને નિરુપયોગી માની અવગણના કરવા વડે મિથ્યાત્વને ભજે છે. તેથી તેમનો સ્થાપેલો ધર્મ એકાંતથી યુક્ત હોવાથી તે મિથ્યાદર્શન કહેવાય છે. સામાન્ય સ્વરૂપથી અને વિશેષ ગુણ સ્વરૂપથી સર્વ જીવો એક પ્રકારના હોવાથી સર્વ જીવોને સમાન સ્વરૂપવાળા જોવાથી સમદષ્ટિ પ્રગટ થાય. પણ તે જ જીવો કર્મને આધીન થવા વડે, કર્મકૃત તેમની થયેલી વિવિધ વિપરીત સ્વભાવાદિવિષમતા જોઈ આપણને તેમના પ્રત્યે વિષમભાવ–રાગ-દ્વેષાદિ ભાવો પ્રગટ થાય, જે આપણા સામાયિક (સમભાવ)ને ખંડિત કરે. આથી દરેક જીવોમાં નિશ્ચયથી તેની શુધ્ધ સિધ્ધ સમાન સ્વરૂપ અવસ્થા પર સમદષ્ટિ રાખી અને કર્મકૃત અવસ્થા પર કરુણાદષ્ટિ રાખી ઔચિત્ય વ્યવહાર કરવા વડે આપણે સામાયિક ભાવની રક્ષા–વૃધ્ધિ, શુધ્ધિ કરવી જોઈએ. આથી કર્મક્ષય કરવા સર્વ જીવરાશિનું જ્ઞાન જરૂરી છે. "સર્વ જતુ હિતકરણી કરૂણા, કર્મ વિદારણે તીક્ષણહૈ.' (પૂ. આનંદઘનજી) ૧૪ રાજલોકમાં અસંખ્યાત નિગોદના ગોળા ભરેલા છે. તેમાંથી એક જ ગોળો લેવાનો, વ્યવહાર રાશિમાં જે સંખ્યા અત્યાર સુધીમાં બહાર આવી તેમાં અનંતોકાળ પસાર થયો. તે વ્યવહાર રાશિમાં આવેલ સંખ્યા એક ગોળાના અનંત ભાગે જ છે. એક આત્માસિધ્ધ થાય એટલે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી પોતાનો વિકાસ કરી શકે. નિગોદના સૂક્ષ્મ જીવોનું જ્ઞાન અરિહંત પરમાત્માએ કેવલજ્ઞાન દ્વારા જાયું અને દેશના વડે ભવ્ય જીવો આગળ તેના પ્રકાશ કર્યો. જ્યાં સુધી સિધ્ધ ન બનીએ ત્યાં સુધી એક આત્માની પીડા આપણા કારણે ઊભી છે તેનું પાપ ઊભું જ રહે છે. સિધ્ધનું ઋણ ચૂકવવા સિધ્ધ થવું પડે. તેથી આપણે સુખી થઈએ. કોઈની પીડામાં નિમિત્તભૂત થતાં બંધ થઈએ, તો આપણો આત્મા પણ સંપૂર્ણ પીડામુક્ત બને. નવતત્ત્વ // પર Page #55 -------------------------------------------------------------------------- ________________ તમે સિધ્ધ નથી થતા તેથી એક આત્મા અનાદિકાળથી નિગોદમાં સબડી રહ્યો છે. જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી પરની પીડામાં નિમિત્ત બનીએ છીએ. માટે અશરીરી બનવાનું છે. નિગોદના જીવોનું સ્વરૂપ સૂક્ષ્મ નામકર્મ ઉદયવાળા જીવને વધુમાં વધુ પીડા છે. ૧૪ રાજલોકની અંદર પોતાના આત્માનો વિસ્તાર કરી શકે એવા મહાન આત્માને, જે આંખથી પણ ન દેખાય તેવા સૂક્ષ્મ શરીરમાં રહેવું પડે તો કેટલું બધું દુઃખ થાય? આજનું સુધરેલું વિજ્ઞાન પણ ન પકડી શકે તેવું સૂક્ષ્મ શરીર મળે. અવધિજ્ઞાની રૂપી વસ્તુ જોઈ શકે, અરૂપી ન જોઈ શકે. સૂક્ષ્મ તથા બાદ બંનેને ઔદારીક શરીર છે. અવધિજ્ઞાનીને જોવા માટે ઈદ્રિયની જરૂર નહીં. નિર્મળ કોટિનું અવધિજ્ઞાન હોય તો સૂક્ષ્મ નિગોદના જીવોના શરીરને જોઈ શકે. જોવા માટે તેમને પણ ઉપયોગ તો મૂકવો જ પડે. સૂક્ષ્મ જીવોને સૂક્ષ્મ જીવોથી પીડા થાય. એક બીજાના શરીરને અડે તેથી તેઓ દુઃખી થાય. આપણને સૂક્ષ્મ જીવોની વિરાધનાનું પાપ ન લાગે. સૂમ જીવો આંખ કે કોઈપણ મશીનથી ન જોઈ શકાય. તેમના શરીરનું છેદન-ભેદન ન થઈ શકે. પ્રબળ અગ્નિ પેદા થયો હોય તો પણ તેને પીડા ન થાય. બધા જ જીવોને મારી નાખું એવો તીવ્રભાવ આવેતો સૂક્ષ્મ જીવોને ભાવથી મારવાનું પાપ લાગે. અસંખ્ય જીવો ભેગા થાય પછી બાદર જીવો આપણે જોઈ શકીએ પણ સૂક્ષ્મ જીવોના અનંત શરીર ભેગા થાય તો પણ ઈદ્રિયનો વિષય ન બને. નિગોદના જીવો વનસ્પતિ રૂપે જ હોય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાયના સૂક્ષ્મ જીવોને નિગોદન કહેવાય. એ જીવો અસંખ્યાત પ્રમાણ સંખ્યામાં હોય પણ અનંત ન હોય પ્રત્યેક વનસ્પતિકાયના જીવો સંખ્યાત કે અસંખ્યાતા હોય માત્ર સાધારણ વનસ્પતિ કાયના જીવો અનંતા હોય. દા.ત. બટેટાનું શરીર બાદર છે. તેમાં અનંતા જીવો છે. તે દરેક જીવોનું તૈજસ-કાશ્મણ શરીર જુદું–જુદું હોવા છતાં તે બધાને એક બાદર ઔદારિક શરીરમાં રહેવાનું. નવતત્ત્વ || પ૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ અનંતા જીવોનો જન્મ એક સાથે થાય, આહાર પણ એક સાથે, શ્વાસોચ્છવાસ પણ એક સાથે, મૃત્યુ પણ એક સાથે થાય તેથી તેમને સાધારણ નામ આપ્યું. જ્યાં પાણી હોય ત્યાં બાદર નિગોદ હોય.' નાં તત્વ વાં પછી પાણી જ્યાં સ્વચ્છ હોય ત્યાં પણ બાદર નિગોદ હોય. પાણી સ્વચ્છ ન હોય ત્યાં તો ખૂબ જ નિગોદ હોય. તિસ્કૃલોકમાં અસંખ્ય દીપ–સમુદ્રો છે. દેવોની વાવડીમાં પણ પાણી છે. ૧૪ રાજલોકમાં સૂક્ષ્મ જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. ૧૪ રાજલોક માં એવું એક પણ સ્થાન નથી જ્યાં પૃથ્વી, અપુ, તેલ, વાયુ અને સૂક્ષ્મ વનસ્પતિ ન હોય. ૧૪ રાજલોકમાં જ્યાં જ્યાં પોલાણો છે ત્યાં ત્યાં બાદર વાયુકાય હોય છે. સૂક્ષ્મ નિગોદમાં પણ સૌથી ઓછા પ્રકાશવાળું અર્થાત્ અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન–જે કેવલજ્ઞાનના અંશરૂપ જ છે. આથી જ નિગોદ = નિકૃષ્ટ – એટલે અત્યંત ગોદ (સ્થાન). જ્ઞાનનું સૌથી અલ્પ સ્થાન જેને છે તે નિગોદ સૂમ કાયા અને સૌથી વધુમાં વધુ પીડાનું સ્થાન છે. સૌથી ઓછામાં ઓછું જ્ઞાન નિગોદના આત્મામાં છે. છતાં ત્યાં પીડા વધુમાં વધુ છે. તેથી 'શાન સુખની ખાણ છે, દુઃખ ખાણ અશાન.' જે વધારે જાણે તે વધારે દુઃખી એવી આપણી માન્યતા ખોટી છે. સમ્યગુજ્ઞાનનો જેટલો અભાવ તેટલું દુઃખ વધારે, મિથ્યાજ્ઞાન જેટલું વધારે તેટલું દુઃખ વધારે. સમ્યગુ જ્ઞાન વિના કોઈ આત્મા વાસ્તવિક સુખી ન બની શકે. જેમ જ્ઞાન ઓછું તેમ પીડા વધારે. કર્મ રૂપી છે તેથી અવધિજ્ઞાની પીડાને જોઈ શકે. પૂર્વે પરમાત્મામાં કેવલીના વચનથી શ્રધ્ધા થઈ પછી સાચા અણગાર બન્યા. પોતાનામાં શાસન પ્રસરાવ્યું પછી શાસ્ત્ર ચક્ષુથી જગતના જીવોની જન્મ-મરણની ભયંકર પીડા જોઈ અંતરમાં કરુણાનો પરિણામ પ્રગટ થયો. તેથી ભાવના ભાવી કે જે હોવે મુજ શક્તિ એસી, સવિ જીવ કરું શાસન રસી.' આમ વિશુધ્ધ સમક્તિની હાજરીમાં તીર્થકર નામકર્મ નિકાચે. નવતત્ત્વ || ૫૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધના આત્માઓ સ્વભાવમાં આવી ગયા છે. જગતને કેવલજ્ઞાનના પ્રકાશમાં જોયા કરે. પોતાના 'સ્વ'માં તેઓ લીન હોય તેથી તેઓ સદા આનંદમાં હોય. 'પર'ને ભોગવવામાં સુખનો અનુભવ વ્યવહારથી માને તે દારૂડિયા જેવું છે. આપણો પરમ ભાગ્યોદય છે કે પરમાત્માનું શાસન મળી ગયું છે. આલંબન જોરદાર છે હવે ફક્ત શ્રધ્ધા–રુચિ અને પુરુષાર્થમાં જ કચાશ છે. 'સ્વ' અને 'પર'નો ભેદ કરવા નવતત્ત્વ ભણવાનું છે. સૌથી વધારે સુખ સિધ્ધાવસ્થામાં છે, સિધ્ધશિલામાં નહીં. કારણ કે સિધ્ધશિલા પર પણ નિગોદના જીવો તેમ જ પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો રહેલા છે. ૧૪ રાજલોકમાં એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં આપણો આત્મા ન જઈ આવ્યો હોય. આપણા જીવે સુખ દુ:ખનો અનુભવ ન કર્યો હોય તેવી એક પણ જગ્યા નથી. શરીરના સુખ દુઃખ કર્મથી પ્રાપ્ત થાય. આત્મામાં સુખ કે દુઃખ નથી. આત્મા ફક્ત પરમાનંદના સ્વભાવવાળો છે. કનકવતીને ભવસ્થિતિની વિચારણા કરતાં કેવલજ્ઞાન જો ભૂતકાલીન નિગોદના દુઃખો યાદ કરીએ તો અત્યારના દુઃખો દુઃખ તરીકે લાગે જ નહીં. ભૂતકાળના એકેંદ્રિયપણાના દુઃખોનો વિચાર કરી વસુદેવની પત્ની કનકવતીને કેવલજ્ઞાન થયેલ. વસુદેવને ૭૨,૦૦૦ પત્નીઓ હતી. તેમાં મુખ્ય કનકવતી હતી. તેના જન્મ વખતે દેવોએ સુવર્ણની વૃષ્ટિ કરેલ. લગ્ન વખતે કુબેર દેવ હાજર રહેલ. આવી કનકવતી પોતાના એકેંદ્રિયપણાની ભવસ્થિતિથી વિચારણા કરે છે અને વિચારતાં વિચારતાં સંસારમાં હતી તો પણ કેવલજ્ઞાન મળ્યું. ભૂતકાળમાં આપણા આત્માએ જે કષ્ટો સહન કર્યાં છે તે સાંભળતાં— સાંભળતાં ભવનિર્વેદ થઈ જાય. સ્વાત્મામાં પર દયા આવે માટે શું વિચારવું ? પોતાના જીવ પર આસ્તિકય આવે તો પોતાની જાત પર અનુકંપા આવે. નવતત્ત્વ / ૫૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ અનુકંપા આવે તો નિર્વેદ થાય અને તો જ સંવેગ અને સમભાવ આવે. આપણા આત્મામાં દયાનો પરિણામ આવે તો ધર્મની શરૂઆત બહુ સહેલી છે. પછી બીજા જીવની પીડામાં તમે નિમિત્ત નહીં બનો. આપણા આત્માની દયા લાવવા માટે આપણા ઈતિહાસને વિચારવો પડે કે ભૂતકાળમાં આપણું અસ્તિત્વ કયાં હતું? એક બાજુ આત્માને નિશ્ચયથી સિધ્ધ સ્વરૂપે વિચારવાનો છે અને વ્યવહારથી આત્માની અનુકંપા કરવાની છે. સિધ્ધ સ્વરૂપ નથી મળ્યું તેથી આત્મા કર્મથી ખરડાયેલો છે. કર્મ છે તેથી ચાર ગતિ છે. વ્યવહારથી તમે શાતા પૂછો છો. વાસ્તવમાં સમાધિમાં છો? એમ પૂછવાનું છે વાંદણા સૂત્રમાં દિવસો વઈકતો? જરા બે જવરિ જજંચ ભે. આપની સંયમયાત્રા સુખરૂપ ચાલુ છે? દિવસ સારી રીતે પસાર થયો? ઈદ્રિયની અસમાધિ તો નથી ને? આત્મા અરૂપી છે. સમાન સ્વભાવ (વિચાર) વાળા ભેગા થાય તો ગાડું બરાબર ચાલે. અસમાન સ્વભાવવાળા ભેગા થાય તો કલેશ થાય. આત્મા અરૂપી છે અને કર્મ રૂપી. બને ભેગા થાય એટલે રૂપારૂપ એટલે સુખ ન મળે પરંતુ પીડા જ મળે. તે રીતે શાતાની પીડા ભોગવી રહ્યાં છીએ તેમ કહેવાય. અસંખ્ય શરીરો ભેગા થાય અને ઈદ્રિય કે શરીરથી અનુભવાય તે બાદર કહેવાય. બાદર-જાડું સ્થૂલ નામ કર્મના ઉદયથી શરીર મળે. અરૂપી આત્માને શરીરમાં પૂરી રૂપી બનાવવો તે નામકર્મનું કામ છે. નામકર્મની ૧૦૩ પ્રકૃતિ છે. સંસારી આત્મા એટલે હરતી ફરતી જેલ. આપણો આત્મા કુલ ૧૫૮ કર્મની બેડીઓથી = જંજીરોથી બંધાયેલો છે છતાં આપણને કોઈ ચિંતા નથી. સ્થાવર નામકર્મનો ઉદય થાય એટલે ગતિ નામકર્મઉદયમાં આવે. તિર્યંચગતિ ઉદયમાં આવે. નિગોદનું આયુષ્ય બાંધ્યું હોય તો તિર્યંચગતિ નામકર્મ ઉદયમાં આવે. સૂમ નામકર્મ બાંધ્યું હોય તો સૂક્ષ્મ નિગોદમાં આપણા આત્માને મૂકી દે. નવતત્વ // પદ Page #59 -------------------------------------------------------------------------- ________________ ફરી નિગોદમાં ગયેલો આત્મા કેટલો કાળ રહી શકે ? સમ્યક્ત્વ પામેલો આત્મા નિગોદમાં જાય તો ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત ત્યાં રહે અને વધુમાં વધુ ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે. સમક્તિ પામ્યા વગરનો આત્મા નિગોદમાં જાય તો વધુમાં વધુ અઢી પુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે. સૂક્ષ્મ જીવને અકામ નિર્જરા થાય પછી સૌથી પહેલા બાદર એકેંદ્રિયનું આયુષ્ય બાંધે. બાદર જીવ સીધો મનુષ્યનું આયુષ્ય બાંધી શકે. દા.ત. મરુદેવા માતાનો આત્મા નિગોદમાંથી નીકળી બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાંથી મનુષ્યનો અવતાર પામેલ. એક નિગોદના શરીરમાં આઠમા અનંત જેટલા અનંતા આત્માઓ પૂરાઈને રહેલા છે. ૧૪ રાજલોકમાં સમાય તેવા આત્મપ્રદેશવાળો એ આત્મા નિગોદમાં પૂરાઈ ગયો. નરકમાં વ્યક્ત દુઃખ છે જ્યારે નિગોદમાં નરક કરતાં પણ અનંત દુઃખ અવ્યક્તપણે રહેલું છે. એક ૧૦×૧૦ની રૂમમાં કેટલા જણા સુખેથી રહી શકે ? તેમાં જો ૫૦–૧૦૦ જણા ભેગાં થાય તો જબરદસ્ત ગૂંગળામણ થાય. નિગોદમાં તો અનંતા આત્મા ભેગાં થાય. ટ્રેઈનમાં એકબીજાને અથડાય તેમાં પરસેવો, પિત્ત–ગરમી થાય. અંદર લાય બળે. ત્યારે તેમને અડીને જે રહેલા હોય તેના પ્રત્યે દ્વેષ થાય. અહીંનિગોદમાં અનંતા આત્માઓ અનંતા કાળ સુધી રહ્યાં. સુખનો રાગ પડેલો છે માટે દ્વેષ આવે છે. આપણો આત્મા અનંતો કાળ રાગદ્વેષના જોરદાર સંકલેશ સહન કરીને આવ્યો છે. સાતમી નરકમાં જે વેદના ભોગવી તેનાથી અનંત ગુણાકાર રૂપે વેદના નિગોદના જીવને હોય છે. અનંતો કાળ આત્મા અવ્યવહાર રાશિમાં રહી આવ્યો. પછી દીર્ઘકાળ વ્યવહાર રાશિમાં એકેંદ્રિયાદિ ભવમાં ભમીને આવ્યો. અહીં આવ્યા ત્યારે સ્વાત્માએ કેટલી પીડા ભોગવી અને કેટલી પીડા જગતના જીવોને આપી તે વિચારતાં ચારિત્ર લેવાનું મન થઈ જ જાય. વિશુધ્ધ અધ્યવસાયની શ્રેણી પર ચઢે તો કેવલજ્ઞાન સુધી પહોંચી શકે. નિગોદમાંથી નીકળેલો જીવ જ્યારે ચરમાવર્ત્તમાં આવે પછી જ તેને મોક્ષનો નવતત્ત્વ // ૫૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ અભિલાષ થાય તે પહેલાં નહીં. તે જ રીતે ચરમાવર્તનો અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ પસાર થાય પછી જ તે મોક્ષ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરી શકે તે પહેલા નહીં. મરુદેવા માતા અચરમાવર્તનો મોટા ભાગનો કાળ સૂક્ષ્મનિગોદમાં પસાર કરી ત્યાંથી બાદર નિગોદમાં આવી, ત્યાંથી પ્રત્યેક વનસ્પતિને પામી ત્યાંથી મનુષ્યભવ પામીને સીધા મોક્ષે ગયા. બાદર નિગોદમાંથી સીધા જ મનુષ્યભવમાં જઈમોક્ષે જઈ શકે નહીં. અર્થાત્ સમક્તિ પામવા પૂર્વેનો સઘળો ચરમાવર્ત સુધીનો કાળ નિગોદમાં પસાર કર્યો. વિકસેન્દ્રિયમાંથી આવેલો મનુષ્યનો આત્મા તે જ ભવમાં મોક્ષે ન જઈ શકે, સાધુપણું લઈ શકે પણ કેવલજ્ઞાન ન થાય. - સંક્રામ અવગાહના અને અસંક્રામ અવગાહનાના કારણે નિગોદના જીવોના ગોળા એકબીજામાં સમાઈ જાય. જ્યાં સુધી આત્મા કર્મને આધીન છે, ત્યાં સુધી સંકોચ અને વિકાસનો સ્વભાવ રહેવાનો. ઔદારિક શરીર વધુમાં વધુ ૧૦૦૦યોજન સાધિક લાંબુ હોઈ શકે. તેવું લાંબુ શરીર માછલાનું ૧ હજાર યોજન હોય અને સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ કમળનું સાધિક હજાર યોજન હોય છે. સ્વયંભૂરમણ સમુદ્ર ૧000 યોજન ઊંડો સમુદ્ર છે. ૫૦૦ ધનુષ્યની કાયાવાળા મહાવિદેહના શરીરવાળા જો નિગોદમાં જાય તો શરીરનું સંકોચન થાય ને ? આત્મા શરીરમાં અંગુલના અસંખ્યાતાભાગ પ્રમાણમાં સમાઈ જાય. પોતાના આત્માને પીડા નથી આપવી તો તે જ લક્ષથી બીજાના આત્માને પીડા નથી આપવી. જો બીજાને પીડા આપીએ તો પોતાના આત્માને જ પીડા થાય. આમ વિચારીએ તો આત્મામાં દયાની અનુભૂતિ થાય. તેથી સંસારમાં રહેલો આત્મા અગ્નિની જેમ રહે અને સંસાર વધારે જ નહીં. મિથ્યાત્વ જેવું જગતમાં કોઈ પાપ નથી. B ૧૪ પૂર્વી નિગોદમાં કયા કારણે જય? ૧૦થી ૧૪ પૂર્વધર નિયમા સમક્તિધારી જ હોય છતાં આવા આત્માઓ મિથ્યાત્વના ઉદયે સમક્તિથી પડે તો નિગોદમાં પણ જઈ શકે. પરંતુ તે પડે કઈ નવતત્વ || ૫૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ રીતે? ઉપદેશપદમાં પૂ. હરિભદ્ર સૂરિ મહારાજે ખુલાસો કરેલ છે કે સંયમનો સ્વીકાર કર્યા પહેલાં કે સમકિતની પ્રાપ્તિપૂર્વે જે આત્માએ નિકાચિત કર્મો બાંધી લીધા હોય અને પછી તે નિકાચિત કર્મોનો રસ તોડી ન શક્યા હોય, તો કાળ પાકે ત્યારે તે કર્મો ઉદયમાં આવી જાય તો આવું બને. ટૂંકમાં નિકાચિત કર્મના ઉદયથી જ ૧૪ પૂર્વે પાછા પડે છે. એનો અર્થ એ કે કર્મને નિકાચિત ન થવા દેવું. તેથી જિનેશ્વરે મિથ્યાત્વને દૂર કરવાની વાત પ્રથમ કહી. ' મિચ્છ પરિહરહ.' પ્રભુએ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં અધ્યાપાલકના કાનમાં સીસાનો રસ નાખેલો તે છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યો. નંદન ઋષિના ભવમાં સમ્યગૂજ્ઞાનપર્વક માસક્ષમણો કરવા છતાં આ કર્મ તૂટ્યું નહીં પણ તેનો રસ તોડી નાંખ્યો. તેથી આ કર્મ છેલ્લે ઉદયમાં આવ્યું. પ્રભુ કર્મોને ખપાવવા અનાર્ય દેશમાં ગયા પરંતુ એના કરતાં પણ જટીલમાં જટીલ કર્મો ઉદયમાં આવ્યા. સંગમે એક જ રાતમાં ૨૦–૨૦ ઉપસર્ગો કર્યા તો પણ પ્રભુ સમતામાં રહ્યાં. છેલ્લે નિકાચિત કર્મના ઉદયે પ્રભુને ખીલા ઠોકાયા ત્યારે પ્રભુ કાઉસ્સગ ધ્યાનમાં હતા. જ્યારે ખીલા સાણસીથી કાઢયાં ત્યારે પરમાત્મા સમતામાં હતા. પરંતુ શરીરથી દ્રવ્ય વેદના સહન ન થઈ તેથી ચીસ પડાઈ ગઈ પણ નવું કર્મ ન બંધાયું. . શાન અને ક્રિયા બને ભેગા થાય તે ધ્યાન જ્ઞાન અને ક્રિયા એ જ ધ્યાન રૂપે બને અને એ જ આત્મહિતનું કારણ બને. ધ્યાનથી આત્મહિત થાય અને આત્મા પરથી છૂટો થાય. સાંધવા માટે જેમ સોય+દોરો બંને જરૂરી તેમ જ્ઞાન+ક્રિયાની જરૂર છે. પરમાં સ્થિર ન થવાય.કારણ કે પર' વસ્તુ પોતે જ અસ્થિર છે. આપણે પર' સાથે જોડાઈએ છીએ એટલે અસ્થિર થઈએ છીએ. જ્ઞાન કર્મોને કાપવાનું કામ કરે છે. તેથી જ્ઞાનનું મહત્ત્વ છે. જ્ઞાન એ જ મોટો તપ છે. તપ કર્મોને ખપાવે છે માટે તપ કરવો જોઈએ. જ્ઞાન પરિણામ શુધ્ધ કરે ત્યારે તપનું કાર્ય કરે. જ્ઞાનધ્યાન કરવું એટલે જ્ઞાન બને ધ્યાન. જ્ઞાન ધ્યાનનું કારણ બને માટે ધ્યાન જ્ઞાન વિના ન થાય. નવતત્વ // ૫૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનમાં એક પણ ક્રિયા (યોગ) ધ્યાન વગર નથી. કાજો લેવો એ પણ ધ્યાન રૂ૫ છે. માટે કાજો કાઢતાં–કાઢતાં પણ કેવલજ્ઞાન પામે. દાંડાનું પડિલેહણ કરતાં-કરતાં પણ ધ્યાન આવે અને તેમ કરતાં પણ કેવલજ્ઞાન પામે. કોરું જ્ઞાન ધ્યાનરૂપે નથી બનતું ક્રિયાની જરૂર પડે છે. તલવાર ધારવાળી હોય પણ હલાવો નહીં તો કાપવાનું કામ ન કરે. a ચરમાવર્ત કાળમાં જ આત્મ સન્મુખ અને આત્મ વિકાસ ચરમાવર્તમાં આવવા માટે અકામ નિર્જરા અને કાળ અસર કરે છે. ચરમાવર્ત કાળ = મોક્ષ પ્રગટાવવા માટે ૧ પુદ્ગલ પરાવર્તકાળ બાકી. અહીં સુધી આવ્યો તે પહેલાં આત્માએ અનંતાનંત પુદ્ગલ પરાવર્તકાળ સુધી ભવોમાં ભટકતાં અનિચ્છાએ કષ્ટો દુઃખો સહન કરવારૂપ અકામનિર્જરારૂપ પુરુષાર્થ કર્યો. જેમ પત્થર પર્વત પરથી ગબડે, નદીના પ્રવાહમાં આવે, અથડાઈ–કૂટાઈ અને ગોળ બને તેમ આપણો આત્મા પોતાની ઈચ્છા વગર સહન કરતો જાય. તેમ કરતાં કરતાં કર્મલઘુતા થવા વડે જીવ ચરમાવર્તામાં આવે. ચરમાવર્તમાં જીવ નથી આવ્યો ત્યાં સુધી દ્રવ્યથી નિરતિચાર ચારિત્રની સાધનાથી નવ રૈવેયક સુધી અનંતીવાર ગયો છે. 'આત્મ વિકાસ થવો એટલે સમ્યકત્વાદિ ગુણ સન્મુખ બનવું.' મુક્તિનો અષ આવે તો જ આત્મા શરમાવર્તામાં આવ્યો કહેવાય. સંસારના સુખો તથા સુખના ઉપાય તરફ તીવ્ર રાગ હોય ત્યાં સુધી તેને મુક્તિ પ્રત્યે દ્વેષ સંભવે છે. સમ્ય દર્શન પામવા માટે અપૂર્વ પુરુષાર્થ કરવો પડે. સમ્યગ દર્શનના બે વિભાગ દ્રવ્ય સમ્યગદર્શન અને ભાવ સમયગુદર્શન. દ્રવ્ય સમ્યકત્વઃ 'જિન વચન' એ જ તત્ત્વ છે. એવી શ્રધ્ધાને દ્રવ્ય સમ્યકત્વ કહેવાય. તેથી જ નવતત્ત્વ ભણવાના છે. આત્માએ તત્ત્વ પરિચય કરવાનો છે. નવતત્વ // so Page #63 -------------------------------------------------------------------------- ________________ जीवाई नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मतं । માવેજ સાંતો અથાણાવિ સમ્મત્ત પ૧ (નવતત્વ) (૨) ભાવ સમ્યકત્વઃ પરમાત્માએ કહેલા તત્ત્વો પ્રત્યે શ્રધ્ધા થાય તો તેનો પરિચય કરે. જીવતત્ત્વને જીવ તરીકે અને અજીવતત્ત્વને અજીવ તરીકે પ્રતિતી રૂપે સ્વીકારી તેમાં હેય-ઉપાદેયનો ભાવ આવવો જોઈએ. જીવતત્ત્વ ઉપાદેય છે અને અજીવ તત્ત્વ હેય છે. આથી જીવમય બનવાની રુચિ અને અજીવપણાના ત્યાગની રુચિ થવી તે ભાવ સમ્યકત્વ છે. જીવતત્ત્વ આપણા માટે ઉપાદેય બને તે માટે અનીતિ ન કરાય. આપણા જીવનમાં જેટલી જરૂરિયાત તેટલું કરીએ તો નીતિ બાકી બધું અનીતિ. તમારા આત્માની સાક્ષીએ વ્યવહારિક જીવનમાં જે જરૂરી તે નીતિનું બાકી બધું નીતિથી કમાતા હો તો પણ અનીતિ કહેવાય. જિનાજાની આરાધના ત્રણ રીતે કરવાની પ્રથમ જિનની માન્યતાના સ્તર પર આવો, પછી સ્વીકારના સ્તર પર આવો અને પછી યથાશક્તિ પાલનના સ્તર પર આવવાનું છે. જિનાજ્ઞાનો અંતરથી સ્વીકાર કરો – માટે જ અનીતિ ન કરાય, ન જ કરવી જોઈએ પણ કમનસીબે સત્ત્વ નથી કાં તો સંયોગો એવા છે કે અનીતિ કરવી પડે છે, મારી કચાશ છે. પાપનો સાચો એકરાર હોય તો માર્ગમાં છે – તો નિર્જરા થઈ શકે. ઉલટાનું કલિકાળમાં આ તો કરાય જ, આના વગર ન ચાલે. આ વિધાન તે મિથ્યાત્વ છે. તેનાથી સંસારમાં ભટકવું પડે. ખોટું કમાયા પછી એવો સંતોષ પણ નથી માનવાનો કે હું થોડું દાન પણ કરું છું ને? વાસ્તવિક રીતે સમજીને ધર્મ કરો તો ધર્મનું ફળ ધર્મ જ મળે. એટલે વર્તમાનમાં પણ ચિત્તની સમાધિ મળે. નવતત્વ // ૬૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ a આત્માની બે અવસ્થા (૧) શુધ્ધ અવસ્થા સિધ્ધાવસ્થા = કર્ણરહિત અવસ્થા. (૨) અશુધ્ધ અવસ્થા કર્મ-કાયા–કષાયવાળી સંસારાવસ્થા આત્માના મૂળ સ્વભાવમાં ન રહેવું તે આત્માનું અહિત. આત્મા પોતાના ગુણોનો અંશથી પણ અનુભવ કરી શકે તે આત્માનું હિત છે. તત્ત્વથી ધ્યાન પાંચમા ગુણઠાણે આવે. બીજ સ્વરૂપે ચોથા ગુણઠાણે આવે. આત્માના શુધ્ધ અને અશુધ્ધ સ્વરૂપની રુચિપૂર્વક નિર્ણય થયો તે જ સમ્યગદર્શન છે. માત્ર પ્રભુના વચનમાં શ્રધ્ધા એમ ન ગોખો પણ પ્રભુએ શું કહ્યું છે એ પણ સાથે વિચારો. ધર્મના સ્થાનમાં ધર્મની ક્રિયામાં પણ માનની જરૂર પડે તો તે કઈ રીતે ચાલે? મોક્ષ આત્મામાં પડ્યો છે તે ક્ષણે ક્ષણે નિર્ણય થવો જોઈએ. મારો આત્મા સત્તાએ શુધ્ધ છે અને તે શુધ્ધ થઈ શકે તેમ છે. પરંતુ આપણો પુરુષાર્થ કર્મ છોડવાનો કે બાંધવા માટેનો છે? બહુ બહુ તો અશુભ કર્મના બદલે શુભ કર્મ બાંધો પણ કર્મનિર્જરાનું પ્રધાન લક્ષ જોઈએ. 3 નવતત્વ શા માટે ભણવાના? આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય અને આત્મા સંસારમાં વિરાગસુખની મસ્તી અનુભવે માટે નવતત્ત્વ ભણવાનું છે. આત્મા સંસારની અનુકૂળતામાં ઉદાસીન અને પ્રતિકૂળતામાં સમાધિમાં રહી શકે. દુઃખમાં સમાધિ રહે તો નવા કર્મો ન બંધાય. સમ્યગદર્શન નવતત્ત્વના બોધથી થાય. આત્માનો સમ્યગુદર્શન ગુણ મિથ્યાત્વના આવરણથી ઢંકાયેલો છે. સમ્યગદર્શન આવે એટલે મોક્ષ પ્રત્યે અગાધ રાગ. ઉંઘમાં પણ મોક્ષ જ ગમે. ચારિત્ર વગર એક પણ વસ્તુ ઉપાદેય નથી અને તો જ મોક્ષ મળે આ નવતત્વ || ૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ વાત બેસે તો સમ્યગ્દર્શનનો અંશ પ્રગટ થયો કહેવાય. જે પોતાના જ્ઞાનાદિ ગુણોમાં રમે તે જ આત્મા ચારિત્રમાં આવ્યો કહેવાય. સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે વસ્તુનો સ્વીકાર કરવો તે જ આસ્તિકય છે. 'મારા આત્મદ્રવ્ય કરતાં કોઈ ઊંચું તત્ત્વ નથી' એવું પોતાના આત્મદ્રવ્યનું મહત્ત્વ બહુમાન હોવું જોઈએ. પોતાનો આત્મા વહાલો ન લાગે તો તેના પ્રત્યે પ્રેમ આવ્યો ન કહેવાય. જ્યાં પ્રેમ ત્યાં રુચિપૂર્વકનો પુરુષાર્થ સહજ થાય. આખા દિવસમાં આત્મા માટે મહેનત કેટલી ! અને પરદ્રવ્ય માટે મહેનત કેટલી ! જ્યારે આત્માને પોતાના આત્મા પર બહુમાનભાવ આવશે ત્યાર પછી જ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે સાચું બહુમાન આવશે. એ આત્મા માટે તારક બનશે. નહીં તો એ બહુમાન ભાવ પણ સ્વાર્થના ઘરનો થશે. જે આત્માને ધર્મતત્ત્વ બરાબર સમજાઈ જાય તેને ખાતા—પીતાં, સુતાં, લગ્નની ચોરીમાં, રાજસિંહાસન પર, પત્નીને શણગારતાં પણ કેવલજ્ઞાન થઈ શકશે. કારણ કે એ સતત ધ્યાનમાં જ છે. અર્થાત્ પરથી છૂટવાનું અને સ્વગુણોમાં સ્થિર થવાનું લક્ષ કરીને તંદ્ગત પ્રવૃત્તિરૂપે આત્મવીર્યનું પ્રવર્તમાન થાય ત્યારે ધ્યાન વિશુધ્ધ બની નિર્જરારૂપ બને. ધર્મધ્યાનના ૪ પ્રકાર આશાવિચય : વિચય = વિચારણા. આજ્ઞાની વિચારણા 'તત્ત્વ પરિચય કર' તત્ત્વચિ, તત્ત્વ સ્વીકાર એ પહેલી આશા. (૧) (૨) અપાયવિચય : આત્માના હિતનું જેનાથી અનર્થ થાય તેની વિચારણા. કષાયોથી આત્માને કેવો અનર્થ થાય તેની વિચારણા. (૩) વિપાક વિચય : શુભાશુભ ફળની વિચારણા. પ્રશસ્ત કષાયથી પુન્યાનુબંધી પુન્ય. અપ્રશસ્ત કષાયથી પાપાનુબંધી પુન્ય વગેરે. (૪) સંસ્થાન વિચય : ૧૪ રાજલોકની વિચારણા. કર્મના ફળને ભોગવવા જીવને જુદા દેહ સંસ્થાન (આકારમાં) ગોઠવાવું પડે, ૧૪ રાજલોકમાં નવતત્ત્વ / ૬૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ જુદા-જુદા ક્ષેત્રમાં ભમવું પડે વગેરે. જાણવાની સાચી જિજ્ઞાસા અને આત્મામાં પરિણામ પમાડવાની જેને ભાવના છે એ વ્યક્તિ સમજવા માટે ગુરુ પાસે જતાં જતાં લખલૂટ કર્મનિર્જરા કરે છે. પુરુષાર્થ કર્મનિર્જરા કરાવે છે. શ્લોક કે ગાથા યાદ ન રહે તો પણ તેનો પદાર્થ આત્મામાં પરિણામ પામી જાય. તે પરમાત્માની આશા પાલનના ૩ ફળ (૧) શરીરને સમાધિ મળે (૨) મનને સમાધિ મળે (૩) આત્માને સમાધિ મળે. શરીરને અસમાધિ થાય તો મન સતત એની પળોજણમાં રહેશે એને આત્માની સમાધિ મળે પણ ક્યાંથી? પ્રથમ જિનાજ્ઞા તત્ત્વપરિચય અને તે માટે બીજી આજ્ઞા તત્ત્વજ્ઞાતા ગુરુની સેવા – તે શા માટે? પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે દેખે પરમ નિધાન, હદય નયન નિહાળો જગધણી, મહિમા મેરુ સમાન (પૂ. આનંદઘનજી) જ્યાં સુધી પોતાના આત્મામાં રહેલા પરમજ્ઞાનાદિ ગુણની ઋધ્ધિ જીવ જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાન મોહદશાથી અંધ બનેલો બહાર ઉપાધિને ઋધ્ધિ માની તેની પાછળ દોડાદોડ કરી કસ્તુરમૃગલાની પેઠે દુઃખી-દુઃખી થશે. આથી સૌપ્રથમ પોતાનામાં રહેલી ગુણ ગઢધ્ધિનું પોતાને જ્ઞાન–ભાન થવું અને તેના જ સ્વામી ભોગી બની અનાદિ ભવભ્રમણના અંત માટેની મળેલી મનુષ્યભવ તરીકેની સુવર્ણ તકને સફળ કરે. તે માટે ગુરુ મુખે આત્માની સત્તાગત શુધ્ધ ગુણ સંપત્તિને જાણવાનો ઉલ્લાસ કરે. આથી પૂ. આચાર્યશ્રી વાદિદેવસૂરિ નવતત્ત્વમાં હવે આત્મસંપત્તિને બતાવવાની શરૂઆત કરે છે. નવતત્વ / ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ આત્માનું લક્ષણ શું ? ગાથા-૫ નાણં ચ દેસણ ચેવ, ચરિત્ત ચ તવો તહા | વિરિય ઉવોગો ય, એએ જીવમ્સ લક્ષ્મણું III જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ – એ જીવના લક્ષણો છે. જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. ધૂમાડાથી અગ્નિ ઓળખાય, ધજાથી મંદિર ઓળખાય. પ્રતિમાના માધ્યમે લોકાંતે રહેલા પરમાત્માના દર્શન કરવાના છે. પ્રવૃત્તિ એ વ્યવહાર અને પરિણામ નિશ્ચયરૂપ છે. 'જિહાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવિ જાણ્યું, તિહાં લગે ગુણઠાણું ભલું ક્રિમ આવે તાણ્યું." (૫. મહો. યશોવિજયજી મ.સા.) જેના વડે વસ્તુના હેતુ—ચિહ્ન કે લિંગ ઓળખાય તે લક્ષણ. દા.ત. ગાયનું લક્ષણ ગોદડી છે પણ શીંગડા નહીં. શીંગડા—આંચળ તો ભેંસ–બકરી આદિમાં પણ હોઈ શકે તેથી તે લક્ષણ ન કહેવાય. જે લક્ષણ જે દ્રવ્ય માટે બાંધ્યું હોય તે સંપૂર્ણ તેમાં ઘટતું હોવું જોઈએ, અને અન્ય બીજા કોઈ દ્રવ્યમાં ન હોવું જોઈએ. આથી જ્યાં જ્યાં તે લક્ષણ હોય તેમાં તે દ્રવ્યનો નિર્ણય થાય. જેમ ધૂમાડો જ્યાં પણ દેખાય ત્યાં પ્રગટ કે અપ્રગટ પણ અગ્નિનું અનુમાન થાય. ઉષ્ણતા એ અગ્નિનું લક્ષણ નથી કારણ કે ઉષ્ણતા અગ્નિ સિવાય સૂર્યતાપમાં પણ છે. વસ્તુ ઓળખવી એટલે વસ્તુ સત્ પણે અસ્તિત્વરૂપે સમજાય તે. વસ્તુ એટલે કે દ્રવ્ય પદાર્થ દરેક વસ્તુ તેના ચોક્કસ ગુણધર્મ કે સ્વભાવથી અન્ય દ્રવ્યથી જુદી પડે છે. આત્મા એક દ્રવ્ય છે, વસ્તુ છે, આત્માના પાંચ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ લક્ષણો છે. વસ્તુનો સ્વભાવ–ગુણ કે ધર્મ તેનાથી ધર્મ વસ્તુ નવતત્ત્વ | પ = Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુણવાન કહેવાય છે. આત્મા = અતિ સતત ઋતિ જ્ઞાના િપયાના સ્વભાવમાં સતત ગતિશીલ તે આત્મા અથવા પોતાના જ્ઞાનાદિ ગુણપર્યાયમાં સતત ગતિ કરનાર તે આત્મા. n નિશ્ચય અને વ્યવહારને આશ્રયીને આત્માના ત્રણ લક્ષણો છે. (૧) ચેતના લક્ષણો જીવ (૨) ઉપયોગ લક્ષણો જીવ (૩) પ્રાણને ધારણ કરે તે જીવ. પ્રથમ બે નિશ્ચયને આશ્રયી લક્ષણ છે. તે અવ્યભિચારી લક્ષણ છે. ત્રીજુ લક્ષણ વ્યવહારથી પુદ્ગલરૂપ દ્રવ્ય પ્રાણોને આશ્રયીને છે, તેમાં પણ આત્માની મુખ્ય ચેતના જ્ઞાનશક્તિ અને વીર્યશકિત પ્રધાન છે. ચેતના શક્તિ બે સ્વરૂપે. જ્ઞાન અને દર્શન રૂપે. જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ ન હોય, એ અપેક્ષાએ તે વ્યભિચારી લક્ષણ છે. દ્રવ્ય પ્રાણી પણ સિધ્ધમાં ન હોય તેથી તે પણ સદા ન હોય તે અપેક્ષાએ એ વ્યભિચારી લક્ષણ છે. દરેક જીવમાં ગુણોનો અંશ ખુલ્લો હોય છે. सव्व जीवाणंपि अक्खरस्स अणंतभागो निच्चुग्घाडिओ जइ पुण सोडवि आवरिज्जा तेण जीवो अजीवत्तं पाविज्जा (નંદીસૂત્ર) સૂમ અપર્યાપ્તનિગોદના જીવમાં પણ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન ખુલ્લું હોય છે. જો તે જ્ઞાન પણ કર્મથી આવરાઈ જાય તો જીવ, અજીવપણાને પામી જાય. નિગોદના જીવને અવ્યકતરૂપે (અસ્પષ્ટ) જ્ઞાન ખુલ્લું હોવા છતાં તે જ્ઞાન શેયને જાણવાની ક્રિયા કરી શકવા સમર્થ થતું નથી. દરેક જીવોના નાભિ કમળ આત્માના મધ્ય ભાગના આઠ રૂચક પ્રદેશો સંપૂર્ણ ખુલ્લાં હોય, ત્યાં કોઈ પણ કર્મનું આવરણ નથી. એ અપેક્ષાએ દરેક જીવમાં, આત્માના આશીક બધા ગુણો અલ્પાંશે તો શુધ્ધ સ્વરૂપે ખુલ્લાં જ છે, અને તેથી જ જીવને અંશની અપેક્ષાએ સિધ્ધ સ્વરૂપ માનવામાં આવે છે. નવતત્ત્વ || ss Page #69 -------------------------------------------------------------------------- ________________ શાન એ આત્માનું પ્રથમ ગુણ લક્ષણ છે. – શાનગુણઃ અનેક વસ્તુ રિતે તિ જ્ઞાનમ્ ! જેનાથી વસ્તુનો બોધ થાય તે જ્ઞાન અને તે બે પ્રકારે. - દર્શન ગુણઃ દરેક વસ્તુમાં બે ધર્મ રહેલાં છે. સામાન્ય અને વિશેષ. સામાન્ય ધર્મ તે અસ્તિત્વ અને સત્તા (વસ્તુની વિદ્યમાનતા) રૂપે છે. દરેક વસ્તુનો અસ્તિત્વરૂપે બોધ થવો તે દર્શન છે. અર્થાત્ વસ્તુમાં રહેલો સામાન્ય ધર્મનો બોધ થવો તે દર્શન છે. જ્યારે આત્મા વસ્તુનો સામાન્ય બોધ કરે ત્યારે તે (ચેતના) જ્ઞાનગુણને દર્શન ચેતના કહેવાય. તે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. શાક માર્કેટમાં ગયા. વિવિધ પ્રકારના શાક જોયા. કોઈ પૂછે કે શું છે? તો શાક છે એ સામાન્ય જ્ઞાન થયું. તે શાકને જાતિ–નામથી જાણવા એટલે કે આ દૂધી છે, ગલકા છે, ભીંડા છે– તે વિશેષ ભેદથી નામ જુદા-જુદા પડયા તે વિશેષ જ્ઞાન કહેવાય. તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વસ્તુમાં રહેલી વિશેષ અવસ્થાને જણાવે તે જ્ઞાન. આત્મામાં પણ સામાન્ય અને વિશેષ બે ધર્મ છે. અઘાતી કર્મના ઉદયથી આત્માનુંઅક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ ગુણ ઢંકાય છે તેને સામાન્ય સ્વરૂપ કહેવાય. તે સામાન્ય સ્વરૂપ જેમ આત્મામાં છે તેમ આત્મા સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં પણ છે તેથી તે સામાન્ય સ્વરૂપ કહેવાય. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને તપ એ વિશેષ ગુણો છે, તે આત્મા સિવાય બીજે ક્યાંય હોતા નથી. જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી પ્રગટ થાય છે તેને આપણે સ્વભાવ તરીકે ઓળખીશું. શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વગર ન થાય. લખવામાં મશગૂલ હો- એકાગ્ર હોવ ત્યારે બાજુમાં કોઈ બોલતું હોય તો કાનમાં સહેજ અવાજ લાગે તે સામાન્ય બોધ પરંતુ કાન બરાબર રાખીને સંભળો તો વિશેષ બોધ થાય. અમુક વ્યક્તિએ અમુક વસ્તુ કહી. - કોઈપણ ઈદ્રિય દ્વારા સામાન્ય બોધ થયા પછી વિશેષ બોધ થશે. ચેતના એક જ છે પરંતુ વસ્તુના બોધ બે પ્રકારે હોવાથી ચેતના દર્શન અને જ્ઞાન બે પ્રકારે નવતત્ત્વ || ૬૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગણાય. પહેલા આંખોથી આકાર પકડાય અને આકારથી નિર્ણય થાય કે આ ઘડો છે. તેથી જેને જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેને દર્શનાવરણીય કર્મ બંધાય. જેને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોય તેને સામાન્યથી દર્શનાવરણીયનો ક્ષયોપશમ સંભવે. તેથી જ્ઞાનીઓને ઊંઘ ઓછી હોય. (ઊંઘ દર્શનાવરણીયના ઉદયથી આવે.) આત્માના વિશેષ ગુણોનો બોધ તે જ્ઞાન છે. છઘસ્થ જીવો ઈદ્રિયો દ્વારા મતિજ્ઞાનરૂપ બોધ કરે તે સામાન્ય બોધ અર્થાત્ છ0ોએ ઈદ્રિયો દ્વારા જ્ઞાન કરવાનું હોવાથી તેમને પ્રથમ સામાન્ય બોધ થાય પછી વિશેષ બોધ થાય. જ્યારે કેવલીઓને પ્રથમ વિશેષ બોધ થાય પછી સામાન્ય થાય. આપણો સામાન્ય બોધ પૂર્ણપણે અઘાતી કર્મના ઉદયથી ઢંકાયેલો છે. તે કેવલ દર્શન પ્રગટ થયા વિના થાય નહીં કારણ કે સામાન્ય જ્ઞાન અરૂપી સ્વરૂપ છે. (અવગ્રહ–ઈહા દર્શન રૂપ છે. અપાય એ જ્ઞાનરૂપ છે.) વિશેષ ગુણની અનુભૂતિથી પોતાના અસ્તિત્વની પોતાને ખાત્રી થાય. જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી સામાન્ય (દર્શન) અને જ્ઞાન ક્ષયોપથમિક ભાવે હોય. જ્યારે કેવલ દર્શન-કેવલજ્ઞાન ક્ષાયિક ભાવે જ હોય. ચાર જ્ઞાનવાળામાં તરતમતા હોય પણ કેવલીઓમાં જરાપણ તરતમતા ન હોય. છઘસ્થોને ઈદ્રિયો વડે બોધ કરવામાં પરાધીનતાના કારણે અસંખ્ય સમય પસાર થાય જ્યારે કેવલીને એક સમયમાં લોકાલોકનું સર્વ જ્ઞયનું ત્રિકાલિક જ્ઞાન સર્વ પર્યાયથી સહિત એક સાથે થાય. જ્યારે છદ્મસ્થોને એક પદનું પણ જ્ઞાન કરવામાં અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ લાગે. શાનાદિ આચારરૂપે પાંચ વ્યવહારો શા માટે? આત્માના પાંચ લક્ષણો (ગુણો) નિશ્ચય સ્વરૂપે બતાવી તેને પ્રગટ કરવા માટે જ્ઞાનીઓએ જ્ઞાનાદિ પાંચ વ્યવહારો પણ બતાવ્યાં છે. આથી નિશ્ચયથી અને વ્યવહારથી જ્ઞાનનું શું સ્વરૂપ છે? તેનો બોધ હોવો જરૂરી છે. પ્રવૃત્તિ એ વ્યવહાર અને આત્માના શુધ્ધ પરિણામો એ નિશ્ચય છે. નિશ્ચય જ્ઞાન એ ગુણસ્વરૂપ સદા રહેવારૂપે કેવલજ્ઞાન સ્વરૂપે– અરૂપી નવતત્ત્વ || ૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપે છે. તે જ જ્ઞાન પરથી કર્મનું આવરણ ખસવાથી જ્ઞાન પ્રકાશ બહાર જેટલા અંશે પ્રગટ થાય અને તે જ્ઞાન પ્રકાશ વડે જે બોધ થાય તે પ્રમાણે તે જ્ઞાન પ્રકાશનો વ્યવહાર જુદા-જુદા નામે કરાય છે. જ્ઞાનને વ્યવહારથી મતિ–શ્રુતઅવધિ—મન:પર્યવ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. તે જ જ્ઞાન સાથે જ્યારે મિથ્યાત્વ ભળે ત્યારે તે જ જ્ઞાન મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાનરૂપ કહેવાય છે. આમ કેવલજ્ઞાનના જ પ્રકાશને વિવિધ ભેદો રૂપે વ્યવહાર કરાય છે અને તેને પ્રગટ કરવા જે સાધના, સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે તેને પણ વ્યવહારથી જ્ઞાન કહેવામાં આવે છે. જેમ કે અક્ષર, પદ, શ્લોક, શાસ્ત્ર, પુસ્તક, આગમ, ભાષા, વાણી આ બધું નિશ્ચય જ્ઞાન પ્રગટ કરવાનું સાધન છે માટે વ્યવહારથી તેને જ્ઞાન પણ કહેવાય છે. આગમને શ્રુત ભગવાન પણ કહેવાય છે. આગમનું નિમિત્ત લઈને આત્મા ભગવાન બની શકે છે. ભગવતી સૂત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીને, બીજા મંગળ સ્વરૂપે દ્રવ્ય સ્વરૂપે દ્રવ્ય શ્રુતને નમસ્કાર કરવામાં આવ્યો છે. 'નમો બંભીએ લીપીએ.' સાધ્ય, સાધન અને સાધના– એ ત્રણેનો સ્વરૂપથી ઉપયોગ હોવો જોઈએ. અક્ષર એ સાધન—લિપિરૂપે છે. તેનું ગોખવું, સ્મરણ પાઠ કરવો તે દ્રવ્ય જ્ઞાનરૂપ છે અને તેના અર્થને યાદ કરવા તે ભાવજ્ઞાન કહેવાય. નિશ્ચયથી શાન એટલે ? નિશ્ચયથી અક્ષર (એટલે આત્મામાંથી કદી નાશ પામતું નથી એવો) જે આત્માનો જ્ઞાનગુણ પરિણામ તે પરિણામ પ્રગટ કરવામાં જે નિમિત્તભૂત એવી શબ્દ રચના-લીપિને વ્યવહાર અક્ષર કહેવાય. અને તેના વડે કર્મના ક્ષયોપશમ કે ક્ષય થવા વડે વસ્તુ તત્ત્વનો (જ્ઞેયનો) પૂર્ણ રીતે બોધ થવા રૂપ જે જ્ઞાન (અરૂપી) પરિણામ આત્મામાં પ્રગટ થાય તે નિશ્ચયથી શાન છે. (''નીવાત્ ન ક્ષતિ કૃતિ અક્ષરઃ'।) જે કેવલજ્ઞાન આત્મામાંથી કદી નાશ પામવાનું નથી. તેવા કેવલજ્ઞાનને પ્રગટ કરવામાં નિમિત્તભૂત બને તેને અક્ષર કહેવાય. આવી નિશ્ચયદષ્ટિ પ્રગટ કરી વ્યવહારને પામવાનો છે. અર્થાત્ વ્યવહાર પ્રધાન નવતત્ત્વ || ૬૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી જ દરેક આરાધના કરવાની છે. નિશ્ચયનો નિર્ણય કરી નિશ્ચય મેળવવા જ વ્યવહાર મૂકેલો છે. આથી જ્ઞાનાચારના કાલે, વિણયે, બહુમાણે– આદિ ૮ વ્યવહાર વડે જ્યારે આત્મામાં મતિ આદિ સમ્યગૂજ્ઞાન જેટલા અંશે પ્રગટ થાય તેટલા અંશે જ્ઞાનાચારરૂપ વ્યવહાર સફળ થયો કહેવાય. કર્મના ક્ષયથી જે જ્ઞાન પ્રગટ થાય તે જ્ઞાન પરિણામ વડે વસ્તુનો બોધ કરવા કોઈ ઈદ્રિયાદિ સાધનની જરૂર પડતી નથી. આત્મા જ પોતે સ્વયં શેયનો યથાર્થ જ્ઞાતા બની બોધ કરે છે. તે નિશ્ચયજ્ઞાન છે. ક્ષયોપશમથી પ્રગટ થાય તે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન– આ જ્ઞાન જાણવા માટે ઈદ્રિયોની જરૂર ન હોવા છતાં પૂર્ણજ્ઞાન ન હોવાના કારણે માત્ર રૂપ પદાર્થનું પણ મર્યાદાવાળું જ્ઞાન પ્રગટ થાય છે. સર્વજ્ઞના આધારે જ અલ્પજ્ઞાની શ્રધ્ધા પરિણામથી પૂર્ણની શ્રધ્ધા વડે પૂર્ણતાને પામી જાય. સાધનાનું કાર્ય સાધ્યની સિધ્ધિની સાધનામાં સહાયક બનવારૂપ માત્ર હોય છે. આપણને આપણા નિશ્ચયજ્ઞાન સ્વરૂપનો ઉપયોગ હોય અને સાધનરૂપ જ્ઞાન વડે વીર્ય પ્રવર્તાવવા પુરુષાર્થ ભેળવવા રૂપ સાધના દ્વારા આત્માના શુધ્ધ જ્ઞાન પરિણામ પ્રગટ કરી અનુભવવાનું છે તે લક્ષ્ય જોઈએ. જ્ઞાન ગુણ ક્ષયોપશમ ભાવરૂપ છે. આથી મતિ આદિ ચાર જ્ઞાનની સાથે નિશ્ચય જ્ઞાનનો ઉપયોગ ન હોય તો વ્યવહાર સાધન-સાધનામાંકષાયભાવભેળવી સાધનાને મલિન બનાવી સાધ્ય સિદ્ધિને દૂર ધકેલી દે છે. અર્થાત્ ૨૫–૫૦-૧૦૦ ગાથા યાદ રહી જવાથી કે આગમ શાસ્ત્રો વાંચી જવાથી તેનો બોધ થઈ જવાથી અને બીજાને સમજાવવામાં કુશળતા પ્રાપ્ત થઈ જવાથી અહંકાર પરિણામ પ્રગટ થઈ જાય, જ્ઞાની થવાનો આફરો ચડે – આમ વ્યવહાર જ્ઞાનનો અપચો થાય. આથી નિશ્ચયજ્ઞાનના લક્ષ્ય સહિત વ્યવહારની સાધનાથી કર્મનિર્જરા સુલભ થાય. 1 પરિણત શુદ્ધ થયેલા શાનનો પ્રભાવ જે જ્ઞાન આત્માની શુધ્ધ-અશુધ્ધ અવસ્થા બતાવી શુધ્ધ તરફ પ્રેરક બને અને જે જ્ઞાન સ્વમાં પરિણામ પામી મોહને મારી આનંદ લૂંટે અને ગંભીર નવતત્ત્વ || ૭૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ બનશે. કુતૂહલતા, ઉત્સુકતા નહીં હોય આથી જ્ઞાન હું કોઈને બતાવું તેવો પરિણામ નહીં આવે અને દુનિયાદારીનું નિરપેક્ષ જ્ઞાન જાણવાની ઉત્સુકતા પણ નહીં જાગે, પણ આત્મા સ્વરૂપમાં જ્ઞેયને યથાર્થભાવે જાણવાની જિજ્ઞાસા પ્રગટ થશે અને એના દ્વારા પોતાના સમતા–આનંદના સ્વભાવને અનુભવવા તરફ લક્ષ કેંદ્રિત થશે. જ્ઞાનની પરાકાષ્ઠારૂપ જ્યારે કેવલજ્ઞાન પ્રગટે ત્યારે ગંભીરતાપણ પૂર્ણરૂપે પ્રગટ થાય. તેથી કેવલી સ્વમુખે 'હું કેવલી છું' તેવું પણ ન પ્રકાશે. કેવલી જ્ઞાનમાં સામેના જીવનું કલ્યાણ થવાનું જાણે તો જ ઉપદેશ આપે. પૂછેલા પ્રશ્ન જેટલો જ ઉત્તર આપે બાકી મૌનભાવે જ રહે. અર્થાત્ જ્ઞાનગુણ જેમ મોહથી રહિત, શુધ્ધ બનતું જાય તેમ તેમ તેમાં ક્ષમા, સહિષ્ણુતા, સરળતા, નમ્રતા, પ્રસન્નતા, ગંભીરાદિ ગુણોનો વિકાસ થતો જાય. જ્ઞાન પૂર્ણ શુધ્ધ થાય એટલે 'હું' પદ સર્વથા નાશ પામે. આમ જ્ઞાનના શુધ્ધિકરણથી જીવ સિધ્ધિગતિ તરફ પ્રયાણ કરે અને જ્ઞાનની અશુધ્ધિથી સંસારવૃઘ્ધિ તરફ પ્રયાણ કરે. જ્ઞાનમાંથી મિથ્યાત્વ જેમ જેમ દૂર થાય તેમ જ્ઞાનદષ્ટિ નિર્મળ બનતી જાય અર્થાત્ જ્ઞાન સમ્યગ્ બનતું જાય. શુધ્ધ થયેલું જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટાવવામાં કારણભૂત બને છે. 'રુચિ અનુયાયી વીર્ય.' શાન વડે સ્વરૂપ નિર્ણય થઈ સ્વરૂપની રુચિ પ્રગટે તે સ્વરૂપને પામવા વીર્ય પ્રવર્તમાન થાય છે. જ્ઞાનમાં મોહને ન ભળવા દેવો અને મોહને આત્મામાંથી દૂર કરવો તે જ સ્વગુણ રમણતા–સ્થિરતા—સમતારૂપ નિશ્ચયથી ચારિત્રગુણ છે. ચારિત્ર નિશ્ચય અને વ્યવહારથી શું ? જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુધ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે.... (પૂ. મહો. યશોવિજયજી) ચારિત્ર પરિણામ એટલે સામાન્ય રીતે વિશેષ જ્ઞાનરૂપે વસ્તુનો જે યથાર્થ બોધ પરિણામ થાય અને તે બોધ પરિણામમાં જ્યારે મિથ્યાત્વ મોહના અભાવરૂપ અને સમ્યગ્ દર્શનના સદ્ભાવરૂપ શ્રધ્ધાના સ્વતત્ત્વ નિર્ણિત સ્વરૂપમાં રુચિ નવતત્ત્વ // ૭૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ પરિણામ અને પરતત્ત્વરૂપ નિર્ણિત સ્વરૂપમાં હેય–ઉદાસીન પરિણામરૂપ થાય પછી તે તે વસ્તુમાં સાક્ષીભાવ રૂપે રહેવાનો પરિણામ. શુભાશુભમાં રતિઅરિતના કષાય પરિણામ ન ભળવા રૂપ માધ્યસ્થ પરિણામે રહેવું અર્થાત્ પરમાં કર્તા—ભોકતા પરિણામ ન થવારૂપ અને પોતાના સમતાગુણમાં જ કર્તા—ભોકતા પરિણામે રહેલા–રમવારૂપ જે પરિણામો આત્મામાં પ્રગટ થાય તે જ નિશ્ચયથી ચારિત્ર અર્થાત્ સમતારૂપ સામાયિક ચારિત્ર છે. તેને પ્રગટાવવા જ્ઞાની ભગવંતોએ વ્યવહાર ચારિત્ર બે સ્વરૂપે કહ્યું છે. સત્ (યોગ)માં પ્રવૃત્તિ અને અસત્ (યોગ)થી નિવૃત્તિ તેમાં નિશ્ચયથી પ્રથમ સાધ્ય સ્વરૂપ વિધાનરૂપ અને પછી નિષેધરૂપ જિનાજ્ઞા બે સ્વરૂપે છે. "નિવૃત્તિ ને પ્રવૃત્તિભેદે, ચારિત્ર છે વ્યવહારજી." નિજ ગુણ સ્થિરતા ચરણ તે કહીએ, નિશ્ચય શુધ્ધ પ્રકાર.' ચારિત્ર એટલે : ચા ત્યાગ, અરિ-કષાયરૂપી દુશ્મનથી, ત્ર = આત્માનું રક્ષણ કરવું. સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ક્રિયા વ્યવહાર તે વ્યવહાર ચારિત્ર છે. 'કરેમિ ભંતે સામાઈય'માં સૌ પ્રથમ સાધ્યરૂપ વિધાનનો સ્વીકાર. 'હું સામાયિક ભાવનો સ્વીકાર કરું છું.' પ્રથમ સાધ્યનો સ્વીકાર કર્યો. સામાયિકભાવની સિધ્ધિમાં બાધક એવી સાવધ પ્રવૃત્તિના નિષેધનું પચ્ચક્ખાણ કરવામાં આવે છે. સાવધ બે પ્રકારે (૧) હિંસાદિ પાપ વ્યાપાર રૂપ પ્રવૃત્તિ યોગના ત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. (૨) બીજા સાવધરૂપે કષાયભાવ નહીં કરવાનું પચ્ચક્ખાણ કરવામાં આવે છે. પ્રથમમાં દ્રવ્યહિંસાના ત્યાગની પ્રધાનતા છે. બીજામાં ભાવહિંસાના ત્યાગની પ્રધાનતા છે. કષાયભાવથી નિવૃત્તિરૂપ પ્રતિજ્ઞા છે. સામાયિકમાં પૂંજવા – પ્રમાર્જવા રૂપ સંયમમાં ઉપયોગ હજી રહે તેથી નવતત્ત્વ // ૭૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ કીડી આદિ તેઈદ્રિય વગેરે પ્રાણીઓની રક્ષાનો પરિણામ જાગૃત હોય છે. પણ શીતલ વાયુકાયની સ્પર્શના દ્વારા ભાવહિંસા અને વાયુકાયની વિરાધના વડે દ્રવ્યહિંસાનો ઉપયોગ રહેવો દુષ્કર છે. અહીં કાયાની મમતા રૂપ = અનુકૂળતા રૂ૫ ભાવહિંસા છે. સામાયિકના ઉપકરણ પર જેને સમતાનું લક્ષ નથી તેને તે અધિકરણરૂપ બને છે. સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિરૂપ યોગ એ સત્ પ્રવૃત્તિરૂપ છે. તેમાં ગુપ્તિ એ નિવૃત્તિરૂપ છે. સમિતિ એ પ્રવૃત્તિ- નિવૃતિરૂપ છે. સામાયિકમાં દયાસમતાના પરિણામ ન થાય, મમતાના પરિણામ ઘટે નહીં તે સામાયિક નથી. સામાયિકમાં જીવો પ્રત્યે ક્ષમાદિ પરિણામમાં રહેવું, સર્વ જીવોને સમાન દષ્ટિરૂપે જોવા અને પુદ્ગલ સંયોગ–અનુકૂળ-પ્રતિકૂળ યોગમાં ઉદાસીનભાવે રહેવારૂપ ભાવચારિત્ર તેનિશ્ચય ચારિત્ર છે. તેનાથી નિર્જરા થાય. નિર્જરાનું મુખ્ય કારણ સમતા છે. સમતા વિના નિર્જરા ન થાય. જો નિશ્ચય ચારિત્રનું લક્ષ ન હોય તો માત્ર વ્યવહાર ચારિત્રથી પુણ્યબંધ થાય. આથી સામાયિકમાં અંતે પણ તલ્સ भत्ते पडिक्कमामि निंदामि गरिहामि । સામાયિક ભાવથી વિપરીત કરવારૂપ ભાવનું પ્રતિક્રમણ કરું છું. પાછો ફરું છું. તે ભાવોની નિંદા–ગહ કરું છું. 'અપ્પાણે વોસિરામિ– કષાયરૂપ થયેલા આત્માને વોસિરાવું છું. માથા સામારૂપ, ખાં સામાડ્યા છે ! આત્મા સ્વરૂપે સામાયિક જ છે, સામાયિકનું પ્રયોજન પણ તે જ છે. (તસ્વાર્થ વૃત્તિ) સામાયિક સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ જિનવાણીનું સારભૂત છે. (વિશે. આવ.) સામાયિક એ ચૌદપૂર્વના અર્થપિંડરૂપ છે આથી 'સામાયિક આદિ મંગલ સામાઈયણ, મંગલ નિહાણે, નિવાણ, પાવિહિત્તિ કાયે, સામાઈયઝયણ મંગલ ભવતિ.' પાપનો અભાવ એ જ સાચું મંગલ છે. સામાયિક ભાવ તે કષાયના (પાપના) અભાવરૂપ હોવાથી સામાયિક અધ્યયન પણ મંગલરૂપ થાય છે. આથી આત્માની સ્વાભાવિક સામાયિક ભાવરૂપ સમસ્થિતિ પ્રત્યે લઈ જનારા નવતત્ત્વ || ૭૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ તમામ સાધનો, ક્રિયાઓ કે અનુષ્ઠાનો પણ વ્યવહારથી સામાયિક કહેવાય. 3 વૈરાગ્યથી વીતરાગરૂપ ચારિત્રનો વિકાસકમ ચારિત્ર એ જ્ઞાનયોગના સ્વીકારરૂપ તત્ત્વાનંદ અનુભવરૂપ છે. ૪થા ગુણઠાણે ચારિત્રની રુચિરૂપે વૈરાગ્યભાવ થાય અને પાંચમા ગુણઠાણે વૈરાગ્યભાવ પ્રમાણે કર્મકૃત સંબંધો તથા પુદ્ગલ દ્રવ્યોના સંગથી છૂટવા રૂપ પ્રતિજ્ઞાપૂર્વક દેશવિરતિ છે. ઠ્ઠા ગુણઠાણે કર્મકૃત સર્વસંબંધો (માતા-પિતાદિ) નો તથા પુગલ સંયોગો રૂપ સર્વસંયોગોનો પરિગ્રહ ન કરવારૂપ પ્રતિજ્ઞાપૂર્વક જાવજજીવ ત્યાગ પરિણામપૂર્વક સર્વવિરતિ છે. ૭મા ગુણઠાણે સર્વથા મોહના સંગથી છૂટવા માટે અપ્રમતભાવે પુરુષાર્થવાળા અને વીતરાગતાની પૂર્ણતાનું લક્ષ્ય હોવા છતાં પુરુષાર્થ એક સરખો પ્રબળતાપૂર્વક વૃધ્ધિવાળો પરિપૂર્ણ ન થાય તેથી અંતર્મુહૂર્તમાં પાછા પ્રમાદભાવ તરફ જવાના સ્વભાવવાળા વીતરાગતા મેળવવા મોહની સામે મંડાયેલા યુધ્ધના મોરચામાં હારજીતની અવસ્થાવાળા છે. જ્યારે ૮મા ગુણસ્થાનકથી વીતરાગતા મેળવવાના દઢ નિર્ધાર સાથે ઉત્તરોત્તર વૃધ્ધિ પામતો પ્રચંડ વૈરાગ્ય અર્થાત્ રાગાદિ ભાવોનો ૮માથી ૧૦મા ગુણસ્થાનક સુધી સર્વથા નાશ કરવા દ્વારા વિકાસ પામતાં ૧રમા ગુણઠાણે સંપૂર્ણ મોહને સફળ ન થવા દેવા રૂપે અને તેના પર પોતાનો પૂરો અંકુશ મૂકી તેને જીતી સદા માટે પ્રચંડ પુરુષાર્થરૂપ પ્રવર્તમાન વીર્યના પરિણામથી ક્ષપકશ્રેણીરૂપ વિજય પ્રાપ્ત થાય છે. એટલે કે ૧રમે ક્ષાયિક વીતરાગતા તરફ એક સરખી પ્રગતિ રૂપ પ્રયાણ. ૪થે વીતરાગતાનો અભાવ, પગે પ્રમાદ સહિત આંશિક વિતરાગતા, છું પ્રમાદ સહિત વીતરાગતા, ૭મે ક્ષયોપથમિક વીતરાગતા, ૮મે થી ક્ષાયિક વીતરાગતા તરફ પ્રયાણ અને ૧રમે પૂર્ણતા. નિશ્ચય ચારિત્ર સમતા, ઉદાસીનતા, તટસ્થતા, માધ્યસ્થ અને પ્રશમભાવરૂપ પરિણામ પ્રધાન છે. જ્યારે વ્યવહાર ચારિત્ર શુભયોગ–ક્રિયા સત્ પ્રવૃત્તિ પ્રધાન છે. નિશ્ચય ચારિત્રનું ફળ કર્મ, કષાય, અને કાયાની મમતાનો અપચય= ઘટાડો થવો અને વ્યવહાર ચારિત્રનું ફળ પુણ્યબંધ છે. નવતત્ત્વ || ૭૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ "ચય તે સચય કર્મનો, રિકત કરે વળી જેહ, ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદો તે ગુણગેહ.' પૂ. મહો. યશોવિજયજી) मोक्षः कर्मक्षयात् एव स च आत्माज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद् ध्यानमात्महितः ॥ (योगशास्त्र) 1 ધ્યાન કોને કહેવાય? યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિ મ.સ. ફરમાવે છે કેયોગ બે પ્રકારે છે. (૧) મોક્ષયોગ (૨) સંસારયોગ. આત્મા અનાદિકાળથી કર્મ સાથે સંયોગ સંબંધથી જોડાયેલો છે. કર્મના સંયોગરૂપ આત્મા સંસાર યોગરૂપ છે. કર્મના સંયોગના કારણે પુદ્ગલ (દેહમય) અને પુદ્ગલ સાથેના સ્વભાવરૂપ વિભાવદશારૂપ થવું– રહેવું તે સંસારયોગ છે. કર્મના સંયોગથી મુકત થવું, પુદ્ગલભાવથી રહિત થવું, વિભાવદશાથી રહિત થવું એ મોક્ષયોગ છે. આત્મજ્ઞાન વિના સંસારયોગ છૂટે નહીં. કર્મ-પુદ્ગલના સંયોગથી આત્માની થયેલી અશુધ્ધ દશા અને આત્માની કર્મ પુદ્ગલના સંયોગ વિનાની શુધ્ધ દશા. આ બંને અવસ્થાનું જ્ઞાન થયા પછી જ આત્માને સંસારરૂપ અશુધ્ધ દશામાંથી છૂટવાનું થાય અને સ્વભાવરૂપ શુધ્ધ દશામાં રમવાનું થાય અને પોતાની સ્વભાવદશામાં સ્થિરતારૂપ ધ્યાન પ્રગટ થાય. પરમાંથી અસ્થિર થવું અને સ્વભાવમાં સ્થિર થવું તે ધ્યાન. તેનાથી જ નિર્જરા થવા વડે આત્મહિત થાય. પર સંયોગમાંથી છૂટા થવું અને સ્વગુણરૂપે પ્રગટ થવું તે આત્મહિત છે. આત્મા જેટલો પોતાના ગુણોમાં સ્થિર થાય તેટલા અંશે ધ્યાન ગણાય. આથી આત્માને પોતાના ગુણસ્વરૂપનું જ્ઞાન જરૂરી છે. આત્માના ગુણો સાથે રહેનારા હોવા છતાં ક્રમસર પ્રગટ થાય. કારણ કે કર્મોથી તે ઢંકાયેલા છે. કર્મોના આવરણ હટયા વિના ગુણો પ્રગટ ન થાય. જ્ઞાન અને દર્શન આ બે ગુણો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના આવરણથી દબાયેલા છે. જેટલા અંશે તે આવરણ દૂર થાય તેટલા અંશે તે ગુણ પ્રગટ થાય. છતાં નવતત્ત્વ || ૭૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન ગુણ ચેતના ગુણસ્વરૂપ છે. પણ તે મિથ્યાત્વના ઉદયથી સમ્યકત્વ ગુણના અભાવવાળું છે. તેથી તે જ્ઞાન અજ્ઞાનરૂપ છે અને તે વ્યવહારથી અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલું કહેવાય. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની સાથે જો મિથ્યાત્વાદિ મોહનીયનો ઉદય હોય તો તે જ્ઞાન અશુધ્ધ અજ્ઞાનરૂપ કહેવાય અને મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમથી (ઉપશમ કે ક્ષયથી) થાય તો તે જ્ઞાન સમ (શુદ્ધ) કહેવાય. સમ્યકત્વ ગુણથી યુક્ત જ્ઞાન જ શુધ્ધ બને તેમ ચારિત્રગુણ પણ સમ્યકત્વ ગુણ સહિત હોય તો જ સમ્યફચારિત્ર ગણાય નહીં તો તે દ્રવ્ય ચારિત્ર કહેવાય. અભવ્યોને દ્રવ્યથી નિરતિચાર જેવું ચારિત્રનું પાલન પણ નિર્જરાનું કારણ ન બને પણ સંસારનું કારણ = દેવભવની પ્રાપ્તિ અને દુર્ગતિના કારણભૂત જ બને. ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી (ઉપશમ કે ક્ષયથી) જ શુધ્ધ ચારિત્રગુણ પ્રગટ થાય સાથે સમ્યગદર્શન અવશ્ય હોય જ. સમ્યગદર્શન ગુણ હોય ત્યારે ચારિત્ર ગુણ હોય કે ન પણ હોય પણ ચારિત્ર ગુણ હોય તો સમ્યકત્વ અવશ્ય હોય છે તેથી તે ગુણ ભાવચારિત્ર બને. આત્માએ પોતાનામાં સ્થિર થવું તે ધ્યાન અવસ્થા છે. પોતાના ગુણનો અનુભવ કરે એટલે મોહનો અનુભવ છોડે. અત્યારે આપણે મોહના અનુભવથી આનંદ મેળવીએ છીએ. આત્મા પોતાના ગુણને અનુભવે ત્યારે જ કર્મ છૂટે. ધર્મક્રિયા વખતે તમે શુભભાવમાં છો, પ્રશસ્ત કષાયના પરિણામ છે પરંતુ આત્મા પોતાના ગુણમાં નથી. ભાવ એ લાગણી છે. પરંતુ વીતરાગ સ્વરૂપ નથી. લાગણી એ આત્માનો સ્વભાવ નથી કરુણા પણ શુભ ભાવ છે. પોતાના આત્માના હિતાહિતનો નિર્ણય થવો તે સમ્યગુજ્ઞાન છે. મિથ્યાદષ્ટિને પણ યથાર્થ બોધ સુધીનું જ્ઞાન થાય પરંતુ તેને હેય-ઉપાદેયનો પરિણામ ન આવે. અભવ્યનો આત્મા પોતાના માટે હેયોપાદેયનો નિર્ણય ન કરે તેથી સમ્યગુ જ્ઞાન નહીં. ભવ્યજીવને જ્યારે સમ્યગુ દર્શને આવે એટલે પોતાના નવતત્ત્વ // ૭૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ આત્માના દર્શન થાય. શુધ્ધ આત્મા પોતાને ઉપાદેય લાગે. અશુદ્ધ આત્મામાં કર્મ-કષાય છે. તેથી પોતાનો આત્મા વહેલામાં વહેલી તકે ક્યારે શુધ્ધ સ્વરૂપે થાય? કેવલજ્ઞાન ક્યારે પ્રગટે? ક્વલજ્ઞાનને પ્રગટ કરવાની રુચિ તે જ સમ્યગ્દર્શન. ઘાતી કર્મોનો નાશ થાય તો જ કેવલજ્ઞાન થાય. પ્રભુ પાસે કેવલજ્ઞાન જ માંગવાનું છે. આત્મામાંથી મિથ્યાત્વ જાય પછી જ ચારિત્રનો ગુણ આવે. નિવૃત્તિ અને પ્રવૃત્તિ જેમાં હોય તે વ્યવહારથી ચારિત્ર કહેવાય. પાપમય અશુધ્ધ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ પછી જેનાથી આત્માના પરિણામ પ્રગટ થાય તેવી પ્રવૃત્તિ કરવાની. દા.ત. સામાયિક લઈને બેઠા. સામાયિકભાવ પ્રગટ થાય તેના માટે જ્ઞાન ભણવાનું એટલે કે જ્ઞાન-દર્શન–ચારિત્રની પ્રવૃત્તિ શરૂ કરો ત્યારે જ વ્યવહારથી ચારિત્ર કહેવાય. સામાયિક-પૌષધ, દેશવિરતિ અને સર્વવિરતિ વ્યવહારથી ચારિત્ર કહેવાય. ચોથા ગુણઠાણે સમ્યગ્ગદર્શન આવ્યું તેથી હેય–ઉપાદેયનો નિર્ણય થયો. ઉપાદેયમાં રુચિનો પરિણામ થયો. હેયમાં ત્યાગનો પરિણામ થયો. આ બે પરિણામ દ્વારા આત્મામાં પોતાના હિતની શરૂઆત થઈ. * નિજ ગુણમાં સ્થિરતા તે નિશ્ચય ચારિત્ર છે. નિશ્ચય ચારિત્રને પ્રગટ કરવા માટે વ્યવહાર ચારિત્રનું વિધાન છે. વ્યવહાર ચારિત્રમાં નિશ્ચય ચારિત્ર પેદા કરવાની ભૂમિકા મૂકી છે. આત્મા પોતે સ્વભાવે સામાયિક સ્વરૂપે છે માટે આત્માના સમતા સ્વભાવને પ્રગટ કરવાનું પ્રયોજન છે. ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી તેનો સાર સામાયિક છે. સામાયિક સ્વભાવ લાવવા માટે જ દ્વાદશાંગી ભણવાની છે. શુધ્ધ સામાયિક સ્વભાવ આવી ગયા પછી દ્વાદશાંગી ભણવાની જરૂર નથી. શુદ્ધ ચારિત્ર - વીતરાગભાવ - મોહનો પરિપૂર્ણ અભાવ. કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાભાવ રાખવાનો છે. સમગ્ર જીવરાશિ પ્રત્યે એક સમાન દષ્ટિ એક પણ જીવની ઉપેક્ષા નહીં. જીવ જ્ઞેય - ઉપાદેય છે, નવતત્ત્વ || ૭૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ આપણને જીવ જાણવા યોગ્ય લાગ્યો ખરો ? આપણને જીવને જોવામાં મોજ–આનંદ ન દેખાયો તેથી અજીવને જોવામાં સુખના દરિયા, મોજ, આનંદ દેખાય છે. તેથી ત્યાં આપણી દોડાદોડ છે. ગૌતમ સ્વામીને ચાર જ્ઞાન હોવા છતાં જિજ્ઞાસા ઊભી છે કે મને ક્યારે કેવલજ્ઞાન થશે ? જીવને જાણવાની ઈંતેજારી હોવાથી ૨૪ કલાક તે તેમનો સ્વભાવ થઈ ગયો. જ્ઞાનાનંદ એ જીવનો સ્વભાવ છે. જેટલું શુધ્ધ રૂપે જોતો જાય એટલું જ્ઞાન પ્રગટ થાય. કેવલીને વસ્તુ જાણવા જવું ન પડે, આપણે જાણવા જવું પડે. આગમનો સાર છે કે આત્માએ આત્માનું હિત કરવાનું છે. જે આત્મા પોતાના જ્ઞાન પરિણામમાં પોતાને જોતો નથી તે આત્માનો જ્ઞાન પરિણામ અશુધ્ધ છે. જ્ઞાનીઓએ જ્ઞાનની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે –“આત્મજ્ઞાન શાન હૈ, શેષ શાન અજ્ઞાન.' વિશ્વ શાંતિકા મૂલ હૈ વીતરાગ વિજ્ઞાન.... જે જ્ઞાનમાં મોહનો પરિણામ ઘટે નહીં તે જ્ઞાન અજ્ઞાન. જ્ઞેયને જાણવાનું કામ જ્ઞાનનું કાર્ય છે. જ્ઞેય—જીવ–અજીવ છે. જીવના દુઃખનું કારણ અજીવનો સંયોગ છે. આત્મા અજીવને અજીવરૂપે જાણે નહીં અને જીવને જીવરૂપે જાણે નહીં એટલે આત્માની અંદર ભ્રમ પ્રગટ થાય. ભ્રમ પ્રગટ થવાના કારણે જીવને ઉપાદેયરૂપે નથી સ્વીકારતો, અજીવને ઉપાદેય રૂપે સ્વીકારે છે. અજીવમાં ઉપાદેય ભાવ થયો તેથી આખા જગતમાં અજીવ = જડ માટેની મારામારી છે. જો જ્ઞાનમાંથી મોહનો પરિણામ દૂર થાય તો જીવ પોતાના વીતરાગભાવને ઝંખે. આત્મા પોતાના વીતરાગ ભાવને ઝંખે એટલે જ્ઞાની ભગવંતોએ સૌથી પહેલી વાત મૂકી કે આત્માનું હિત ધ્યાનથી થાય. આત્મામાં આત્મજ્ઞાન પ્રગટ થાય તો આત્મા પોતે ધ્યાનમાં આવે, તે આત્માના હિતનું કારણ બને, અન્યથા અહિતનું કારણ બને. ધ્યાનના ૪ પ્રકાર છે. ધર્મધ્યાન, શુકલ ધ્યાન, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન બે શુધ્ધ ધ્યાન અને બે અશુધ્ધ ધ્યાન છે. આર્ત્ત એટલે પીડા. જીવ જે નવતત્ત્વ || ૭૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ વાતથી ધ્યાનની અંદર પીડા પામે તે આર્ત્તધ્યાન. આર્તધ્યાન એટલે ઈષ્ટ–અનિષ્ટનો સંયોગ—વિયોગ, ઇષ્ટ સંયોગ એટલે પોતાને અનુકૂળ સંયોગ મેળવવાનો પરિણામ હોય. અનિષ્ટ સંયોગ એટલે પ્રતિકૂળતા પ્રાપ્ત ન થાઓ થયેલી પ્રતિકૂળતા દૂર થવાનો પરિણામ તે. સ્વમાં સ્થિરતા તે ધર્મધ્યાન, સ્વમાં રમણતા તે શુકલ ધ્યાન, પરમાં સ્થિરતાનો ભાવ તે આર્તધ્યાન અને પરમાં સ્થિર થવું તે રૌદ્રધ્યાન છે. દુઃખ આવે ત્યારે જ સંસાર દાવાનળ જેવો લાગે કે અનુકૂળતાવાળો સંસાર પણ દાવાનળ જેવો લાગે છે ? અનુકૂળતાવાળો સંસાર દાવાનળ જેવો લાગે તો જ સાચી પ્રતીતિ થઈ કહેવાય. વ્યવહાર ચારિત્ર ક્રિયાની પ્રધાનતાવાળું છે, નિશ્ચય ચારિત્ર પરિણામની પ્રધાનતાવાળું છે. ક્રિયા સહિત પરિણામ આવે ત્યારે ભાવચારિત્ર આવે. ભાવ= વ્યવહાર + નિશ્ચય. નિશ્ચય ઃ અંદરથી પાપની પરિણતિના ત્યાગપૂર્વક અને આત્માની રમણતાપૂર્વક એટલે કે જ્ઞાનના પરિણામથી યુકત પોતાના સ્વભાવમાં રમવું. વ્યવહાર : બહારના અશુભ યોગથી નિવૃત્તિ અને નિરવધ શુભ યોગોમાં પ્રવૃત્તિ. મિથ્યાત્વથી નિવૃત થઈ. ચારેય કષાયથી નિવૃત થવું. મિથ્યાત્વરૂપ મોટામાં મોટા વનમાંથી બહાર નીકળવું પડે. તેમાંથી નીકળે એટલે ચારિત્રની શરૂઆત થાય. ચોથા ગુણઠાણે ચારિત્રની શરૂઆત ભાવરૂપે થાય અર્થાત્ ચારિત્ર ગુણ પ્રગટાવવાનો ભાવ = રુચિ થાય. ચારિત્રનો ગુણ ચારિત્ર મોહનીયથી રોકાય. જો પોતાના ગુણને અનુભવવાની રુચિ ન થાય તો ચોથું ગુણઠાણું નહીં. વ્યવહાર ચારિત્રથી પુણ્યનો બંધ થાય નિશ્ચય ચારિત્ર નિર્જરાનું કારણ બને. दोषा जेण निरुंभति जेण खिज्जंति पूव्व कम्माई सो खलु મોવોવાઓ રોગાવસ્થાસુ સમગ ૬ | (ઉપદેશ પદ) નવતત્ત્વ // ૭૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ પૂ. હરિભદ્ર સૂરિ મ. સાહેબે ઉપદેશપદમાં મોક્ષનો ઉપાય તેને જ કહ્યોજે ક્રિયા વ્યવહાર આરાધનામાં કષાયો-દોષો નાશ પામે. પૂર્વ કર્મો નાશ પામે તે જ મોક્ષનો ઉપાય કહેવાય. જે કોઈ સાધન સામગ્રી આપણા કષાયને દૂર કરે, તો જ કર્મ દૂર થાય. કર્મ દૂર થાય તો જ આત્માની શુદ્ધતા થાય. પછી જ ગુણોનો અનુભવ થાય એટલે કે આત્મામાં રહેલું સુખ કોઈપણ સહાય વગર ભોગવી શકાય. ગુણ આવે તો દોષ જાય એ વાત ખોટી છે. ગુણ લાવવાના નથી. ગુણ તો સત્તામાં જ છે. દોષ જાય તો ગુણનો ઉઘાડ થાય. જીવે જિન બનવું તે જિનની મુખ્ય આજ્ઞા છે. તેના માટે જ બધી આજ્ઞાનું પાલન હોય. જિન બનવું એટલે પહેલા વીતરાગ બનવું. રાગાદિ દોષોથી મુક્ત થવું. કોઈપણ આજ્ઞામાં રાગાદિ દોષો ઓછા ન થતાં હોય તો વ્યવહારથી જિનાજ્ઞાનું પાલન કરવા છતાં નિશ્ચયથી જિનાજ્ઞાનું ખંડન છે. શેયને પહેલા સામાન્ય સ્વરૂપે અને વિશેષ સ્વરૂપે જાણવું. ડીશમાં ગુલાબજાંબુ છે. સામાન્ય સ્વરૂપે ખાવા માટે ઉપયોગવાળા છે. વિશેષ સ્વરૂપે – ગુલાબજાંબુમાં કુણાશ છે, મીઠાશ છે, સુગંધ છે (વર્ણ—ગધ–રસ છે) તમને ગમે એટલે તમારી દષ્ટિ ગુલાબજાંબુ પર સ્થિર થશે. તેના વર્ણાદિ ઉપર આંખ વધારે બહુમાન કરતી થાય. ભૂખ લાગેલી હોય તો ભૂખમાં તીવ્રતા આવે, જીભમાંથી રસ છૂટે, પૈસા હોય ખરીદી લઈએ. આ રીતે પ્રક્રિયા ચાલે. બાજુમાં એક ડીશમાં દુર્ગધ મારતી વિષ્ટા છે. દષ્ટિ ત્યાં સ્થિર થવાના બદલે પાછી ખેંચાઈ જશે. નાક મચકોડીને, મોઢું બગાડીએ, આંખ ફરી જાય. આવી બધી પ્રક્રિયા થાય. રુચિ ન હોય તેથી અણગમો- અરુચિ પેદા થાય. વૈરાગ્ય આવી જાય અને પાછા ફરી જાય. પહેલા સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગે સ્વરૂપને જોતાં આ ઘટના બની, સમ્યગુદર્શન જો ભળે તો બંને વસ્તુ સરખી લાગે. બંને પુગલ છે. સર્વની નવતત્વ || ૮૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ મુજબ પુદ્ગલ એ જીવ નથી તેથી હેય છે. પહેલા જોય પછી હેય અને ઉપાદેય આ ત્રણ આત્મરમણતા માટે ચાવી છે. પરમાત્માને જોતાં પોતાના આત્માનું ધ્યાન ધરે તો જ નિર્જરા થાય. આત્મા અરૂપી છે. તે પોતાના સ્વભાવમાં ન રહ્યો તેથી રૂપી થયો. કર્મો આવ્યા. હવે રૂપી કર્મને છોડવાનો ઉપાય પણ એ જ કે અરૂપીપણાનું ધ્યાન ધરો એટલે રૂપી જાય, કર્મ જાય અથવા રૂપનું આકર્ષણ ન થાય, કર્મ ન આવે. ગુલાબજાંબુ અને વિષ્ટા બંને પર્યાયરૂપે છે. વર્ણ–ગંધ-રસ સ્પર્શના કારણે એક ગમે એક ન ગમે જે અનુકૂળ લાગ્યું તે ગમ્યું. ગુલાબજાંબુ જો પ્રતૈિકળ લાગે તો ન ગમે. આત્મા પુદ્ગલ દ્રવ્ય અંગેનો અને પર સબંધનો પ્રતિજ્ઞાપૂર્વક (પરિણતિ પૂર્વક) દેશથી ત્યાગ કરે તો દેશવિરતિ ધર્મ કહેવાય. વૈરાગ્ય કાચો તો બધું જ કાચું. વૈરાગ્યપૂર્વક અને કર્મકૃત સંબંધો અને સર્વ પૌદ્ગલિક સંયોગોના પરિગ્રહને યાવસજીવ પાપની પરિણતિનો પરિપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરે તે સર્વવિરતિ ધર્મ ગણાય. શાસ્ત્રકારોએ પરથી છૂટવા માટે જ બધું બતાવ્યું છે. તેથી આત્માએ સ્વમાં જવું પડશે. a સમતા સ્વભાવ એટલે... સાધનામાં પણ પરથી છૂટવાનો ભાવ જોઈશે. સમતાભાવ–સામ્યભાવ આત્માનો સ્વભાવ છે. તેના લક્ષવિના ધર્મ કાર્યો કરવા છતાં સમતાભાવ આવતો નથી. રાગાદિકે મોહનો ભાવ ઓછો થવો તે જ સમતા છે. ફક્ત ક્રોધનો અભાવ તે સમતા નહીં પણ મોહનો અભાવ તે સમતા છે. અર્થાત્ ક્રોધાદિ ચાર કષાય અને નવ નોકષાયના પરિણામ જેટલા ઘટે તેટલી સમતા પ્રગટે. " મમ્મણ ક્રોધ નહતો કરતો, અનીતિ નહોતો કરતો છતાં સાતમી નરકે ગયો. પૈસો જતો કરવો નથી, ધનની આસકિત હતી તેથી સમતા ન હતી. અર્થાત્ નવતત્ત્વ || ૮૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ ધનની તીવ્ર મમતાથી સાતમી નરકે ગયો. સમતામાં પરની વિચારણા અર્થાત્ વિકલ્પો ન હોય. આત્માને પરનો વિચાર (વિકલ્પ) મોહરાજા કરાવે છે, તેથી આત્માનો વિચાર નથી આવતો. નવરા બેઠા હો ત્યારે તમને આત્માના વિચાર આવે? નથી આવતા તો તમને મોહરાજા સતાવે છે. સંસારના જ વિચારો સતાવે છે કારણ કે પોતે પોતાના આત્મા જોડે જોડાયેલો જ નથી. માટે સર્વશની આજ્ઞા છે કે હું એક સમય પણ પ્રમાદ ન કર.' આત્માનું વિસ્મરણ એ જ આત્માનું પહેલું મરણ છે. અનંતકાળથી આત્મા આરાધના કરીને આવ્યો છતાં આરાધનાનું ફળ શું? આત્માને ક્રમાં રાખીને આરાધના કરી તેથી મોહ ઘટવાને બદલે વધતો ગયો. ધર્મસ્થાનમાં પણ કોઈ માનપૂર્વક ન બોલાવે તો ચલાવી લો ને? માન શા માટે જોઈએ છે? પર ગમે છે માટે તો તમને ધર્મ ગમતો નથી. મોહ ઓછો કરવાના બદલે ધર્મથી માન કેમ માંગો છો? ચારિત્ર એટલે મોહથી છૂટા થવું મોહથી છૂટા થવું એનું નામ ચારિત્ર. સામાયિક વધે તો ઘરવાળાસ્વજનો જોડે સંબંધ ઓછો થાય કે ગાઢ થાય? ઘરમાં શાંતિ વધે કે અશાંતિ? તમારી ડીમાંડ ઘટે જ! જો ડીમાંડ વધતી હોય, અશાંતિ વધતી હોય તેથી ઘરવાળા જોડે અલગ થવાનો ભાવ આવે, પણ ઘરથી અલગ થવાનો ભાવ નહીં તો સમતા ઘટી. મોહથી છૂટા થવું એટલે ઘરવાળાથી છૂટા થવું કે ઘરથી છૂટા થવું? ઘર છોડશો અને બીજું ઘર વસાવશો તો તમે સંયુક્ત કુટુંબમાંથી છૂટા પડી સ્વતંત્ર થઈ પાછું ઘર વસાવી મોહરાજામાં વધારે ફસાવાના. જ્ઞાનનું ફળ સમ્યગુ દર્શન, સમ્યગદર્શનનું ફળ ચારિત્ર, ચરિત્રનું ફળ તપ. n ત૫ સમ્યગદર્શન ગુણ વિના જેમ ચારિત્રગુણ પ્રગટ ન થાય તેમ ભાવતપગુણ નવતત્વ // ૮૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ પણ સમ્યગદર્શન અને સમ્યક ચારિત્ર વિના પ્રગટ થાય નહીં. મિથ્યાત્વની હાજરીમાં પણ ઘોર તપ હોઈ શકે પણ તે દ્રવ્ય તપ અકામ નિર્જરાના કારણભૂત થાય. સકામ નિર્જરાના કારણભૂત ન થાય ત૫ ગુણ પ્રગટ કરવામાં વિશેષથી લોભ મોહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમની જરૂર પડે તેથી તપ ઈચ્છારોધ વિના ન થાય. 1 તપની નિશ્ચયથી વ્યાખ્યાઃ ઈચ્છારોધ તે મુખ્યતપગુણ છે. ઈચ્છારીધે સંવરી પરિણતિ સમતા યોગે રે, તપ તે એહી જ આત્મા વહેં નિજ ગુણ ભોગે રે...' 3 વ્યવહારથી ત૫ ૧૨ પ્રકારે ઃ ૬ બાહ્ય અને અત્યંતર. ઈચ્છા પરિણામ લોભ મોહનીયના ઉદયથી થાય. પુદ્ગલ ભાવની ઈચ્છા થાય. આત્માના ગુણો સિવાય અન્યને મેળવવાની ઈચ્છા તે તપનો વિભાવ પરિણામ છે. તત્ત્વાર્થ સૂત્રમાં– 'તપસા નિર્જરા ચ’ તપના બે કાર્ય. પ્રથમ ઈચ્છાનો રોધ સંવર થાય પછી નિર્જરા થાય. તપનું મુખ્ય ફળ નિર્જરા. આશ્રવને રોક્યા વિના સંવર થાય નહીં, સંવરવિના નિર્જરા ન થાય.નિર્જરા એટલે પોતાના ગુણોમાં સ્થિરતા, તપ એટલે તૃપ્તિ. જે વસ્તુનો ત્યાગ કર્યો જેની ઈચ્છા છોડી તેની ફરી ઈચ્છા ન થાય તે તૃપ્તિ. n નિશ્ચયથી તપની વ્યાખ્યા समस्त रागादि परभावेच्छात्यागेन स्वस्वरूपे प्रतपनं तपः। आत्मानं आत्मना संधत्ते इति अध्यात्मं तपनं ॥ પર પુલ ગુણની ઈચ્છાનો ત્યાગ અને સ્વગુણનો ભોગ તે તપ છે. જો આત્માને સ્વગુણનો ભોગ કરાવવામાં ન આવે તો પર પુદ્ગલના ભોગની ઈચ્છા થાય.પરપુદ્ગલ ગુણમાં સુખબુધ્ધિ મિથ્યાત્વના ઉદયે થાય અને તે તરફ જીવને લલચાવે-પ્રેરે તે લોભ મોહનીયનો ઉદય. તે તરફ આકર્ષે તેમાં રહેવાની નવતત્વ // ૮૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ બુધિ–નહીં છોડવાની વૃત્તિ વગેરે લોભમોહનીયના ઉદયથી થાય તેથી પરપુગલના ભોગમાં જીવને ક્યારેય પણ તૃપ્તિ થતી નથી. થોડીવાર તૃપ્તિની ભાંતિ થાય, ફરી તેની ઈચ્છા થાય, જ્યારે સ્વગુણોમાં જીવને સદા તૃપ્તિ થાય છે. કેવલી–સિધ્ધના જીવોને સર્વ દ્રવ્યોનો બોધ પૂર્ણ હોવાથી અને મોહનો પૂર્ણ ક્ષય થવાથી કોઈપણ પર દ્રવ્યની ઈચ્છા થતી નથી. માત્ર કેવલીને સુધાવેદનીયના ઉદયે આહારનું પ્રયોજન થાય છે. પણ તેની ઈચ્છા થતી નથી તેથી આહારમાં કોઈ પસંદગીનો વિકલ્પ નથી. વાસ્તવમાં તો કાયા સાથેના તાદાસ્યથી અને ચિત્તના તરંગોથી ઉપર ઊઠી સ્વભાવમાં ઠરવું એ જ ખરો તપ છે. વ્યવહાર તપ જો નિશ્ચય તપનું કારણ બને તો જ સકામ નિર્જરાના કારણભૂત ભાવતા થાય નહીં તો તે દ્રવ્યતા થાય. જ્ઞાનીઓ દ્વારા બાહ્ય અત્યંતર તપ રૂપ જે વ્યવહાર તપ બતાવાયો છે તે નિશ્ચય તપની પ્રાપ્તિ માટે છે. વ્યવહાર તપ એ નિશ્ચયતપના અભ્યાસના કારણરૂપ છે. આથી વ્યવહાર તપને છોડવો ઉચિત નથી. પણ તેના વડે નિશ્ચયતાનું લક્ષ ન હોય તો તે માત્ર કાયકલેશના કારણરૂપ અકામનિર્જરાના કારણભૂત બને વ્યવહારથી એક દિવસ જ આહારના ત્યાગરૂપ ઉપવાસ કરવાનો નિશ્ચય કરી, તે માટે દેવ-ગુરુ અને આત્મસાક્ષીએ પચ્ચકખાણપૂર્વક તપ કરવામાં આવે તો તે તપનું દઢતાપૂર્વક પાલન થાય. એકદિવસ ચાર પ્રકારના કવલાહારનો ત્યાગ થાય તેટલી ખાવા-પીવા સંબંધી ઈચ્છાનો નિરોધ કરવાનો અભ્યાસ પડે છે. આહાર કર્યા વિના પણ આત્મા પ્રવૃત્તિ કરવા સમર્થ છે તેવો વિશ્વાસ દઢ થાય છે. શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ-મમતા દૂર થાય છે. આત્મશક્તિનો વિકાસ પણ થાય છે. આહારની સંજ્ઞા અનાદિની તેની આસક્તિ પણ અનાદિની છે. તેને તોડવા માટે બાહ્ય તપની પ્રધાનતા ફરમાવી. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતારૂપ બાહ્ય તપ દ્વારા વિશેષથી કાયાની મમતા ઘટાડવાની છે. બાહ્ય તપ પણ અત્યંતર નવતત્ત્વ // ૮૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ તપની પુષ્ટિ માટે છે. અત્યંતર તપમાં પણ આત્મશુધ્ધિની પ્રધાનતા છે આત્મશુદ્ધિ માટે આત્માના સ્વરૂપના બોધની જ પ્રધાનતા છે. માટે સ્વાધ્યાય(જ્ઞાન) ની પ્રધાનતાના કારણે જ્ઞાનને જ્ઞાનીઓને પરમ તપ કહ્યો છે. . શાન એ પરમ તપ છે सज्झाय समो नहि तवो ज्ञानयोगस्तपः शुध्धमित्याहु मुनिपुंगवाः। तस्मान्निकाचितरूपोडपि कर्मणो इष्यते क्षयः। ॥१६३॥ | (અધ્યાત્મસાર) शुध्ध तपः स्वात्मरतिरूपं तं ज्ञानयोगं विवदन्ति संत : ।। જ્ઞાનયોગ એ પરમ તપ છે. કારણ કે નિકાચિત કર્મનો ક્ષય પણ તેનાથી થાય છે. શુધ્ધ તપ એટલે જ જ્ઞાનપૂર્વક ગુણોમાં આનંદથી રમણ કરવું તે. તે પછી સર્વ ક્રિયા, સાધન, સાધ્યભૂત બધા અનંતર કારણો છે. મુખ્ય કારણ જ્ઞાન છે. 1 શાન તપ સ્વરૂપે કઈ રીતે ઘટે? સમ્યગદર્શન એ મોક્ષનું બીજ છે. તેના અંકુરો ફૂટવા માટે જ્ઞાનનું પ્રવર્તન વિર્યપૂર્વક પાપથી વિરતિ કરવાની છે. પાપ= વિભાવને છોડવા જેવું માન્યું તો હવે સંબંધ કાપવાનો છે. તેના વડે જ્ઞાન શુધ્ધ બનશે. જ્ઞાન એ કર્મની શુધ્ધિનું કાર્ય કરતું થયું એટલે તે તપરૂપ થઈ આત્મસિધ્ધિ સાથે આનંદની અનુભૂતિ કરશે. જ્ઞાનનું ફળ સંવર-સમતા (ક્ષમા) છે. તપનું ફળ પણ સંવર-સમતા-નિર્જરા છે. બાલ અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેત; તે તપનમીએ ભાવ ધરીને, ભવસાયરમાં સેતું.' 'ત્રિકાલિકપણે કર્મ, કષાય એ નિકાચિતપણે બાંધ્યા તેહ બાળ, કહ્યું તે પણ બાહ્યાભ્યતર દુભે, સમાયુક્ત નિવેંત દુર્ગાન છે.' (પૂ. મહો. યશોવિજયજી) અર્થાત્ જ્ઞાનસહિત–ક્ષમાસહિત કરેલો તપ તે કર્મને બાળવા સમર્થ છે. અધ્યાત્મ એટલે આત્માના સ્વરૂપને જાણે ત્યારે તેને પોતે પરથી (પુગલથી) નવતત્ત્વ || ૮૫ શ . Page #88 -------------------------------------------------------------------------- ________________ અલગ છે તેવું સહજ થાય છે. પરથી અલગ થવાની પ્રક્રિયા શું? આત્મા જ્યારે સ્વગુણમાં સ્થિર તૃપ્ત થાય છે ત્યારે સ્વગુણના અનુભવથી તોષાયમાન તૃપ્ત થયેલો આત્મા 'પર'ને સહજ રીતે છોડી દે છે. જેમ પૂર્ણ પેટ ભરેલો માણસ સારા ભોજનનો પણ ત્યાગ કરી દે છે. તેમ જ્ઞાની 'પર' ભોગોનો સહજ ત્યાગ કરે છે. અર્થાત્ પોતાને સ્વનો અનુભવ થાય ત્યારે પરથી સહજ રીતે છૂટી જાય છે. કાયાનો તપ એ તપ નથી પરંતુ આત્માનો આનંદ ભોગવવો એ તપ છે, એ સમજણથી તપ થાય તો એ તપ છે નહિતર લાંઘણ છે. a તપનું વિશેષ સ્વરૂપ છ બાહ્ય અને છ અભ્યતર તપ વ્યવહારિક તપ છે. બાહ્ય તપ દ્વારા અત્યંતર તપ કરી શકાય. ઉપવાસ રૂપ અનશન નામનો બાહ્ય તપ કરવાથી સ્વાધ્યાય નામનો અભ્યતર તપ સારામાં સારી રીતે થઈ શકે. ઉપવાસ એ રીતે કરવાનો કે સ્વાધ્યાયની રમણતા થાય. સર્વમંગલમાં પરમ મંગળ તપ છે. તપ વગર મુમુક્ષુ આત્માને ન ચાલે. મુમુક્ષુ આત્મા સદાય અભિગ્રહધારી હોય. ૧૫૮ બેડીઓના બંધનને તોડવા માટે બંધનની જરૂર છે. કર્મની ૧૫૮ બેડીઓને તોડવા માટે જિનેશ્વર પરમાત્માએ જે બંધન કહ્યા તેને સ્વીકારવા પડે. જિનની આજ્ઞાનો સ્વીકાર કરવામાં ન આવે તો કરોડો વર્ષના ઉપવાસથી પણ મોહના બંધન ન તૂટે. પરમાત્માની આજ્ઞાપૂર્વક કરેલી નવકારશીમાં સકામ નિર્જરા થાય. ચાર આહારનો બે ઘડી સુધી ત્યાગ થાય તેથી નવકારશી એ તપ પચ્ચકખાણ સૂર્યોદય પહેલા લીધેલું શુધ્ધ થાય. આત્માનો સ્વભાવ આહાર વાપરવાનો છે જ નહીં. આત્મા અરૂપી અને આહાર રૂપી છે તેથી કઈ રીતે વાપરે? આત્માને સ્વભાવમાં સ્થિર કરવા નવતત્વ || ૮૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ માટે જ પરમાત્માએ તમામ વ્યવહાર માર્ગ બતાવ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આત્માનો ખજાનો – સંપત્તિ છે. જ્ઞાનના પ્રકાશ વગર સાચું દર્શન ન થાય. પોતાને પોતાનું ભાન થાય તો અશુધ્ધ અવસ્થા દેખાય એટલે શુદ્ધ કરવાની રુચિ આવે. અશુધ્ધને દૂર કરવા ચારિત્ર લેવું પડે, નવી અશુધ્ધિ બંધ કરવી પડે. આશ્રવ દ્વારને બંધ કરવા પડે પછી જૂની અશુચિ કાઢવા માટે નિર્જરા કરવી પડે, તેના માટે તપ કરવો પડે. આત્માનું પ્રથમ અર્થાત્ પૂર્ણ મંગળ સિધ્ધાવસ્થામાં જ ઘટે. ત્યાં કર્મ આદિ કોઈ સંયોગ નથી તેથી અમંગળ નથી. આત્મા પોતાના સ્વભાવમાં ન રહી શકે તેનું બાધક કર્મ છે. 'પઢમં હવઈ મંગલ એ સિધ્ધાવસ્થાને ધ્યાનમાં લઈને કહ્યું છે. વૃધ્ધિ પામતા મંગળ દ્વારા સિધ્ધાવસ્થા પ્રગટતાં મંગળની પૂર્ણાહૂતિ થાય પછી કોઈ મંગળની જરૂર નહીં. તપ સંવર અને નિર્જરા બને કરશે. સંવર થયા વગર નિર્જરા ન થાય. તપ કરવો હોય તો પચ્ચકખાણ લેવું પડે તો જ પાપનો સંવર થાય. મનમાં માત્ર ધારવાથી તપ ન ગણાય. પણ સાથે વિરતિરૂપ પચ્ચખાણ પણ જરૂરી. જેથી તપના પરિણામ ટકી શકે. નવકારશીનું પચ્ચકખાણ કરતી વખતે વિચારવું કે મારા આત્માનો ખાવાનો સ્વભાવ નથી. હું કેવો ધન્ય કે આત્માની મૂળ અવસ્થાને મેં બે ઘડી માટે સ્વીકારી. આ રીતે આત્માને સ્વભાવથી અનુભવવામાં ન આવે તો વાસ્તવિક ધર્મ ન થાય. મોહ રાજાનું અનુશાસન અનાદિકાળથી ચાલે છે. તેથી પુદ્ગલ વગર આપણે રહી શકતા નથી. પુદ્ગલ સાથેના ગાઢ સંબંધને દૂર કરવાનો છે હવે આત્માના અનુશાસનના રસિયા બનવાનું છે. - દરેક આત્માએ પોતાના આત્માને સ્વભાવમાં લઈ જઈ પોતાના સ્વભાવનો રસિયો બનાવવાનો છે. હવે જ્યાં સુધી આત્માના સ્વભાવમાં સ્થિર ન નવતત્ત્વ || ૮૭. Page #90 -------------------------------------------------------------------------- ________________ થઈએ ત્યાં સુધી ચેન ન પડે, ન ગમે તો જ પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર કર્યો કહેવાય. નહિતર માત્ર વ્યવહાર કર્યો કહેવાય. જ્ઞાનની જેમ તપ પણ આત્માનો સ્વભાવ છે જે સ્વભાવ હોય તે બહાર ન રહી શકેદ્રવ્ય અને ગુણ અલગ ન રહી શકે. આત્મા જીવ દ્રવ્ય છે અને જ્ઞાન-દર્શન આત્માના ગુણો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માનો ધર્મ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શએ પુદ્ગલનો ધર્મ છે. આત્માનો ધર્મ પુગલના ધર્મને માત્ર જાણવાનો છે. પરંતુ આપણે પુગલને માત્ર જાણવાને બદલે માણવા માટે પકડીએ છીએ. તેથી આપણે સંસારને વળગ્યા છીએ. આત્માનો ધર્મ જે જ્ઞાન-દર્શન–ચારિત્ર છે તેને પ્રગટ કરવા માટે જે વ્યવહાર = આચારો છે તે બધો જ વ્યવહાર ધર્મ છે. આત્મા કેન્દ્રમાં હોય તો જ વ્યવહાર ધર્મ શુધ્ધ કહેવાય. જ્ઞાન મેળવવા માટે જ્ઞાની ભગવંતોએ જ્ઞાનાચારાદિ આચારો મૂકેલાં છે. આત્મા અપુનબંધક દશામાં આવ્યો હોય તો ઉહાપોહ થાય કે સાચો તપ શું છે? આત્માનો તપ શું? શા માટે કરું છું? જિજ્ઞાસા જાગ્યા વિના ન રહે. આપણને તે જાણવાની સંપૂર્ણ સામગ્રી સ્વરૂપ દેવ, ગુરુ, ધર્મ, આગમ વગેરે મળ્યાં છે. આત્મા પોતે તપ સ્વરૂપમાં જ છે. તે તપનો ભોગ બન્યા વગર રહી શકે જ નહીં. ફાયઃ તાઃ I ઈચ્છાને રોકવી એ તપ છે. સુધા વેદનીયનો ઉદય થાય તે વેદનીય – અઘાતિ કર્મનો પરિણામ છે. જ્યારે લોભ મોહનીય ઘાતિ કર્મનો પરિણામ છે. માત્ર ખાવાનું બંધ કરવું તે તપ નથી, ઈચ્છાનો રોધ કરવો તે તપ છે. પછી તે ખાવાની ઈચ્છા હોય, વિષય ભોગવવાની હોય કે ફરવા જવાની હોય. સાધુ માસક્ષમણ કરે તો દેવો તપનો મહિમા કરવા આવે. પારણાના નવતત્વ // ૮૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ દિવસે દેવદુંદુભિ વગાડે. સમ્યગદષ્ટિ દેવોને પણ ગુણની ઝંખના હોય છે. આપણે તપ જાહેર કરી જગતમાં વેરી દઈએ તો દેવો કઈ રીતે આવે? સાધુએ તપ ગુપ્ત રાખવાની આજ્ઞા છે. પારણામાં વિશેષ છૂપાવવાનો છે. જ્યાં જિનની આજ્ઞા નહીં ત્યાં શાસન ખરું? પારણા નિમિત્તે આરંભ સમારંભ થાય નહીં તેવો માર્ગ સાધુનો છે. ઉપવાસ આહાર સંજ્ઞા તોડવા માટે કર્યો હોય તો પારણું કઈ રીતે કરવાનું? આહાર સંજ્ઞા વધે તે રીતે કે આહાર સંજ્ઞા તોડવા માટે? પારણામાં ગરમાગરમ શા માટે જોઈએ? રાગાદિના કારણે થતી પરભાવની ઈચ્છા રોકવા માટે જ તપ કરવાનો છે. તેથી આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય. આ લક્ષ ન હોય તો વ્યવહારથી પણ તપ ન કહેવાય. ધનાદિ દ્રવ્ય પ્રભાવના કે નામના– પ્રસિધ્ધિ રૂપ ભાવ પ્રભાવનાના આશયથી કરેલો તપ વ્યવહાર તપ પણ બનતો નથી. આત્માનો મુખ્ય સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાન આવે તો સમતા ફળ મળે પરંતુ તે માટે જ્ઞાન શુધ્ધ બનવું જોઈએ. જેમ જ્ઞાન વધારે અશુધ્ધ તેમ કર્મબંધ વધારે થાય. શુધ્ધ જ્ઞાન એ વાસ્તવિક તપનો પર્યાય છે. જ્ઞાનને શુદ્ધ કરવા સમ્યમ્ દર્શન લાવવું પડે, મિથ્યાત્વ કાઢવું પડે. સમ્યમ્ દર્શનથી શુધ્ધ થયેલું જ્ઞાન આત્માને વિભાવમાં જતો અટકાવે. જ્ઞાનમાં મોહ ન ભળે તો જ તે શુધ્ધ જ્ઞાન થાય, તો જ તે કાર્ય કરે. વ્યવહારથી અભ્યતર તપ બતાવ્યા તે પણ કર્મને તપાવે છે માટે નિશ્ચયથી કર્મની નિર્જરાનું કારણ બને છે. લોભ મોહનીયના ઉદયના કારણે પરની ઈચ્છા થાય. એટલે આત્મા સિવાયની બધી જ વસ્તુ મેળવવાની ઈચ્છા થાય, પામવાની નહીં. કારણ કે પોતાની વસ્તુ જે હોય તે પામવાની હોય, જે પોતાની ન હોય તેને મેળવવાની ઈચ્છા થાય. મારી શું વસ્તુ છે? હું શું પામી શકું છું? હું શું ભોગવી શકું? એ નિર્ણય ન થાય ત્યાં સુધી પરમાં સુખ છે એ ખોટો નિર્ણય છે. તેથી પરની ઈચ્છા કરી સુખી થવાની ઈચ્છા થશે. તૃપ્તિ એ આત્માનો સ્વભાવ છે. તૃપ્ત થવું તે તપ છે. અતૃપ્ત હોય ત્યારે પરની ઈચ્છા થાય. સિધ્ધના જીવને તૃપ્તિ છે, પૂર્ણતા છે તેથી નવતત્ત્વ || ૮૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાનો પ્રશ્ન નથી, તેથી ઈચ્છા રોકવાથી આશ્રવ રોકાશે, સંવર આવે અને સંવરનું કાર્ય સમતાનો પરિણામ આવે. સમતાનું ફળ ચારિત્ર છે. સમસ્ત રાગાદિ પરિણામ તે જ ઈચ્છા છે. ઈચ્છા રોકે એટલે રાગાદિભાવ રોકાય, તેથી સમતા આવે જ. ચારિત્ર આવે એટલે તપ આવે. ચારિત્ર આવે એટલે પોતાના સ્વભાવમાં તૃપ્ત થવા લાગે. પોતાના સ્વભાવમાં સ્થિર થવા લાગે પછી પરની ઈચ્છા ઘટે તેથી તપ ગુણ આવે. તૃપ્તિ અરૂપી છે તેથી બહારની રૂપી વસ્તુથી આત્મા ક્યારેય તૃપ્તિ ન પામે. a ઉપવાસ કોને કહેવાય? બાહ્ય તપ તરીકે ઉપવાસ કરો તો ત્રણ કે ચાર આહારનો ત્યાગ થાય. પરંતુ જ્ઞાની ભગવંતોએ જેમાં વિષય–કષાયનો ત્યાગ થાય અને સાથે સાથે આહારનો ત્યાગ થાય તેને જ ઉપવાસ કહ્યો છે. ઉપવાસમાં ટી.વી. જોવાની ઈચ્છા થાય, પંખાની હવા ખાવાની ઈચ્છા થાય તો તે વાસ્તવિક ઉપવાસ નથી કારણ કે વિષય-કષાય વધે તે ન ચાલે. a અનશન તપ શા માટે કરવાનો? અનશન રૂપી બાહ્ય તપ આહાર તોડવા માટે અને કાયા પ્રત્યે જાગેલી મમતાને અને અહને તોડવા માટે છે. જેટલી કાયા રૂપાળી, બીજા કરતા સારી એટલું અભિમાન વધે, અને જેટલી સજાવો એટલું અભિમાન વધે. કાયા જો રોગીષ્ટ મળે તો કાયાની મમતા ન થાય. ક્યારે છૂટું? એવો ભાવ થાય. જેટલું ખાવ એટલું પચી જાય, રોગ ન હોય તો કાયા પ્રત્યે મમત્વ વધે. તેથી આત્મા પ્રત્યેનો મમત્વ ભાવ ઉત્પન્ન થવા જ ન દે. આ કાયાને છોડીને જવાની છે છતાં તેના પ્રત્યે મમતા અને અભિમાન છે. તેને તોડવા માટે અનશન આદિ બાહ્ય તપ છે. તેથી ઉપવાસ કરતી વખતે લક્ષ જોઈએ કે કાયાની મમતા અને અહં ઘટાડવા માટે ઉપવાસ કરવાનો છે. પરંતુ લોકો તરફથી સન્માન મળે તે માટે તપ કરવાથી આત્માનો ગુણ કઈ રીતે પ્રગટ થાય? નવતત્વ || ૯૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં આનંદ મેળવવા માટે હોટલ–ગાર્ડન આદિમાં જવું પડે પરંતુ આત્માનો આનંદ મેળવવા બહાર જવાની જરૂર નથી. આત્મામાં જ આનંદના સરોવરો ભરેલાં છે. તેને ભોગવવા માટે જ્ઞાનીઓએ તપ બતાવ્યો છે. તપ કરવાથી આત્મામાં બ્રહ્મચર્યની શુદ્ધિ થાય એટલે વિષય ભાવોથી આત્મા સહજ હટે અને કષાય ઘટતો જાય. સમજણપૂર્વક તપ કર્યા હોય તો કષાય ઘટે. જો કષાય વધે તો તપનું અજીર્ણ થયું કહેવાય. બાકી લાંઘણનું ફળ અજ્ઞાન કષ્ટ અકામ નિર્જરા જે માત્ર પંચાંગી વગેરે તપથી કાયાને તપાવે તે બાળ તપસ્વી કહેવાય. ભાવ તપસ્વી નહીં. જે તપમાં જિનેશ્વરની આજ્ઞા હોય તે જ તપ શુધ્ધ ગણાય. - પાંચેય ઈદ્રિયોને વશ ન થાય, ટી.વી. જોવાની ઈચ્છા ન થાય, પંખા, એ.સી.ની. ઈચ્છા ન થાય, ચામડીને બહુ સુંવાળું ગાદલું ન ગમે, સંથારા પર સૂઈ જાય, પારણામાં ૨૦ આઈટમ હોય તો બે પાંચ જરૂરિયાતની આઈટમો વાપરે તો ઉપવાસ સાચો કહેવાય.વિષય-કષાય–આહાર ત્યાગ કરવાથી સાચો ઉપવાસ ગણાય. ઉપવાસ કરવો છે તો ઘી-દૂધ વાપરી લો. અમુક મિઠાઈ જોઈશે એવી ડિમાંડ ન હોય. શરીરની પ્રકૃતિ મુજબ લેવું તે જરૂરિયાત કહેવાય. દા.ત. એ.સી.ડી.ટી. હોય તો વધારે તીખું–તળેલું ન વાપરે. ઉણોદરી શા માટે? આહારસંશા કાબૂમાં રહે. છોડવું તે જ તપ છે પણ છોડવું તે સહેલું નથી. છોડે તો ઉણોદરી થાય અર્થાત્ જરૂરિયાત કરતાં થોડું ઓછું વાપરવાથી શરીરમાં ફૂર્તિ આવે, અપ્રમત્તભાવ આવે અને શરીરમાં વાયુને સંચરવાની જગ્યા મળે. ઈદ્રિયને વિકાર કરાવે તથા વિગઈઓ વિકૃતિના સ્વભાવવાળી જ છે તો પછી વધારે કઈ રીતે વપરાય? જેમાં ગરમ મસાલા વધારે તેવી વસ્તુ વિકાર કરાવે છે. આયંબિલમાં મરી-મસાલા પણ વિકારનું કારણ બને તેમ સંભવિત છે. વૃત્તિસંક્ષેપ ' અમુક જ દ્રવ્યો વાપરવા. રાગાદિભાવને તોડવા પાંચ થી વધુ ન વાપરવા પરંતુ તે પાંચમાં પણ રાગ આવી જાય તો ન ચાલે. તે પાંચ પર તૂટી ન પડાય. નવતત્વ // ૯૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ 1. ૨સત્યાગ શ્રાવક દરરોજ ઓછામાં ઓછી એક વિગઈનો ત્યાગ કરે. જે રોજ ઉપવાસ નથી કરતા, એકાસણું કરે છે તો એકથી વધારે વિગઈની જરૂરિયાત નથી. કાયકલેશ . કાયાને કષ્ટ આપવું, અર્થાત્ વિષય અને કષાય ભાવથી મુક્ત થવાય તો જ ધ્યાન તરફ જવાય. પરંતુ તે માટે શરીરની મમતા જવી જોઈએ. વિવિધ આસન–યોગાસન લોચાદિ વડે કાયાને કષ્ટ આપવા વડે કાયાની મમતા ઘટાડવી. મમતા ઘટે તો જ સમતાના પરિણામ આવે. તે જ વાસ્તવિક ધ્યાન છે. તેથી ચારિત્રની સફળતા તપ ઉપર છે. તેથી જ સુખતપ શરીર નિરાબાધ એવું પૂછો છો. તપસ્વી સુખી બને. સાધુ તો જ સુખી જો તે તપ કરે. આત્માના અનુભવ માટે તપ જેવું બીજું કોઈ સાધન નથી. વિષય–કષાયની વાસનાને તોડવાનું કામ તપ જ કરે છે. તપ એટલે આત્માની તૃપ્તિ થાય તેથી બહાર જવાની વાત ન આવે. પોતાના ગુણમાં સ્થિર થઈ પરમાનંદને અનુભવાય. અઘાતિ કર્મના ઉદયમાં પણ ઘાતિ કર્મ નાશ પામી શકે છે. અઘાતિના ઉદયરૂપ શાતા-અશાતા બને કર્મમાં મોહનો નાશ કરી શકાય. શાતા, અશાતામાં રતિ અને અરતિ મોહને ભેળવવો કે ન ભેળવવો તે તમારો પરિણામ છે તો મોહને કાઢી શકો. પૈડાને પુદ્ગલ પિંડ રૂપે જોવાનો છે. પંડામાં મીઠાશનો ગુણ છે. માટે મીઠાશની ઈચ્છા કરવાની નથી. મીઠાશમાં ગમો થવો એ રતિ, અણગમો થવો તે અરતિનો પરિણામ છે. પંડો સામે આવે એટલે પહેલા તે શેય બને. તે પુદ્ગલ અજીવ દ્રવ્ય માટે હેય લાગવું જોઈએ. હું જીવદ્રવ્ય તેનો ભોકતા નથી પરંતુ જ્ઞાતા છું. અહીં ઉપયોગ રાખવાથી પ્રભુની આજ્ઞા પાળી. પરંતુ આપણે માત્ર જ્ઞાતા ભાવે ન રહેતા તેના નવતત્ત્વ || ૯૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ ભોકતા થઈ જઈએ છીએ. તેથી આત્મા કર્મનો કર્તા અને ભોકતા છે તે વહેવારથી છે. નિશ્ચયથી આત્મા સ્વગુણોનો કર્તા અને ભોકતા છે. તેથી આત્મા સ્વભાવમાં હોય ત્યારે કર્મનો કર્તા કે ભોકતા નથી. આત્મા પરિણામી હોવાના કારણે સ્વગુણોમાં સહજ પરિણમી શકે છે. પેડો પુદ્ગલ હોવાથી હેય છે. પેટને જરૂર છે? કે ઈદ્રિયને જરૂર છે? પેટને જરૂર હોય તો જે સામે હોય તે વાપરી લો. પછી તેને યાદ પણ ન કરો. વર્તમાનમાં પણ તેના સ્વાદ આદિની કોઈ સાથે વાત ન કરો કે વિચારો નહીં. પેટને ફકત ભાડું આપવું છે તો હેય માની આપી દો. પૈડા પડ્યા છે તો ચલાવી લો, આરંભ સમારંભ કરી બીજું બનાવડાવવું નથી. ખાધા વગર નથી ચાલતું, તેથી ખાઈને તપ કરવો છે. તો ખાતી વખતે રાગ ન કરો. પરભાવની ઈચ્છા તે જ રાગ. શરીરને પોષણ આપવાનું છે જેથી દવા ન લેવી પડે. બે વસ્તુ હોય તેમાંથી કઈ વાપરવી તે નક્કી કરવું. ઊંધીયું અને કારેલા છે. કારેલા ઉતરતા નથી – તો કરવું? ઊંધીયામાં રાગ છે તો અહીં ઊંધીયામાં કારેલા મીક્ષ કરી ખાઈ લેવું. તેથી રાગ નહીં થાય. * પ્રયોજન – કારણ વગર પેટને આપવું નહીં. અને રાગપૂર્વક ખાવું નહીં. જીભ-આંખ-મનને પૂછીને કામ ન કરવું. પરંતુ પોતાના આત્માને પૂછીને કામ કરવું. બીજાના આત્માને ન પૂછવું. મનને ગમતું હોય તે ન આપવું પણ શરીરની પ્રકૃતિથી વિરુધ્ધ ખોરાક ન આપવો. દા.ત. ચણાની વસ્તુથી ગેસ થાય છે અને મગ ભાવતા હોય. ચણા-મગનું શાક હોય તો મગ ખવાય પણ રાગ ન થાય તે રીતે. મસાલા ઓછા કરી ખાવું, પાણી નાખી દેવું. માત્ર આહારની વાત તપમાં નથી આવતી પરંતુ કપડા આદિ બધી જ ઈષ્ટ વસ્તુમાં ઈચ્છાનો રોલ તે તપ છે. જ્યાં જ્યાં ઈચ્છાનો રોધ કરો ત્યાં ત્યાં તપ છે. ઈચ્છાનો રોધ કરવામાં આર્તધ્યાનરૌદ્રધ્યાન નથી તેથી સમતા આવે. તપમાં પરની ઈચ્છા ન થાય. બીજા દિવસે આહારની પારણાની ઈચ્છા ન થાય. નવતત્વ // ૯૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ વિગઈ –કુમિનનું ઘર, આયંબિલ-મિત્રનું ઘર, ઉપવાસ આત્માનું ઘર છે. ઉપવાસમાં શાંતિનો અનુભવ થાય સહજ આનંદ થાય, રોજ આવા દિવસો આવે તો સારું એમ થાય. ગુલાબજાંબુ એકવાર મળે પછી ઈચ્છા થાય કે કાયમ મળે તો સારું ત્યારે ભોગના અનુબંધ પડશે, પાપ વધશે. એક કલાક સુધી બાથમાં નાહ્યાં. શરીરને સ્કૂર્તિ લાગી. પછી વિચાર આવે કે રોજ અહીં આવીએ તો કેવું સારું? ત્યારે જો આયુષ્યનો બંધ પડે તો તે અનુબંધથી કદાચ માછલા થવું પડે. જગતને દેખાડવા તપ કરવામાં આવે તો પાપ કરાવે. તપસીના મુખારવિંદ પર આનંદ જોઈએ. ભાવથી કરાતા તપથી કર્મો–કષાયો કાયા પાતળા થતા જાય. પહેલા કાયાને તપાવો પછી કષાયને તપાવો તેથી કર્મતપે અને ખરે. કર્મરસહીન થઈ જાય તો એની મેળે ખરી પડે. કદાચ ઉદયમાં આવે તો એની અસર તમને દેખાય નહીં. પણ આ તપ પોતાના સ્વરૂપના ભાન સાથેનો, સમતાના-ગુણ સહિત આત્મલક્ષી જોઈએ. a તપ એ આત્માના સુખને અનુભવવામાં પ્રધાન સાધન ત્રણે ય ભુવનમાં સુખની પ્રાપ્તિમાં મૂળ કારણ તપ છે. આત્માના સુખને અનુભવવા માટે તપ સિવાય બીજું કોઈ સાધન નથી. વ્યવહારમાં જે તપ થાય છે તેનાથી અકામનિર્જરા થાય. તેથી દેવલોક મળે. અનાદિ નિગોદમાંથી અહીં સુધી અકામ નિર્જરાથી જ જીવ આવ્યો છે. અકામ નિર્જરા પણ તપ જ હતો તેથી નિગોદમાંથી અહીં આવ્યો. દા.ત. મરુદેવા માતા. બાદર પ્રત્યેક વનસ્પતિકાય કેળના છોડમાંથી મનુષ્યભવમાં આવ્યા. ખાવું તે જ પાપ છે. વ્યવહાર કરવો એ જ ખોટું છે. વ્યવહાર કરવામાં નવતત્ત્વ // ૯૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ વાંધો નહીં એમ માને તે મોટું મિથ્યાત્વ છે. વ્યવહાર કરવો જ પડે તો આત્મસાક્ષીએ રાગ–દ્વેષના પરિણામથી પર રહીને કરવાનો છે. નિશ્ચય સાથે વ્યવહારનો સમન્વય કરવો તે આજના કાળમાં અતિ દુષ્કર છે. નિશ્ચયથી ઈચ્છાનો રોધ તે જ તપ. રાગાદિ ભાવો પોષાતાં ન હોય તે જ તપ. જો રાગાદિભાવ થતા હોય તો તપ છોડી દેવાનો ? ના, પરંતુ રાગાદિ ભાવોથી છૂટવા જરૂરી પ્રયત્નો કરી તપ તો કરવાનો જ છે. પ્રભુએ તો યથાશક્તિ તપ કરવાનો કહ્યો છે. શક્તિ ગોપવ્યા વિના તપ કરવાનો છે. એમાં આત્માને છેતરતાં તો નથી ને ? સાધુ ભગવંતે અપવાદે ઓછામાં ઓછું પોરિસીનું પચ્ચક્ખાણ અને શ્રાવકે અપવાદે ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચક્ખાણ કરવાનું છે. મનુષ્યભવ વગર સાચો તપ થાય નહીં. તેથી તપને એ રીતે સાધી લેવો કે જેથી ભવભ્રમણા મટી જાય. પંચેન્દ્રિય તિર્યંચમાં પણ બાહ્ય અનસનાદિ તપ કરવા છતાં પૂર્ણ નિર્જરા ન થાય. જ્યારે મનુષ્ય ભવમાં વિરતિ પૂર્વક નવકારશીના તપમાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. આત્મા જ્યારે કર્યગ્રહણ કરવાનું સંપૂર્ણ બંધ કરે ત્યારે પ્રદેશ સ્થિરતારૂપ ધ્યાન ૧૪મા ગુણઠાણે જ થશે. સિધ્ધ અવસ્થા એ પરિપૂર્ણ સ્થિર અવસ્થા છે. વીર્યગુણ વીર્ય પણ જ્ઞાનાદિની જેમ જ આત્માનો અરૂપી ગુણ છે. અંતરાયકર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી પ્રગટ થનારો છે. વીર્ય ગુણ એ સર્વગુણોનો રાજા છે. વિશેષે તે કૃતિ વીર્ય :। આત્માને વિશેષથી પ્રેરણા કરે તે વીર્ય. વીર્ય બે પ્રકારે : દ્રવ્ય વીર્ય અને ભાવવીર્ય. દ્રવ્યવીર્ય : દેહ વીર્ય પુદ્ગલ સ્વરૂપ છે જે આહારમાંથી બને છે. આહારનું (૧) રસરૂપ પરિણમન એ પ્રથમ ધાતુ (૨) તેમાંથી લોહી રૂપ બીજી ધાતુ (૩) માંસ રૂપ ધાતુ (૪) ચરબીરૂપ (૫) હાડકારૂપ ધાતુ (૬) મજ્જારૂપ ધાતુ (૭) વીર્યરૂપ સાતમી ધાતુ પેદા થાય છે. આ દ્રવ્ય વીર્ય પણ થવામાં મુખ્ય નવતત્ત્વ / ૯૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ કારણ આત્મવીર્ય છે. આત્મશક્તિ (પુરુષાર્થ) જો દેહ આત્મામાં ન હોય તોનીકળી જાય તો દેહમાં આહાર ગ્રહણાદિ એકપણ પ્રવૃત્તિ થઈ ન શકે. ભાવવીર્ય જે આત્માની શક્તિરૂપે પુરુષાર્થ રૂપે અંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી પ્રગટ થનાર અરૂપી શક્તિરૂપ છે. તેના બે પ્રકાર (1) લબ્ધિ વીર્ય (ર) કરણવીર્ય. (૧) લબ્ધિવીર્ય આત્માના જ્ઞાન-દર્શન, ચારિત્ર–તપાદિ ગુણો સાથે જ્યારે આત્મવીર્યજોડાય અને આત્મા સ્વગુણમાં પરિણમન પામે ત્યારે ગુણના અનુભવ સ્વરૂપ બને તે લબ્ધિવીર્ય. (ર) કરણવીર્ય મન–વચન-કાયારૂપ યોગ સાથે આત્મવીર્ય જોડાય ત્યારે જે ક્રિયારૂપે કાર્ય થાય તે કરણવીર્ય. દા.ત. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થતી જે જ્ઞાનશક્તિ- તે જ્ઞાનશક્તિ દ્વારા જોય વસ્તુનો જ્યારે બોધ થાય ત્યારે તે જ્ઞાનશક્તિનો વ્યાપારરૂપે ઉપયોગ થયો એટલે જ્ઞાનશકિતમાં વીર્યશકિત ભળી ત્યારે જ્ઞાનોપયોગ થવો તે લબ્લિકાર્ય. તે પ્રમાણે કાયાને પ્રવર્તાવીએ ત્યારે કાયા સાથે વીર્ય ભળે અને કાયાની વિવિધ ક્રિયા થાય તે કરણવીર્ય, મડદામાં કોઈ ક્રિયા થતી નથી કારણ આત્મા અને આત્મવીર્ય નીકળી ગયું છે. 2 લબ્ધિવીર્યના ૪ ભેદઃ (૧) દર્શન વીર્ય (ર) જ્ઞાન વીર્ય (૩) ચારિત્ર વિર્ય (૪) તપવીર્ય. નવપદમાં ધર્મતત્ત્વના ચાર ભેદ અને નવતત્ત્વમાં આત્માના પાંચ ગુણો બતાવ્યાં છે. વીર્ય સર્વગુણોમાં સામાન્યપણે સમાયેલો હોવાથી નવપદમાં ચાર ભેદ કહેલા છે. બીજી રીતે વીર્ય બે પ્રકારેઃ (૧) અભિસંધિ (૨) અનભિસંધિ અનભિસાધિ ચલ વીર્યનો રોધક શક્તિ અભાવ, પણ અભિસાવિ વીર્યથી કિમ ગ્રહે પરભાવ.' (પૂ. દેવચંદ્રવિજયજી) નવતત્વ // ૯૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૧) અભિસંધિ વીર્યઃ જે વીર્યનો આભોગ પૂર્વક (ઈચ્છા મુજબ) ઉપયોગ કરી શકાય તે રોકી શકાય તે બધું અભિસંધિ વીર્ય છે. જેમ કે હાથને હલાવવા, ચાલવું, બોલવું વગેરે પ્રવૃત્તિ. (ર) અનભિસંધિ વીર્ય કાયાની ભૂમિ પ્રવૃત્તિઓ. શરીર આદિની અંદર લોહી આદિનું પરિભ્રમણ થવું ફેફસા, નાડી વગેરેનું ચાલવું ઈત્યાદિ જે આંતરિક ક્રિયાઓ છે તે બધી અનભિસંધિ વીર્યના કારણે થાય છે. તેને રોકી શકાતું નથી. તે નિમિત્ત યોગ પ્રવૃત્તિ નથી, કર્મનો બંધ પણ થયા કરે છે આથી કેવલીઓને એક સમયનો બંધ હોય છે. તેમ જ નિગોદના જીવને તથા જેઓ કર્મની સામે પરાધીન છે તેવા એકેદ્રિય જીવોને તથા મન વિનાના સર્વ જીવોને પણ અનભિસંધિ વીર્યના કારણે યોગ પ્રવૃત્તિઓ ચાલુ હોવાથી કર્મનો સતત બંધ ચાલુ છે. આથી કર્મબંધ અને નિર્જરામાં જેમ મન-ઈદ્રિય-સંઘયણ સાધન સામગ્રી અધિક અને તેમાં અભિસંધિવીર્યના ઉપયોગના આધારે (દુરુપયોગ વડે) કર્મબંધ વધારે તેમ અભિસંધિવીર્યના સદુપયોગ વડે નિર્જરા પણ વધુ થાય. આથી સર્વકર્મ ક્ષયમાં (ક્ષાયિક ગુણ પ્રગટમાં) પ્રથમ સંઘયણ જરૂરી તેમાં અભિસંધિ વીર્ય કર્મનો ક્ષય પણ કરી શકે. ગ્રહણવીર્ય :- કર્મ તથા વિવિધ પુગલ ગ્રહણમાં જ્યારે વીર્ય પ્રવર્તમાન થાય ત્યારે ગ્રહણવીર્ય અને તે (આહારને) રસાદિ રૂપે પરિણામવા વિર્ય પર્વતમાન થાય ત્યારે પરિણમન વીર્ય અને તે પ્રમાણે ગ્રહણ કરેલાનું વિષ્ટા–મળાદિ રૂપે વિસર્જન કરવામાં પ્રવર્તમાન થાય ત્યારે તે વિસર્જન વીર્ય કહેવાય. આમ આત્માની વિર્યશક્તિ પર પુદ્ગલોને ગ્રહણ–પરિણમન આદિમાં વેડફવાથી આત્મા નબળો પડે છે. કર્મથી ભારે થતો જાય છે. બાહ્ય પ્રવૃતિ-યોગોથી આત્મા જેમ નિવૃત્ત થતો જાય-ગુપ્ત થતો જાય તેમ આત્મા હલકો-સ્વતંત્ર-સબળો થતો જાય. ગમનાદિ નાની મોટી ક્રિયામાં જે વીર્ય પ્રવર્તન થાય તે સ્પંદન વીર્ય. એકેદ્રિય જીવને અનભિસંધિ વીર્ય હોય. બેઈદ્રિયથી માંડીને પરોઢિય સુધીના જીવોને બંને પ્રકારનું હોય. ગ્રહણ–આલંબન–પરિણમન એ વીર્યનું કાર્ય કરે છે. આત્મપ્રદેશોના પરસ્પર સંબંધ વીર્યના કારણે છે. આત્મપ્રદેશોમાં અસંખ્ય નવતત્વ / ૯૭. Page #100 -------------------------------------------------------------------------- ________________ (૨) લોકાકાશ પ્રદેશ પ્રમાણ વિર્યાણુઓ (અંશો) હોય છે. અનંતવીર્ય એ ભાવપ્રાણ છે. તે દ્રવ્યપ્રાણની જનેતા છે. નિશીથશાસ્ત્રમાં વિર્ય પાંચ પ્રકારે ભાવવીડિય ગુણવીરિયં ચરિતવીરિય સમાણિવીરિયં ચી આત્મવીડિય વિ તથા પંચવિહિયં વીરિમં આહવા | ભાવવીર્ય નરકના જીવોને કડાઈમાં તળાવાનું, શેકાવાનું, પકાવાનું, છેદાવાનું જેવી પરમાધામી કૃત ઘોરવેદનામાં નાશ નથી પામતા તેમાં ભાવવીર્ય કારણ છે. તેમ તિર્યંચ ભવમાં પણ ભારે ભારવહન, તૃષા, સુધાદિ વેદનાને સહન કરવાની તથા મનુષ્યગતિમાં ચારિત્રના સ્વીકાર પાલન વગેરેમાં ભાવવીર્ય કારણ છે. દેવોને પાંચ પર્યાપ્તિ પૂર્ણ થતાં અભિલષિત વૈક્રિયરૂપ કરવાનું સામર્થ્ય તે ભાવવીર્ય. ગુણવીર્ય ઔષધિઓમાં જે કડવું, તીખું, ખાટું, મધુરાદિ જે ગુણબળ છે. રોગોને દૂર કરવામાં કારણ બને તે ગુણવીર્ય છે. (૩) ચારિત્રવીર્ય સર્વ કર્મોનો ક્ષય કરવો અથવા ક્ષીરાદિલબ્ધિઓનું સામર્થ્ય પ્રગટ થવું તે. સમાધિવીર્ય આત્માની અનંત સમાધિ વડે કેવલજ્ઞાન પ્રગટે અથવા તો અપ્રશસ્ત મનના સામર્થ્ય વડે ૭ મી નરકમાં પણ જાય. આત્મવીર્ય (વિપ્રયોગ વીય) મનાદિ યોગોનો અશુભ યોગોમાં પ્રવેશ અથવા શુભયોગોનો આત્મામાંથી વિયોગ થવો તે. આત્મવીર્યને જગાવવુ તે સત્ત્વ છે. આત્મવીર્યને આત્મગુણોમાં રમણતા કરાવવી અને પુદ્ગલના યોગથી આત્મવીર્યને છોડાવવું તે મોક્ષયોગ છે. આત્મ વીર્ય શક્તિ અને જ્ઞાનશક્તિ ઈદ્રિયોથી મર્યાદિત થઈ છે. આત્મવીર્યનું કાર્ય સમગ્ર ક્ષેત્રનું જ્ઞાન કરવામાં પ્રેરક થવું. સમગ્ર લોકમાં નવતત્વ // ૯૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ (અસ્તિત્વવાળા) પદાર્થોનો સંપૂર્ણપણે જ્ઞાન (બોધ) કરવાનો જીવનો સ્વભાવ છે તે પ્રગટ કરવાનો છે. આમ ઈદ્રિય અને યોગોમાં પ્રવર્તમાન વીર્યને આત્મપ્રદેશોમાં પ્રવર્તાવવામાં વિશેષ ઉપયોગ કરવા વડે અનંતવીર્યરક્ષણ કરી મનુષ્યભવને સફળ કરવા અજન્મા બનવાનું છે. અહો અનતવીર્યો અયં આત્મા વિશ્વપ્રકાશકઃT રૈલોકય ચાલયત્યે ધ્યાન શક્તિપ્રભાવતઃ | (યોગ પ્રદીપ) આત્મામાં રહેલું અનંત વિર્ય જ્યારે પ્રગટ થાય ત્યારે આત્મામાં લોકાલોકનો પ્રકાશ કરવા અને ત્રણે લોકને ચલાયમાન કરી શકે તેવી શક્તિ પ્રગટ થાય છે. વિર્યગુણની વિશેષ વિચારણા સૌથી મહત્ત્વનો ગુણ વીર્ય છે. તેના વગર બીજા ગુણો પોતાનું કાર્ય ન કરી શકે. આત્માના ગુણોનો રાજા વીર્ય છે. . આત્મામાં વીર્યાતરાય કર્મ છે તેનાથી આત્મામાં રહેલું ભાવવીર્ય રોકાય છે. દર્શન મોહનીયનો ઉદય હોય તો સમ્યગ્દર્શન રોકાય છે. ચારિત્ર મોહનીયનો ઉદય હોય તો સમ્યક ચારિત્ર રોકાય છે. લોભ મોહનીયનો ઉદય હોય તો સમ્યકતપ રોકાય છે. તેમ અંતરાય કર્મ આત્માની પાંચ લબ્ધિ (શક્તિ) ને રોકે છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યતરાય. આત્મા અરૂપી છે તેમાં જે પ્રગટ થાય તે અરૂપી જ હોય. વીર્યગુણ પણ અરૂપી છે. પૈસા-પરિવાર વગેરે પાછળ દોડાદોડ કરી અરૂપી આત્માને પીડા આપી અને આત્માની પીડાની ઉપેક્ષા કરી. અરૂપી માટે પુરુષાર્થ ન કર્યો તેથી દુઃખી થયા છીએ. આત્માએ શરીર બનાવવા માટે આત્માના ગુણથી વિરુધ્ધ ત્રણ પ્રક્રિયા નવતત્વ || ૯૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ કરવી પડે. ગ્રહણ–પરિણમન અને વિસર્જન કરવું પડે. વાસ્તવમાં પરદ્રવ્યો ગ્રહણ કરવા તે તપ નથી તેથી આત્માને ત્રણ વસ્તુ કરતાં પીડા અનુભવાય તેથી કર્મ બંધાય. પાંચ ગુણો વડે શરીર દ્વારા આરાધના કરવાની અને આત્માના પાંચ ગુણો પ્રગટ કરવાના. આત્મા પોતાના સ્વભાવમાં હોય તો તેને પ્રમાદ કહેવાય. જે આત્મા પોતાના સ્વભાવમાં ન રહે તેને પ્રતિક્રમણ કરવાનું. કેવલી સદા સ્વભાવમાં રહ્યાં છે તેથી તેમણે પ્રતિક્રમણ નથી કરવાનું. કાર્પણ અને તૈજસ બે શરીર સાથે છે તેથી જીવ મૃત્યુ પામી બીજા ખોળિયામાં જાય તો પણ તેની સાથે બે શરીર સાથે છે જ તેથી તેને કર્મબંધ ચાલુ જ છે અથવા ત્યારે પણ આત્મા પોતાના સ્વભાવમાં નથી. જ્યાં સુધી દેહથી છૂટવા માટેનો પરિણામ ન હોય ત્યાં સુધી આયુષ્યનો બંધ થાય જ, ત્યાં સુધી આત્માને દેહમાં ધારણ રાખી દેહના સંયોગ વડે પીડા ચાલુ રહે. દેહની પીડા.એકેંદ્રિયને પણ ન ગમે. આત્માની જ્ઞાન–સમજ વધે તેમ બંધ પણ વધે, અને નિર્જરા પણ વધે. પરમાં મળે ત્યારે બંધ અને સ્વમાં મળે ત્યારે નિર્જરા થાય. 1 જન્મ એ પાપ શા માટે? જ્ઞાનીઓએ જન્મને દુઃખ એટલા માટે કહ્યું છે કે પુગલનું ગ્રહણ કરવું, પરિણમાવવું એ આત્માના સ્વભાવથી વિરુધ્ધ હોવાથી પાપરૂપ છે. તૈજસ-કાર્પણ શરીર વડે પુદ્ગલને ગ્રહણ કરવા પડે તે બધું પાપ છે. તેથી શરીર બનાવવું પાપ, તેથી જન્મવું તે પાપ છે. a ખાવું તે પાપ શા માટે? જેટલી વખત વધારે ખાઈએ તેટલી વખત આહારના પુગલોને ગ્રહણ કરવું પડે. તેને લોહી આદિરૂપે પરિણામવામાં વીર્યને પ્રવર્તાવવું પડે તેથી કર્મબંધ વધે છે. કવલાહાર લેવો કે ન લેવો તે અભિસંધિજ વીર્યનું કાર્ય છે. પરંતુ આહાર લીધા પછી આપણું ન ચાલે ત્યારે અનભિસંધી વીર્યનું કાર્ય ચાલુ જ હોય. તેથી ઉપવાસના દિવસે ઉત્તર પારણામાં ખાધું હોય તેનું પાચન ચાલુ હોય તે અનભિસંધિ વીર્યનું કાર્ય છે. આત્મવીર્ય જેટલું પરગ્રહણ–પરિણમન કરે તેટલો નવતત્ત્વ // ૧૦૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધ તે પાપ અને સ્વગુણોમાં પરિણમે તેટલી નિર્જરા. કાયોત્સર્ગ કરતી વખતે શ્વાસોચ્છવાસ આદિ લેવા જ પડે. અનન્દ સૂત્ર દ્વારા આગાર રાખીએ છીએ. કાયોત્સર્ગમાં તો 'અપ્પાë વોસિરામિ' કરવાનું છે. પરંતુ શ્વાસોચ્છવાસ આદિ અનભિસંધિ વીર્યની પ્રવૃત્તિને આપણે અટકાવી શકતા નથી. આત્મામાં અસંખ્ય પ્રદેશો છે. તેમાં પ્રદેશ પ્રદેશે અનંત વિર્ય છે. વીર્યના કારણે આત્મામાં અનંત શક્તિ પડેલી છે. તેથી એક જ સમયમાં આત્મા પોતાના સ્વરૂપમાં રહી સમગ્ર વિશ્વને જાણી શકે અને જાણવા છતાં પોતાની રમણતાને ન છોડે. પુદ્ગલ સાથે આત્મવીર્યનું જોડાવું તે જ સંસાર યોગ છે. બીજી રીતે આત્માને પુદ્ગલ અને કર્મનો સંયોગ થવો તે સંસાર. તેથી આત્માને અત્યારે પુદ્ગલ વગર ચાલતું નથી. પુગલમાં વાસ્તવમાં સુખ નથી છતાં પુલમાં સુખને શોધે છે અને પીડા પામે છે. આત્મવીર્ય ધ્યાન રૂ૫ થવામાં કઈ રીતે કાર્ય કરે? સાતમી નરકે રૌદ્ર ધ્યાનથી જ જવાય. તેવી રીતે મોક્ષમાં શુકલ ધ્યાનથી જ જવાય. ધ્યાન બંને જગ્યાએ કામ આવે. આત્મામાં આત્મવીર્ય વધારે સ્થિર થાય તો નિર્જરા કરે અને જો આત્મવીર્ય પરની જોડે સ્થિર થાય તો વધુ કર્મનો બંધ કરે. આત્મવીર્યને પ્રગટ કરવા માટે પણ પુણ્યની જરૂર પડશે, કારણ કે આત્મા કર્મથી જોડાયેલો છે માટે પરાધીન છે. વર્તમાનકાળમાં ઉત્તમકોટિનું ધર્મધ્યાન છેલ્લા સંધયણવાળા ન કરી શકે. શુકલ ધ્યાન શ્રેષ્ઠ હોવાથી તેના માટે પહેલું સંઘયણ જરૂરી. હા, અહીં અભ્યાસ = પ્રેકટીસ કરી શકો જેથી ભવાંતરમાં ધ્યાન સુલભ બને અને સહજ થાય. મનને આત્મવીર્ય દ્વારા સ્થિર કરાય. મનને સ્થિર કરવું એટલે મનને મોહથી છોડાવવાનું, એટલે કે મનને કામ કરતું બંધ કરવાનું. તેથી મન હવે આત્માના ગુણમાં ચઢશે. શુકલ ધ્યાનમાં આત્માએ પરથી છૂટા થવાનું છે અને પોતાના સ્વરૂપ નવતત્ત્વ // ૧૦૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં જવાનું છે. આત્મા મનથી છૂટો થાય એટલે અંતર્મુહૂર્તમાં જગતના તમામ કર્મો બાળીને સાફ કરી દે. આ જ અનંતવીર્ય કહેવાય. પરંતુ કર્મ કોઈ બાળી શકે નહીં તેથી દરેક આત્માએ પોતાનું અનંતવીર્ય જગાડવું પડે તો તેને લાભ થાય. આવી શક્તિ મારા આત્મામાં છે તે જ ખબર નથી તેથી નિર્ણય કરો કે મારામાં આવી શક્તિ છે પછી વિશ્વાસ બેસાડો. પરમાત્માએ કહ્યું છે તેવી શ્રધ્ધા બેસાડો પછી શક્તિને પ્રગટ કરવાની વાત આવે. 3 ઉપશમ–શપબ્રેકિમાં શું ભેદ છે? ઉપશમશ્રેણિ અને ક્ષેપક શ્રેણિ– બંનેના જ્ઞાનના પરિણામમાં ભેદ ન હોય માત્ર વીર્ય પરિણામમાં ભેદ પડે છે. ' ઉપશમશ્રેણિમાં વીર્ય પૂર્ણ પ્રગટ ન થયું અથવા નબળું પડ્યું તેથી તે કષાયને દબાવશે. બીજા-ત્રીજા સંઘયણવાળો કર્મને દબાવતો–દબાવતો ઉપશમશ્રેણિ માંડે. પ્રથમ સંઘયણવાળો જ અનંત વીર્ય ફોરવી ક્ષપકશ્રેણિ માંડે એટલે કર્મને દબાવવાના બદલે ખપાવે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેટલું જ્ઞાન અને અનંતવીર્યફોરવવાની શક્તિ હોય તો પણ કેવલજ્ઞાન મેળવી શક્યા, કારણ મોહને મારવામાં સફળતા મળી છે. પ્રથમ અપૂર્વકરણ કરીને પહેલા દર્શન મોહનીયને મારી સમ્યગુદર્શન મેળવે અને પછી બીજું અપૂર્વકરણ કરીને ચારિત્ર મોહને સંપૂર્ણ મારી વીતરાગ સર્વજ્ઞ બની મોક્ષે જાય. જ્ઞાન એ જ ધ્યાનના સ્વરૂપને પામે અને તે જ નિર્જરા સ્વરૂપ થાય. | દર્શન મોહનીયરૂપ મિથ્યાત્વ કર્મ નીકળી જાય તો પૂર્ણ રુચિવાળું શુધ્ધ જ્ઞાન પ્રગટ થાય. સમ્યગદર્શન આવે એટલે વિચાર શુધ્ધ થાય. અર્થાત્ સાયિક સમ્યગ્ગદર્શન પ્રગટે એટલે આત્માનો પહેલો મોક્ષ થાય. વીતરાગતા આત્માનો બીજો મોક્ષ છે. ૧૧મા ગુણઠાણે ઉપશમ વીતરાગતા આવે ત્યાંથી જીવ નિયમા પડે, પડીને સાતમે આવે. કોઈ ફરી ક્ષપકશ્રેણિ માંડે નહીં તો છટ્ટ–પાંચમે કે નવતત્ત્વ // ૧૦૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ ચોથે સ્થિર થાય. છેવટે પ્રથમ ગુણસ્થાનકે પણ આવી શકે. ૧૨મા ગુણસ્થાનકે ક્ષાયિક વીતરાગતા આવે. હવે પડવાનો ભય નહીં. ૧૨મા—૧૩મા ગુણસ્થાનકે શરીર બળે તો પણ અંદર કાંઈ થાય નહીં. રાગ જતો રહ્યો તેથી મોહ જતો રહ્યો છે. મમતા ગઈ એટલે સત્ત્વ અને સમતા પ્રગટ થાય. પૂર્ણ મોહ ગયા પછી જ કેવલજ્ઞાન પ્રગટ થશે એટલે ત્રીજો મોક્ષ થશે. ક્ષયોપશમ રૂપ વીતરાગભાવની આંશિક શરૂઆત પાંચમા દેશવરતિ ગુણઠાણાથી થાય. વિરતિ = વીતરાગતાના અંશને વર્તમાનમાં ભોગવવું તે. છઠ્ઠા ગુણઠાણે સર્વ વિરતિ = વીતરાગતાનો અંશ વધારે આવે. છઠ્ઠ પ્રમાદ (– પ્રમત્તભાવ) છે. કરવા જેવું લાગે છે પણ પૂર્ણ કરી શકતો નથી. દા.ત. સાધુએ ઓછામાં ઓછું એકાસણું કરવું જોઈએ પરંતુ ભાવોલ્લાસ ન થયો તો બિયાસણું કરે પરંતુ પ્રભુની આજ્ઞા મુજબ એકાસણું કરી શકતો નથી તેવો ભાવ ન હોય તો તે છટ્ટે ગુણઠાણે નહીં અને ચોથે પણ નહીં. જે છે તેનો સ્વીકાર નથી તેથી છઠ્ઠ સ્થિર ન થાય તો નીચે જ ઉતરે. અંતર્મુહૂર્તના જ કાળમાં છકે સાતમે રમ્યા કરે. જો સ્થિર પરિણામ અંતર્મુહૂર્તથી વધારે રહે તો તે શ્રેણિ જ માંડે. પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકે ૭મા ગુણસ્થાનકના સ્થિર પરિણામ વધારે રહેતા નથી. ત્રણ બળ – મનોબળ, વચનબળ અને કાયબળ. જો મોહથી દૂર થઈ તપમાં આત્મવીર્યને ફોરવે તો ત્રણ ભુવનમાં મનોબલી, વચનબલી, અને કાયબલી બને. વચનબલી એવા બને કે ૧૪ પૂર્વના જ્ઞાનનું પરાવર્તન કરી જાય તો પણ થાકે નહીં. કાયબલી એવા બને કે જરૂર પડે તો ત્રણ ભુવનને ઊંધુ વાળી શકે તેવી શક્તિ ધરાવે. વીર પ્રભુનો અંગૂઠો મેરુ પર્વતને અડ્યો ને મેરુ હલબલી ગયો તેનું આપણને આશ્ચર્ય થાય. તે વાત ખરેખર વાસ્તવિક છે તેની પ્રતીતિ અહીં થાય જ. જ્ઞાન જેમ અરૂપી છે તેમ વીર્ય પણ અરૂપી છે માટે તે આત્માની સાથે જોડાય એમાં શું આશ્ચર્ય છે ? આપણે આત્મવીર્યને પરની સાથે જોડી આત્મવીર્યને નબળું પાડીએ છીએ. તેથી આત્માને પરનો સંગ છોડવાની વાત નવતત્ત્વ || ૧૦૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ ભગવંતોએ કહી છે. સંગ છોડવો એટલે આત્મા સિવાયના તમામ સંબંધો છોડવાના છે. જ્ઞાનમાં નિર્મળતા આવે એટલે ગંભીરતા આવે, ગંભીર માણસ પરમાં ન જાય. સંયમમાં વિર્ય ફોરવો તો પંડિત વીર્ય અને મોહની વૃધ્ધિ કરવા વીર્ય ફોરવો તો બાલવીર્ય કહેવાય. ચોથે ગુણઠાણે પંડિતવીર્યની ભાવના હોય, પાંચમે દેશથી મિશ્રપંડિત વીર્ય અને છટ્ટે–સાતમે પંડિતવીર્ય કહેવાય. નરકના જીવોને પરમાધામી રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાખે, ચણાની જેમ ભૂંજી નાખે, કડાઈમાં તળી નાખે છતાં તેમનો આત્મા મરે નહીં તેનું કારણ ભાવવીર્ય છે. તિર્યંચના ભાવમાં પણ ભયંકર દુઃખ સહન ભાવવીર્યના કારણે કરે. મનુષ્ય ચારિત્રનો સ્વીકાર કરી ઉપસર્ગ સહન ભાવવીર્યના કારણે કરી શકે. a ઉપયોગ જીવનું મુખ્ય લક્ષણ "અતિ સ્થિરતા ઉપયોગ કી, શુદ્ધ સ્વરૂપ કે માંહી, કરતાં ભવદુઃખ સવિ ટળે, નિર્મલતા હે તાહી.' (યોગીન્દ્રદેવ કૃત અનુભવમાળા) ઉપયોગ એ જ્ઞાનચેતનાનો પરિણામ છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશેષ બોધશક્તિરૂપ જ્ઞાન પરિણામ અને સામાન્ય પરિણામરૂપ દર્શન પરિણામ આત્મપ્રદેશોમાં પ્રગટ થાય. પણ છદ્મસ્થ જીવોને ઈદ્રિય (દ્રવ્યપ્રાણ)ની સહાય વિના, તેનો વ્યાપાર કર્યા વિના મતિ કે શ્રુતરૂપે બોધરૂપે ન થાય. અર્થાત્ વસ્તુ (પદાર્થ)ને શેયરૂપે છે તેને જાણવાનું–જોવાનું કાર્યરૂપે ઈદ્રિયની સહાયથી થાય. ઈદ્રિયો દ્વારા આત્મામાં પ્રગટેલો બોધરૂપ જ્ઞાનનો વ્યાપાર તે ઉપયોગ થયો કહેવાય. દા.ત. પ્રતિમા સામે દષ્ટિ છે પણ તે વખતે દેરાસરમાં બીજા કોઈ પ્રતિમાની અંગરચના કરી રહ્યાં છે, તેની વિચારણામાં ચિત્ત વ્યગ્ર છે. તો ઉપયોગ આંખ દ્વારા વર્તમાનમાં જે પ્રતિમાને જોઈ રહ્યાં છીએ નવતત્વ // ૧૦૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ તેમાં નથી પણ બીજાની પ્રભુ સંબંધી–આંગીની રચના સંબંધીમાં ચાલી રહ્યો છે, પણ સામે રહેલી પ્રતિમાની મુદ્રાની પ્રસન્નતામાં નથી. અર્થાત્ ઉપયોગ બીજે છે, દષ્ટિ બીજે છે. તે જ પ્રમાણે અવધિ કે મન:પર્યવજ્ઞાન વ્યકિતમાં પ્રગટ થયું હોય તો તે જ્ઞાનનો ઉપયોગ મૂકે તો જ તેનું જ્ઞાન થાય. જેમ કે– ગૌતમ સ્વામીને જ્યારે આનંદ શ્રાવકે પ્રશ્ન કર્યો કે "શ્રાવકને આટલા પ્રમાણમાં અવધિજ્ઞાન થાય કે નહીં? તે વખતે શ્રુતનો વિશેષ ઉપયોગ ન મૂકતાં તરત ઉત્તર આપી દીધો. 'આટલું અવધિજ્ઞાન ન થાય.' ત્યારે પ્રભુએ કહ્યું કે 'તમે તેનું પ્રતિક્રમણ કરો.' તે જ પ્રમાણે જ્યારે દેવશર્મા બ્રાહ્મણ પ્રતિબોધ ન પામતાં ગૌતમ સ્વામી નીચે ઉતર્યા-પત્નીના રડવાનો અવાજ સાંભળી અનુમાન કર્યું. દેવશર્મા મૃત્યુ પામી કયાં ગયા હશે? તે જાણવા શ્રુતનો વિશિષ્ટ ઉપયોગ મૂક્યો તો જ્ઞાનમાં તેનો માથાની જૂ તરીકેનો ભવ જોયો. ઉપયોગ માત્ર જ્ઞાન–ચેતના શક્તિના વ્યાપારરૂપ છે. માટે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ જ્ઞાન પરિણામ સાથે વીર્ય પરિણામ ભળે ત્યારે તે જ્ઞાન પરિણામમાં ઉપયોગરૂપ થાય. છઘ0ોને ઉપયોગ મૂકવો પડે કેવલીને ઉપયોગ મૂકવો પડે નહીં. 2 ઉપયોગ ચાર પ્રકારે - શુભ, અશુભ, અશુધ્ધ અને શુધ્ધ ઉપયોગ. અશુભોપયોગ – જ્યારે આત્માના જ્ઞાન પરિણામની સાથે અપ્રશસ્ત કષાય ભળે ત્યારે જ્ઞાનપરિણામ અશુભ ઉપયોગરૂપે થાય. આત્મા સ્વને છોડીને નિરંતર પરની અંદર રહેલો હોય. પરને પોતાનાથી અધિક માને. શુભોપયોગઃ જ્યારે જ્ઞાન પરિણામની સાથે પ્રશસ્ત કષાય ભળે ત્યારે શુભોપયોગરૂપે ગણાય. સમ્યકત્વ સાથે હોય ત્યારે પ્રશસ્ત શુભોપયોગ બને અને સમ્યકત્વ વિના પણ મિથ્યાત્વની હાજરીમાં પણ શુભભાવ, દયા, પરોપકારાદિ ભાવ પ્રગટ થાય પણ તે પ્રશસ્ત શુભોપયોગ ન કહેવાય. નવતત્ત્વ // ૧૦૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ (). કષાયની મંદતા થવાથી શુભભાવ પણ આવે પણ મિથ્યાત્વની હાજરીના કારણે શુભભાવમાં પુણ્ય બંધાય પણ અનુબંધ અશુભ પડે. અશુદ્ધોપયોગ : જ્યારે જ્ઞાનપરિણામમાં મિથ્યાત્વ અને અપ્રશસ્ત કષાયની તીવ્રતા ભળે ત્યારે ઉપયોગ અશુધ્ધ થાય. નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરવાનો ભાવ. (૪) શધ્ધપયોગ જ્ઞાન પરિણામ સાથે મિથ્યાત્વ-કષાયનો પરિણામ જેટલા અંશે ભળે નહીં અથવા ઓછા થાય તેટલા અંશે ઉપયોગ શુધ્ધ બને. તેટલા અંશે નિર્જરા થાય. શુધ્ધોપયોગની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય અને સંપૂર્ણ ઉપયોગની શુધ્ધિ ૧૨માં ગુણસ્થાનકે થાય ત્યાં સંપૂર્ણ કષાયનો અભાવ હોય તેથી જ સંપૂર્ણ ઘાતી કર્મોનો એકી સાથે સંપૂર્ણ ક્ષય થવા વડે કેવલજ્ઞાન પ્રગટ થાય અને પછી ૧૩માં ગુણસ્થાનકથી સદા માટે ઉપયોગની શુધ્ધિ આત્મામાં રહે. ઉપયોગ એ જ આત્માનો મુખ્ય ધર્મ છે. શુધ્ધ ઉપયોગે નિર્જરા અને યોગે બંધ. યોગ વ્યવહાર સ્વરૂપ છે અને ઉપયોગ એ નિશ્ચય સ્વરૂપ છે. 1 ઉપયોગની વિશેષ વિચારણા ઉપયોગમાં રહેવું એટલે શું? જે વસ્તુનો બોધ થયો હોય તેમાં રહેવું તે જ્ઞાનનો ઉપયોગ. ભગવાનના દર્શન કરતી વખતે ભગવાનના દર્શનમાં ઉપયોગ હોવો જોઈએ. કોણ આવ્યું અને કોણ ગયું તે જોવાથી ઉપયોગ ન રહે. પ્રતિક્રમણ કરતી વખતે સૂત્રના અર્થનો ઉપયોગ મૂકવો જોઈએ. બીજા શું કરે છે તેનો વિચાર ન કરવો જોઈએ. ઉપયોગ એ જ આત્માનો મુખ્ય ધર્મ છે. યોગ એ વ્યવહાર સ્વરૂપ છે. ઉપયોગ એ નિશ્ચય સ્વરૂપ છે. નિશ્ચયપૂર્વકનો જ વ્યવહાર કર્મ નિર્જરાનું કારણ બને છે. જીવત્વચૈતન્ય શક્તિનું કાર્ય છે. આત્માને જ્ઞાન (ભાવપ્રાણ) થી જીવાડે છે. નવતત્ત્વ || ૧૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રધ્ધા = સમ્યમ્ દર્શનનું કાર્ય પ્રતીતિ કરાવવાનું, ચારિત્રનું કાર્ય પર સ્વભાવમાં પ્રવેશતા અટકાવવા રૂપ અને સ્વ સ્વભાવમય થવારૂપ છે. a જાનાદિ પાંચે ગુણોમાં વીર્યની પ્રધાનતા છે. વીર્યનું કાર્ય ગુણો અને સ્વરૂપની સ્થિરતા કરી સ્વાત્મ પ્રદેશોમાં સ્થિર થવા રૂપ. શ્રુત જ્ઞાનાભ્યાસથી પ્રાપ્ત શ્રુતનું સમ્યક પરિણમન તે જ્ઞાનગુણ, વ્યવહાર ચારિત્રની આચરણાથી કષાયરહિત નિશ્ચય ચારિત્રની પરિણતિ રૂપ ચારિત્રગુણ છે. બાહ્યતપની આચરણાથી આત્મભાવમાં ગુપ્ત થવું, તૃપ્ત થવું તે તપગુણ છે. મનમાં રહેલી ઈચ્છા વીતરાગતારૂપે તૃપ્તિને પામે છે અને સંકલ્પ વિકલ્પો ( વિચારો) કેવલજ્ઞાન રૂપ પૂર્ણતાને પામે છે. જીવત્વ ચૈતન્યશક્તિનું કાર્ય છે. આત્માને જ્ઞાન (ભાવપ્રાણ)થી જીવાડે છે. શ્રધ્ધાનું (સમ્ય દર્શનનું) કાર્ય પ્રતીતિ કરવાનું છે. ચારિત્રનું કાર્ય પરસ્વભાવમાં પ્રવેશતા અટકાવવારૂપ સ્વમાં સ્થિરતારૂપ છે. તપનું કાર્યસ્વગુણમાં રમણતા-તૃપ્તિ થવારૂપ છે. વીર્યનું કાર્ય સ્વસ્વરૂપની સ્થિરતા કરવાનું છે. સ્વાત્મપ્રદેશોમાં સ્થિરતા કરવી ગુણોમાં રમણતા કરવી તે વીર્યનું કાર્ય છે. વ્યાકુળતા રહિત થવું એ ચારિત્રરૂપ છે. * વ્યવહાર ચારિત્રના આચરણથી નિશ્ચય કષાયરહિત ચારિત્રની પરિણતિ એ ચારિત્રગુણ છે. બાહ્યતપની આચરણાથી આત્મભાવમાં ગુપ્ત થવું. રમણ કરવું તે તપગુણ છે. મનમાં રહેલી ઈચ્છા વીતરાગતા રૂપે તૃપ્તતાને પામે છે અને મનમાં રહેલા સંકલ્પ-વિકલ્પો (વિચારો) કેવલજ્ઞાન રૂપે તૃપ્ત થાય છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ અને વીર્ય ફક્ત આત્મ દ્રવ્યમાં જ હોય. આ પાંચ બીજા કોઈ દ્રવ્યમાં નથી. તેથી પાંચ લક્ષણ (સ્વભાવ) આત્મામાં જ હોય. આ પાંચ લક્ષણી આત્મા બીજા દ્રવ્યોથી નિરાળો બને છે. આ પાંચ રનો છે – સાધ્ય છે – ગુણો છે. આત્મા નિગોદનો હોય કે સિધ્ધનો હોય, એનામાં આ પાંચ લક્ષણ હોય જ. આ પાંચ લક્ષણ ઉપર વ્યવહાર ધર્મ રચાયેલો છે. આત્મામાં રહેલા પાંચ ગુણોને પ્રગટ કરવા પાંચ આચાર નવતત્વ || ૧૦૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ બતાવ્યાં છે. તેથી કોઈપણ આરાધનાનું લક્ષ્ય આ પાંચ આત્માના ગુણોને પ્રગટાવવાનું હોવું જોઈએ નહિતર ધર્મ (આટલા સામાયિકાદિની ગણતરી) કરીને પણ નુકશાન થાય. શ્રુતજ્ઞાનમાં આગમને ભગવાન માનવાના છે. આગમ ભગવાન છે પરંતુ વ્યવહારથી છે. આગમને નિમિત્ત બનાવી આત્મા ભગવાન બની શકે છે. તેથી મવિનો શ્રુતજ્ઞાનરૂપી આગમને ભગવાન કહ્યાં. પ્રતિમા પણ આરસ-પત્થરની છે. તેનું નિમિત્ત લઈને આત્મામાં રહેલા ભગવાનને પ્રગટ કરવાના છે. પ્રભુના દર્શન કરતાં કરતાં આત્માના દર્શન કરવાના છે. જ્ઞાનથી સમ્યગદર્શન આવે પછી વિરતિ આવે. ચારિત્રની શરૂઆત દેશવિરતિથી એટલે કે પાંચમા ગુણઠાણાથી અને ૧રમાં ગુણઠાણે ક્ષાયિક = પરિપૂર્ણ ચારિત્ર-૧૩માં ગુણઠાણે સંપૂર્ણજ્ઞાન-કેવલજ્ઞાન–૧૪માં ગુણઠાણે સિધ્ધ થવાની પ્રક્રિયા અર્થાત્ સંપૂર્ણપણે પરસંગરહિત આત્માની શુધ્ધ અવસ્થા થવાની પ્રક્રિયા. જ્યારે જ્ઞાનની શુદ્ધિ થાય ત્યારે ઉપયોગની શુધ્ધિ થાય. જો જ્ઞાનની શુધ્ધિ થયેલ હોય તો હું આત્મા છું, શેયનો જ્ઞાતા છું, વર્તમાનમાં અજીવમય બનેલો છું.' આવી ઓળખાણ અપાય. હું સ્ત્રી છું, પુરુષ છું– એ ઓળખાણ ખોટી છે. અનાદિ કાળથી આપણે મિથ્યાત્વના કારણે શેયને જાણી શક્યા નથી. તેથી શેયને જાણવા માટે સર્વજ્ઞની દષ્ટિ પકડવાની છે. સર્વ જીવ સત્તાએ સિધ્ધ છે તેથી સિધ્ધની આશાતના કરતાં મન દુભાય તેવી રીતે કોઈ પણ જીવની અશાતના કરતાં મન દુભાય તો જ સર્વજ્ઞની દષ્ટિ આપણે પકડેલી કહેવાય. સર્વજ્ઞની દષ્ટિ જેણે પકડી તેનું કાર્ય જરાવારમાં થઈ ગયું. દા.ત. અઈમુત્તા મુનિ એ અપકાયના જીવોની વિરાધના કરી, સિધ્ધના જીવોની વિરાધના જેવી લાગી, પશ્ચાત્તાપ થયો. જીવ ઉપાદેય છે. હણવા યોગ્ય નથી એવી ભગવાનની આજ્ઞા છે તથા સર્વ જીવો મૈત્રીને યોગ્ય છે. વગેરે વિચારણા કરતા કેવલજ્ઞાન થયું નવતત્ત્વ // ૧૦૮ Page #111 -------------------------------------------------------------------------- ________________ 1 સભ્ય દર્શનની ત્રણ ચાવીઃ શેય, હેય અને ઉપાય સમ્યગુ દર્શનની ત્રણ ચાવી છે શેયર્હેય-ઉપાદેય. સર્વજ્ઞની દૃષ્ટિ મુજબ જ્ઞય-હેય-ઉપાદેય છે? તે નિર્ણય કરવો. જે શેય ઉપાદેયરૂપ હોય તેની રુચિ કરી તેમાં વીર્ય પ્રવર્તાવવું. સભ્ય દર્શનના ચાર પગથિયાઃ (૧) સન્હાભિ (શ્રધ્ધા) સર્વજ્ઞ પરમાત્માએ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય જે સ્વરૂપે કહ્યા તે પ્રમાણે જ તે છે. તે પ્રમાણે વિકલ્પ કર્યા વિના સ્વીકાર કરવો અર્થાત્ શ્રધ્ધા કરવી તે. (૨) પત્તિયામિ (પ્રતીતિ)ઃ જેમ અગ્નિ બાળવાના સ્વભાવવાળો છે. એવો તેમાં વિશ્ર્વાસ છે (ખાત્રી છે). તેમ સર્વજ્ઞ પરમાત્માએ આત્મામાં સુખ છે અને સંસાર (સંયોગ)માં દુઃખ છે તે તેનો સ્વઆત્માને અગ્નિની જેમ ખાત્રી થવી જોઈએ તોજ અગ્નિના વ્યહવારમાં સાવધાન હોય તેમ આમાં પણ સાવધાન થાય. તે પ્રતીતિ સર્વજ્ઞ તત્ત્વના માધ્યમે જ થાય. (૩) રોએમિ (રુચિ) જેમ વિષ્ટા, કચરો આદિ અસાર નકામું છે તે પ્રતીતિ છે, તો તેના ત્યાગની રુચિ સહજ અને તેને છોડવાની પ્રવૃતી પણ સહજ. વિષયોમાં (અનુકૂળતામાં) સુખબુધ્ધિ છે તો તેમાં રુચિ પણ સહજ ભળે તો પ્રવૃતિ પણ સહજ થાય. (૪) શાસેમિ (ઝંખના) જે વસ્તુ (સારભૂત–કિમતી) ઉપાદેય લાગે તેની રુચિ સહજ થાય અને તે મેળવવાની ઝંખના પણ તીવ્ર થાય. કોઈપણ શેય વસ્તુનો નિર્ણય આપણી બુધ્ધિથી–આંખથી કરાય નહીં, નહીં તો નિર્ણય ખોટો. નિર્ણય ખોટો થાય તો શ્રધ્ધા ખોટી, રુચિ ખોટી, ઝંખના ખોટી તેથી કર્મબંધનું કારણ બને. એક સમય પણ સર્વજ્ઞ વગર ન જવો જોઈએ. ધર્મની આરાધના ખૂબ કરી પરંતુ સર્વજ્ઞને યાદ કરીને ન કરી. આત્મામાં જ્ઞાન-દર્શનચારિત્રપ વીર્યરૂપ પાંચ રન ભંડાર પડ્યા નવતત્વ // ૧૦૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ છે. તે જુઓ, એ ગમી જાય તો બહારના ભંડારમાં જરા પણ રસ ન પડે. આ પાંચ ખજાના ચામડાની આંખે ન જોઈ શકાય પરંતુ પ્રવચનરૂપી અંજનથી દેખાય. અંદરના ભંડારને નિશ્ચયથી જોઈ શકાય, પરંતુ તેના માટે વ્યવહાર બરાબર જોઈએ. બંને ભિન્ન હોવા છતાં પરસ્પર પૂરક છે. વ્યવહાર જ્ઞાન (અક્ષર, સૂત્ર, આગમ વગરે શ્રુતજ્ઞાન)નું કાર્ય આત્મામાં રહેલા નિશ્ચય જ્ઞાનને પ્રગટ કરે તો જ સફળ થાય. એક ગુણ પ્રગટ થાય એટલે બીજો ગુણ અનુભવાય. શુધ્ધ જ્ઞાન થાય એટલે સમ્યગુદર્શન અનુભવાશે અને સમ્યગ્ગદર્શન આવે એટલે સમ્યફચારિત્ર આવે છે. આ રીતે એક ગુણ બીજા ગુણને પ્રગટ કરે તે જ સાચું જ્ઞાન કહેવાય. કોઈપણ જ્ઞાન ચોપડામાં હોય ત્યાં સુધી નકામું, પણ આત્મામાં જવું જોઈએ. તમે સી.એ.ની પરીક્ષા આપી ત્યારે ચોપડાનું જ્ઞાન આત્મામાં ગયું ખરું પરંતુ તેનાથી તમે મોક્ષ તરફ ન ગયા, પરંતુ મિથ્યા તરફ ગયા. શ્રાવક છે તેથી પૈસાનું લક્ષ ખરું પણ તેને હેય ગણે, મુખ્યલક્ષ આત્માનું હોય તો તેમિથ્યાદષ્ટિનકહેવાય. સમ્યગ્ગદર્શન આવે એટલે પોતાના આત્માને સંસાર તરફ જતો અટકાવે, સંસાર ગમે નહીં તે નક્કી. જ્ઞાન આનંદ આપવાના બદલે બહાર જાય તો પીડા આપે. જ્ઞાનમાં મોહ ભળે એટલે પીડા મળે. મારે મારા આત્માને શુધ્ધ બનાવવો છે એ પરિણામ હોય તો જ જ્ઞાનનો ઉપયોગ છે એમ કહેવાય. સર્વજ્ઞએ જે વ્યવહાર બતાવ્યો તે પકડી સંસારનો વ્યવહાર છોડી દેવાનો. પ્રભુ કેવલી થઈ ગયા પછી પણ જિનવાણી = દેશના આપવાનો વ્યવહાર તીર્થકર નામકર્મખપાવવા માટે કરે જ્યાં સુધી કર્મનો ઉદય હોય ત્યાં સુધી વ્યવહાર કરવો પડે. આત્મામાં જ્ઞાનાદિ પાંચ અમૃતના કુંડો છે. તે બતાવવાનું કામ સદ્ગુરુઓ જ કરી શકે. તેમણે બતાવેલા માર્ગમાં સાધક શ્રધ્ધાપૂર્વક ઉતરે તો અમૃત પાન થાય. દેવલોકમાં સમ્યગુરુ ન મળી શકે. અહીં મનુષ્યભવમાં જ મળે. કદાચ દેવો અહીં આવે સાંભળે પરંતુ પોતાના સુખને તે છોડી ન શકે. પોતાના મૂળ સ્વરૂપે પણ ન આવે. નવતત્વ || ૧૧૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ ' વ્યવહાર શા માટે? આત્માનો પહેલો સ્વભાવ જ્ઞાન છે તે પ્રગટ કરવા માટે આત્માને કોઈ ઈદ્રિય કે બહારના વ્યવહારની જરૂર ન પડે. તેને કોઈ સાધન-સામગ્રીની જરૂર નહીં. પરંતુ અત્યારે આત્મા કર્મથી આવરાયેલો છે તેથી કેવલજ્ઞાન ઢંકાઈ ગયું છે તે ઉઘાડવા માટે સાધન-સામગ્રીની જરૂર પડે. તેથી જ્ઞાની ભગવતે વ્યવહાર બતાવ્યો છે. જેમ કાંટાથી કાંટો નીકળે છે તેમ કર્મના વ્યવહારને દૂર કરવા માટે વ્યવહાર કરવો પડે. વ્યવહાર જ્ઞાન મેળવવું પડે માત્ર ધ્યાન ધરવાથી કર્મ દૂર ન થાય. વ્યવહાર હંમેશા નિશ્ચયના લક્ષથી કરવાનો છે. નહિતર વ્યવહાર એ સર્વજ્ઞનો વ્યવહાર ન બને, ભવભ્રમણનું કારણ બને. જો આ મુજબ લક્ષ્ય રાખી આરાધના કરવામાં આવે તો ધર્મનું ફળ ધર્મ જ મળે. આત્માના પાંચ ગુણને પ્રગટાવવા આચાર પણ પાંચ બતાવ્યા છે. કાલે વિણએ–બહુમાણે વગેરે જ્ઞાનના આઠ આચાર આત્મામાં રહેલા અનંતજ્ઞાનને પ્રગટાવવા માટે જ છે. આનિશ્ચયનો ઉપયોગ ન હોય તો જો લોકો વાહ-વાહ કરતા હોય તો અહંકાર આવતા વાર ન લાગે. તેથી જ વિચારવાનું કે આ તો સાધનનો વ્યવહાર કરું છું પણ લક્ષ કેવલજ્ઞાન (અનંત જ્ઞાન) પ્રગટાવવાનું છે. તો અહંકાર ન આવે. મોહરાજા મને કેવા ઘેરી રહ્યાં છે તે વાત સમજાઈ જાય તો મોહને આધીન ન થાય અને અપૂર્વનિર્જરા થઈ શકે. પોતાના પ્રભુના (પ્રિયતમના) દર્શન સાચી રીતે અંદરથી થવા જોઈએ. ત્યારથી જ મોક્ષ માર્ગના અધિકારી થવાય. ચેતના શુદ્ધ આતમકો ધ્યાવો, પર પચ્ચે ધામધૂમ, સદાઈ નિજ પર સુખ પાવો.' પોતાના શુધ્ધ આત્માનું ધ્યાન ધરી અશુધ્ધતા દૂર કરવાની છે. પર'માંથી 'સ્વ'નું લક્ષ લાવવા વિશિષ્ટ પ્રકારનો પ્રયત્ન કરવાનો છે. નમો અરિહંત + આણું = પરમાત્માની આજ્ઞાને નમસ્કાર કરે, જિનાજ્ઞા સ્વીકારે તેની રક્ષા થાય. (૧) પરમાત્માની પહેલી આજ્ઞા છે કે હું તને જોય રૂપે જાણ.' નવતત્વ // ૧૧૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ (૨) પરમાત્માની બીજી આજ્ઞા 'હું તને સ્વીકાર અભવ્યનો આત્મા જાણે ખરો પણ સ્વીકારે નહીં. ત્રીજી આજ્ઞા તું તારું માણ' પરમાત્માએ જે કહ્યું છે તેની શ્રધ્ધા કરી અર્થાત્ તારા આત્મામાં આનંદ છે તે બહાર નથી તો તે આનંદને તું માણ માટે સંસારનો સ્વાદ ચાખવાનું તપ પૂર્વક બંધ કરવું પડે. સ્વાધ્યાય-જ્ઞાન સ્વરૂપ ધર્મ કરો તો આનંદ શા માટે ન આવે? શાનીનાં નિત્યામાનન્દ–વૃધ્ધિદેવ તપસ્વિનામ (જ્ઞાનસાર) જ્ઞાનીઓને તો જ્ઞાનમાં સહજ આનંદ હોય પણ તેમાં તપ ભળતા આનંદની વૃધ્ધિ થાય. 0 અરિહંતનું શરણું શા માટે સ્વીકારવાનું? જેમાં જ્ઞાન અને આનંદ છે એવા અરિહંતનું શરણું સ્વીકારવાનું છે. પરમાત્મા તત્ત્વથી શું છે? એ જાણવાનો પ્રયત્ન કર્યો ખરો? પૂજા–તપ વગેરે બહુ કર્યા પણ અરિહંતની આજ્ઞા ન સ્વીકારી. માટે પહેલી આજ્ઞા–શેયના જ્ઞાતા બનવાની છે. જ્ઞાનનું ફળ આનંદ છે. જ્ઞાનથી પૂર્ણ બને ત્યારે આનંદથી પૂર્ણ બને. ચિત્તની પ્રસન્નતા થાય. આત્માને મોહની ઉપાધિ છે. મોહ આપણને આનંદમાં રહેવા દેતો નથી. વ્યવહારમાં પણ દરેક આત્માનું ધ્યેય આનંદમાં રહેવાનું, સુખી થવાનું હોય. મોહને આધીન અનુકૂળતા હોય તો મજામાં નહિતર નહીં. અનુકૂળ તા–પ્રતિકૂળતા વગર આનંદ આવે તે જ સાચો આનંદ કહેવાય. તે પકડવા માટે જેમનામાં સાચો આનંદ છે તેનું શરણું સ્વીકારો. અરિહંતમાં રહેલા આનંદનું શરણું પકડવું એટલે અરિહંતમાં રહેલા અનંત જ્ઞાનનું શરણું સ્વીકારવું. એટલે કેવલજ્ઞાનીનું શરણું સ્વીકારવું. સર્વજ્ઞ બનેલા બધા જ તત્ત્વનો પ્રકાશ કરે જ એવું નહીં પણ અરિહંતના આત્માઓ કેવલજ્ઞાન પામે ત્યારથી નિર્વાણ ન પામે ત્યાં સુધી તત્ત્વનો પ્રકાશ અવશ્ય કરે જ તેથી અરિહંતોનું શરણું સ્વીકારવાનું છે. નવતત્વ // ૧૧૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને શેની પ્રાર્થના કરવાની ? પ્રભુને જોઈને પ્રાર્થના કરવાની કે મારા આત્મામાં રહેલા ખજાનાને હું જોઈ શકું. પ્રભુ તું સમકિતનું દાન આપ એટલે મારા પાંચ ખજાનાની ચાવી મારા હાથમાં આવી જાય. કેવલજ્ઞાનને ખોલવાની ચાવી હાથમાં આવી જાય પછી મારા જીવનમાં કોઈ દીનતા નહીં. જો જ્ઞાનમાં મોહનો પરિણામ ન ભળે તો તે 'સ્વ'માં ભળે. આત્માએ આત્માનું હિત કરવા માટે આત્માને સ્વમાં સ્થિર કરવો જોઈએ. પર સંયોગથી જે જે મોહનો પ્રભાવ જ્ઞાનની અંદર પ્રગટ થયેલો છે. તેથી આત્મામાં કંઈક ગરબડ થાય. પ્રતિકૂળતા થાય એટલે આત્મામાં અશાંતિ પ્રગટ થાય. જ્યાં સુધી આત્માને 'પર' વસ્તુ 'પર' છે એવી પ્રતીતિ થાય નહીં ત્યાં સુધી તેને સતત પીડા મળતી રહે છે. અનાદિકાળથી સંયોગ આત્માને વળગેલા છે તેમાંથી મુકત થવાનો સદા માટે અપૂર્વ પુરુષાર્થ કરવાનો છે. તેવો પુરુષાર્થ જીવ માત્ર મનુષ્યભવમાં જ કરી શકે છે. તિર્યંચ ભવમાં મર્યાદા છે. તિર્યંચનો જીવ પુરુષાર્થથી દેશવિરતિના પરિણામ સુધી પહોંચી શકે. ફકત મનુષ્યભવમાં જ પુરુષાર્થ દ્વારા સર્વવિરતિ સુધી પહોંચી શકાય છે. સમ્યગ્દર્શનથી સ્વ અને પરની સમજ આવે છે. આની પ્રતીતિ ભેદજ્ઞાનથી આત્માને થાય છે. મિથ્યાદષ્ટિને પણ આવું જ્ઞાન થઈ શકે. પણ પરથી સ્વનો ભેદ કરવાની રુચિનો પરિણામ ન થાય. હવે માત્ર સ્વની જ રુચિ. મારા આત્મા સિવાયના પર સર્વ સંયોગો મારા આત્માને પીડા આપનારા છે જેથી તેવા સંયોગોમાં મારે રહેવું જોઈએ નહીં તેવી પ્રતીતિ થવી જોઈએ. આવી રુચિ પૂર્વકની સમ્યગ્દષ્ટિએ કરેલી એક નવકારશી પણ કેવલજ્ઞાન આપી શકે છે. આત્મા પોતાનો મિત્ર કયારે ? આત્માના જ્ઞાન ગુણની ઉપયોગની સ્થિરતા કરવાની છે આ માટે આત્માના સ્વરૂપમાં નિર્ણય કરવાનો છે. એ નિર્ણય થયા પછી જ જીવ પુરુષાર્થવાળો બનશે. પરંતુ અનાદિકાળથી ઊંધી સમજ હોવાના કારણે અતત્ત્વનો નવતત્ત્વ // ૧૧૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય તત્ત્વરૂપે થયેલો છે તેથી સમ્યગૂ દર્શન પ્રાપ્ત થતું નથી. મિત્તમમિત્તમ્ | આત્મા પોતાના આત્માનો મિત્ર બનવો જોઈએ પરંતુ અજ્ઞાનતાના કારણે દુશમન બને છે. સર્વજ્ઞની દષ્ટિથી જ્યાં સુધી આત્માને જાણીશું નહીં ત્યાં સુધી આપણે આપણા આત્માના મિત્ર બનીશું નહીં. જે આત્મા પોતાનો મિત્ર બન્યો તેના માટે જગત ઉપકારી બનશે. જ્યાં સુધી વીતરાગ ન બને ત્યાં સુધી તેને જગત પાસે અપેક્ષા રહેશે એટલે જગત તેને સહાયક બને તેવી અપેક્ષા રહેશે. સંસાર છોડાવવામાં મોક્ષનો અભિલાષ કરવો એટલે સંયોગોથી છુટવાનો અભિલાષ. સિધ્ધાવસ્થા પ્રાપ્ત કરવા બધા સંયોગો છોડવાના છે. સમ્યગદષ્ટિ સૌથી વધારે દુઃખી શા માટે? મિથ્યાદષ્ટિની બે અવસ્થા–ભાન અને બેભાન ભાન અવસ્થામાં સુખનો અનુભવ થાય છે એ જ અવસ્થામાં સમ્યગુદષ્ટિ આત્મા ભયંકર પીડા અનુભવતો હોય છે. જેવી રીતે દર્દીને ઓપરેશન વખતે ઘેનની અસરના કારણે પીડાનું ભાન ન હોય તેમ મિથ્યાત્વીને પણ સંયોગજન્ય પીડાનું ભાન નથી પછી હોંશમાં આવેભાન અવસ્થા આવે ત્યારે પીડાનું ભાન થાય તેવી જ રીતે જીવનેમિથ્યાત્વના કારણે સંયોગની પીડાનું ભાન નથી પણ સમ્યગુદર્શન થતાં બેભાન અવસ્થા જાય ત્યારે પીડાનું ભાન થાય. માટે જ સમ્યગદષ્ટિ સૌથી વધારે દુઃખી છે. હાલ સુધી હું દેહમાં રહેવા માગતો હતો અને તેમાં સુખ છે તેવી મિથ્યામતિ જોરદાર હતી પણ હવે ભાન આવ્યું કે આત્મા જે કાંઈ પીડા અનુભવે છે તે દેહ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. કાયાવાળા જીવ કર્મ ભોગવનારા હોય છે. સર્વજ્ઞએ મોક્ષમાર્ગ બતાવ્યો છે તેમાં સંસારરૂપી કાયામાંથી છૂટવા જણાવ્યું છે. મારો આત્મા અને મારા આત્મામાં રહેલા જે ગુણો છે તે સિવાયના બધા સંયોગો પીડા કરનારા છે માટે હેય છે. માટે બધા જ સંયોગોમાંથી છૂટા થવું જોઈએ. આવા નિર્ણય પર આવીએ ત્યારે આત્મામાં સમ્યગુદર્શન ગુણની પ્રક્રિયા ચાલુ થઈ છે એવો નિશ્ચય થાય. છોડવાની રુચિ ન થાય તો હજુ મિથ્યાપણું છે તેમ જણાય. જ્ઞાન શુધ્ધ ન બને તો સમ્યગ્દર્શન થાય જ નહીં. અભવ્યને જ્ઞાન હોવા છતાં શુધ્ધ જ્ઞાન નથી તેથી સમ્યગુ દર્શન નથી. નવતત્વ || ૧૧૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ આપણે જીવાજીવ, યોગાયોગ, રૂપારૂપ સ્વરૂપે છીએ. કારણ કે શુધ્ધ અને અશુદ્ધ બને અવસ્થા છે. કર્મમય–જડમય–શરીરમય અવસ્થાને જીવાજીવ, મન-વચન-કાય યોગ રૂપ અવસ્થા તે યોગાયોગ અને રૂપમય અવસ્થા તે રૂપારૂપ. સત્તાએ સિધ્ધ છીએ તેથી શુધ્ધ અને કર્મથી જોડાયેલા છીએ તેથી અશુધ્ધ પણ છીએ. - જો જ્ઞાન શુધ્ધ ન બને તો ફકત ક્રિયા કાર્ય ન કરે. શ્રધ્ધાથી ક્રિયા કરે તો ઓઘથી ભાવ આવ્યો. આ શ્રધ્ધા નિર્મળ કઈ રીતે થાય? પ્રભુએ ક્રિયા કરવાની કહી છે તો સાથે સાથે જ્ઞાન ભણવાનું પણ કહ્યું છે. સામાયિકની ક્રિયા કરી તેમાં ફક્ત માળા ગણો તો કઈ રીતે ચાલે? શક્તિ હોવા છતાં સ્વાધ્યાય ન કરો તો અધૂરી ક્રિયા કરી અધૂરું ફળ મળ્યું. સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી. કલાકો સુધી અષ્ટ પ્રકારી પૂજા કરો, સામાયિકમાં આવશ્યક સૂત્ર ન ભણો ફકત જાપ કરો તો કઈ રીતે ચાલે? મુક્તિ માટે શું જરૂરી છે? કર્મકૃત સંબંધો દ્વારા રાગાદિ ભાવથી જગત જોડે સંબંધ છોડો અને મૈત્રીભાવથી જગત જોડે સંબંધ જોડી દો. નમસ્કાર મહામંત્ર દ્વારા પંચપરમેષ્ઠિ સાથે સંબંધ જોડી સ્વસ્વભાવમય બની જગતથી નિરાળા બની મુક્તિના ભાગી બનો. નવકારમાં ૧૪ પૂર્વ– આખું આગમ પદે પદે સમાઈ ગયું છે. એક એક પદ કેવલજ્ઞાન અપાવે તેમ છે પણ તેના માટે સ્વાધ્યાય કરવો પડશે. સ્વાધ્યાય = સ્વ અધ્યાય = આત્મા પોતાના સ્વરૂપમાં લીન થાય. ગણધર ભગવતે રચેલા આવશ્યક સૂત્રો એ આત્માના આવશ્યક માટે છે. જેમ જેમ મમતા છૂટતી જાય તેમ તેમ આત્મામાં રહેલી સમતા પ્રગટ થતી જાય. તેમ તેમ જગત જોડેનું કનેકશન ઘટતું જાય અને આત્મા સાથેનું જોડાણ વધતું જાય. શુધ્ધ ધર્મ થાય તો જ ક્ષપકશ્રેણિ માંડી શકાય પૂર્ણ શુધ્ધ ધર્મનું ફળ અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન અપાવે જ. નવતત્વ // ૧૧૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ તમે અંશથી શુધ્ધ ધર્મ કર્યો તો અંશથી ફળ મળે. જો ન મળે તો તમે શુધ્ધ ધર્મ નથી કર્યો તે નક્કી થાય અને શુભ ભાવથી ધર્મ કર્યો તો પુણ્ય બંધ થાય તેના ઉદયે બહારના પદાર્થ મળે. તે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ આત્મા જ્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી એક પણ તપ સમ્યગૂ બનતો નથી તેથી તપનો ફાયદો થતો નથી. સર્વશની દષ્ટિએ જગતની વસ્તુ જે પ્રમાણે જણાય છે તે પ્રમાણે જગતને જણાવે છે તેનો સ્વીકાર કરવો તે જૈન દર્શન, તેનો અસ્વીકાર તે મિથ્યાત્વ છે. સર્વજ્ઞને જ પૂર્ણજ્ઞાન હોય. સર્વજ્ઞ ભગવતે જીવરાશિનું જે જ્ઞાન જે પ્રમાણે ફરમાવ્યું છે તે કોઈપણ દર્શનમાં ન હોય. માટે સુદેવ-સુગુરુ-સુધર્મને માનવું તે સમક્તિ અને ન માનવું તે મિથ્યાત્વ આ સાદી વ્યાખ્યા છે. જ્ઞાની ભગવતે પહેલા ' મિચ્છ પરિહરહ' કહ્યું છે પછી જ સમક્તિ આવે. સમક્તિ ન આવે ત્યાં સુધી પૌષધ કરવા છતાં ફળ ન મળે. પ્રભુએ તત્ત્વનો જે પરિચય કરવાનો કહ્યો તે આપણે અત્યાર સુધી ન કર્યો તેથી પરમાત્માની વાત આપણને ગમી નથી તે નક્કી થાય છે. સુદેવ-સુગુરુ-સુધર્મનો, અર્થ અને કામમાં ઉપયોગ કરો તો લોકોત્તર મિથ્યાત્વ ગણાય. શંખેશ્વર પાર્શ્વ પ્રભુની માનતા ન મનાય. સમાધિની વાત મૂકી છે. સમાધિ માટે જીવ જે કાંઈ કરે તે આત્મા માટે થાય. જે આત્મા પરિસ્થિતિ સામે ટકી શકતો ન હોય અને સમાધિ માટે બાધા કરે તો જુદી વસ્તુ છે. સુખ માટે, દુઃખ કાઢવા બાધા નથી લેવાની કે નથી રાખવાની. દવા રોગ શમે એટલી જ લો ને? અપવાદની જરૂર હોય ત્યાં સુધી જ અપવાદ સેવે પછી પાછો તે રાજમાર્ગે જ આવી જાય. અત્યારે સદ્દગુરુ ભગવંતો પાસે જતા નથી તેથી સમાધિ પ્રાપ્ત થતી નથી. જેની પાસે ધર્મ છે તેની પાછળ દેવો તેની સેવા કરવા જશે. નરકમાં ભયંકર દુઃખ છે ત્યાં પણ સમ્યગુદર્શન હોય તો પરમ સમાધિ અનુભવે છે. નવતત્ત્વ // ૧૧૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ સંસાર ચાર પ્રકારનો તેમ મોક્ષ પણ ચાર પ્રકારનો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રકારે સંસાર છે. પહેલો મોક્ષ મિથ્યાત્વથી મુકિતરૂપ ક્ષાયિક સમ્યગ્ દર્શન, બીજો મોક્ષ અવિરતિથી મુક્તિ વિરતિ, વીતરાગ અવસ્થા ત્રીજો મોક્ષ અજ્ઞાનથી મુક્તિરૂપ કેવલજ્ઞાન, ચોથો મોક્ષ યોગથી મુક્તિરૂપ અયોગી અવસ્થા અર્થાત્ સિધ્ધાવસ્થા. મોહથી મુક્તિ તે જ વાસ્તવિક મોક્ષ તેથી સમ્યક્ દર્શન આવ્યું માટે મિથ્યાત્વ મોહથી મુક્તિ તે પહેલો મોક્ષ. મોક્ષના બીજા પગથિયા પર ચડવું તે વિરતિ. વિરતિ એટલે ભાવથી સર્વ પર સંયોગોથી મુક્તિરૂપ વીતરાગતા જ્યાં મોહનો કોઈ અંશ નહીં. સમ્યગ્ દર્શનવાળો આત્મા સંસારની બધી જ પ્રવૃત્તિ કરે પણ ભાવથી નિરાળો રહેવા દ્વારા–પરસંગનો અનુબંધ તોડવા વડે વિરતિ દ્વારા તે વીતરાગતા પ્રગટ કરે. તેથી મોહનો સંપૂર્ણ અભાવ એ વીતરાગતા રૂપ બીજો મોક્ષ આવે. મોહનીય સિવાય બાકીના ત્રણ ઘાતિ કર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય) નો સર્વથા નાશ થવાથી તેને કેવલજ્ઞાન થાય જ તે ત્રીજો મોક્ષ તે સર્વ કર્મના યોગથી રહિત એવી અયોગી સિધ્ધાવસ્થા પ્રગટે તે. તત્ત્વનો નિર્ણય અતત્ત્વ તરીકે અનાદિકાળથી થયેલો છે તેથી મિથ્યાત્વ ઊભું છે. તેથી ઈષ્ટને મેળવવા માટે ૨૪ કલાક આગ્રહશીલ છીએ. તેથી મન તે મેળવવામાં વ્યગ્ર છે. સર્વજ્ઞના વચનો સ્વીકારી તત્ત્વનો સ્વીકાર કરી પોતાના આત્મામાં ખોજ કરે તો પોતાના આત્મામાં રહેલા આનંદનો વર્તમાનકાળમાં અનુભવ કરી શકે. બહારની વસ્તુ જેટલી વધારે મળે તેને સુખરૂપ માની ભોગવે તેટલી મનુષ્યભવની નિષ્ફળતા વધારે. પોતાને મળેલ પુન્યની સામગ્રીથી પોતાના આત્માનો અનુભવ કરવા પ્રયત્ન કરે તો જ મનુષ્યભવ સફળ. સાત્ત્વિક મનુષ્ય જ આ કરી શકે. આત્માનુભવ દુષ્કર શા માટે ? સર્વજ્ઞના કહ્યા મુજબ જ્ઞાન થઈ જાય, શ્રધ્ધા થઈ જાય પરંતુ સત્ત્વશાળી જ મોહ સામે લડી શકે. નહિતર જાણકારી એ જાણકારીરૂપે જ રહી જાય. શ્રધ્ધા નવતત્ત્વ // ૧૧૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ થવી દુષ્કર છે. સત્ત કેળવવાનું એનાથી વધારે દુષ્કર છે. કારણ કે અનુભવવા માટે પકડેલું છોડવું પડે. આત્માનુભૂતિ માટે પરને અનુભવવાનું છોડવું પડે. અજ્ઞાની જીવ કહે છે કે મને અનુભવ થાય પછી છોડું. જ્ઞાની કહે છે કે જે પરને તે અનુભવી રહ્યો છે તેને પહેલા છોડ. જ્ઞાનીના વચન ઉપર અપૂર્વ શ્રધ્ધા કરી સાહસ કરવું પડે. મરજીવા કિનારે ઊભા ઊભા વિચાર કરે તો તેને રત્નો ન મળે. તેના માટે તેણે સાહસ કરવું જ પડે છે. આ વસ્તુ દુષ્કર એટલા માટે કે દેખાતું નથી. મોહનો ત્યાગ માટે જ સત્ત્વ જોઈએ. અનાદિ કાળથી જે અનુકૂળ સંયોગો મળ્યા છે તેમાં ઈષ્ટતા લાગી છે તેનો ત્યાગ કરવાનો છે પછી જ આત્માનો અનુભવ થશે. જ્ઞાન-દર્શન- ચારિત્ર-ત૫ અને વીર્ય એ આત્માના અનુભવનું સાધન છે. આ પાંચ જ્યારે ભેગા થાય ત્યારે આત્મા પોતે પોતાને અનુભવે. જો તમે પોતાના આત્માને અનુભવવાનો પ્રયત્ન ન કર્યો તો આત્મા બહારના અતત્વનો અનુભવ કરવા જશે. આત્મા પરિણામી છે. તેથી તે પોતાના ગુણની અંદર પરિણામ પામે કાં બહાર પુદ્ગલના ગુણમાં પરિણામ પામે. આત્મા સ્વના ગુણો ન ભોગવે તો તે પરને ભોગવવા જશે જ. પરંતુ તે પરને ભોગવી શકશે નહીં. પણ પોતે ભોગવાઈ જઈ પીડા પામશે. વર્તમાનની બધી જ વસ્તુ રૂપી છે તેથી અરૂપી આત્મા તેને ભોગવી શકે નહીં. વિરુધ્ધ સ્વભાવવાળા જ્યાં જ્યાં ભેગા થાય ત્યાં ધમાલ થાય તેમાં શું આશ્ચર્ય પુદ્ગલને ભોગવવા માટે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ ન ભોગવી શકાય. કૂતરાને જેમ પોતાનું લોહી હાડકામાં જાય, તે હાડકામાં લોહીનો સ્વાદ લાગે. વાસ્તવિક આનંદ ન મેળવી શકે પણ કદર્થના મેળવે. પર વસ્તુ એ જ દુઃખ અને નિજ વસ્તુ એ જ સુખ છે. નિજ વસ્તુ આત્મામાં છે છતાં બહાર અનુભવવા જઈએ છીએ. મુમુશએ પ્રથમ કઈ આરાધના કરવાની છે? મુમુક્ષુ =મોક્ષની ઈચ્છાવાળા માટે જ આ ધર્મ છે. અર્થાત્ કર્મકૃત સર્વ નવતત્વ // ૧૧૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ અવસ્થા છોડવાના લક્ષવાળો. પોતાના આત્મામાં પોતાના અરૂપી સ્વરૂપનો નિર્ણય કરવાનો છે. સ્વરૂપને જાણવા તૈયાર હોય પરંતુ સ્વરૂપનો નિર્ણય કરવાનો ભારી છે. રૂપ અને આકારમય બનેલાને કારણે અરૂપીને ધારણ કરવું અઘરું. અરૂપીને જીવ પકડે તો મોહ ટકી ન શકે તેથી મોહરાજાને ગભરામણ થાય છે તેથી આ નિર્ણય ન થવા દે. દાંડો પડિલેહણ કરતા હોય, કાજો કાઢતો હોય કે ગોચરી લાવતો હોય તો પણ આત્માનો અનુભવ કરી શકે. જેને તત્ત્વનો નિર્ણય અને રુચિ હોય તે પોતાનામાં રમી શકે. મોદક પરઠવતા, ઓદન વાપરતા, દાંડો પડિલેહણ કરતા કેવલજ્ઞાન થયાના દાખલા છે. જ્યાં સુધી જીવને સ્વ–પરનો સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે નિર્ણય ન થાય ત્યાં સુધી આત્માને પોતે સ્વની અંદર જ રુચિનો પરિણામ નહીં થાય અને પરમાં સહજ જશે. પરમાં ઉદાસીનતાનો પરિણામ કરવાનો છે પણ વર્તમાનમાં સ્વમાં ઉદાસીનતા અને પરમાં રમણતા આવે છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય રહેશે ત્યાં સુધી આત્મા પરમાં રુચિ કરશે. મોક્ષમાર્ગમાં ક્રિયાનું સ્વરૂપ અજીવની સાથે અનાદિથી અભેદરૂપે છીએ હવે. અજીવમાં ભેદ રૂપે રહેવાનું છે. હું જીવ–અજીવના સંયોગવાળો છું, અભેદભાવે થઈ ગયો છું. હવે તેનો ભેદ કેમ કરવો ? પહેલા જ્ઞાનના ઉપયોગ પર્યાયથી અને પછી વીર્ય પર્યાયથી એટલે જ્ઞાનયિામ્યાં મોક્ષઃ । જ્ઞાન અને ક્રિયા બંનેનો યોગ ૧૩મા ગુણઠાણા સુધી રહેશે. શરીર જશે ત્યારે જ ક્રિયા જશે. ધર્મના વ્યવહારને કરવો તે ક્રિયા માની લીધી પરંતુ તે પૂર્ણ વાત નથી. જ્યાં સુધી ધર્મની પરિપૂર્ણતા ન થાય ત્યાં સુધી ક્રિયા રહેવાની છે. આત્મવીર્ય પુદ્ગલ સાથે જોડાયેલું હોય ત્યારે ક્રિયા કહેવાય. આને કરણવીર્ય કહેવાય પછી મનોવર્ગણા કે વચન વર્ગણા કે કાયવર્ગણા હોય તેની સાથે જયારે વીર્ય જોડાય ત્યારે તે જ ક્રિયાયોગ કહેવાય. નવતત્ત્વ // ૧૧૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ આત્મા દેહમાં છે ત્યાં સુધી ક્રિયા ન છૂટે અને કર્મબંધ પણ ન છૂટે. જ્યાં સુધી પુદ્ગલનો સંયોગ છે ત્યાં સુધી આત્માને કર્મ છે, દુઃખ છે પીડા છે. યોગે બંધ ઉપયોગે નિર્જરા થાય. જ્યાં સુધી પર સાથે સંબંધ છે ત્યાં સુધી યોગ રહેવાનો છે તેથી બંધ રહેવાનો છે. યોગને છોડવા માટે યોગ વ્યવહાર કરવો પડે. અસતુ વ્યવહારને છોડવા શુભ વ્યવહારને લાવવો જ પડે તેથી ક્રિયાની જરૂર પડે. શુભ વ્યવહાર પણ ક્રિયા જ છે ને? કરણવીર્યનું કાર્ય પર સાથે વેપારરૂપે છે. આત્મા સાથે સ્થિર થઈ જાય પછી કરણવીર્ય નહીં. ક્રિયામાં શુધ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપનો પરિણામ ભળે તો વ્યવહાર ધર્મ શુધ્ધ બને તો જ નિર્જરા થાય. નહિતર ફક્ત અકામનિર્જરા થાય. કરણવીર્ય માત્ર ભળે તો અકામ નિર્જરા થાય. અનિચ્છાએ કે ઈચ્છાએ કાયાથી સહન કરે પરંતુ આત્માના સ્વભાવસ્વરૂપનો ઉપયોગ ન હોય તો બધી જ ક્રિયા અકામ નિર્જરા કહેવાય. આત્માનો ઉપયોગ હું કોણ છું? કેવો છું? મારામાં કેટલા ખજાના પડેલાં છે? તે બધાને મારે મેળવવા છે. શુભપ્રવૃત્તિથી ફક્ત કર્મબંધ તેમાં અકામ નિર્જરા થાય. આત્મા વ્યવહારમાં રમે પણ ઉપયોગમાં હોય તો –મોહનીય પૂર્ણ નાશ પામે અને આત્મામાં ત્રણ ગુણ પ્રગટ થાય. સમ્યગદર્શન–ચારિત્ર અને તપ. ચેતનાનો શક્તિરૂપે વ્યાપાર તે ઉપયોગ છે. જ્ઞાનાવરણ–દર્શનાવરણ નાશ પામે તો જ્ઞાનગુણ-ચેતના ગુણ પ્રગટ થાય. ચેતનાનો પર્યાય દર્શન છે તેથી દર્શનને ચેતના કીધી. જ્ઞાન બે સ્વરૂપે છે શક્તિરૂપે અને વ્યાપારરૂપે યોગ એ વિભાવ છે, ઉપયોગ એ સ્વભાવ છે. ઉપયોગ એ જ્ઞાનનો પરિણામ છે જ્ઞાનની શક્તિ છે. શક્તિ અને શક્તિનું પરિણમન બંને અલગ છે. શક્તિનું પરિણમન તે જ ઉપયોગ. વસ્તુના બોધ માટે જે વેપાર કરાય છે તે વેપારને ઉપયોગ કહેવાય. વેપાર જ્ઞાન-દર્શન ચારિત્રતપને તેના સ્વભાવરૂપે રમવાનું કાર્ય વીર્ય કરે છે. જો વીર્ય જ્ઞાનમાં પરિણમે નહીં તો જ્ઞાન એ કાર્ય ન કરે. આત્મા સતત પરિણામના સ્વભાવવાળો છે. સિધ્ધનો નવતત્વ || ૧૨૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ આત્મા તો સંપૂર્ણ જ્ઞાની છે તેથી સતત પરિણામવાળો હોય છે. અન્ય દર્શનવાળાઓ આત્માને પરિણામવાળો સ્વીકારતા નથી. જ્ઞાન નહીં તો આનંદ નહીં. વિષયમાં મોહ છે તેથી અશુધ્ધ જ્ઞાનનો આનંદ છે. જ્ઞાનનો અભાવ કોઈકાળે રહેવાનો નથી. હવે જ્ઞાનનો ઉપયોગ કેવા સ્વરૂપે રહેલો છે તે સમજો. જ્ઞાનનો પરિણામ મોહથી પૂર્ણ રહિત થાય ત્યારે ઉપયોગ પરિપૂર્ણ શુદ્ધ બને. કેવલજ્ઞાન થાય ત્યારે જે ઉપયોગ છે તે પરિપૂર્ણ ઉપયોગ–સદા માટે શુદ્ધ ઉપયોગ છે. જો ઉપયોગ શુધ્ધ ન થતો હોય તો નિર્જરાન થાય. તેથી આપણને આંશિક ઉપયોગ થાય જ. કાં આત્મા પોતાના ગુણમાં પરિણામ પામે કાં પરમાંક પુદ્ગલમાં પરિણામ પામે. સ્વમાં પરિણામ પામે ત્યારે શુદ્ધ અને પરમાં પરિણામ પામે ત્યારે અશુધ્ધ. a mયના શાતા બન્યા પછી દણ, કર્તા, ભોકતા કયારે ? શેયને જાણીને આત્મા મોહની સાથે પરિણામ પામશે તો જ્ઞાનચેતના આત્માની બહારના શેયમાં ડૂબશે અને અકળામણ અનુભવશે અને મોહને છોડીને શેયમાં ડૂબે તો આનંદ અનુભવે. જ્ઞાન કર્યા પછી આત્માએ દષ્ટા બનવું પડે. જો દષ્ટા ન બને તો શેયનો કર્તા કાં તો ભોક્તા બને. શેયને જાણ્યા પછી શેયમાં મોહ ન ભળવા દે તો દષ્ટા કહેવાય. નહિતર વસ્તુનું જ્ઞાન કરીને વસ્તુ સારી-નરસી, કીંમતિ વગેરે મોહથી જુઓ એટલે દષ્ટાભાવ જાય ભોકતાપણું આવે એટલે કર્મબંધ થશે. પરંતુ ઉપયોગની શુદ્ધિ હોય તો સારી-નરસી–કીંમતિ વસ્તુ ન માને, પુદ્ગલ માને તેથી કર્મનો બંધ ન કરે. સંમૂર્છાિમને મન નથી પરંતુ જ્ઞાન તો છે. તે મોહવાળું છે. ઈષ્ટ મેળવવું અને અનિષ્ટ છોડવારૂપ જ્ઞાન છે. દા.ત. માખી-ભમરો. સુગંધ આવે ને ભમરો દોડે. સુગંધનો ખ્યાલ એ જ્ઞાન છે પરંતુ મોહની સાથે છે તેથી ભમરો સુગંધમાં મોહી પડે. કમળની સુગંધમાં આશક્ત ભમરો કમળ બીડાતાં મૃત્યુ પામે. રૂપમાં નવતત્વ // ૧૨૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ આશક્ત પતંગિયું અગ્નિ ભાળે ને પડે ને પ્રાણ ગુમાવે. પંચેન્દ્રિય મનવાળો, ચપળ, તીવ્ર ગતિવાળો હરણ પણ સંગીતમાં લીન બની શિકારીનો ભોગ બને. શાન–બોધરૂપ ઉપયોગ કઈ રીતે થાય? સમ્યગદર્શનથી જ્ઞાનને શુદ્ધ કરવામાં ન આવે તો તે વિરામ ન પામે. સતત અશુધ્ધ જોડે રહ્યાં જ કરે. મન ૨૪ કલાક તત્ત્વ નિર્ણયમાં આત્મસ્વભાવમાં ગરકાવ રહેવું જોઈએ. જેમ ઇલેક્ટ્રીક પાવર હાઉસમાં પાવર વાયર દ્વારા સપ્લાય થાય એટલે બલ્બમાં પ્રકાશ થાય. અહીં બલ્બ, વાયર, સ્વીચ છે પરંતુ પાવર આવતાં જ બલ્બ પ્રકાશિત થયો છે. બલ્બ, વાયર એ સાધન છે. જો પાવર ન હોય તો પ્રકાશ ન થાય. એમ આત્મામાં જ્ઞાનશક્તિ (કેવલજ્ઞાનરૂપી) પાવર હાઉસ પડેલું છે. કર્મના આવરણથી ઢંકાયેલું છે. જેટલા અંશે જ્ઞાનાવરણ–દર્શનાવરણરૂપ આવરણ ખસે તેમ તેમ પાવર પ્રગટ થતો જાય. મન બલ્બ છે. પાંચ ઈદ્રિયોને વાયર તરીકે જોડવી પડે. મારે જાણવું છે એમ મનમાં વિર્યનો પરિણામ ભળે ત્યારે સ્વીચ તરીકે ગણાય. અહીં ઉપયોગરૂપે બોધ થયો તો તે કાર્ય થયું કહેવાય. પરમાત્માની પ્રતિમા સામે દષ્ટિ કરી. હવે બોધ થયો કે સફેદ રંગની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. જેવી હોય તેવી પ્રતિમા પરમાત્મા સ્વરૂપે છે. તે જ્ઞાનનો પરિણામ પ્રવર્તમાન હોય ત્યારે ઉપયોગ છે. જ્ઞાન દ્વારા વસ્તુનો અંદર બોધ થયો તે જ જ્ઞાનનો ઉપયોગ છે. પ્રતિમા એ પાર્શ્વનાથ ભગવાનની સફેદ રંગની છે તે ઉપયોગ કહેવાય. કારણ કે જ્ઞાનના પરિણામથી તમે પ્રતિમા કહી નહિતર પથ્થર લાગે. પુદ્ગલને ફકત ગ્રહણ કરવાનું, પરિણાવવાનું અને વિસર્જનનું કાર્ય કરણવીર્યનું છે. પરંતુ જ્ઞાન-દર્શન ઉમેરવાનું કાર્ય લબ્ધિવીર્યનું છે. જ્ઞાન ગુણ સાથે લબ્ધિવીર્ય કરણવીર્યમાં ભળે ત્યારે જ્ઞાન કાર્ય કરે છે. હાથાવાળી તલવાર છે. ધારદાર છે પણ કાપવાનું કાર્ય ક્યારે કરે? કરણવીર્ય ભળે તો તે તલવારને હાથમાં લે અને વ્યાપાર કરે તો તેનું કાર્ય થાય. તેવી જ રીતે જ્ઞાન આત્મામાં પડેલું છે તેમાં લબ્ધિવીર્ય ભળે તો જ્ઞાન બોધના નવતત્વ || ૧૨૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ કાર્યરૂપે થાય. બોધ જ્યાં પણ થાય તે લબ્ધિવીર્યનું જ કાર્ય ગણાય. કરણવીર્યનું કાર્ય ફક્ત પુદ્ગલને ગ્રહણ, પરિણમન ને વિસર્જન કરવાનું છે. લબ્ધિવીર્ય જ્ઞાનાદિ ગુણમાં ભળે છે. ગૌતમ સ્વામીજી દેવશર્માને પ્રતિબોધ કરીને પાછા ફરે છે, ત્યારે શ્રુતનો ઉપયોગ મૂકે છે અને ખબર પડે છે પેલો પત્નીના માથામાં જૂ રૂપે ઉત્પન્ન થયો છે આ બોધ થયો. આ બોધ થયો તે જ ઉપયોગરૂપે થયો. મોહનીય કર્મ જાય એટલે અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણ–દર્શનાવરણઅંતરાય કર્મ સંપૂર્ણ નાશ પામે અને કેવલજ્ઞાન પ્રગટ થાય. આત્માના જ્ઞાનાદિ ગુણોને ઓછા વત્તા અંશે પ્રગટ થવામાં વીર્યંતરાયનો ક્ષયોપશમ બધે જ જરૂરી અને વીતરાગતા–કેવલજ્ઞાન—કેવલદર્શન માટે વીર્યંતરાયનો ક્ષય જ જરૂરી છે. ગુણાનુરાગ અને દૃષ્ટિ રાગ વચ્ચે ભેદરેખા શી ? ગુણની ગૌણતા કરી, વ્યક્તિને પ્રધાનતા આપો તો દૃષ્ટિરાગ. કોઈપણ વ્યક્તિએ ગુરુને ગુણથી પકડયા બહુમાન આવ્યું તેમનામાં રહેલો ગુણ બીજામાં દેખાય તો તમને આનંદ આવવો જોઈએ. તમારો આનંદ–પ્રેમ સારો તો જ કહેવાય કે તે સર્વત્ર પ્રસરે. ગુણ પ્રત્યેનું બહુમાન તે જ પ્રેમ છે. પ્રેમ એક ઠેકાણે ન રહે તે સર્વત્ર જ પ્રસરે. જ્ઞાતિ-જાતિ વગેરેની દિવાલ પ્રેમમાં ન હોય. મોહ છે તે જ્ઞાતિ—જાતિવગેરે સંબંધને પકડે તેથી તે દિવાલવાળો છે તેથી તમને પણ અટકાવે. વ્યકિતરાગ દષ્ટિરાગમાં પ્રસરી જાય. વિશાળ દષ્ટિમાં અન્યમાં પણ જે જે ગુણ જિનવચન અનુસાર હોય તો તે અંતરમાં અનુમોદનીય બને. ભાવના ભાવતાં ભાવતાં પ્રશસ્ત કષાય (પ્રભુ પ્રત્યેનો રાગ) પણ ન હોય તો જ કામ થાય. ગૌતમસ્વામીજીને પ્રભુ પ્રત્યે પ્રશસ્ત કષાય ઊભો હતો તેથી કેવલજ્ઞાન નહોતું થતું. તેવી જ રીતે જીરણશેઠે જોરદાર ભાવના ભાવી પરંતુ છદ્દે ગુણઠાણે ન આવ્યા. પ્રશસ્ત કષાયમાંથી બહાર ન નીકળ્યા તેથી ભાવનામાં જ રહ્યાં. જોરદાર પુણ્ય બાંધ્યું તેથી ૧૨મા દેવલોકે ગયા નહિતર કેવલજ્ઞાન પ્રગટ થાત! નવતત્ત્વ // ૧૨૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ આત્મા સ્વાર્થી છે પોતાને સમજાઈ જાય કે આ જ મારું છે તો તે પરની ઈચ્છા પણ નહીં કરે. પરંતુ અનાદિકાળના સંસ્કારો એવા છે કે પરને પર તરીકે આપણે માનતા નથી તેથી પર પ્રત્યે રાગ થઈ જાય. મિથ્યાદષ્ટિ પરોપકાર, દાન વગેરેના કાર્ય કરે ત્યારે શુભ ઉપયોગ છે પણ મિથ્યાત્વ ઊભું છે. તેથી અશુભના અનુબંધવાળું છે. દાન આપે શીલ પાળે તેમાં મિથ્યાત્વના કારણે શ્રધ્ધા હોય કે દાન આપો તો પુણ્ય મળે. શીલ પાળે તો દેવલોક મળે એવી શ્રધ્ધાથી નિર્મળ શીલ પણ પાળે. ચક્રવર્તીના ઘોડાને શીલ પળાવે તેના પ્રભાવે આઠમા દેવલોકમાં જાય. પરનો માલ આપો તો પરનું મળે અને ઉપાધિ વધે તેથી તે નકામું. ધનાદિનું દાન કર્યું અને ધનની મૂર્છા ન તૂટી તો દાન પુણ્યબંધ કરાવનાર બનશે. પુણ્ય ઉપાધિરૂપ છે, ઉદય વખતે અનુકૂળતા રૂપી ઉપાધિ આપે છે. a પરના દાનથી સ્વગુણ સંપત્તિ પ્રાપ્ત થાય તો તે દાન સફળ પરનો માલ આપવાથી સ્વનું મળે તો જ દાન સાચું. અર્થાત્ ધનાદિ પર વસ્તુ આપીને પોતાની ગુણ સંપત્તિનો લાભ થાય તો દાન સફળ. ટૂંકમાં પારકો માલ તમારી પાસે છે તે આપો તો જ તમને તમારો માલ મળે. પરંતુ પારકો માલ આપી ઉપાધિ જવા દેવી કે ઉપાધિ વધારે મેળવવી છે? મિથ્યાત્વના પરિણામપૂર્વક દાન કરવાથી લોકોમાં સારા કહેવાઈશું એ ઉપયોગ શુભ પણ અનુબંધ અશુભ. માત્ર શરીર, મન, ઈદ્રિય માટે જ ઉપયોગ આવતો હોય- આ ખાઉં–આ પહેરું-સ્નેહીઓને ખવડાવું પણ સાધર્મિકને નહીં. જેમાં આત્માની કોઈ વાત નહીં, ચિંતા ન હોય ફકત શરીરની જ ચિંતા હોય તો તે બધા જ અશુભ ઉપયોગ કહેવાય. એમાં આર્તધ્યાનની પ્રધાનતા હોય. મારવાના તીવ્ર પરિણામ, કષાયના તીવ્ર પરિણામ, તીવ્ર હિંસાના પરિણામમાં જવું, સમાજનો ડર નહીં તો અશુધ્ધ ઉપયોગ છે. તીવ્ર મિથ્યાત્વ હોય ત્યારે અનંતાનુબંધી કષાય ભેગો જ હોય ત્યારે પણ અશુધ્ધ ઉપયોગ હોય. માત્ર આંખ બંધ કરવાથી ધ્યાન ન થાય પરંતુ દરેક વ્યવહાર રસોઈ નવતત્ત્વ || ૧૨૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ આદિ કરતાં, સ્નાનાદિ કરતાં પણ શુભ ધ્યાન થઈ શકે. ધ્યાન તે તે જ્ઞાનના શુધ્ધ ઉપયોગમાં હોય તો નિર્જરા કરે. 0 દેવભવમાં આત્માની શુધ્ધિ માટે વિશેષ પ્રયત્ન કેમ ન કરી શકે? દેવભવમાં આત્માની શુધ્ધ-અશુધ્ધ અવસ્થાનું સમક્તિની હાજરીમાં ભાન થાય, અશુધ્ધને શુદ્ધ કરવાની રુચિ થાય પણ તે માટે વિશેષ પ્રયત્ન થઈ શકે નહીં, કારણ અવિરતિનો ઉદય છે. નિકાચિત ભોગાવલી કર્મનો ઉદય તેથી સંવર માટે વિરતિ ન સ્વીકારી શકે. મનુષ્યભવની સાર્થકતા ક્યારે? આત્માની શુધ્ધ-અશુધ્ધ અવસ્થાનો સર્વજ્ઞ તત્ત વડે નિર્ણય કરી અશુધ્ધ કષાય રૂપ અવસ્થાથી છૂટવાનો અને જ્ઞાનાદિ ગુણરૂપ શુધ્ધાવસ્થામાં રહેવાનો પુરુષાર્થ જિનાજ્ઞા માર્ગે કરે અર્થાત્ આત્માની કપાયરૂપ અશુધ્ધ અવસ્થાથી અટકવા શક્તિ-સંયોગ પ્રમાણે વિરતિનો સ્વીકાર કરી વીતરાગના અંશનો અનુભવ કરે તો જ્ઞાનનું ફળ પ્રાપ્ત થયું કહેવાય. પોતાની કર્મકૃત થયેલી રૂપારૂપ, યોગાયોગ, શુધ્ધાશુધ્ધ અવસ્થાનું ભાન જોઈએ. આત્મજ્ઞાન વિના ધ્યાન ઘટે નહીં. વર્તમાનમાં મારા કર્મના ઉદયના કારણે જીવાજીવ (શરીર સહિત) છે એવું જ્ઞાન શેયરૂપે બન્યું. હું સત્તાએ માત્ર જીવ દ્રવ્ય અરૂપી ગુણથી પૂર્ણ છું તો ઉપાદેય પરિણામ આવે અને કર્મના ઉદય અવસ્થારૂપ હું કાયા-ઈન્દ્રિયના સંયોગવાળો અને કષાયથી યુક્ત અશુધ્ધ છું તો તે અવસ્થા હેયરૂપ અર્થાત્ રૂપ આકારમાં પૂરાયેલા મારે તેમાંથી જલદી છૂટી જવું જોઈએ તેવી વિચારણા કે પરિણામ આવે તો ચોથા ગુણસ્થાનકે ગણાય, માત્ર શુધ્ધાશુધ્ધ અવસ્થાનો નિર્ણય થાય પણ અશુધ્ધ અવસ્થાથી છુટવાની રુચી ન પ્રગટે તો ચોથું ગુણઠાણું નહીં. કાચનો અરિસો આગમ અરિસો થવામાં નિમિત્ત બને તો દષ્ટિ સફળ અરિસામાં તમારા મુખને જોતા હો ત્યારે તમને વિચાર આવવો જોઈએ કે 'આ મુખનો આકાર રૂપ એ હું નથી તે તો શરીરનો (કર્મનો) વિકાર છે ને તે અવશ્ય છૂટી જવાનું છે. તો હું આકારને સારા બનાવવા પ્રયત્ન કરું? કેઆકારમાંથી નવતત્વ // ૧૨૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ નીકળવાના પ્રયત્ન કરું? તો અરિસામાં પણ ધ્યાન દશા પ્રગટે. જો સવેગ-વિરતી પરિણામ ચડી જાય તો કાયમ માટે અરિસામાં જોવાનું છૂટી જાય અને કાયમ માટે આગમરૂપી અરિસામાં જોવાનું સદભાગ્ય જાગે. સતત આત્મામાં જાગૃત એવા ભરત ચક્રવર્તીને અરિસા—ભવન આગળ ભવનરૂપે થયું છે. જેથી આંગળીમાંથી વીંટી નીકળતા શરીરની શોભામાં નિર્વેદ પ્રગટતા સંવેગની ધારા પર ચડી શ્રેણી માંડી કેવલજ્ઞાન પ્રગટાવ્યું. સાધુએ રૂપ તથા આકારમાંથી છૂટવાનું તેથી શરીરને સજાવાય નહીં. સ્નાન શણગાર નહીં – રંગકાળો – ધોળીકાયા ને પણ કાળી કરવાની, દુનિયાને ગમે તે રીતે શરીર કે કપડા નહીં રાખવાના, લોકોને સારું લાગે માટે કોઈ ક્રિયા કે આચાર પાળવાના નથી પણ આત્માનું હિત થાય તે માટે જ બધું કરવાનું છે. સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે રુચિ પરિણામ થયો હોય તો તેને ક્રિયારૂપે પ્રવર્તવાની સાધનાની શરૂઆત અંશથી પાંચમે ગુણસ્થાનકે થાય. પ્રશ્નઃ અરિહંત પરમાત્માના નાભિકમલની પૂજા કરતા કયો ઉપયોગ કરવાનો? "રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ, નાભિકમલની પૂજના કરતાં અવિચલ ધામ.' નાભિકમલમાં આઠ રુચક–પ્રદેશ સંપૂર્ણ કર્મ આવરણથી રહિત શુધ્ધ છે. નિગોદથી માંડી સિધ્ધ સુધી સમગ્ર જીવરાશિમાં માત્ર આઠ રુચક પ્રદેશ સંપૂર્ણ શુધ્ધ છે. અર્થાત્ તો જ્ઞાનાદિ પાંચ ગુણો ત્યાં અંશથી ખુલ્લાં છે. તેથી હું સ્વ સહિત સમગ્ર જીવરાશિના ગુણોની પુજા કરું છું. ક્યારે મારું અહો ભાગ્ય જાગે કે હું સર્વ જીવરાશિની આશાતના–વિરાધનાથી મુક્ત થઈ અને મારા ગુણોથી જ પૂર્ણ થાઉં? આવી ભાવના પૂર્વક પૂજા થાય તો તે ભાવપૂજા રૂપ થાય. પ્રશ્નઃ પૂજામાં કેસરનો વ્યવહાર શા માટે? કેસરનો વ્યવહાર મોહ સામે કેસરીયા કરવા. સર્વજ્ઞ શાસનનો વ્યવહાર માત્ર પુણ્ય બાંધવામાં નથી પણ પુણ્યથી મળેલા સંયોગોમાંથી છૂટવા માટે છે. જેમ યુધ્ધમાં રજપુતો કેસરીયા કરીને વિજય નવતત્વ || ૧૨૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ મેળવે તે પ્રાણ અર્પે, તેમ મોહની સામે કેસરીયા કરવાનું સત્વ પ્રગટે અને તે માટે ચારિત્ર ગ્રહણ કરવાનો ઉલ્લાસ પ્રગટે માટે કેસર વડે પરમાત્માના ગુણરૂપ દેહાવસ્થાની પૂજા કરવાની છે. પારસમણી જેમ લોઢાને સ્પર્શે અને લોઢું સુવર્ણ થાય તેમ પરમાત્માની પૂજા કરતા આપણને પણ આપણા સત્તાગત પરમાત્મા સ્વરૂપ આત્માને પ્રગટાવવાનો ભાવ આવે. આટલા સમયથી પૂજા કરવા છતાં જો પરમાત્મા તત્ત્વને જ પામવાનો, ભાવ કે ઉહાપોહ ન થતો હોય તો તમારી તે ભાવપૂજા નથી માત્ર દ્રવ્યપૂજા કરી છે. પરમાત્માના પુણ્યદેહની પૂજાથી પુણ્યનો લાભ મળે અને તેને ધર્મ મનાય છે. પોતાના આત્માને જાણવાની સમજવાની રુચી થાય, સત્ય તત્ત્વનો પક્ષપાત, તેની ખોજવાની જિજ્ઞાસા થાય તો આપણે પ્રથમ ગુણસ્થાનકે ગણાઈએ. પહેલું મિથ્યાત્વ પણ ગુણનું સ્થાન બતાવ્યું છે. દોષોથી નિવૃત્તિની શરૂઆત અર્થાત્ આત્માની શુધ્ધિની શરૂઆત અત્યંત આંશિક હોય. અપુનબંધકદશાવાળા આત્માનું ધર્મઆરાધના વખતે મોક્ષ પ્રાપ્તિસિવાય બીજું કોઈ લક્ષ જ નહોય. જ્યારે સમ્યગુદષ્ટિ આત્માને પોતાના આત્મામાં સત્તાથી ગુણની પૂર્ણતારૂપી મોક્ષ છે એને પ્રગટાવવા માટે હું આરાધના કરું છું તે લક્ષ હોય. “ દરેક વસ્તુનો બોધ છઘસ્થોને પ્રથમ સામાન્ય બોધરૂપ દર્શન ઉપયોગ અને પછી વિશેષ બોધરૂપ જ્ઞાનોપયોગ થાય. હવે આત્માએ પ્રતીતિરૂપે બોધ કરવાનો છે. પ્રથમ વસ્તુનો શેય તરીકે અને પછી હેયોપાદેયથી નિર્ણય થાય. જેમ અગ્નિ બાળવાના સ્વભાવરૂપ તેથી તે હેય છે. આ બોધ બધાને પ્રતીતિરૂપ સહજ છે. તેથી ઊંઘમાં અગ્નિનું જ્ઞાન થતાં સાવધાન થઈ જાય તેમ આત્મા સિવાય પુગલના સર્વ સંયોગ આત્મા માટે હેય. જો તેમાં ઉદાસીન અને જાગૃત થઈને અંતરાત્મામાં રહે તેને સમાધિ સહજ. સગીપત્નીમાં ગમે તેવી વિચિત્ર ઘટના બને તો પણ જાગૃત આત્મા સમાધિને પામે. જિનદાસ શ્રાવકે સગી પત્નીને બીજા સાથે વ્યભિચાર કરતા જોવા છતાં પૌષધમાં સમતા ગુમાવી નહીં. સમાધિભાવ અખંડિત થતાં શુભ અધ્યવસાયમાં નવતત્વ // ૧૨૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ સમાધિમરણથી બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા અને અવસરે તે વ્યભિચારી પત્નીને પ્રતિબોધ કરી સદ્ગતિના માર્ગે વાળી. 1 કેવલી તથા સિધ્ધો શાનાદિ ગુણ રૂપ પાંચ રમામાં નિત્ય રમે. પ્રતીતિ થયા પછી હેયના ત્યાગનો અને ઉપાદેયમાં ગ્રહણનો પરિણામ આવે, હેય માની જે છોડયું તેમાં ઉદાસીન પરિણામ અને આત્માના ગુણોમાં ઉપાદેયના કારણે ત્યાં સ્થિરતાનો પરિણામ આવે. જ્ઞાનાદિ પાંચ ગુણરત્નો તે આત્માના પાંચ અક્ષય ખજાના છે. પાંચ રમા રૂપ છે. કેવલી અને સિધ્ધોમાં તે પૂર્ણરૂપે પ્રગટેલા હોવાથી તેઓ તેનાં સ્વામી બની તેમાં સદા રમનારા હોય છે. તેમાં કદી થાકે નહીં. તેમને જગતની રૂપી રમાની જરૂર નહીં. આત્માની રમા પાંચે અરૂપી છે. તેથી નિરંતર રમવા છતાં થાક લાગે નહીં, કંટાળો આવે નહીં, તેમાં આનંદરસ ખૂટે નહીં. બહારની રૂપી રમાથી ઈન્દ્રિયો થાકી જશે, તેથી નિરંતર રમી નહીં શકે અને આત્મા અકળામણ પામશે. આથી આ પાંચ ગુણો જ સાધ્ય બનવા જોઈએ. નવતત્ત્વનું જ્ઞાન આત્માની પ્રસિધ્ધિ માટે કરવાનું છે. અર્થાત્ આત્માની પ્રતીતિ થાય કે હું ઈન્દ્રિય-યોગરૂપ-આકારરૂપ નથી. પરંતુ ફકત તેનાથી નિરાળો આત્મા છું. આ મારી કર્મકૃત આત્માની અશુધ્ધ અવસ્થા છે અને મારી શુધ્ધ અવસ્થા એનાથી નિરાળી–અલિપ્ત અવસ્થા તે સિધ્ધાત્મા–સત્તામાં છે. આમ શુધ્ધ-અશુધ્ધ અવસ્થાનું ભેદજ્ઞાન જરૂરી પછી જ તે અશુધ્ધ અવસ્થાથી ભેદ કરવા ધ્યાન કરવા અધિકારી બને. સ્વ-પરનું ભેદજ્ઞાન ન થાય તો ધ્યાનમાં મૂંઝવણ ઉભી થાય? હું શરીરમાં છું કે આત્મામાં?' તેથી ધ્યાનદશામાં સ્થિરતા નહીં પામી શકે – આગળ વધી નહીં શકે. આથી ભેદજ્ઞાન થયા પછી શુધ્ધાત્મદશાનું સાધ્ય તરીકે નિર્ણય જરૂરી છે. જિનશાસનમાં – વિરતિપૂર્વકની સર્વ ક્રિયા ધ્યાનયોગરૂપ છે. પરંતુ નિશ્ચય અને વ્યવહારનું સમન્વય કરતા ન આવડે તો તે ક્રિયાયોગ ધ્યાનયોગ ન થતાં વેઠરૂપ માત્ર પુણ્યબંધનું કારણરૂપ થાય. પણ આત્માનુભૂતિના કારણરૂપ ન થાય. નવતત્વ || ૧૨૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ "આચારમય પ્રવચને ભાખ્યો અનુભવયોગ તેથી મુનિ વમે અરતિ રતિ શોક. (પૂ. મહો. યશોવિજયજી મ.સા.) જિનશાસનમાં સમગ્ર પંચાચારરૂપ આચાર (ચારિત્ર) આત્માનુભૂતિ માટે છે અને તે આત્માનુભૂતિ માટે મોહનો ત્યાગ મુનિને જરૂરી. આત્માનુભવ માટે ધ્યાનયોગ જરૂરી તે માટે સાધ્યરૂપ પોતાના શુધ્ધ સ્વભાવ અને સ્વરૂપનો ઉપયોગ જરૂરી, તેના વિના કોઈપણ યોગ-આચાર ધર્મયોગ બનતો નથી. ઉપયોગની શુધ્ધિથી આત્મશુધ્ધિની શરૂઆત થાય. . સંસારયાત્રાનો આરંભ કઈ રીતે થાય? નવતત્ત્વ પ્રકરણના રચયિતા પૂ. શ્રી વાદિદેવસૂરીશ્વર 'ના ચ દસ ચેવ.' આ પાંચમી ગાથામાં આત્માના પાંચ ગુણરૂપ સ્વભાવને કહી હવે આત્માના સ્વરૂપની વાત જણાવે છે. આત્માનું શુધ્ધ સ્વરૂપ કઈ રીતે આવરાયું અને અઘાતિકર્મના ઉદયે આત્માની કેવી અવસ્થા થઈ તે બતાવે છે. ગાથા – ૬ "આહાર સરીરિદિય, પજજરી આપાણ-ભાસ-મા ચઉ પંચ પંચ છમ્પિય, ઈગ–વિગલા–સનિ–સની દો અર્થ: આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન આ છ પર્યાપ્તિઓ છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંશી, પચિક્રિય અને સંશી પચિન્દ્રિયને ક્રમશઃ ચાર-પાંચ-પાંચ અને છ પર્યાપ્તિઓ હોય છે. નામકર્મના ઉદયે આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ પુદ્ગલરૂપ બંધનો આત્માને પ્રાપ્ત થયા. . આત્માની સંસારયાત્રાની સફર નવા આયુષ્યકર્મના ઉદયથી શરૂ થાય છે. અર્થાત્ વર્તમાન ઉદયગત આયુષ્યના દળિયાની પૂર્ણાહૂતિ થાય એટલે એક સંસાર પૂર્ણ થાય અને તે ભવમાં બાંધેલા આયુષ્યકર્મનો ઉદય થાય તેથી બીજા નવતત્વ // ૧૨૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ ભવની યાત્રાની શરૂઆત થાય. આયુષ્યકર્મના ઉદય સાથે નામકર્મનો પણ ઉદય થાય, અરૂપી એવા આત્માને રૂપ અને આકારમાં ગોઠવવાનું કામ નામકર્મ કરે છે. આખું જગત નામ માટે જીવે અને લડે છે. આમ તો આઠેયકર્મમાં મોહનીયકર્મબળવાન છે અને મોહને પોષવામાં નામકર્મનિમિત્ત બને છે. અઘાતિ નામકર્મના ઉદય પર સ્વરૂપની અજ્ઞાનતાના કારણે મોહ ફૂલેફાલે છે. નામકર્મના ઉદયે આત્માને છ બંધનોની પ્રાપ્તિ થઈ. અરૂપી, અશરીરી, નિરાકાર એવા આત્માને નામકર્મનો ઉદય થતાં અરૂપી આત્મામાં રૂપ-આકારના વિકારમાં ગોઠવવારૂપ પુદ્ગલના સંયોગરૂપ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ પર્યાપ્તિરૂપે છે બંધનો (પરાધીનતા) આવ્યા. આત્માને પોતાનું સ્વરૂપ ભૂલવવામાં નામકર્મનો મહત્વનો ફાળો છે. તે આત્મ સ્વરૂપમાં વિદનભૂત છે. આત્મા એકપણ પુદ્ગલની સહાય વિના પોતાનું સ્વતંત્ર જીવન પૂર્ણ રીતે – સદાકાળ જીવી શકે છે. આથી સિધ્ધમાં એકપણ પુદ્ગલ દ્રવ્યનો સંયોગ ન હોવા છતાં પણ શાશ્વતકાળ આત્મા પોતાના ગુણોની પૂર્ણતા વડે પોતાનામાં રમમાણ—આનંદ માણે છે. પૂર્ણ સુખનો ભોકતા બને છે. એવા આત્માને કર્મોની પરાધીનતાને કારણે છમહાબંધનો આવ્યા. અર્થાત્ છ કર્મકૃત આવશ્યક વિના જીવ હવે જીવી શકતો નથી. ભવની શરૂઆત આયુષ્યકર્મથી અને ભવનો વિકાસ નામકર્મથી થાય. જે આત્મા આયુષ્યકર્મ ન બાંધે તેને નામકર્મ પણ ન બંધાય તેને બીજા ભવના સર્જનના કર્મોના બંધ પણ ન બંધાય અને આયુષ્યકર્મના અંતથી તેના અનાદિના ભવનો અંત આવે અર્થાત્ નિર્વાણ થાય. આયુષ્ય અને નામકર્મ મોહની હાજરીમાં બંધાય. મોહનો ઉદય રૂપીપણાને અને આકારપણાને પકડે અર્થાત્ રૂપ અને આકાર સાથે રહેવાનો ભાવ થાય તેથી આયુષ્ય નામકર્મ બંધાય. અર્થાત્ અરૂપીપણું અને નિરાકારભાવ જતો રહે તેથી રૂપી એવા શરીરનું સ્મરણ થાય, તે આત્માને મોટામાં મોટો પાપોદય, કે આત્માનું સ્મરણ નહીં અને દેહનું વિસ્મરણ નહીં, જ્યાં સુધી દેહનો નવતત્વ || ૧૩૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાય ટળે નહીં ત્યાં સુધી આત્માનો અધ્યવસાય આવે નહીં. દેહઆત્માના ભેદજ્ઞાન વિના આત્મા ભમ્યા કરે તેથી ભેદજ્ઞાન કરવા નવતત્ત્વ દ્વારા આત્માનું શુધ્ધ-અશુધ્ધ સ્વરૂપજ્ઞાન કરવું જરૂરી. જેટલા અંશે દેહાધ્યવસાય ટળે તેટલી દેહની મમતા ટળે. તેટલી દેહ સંબંધી સમાધિ સમતાનો આત્માને અનુભવ થાય. દેહની મમતા ટાળવા માટે જ જિનશાસનમાં તપ પર ભાર મૂકવામાં આવે છે. a આત્માની અશુદ્ધ અવસ્થા કઈ રીતે થાય? સત્તાએ આત્મા અસંખ્યપ્રદેશી, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ સ્વરૂપે રહેલો છે. અઘાતિ કર્મરૂપ પ્રથમ આયુષ્યકર્મના ઉદયે આત્માની અક્ષય-સ્થિતિ ફેકાય અને આયુષ્ય અને નામકર્મના ઉદયે ઔદારિકાદિ વિનાશી રૂપી કાયામાં અમુક કાળસુધી જ રહેવાનું નક્કી થાય. નામકર્મના ઉદયથી અરૂપી આત્મપ્રદેશો રૂપીકાયામાં ગોઠવાઈ જાય–આમ આયુષ્યકર્મના ઉદયથી આત્મા અશુધ્ધ થાય. || આવશ્યક : સામાયિક, ચઉવિસત્થો, વંદન, પચ્ચકખાણ, પ્રતિક્રમણ અને કાઉસ્સગ્ન આ છ વ્યવહાર આવશ્યક અનુષ્ઠાનની આરાધના તીર્થંકર પરમાત્મા શા માટે ઉપદેશરૂપે ફરમાવે છે? | સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માઓ પણ આત્માએ જે સ્વભાવરૂપે જે અવશ્ય કર્તવ્ય કરવાનું હોય તેજ કરવાનું આજ્ઞા' રૂપે ઉપદેશ ફરમાવે તે સિવાય બીજો કોઈ પણ ઉપદેશ ફરમાવે નહીં કારણ સ્વયં (સર્વજ્ઞ) અને 'વીતરાગ' છે. 'સર્વશી અને 'વીતરાગ' આ બે આત્માના ગુણની પૂર્ણ અવસ્થા છે. જે ગુણથી પૂર્ણ થઈ જાય તેને હવે કંઈ બનવાની કે કોઈને કઈ બનાવવાના ભાવ ન હોય, આથી સર્વજ્ઞ બની જે સામાન્ય કેવલી થાય તેમને ઉપદેશ પણ આપવાનો વ્યવહાર નિયત નહીં તેમને જ્ઞાનમાં ઉપદેશ આપવા યોગ્ય જણાય તો આપે નહીં તો ન પણ આપે. માત્ર પોતાના શેયના જ્ઞાતા બનવા અને નવતત્ત્વ || ૧૩૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ આનંદભોકતારૂપે તેમને સહજ પરિણમન થયા કરે. જેમણે તીર્થકર નામકર્મની નિકાચના કરી છે તેમને કેવલજ્ઞાન પ્રગટતા પ્રથમ લોકોત્તર ઔચિત્યરૂપે તીર્થંકર નામકર્મના વિપાકરૂપે– દેશના આપવી તે કલ્પ (આચાર) રૂપ હોવાથી તેઓ તીર્થકર નામકર્મ ખપે નહીં ત્યાં સુધી દેશના આપે. તેમની દેશના ઔચિત્ય વ્યવહારરૂપ હોય પણ કર્તાભાવે ન હોય. a સામાયિકાદિ વ્યવહાર કૃત છ આવશ્યકનો ઉપદેશ તીર્થકર પરમાત્મા શા માટે ફરમાવે? તીર્થંકર પરમાત્માનો જિનવાણીરૂપ અમૃતોપદેશરૂપ દેશના પ્રવાહ સર્વજ્ઞ અને વીતરાગ સ્વભાવમાંથી પ્રકાશિત થતો હોવાથી તે માત્ર ભવ્ય જીવોના સત્તાગત વીતરાગ અને સર્વજ્ઞ સ્વભાવને પ્રગટ કરવાના ઔચિત્ય વ્યવહારરૂપ જ હોય. નિયયરૂપ જ આવશ્યક જે આત્માના સ્વભાવરૂપ છે, તે અનાદિ કર્મસંયોગના કારણે દબાયા છે અને તે તે કર્મના ઉદયથી તે છ આવશ્યકને બદલે તેના વિકારરૂપ કર્મકૃત આવશ્યકને માત્ર પુદ્ગલના સંયોગરૂપ આહાર, શરીર, ઈન્દ્રિય શ્વાસોચ્છવાસ ભાષા અને મન આ આત્માના પરાધીનરૂપે–પીડારૂપે–સંસાર સંયોગરૂપે પ્રગટ થયા. તેથી તેને દૂર કરવા તીર્થંકર પરમાત્માએ સામાયિકાદિક વ્યવહાર આવશ્યકનો આજ્ઞા આરાધનારૂપે ઉપદેશ ફરમાવ્યો. કર્મના ઉદયરૂપ છ પથતિથી છ કર્મફત આવશ્યક અને તેની પ્રતિપક્ષ હાનીકૃત છ વ્યવહાર આવશયક અને આત્માના સ્વભાવત છ નિશ્ચય આવશયક : કર્મફત આવશ્યક વ્યવહાર કૃત આવશ્યક નિશ્ચય આવશ્યક (૧) આહાર પખાણ * જ્ઞાનામૃત ભોજન (૨) શરીર વંદન આત્મ પ્રદેશો અને જ્ઞાનાદિ ગુણોમાં વીર્યનું નવતત્વ || ૧૩ર Page #135 -------------------------------------------------------------------------- ________________ (૩) ઈન્દ્રિય (૪) ભાષા સામાયિક ચઉલ્વિસત્થો (૫) મન પ્રતિક્રમણ (૬) શ્વાસોચ્છ્વાસ કાઉસ્સગ્ગ પ્રવર્તન સમતા, સ્વભાવ રમણતા મૌન–સત્ય અને તત્ત્વ કીર્તન સ્વ સ્વભાવ સ્થિરતા આત્માની પૂર્ણ સ્થિરતા સર્વ સંગ રહિત શુધ્ધાવસ્થા ૧. પ્રથમ કર્મકૃત આવશ્યક : 'આહાર પર્યાપ્તિ' સૌ પ્રથમ વર્તમાન ભવના આયુષ્યકર્મના દળિયા ખપી જાય એટલે પૂર્વે બંધાયેલ આયુષ્યકર્મના દળિયા ઉદયમાં આવે તે સાથે ગતિનામકર્મ અને પર્યાપ્તિ નામકર્મ પણ ઉદયમાં આવે. પૂર્વે ગ્રહણ કરેલ ઔદારિક કે વૈક્રિય શરીર ને છોડી જીવ બંધાયેલા પરભવના આયુષ્યકર્મ પ્રમાણે તેજ ભવ અનુસાર ગતિનામકર્મના ઉદય પ્રમાણે કાર્પણ અને તેજસ શરીર સાથે પરલોક યાત્રાનું પ્રયાણ કરે છે. તે વખતે પણ કર્મબંધ ચાલુ છે જે શરીરમાંથી (ઔદારિક કે વૈક્રિય) નીકળે છે ત્યારે તે સમયે જીવ તૈજસ—કાર્પણ શરીર વડે આહાર ગ્રહણ કરીને નીકળે છે અને જ્યાં જાય ત્યાં પર્યાપ્તિ નામકર્મના ઉદયે સૌ પ્રથમ કાર્યણ શરીર વડે ઉત્પત્તિ ક્ષેત્રમાં રહેલા આહારના પુદ્ગલોને અનભિસંધિ વીર્ય વડે એક સમયમાં ગ્રહણ કરે. पुद्गलोपचयः ग्रहण परिणमन हेतुः शक्ति विशेषः पर्याप्तिः । પર્યાપ્તિ નામકર્મના તથા ઔદારિક શરીર નામકર્મના ઉદયે જીવ ઔદારિક શરીરને યોગ્ય (વૈક્રિય શરીર નામકર્મના ઉદયે વૈક્રિય શરીરને યોગ્ય) આહારના પુદ્ગલોને કાર્પણ શરીર વડે ગ્રહણ કરી અને તૈજસ શરીર વડે તેને ખલ–રસરૂપે પરિણમાવે તેને પ્રથમ 'આહાર પર્યાપ્તિ' કહેવાય. અર્થાત્ પુદ્ગલના સમુહને ગ્રહણ કરવા તથા તેને આહાર રૂપે નવતત્ત્વ // ૧૩૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ પરિણમન કરવાના હેતુરૂપ આત્મામાં કર્મના ઉદયથી જે શક્તિ વિશેષ પ્રગટ થાય તેને આહાર પર્યાપ્તિ કહેવાય. આવી આત્મામાં છ શક્તિ વિશેષ પર્યાપ્તિ વડે જીવ નવા ભવનું સર્જન કરે છે અને છ શક્તિ વિશેષ પર્યાપ્તિઓ એ આત્માની કર્મકૃત બંધનરૂપ છ આવશ્યક છે. આહાર ગ્રહણની શરૂઆત પ્રથમ સમયથી – નવાભવના ઉદયથી શરૂ થાય અને તે ભવના અંતસુધી (આયુષ્યના અંતસુધી) આહાર ગ્રહણની પ્રવૃત્તિ ચાલુ રહે. અર્થાત્ આત્મવીર્યએ જે કાર્ય માત્ર સ્વગુણ-તથા આત્મપ્રદેશોમાં પરિણમન થવાનું આવશ્યક કાર્ય કરવાનું હતું તેને બદલે તે આહારરૂપ પુદ્ગલ ગ્રહણ, પરિણમન અને વિસર્જનરૂપ કાર્ય આવશ્યક ક્રિયારૂપ બની ગયું. આમ આત્માનો પ્રથમ વિભાવ આવશ્યક ક્રિયારૂપ કાર્ય આહાર ગ્રહણાદિ રૂપ થયું. 'આહાર પર્યાપ્તિ' વડે આહાર ગ્રહણ કરવા રૂપ પ્રથમ કર્મકૃત આવશ્યક શરૂ થયું. પ્રથમ આહાર ઓજાહાર પ્રથમ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ થતાં ઔદારિક કે વૈક્રિય જે આહાર રૂપે પરિણમન પામે (મનુષ્ય, તિર્યંચ, પંચેન્દ્રિયોને ગર્ભમાં શુક્ર—શોણિત પુદ્ગલનો આહાર) તે ઓજાહાર રૂપે હોય અને તે આખા શરીર વડે ગ્રહણ કરાય. - નવા ભવનો જન્મ એટલે કાર્મણ—તૈજસમાં પૂરાયેલા આત્માનું ઔદારિક કે વૈક્રિય પુદ્ગલમાં અમુક કાળ માટે ગોઠવાઈ જવું. લોમાહાર : આહાર પર્યાપ્તિ વડે ગ્રહણ કરાયેલ ઓજાહારનું જે ખલ અને રસરૂપે પરિણમન થયું તે હવે શરીર પર્યાપ્તિ વડે અન્તર્મુહુર્તમાં તૈજસ–કાર્પણ શરીર યુકત આત્માનું નવા બનેલ ઔદારિક કે વૈક્રિય શરીરમાં ગોઠવાઈ જવું તે નવો જન્મ નવા ભવની શરૂઆત છે. હવે આ નવા શરીરના છિદ્રો દ્વારા જે આહાર ગ્રહણ કરે તેને લોમાહાર કહેવાય છે. 'લોમાહાર' આયુષ્યકર્મના ઉદય સુધી અર્થાત્ આત્મા જ્યાં સુધી નવા બનાવેલા શરીરમાં રહેશે ત્યાં સુધી નવા બનેલા શરીરના છિદ્રો દ્વારા વાતાવરણમાંથી સતત આહાર નવતત્ત્વ / ૧૩૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણનું કાર્ય ચાલુ રાખે. આહાર વિના એક સમય પણ જીવને ન ચાલે માટે આહાર એ જીવ માટે કર્મકૃત આવશ્યક બની ગયું. કવલાહારઃ સંપૂર્ણ શરીરાદિ પૂર્ણ જન્મ ધારણ કરી દ્રવ્યપ્રાણોથી પૂર્ણ બની જીવ જીવતો થાય ત્યારે તે મુખવડે જે આહાર ગ્રહણ કરે તેને કવલાહાર કહેવાય. કવલાહાર નિરંતર ન હોય. p. જન્મ દુઃખરૂપ શા માટે? अणंग रूवाओ जोविओ संवेदइ विरूवरूवे फासे पडिसंवेदइ। (આચાસંગ) જ્યાં જીવ ઔદારિકાદિ બિભત્સ, અમનોજ્ઞ એવા વિરૂપ સ્પર્ધાદિ પુદ્ગલથી જીવ મિશ્રિત થવા વડે પીડાને વેદે છે. | "સંયોગ મૂલાવેન પત્તા દુઃખ પરપરા જીવનું પુદ્ગલ સાથે સંયોગરૂપે જોડાવું તે જ દુઃખનું કારણ છે. પર પુદ્ગલોનો સંયોગ થવો તે જ જીવ માટે સંસાર છે. તે જ દુઃખરૂપ છે. આથી જીવ માટે યોનિ વડે જન્મ થવો તે દુઃખરૂપ છે. અર્થાત્ જન્મથી દુઃખની શરૂઆત અને તે વિકાસ પામતું દુઃખ મૃત્યુ સુધી આગળ વધે આથી 'શ્રુત સ્તવમાં શ્રુતજ્ઞાનનો મહિમા બતાવ્યો- 'ગાર્ડ ના મરણતોલા પાર્સ' જન્મ–જરાદિ સંયોગ અને મરણાદિ વિયોગરૂપ વિભાવ અવસ્થા જીવ માટે દુઃખરૂપ છે. તેનો જે ત્યાગ કરે તે મોક્ષસુખનો ભાગી થાય. a જીવ આહાર ક્યારે ગ્રહણ ન કરે? विग्गहगइभावना केवलिणो समुहया अजोगी च । सिध्धाय अणाहारा सेसा आहारगा जीवा । વિગ્રહગતિમાં રહેલો જીવ કેવલી સમુદ્દાઘાત વખતે, ચૌદમા ગુણસ્થાને અયોગી અવસ્થામાં અને સિધ્ધાવસ્થામાં જીવ આહાર ગ્રહણ કરતો નથી. તે સિવાય જીવ બધી અવસ્થામાં આહાર ગ્રહણ કરે છે. નવતત્વ / ૧૩૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ વિગ્રહગતિમાં જ્યારે એકથી વધારે સમયની ગતિ હોય ત્યારે તે આહાર વગરની હોય. પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે, અને એક સમયમાં જો સરલગતિમાં ઉત્પતિસ્થાને પહોંચી જાય તો ત્યાં જઈ તરત આહાર ગ્રહણ કરે પણ ગતિમાં જ્યારે ફંટાઈને જવું પડે ત્યારે જેટલા ગતિમાં વળાંક આવે એટલા સમયમાં તે આહાર ગ્રહણ ન કરે. જ્યારે તે ઉત્પતિ સ્થાને પહોંચે ત્યારે તે આહાર ગ્રહણ કરે. આમ ૧ એક—બે સમય વિગ્રહગતિમાં આહાર વિનાનો હોય. કેવલી સમુઘાતમાં જ્યારે ચોથા, પાંચમા સમયમાં અયોગી હોય ત્યારે પણ આહાર ગ્રહણ કરતો નથી. વિગ્રહગતિમાં ત્રણે પ્રકારનો આહાર ન હોવા છતાં આયુષ્ય સિવાય સાત કર્મનો બંધ અવ્યકત દશામાં પણ જીવને હોય, કારણ કર્મનો ભોગ પ્રદેશોદયથી ચાલુ હોય. અનભિસંધિવીર્યવિભાવદશામાં પ્રવર્તતુ હોવાથી કર્મબંધ ચાલુ છે. અર્થાત્ આત્મા સ્વગુણોનો ભોગ ન બને ત્યારે કર્મબંધ ચાલુ. મોટા વાયાદેવ ન ર આત્મજ્ઞાનતો ભવે I (યોગશાસ્ત્ર) યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય મ.સા. ફરમાવે છે કે આત્માને કર્મ સંયોગરૂપે સંસાર અનાદિથી વળગેલો છે અને તે અનાદિ કર્મસંયોગરૂપ સંસારનો નાશ ન કરવામાં આવે તો તે બીજા અનેક સંયોગરૂપી સંસારનું સર્જન કાર્ય કરે છે. ' અર્થાત્ કર્મના ઉદયે નવા નવા ભવરૂપ જન્માદિ સંયોગ અને તે માટે આહારાદિ સંયોગ સંસારની પરંપરાનું સર્જન થયા કરે અને આત્મા માટે પરપુગલ સંયોગ સંસાર એ જ દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધરૂપ છે અર્થાત્ દુઃખની પરંપરાનું કારણ છે. જ્યાં સુધી સંયોગ એ જ સંસાર અને તે જ દુઃખ છે જે સર્વજ્ઞ ભગવંતોએ કહી છે તે વાત જ્યાં સુધી શ્રધ્ધા– અને પ્રતીતિરૂપે નહીં બેસે ત્યાં સુધી તે સંસાર સંયોગમાંથી આત્માને સદા માટે છૂટવારૂપ જે મોક્ષ – તે માટે ઉપાયરૂપ "આજ્ઞાયોગ-રૂપ આવશ્યક કહ્યા છે તે આવશ્યક વ્યવહાર આચરવા છતાં સફળ નહીં બને અને મોક્ષના કારણરૂપ નહીં બને. નવતત્વ // ૧૩૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી જિનવચન પ્રતીતિરૂપે ન થાય ત્યાં સુધી તેમાં રુચિ પરિણામ પ્રગટ ન થાય ત્યાં સુધી તે જિનવચન આત્મામાં સ્પર્શનારૂપે પરિણામ ન પામે ત્યાં 'આચારો પણ નિર્જરાના કારણ ન બને. આથી જિનતત્વો વડે જિનવચનની પ્રતીતિ કરવાનો પ્રયત્ન જરૂરી. 3 જન્માદિ સંયોગ દુઃખનું કારણ શા માટે? 'ગ્રહે અરૂપી રૂપીને, એહિ અચરિજ વાત, જીવ બંધન જાણે નહિ કેવો જિન સિધ્ધાંત.' જિન સિધ્ધાંત છે કે અરૂપી દ્રવ્ય ક્યારે પણ રૂપી દ્રવ્યને ગ્રહણ કરી ન શકે. આત્મા અરૂપી દ્રવ્ય હોવા છતાં તે રૂપી એવા પુદ્ગલ કાર્મણાદિ વર્ગણાને ગ્રહણ કરે છે તે આશ્ચર્યની વાત છે. અરૂપી દ્રવ્યમાં રૂપી દ્રવ્યનો તાદાભ્ય સંબંધ થઈ શકતો નથી. તે સંયોગ સંબંધ રહે છે. આત્માના ગુણો આત્મામાં તાદાભ્ય સંબધે રહેલા છે. તેથી તે કદી આત્મામાંથી છૂટા પડતા નથી. જ્યારે આત્મા પોતાના ગુણમય બને છે ત્યારે તે સુખને – આનંદને પામે છે પણ જ્યારે તેમાં પ્રગટેલા ભ્રમને કારણે તે પુગલના સંયોગરૂપે થવા જાય ત્યારે તે દુઃખી થાય છે. જેમ ગરમાગરમ તેલમાં લોટની વણેલી પૂરીને તળવામાં આવે ત્યારે તેની બધી બાજુથી તેલગ્રહણ અને પૂરીમાં રહેલા પાણીનો ભાગ છૂટવારૂપ ફીણ થાય. તેલના પુદ્ગલ ગ્રહણ વખતે જે પ્રક્રિયા શરૂ થાય. તે જ રીતે કાર્મણ શરીરના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને નવા પુલના વર્ણાદિ ભિન્ન વિરુધ્ધ વિષમ પુદ્ગલો વચ્ચે પણ ઘર્ષણ થાય. આત્મા અરૂપી દ્રવ્ય અને પુદ્ગલ રૂપી દ્રવ્ય જ્યારે જ્યારે સંયોગ સંબંધે અર્થાત્ કાર્મણ–તૈજસ વર્ગણા જ્યારે ઔદારિક (કે વૈક્રિય) શુક્ર-શોણિત અમનોજ્ઞ આહાર પુગલોને ગ્રહણ કરીને શરીર સર્જનરૂપ જન્મ અવસ્થામાં આવે ત્યારે આત્મા વેદના ભોગવે છે. અર્થાત્ ગર્ભમાં જીવને આઠગણી પીડા હોય, યોનિમાર્ગે જ્યારે બહાર નીકળે ત્યારે એનાથી અધિક પીડા હોય. આવી અસહ્ય પીડા ભોગવતો હોવાથી બાળક રડતો રડતો બહાર આવે છે. - આથી જન્મ સંયોગરૂપ સંસાર અવસ્થા આત્માને દુઃખરૂપ છે. માટે જન્મ લેવાય નહીં અને જન્મ અપાય નહીં. માટે મનુષ્યભવ જ અજન્મા બનવાની નવતત્વ // ૧૩૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ સાધના માટે થાય તો જ સફળ થાય. જન્મ અવસ્થા એ આત્માની સૌથી મોટી વિભાવ દશા. આહાર એ પ્રથમ કર્મકૃત આવશ્યક થાય. આથી સર્વજ્ઞ વચનવડે પરસંયોગ એ સંસાર. જે આત્મા માટે દુઃખરૂપ છે. આથી જન્માદિ દુઃખરૂપ અને જન્મ તેનું ફળ કાયા, કાયાનું સર્જન, આહારમાંથી. આથી આહારની ડિમાન્ડ શરીર કરે તેથી આહાર એ આત્માની મોટામાં મોટી વિભાવ દશા છે. આથી ખાવું એ પાપ.' . જીવબંધન જણે નહીં? જો બંધન સ્વરૂપે લાગે તો છૂટવાનું મન થાય નહીં તો આરાધના દ્વારા બંધનો મજબૂત થશે. અનાદિકાળથી જીવે અજ્ઞાનદશામાં ધર્મ આરાધના શકિતની ઉપરવટ થઈને પણ કરી પણ બંધન તોડવાને બદલે બંધનો વધારે મજબૂત કર્યા. ચોવીસ કલાક બંધનની અકળામણ શરૂ થવી જોઈએ, આત્મા કર્મની ૧૫૮ પ્રકૃતિઓના બંધનમાં બંધાયેલો છે. તેમાં પ્રધાન બંધન આયુષ્ય છે તે જ દેહનું અને આહારનું બંધન ઊભું કરે છે. આયુષ્યનો બંધ નિકાચિત થઈ ગયા પછી તે ગમે તેવા તપાદિ પુરુષાર્થથી તૂટે નહીં. આયુષ્યનો બંધ જેને પડી જાય તે તે ભવમાં કેવલજ્ઞાન પ્રગટાવી શકે નહીં. મોહનો સર્વથા ક્ષય ન કરી શકે. અર્થાતુ તે વીતરાગ પણ થઈ ન શકે. અર્થાત્ આત્માના પૂર્ણ સ્વભાવને પ્રગટાવી ન શકે અને ભોગવી પણ શકે નહીં. આયુષ્યના ઉદય સુધી શરીરમાં આત્માને રહેવું પડે. શરીર માટે આહારનું ગ્રહણરૂપ બંધન ઊભું રહે આથી એ પ્રથમ બંધન રૂપ લાગવું જોઈએ. અનાદિકાળથી જીવ આહારના બંધનથી બંધાયેલો, આહારનું કામ આત્માને શરીરરૂપી પરિણામને બાંધવાનું અને તેને પરાધિન કરવાનું. આત્મા શરીરને પરાધીન અને શરીર આહારને પરાધીન થાય. અર્થાત્ આહાર સર્જનરૂપ શરીર ૨૪ કલાક આહાર ડીમાંડ (માંગ) કર્યા કરે. આમ બંધનની પરાધીનતાનું અનાદિ ચક્ર ચાલ્યા કરે. નવતત્વ // ૧૩૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્યવહારસ્કૃત આવશ્યક : પચ્ચક્ખાણ. આ અનાદિના આહારની પરાધીનતામાંથી છૂટવા- અર્થાત્ કર્મકૃત આહાર આવશ્યકમાંથી છૂટવા સર્વજ્ઞ પરમાત્માઓએ તેના પ્રતિપક્ષરૂપે પચ્ચક્ખાણ વ્યવહાર આવશ્યક આરાધના– આજ્ઞારૂપે ફરમાવ્યું. પ્રત્યાખ્યાન = પ્રતિમાખ્યા : આત્માને જે પ્રતિકૂળ છે તેનું કહેવું, અર્થાત્ મારા આત્માના હિતમાં (સ્વભાવમાં) જે ચારે આહારાદિ પ્રતિકૂળ છે તેને હું ગ્રહણ કરીશ નહીં. પ્રથમ આત્માએ પોતાના આત્માની સાક્ષીએ–પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) ધારણ કરવાનું છે. પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) આત્માએ ત્રણની સાક્ષીએ લેવાનું તો શુધ્ધ થાય. પ્રથમ આત્મસાક્ષીએ : સવારે પ્રતિક્રમણમા તપચિંતવણીના કાઉસ્સગ્ગમાં આત્મસ્વભાવની વિચારણા કરવાની. (૧) (૨) ગુરુસાક્ષીએ : ગુરુનો જોગ હોય તો ગુરુ ભગવંત પાસે, ન હોય તો વડીલ પૂજ્યો પાસે પચ્ચક્ખાણ લેવું જરૂરી. (૩) દેવસાક્ષીએ : દેરાસરમાં જઇએ ત્યારે પરમાત્મા પાસે લેવાનું. આમ ત્રણે સાક્ષીએ લીધેલું પચ્ચક્ખાણ દંઢ—શુધ્ધ થાય. 'સર્વજ્ઞ પરમાત્માએ વ્યવહાર તપધર્મની આજ્ઞારૂપ આરાધના શા માટે ફરમાવી ?" 'ચારે પ્રકારના આહાર ગ્રહણ–પરિણમન કે ભોગવવાનો આત્માનો સ્વભાવ નથી. આત્મા અણાહારી – જ્ઞાનાનંદનો ભોકતા છે. પણ વર્તમાનમાં શરીરધારી હોવાને કારણે શરીરને આહારની જરૂર પડે. તેથી તેને આહાર ગ્રહણ કરવું પડે. આથી શરીર વડે આત્મા વાતાવરણમાંથી લોમાહાર પુદ્ગલોને શરીરના છિદ્રો વડે સતત ગ્રહણ કરે છે. આથી ચોમાસામાં ભેજના વાતાવરણમાંથી શરીરને આહાર મળી જવાથી ચોમાસામાં માસખમણાદિ તપ સહેલાઈથી થઈ શકે છે. વધારે આહારની જરૂર ન પડે. શિયાળામાં પણ પાણીની જરૂર ઓછી નવતત્ત્વ // ૧૩૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ પડે. ઓછું પાણી વાપરવા છતાં માત્રુ વધારે થાય. જ્યારે ઉનાળામાં ઉષ્ણ વાતાવરણને કારણે તપ અઘરો થાય પાણીની વધારે જરૂર પડે માત્રુ ઓછું થાય. શરીરના છિદ્રો દ્વારા પરસેવો વધારે બહાર નીકળે. આથી ચોમાસામાં અટ્ટમ, શિયાળામાં છઠ્ઠ અને ઉનાળામાં એક ઉપવાસ ત્રણે નિર્જરાની અપેક્ષાએ સમાન ગણાય. એક સમય પણ લોમાહારનો ત્યાગ થઈ શકતો નથી. જો શરીરના છિદ્રો બંધ કરવામાં આવે તો મૃત્યુ થાય. આથી લોમહારના ત્યાગનો પચ્ચકખાણ લઈ શકાતા નથી. માત્ર ચાર આહાર જે કવલાહારરૂપ છે તેના જ ત્યાગના અર્થાત્ ચાર આહાર મારે ન કરવા તેના પચ્ચકખાણ લઈ શકાય તે કેટલો કાળ લઈ શકાય? પ્રથમ તીર્થંકરના કાળમાં એક વર્ષ, બાવીસ તીર્થંકરના કાળમાં ૮ માસ અને ચરમ તીર્થપતી મહાવીર સ્વામીના શાસનમાં ૬ માસ સુધી ચારે આહારન ગ્રહણ કરે તો પણ જીવી શકાય, તો આત્માએ સ્વઆત્માને છેતર્યા વિના કપટ રહિત પોતાની વર્તમાન શારીરિક, માનસિક સમાધિને લક્ષ કરીને તથા સંયમાદિ સર્વ યોગો સદાય નહીં તે રીતે છ મહિનાથી માંડી નવકારશી સુધીના તપ વિચારણા કરી પચ્ચકખાણની ધારણા કરવી. પછી આવડતું હોય તો જાતે પચ્ચકખાણ ઉચ્ચરી લેવું. મોડામાં મોડું સૂર્યોદય પહેલા પચ્ચખાણ ધારવું–લેવું તો શુધ્ધ ગણાય. શું આહાર વિના જીવ જીવી ન શકે? આત્મા અરૂપી છે તેના પ્રદેશો અરૂપી છે તેમાં રહેલા ગુણો પણ અરૂપી છે. આથી આત્માની પુષ્ટિ અરૂપીથી જ થાય રૂપીથી ન જ થાય. આહાર રૂપી છે અને શરીર પણ રૂપી છે. આથી શરીરને રૂપી ખોરાકની જરૂર પડે આથી કેવલીઓને પણ જ્યાં સુધી શરીર હોય અને સુધા વેદનીયનો ઉદય હોય ત્યાં સુધી આહારની જરૂર પડે. જ્યારે સિધ્ધો શરીરથી સર્વથા સદા માટે રહિત થયા તેથી તેઓ હવે સંગથી રહિત બની માત્ર અરૂપી એવા શુધ્ધ આત્મદ્રવ્ય અને તેમાં રહેલા પૂર્ણ ગુણોને ધારણ કરનારા છે તેથી હવે તેમને રૂપી આહારની જરૂર નહીં, અરૂપી એવા ગુણો વડે જ આત્મા તૃપ્ત થાય છે. નવતત્વ || ૧૪૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ આથી તપની વ્યાખ્યા "ઈચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તેથી આત્મા, વર્તે નિજગુણ ભોગે રે સિધ્ધો અનંતકાળ સુધી આહારાદિ કોઈપણ ટેકા કે સંગ વિના સ્વમાં રમમાણ કરતા અનંતના ભોકતા બને. આથી જેને પણ સિધ્ધ સ્વરૂપે થવું હોય તેને શરીર અને શરીરના ટેકારૂપ આહાર પણ છોડવાનો અભ્યાસ મનુષ્યપણામાં સમજીને કરવો પડે અને તે માટે જ આહારાદિ સંગના ત્યાગના અભ્યાસરૂપ વ્યવહાર તપ કરવાનું જિનાજ્ઞારૂપ વિધાન છે. ન ભાવતું હોય કે શરીરની પ્રતિકુળ તાને કારણે તમે આહારાદિનો ત્યાગ કરો કે તેના પચ્ચખાણ લો તેનો વિશેષ લાભ ન થાય. અર્થાત્ તે તપરૂપે ન થાય, પણ ખાવું એ પાપ – મારા આત્માનો સ્વભાવ નથી એમ માનીને ત્યાગ કરો તો તપના શુધ્ધ પરિણામમાં નવકારશીના પચ્ચકખાણમાં કેવલજ્ઞાન પણ પ્રગટ થઈ શકે. કરગડૂમુનિને સંવત્સરીના દિવસે પણ ભાત ખાતા તપના પરિણામે ચઢતા કેવલજ્ઞાન પ્રગટયું. આહારમાં સુખ હોત તો પચ્ચકખાણની વાત ન આવત પણ આત્માના સ્વભાવની વિરુદ્ધ પ્રવૃત્તિરૂપ હોવાથી આત્મા માટે આહાર પીડાકારક છે. આથી આત્માના સુખ આનંદ અનુભવવા આહારના ત્યાગરૂપ પચ્ચખાણ પરૂપ કરવાનું છે. આહાર સંયોગ વધે તેમ દુઃખ વધેક્રેશ ક્યારે કેટલો આહાર ગ્રહણ કરે? જેનું શરીર નબળું– સુધાવેદનીય તીવ્ર તેને વધુ આહાર કે વધારે વખત આહાર કરવો પડે. આથી વધારે વખત આહાર કરનાર વધારે દુઃખી. સ્થાવર જીવો (એકેન્દ્રિય) અપર્યાપ્ત અવસ્થામાં તૈજસ–કાશ્મણ શરીર દ્વારા એક સમયે ઓજાહાર લોકની મધ્યમાં રહેલા છએ દિશામાં કે ત્રણ, ચાર, પાંચ દિશામાંથી આહાર ગ્રહણ કરે. પર્યાપ્ત સ્થાવર જીવો સ્પર્શનેન્દ્રિય દ્વારા સતત (ઝાડ મૂળિયા વડે–છાલના છિદ્રો વડે) લોમાહાર ગ્રહણ કરે. વિકલેજિયજીવો અને નરકના જીવોને અત્તર્મુહૂર્ત-અન્તર્મુહૂર્ત અશુભ, નવતત્વ // ૧૪૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ અતૃપ્ત અને વિશુચિકાને કરનાર એવું અચિત્ આહાર પરિણમે. (તીર્થકરના આત્માને શુભ આહાર પરિણમે) ૭મી નરકમાં ૩૩ સાગરોપમ સુધી અન્તર્મુહૂર્ત- અન્તર્મુહૂર્ત સુધાવેદના પ્રગટ થાય. આહાર કરવા છતાં તૃપ્ત થવાને બદલે વેદના વધે. વ્યકત વેદના સૌથી વધારે નરકમાં હોય. પંચેન્દ્રિયતિર્યંચોને પણ સુધાવેદનીય વધારે તેથી તેઓ પણ સુધાને કારણે સતત આહારની શોધમાં ભટકતા હોય. દેવ અને યુગલિક મનુષ્યો, ભોગ પ્રધાન જીવન, શાતાને ભોગવનારા તેથી તેમને આહાર પીડા ઓછી. અનુત્તર વિમાનવાસી દેવોને ૩૩ સાગરોપમના આયુષ્યકાળ દરમ્યાન ૩૩ હજાર વર્ષે એક વખત ખાવાની ઈચ્છા થાય. લોમાહાર અને ઈચ્છા પ્રમાણે આહાર પુલો સ્વાદરૂપે પરિણમી જાય તેને માત્ર સ્વાદનો ઓડકાર આવે, તે મનભક્ષી હોય. - પલ્યોપમના આયુષ્યવાળાને ૨ થી ૯ દિવસે ખાવાની ઈચ્છા થાય. ૧૦ હજાર આયુષ્યવાળાને ૧ દિવસે આહારની ઈચ્છા થાય. યુગલિક મનુષ્યોને (૩ પલ્યોપમના આયુષ્યવાળાને) ૩ દિવસે તુવેરના દાણા જેટલા આહારથી તૃપ્તિ થાય. યુગલિક મનુષ્યોને (૧ પલ્યોપમના આયુષ્યવાળાને) એકાંતરે આંબળા જેટલા આહારથી તૃપ્તિ થાય. સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યોને (ક્રોડપૂર્વ વર્ષથી અન્તર્મુહૂર્ત પર્યત આયુષ્યવાળાનો) આહાર અનિયમિત, જે રોગિષ્ટ ને શરીરથી નબળાને વધારે જરૂર પડે. સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યો અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સ્વેચ્છાએ આહારનો (ક્વલાહારનો) ત્યાગ નવકારશીથી માંડી છ મહિના સુધી કરી શકે છે. "સુખનું કારણ સંયોગ નહીં, સંયોગ દુઃખનું કારણ છે, સંયોગ ઘટે તેમ સુખ વધે, સંયોગ વધે તેમ દુઃખ વધે.’ નવતત્વ // ૧૪૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ આહાર એક સંયોગ છે – જેમ તે વધે તેમ જીવ દુ:ખી અને તેનો અભાવ થાય તેમ જીવ સુખી થાય. આથી સિધ્ધમાં પૂર્ણ અને શાશ્વત સુખ ત્યાં કોઈપણ પ્રકારનું દુઃખ નહીં. દેવલોકમાં ઉપર ઉપરના દેવો વધારે સુખી તેનું કારણ પણ સંયોગ ઘટે ઉપર ઉપરના દેવલોકમાં આહાર ઘટે, ૠધ્ધિ—પરિવાર, કષાય આદિ સંયોગ ઘટે તેમ તેમને સુખ વધે. સાધુઓ પણ સુખી શેનાથી ? સાધુઓને ચક્રવર્તી કે ઈન્દ્રથી પણ અધિક સુખની પ્રાપ્તિ કેમ ? नैवास्ति राजराजस्य, तत्सुखं नैव देवराजस्य, यत्सुखमिहैव साधो - लोक व्यापार रहितस्य ॥ (૧૨૮) (પ્રશમરતિ પ્ર.) જે લોક વ્યાપારથી રહિત થાય તે અર્થાત્ ખાના પીના, સોવના, મિલના, વચન વિલાસ, જ્યાં જ્યાં પાંચ ઘટાઇએ ત્યોં ત્યોં ધ્યાન પ્રકાશ.' સાધુએ સદા ધ્યાનમાં યોગમાં રહેવાનું છે, તો સાધુ આત્મસુખને અનુભવી શકે. આથી જેટલી ખાવા, પીવા, બોલવા ચાલવા, હળવું, મળવું આદિ લોકપ્રવૃતિનો ત્યાગ કરો તે જ ધ્યાનયોગમાં સ્થિર થઈ શકે. તે માટે સંયમ જરૂરી સંયમ માટે જ તપ જરૂરી. આથી સાધુઓને પ્રથમ પૂછવામાં આવે છે 'ઈચ્છકાર-સુહ–રાઈ– સુખતપ, શરીર, નિરાબાધ, સુખસજમ જાત્રા નિર્વહો છોછ ?' જે સાધુ યથાશક્તિ તપ પરિણામમાં રમતો હોય તો જ તેના રાત્રિદિવસ સંયમપૂર્વક સુખરૂપ પસાર થાય નહીં તો તેમને ઈન્દ્રિય વિષય, શારીરિકાદિ પીડારૂપ દુઃખ અનુભવવું પડે. તેથી સાધુએ સુખી થવા જ 'સ્વાધ્યાય' સંયમતરતાનામ્' તપરૂપ સ્વાધ્યાય દ્વારા સંયમરૂપ સમાધિ સુખ પામવાનું છે. આથી સાધુઓનું પરમ ભોજન 'જ્ઞાનામૃત ભોજન'– તેમાં આનંદનો સ્વાદ માણવા તપ કરવાનો છે. નવતત્ત્વ // ૧૪૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ - 'ज्ञानीनां नित्यमानन्द वृध्धिरेव तपस्विनाम्' (ज्ञानसार) સ્વાધ્યાદિ જ્ઞાનમાં સાધુઓને આનંદની અનુભૂતિ થાય અને તેમાં તપ ભળતા તે આનંદમાં પરમવૃધ્ધિ – પરમાનંદની અનુભૂતિ થાય. 3. તપ કઈ રીતે કરવાનો? જેથી નિર્જરા થાય? આત્મામાં પોતાના જ્ઞાનાદિ પરિણામમાં પરિણત થાય તો નિર્જરા થાય. મોહાદિ પરિણામમાં પરિણત થાય તો બંધ થાય. ઔચિત્યને ચૂકયા વિના તપ કરવો જોઈએ. જેથી આત્માના પરિણામ બગડે નહીં ચૌદશનો ઉપવાસ કરે અને સાથે પોતાની ફરજ જે બજાવવાની હોય તે સેવા કરવાની ન કરે, રસોઈ આદિ ન કરે તો બીજાને ધર્મ પ્રત્યે અપ્રીતિ થાય. તપનું બહુમાન ઘટી જાય તેથી તપ પ્રત્યે બીજાના બહુમાન ઘટે નહીં, પોતાની ફરજ રૂપ કાર્ય છૂટે નહીં, ઔચિત્ય વ્યવહાર ગૌણ ન થાય અર્થાત્ તપ પોતાને લાભકર થાય અને તપના પરિણામની સાથે સંયમાદિ યોગોના પાલનાદિ ઉત્સાહ વધે અને બીજા પર પ્રભાવક થાય. બીજાને તે તપાદિ અનુમોદનીય થાય તે પ્રમાણે કરવાથી તે તપ સમાધિ સાધક બને તો નિર્જરાનું કારણ બને. રાગદ્વેષ મલ ગાલવા, ઉપશમ રસ ઝીલો,. આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલો. પૂ. મહો. યશોવિજયજી મ.સા.) રાગદ્વેષ અને મોહને માર્યા વિના આત્મા સ્વજ્ઞાનાદિ ગુણસ્વભાવમાં પરિણત નહીં થાય અને તે મોહને મારવા જ્ઞાની ભગવંતોએ ઔચિત્ય વ્યવહાર બતાવી નિશ્ચય સ્વરૂપને પામવાનો સચોટ ઉપાય કહ્યો છે. 'નિશાયદષ્ટિ હદય ધરી કરી જે પાળે વ્યવહાર, પુણ્યવંતા તે પામરોજી, ભવ સમુદ્રનો પાર. (૫. મહોપાધ્યાય યશોવિજયજી) નવતત્વ || ૧૪૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ 1 મોહને અટકાવવાનો તથા ભગાવવાનો રામબાણ ઉપાય મોહને મારવાનો માત્ર ઉપાય જ્ઞાનીઓએ – 'તત્વાગમા અપયાતિ મોહતત્ત્વના સ્વીકારવાથી જ મોહ અટકે. તત્વમય થવાથી મોહ ભાગે, તત્વને નિશ્ચય પકડે, (મૂળને પકડે) એટલે પૂર્ણ સત્યથી વિકલ્પો અટકી જાય, અજ્ઞાનતા વિપર્યાસપણાને કારણે વિકલ્પો ચાલે- તેથી આત્માના સ્વરૂપદશાની વિચારણા કરવાની જરૂર પડે. અનભિસંધી વીર્ય કર્મને પરાધીન હોવાથી તે રોકી શકાતું નથી. તેથી સતત જીવ લોમાહાર ગ્રહણ કરી રહ્યો છે. આથી આત્મા માત્ર કવલાહારને રોકવા વડે અનભિસંધી વીર્યનું રક્ષણ કરી શકે અને તે વધારેમાં વધારે છ માસ સુધી રોકી શકાય. આથી – 'આત્માને પૂછવું પડે કે આહારની શું ખરેખર જરૂર છે? તપમાં આત્માને છેતરતો નથી ને? આવશ્યક એટલે – અવશ્ય કરવા યોગ્ય જે કાર્ય તે આવશયક. નિશ્ચયથી આત્માનું પ્રથમ આવશ્યક "શાનામૃત ભોજન" નિશ્ચયથી આવશ્યક એટલે 'આવાસાયતિ એટલે આત્મા પોતાના ગુણોથી વાસિત થાય. અર્થાત્ આત્મા પોતાના સહજ સ્વભાવમય બને તે આવશ્યક. આથી આત્માનું પ્રથમ આવશ્યક 'જ્ઞાનગુણ– શેયના જ્ઞાતા બનવું. આથી 'આત્માનું આવશ્યક જ્ઞાન' 'જ્ઞાનામૃત ભોજન' તેને બદલે આત્માએ આહારાદિ પુદ્ગલ ગ્રહણ – ભોજનરૂપ- આહારગ્રહણ – પરિણમનવિસર્જનરૂપ પાપકૃત આવશ્યક આવ્યું. તેને ટાળવા રોકવા જ્ઞાનીઓએ પચ્ચકખાણ આવશ્યક બતાવ્યું. આથી જ્યારે જ્યારે પચ્ચકખાણ પારવાનું થાય ત્યારે ઉપયોગ મૂકવો જોઈએ. 'તીર્થંકર પરમાત્માએ ભવ્યજીવોને ભવના કાયમી ભવબંધનથી મુક્ત કરવા અને આત્માની પોતાની પૂર્ણ સ્વતંત્રતા સહજ સુખ અવસ્થા પ્રાપ્તિ માટે કેવો પરમોત્તમ મોક્ષમાર્ગ ફરમાવ્યો છે.' તપ ચિંતવાણી કાઉસગમાં ભાવવાની ભાવના : સવારે ઊઠીને સૌ પ્રથમ પ્રતિક્રમણ–જે પોતાના સહજ સ્વભાવમાં નવતત્વ / ૧૪૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ આવવાની પ્રક્રિયારૂપ અર્થાત્ વિભાવદશાથી છૂટવારૂપ. તેમાં સવારે તપચિંતવણીના કાઉસ્સગમાં તપચિંતન કર્યું. હજી સુધી મારા આત્માએ તપની પૂર્ણતા કરી નથી. તેથી કર્મોના બંધનથી મુકત ન થયો અને હજી કાયામાં રહ્યો અને તે કાયામાંથી છૂટવા કાર્યોત્સર્ગ ધ્યાન પ્રભુએ ફરમાવ્યું, કાયામાંથી છૂટવાનો ઉપાય તપ. આહારમાંથી કાયા બની માટે હવે કાયાને આહાર આપવાનું બંધ કરવાનું પ્રભુએ ફરમાવ્યું, 'ખાવું એ પાપ છે.' પ્રભુએ હાલ છ માસ સુધી ચારે આહાર ત્યાગ કરાવાનો કહ્યો. પણ મેં પ્રભુની તે આજ્ઞા પાળવાનો હજી સુધી કોઈ પ્રયત્ન કર્યો નહીં ! તેના ઉતરતા ક્રમે નીચે આવતા એક દિવસ પણ ચારે આહાર ત્યાગ કરી તે આત્માની શક્તિનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો નહીં. જેથી એક દિવસના ત્યાગથી આગળ વધતા વધતા ૬ મહિના સુધી પણ હું પહોંચી શકું કેવી મારી આહાર–સંજ્ઞાની 'આસક્તિ'. ધન્ય અતનુ પરમાત્મા, જ્યાં નિશ્ચલતા સાર.' સિધ્ધના આત્માઓને ધન્યવાદ જેઓ કાયાથી રહિત બની માત્ર આત્માની રમણતામાં સદા માટે લીન છે. મારો ક્યારે ધન્ય દિવસ આવશે કે હું માત્ર મારા સત્તાગત સિધ્ધપણાને પ્રગટાવવાના પ્રણિધાન પૂર્વક જ જીવન જીવીશ ? જે એક દિવસમાં ચાર આહાર ત્યાગ ન કરી શકે તેને માટે 'એક ભક્ત ચ ભોયણ' દિવસમાં એક જ વાર આહાર અને પાણી વાપરવાનું જેથી શરીરની સમાધિ ટકે સંયમાદિ યોગો સિદાય નહીં તે માટે. જિનાજ્ઞારૂપ આહાર તે પણ પુરુષના ૩ર ને બદલે ૧ ઓછો ૩૧ કોળિયાથી માંડી ૮ કોળિયા પ્રમાણ અને સ્ત્રીને ૨૭ થી ઘટતા ૮ કોળિયા પ્રમાણ ફરમાવ્યું. 'એક કોળિયો પણ કેટલા જીવોના બલિદાનથી અર્થાત્ મારા જેવા સત્તાએ સિધ્ધાત્માના બલિદાન વડે બને ! અને તેના પર મારા શરીરને ટકાવવાનું? ક્યારે શરીરનો મોહ છૂટશે ? આત્માનો રંગ ક્યારે લાગશે ? આમ વિચારણાપૂર્વક પચ્ચક્ખાણ પારતા કે વાપરતા વાપરતા આહારનો મોહ છૂટે અને આત્માનો રંગ લાગતા કરગડૂમુનિને કોળિયો–કેવલનું કારણ બન્યું. ૫૦૦ તાપસો પણ ખીર ખાતાં ખાતાં વિશુધ્ધ અધ્યવસાયે ચઢતા કેવલજ્ઞાનને પામ્યા. ભવના બંધનો નવતત્ત્વ // ૧૪૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ તૂટયા. તત્વજ્ઞાનનું ફળ જ્ઞાનીઓને પરમાં ઊદાસીનતા કહી છે. યોગી જે બહ તપ કરે, ખાઈ રે તરુપાત; ઉદાસીનતા બિનુ ભસ્મ, હતિ સોભી જાય. (૯) જે યોગીઓ ઘોર તપ કરે, પારણામાં માત્ર પડી ગયેલા પાંદડાને ખાય પણ ઉદાસીનતા વિના તો તે ભસ્મમાં આહુતિ સમાન છે. "ઉદાસીનતા શાન–ફલ, પર પ્રવૃત્તિ હૈ મોહ, શુભ નો સો આદરો, ઉદિત વિવેક પ્રરોહ. (૧૦૧) ઉદાસીનતા સુરલતા, સમતારસ ફલ ચાખ. પર–પેખનમેં મત પરે, નિજ નિજમે રાખ.' (૧૦૦) (સમાધિશતક) તત્વપૂર્ણ સ્વરૂપ વિચારતા પ્રવૃત્તિમાં મોહને બદલે ઉદાસીનતા પ્રવર્તે અને તેથી આત્મ નિરક્ષણતા પ્રગટે. આત્માં જેમ પરથી ઉદાસીન થાય તેમ નિજમાં સ્થિરતા પામે તેમ સમરસનો સ્વાદ મળે. અરૂપી આત્માનો આહાર અરૂપી, રૂપી પુદ્ગલભોગથી તૃપ્તિ ન થાય પણ પીડા મળે. આત્મતત્વનો નિર્ણય થવો જ જોઈએ કે કવલાહાર એ આત્માના વિભાવરૂપ છે. 'જ્ઞાનામૃત' મુખ્ય ભોજન છે. એનાથી આત્મા પૂર્ણ પ્રસન્ન બને. અરૂપી આત્માનો ખોરાક પણ અરૂપી જ્ઞાન જ. તેના બદલે રૂપી દેહનો વળગાડ અને તેના કારણે રૂપી આહાર આપવો પડે પણ તેનાથી કદી આત્માને તૃપ્તિ થાય નહીં તેનામાં અતૃપ્તતા વધે. તેથી ગમે તેટલી વાર, ગમે તેટલો આહાર આપવામાં આવે તો પણ તેની માંગ ઊભી રહે. ક્ષણભર તૃપ્તિની ભ્રાંતિ થાય ફરી તેની માંગ ઊભી થાય. સાચી તૃપ્તિ તપથી જ થાય. . વ્યવહારતા નિશ્ચય તપનું કારણ બને ત્યારે જ તે શુધ્ધ તપ કહેવાય. શરીરના કારણે ખાવુ પડે છે તે મારા પાપનો ઉદય છે આથી ખાતા કંટાળો આવે અને તેમાં પસંદગી ભાવતું ન હોય માત્ર ભાડું આપવું પડે છે. હું તનમાં વ્યાપેલો નવતત્વ || ૧૪૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ તનથી ભિન્ન અને તનની શકિતથી ભિન્ન એવી આત્મ શક્તિવાળો છું. એ શકિત વર્તમાનમાં દબાઈ ગઈ છે. આથી હું શરીરમાં પૂરાયેલો છું. હવે મારે પુદ્ગલ ભોગમાં આસક્ત થવું નથી પણ પુદ્ગલ સ્વાદથી નિરાળા થઈને મારે આત્માને નિરાળો કરવાનો છે. આમ જ્યારે નિશ્ચય તપના પરિણમનરૂપ આત્મગુણોની અનુભૂતિ થાય ત્યારે તેના પરિણામ સાર્થક થાય, દ્રવ્યતપથી ઔદારિક કાયા શોષાય. નિશ્ચયરૂપ ભાવતપથી કર્મકૃત કાયા શોષાય, કષાયભાવ શમે ત્યારે આનંદ અનુભવાય. આમ નવતત્ત્વના જ્ઞાન દ્વારા તત્વ નિર્ણય થવો જોઈએ કે તપ એ મારા આત્માનો સ્વભાવ અને આહાર એ વિભાવ. અર્થાત્ આત્મા સિવાય આત્માને કોઈપણ વસ્તુ ઉપાદેય લાગવી ન જોઈએ, સમ્યગ્દષ્ટિ આત્માને સહજ ઉદાસીન નિર્વેદભાવ પ્રવર્તે. ચારિત્ર મોહનીયના ઉદયે કે પ્રમાદ–કાયરતાના કારણે છોડી ન શકે પણ સંસારના સંયોગમાં અકળામણ થાય. છોડવાની રુચિ પ્રગટ થાય. મોક્ષની રુચિના કારણે નિકાચિત કર્મના ઉદયે સંસારની પ્રવૃત્તિમાં પણ રસ તૂટવાને કારણે અને મોક્ષની રુચિના કારણે અનુબંધ મોક્ષ સંબંધી પડે. સંસાર પ્રવૃતિમાં પશ્ચાતાપ, ખેદ, ઉદાસીનતા નિરસતા ભાવ અને સતત વિરતિ ગ્રહણની રુચિના કારણે બિનજરૂરી પ્રવૃત્તિનો ત્યાગ કે મર્યાદાવાળી કરે અર્થાત્ તેને પચ્ચક્ખાણ વિના ન ચાલે. પચ્ચક્ખાણ સફળ ક્યારે થાય ? જ્ઞપરિશાવડે – પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજવું જરૂરી, પચ્ચક્ખાણ શા માટે લેવાનું, તેનું ફળ શું? ન લઈએ તો આત્માને શું અનર્થ ? કોની પાસે લેવાનું ? કઈ વિધિપૂર્વક લેવાનું ? પચ્ચક્ખાણના ઉત્સર્ગ, અપવાદ તથા ભાંગા વગેરે સમજણપૂર્વક લે તો પચ્ચક્ખાણ શુધ્ધ ફળદાયી થાય. જ્ઞપરિશાવડે આત્માને જે જે અહિતકારી સ્વભાવ–સ્વરૂપમાં બાધક અતિચારરૂપ હોય તેનો સમજીને પ્રત્યાખ્યાન પરિક્ષાવડે તેનો આત્માએ કાળમર્યાદાપૂર્વક ગુરુમુખે વંદન કરીને લેવું. પણ મોબાઈલ આદિ આધુનિક સાધનથી ન લેવું. નવતત્ત્વ // ૧૪૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ જ્યારથી જીવ પ્રતિજ્ઞા ધારણ કરે ત્યારથી આત્મવીર્યનું તે સંબંધી વીર્ય અસત્ પ્રવૃત્તિમાં ન જવાનું નક્કી થાય છે.આથી અવિરતિજન્ય અસત્ પ્રવૃત્તિમાં ન જવાનું તે નિમિત્તક કર્મબંધ અટકે. આત્માને સંવરનો લાભ મળે. આમ કર્મકૃત આવશ્યકની સામે જ્ઞાનકૃત્ પ્રત્યાખ્યાન આવશ્યક વડે આત્માનું નિશ્ચય આવશ્યક જ્ઞાનામૃત ભોજન અણહારીપણાનો ભોગવટો સફળ થાય. આવશ્યક એ ધ્યાનયોગરૂપ છે. આથી સાધુના બધા યોગ આવશ્યકરૂપ અને તે ધ્યાનયોગરૂપ જે સર્વવિરતિ વિના ધ્યાન ઘટે નહીં. સાધુ સર્વવિરતિને ધારણ કરનાર છે. તેથી સાધુ જીવન છ આવશ્યક રૂપ જ છે. સર્વવિરતિવાળાને એક દિવસ પણ આવશ્યક ન કરે તો ન ચાલે, અને એક પણ આવશ્યક ઓછું કરે તો પણ ન ચાલે. તેથી સાધુને રોજ પચ્ચકખાણ ફરજિયાત ઓછામાં ઓછું નવકારશીનું કરવું જ પડે. ગમે તેવી બિમારી હોય તો પણ કરવું પડે તેમ પ્રતિક્રમણ પણ કરવું પડે. પ્રતિક્રમણમાં છ આવશ્યક આવી જ જાય. આવશ્યક કયાં સુધી કરવાના? આવશ્યક એ ધ્યાનયોગ છે. ધ્યાનયોગમાં ધ્યેય શું? ધ્યેય સ્વગુણોની પૂર્ણતા. આથી આવશ્યકનો અધિકારી કોણ બને છે? જેને ગુણોની પૂર્ણતાની રુચિ હોય, અને ગુણોની પૂર્ણતા માટે જ જેનો પ્રયત્ન, અર્થાત્ પૂર્ણતા માટે પ્રતિજ્ઞાપૂર્વક જેનો પ્રયત્ન હોય તે નિયમા આવશ્યકનો અધિકારી છે. તેથી સાધુને છ આવશ્યક ફરજિયાત અને જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી છ આવશ્યકની આરાધના કરવી જ પડે. (૨) બીજુ કર્મફત આવશ્યક શરીર. શરીર વડે નમવા અને નાચવારૂપ કર્મકત આવશ્યક અનાદિ કાળથી અસ્થિર શરીર સાથે સ્થિર એવો આત્મા જોડાયેલો છે. આયુષ્ય અને નામકર્મના ઉદયે આત્મા શરીરમાં પૂરાઈ ગયો છે. અર્થાત્ અરૂપી આત્મા રૂપી આહારવાળા શરીરમાં પૂરાઈ ગયો છે. આમ નામકર્મનું કામ અરૂપી નવતત્વ || ૧૪૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ આત્માને વિવિધ−રૂપ-આકારમાં નટની જેમ ગોઠવવાનું અર્થાત્ કઠપૂતળીની જેમ નમાવવાનું અને નચાવવાનું છે. n પંચ પરમેષ્ટિને પંચાંગ પ્રણિપાત વંદન એ શાનીકૃત વ્યવહાર આવશ્યક આપણી આંખ આદિ ઈન્દ્રિયો સામે મનગમતા વિષયો આવે એટલે આંખ નાચવા માંડે, મન દોડાદોડ કરે, શરીર નામકર્મથી અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. સહજ નાચવાનું અને તેનાથી નમવાનું આવશ્યકરૂપે શરૂ થઈ ગયું છે તે કર્મકૃત આવશ્યક થઈ ગયું છે. કારણ આત્માને નમવાનું કોને ? અને નમે છે કોને ? આત્માએ આત્મા સિવાય કોઈને પણ નમવાનું નથી એને બદલે આત્મા સિવાય બધે નમ્યા કરે, નાચ્યા કરે એને ટાળવા વ્યવહાર વંદન આવશ્યક આવ્યું. પંચાગ પ્રણિપાત વડે પંચ પરમેષ્ઠિ સિવાય કોઈને નમવું નહીં. જેમ કાંટાથી કાંટો જાય તેમ વ્યવહાર નમનથી વ્યવહાર નમન જાય અને નિશ્ચિય નમન શરૂ થાય. પંચપરમેષ્ઠીને પંચાંગ પ્રણિપાતરૂપ વ્યવહાર વંદન શા માટે ? જે આત્મા અપુનર્બંધકદશામાં આવે ત્યારથી તેને સ્વાત્મા સન્મુખતાભાવ પ્રગટ થાય. આથી કોઈપણ ક્રિયા કરતા પ્રશ્ન થાય કે આ શા માટે કરવાની ? તેનું ફળ શું ? વગેરે તાત્ત્વિક જિજ્ઞાસાના લક્ષણરૂપ પ્રશ્નો ઉત્પન્ન થાય. જ્યારે સમ્યગ્દષ્ટિને ક્રિયાનો હેતુ, ફળ, સ્વરૂપનું નિશ્ચય હોય છે જ, પોતે ક્રિયા શા માટે કરે છે અને ક્રિયાનું આ જ ફળ મને પ્રાપ્ત થશે તેનો નિશ્ચય ન હોય તો ક્રિયા સમૂર્ચ્છિમ કે સંવેગ વિનાની વેઠરૂપ થાય અને પ્રથમ પ્રશ્ન ઉભો થાય શા માટે હું ક્રિયા કરું છું ક્રિયાનું ફળ શું ? વંદન અધિકારી કોણ બને ? દરેક આત્મામાં જ્ઞાનાદિ પાંચ ગુણો સત્તાએ પૂર્ણપણે રહેલા છે અને તે ગુણોને પ્રગટાવવા માટે વંદન કરવાના છે. જેને પોતાના સત્તાગત ગુણો પ્રગટાવવાની રુચિ ન હોય તે પંચપરમેષ્ઠિને વંદન કરવા અધિકારી બનતો નથી. તેથી અભવ્યોના આત્મા, અચરમાવર્તી એવા ભવ્યજીવો પણ ભાવથી નવતત્ત્વ / ૧૫૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ વંદન કરવાના અધિકારી બનતા નથી. અભવ્ય જીવોના સત્તામાં પાંચે ગુણ પૂર્ણ રહેલા છે છતાં તેમને અનાદિમિથ્યાત્વના કારણે ગુણોને પ્રગટાવવાની રુચિ પ્રગટ ન થાય અને અચરમાવર્તી ભવ્યો જ્યાં સુધી ચરમાવર્તમાં નહીં આવે ત્યાં સુધી તેને સ્વાત્મા પ્રત્યે પ્રેમ–આદર પ્રગટ નહીં થાય ત્યાં સુધી પુદ્ગલ સુખનો તીવ્ર રાગ રહેશે. તેને સ્વગુણની રુચિ પ્રગટ નહીં થાય. તેથી તે પણ વંદનનો અધિકારી ન થાય. 1 અપુનર્બદશાવાળા તથા સમ્યગદષ્ટિ દ્રવ્યથી વંદનાના અધિકારી છે. જ્યારે દેશવિરતિ–દેશથી અને સર્વવિરતિધર વંદનના પૂર્ણ ભાવથી અધિકારી છે. અધિકારી તેને કહેવાય જેને તે વંદન કરે તે તેને પ્રાપ્ત થાય કે પ્રાપ્ત કરી શકે. વંદન કોને કરવાના? અને કોણે કરવાના? જેઓ ગુણથી પૂર્ણ થયા છે તેમને વંદન કરવાના છે. અરિહંત, કેવલી અને સિધ્ધ ભગવંતો ગુણથી પૂર્ણ થઈ ગયા છે તેથી તેઓ વંદનીય છે. પણ તેમણે કોઈને વંદન વ્યવહારથી કરવાના નથી. તેથી તેમને વંદનાદિ એકપણ વ્યવહાર આવશ્યક કરવાના ન હોય. પચાસ હજાર કેવલીઓના ગુરુ ગૌતમ સ્વામી હોવા છતાં પોતે છવસ્થ અને શિષ્યો કેવલી હોવાથી શિષ્યો ગુરુને વંદન કરતા નથી અને તેઓની પર્ષદા પણ જૂદી હોય છે. 3 આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી ગુણથી પૂર્ણ નથી તો તેમને વદન શા માટે? અને શ્રાવક બાર વ્રતધારી પૌષધરૂપ વિરતિમાં હોય છતાં તે પંચાગ પ્રકિપાતપૂર્વક વંદનીય કેમ બનતો નથી? આચાર્યાદિ ગુણથી પૂર્ણતાને ન પામેલા હોવા છતાં તેમણે ગુણની પૂર્ણતા માટે જાવજજીવની (આ જીવન સુધી) પ્રતિજ્ઞા ધારણ કરી છે. તેમાં કોઈ છૂટછાટ રાખી નથી.કરેમિ ભંતે સામાઈય' હું જાવજજીવ સર્વ પાપનો ત્યાગપૂર્વક મારા સમતા સ્વભાવ (વીતરાગ)માં રહીશ એની મહાભીષ્મ પ્રતિજ્ઞા ધારણ કરી છે.' તેમાં કોઈ અપવાદ કે છૂટછાટ રાખી નથી અને તે વીતરાગતા પ્રગટાવવા માટે જ જીવન જીવી રહ્યા છે. તેમાં ભૂલથી પણ અજ્ઞાનવશ કષાયભાવ થઈ જાય તો તેનો નવતત્વ // ૧૫૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ અતિચાર લાગે અને તેનું પ્રતિક્રમણ કરવા વડે તેની શુધ્ધિ કરવી પડે. આથી તે પણ વંદનીય બને. આથી વંદનનો પૂર્ણ અધિકાર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને જ છે. તેઓ નાના સંયમ ગુણ પર્યાય સાધુઓને અને સાધ્વી પરસ્પર નાના-મોટાને વંદન કરે. ઉતરાધ્યયનના વિનય અધ્યયનમાં વિનયનો મુખ્ય અધિકાર માત્ર અણગાર ભિક્ષુકને કહ્યો છે. સંજોગા વિધ્વમુક્કસ, આણગારર્સ ભિખૂણો, વિનય પાઉરિસ્સામ, અણપુલિં સુહ છે. આવા માતાપિતાદિ બાહ્ય સંજોગો જેણે સદા માટે છોડી દીધા છે અને હવે અંદરના-કર્મ– કષાય-વિષય–સંયોગરૂપ સંસારને છોડવા ભિક્ષાચર્યા વડે જે કર્મનો ભેદ કરવા જે તત્પર છે તેવા ભિક્ષુકને હું વિનય અધિકાર પ્રગટ કરીશ તે તું (જબૂવિજય) સાંભળ! सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङ्कत : । शुध्धबुध्ध स्वभावाय, तस्मै भगवते नमः ॥ | (શાનસાર) જે મહાત્મા પુરુષનું ધર્માનુષ્ઠાન સમ્યજ્ઞાનથી સહિત છે અને મોહના (પદગલિક આશંસાથી રહિત) દોષરૂપી કાદવ કીચડથી મલિન થયું નથી એવા શુધ્ધ (નિર્મળ) બુધ્ધ (જ્ઞાનમય) સ્વભાવવાળા તે પૂ. મહાપુરુષોને વ્યવહારનયે વંદનીય છે. નિશ્ચયનયે તો મારા સત્તાગત શુધ્ધ–બુધ્ધ (જિન) તેમને હું વંદન કરું છું "અહો ! અહો ! હું મુજને કરું, નમો મુજ નમો મુજ રે (૫. આનંદઘનજી મહારાજ) વંદનીયમાં પ્રથમ જિનવચન પ્રમાણે માન્યતા શુધ્ધ જ હોવી જોઈએ. તેમાં અપવાદ કે ઓછીવતી ન ચાલે અને શુધ્ધ માન્યતા પ્રમાણે આચરણા હોવી જોઈએ. કદાચ કારણે આચરણા પૂર્ણ ન પાળી શકે છતાં આચરણનો પક્ષપાત અને પશ્ચાત્તાપ હોય તો તે પણ વંદનીય બને. નવતત્વ // ૧પર Page #155 -------------------------------------------------------------------------- ________________ તે બીજું વ્યવહાર કૃત આવશ્યક : વંદન. આત્મગુણોમાં વીર્યનું પરિણમન થવું તે. 1. વંદન કરનારે વંદન કરતી વખતે કયો ઉપયોગ મૂકવો જોઈએ? વંદન આવશ્યક એ એક ધ્યાનયોગ રૂપ છે. અર્થાત્ વંદન કરતા ધ્યાનરૂપ થવાનું છે. વંદન આવશ્યક આત્માની પ્રતીતિ અને અનુભૂતિનું પરમ સાધન છે. કર્મકૃત જીવ જે ગુણની પૂર્ણતા નથી પામ્યો તેને માટે સર્વજ્ઞ કથિત આ પંચપરમેષ્ઠિઓને વંદનારૂપ વ્યવહાર આવશ્યક સર્વજ્ઞ બનવા માટે છે અને જે ગુણી પૂર્ણ બની ગયા છે એવા કેવલી, અરિહંત સિધ્ધોને વંદન આવશ્યક માત્ર નિશ્ચયરૂપ છે. નિશ્ચયવંદન સ્વાત્મ વીર્યનું સ્વગુણોમાં પરિણમવારૂપ હોય આથી વ્યવહાર આવશ્યકની સાથે આંશિક પણ નિશ્ચય આવશ્યક ભળે ત્યારે તે આવશ્યકમોક્ષ સાધક (વંદન આવશ્યક) બને. તેના પૂર્ણ ફળરૂપે નિશ્ચય આવશ્યક પ્રગટ થાય. આથી વંદન કરનારને વ્યવહાર–નિશ્ચયાત્મક (જ્ઞાનક્રિયા જ માત્ર) મોક્ષનો સતત ઉપયોગ હોવો જોઈએ. નહીં તો દ્રવ્યાવશ્યક માત્ર પુણ્યબંધના કારણરૂપ બને. D મારે વંદન શા માટે કરવાનું? - અજ્ઞાનદશામાં રહેલા મારા આત્માએ પૂર્વે આયુષ્યાદિ કર્મોનો બંધ કર્યો તેના ઉદયથી હું શરીરમાં રૂપમાં પૂરાયો–ગોઠવાયો છું અને મારા આત્મા સિવાય મારે કોઈને વંદન કરવાના નથી. નિશ્ચયથી મારો સ્વભાવ મારા આત્માને વંદન કરવાનો છે. હું કર્મના ઉદયથી પુદ્ગલરૂપ પ્રાપ્ત શરીરાદિ કાયયોગાદિ વડે આત્મા સિવાય સર્વત્ર નમ્યો, નાચવાનું મારું વિભાવરૂપ શરૂ થયું છે. તો તે વિભાવરૂપથી મૂક્તિ થાય- કાયા રૂપાદિમાંથી નીકળવા સર્વજ્ઞ કથિત તેના ઉપાયરૂપ પંચાંગ પ્રણિપાત રૂ૫ વંદન આવશ્યક કરવાનું છે. વંદનીયમાં કોને મારે વંદન કરવાના છે? જેને હું વંદન કરું છું તે કોણ છે? તેનો ઉપયોગ જોઈએ, અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ, તેના ગુણોનું સ્મરણ અને તેના સ્વરૂપ અવસ્થાનું નવતત્વ || ૧૫૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાન જોઈએ. અરિહંત સ્વભાવથી પૂર્ણ, સિધ્ધ સ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણ અને આચાર્યાદિસ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણત્વના સાધક છે અને તેના જ ઉપદેશક અને પાલન કરનારા અને કરાવનારને સહાય કરે છે. પંચપરમેષ્ઠિ સિવાય બીજે બધે ઉપચાર માત્રવિનય હોય. પરમદષ્ટિને જે સિધ્ધ કરે સાથે (સ્વભાવ–સ્વરૂપ) તે અને બીજાને સિધ્ધ કરાવે તેતે પરમેષ્ઠિ કહેવાય. તે પરમ એટલે શું? આત્મા સિવાય અન્ય કોઈપણ દ્રવ્યમા ન હોય અને આત્મામાં જે છે તે બીજામાં જઈ ન શકે અને આત્મામાં સદા રહી શકે તે આત્માના જ્ઞાનાદિ ગુણો પરમ છે અને તે આત્માને ઈષ્ટ છે. એ સિવાય આત્માને કોઈપણ વસ્તુ ઈષ્ટ નથી. કારણ કે પર વસ્તુ આત્મામાં સદા રહી શકતી નથી. આથી પરમેષ્ઠિ પાસે આત્માના જ્ઞાનાદિ ગુણો જ સદા રહેવાના છે અને તે જ યોગ્ય જીવમાં તેનો વિનિયોગ કરી શકે છે. આથી પરમેષ્ઠિને પરમ જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતા માટે જ વંદન કરવાનું છે. તે ઉપયોગ હોવો જોઈએ. પંચાગ પ્રણિપાત વંદન શા માટે? પાંચ અંગો (બે હાથ, બે જાનુ અને મસ્તક) જમીનને અડે તે રીતે પાંચેય અંગો નમાવવાપૂર્વક વંદન કરવું તે પંચાગ પ્રણિપાત વંદન કહેવાય. પણ તેમાં ગુણરૂપ ભાવ ન ભળે તો તે દ્રવ્ય વંદન કહેવાય. ભાવ વંદન ક્યારે થાય? જ્યારે ગુણોની પૂર્ણતાનો લક્ષ કરીને વંદન કરતો હોય પણ શુભભાવ ન હોય તો ગુણમય ન બને. માત્ર ગુણમય બનવાની શુભભાવના ભાવતો હોય તો તે ભાવ વંદન થાય. આથી અપુનર્બકદશા અને સમ્યગદષ્ટિને ભાવની પ્રધાનતા હોય પણ વિરતિના અભાવે સ્વભાવમય ન બને. નવતત્ત્વ // ૧૫૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવમય વંદન ક્યારે થાય ? પંચાંગ પ્રણિપાત પાંચ અંગરૂપ કાયાના નમન રૂપ ક્રિયા છે. ક્રિયામાં જ્ઞાનાદિ શુધ્ધ ગુણો પરિણામ પામે તો સ્વભાવમય વંદન ગણાય. 'જે જે પૂજા તે તે અંગે, તુ તો અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાનને પૂરે; (પૂ. માનવિજય મા.સા.) વંદન કરતી વખતે ઉપયોગ જોઈએ કે હું જે પાંચ અંગો વડે પરમેષ્ઠિને વંદન કરું છું. તે તે અંગોએ હું (આત્મા) નથી પણ તે ઔદારિક કાયાદિ યોગરૂપ છે અને તેમાં મારા આત્મામાં રહેલું આત્મવીર્ય પ્રવર્તે છે. તેથી જડ કાયારૂપ અંગ નમે છે, કાયા જડ છે. નમન આત્મવીર્ય છે. ભાષા વર્ગણા—વચન જડ છે. પણ તેમાં આત્મવીર્ય ભળવાથી સૂત્ર-સ્તુતિ—ગુણ માત્ર બોલવારૂપ ક્રિયા થાય છે. મન પણ મનોવર્ગણારૂપ જડ છે પણ તેમાં ભાવરૂપ વિચાર આત્મવીર્ય દ્વારા જ્ઞાનાદિગુણમાં ભળવાથી ક્રિયા મનથી થાય છે. આમ પાંચ અંગ અને મન–વચન—કાયા તે જડ છે, તે માત્ર ક્રિયા કરી શકતા નથી પણ તેમાં આત્મવીર્ય અને જ્ઞાનાદિ ગુણો ભળે ત્યારે તે ભાવ કે સ્વભાવ ક્રિયારૂપ થાય. ધ્યાનરૂપે ક્યારે થાય ? ધ્યાતા અને ધ્યેયની એકત્લ થાય ત્યારે ધ્યાન થાય. 'ચિદાનંદ કેરી પૂજા નિર્વિકલ્પ ઉપયોગ, આતમ પરમાતમને અભેદે, નહિ કોઈ જડનો જોગ.' (૫. માનવિજય મ.સા.) વંદન પૂર્વે સૂત્ર બોલાય છે ઃ ઈચ્છામિ ખમાસમણો વદિ જાવણિજ્જાએ, નિસીહિઆએ મન્થમેણ વંદામિ' જે ક્ષમાદિ ગુણથી પૂર્ણ છે કે પૂર્ણ થવાના પૂર્ણ પ્રયત્નવાળા છે તેમને તે ગુણો મારામાં પૂર્ણ કરાવે માટે વંદન કરવાને ઈચ્છું છું. કાયાદિ રૂપે હું નથી તેથી આ કાયાદિમાંથી સદા નીકળવા તેમજ દ્રવ્યપ્રાણોથી સદા છૂટી હું માત્ર નવતત્ત્વ // ૧૫૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાવપૂર્ણરૂપમારુંશાશ્વત જીવન જીવતોથાઉંમાટે વર્તમાનમાંક્ષયોપથમિકભાવથી પ્રગટેલા જ્ઞાનાદિ ભાવ પ્રાણો વડે જ્ઞાનાદિ પૂર્ણ ભાવપ્રાણોને વંદન કરું છું. વ્યવહારથી શરીરાદિયોગો વડે અપ્રમતપણે વંદન કરવા છતાં નિશ્ચયથી ગુણરૂપ પ્રાણોથી વંદન કરું છું. તેવો પ્રબળ ઉપયોગ પ્રવર્તે તો અપૂર્વનિર્જરા થાય. ત્યારે ધ્યાતા–આત્મા–ધ્યેય તેના ગુણો તે મય બનીને વંદન કરે તો તે ધ્યાનરૂપ થાય. જો માત્ર શરીરથી વંદન કરે તો શાતાવેદનીય બંધાય. આત્મામાંથી કરે તો આત્માને લાભ થાય. આત્મ સ્વભાવથી વંદન થાય તો આત્મ સ્વભાવનો લાભ થાય. આત્મામાં રહેલા નિશ્ચયથી અંતરંગ પરમેષ્ઠિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય છે. તેને ઓળખી તેની રુચિપૂર્વક તે મય બની પરમેષ્ઠિને વંદન થાય તો અર્થાત્ અરૂપી તેવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય પરિણામ વડે અરૂપી એવા જ્ઞાનાદિ પૂર્ણ ગુણને વંદન થાય ત્યારે નિર્જરા અર્થાત્ ગુણની શુધ્ધિ વૃધ્ધિ કે અંતે પૂર્ણતા થાય. માત્ર પંચ પરમેષ્ઠિના અંગ આકાર રૂપ આદિને (પ્રતિમાને) લક્ષ કરીને વંદન કરવામાં આવે તો શાતા બંધાય, આ ક્રિયાથી અકામ નિર્જરા થાય. यः सिध्धात्मा परः सोडहं, सोडहं स परमेश्वरः॥ मदन्यो न मयोपास्यो मदन्येन नचाप्यहम् (યોગ પ્રદીપ) જે સિધ્ધાત્મા તે હું જ છું અને પરમેશ્વર પણ હું જ સત્તાએ છું. તેથી હું મારો જ ઉપાસ્ય છું. હું મારાથી જુદો નથી. આથી મારે મારા સાગત સિધ્ધ પરમાત્માની ઉપાસના કરવાની છે. a વ્યવહાર આવશ્યક નિશ્ચય આવશ્યકરૂપ ક્યારે બને? સાધક, સાધન અને સાધ્ય ત્રણનો ઉપયોગ હોવો જોઈએ. સત્તાએ હું સ્વરૂપથી અક્ષય (અમર), અરૂપી (નિરંજન), નિરાકાર, અગુરુલઘુ, અવ્યાબાધ એવો સિધ્ધાત્મા છું. સત્તાએ અનંત કેવલજ્ઞાન-કેવલદર્શન વીતરાગ (અનંત આનંદ)અને અનંતવીર્યનો ભોગી એવો સાધક છું. મન, વચન અને કાયા ત્રણ યોગરૂપ સાધન છે. તેની સાથે સૂત્રોચ્ચાર એ પૂજા દ્રવ્ય સાધન છે. યોગ અને નવતત્વ // ૧૫૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોની શુધ્ધ ઉચ્ચારણા કરવારૂપ પ્રથમ યોગસ્થિરતા કરવાની તે ક્રિયારૂપ છે અને સમકિતનો પરિણામ હોય તો ક્રિયા સાધનરૂપ લાગે. ક્રિયામાં ઉદાસીન પરિણામ આવે નહીંતો ક્રિયામાં ધર્મની પૂર્ણતા લાગે. માન કષાયના ઉદયથી પોતે બીજા કરતા સારી અપ્રમત્ત ક્રિયા સાધના કરી રહ્યો છે તેવું લાગે. આત્મા અહીં અટકી જાય. આત્મામાં પ્રવેશ અટકી જાય. સમકિતના પરિણામથી કાયા એહું નહીં. તેથી કાયાથી છૂટવાનો પરિણામ હોવાથી ઉપયોગની સ્થિરતા થતાં ઉપયોગ ધારા આત્મસ્વરૂપમાં સૂત્રના અર્થના ઉપયોગ દ્વારા તદાકાર બને. તેથી સૂત્રના અર્થના ઉપયોગ વડે વંદનીય ગુણોનું અને સ્વરૂપનું સ્મરણ કરવા વડે પોતે પણ સત્તાએ તે જ સ્વરૂપવાન અને ગુણવાન છે તો હવે હું પણ તે જ રીતે થઈ જાઉં. આમ ધ્યાન સ્વયં ધ્યેયમાં સ્વકાયાદિને ભૂલીને તેમાં તદાકાર થાય ત્યારે તેમાં ધ્યાન સિદ્ધ થાય. ત્યારે વ્યવહાર આવશ્યક નિશ્ચય આવશ્યક રૂપે થઈ ગુણની અનુભૂતિ અને અપૂર્વ નિર્જરાનું કારણ થાય. a પાંચ શાનાદિ ગુણાંશ વડે પાંચ શાનાદિ ગુણની પૂર્ણતારૂપ નિશ્ચય વંદના કઈ રીતે થાય? (૧) શાનાશવડે કેવલજ્ઞાનને વંદના: - વંદન કરતી વખતે સાધક આત્મા ક્ષયોપશમભાવથી પ્રગટ મતિ–શ્રુત જ્ઞાન વડે પ્રગટેલ કેવલજ્ઞાનાદિ ગુણોનું સ્મરણ અને પોતાના સત્તામાં પણ કેવલ જ્ઞાનાદિ ગુણો છે. પણ તે કર્મથી આવરિત છે અને તેના અલ્પ ઉઘાડરૂપ મતિ–શ્રુત જ્ઞાન વડે પોતે પોતાના આત્માને કાયાથી ભિન્ન આત્મા રૂપે જાણી એવા કેવલીને વંદના કરે. (૨) સમ્યમ્ દર્શન વડેઃ હું સત્તાએ સિધ્ધ સ્વરૂપી અને ગુણથી વીતરાગ કેવલી પરમાત્મારૂપ છું, અને મારા વંદનીય લોકોને સિધ્ધ સ્વરૂપે તથા પાંચમે અનતે રહેલા અને મહાવિદેહમાં સદેહે રહેલા પ્રગટ કેવલી તથા તીર્થંકર પરમાત્મા અને ગુણથી જેઓ પૂર્ણ છે તેવી પ્રતીતિ કરવારૂપ અને પોતાના આત્મસત્તામાં પણ પૂર્ણતા નવતત્વ || ૧૫૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ રહેલી છે. તેને પ્રગટ કરવાની તીવ્ર રુચિ, ઝંખના પૂર્વક પામવાની ઝંખના (ભાવના) પૂર્વક વંદના કરવી. (૩) ચારિત્રાશવડે ચારિત્રને વંદનાઃ વ્યવહારથી દેશ કે, સર્વના ત્યાગરૂપ સર્વવિરતિની પ્રતિજ્ઞા સ્વીકારવા વડે સાથે પૂર્ણ વીતરાગતા પ્રગટે તેવી રુચિપૂર્વક ઉદાસીનતા નિઃસંગદશા સાથે વિતરાગતાના અંશરૂપ વિરતિ પરિણામરૂપ આત્મરમણતાને અનુભવવારૂપ ચારિત્ર વંદના કરે. (૪) તપ વડે તપને વંદના: બાહ્ય–અભ્યતર યથા શક્તિ તપના પચ્ચખાણપૂર્વક વિષય કષાય વૃત્તિઓના સંપૂર્ણ રોધપૂર્વક રુચિ સહિત વર્તમાનમાં આંશિક ભોગવવા રૂપ તૃપ્તિને અનુભવવા પૂર્વક પૂર્ણ તૃપ્તિને ભોગવવા વંદન કરવું. (૫) વીર્યગણ વડે વીર્યને વંદના | સર્વ બાહ્ય પાપ પ્રવૃત્તિઓના નિષેધ પૂર્વક અને મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક અપ્રમત્તભાવે કાયાના અધ્યવસાય તોડીને સર્વોત્તમ પ્રદેશોમાં તથા જ્ઞાનાદિ ગુણોમાં અપૂર્વ વર્ષોલ્લાસપૂર્વક અનંતવીર્યના સ્વામી બનેલાઓને વંદના કરવી. વંદના સૂત્ર અર્થ ઈચ્છામિ ખમાસમણો વદિઉં જવરિજાએ નિસીરિઆએ મત્વએ વદામિ.' હે ક્ષમા તપાદિ ગુણોમાં રકત તેવા શ્રમણ, તમારા ગુણનો હું પણ ભોગી બને તેવી રુચિવાળો હું તે ગુણ પામવા સિવાયની સર્વ ઈચ્છા પ્રવૃત્તિઓનો ત્યાગ પૂર્વક વંદન કરવાને ઈચ્છું છું. આપ મને આપના અવગ્રહમાં પ્રવેશવાની રજા આપો. નમસ્કાર (વંદનની) ક્રિયા એટલે સ્વદોષના ત્યાગ અને સ્વગુણો પ્રગટાવવા લોકોત્તર વ્યવહાર નિશ્ચય મિશ્રિત–જ્ઞાન ક્રિયાયોગ અનુષ્ઠાનનો છે. નવતત્ત્વ || ૧૫૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ | નમસ્કાર મહામંત્ર : પંચમંગલ મહાશ્રુત સ્કંધ એ પરમેષ્ઠિ વંદના મુખ્ય સૂત્ર છે. અર્થાત્ વિનય પદ છે. વિનય એટલે જે આઠ કર્મોને દૂર કરે છે અને પઢમં હવઈ મંગલમ્માં તેની પૂર્ણતા થાય.'નમો એ સમ્યગદર્શન પદ રૂપ હું શરીરાદિ રૂપ નથી પણ હું શુધ્ધ સિધ્ધ સ્વરૂપી શુધ્ધ આત્મદ્રવ્ય છું અને કેવલજ્ઞાનાદિ પૂર્ણ ગુણરૂપ છું. આમ સ્વઅસ્તિત્વના પૂર્ણ સ્વીકારરૂપે અને તે જ રૂપે થવાની રુચિરૂપ છે. અરિહંતપદ-સ્વભાવની પૂર્ણતા પ્રગટરૂપ, સિધ્ધપદ– સિધ્ધસ્વરૂપ પદની પ્રગટતારૂપ અને આચાર્યપદ – ગણપદ તે પૂર્ણતાને પ્રગટ કરવાના પ્રયત્નવાળાને વંદનારૂપ છે, 'એસો પંચ નમુકકારો' એ પંચપરમેષ્ઠિને વ્યવહારપદ સમૂહરૂપ વંદન. અર્થાત્ સર્વ અરિહંતો, સિધ્ધો, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને સમૂહરૂપ એકી સાથે વંદનરૂપ ત્યાં એસોપદ 'નિશ્ચયસ્વરૂપ' વંદનરૂપ છે, એસો એટલે વંદના કરનાર સાધક આત્મા તેમાં ક્ષયોપથમિકભાવે પ્રગટેલા જ્ઞાનાદિ પાંચ ગુણો વડે વ્યવહારમાં બિરાજમાન પરમેષ્ઠિ આત્માઓના ગુણોને અને સત્તાગત સર્વ જીવરાશિમાં રહેલા જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતાને પોતાના સત્તાગત જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતા પ્રગટ થાય તે લક્ષે સ્વયં માત્ર આત્મરૂપે તથા આત્માના ગુણમય થવારૂપ અપૂર્વ વર્ષોલ્લાસપૂર્વક અપ્રમત્તપણે દેહાધ્યાસ ટાળીને કરાતી વંદના સર્વ પાપક્ષયરૂપ થવા વડે આત્મા સર્વ પાપ રહિત શુદ્ધ અવસ્થારૂપ આત્માની પૂર્ણ પરમેષ્ઠિપદની શાશ્વત સિધ્ધ અવસ્થાએ પરમ મંગળ પ્રગટ થાય. એટલે પઢમ હવઈ મંગલ' કાયમી મંગલ. આમ જિનશાસનની શરૂઆત નમસ્કાર મહામંત્રથી થાય અને સમગ્ર દ્વાદશાંગીનો વિસ્તાર પઠન તે સૂત્રને અર્થથી આત્મામાં તત્ત્વરૂપે પરિણમતા તેના વિસ્તાર રૂપ છે. માટે ૧૪ પૂર્વના પણ જ્ઞાતા એવા.મહર્ષિઓ અંતિમ સમયે માત્ર નમસ્કાર મહામંત્રમાં જ લયલીન થઈ જાય છે. આથી નમસ્કાર મહામંત્રની સિધ્ધી પરિણતી રૂપે જ્યાં સુધી આત્મામાં ન થાય ત્યાં સુધી તે પછીના સૂત્રોનો અભ્યાસ કરવા દ્વાદશાંગી સુધી ભણવું પડે. જેને એક સૂત્ર પણ પરિણમન પામવા નવતત્ત્વ // ૧૫૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ વડે આત્મા તે મય બની જાય અને તેના ફળરૂપે આત્મા ગુણથી પૂર્ણ થઈ જાય પછી તેને આગળ ભણવાની જરૂર રહે નહીં. ત્રિકાળવદન વ્યવહાર શા માટે? ત્રિકાળ વંદન એ વ્યવહાર આત્માને વંદન આવશ્યકસદા માટે સૂચનારૂપ છે. વ્યવહાર વંદન જ્યાં સુધી પૂર્ણ નિશ્ચય કાયમરૂપ નહીં બને ત્યાં સુધી વ્યવહાર આવશ્યક ઊભું રહે છે. જે વ્યવહાર આવશ્યકને નિશ્ચયરૂપે પરિણામાવી શકે તેને વ્યવહાર આવશ્યક છૂટી જાય. બાહુબલીને કેવલજ્ઞાન પ્રગટે પછી મારે ભાઈઓ પાસે જવું એવો દઢ પ્રણિધાનપૂર્વક પૂર્ણ ગુપ્તમાર્ગમાં એક વર્ષ રહેવા છતાં જે કાર્યન થયું તે નિશ્ચય વંદના લક્ષે માત્ર ડગલું ઉપાડવામાંથી જ કેવલજ્ઞાન પ્રગટ થયું. તેમ જે સવારે વંદન આવશ્યક પૂર્ણ શુધ્ધ કરે તો તેને પછીના કાળે વંદન આવશ્યકની જરૂર રહે નહીં. આથી સવારે ન થાય તો બપોર સુધી શુધ્ધનો લક્ષ દઢ કેળવાય, બપોરે નહીં તો સંધ્યાએ શુધ્ધ થાય. આમ પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી પૂર્ણતાની જાગૃતિ–પૂર્ણતાની સિધ્ધિ માટે જ્ઞાનીઓએ વિવિધ-વ્યવહાર–ઉપચારો બતાવ્યા છે. સ્વભાવ વંદનથી થતા લાભો: જ્યારે આત્મા પોતાના સ્વભાવલક્ષથી અર્થાત્ ગુણમય બનીને દેહાતીતભાવ ભૂલીને વંદના કરે ત્યારે અપૂર્વ નિર્જરા થાય, આનંદની અનુભૂતિ થાય. ક્રિયારૂપ યોગમાં શ્રમ ન લાગે અને અધિક અપ્રમત્ત ભાવે ક્રિયાનો ઉલ્લાસ ભળે. વિર્યશક્તિની અંશથી વૃધ્ધિ થાય. મોહ ઘસાતો ઘસાતો ઉચ્છેદ પામે. તેથી તમામ ઈચ્છાઓનો અભાવ થાય. પરમ સંતોષ પ્રસન્નતા અનુભવાય. જ્યાં સુધી પૂર્ણ નિર્જરા નહીં થાય ત્યાં સુધી પૂર્ણ સ્વભાવના અભાવમાં પ્રશસ્તભાવને કારણે શુભ અનુબંધ પડશે. તેથી પૂર્ણ નિર્જરાને યોગ્ય સંઘયણબળાદિ સામગ્રી પ્રાપ્તિ થાય. આમ સ્વભાવ વંદન એ નિશ્ચય વંદન છે. તેમાં જ્ઞાનાદિ ગુણોની પ્રધાનતા અને વ્યવહારમાં યોગની પ્રધાનતા હોય, જ્યારે આત્મા વિકલ્પ રહિત થાય ત્યારે ધ્યાનની સ્થિરતા. આથી નિશ્ચય દષ્ટિ કેળવ્યા વિના વ્યવહાર શુધ્ધ ન થાય. નવતત્વ // ૧% Page #163 -------------------------------------------------------------------------- ________________ "નિયયદષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહવાર પુણ્યવત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.' ગાથા-પs (પૂ. મહો. યશોવિજયજી મ.સા.) "આત્મશાન નહીં જયાં સુધી ફોગટ કિયા કલાપ ભટકો ત્રણે લોકમાં, શિવસુખ લહો ન આપ.' (અનુભવમાળા) n નિશ્ચયનય તથા વ્યવહારનયઃ જો નિશ્ચય વ્યવહારને મજબુત કરે તો નિશ્ચય શુધ્ધ કહેવાય, અર્થાત્ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એ શુધ્ધ મોક્ષમાર્ગ છે. જ્યાં સુધી સ્વસ્વરૂપનો નિર્ણય ન થાય અને પરનો પરરૂપે નિર્ણય ન થાય ત્યાં સુધી સ્વમાં સ્થિર થવાનું અને પરથી પર થવારૂપ મોક્ષમાર્ગની આરાધનાની શરૂઆત નથી. મિથ્યાત્વના કારણે પરને સ્વ સ્વરૂપે સ્વીકારની પકડ હોવાથી સર્વશની વાત સ્વીકારી શકતો નથી ત્યાં સુધી ક્રિયારૂપ કરેલ વ્યવહાર ધર્મ આત્મહિતના કાર્યનું કારણ બનતું નથી, તેથી સર્વજ્ઞનો મોક્ષ માર્ગ નિશ્ચય-વ્યવહાર (જ્ઞાનક્રિયારૂપ)થી સમજવો જરૂરી છે. છતાં જ્યાં સુધી નિશ્ચયપૂર્વક વ્યવહાર ન સમજાય ત્યાં સુધી વ્યવહાર છોડી ન દેવો કારણ કે અનાદિથી આત્મા કર્મને આધીન બનેલો, કષાયને પરવશ થયેલો, આત્માના સ્વભાવ-વિરૂધ્ધ વ્યવહાર કરી રહ્યો છે. આથી તેમાથી છૂટવા સર્વજ્ઞકથિત વ્યવહારના સંસ્કારની જરૂર રહે પણ તે નિશ્ચયના સમજણ પૂર્વકના થાય ત્યારે સફળ થાય. આથી વ્યવહાર જ્ઞાનપૂર્વક સુધારવાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. ધર્મનું વર્તમાન ફળ પ્રાપ્ત કરવા વ્યવહાર દ્વારા નિશ્ચયને પકડે તો જ ધર્મનું ફળ આત્મ સ્વભાવરૂપ ધર્મની પ્રાપ્તિ (ચિત પ્રસન્નતા - સમતાદિવૃધ્ધિ) થાય નહીં તો માત્ર પુણ્યબંધ અને શુભ સંસ્કારનો લાભ થાય. નિશ્ચયથી સર્વજ્ઞકથિત વ્યવહાર ધર્મની દ્રઢ શ્રધ્ધાવાળો – ચેતનવંતો થાય, જે સ્વપરને સંવેગ ભાવજનક બને અર્થાત્ નિશ્ચય-વ્યવહારને મજબુત કરે, વ્યવહાર વગર નિશ્ચય ટકી શકે નહીં. નવતત્વ // ૧૦૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ સામાયિક યોગ (વ્યવહારમાં) સમતાનો પરિણામ અર્થાત્ સાવધ પ્રવૃત્તિથી નિવૃત્તિ રૂપ જેટલી સહજ થઈ શકે તે સામાયિક. સામાયિક લીધેલ હોય ત્યારે ફોનની રીંગ વાગતા તેને સહજ લેવાની પ્રવૃત્તિ નહીં કરે કારણ ઉપયોગમાં છે કે 'હું સામાયિકમાં છું.' તેથી તે પાપ પ્રવૃત્તિથી સહજ અટકી જશે. પણ સામાયિક પાર્યા પછી તે અટકી શકશે નહીં. વિધિપૂર્વક સામાયિક દંડક ઉચ્ચારવારૂપ વ્યવહાર ક્રિયા છે. તેમાં ઉપયોગ એ નિશ્ચય છે. સામાયિક વ્યવહારથી – પાપ નિવૃત્તિ સહજ બે ઘડી સુધી ટકી શકે. આમ વ્યવહાર એ નિશ્ચયનું કારણ બને. અર્થાત્ જ્ઞાન પૂર્વકની ક્રિયા ફલવાન બને. ત્રીજું વ્યવહારકુંત આવશ્યક : સામાયિક છ આવશ્યકમાં પ્રધાન આવશ્યક સામાયિક છે. સામાયિક વિના ગુણસ્થાનકમાં પ્રગતિ નથી. શા માટે ? આહારમાંથી ઈન્દ્રિયોનું સર્જન છે. એટલે આત્મા ઈન્દ્રિયોથી જ્ઞાન કરે છે તે આત્મા માટે કર્મકૃત બંધન આવ્યું. વિષય સુખનું ઝેર ઈન્દ્રિયો આત્માને પીવડાવે છે. તેથી વિષયનું સુખ મને ન જ જોઈએ. તેનાથી છૂટવા સામાયિક આવશ્યક છે. સામાયિક દ્વારા વિષયોથી દૂર થવાનું છે. તે માટે ત્રણ વસ્તુની સમજણ ખૂબ જરૂરી છે. n સાધ્યું, સાધન અને સાધના તે સમજવા જોઈએ. તે માટે જીવ– જીવન અને જીવવું. આ ત્રણ સમજવા જોઈએ. હું જીવરૂપે શું છું ? 'હું દ્રવ્યરૂપે આત્મા છું' (જીવ દ્રવ્ય છું.) સ્વરૂપથી અક્ષય સ્થિતિવાળો છું. અર્થાત્ મારૂ મૃત્યુ નથી. અજર–અમર સ્વરૂપવાળો છું. અબહમ અમર ભયેંગે નહિ મરેંગે યા કારણ મિથ્યાત્વ દીઓ ત્યજ, કર્યું કર દેહ ધરેંગે.' (૫. આનંદઘનજી) દેહ એ હું આત્મા આ મારી ભ્રમ માન્યતા તુટી ! દેહરૂપ આકારનો નવતત્ત્વ // ૧૬૨ • Page #165 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય નાશ છે. હું રૂપ આકારથી રહિત રૂપાતીત નિરંજન-નિરાકાર, દેહથી નિરાળો – દેહાતીત એવો અજર અમર આત્મા છું. હું અસંખ્ય–પ્રદેશી–જેના એક પ્રદેશ પણ તુટવાના-બળવાના-કપાવાના નથી એવો હું અખંડ આત્મદ્રવ્ય છું અર્થાત્ મારા આત્મ દ્રવ્યનું કોઈ છેદન ભેદન દહન કરી શકશે નહીં અને હું અગુરુલઘુ-ઊંચો નીચો નહીં હલકો–ભારે નહીં તથા અવ્યાબાધ કોઈથી પીડા પામવાના સ્વભાવવાળો નથી તેમ કોઈને પણ પીડા આપવાના સ્વભાવવાળો પણ નથી. એવો હું અરૂપી નિર્મળ જીવ દ્રવ્ય સ્વરૂપ છું!મારું જીવન શું? જીવદ્રવ્યરૂપી આત્માના અસંખ્ય પ્રદેશો – તેના એક એક પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત તપ, અનંતવીર્ય એ સ્વભાવરૂપ મારૂ જીવન છે. અર્થાત્ તે મારા ભાવપ્રાણ છે અને તે જ્ઞાનાદિ ભાવપ્રાણ રૂપે મારે જીવવાનું છે. અર્થાત્ જ્યારે શુધ્ધ જ્ઞાનના ઉપયોગપૂર્વક–સમ્યગદર્શનના પરિણામપૂર્વક ચારિત્ર (આત્મરમણતામાં) કાર્યરત મારો આત્મા બને ત્યારે હું જીવી રહ્યો છું એમ કહેવાય. (૧) સાધ્ય ઃ જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતા કરવા વડે અક્ષયાદિ શુધ્ધ સ્વરૂપનું પૂર્ણ પ્રગટીકરણ કરવું તે. 3સૌ પ્રથમ આપણે સાધ્ય શું? પરમાત્મામાં જે ગુણો સત્તામાં છે તે મારામાં પણ છે તેને પૂર્ણ કરવાં છે તેવો નિશ્ચય એટલે કે પાકો નિર્ણય જોઈએ. મારુ સાધ્ય આત્મહિત છે, મોક્ષ છે, સમતા છે તથા સ્વભાવની રમણતા અને સ્વરૂપની સ્થિરતા છે. આ દરેક સાધ્ય અરૂપી છે. આપણે રૂપી અને સાતાને સાધ્ય માની કાર્ય કરીએ. જ્યારે જ્ઞાની ભગવંતોએ सायासायं दुक्खं तव्विरहम्मि अ जओ सुहं तेणं देहंदिण्सु दुक्खं, सुक्खं देहिंदियाभावे ॥ (શ્રી વિશેષ આવશ્યક) સાતા–અસાતા બને કર્મ ઉદયજન્ય અને બને શુભાશુભ પુદ્ગલના નવતત્વ // ૧૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ સંયોગરૂપ તેથી દુઃખરૂપ અને દેહ, ઈન્દ્રિયો પણ પુદ્ગલ રૂપ તેથી આત્મા માટે દુઃખરૂપ તેના અભાવથી જ સુખ છે. સમતા સ્વભાવ સાધ્યની સિધ્ધિ સામાયિકથી થાય. તેથી કહ્યું છે. સાધુ સદા સુખીયા દુખીયા નહીં લવલેશ.... પણ ક્યારે ? સામાયિકમાં હોય ત્યારે! આંશિક આત્મગુણોની અનુભૂતિ હોય અને સાધ્ય તરીકે કેવળજ્ઞાન બને. (૨) સાધન : (૧) બાહ્ય = ઉપકરણો (૨) અત્યંતર = પાંચ ઈન્દ્રિય મન. – ઉપકરણ એટલે ઉપકાર કરે તે ઉપકરણ આત્માને ઉપર લઈ જાય તે. બાહ્ય સાધનો દ્રવ્યપ્રાણની રક્ષા માટે છે. ચરવળો વિગેરે વિનાનું સામાયિક પ્રમાદ સ્થાન છે. શ્રુતજ્ઞાનનું સાધન, જિનવચનનું સાધન, સાધ્ય માટે જ્ઞાન એ પણ સાધન છે. આપણને તે ઈન્દ્રિય દ્વારા થાય છે અને આપણે તે ઈન્દ્રિયોને વિષયોનું સાધન બનાવીએ છીએ. જ્ઞાનની આરાધનાનું સાધન નહીં બનાવીએ તો જ્ઞાનવરણીય કર્મ બંધાય. ઈન્દ્રિયો દ્વારા તું પરનો જ્ઞાતા ન બન. સ્વનો બન સ્વને જો. ઉપકરણો દ્વારા દ્રવ્યપ્રાણની રક્ષા કરી ભાવપ્રાણોની વૃધ્ધિ ઈન્દ્રિયો મન દ્વારા કરવાની છે. ચામડાની આંખે જગતને જોવું પડે છે તે પ્રવચનના અંજન દ્વારા અંજન કરી હવે ચર્મચક્ષુથી જોઈશ તો પરમ ગુણનિધાન દેખાશે. પ્રથમ તથા નજીકનું અત્યંતર સાધન પાંચ ઈન્દ્રિય અને મન છે. તેનો ઉપયોગ સમતા ભોગવવા માટે કરવાનો છે. (2) સાધના : સાધના ક્યારે બને ? સાધ્ય સાથે સાધનનું જોડાણ. માત્ર સાધનથી સાધના કરી અને સાધ્ય ન જોડાય તો પુણ્યલાભ થાય, પુણ્ય બંધાય. સાધનાની . સિધ્ધિ ન મળે. માટે સાધના કરતી વખતે ત્રણ ઉપયોગ જરૂરી છે. (૧) મારું સાધ્ય શું છે ? અને કયાં રહેલું છે (૨) સાધ્ય માટે મારે સાધના શું કરવાની છે ? (૩) સાધના માટે કેવા કેટલા સાધન જરૂરી છે ? સર્વજ્ઞ કથીત સાધના માત્ર આત્મહિત માટે જ છે પુણ્યબંધ માટે નથી. શુધ્ધ સ્વભાવરૂપ ધર્મ કરી વર્તમાનમાં જ અંશથી સુખી થવાનું છે અને પરંપરાએ અનંતસુખના સ્વામી બનવાનું છે. લોકોલોકને જોવા જાણવાની શક્તિ ધરાવનાર મારો આત્મા હમણા નવતત્ત્વ // ૧૬૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયોથી પરાધીન છે. ઈન્દ્રિયનો ઉપયોગ માત્ર ષેય તરીકે જાણવા માટે કરવાનો છે. જેથી ફરી ઈન્દ્રિયો પ્રાપ્ત ન કરવી પડે. જાણીને જ્ઞાતા બનવાનું છે કારણ કે ઈન્દ્રિયોથી ઔદાયિક ભાવનું સુખ થાય છે. એટલે કર્મબંધ કરે છે. કર્મબંધ દ્વારા ભવોમાં ભમવું પડે છે. ઈન્દ્રિયોથી આશ્રવ આવે છે. (૧) શુભાશ્રવ = પુણ્યબંધ (ર) અશુભાશ્રવ = પાપબંધ (૩) અનાશ્રવ = સ્વભાવને ભોગવવાનો હેતુ હોય તો ઈન્દ્રિય અનાશ્રવ બને. સ્વગુણ અનુભવરૂચિ પરમાં ઉદાસીનભાવ જોઈએ તો સાધ્ય સાધનની એકતા થાય અને સાધના બને. એટલે સામાયિકભાવ માટે ઈન્દ્રિયોને અનાશ્રવ બનાવવી પડશે. સાધુ, સમાધિ માટે નિર્દોષ વસ્તુની જરૂર હોય તો જ ધે, તો શુભાશ્રવ નહિંતર અશુભાશ્રવ થશે. 0 સાધના કોને કહેવાય? સાધન-દ્રવ્યપ્રાણો–સાધના દ્રવ્યપ્રાણોની સહાય લઈ ભાવ પ્રાણોના જોડાણ પૂર્વકની પ્રક્રિયા તે સાધના. અર્થાત્ સાધ્ય નિશ્ચય છે સાધન વ્યવહાર છે અને નિશ્ચયના ઉપયોગપૂર્વક વ્યવહારની પ્રવૃતી તે સાધના છે. અને નિશ્ચયના ઉપયોગપૂર્વક વ્યવહારની પ્રવૃતી તે સાધના છે. આમ સાધ્યની સિધ્ધિમાં સાધના જરૂરી. સાધનામાં સાધના રૂપે દ્રવ્ય પ્રાણ જરૂરી. ભાવ પ્રાણોનો આધાર પણ દ્રવ્ય પ્રાણ છે. કર્માધીન છમસ્થ જીવોને દ્રવ્યપ્રાણ વિના ભાવપ્રાણનું પ્રગટી કરણ અશકય. તેમજ ભાવપ્રાણ વિના દ્રવ્યપ્રાણ પણ કાર્ય કરી શકતા નથી. અર્થાત્ આત્મવીર્ય યોગો તથા ઈન્દ્રિયો સાથે ન જોડાય તો તે યોગોનું પ્રવર્તન તથા ઈન્દ્રિયો સ્વ વિષયોના બોધનું કાર્ય કરી શકે નહીં આથી દ્રવ્ય અને ભાવ પ્રાણોનું સ્વરૂપ જાણવું જરૂરી. 0 દ્રવ્યપ્રાણ : ૫ ઈન્દ્રિય, ૩ બળ (મનવચન-કાયા), આયુષ્ય અને શ્વાસોચ્છવાસ આ ૧૦ પ્રાણ છે અને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાચ્છવાસ, ભાષા અને મન એ ૬ પર્યાપ્તિઓ છે. પ્રાણ એ જીવન ક્રિયા છે. પર્યાપ્તિઓ જીવન ક્રિયાને ઉત્પન કરનાર છે. દ્રવ્યપ્રાણરૂપે જીવન જીવવાની તે જીવન શક્તિઓ છે. અર્થાત્ ઉત્પન નવતત્વ // ૧૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ થતી વખતે પર્યાપ્તીરૂપે (પુદ્ગલ–ગ્રહણ–પરિણમન રૂપ ક્રિયા) હોય છે અને તે જ પ્રાણરૂપે જીવન પર્યન્ત રહે છે જેના વડે જીવનું જીવન ચાલે છે. આહારાદિ છએ પર્યાપ્તિ વિવિધ પુદ્ગલના પિંડના સમુહરૂપ હોવાથી તેમાંથી સર્જાતા દ્રવ્યપ્રાણો પુગલના પિંડરૂપ છે. તે આત્માને સંયોગ સંબંધ સ્વરૂપ છે. તેથી અવશ્ય વિયોગ સ્વભાવવાળા છે. દ્રવ્ય પ્રાણોની ઉત્પત્તિમાં આયુષ્યના ઉદયની મુખ્યતા અને દ્રવ્ય પ્રાણના વિયોગમાં પણ આયુષ્ય પ્રાણના અસ્તની પ્રધાનતા છે. આયુષ્ય પ્રાણ અનંતા કાર્મણ–વર્ગણાના સ્કંધરૂપ છે અને તે કાર્મણ-વર્ગણાના સ્કંધ આયુષ્ય કર્મના ઉદય સાથે પ્રતિ સમયવિયોગ પામતા હોવાથી આયુષ્ય પ્રાણ અનિત્ય છે. આયુષ્ય પ્રાણના આધારે બાકીના નવ દ્રવ્ય પ્રાણો ટકવાના હોવાથી આયુષ્ય પ્રાણની હયાતિ દરમ્યાન નવ દ્રવ્ય પ્રાણોની સહાય લઈ ભાવ પ્રાણોની રક્ષાશુધ્ધિ-વૃધ્ધિરૂપ આરાધના કરી લેવી જોઈએ. નહિ તો દ્રવ્યપ્રાણોનો દુરુપયોગ કરવા વડે સંસાર પરિભ્રમણ વૃધ્ધિ કરી ચાલ્યા જવું પડશે. ત્રીજુ કર્મફત આવશ્યક ઈન્દ્રિય સૌ પ્રથમ કર્મવશ જીવે આહાર ગ્રહણ કરવા દ્વારા આહાર એ કર્મકૃત આવશ્યક થયું. તેને દૂર કરવા અર્થે જ્ઞાનીઓએ વ્યવહારથી પચ્ચકખાણ આવશ્યક ફરમાવ્યું છે. વ્યવહારથી આત્મામાં નિશ્ચયરૂપ આત્માનો અણાહારી (જ્ઞાનામૃત) સ્વભાવ પ્રગટ થાય. આહારના જ રસમાંથી શરીર બન્યું. નામકર્મના ઉદયથી આત્મા–શરીરમય-રૂપમય–આકારમય બની ગયો. અર્થાત્ શરીરમાં નમી ગયો અને શરીરયોગ વડે સર્વત્ર નમવાનું નાચવારૂપે આવશ્યક આવ્યું. તેને દુર કરવા જ્ઞાનીઓએ વંદન આવશ્યક મૂક્યું. આત્માનું વીર્ય પરને નમવાનું છોડી સ્વગુણમાં જ નમવાથી વંદન રૂપ આવશ્યક બને. આહારના જ રસમાં ઈન્દ્રિયનું નિર્માણ થયું. જે (ઈન્દ્ર) આત્મા સ્વયં જ્ઞાન કરવાના સ્વભાવ સાર્મથ્યવાળો છે તેને હવે ઈન્દ્રિયની પરાધીનતા આવી અને તે પણ ઈન્દ્રિયો દ્વારા અશુધ્ધ–અલ્પ મર્યાદિત જ્ઞાન થાય, તે ઈન્દ્રિયોથી નવતત્ત્વ // ૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ થતાં જ્ઞાનમાં સાવધાન ન બને તો વિષયાવશ્યક રૂપે બની જાય. વર્તમાનમાં પુદ્ગલનું સુખ ઈન્દ્રિયો વડે ભોગવાય છે. તેથી ઈન્દ્રિયો આત્માને આશ્રવરૂપ બંધન લાગવી જોઈએ પણ મોહના ઉદયમાં એ ગમે છે. વિષયની આશ્રવરૂપ સાધન બનેલી ઈન્દ્રિયને જ્ઞાનનું સાધન બનાવવું જોઈએ. તે બનાવવા પ્રથમ માન્યતા ફેરવવી પડે. ઈન્દ્રિયસુખ એ સુખ નથી પણ દુઃખ જ છે. તેવું સર્વશ વચન છે. તેથી ઈન્દ્રિય સુખ દુખી પ્રતિતી ન શય ત્યાં સુધી ઈન્દ્રિય સુખો એડવાનું મન નહીં થાય. ઈન્દ્રિયોથી વસ્તુનું જ્ઞાન કરવું તે દુઃખ કે કર્મબંધનું કારણ નથી. કારણ શેયને જાણવું તે આત્માનો સ્વભાવ છે. પણ વસ્તુને યથાર્થ રીતે જાણી તેમાં રાગ-દ્વેષ ન કરવાને બદલે રાગ-દ્વેષ કરવા વડે ને કર્મબંધનું કારણ બને છે. તેથી જ્ઞાનીઓએ ઇન્દ્રિય વિષયનું સાધન ન બને અને તે જ ઈન્દ્રિયો, મનની સહાયથી સામાયિક સ્વભાવ પ્રગટ કરવાનું કહ્યું. ઈન્દ્રિય એ આત્માનું બંધન છે આત્માના જ્ઞાન અને સુખને રોકનારી છે. વર્તમાનમાં વિષયસુખ ઈન્દ્રિયો દ્વારા ભોગવાય છે. આથી ઈન્દ્રિયો બંધનરૂપ લાગવી દુષ્કર છે. ઈન્દ્રિયોની સહાય લઈને જ ઈન્દ્રિયોનું બંધન તોડવાનું છે. તે માટે ઈન્દ્રિયોને વિષયના સાધન ન બનાવતા માત્ર જ્ઞાનનું સાધન બનાવવું જોઈએ. એક સમયમાં સર્વ જ્ઞયને જાણવાના સામર્થ્યવાળો આત્મા કર્મની પરાધીનતાના કારણે માત્ર પુગલ દ્રવ્યના પાંચ વિષયને જાણવા પાંચ ઈન્દ્રિયોના બંધન વાળો થયો. ઈન્દ્રિયોએ માત્ર પાંચ વિષયોના જ્ઞાનના સાધન રૂપ છે. આ ભાન આવતા ઈન્દ્રિય પાંચ વિષય સુખના સાધન માની તે વડે વિષય સુખોને સુખ માણી દુઃખની લાગણીઓ અનુભવી ઈન્દ્રિયોની પરાધીનતા મજબુત કરે છે. "સર્વશ વચન ઈન્ડિયાએ દુઃખરૂપ છે.' * "ઈન્દ્રિય વિષય સકલનું દ્વાર એ બધ હેતુ દઢ એ હોજી" પૂ. દેવચંદ્રજી) નવતત્ત્વ)૧૬૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ આત્માનો સ્વભાવ માત્ર જ્ઞેયના જ્ઞાતા બનવું. ઈન્દ્રિય વડે અલ્પ મર્યાદા વડે જ તે જ્ઞેયનો જ્ઞાતા બને, અને તેમાં સ્વભાવના ઉપયોગમાં ન રહે તો ઈન્દ્રિયો મોહને આધિન થતાં શેયમાં મોહવાસિત થતા તે શેય વિષય સુખરૂપ બને અને આત્મા નિરાકુળતાનો ત્યાગ કરી વ્યાકુળતાને પામી દુઃખી થાય. શેયમાં મોહ ભળતા વિષય—વિષ કરતા પણ આત્મા માટે અધિક મારનારું બને. ઈન્દ્રિયો વડે જાણવું એ પાપ નહીં, પણ ન જાણવું એ પાપ. કારણ જાણવું એ આત્મ સ્વભાવ પણ ઈન્દ્રિય પૂર્ણજ્ઞાન પ્રકાશક નથી તેથી તેના વડે પૂર્ણ સત્ય ન જણાય. સર્વશ વચન જ સંપૂર્ણ સત્ય પ્રકાશક છે. તેના બહુમાન–શ્રધ્ધાથીજ આત્મા સ્વભાવ સન્મુખ થવાય. આથી ઈન્દ્રિયથી નહીં પણ સર્વજ્ઞ દૃષ્ટિથી જ જોવાથી ઈન્દ્રિયો વિષયોનું સાધન ન બનતા માત્ર જ્ઞાનનું સાધન બને અને જ્ઞાન એ સામાયિકનું પરમ સાધન બને. આમ વ્યવહાર સામાયિકનું પાંચેય ઈન્દ્રિયો પરમ ઉપકરણરૂપ સાધન બની આત્મા નિશ્ચિયથી સામાયિક સ્વભાવરૂપ બને છે. તો જ સામાયિક સ્વભાવ પ્રગટ થાય. આથી ઈન્દ્રિય દ્રવ્યપ્રાણનું સ્વરૂપ જાણવું જરૂરી છે. ઈન્દ્રિય એનું નામ શા માટે ? ઈન્દ્ર એટલે આત્મા જેનાથી આત્મા ઓળખાય તે ઈન્દ્રિય. દેવોનો પણ દેવ ઈન્દ્રદેવ (દેવેન્દ્ર). પુણ્યથી દેવ સમૃધ્ધિને ભોગવનાર હોવાથી ઈન્દ્ર કહેવાય છે તેમ આત્મા લોકોત્તર – કેવલજ્ઞાનાદિ ગુણ સમૃધ્ધિને ભોગવનાર હોવાથી તે પણ ઈન્દ્ર કહેવાય. ઈન્દ્રને આઠ પટ્ટરાણીઓ હોય છે. તેમ આત્માના આઠ કર્મના નાશથી આત્માના ગુણ સૌદર્ય પ્રગટ થાય છે. ઈન્દ્રને અવધિજ્ઞાન હોય છે. આત્મામાં પૂર્ણ કેવલજ્ઞાન સત્તામાં હોય છે. 'ઐન્દ્ર શ્રી સુખમગ્નન લીલાલગ્નમિવાખિલમ્, સચ્ચિદાનંદ પૂર્રેન, પૂર્ણ જગદવૈશ્યતે III (શાનસાર) ઈન્દ્ર મહારાજા પોતાની પટ્ટરાણી (મુખ્ય દેવી) તથા બીજા પણ દેવ–દેવીઓના પરિવારથી રિવરેલો અવધિજ્ઞાન વડે જંબુદ્વીપને જોતા પોતે નવતત્ત્વ // ૧૬૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ સુખમાં મગ્ન બનેલો તે જગતને સુખી માનતો હોય છે. તેમ સત્ – શાશ્વત, ચિત્ત = કેવલજ્ઞાન, પૂર્ણ = આનંદથી ભરેલા, આઠ ગુણોથી યુકત એવા સિધ્ધાત્મા અષ્ટ પ્રાતિહાર્યાદિ ઐશ્વર્યને અને કેવલજ્ઞાનાદિ અભ્યત્તર ઐશ્વર્યને ધારણ કરતા પૂર્ણાત્મા જગતના જીવોને પણ સત્તાએ પૂર્ણ સ્વરૂપે જોતા જાણતા વિચારી રહ્યા છે. સ્વ સહિત સર્વ જગતને પૂર્ણ જોતા અને પોતાનામાં રહેલા પૂર્ણાનંદ એવા ઈન્દ્ર-રૂ૫ આત્માને ઓળખવાનું કાર્ય કરવાનું છે અને તેના સાધન રૂપ ઈન્દ્રિય- અને મન કર્મસત્તાએ આપણને આપ્યા છે. ઈન્દ્રિય અને મનથી શરીરમાં રહેલો આત્મા જ શેયને જાણનાર છે પણ શરીર કે ઈન્દ્રિય જાણનાર નથી તે વાતની ખાતરી થાય. ચક્ષુ ઈન્દ્રિય વડે પ્રતિમા જોઈ અને મનમાં પ્રતિમા તરીકેનો નિર્ણય–બોધ થયો. આંખ બંધ કર્યા પછી પણ મનમાં પ્રતિમાના દર્શન થઈ શકે છે. તો તે પ્રતિમાને આંખ તે વખતે જોતી નથી તો જોનાર કોણ? મનમાં જ્ઞાન પરિણામરૂપે રહે છે જે આત્મા જ જુએ છે. અર્થાત્ આંખ જોનાર નથી. આખ એ માત્ર ઈન્દ્રિય છે એ આત્મા નથી. પણ આખ આદિ ઈન્દ્રિય શરીરમાં રહેલો આત્મા જ્ઞાનગુણ વડે જોનાર છે. આમ ઈન્દ્રિયોથી ભિન આત્મા છે તેની પ્રતીતિ થાય છે. આમ આત્માને ઓળખવામાં ઈન્દ્રિયનિમિત્ત કારણ બની. અર્થાત્ ઈન્દ્રિય જ્ઞાનનું પરમ સાધન છે. તેથી ઈન્દ્ર (આત્મા)ને જાણનારી ઈન્દ્રિય નામ સાર્થક છે. આથી ઈન્દ્રિયનું સ્વરૂપ જાણવું જરૂરી છે. 0 ઈન્દ્રિયના મુખ્ય બે ભેદઃ (૧) દ્રવ્યેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય ઈન્દ્રિય પર્યાપ્તિરૂપ નામ કર્મના બળે તેજસ-કાશ્મણ શરીર દ્વારા કાયાએ ગ્રહણ કરેલા આહારના પુદ્ગલોમાંથી ઈન્દ્રિય પ્રાણરૂપે સર્જન પામે છે એને દ્રિવ્ય ક્રિયા કહેવાય છે અને તે રૂપી છે. (૧) દ્રવ્યજિયના મુખ્ય બે ભેદઃ (૧) નિવૃત્તિ (૨) ઉપકરણ (૧) નિવૃતિ દ્રજિય? એ શરીરના નાક, કાનાદિ અવયવરૂપ વિવિધ આકાર રૂપે જે રચના થાય તે. - નિવૃત્તિ દ્રવ્યેજિયના બે ભેદઃ (૧) બાહ્ય (૨) અભ્યતર. નવતત્વ // ૧૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય નિવૃત્તિ ઈન્દ્રિયનો આકાર બાહરથી સર્વ પ્રાણીઓનો ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે ઉંદરના કાનનો આકાર, મનુષ્યના કાનનો આકાર, અને હાથીના કાનનો આકાર જુદો જુદો હોય છે. જ્યારે અત્યંતર કાનનો અંદરનો આકાર સૌનો સમાન હોય. 2 અત્યંતર નિવૃત્તિ ઈજિયના આકારઃ 0 સ્પર્શન્દ્રિયઃ બાહ્ય, અભ્યતર અનિયમિત આકારવાળી સમગ્ર દેહ પ્રમાણ શરીરમાં ફેલાયેલી છે તેથી અંદર પણ શીતલ જલાદિનો અનુભવ થાય. 0 રસનેન્દ્રિયઃ જીભ જે દેખાય છે તે બહારનો આકાર છે તેની અંદર અસ્ત્રા જેવી બે થી નવ આગળ લાંબી અત્યંતર ઈન્દ્રિય રહેલી હોય છે. - ધાણેન્દ્રિયઃ જે બહારથી નાકદેખાય છે તે નાકની અંદર અતિમુક્તલતાના ફૂલના આકારે અભ્યત્તર ઈન્દ્રિય રહેલી છે. 0 ચક્ષુરક્રિયઃ આખના જે બે ડોળા દેખાય છે તે બાહેન્દ્રિય અને તેની અંદર મસુરના દાણા (અર્ધચંદ્રાકાર) રૂપે અભ્યતરેન્દ્રિય રહેલી છે. 0 શ્રોતેન્દ્રિય: બહારથી દેખાતા કાન બાહોન્દ્રિય છે તેની અંદર ચંપાના પુષ્પ (કંદમપુષ્પ)ના આકારે અત્યંતરેન્દ્રિય રહેલી છે. આ અભ્યતર નિવૃત્તિ ઈન્દ્રિયની અંદર બીજી ઉપકરણ ઈન્દ્રિય જે સૂક્ષ્મ પુગલની બનેલી છે તેની વિષય ગ્રહણ શક્તિ વિશેષ છે અને તે અસંખ્ય સૂક્ષ્મપુલોની બનેલી અંગુલના અસંખ્યાત પ્રમાણરૂપી છે. વિજ્ઞાનના મતે નાકની પાછળ ચંદ્રાકાર ગોળ સૂક્મદ્રિય રૂપે આઠ લાખ સૂક્ષ્મકોષની બનેલી જૂદી જૂદી પતંગ, રકાબી, સળિયાના આકાર રૂપી છે. આ કોષો વર્તુળાકારે ગોઠવાઈને તરત મગજને સંદેશો આવે છે. દ્રવ્યઢિયમાં સૌથી મહત્વની ઉપકરણ ઈન્દ્રિય છે. જો અત્યંતર નિવૃતિની અંદર રહેલી બીજી આ ઉપકરણ ઈન્દ્રિય હણાઈ જાય તો બાહ્ય અભ્યતર ઈન્દ્રિય હોવા છતાં વિષય–ગ્રહણ–બોધ કરવાનું નવતત્ત્વ // ૧૭૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ કાર્ય ન થાય. ઉપકરણેન્દ્રિયનો સંબંધ ભાવેન્દ્રિય સાથે રહેલો છે. મુખ્ય જ્ઞાન કરવાનું સાધન ભાવેન્દ્રિય (આત્મ પ્રદેશોમાં પ્રગટ મતિ શ્રુતજ્ઞાન) છે. સૌથી નિકટ ઉપકરણેન્દ્રિય આત્મા સાથે છે તેથી ઉપકરણ હણાય તો બોધ ન થાય. સ્પર્શેન્દ્રિય » ઉત્સેધાંગુંલના માપે છે. બાકીની ચાર આત્માઅંગુલના માપે છે. સૌથી ઓછી અવગાહના ચક્ષુરિન્દ્રિયની છે તેથી નિકટનો મેલ ન જોઈ શકે. તેનાથી અસંખ્યાત ગુણી શ્રોતેન્દ્રિય તેનાથી અસંખ્યાતગુણી ઘ્રાણેન્દ્રિય તેનાથી અસંખ્યાત ગુણી રસનેન્દ્રિય અને તેનાથી અસંખ્યાતગુણી સ્પર્શેન્દ્રિય અનંત પરમાણુની બનેલી છે. અંશુલ ત્રણ પ્રકારના માપના છે. (૧) (૨) (૩) ઉત્સેઘઅંગુલા : ૮ આકાજ્ય = ૧ અંગુલ પ્રમાણઅંગુલ ઉત્સેઘ ઃ અંગુલથી પ્રમાણ ૪૦૦ ગણુ હોય. આત્માંગુલ : જે કાળે જે માણસો પોતાના અંગુલથી ૧૦૮ ગણા ઊંચા હોય તે. (વિશેષ નવતત્ત્વ કાળ વિભાગમાં જાણવું.) આમ ઈન્દ્રિય એ જ્ઞાનનું સાધન છે. આત્મા માટે જે હેય છે, તેનાથી અટકાવીને જે ઉપાદેય છે તેની સાથે જોડવાની તેને જ્ઞાની ભગવંતોએ વિરતિ સમતા કહી છે. ઈન્દ્રિયો વડે જ્ઞેયનું જ્ઞાન કરવાનું છે. જ્ઞાન કરીને જ્ઞાનનું ફળ આત્માના સમતા સ્વભાવને પ્રગટ કરવાનો છે. આ ખ્યાલ ન હોય તો ઈન્દ્રિય દ્વારા શેયનું જ્ઞાન કરી ઈન્દ્રિયો વિકારને પામી સામાયિક આવશ્યકના પરમ સાધનને બદલે ભોગનું સાધન બની જાય. આંખ દ્વારા દ્રવ્યને જ્ઞેય રૂપે જાણવાનું છે. પણ અજ્ઞાની આત્મા ટીવીના પડદા પર આશ્રવરૂપ બની દ્રવ્યોને જોઈ તેના ભોકતા બની જાય છે. તેમ સામાયિક અનુષ્ઠાન પણ વ્યવહારથી છે. પણ જો આત્મા સમતા સ્વભાવના પરિણામ પામે તો તે નિશ્ચયથી સામાયિક છે. તેમાં વ્યવહાર સામાયિક નિમિત્ત કારણ બને તો જ તે સામાયિક અનુષ્ઠાન વ્યવહાર ધર્મરૂપ બને. સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં જે કોઈ ધર્મ – વ્યવહાર 'આચારો' બતાવ્યા છે તે બધા આત્માના નિશ્ચય (સ્વભાવ) રૂપ ગુણને પ્રગટ કરવા માટે નવતત્ત્વ // ૧૭૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ સચોટ ઉપાય રૂપે જ બતાવાયા છે. આથી આપણને ધર્મ આરાધના કરતા નિશ્ચય વ્યવહાર સાધન–સાધના અને સાધ્ય શું છે તેનું સાચું જ્ઞાનભાન જરૂરી છે. તો જ આરાધના મોક્ષ માર્ગના કારણભૂત બને નહીં તો તે બધી આરાધના પ્રાયઃ સંસારના કારણભૂત બને. a વ્યવહારથી શ્રાવકોને – સામાયિક અનુષ્ઠાનની શી આશા છે? - શ્રાવક-શ્રાવિકાઓને બ્રહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પૂર્વે ચાર ઘડી પહેલા પંચપરમેષ્ઠિના સ્મરણ પૂર્વક ઊઠવાનું, ઊઠીને પ્રથમ સામાયિકનો સ્વીકાર કરી તેમાં આત્માને ધર્મ જાગરિકા વડે જાગૃત અને ભાવુક કરવાનું. હું કોણ કયાંથી આવ્યો વગેરે જુનો સ્વાધ્યાય સ્મરણ, નમસ્કાર મહામંત્ર જાપ, કાઉસ્સગ ધ્યાનાદિ આરાધના વડે પ્રથમ સામાયિક પૂર્ણ કરી બીજી સામાયિક ગ્રહણ કરી તેમાં રાઈ પ્રતિક્રમણ સંવેગભાવથી કરવા વડે આત્માને પવિત્ર કરે. બીજી સામાયિક પૂર્ણ થયે પારીને સામાયિકના કપડે ગૃહમંદિરે (સંઘજિનાલયે) વાસક્ષેપ પૂજા જિનદર્શન કરે. પછી જો સંસારમાં બીજો કોઈ વિઘ્ન પ્રતિબંધ ન હોય તો ફરી સામાયિક લઈ નૂતન સ્વાધ્યાય કરે (જીવાદિ નવતત્વાદિ) પછી જિનવાણી શ્રવણ વ્યવસાય મધ્યાહનકાળે જિન પૂજા ભોજન પછી ફરી એક સામાયિક કરે તેમાં શાસ્ત્રવાંચન અર્થચિંતન શ્રાવક સાધુસામાચારી વિષયભૂતવાંચન કે વૈરાગ્યની દઢતાના કારણભૂત વાંચન કરે. સાંજે પ્રતિક્રમણ કરીને અનુકૂળતાએ ગુરૂ ભગવંતોની વૈયાવચ્ચ શ્રુતસામાયિકપૂર્વક સ્વાધ્યાય કરે. નિશ્ચય સામાયિકને પ્રગટાવવા અભ્યાસાર્થે વ્યવહાર સામયિકનું વિધાન છે. a ઈન્દ્રિય અને મન નો ઈજિય) સામાયિક આવશ્યક રૂપે કઈ રીતે બને? ૧૧મે ગુણસ્થાનકે રહેલા ઉપશમશ્રેણીએ યથાખ્યાત ચારિત્રવાળા તથા ૧૨ મે ગુણસ્થાનકે રહેલા ક્ષપકશ્રેણીએ યથાવાન ચારિત્રવાળા તથા કેવલી, અરિહંતો, સિધ્ધો, શુધ્ધ સામાયિક સ્વભાવમાં રહેલા છે. તેથી તેમને વ્યવહારિક સામાયિકની આવશ્યકતા નથી. કારણ આત્મા સ્વભાવે શુધ્ધ સામાયિક છે. નવતત્વ || ૧૭ર Page #175 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી તે ગુણ જેનો પ્રગટ થઈ ગયો છે તેને તેના માટેના વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. જ્યારે છમસ્થોમાં આવા ક્ષાયિક ઉપશમ યથાખ્યાત ચારિત્ર નથી. અર્થાત્, નિશ્ચય સામાયિક પ્રગટાવવા વ્યવહારિક સામાયિકનો સર્વ ઉપદેશ આપ્યો છે. ક્ષાયિક સામાયિક સ્વભાવમાં રહેવામાં બાધક કર્મકૃત ઈન્દ્રિયો જો માત્ર જ્ઞાનના સાધનારૂપ જ તેનો ઉપયોગ કરવામાં ન આવે તો તે વિષય આવશ્યક બની જાય અર્થાત્ ઈન્દ્રને (આત્માને) ઈન્દ્રિયો વડે જ્ઞાનના ફળ રૂપ સમતા રસ પાવામાં ન આવે તો વિષયોના ભોગ વડે આત્માને કષાય રસનું પાન કરાવવા દ્વારા તે વિષય–આવશ્યક બની જાય અને આત્માનો સામાયિકરૂપ સમતા સ્વભાવ ખંડિત થાય. તે મોક્ષ આવશ્યકઃ આત્માના ગુણોમાં વાસ કરી આત્મા ગુણમય બની જાય તે મોક્ષ આવશ્યક છે. સાધ્ય – કર્મથી છૂટવું, કર્મે આત્માને ઈન્દ્રિયના બંધનો વડે બાંધ્યો છે. કર્મોથી છૂટવા ઈન્દ્રિયથી અતીત થવું તે સાધ્ય છે તે માટે સામાયિક આવશ્યક છે. તે સામાયિક અનુષ્ઠાનમાં સાધન તરીકે સાધનનો ઉપયોગ કરવા તરફ લક્ષ જોઈએ. સામાયિકના અધિકારી કોણ બને અને કોણ ન બની શકે? અને શા માટે? સામાયિક તેમાં મન, આંખ, કાન રૂપી ઈન્દ્રિય સાધન અને જયણાનું મુખ્ય સાધન ચરવળો – મુહપતિ – કટાસણું. ત્રણેનું ત્રણ-સ્થાવર જીવોની રક્ષા માટે અને વિરાધના ન થાય તે માટે તેનો અપ્રમતપણે ઉપયોગ કરવો જોઈએ. તેમાં પણ ચરવળો મુખ્ય છે. તેના વિના સામાયિકનલેવાય. સામાયિક અપ્રમતપણે કરવાનું છે. સામાયિકમાં (સમતા સ્વભાવમાં) બાધક રાગ શરીરની મમતા મુખ્ય કારણ છે. તો કાયાને અપ્રમતપણે પ્રવર્તાવવા ચરવળો જરૂરી, તો ઊભા ઊભા અપ્રમતપણે ખમાસમણાદિ વિધિપૂર્વક સામાયિક લઈ શકાય, અને સમતામાં મગ્ન થવા માટે સ્વાધ્યાય જરૂરી, તે માટે જ્ઞાનનું ઉપકરણ તથા આગમ શાસ્ત્ર નવતત્વ || ૧૭૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક જરૂરી તથા સ્વાધ્યાયથી શ્રમિત થાય તો નવકારવાળી જાપ માટે જરૂરી. આમ બધા ઉપકરણો જરૂરી તે વિના સામાયિક અનુષ્ઠાન ન થાય. તેમ સામાયિકમાં પાંચ ઈન્દ્રિય અને મન એ સામાયિકના પરમ સાધન છે. તેના વિના સામાયિક અનુષ્ઠાન ન જ થઈ શકે. મન વિનાના પંચેન્દ્રિય તિર્યંચો સામાયિકના અધિકારી નથી બનતા પણ મનવાળા પંચેન્દ્રિય તિર્યંચો પણ સામાયિકના અધિકારી બની શકે છે. મનવાળા હોવા છતાંદેવ–નારકો અવધિજ્ઞાન હોવા છતાં નિકાચિત અવિરતિના ઉદયવાળા હોવાથી તેઓ પણ સામાયિકના અધિકારી બની શકતા નથી. યુગલિકો પણ અધિકાર પ્રાપ્ત ન કરી શકે ચરવળાનો ઉપયોગ જયણા માટે ન કરીએ અને તે હાથના ઓશિકા કે પગના નીચે ટેકા અર્થે કે કોઈને દાંડીથી મારવામાં ઉપયોગ કરીએ તો તે ઉપકરણ અધિકરણ થઈ જાય. તેમ મન અને ઈન્દ્રિયનો ઉપયોગ પણ વસ્તુનું જ્ઞાન કરી તેમાં હેયોપાદેયપૂર્વક વિવેક કરી હેયને છોડવામાં અને ઉદાસીનભાવ કેળવવામાં અને ઉપાદેયને ગ્રહણ કરી તેને અનુમોદના કરવામાં આવે તો તેને સમતાભાવની સિધ્ધિ થાય, આથી સામાયિક સમકિત વિના ન થઈ શકે. વ્યવહારથી દ્રવ્યથી સામાયિક આવે પરિણામથી ન આવે. સમકિત માટે મતિ-શ્રુત જ્ઞાન જોઈએ. શ્રુત માત્ર મનવાળ ને જ હોય. શ્રુતજ્ઞાન હોય એટલે સમ્યકત્વનું લક્ષણ અનુકંપા (જીરવયા). તેથી જીવોને દુઃખ ન આપવા તે જીવોને અભયદાન જરૂરી. તે માટે પ્રથમ દયા જરૂરી. ભાવદયા સમકિત વિના ન આવે. આથી સમક્તિ વિના સામાયિક નથી. સંસાર આવશ્યક પુદ્ગલના વર્ણગંધાદિ ગુણોમાં વિષયોના રસપૂર્વક વાસ કરવો તે સંસારાવશ્યક છે. સ્પર્શેન્દ્રિયથી આત્માના સમતા સ્વભાવરૂપ સામયિકનું ખંડન કઈ રીતે થાય? સમતાસ્વભાવ સ્પર્શેન્દ્રિયના ૯૬ વિષયોથી ખંડિત થાય. અનંતકાળથી પરિભ્રમણ કરતા આત્માને સૌ પ્રથમ કર્મના ઉદયથી કાયાનો સંયોગ અને સ્પર્શેન્દ્રિયનો સંયોગ સંબંધ થયો છે અને તેના વિષયોનો સંબંધ અને સંસ્કાર પણ નવતત્વ // ૧૭૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ અનાદિથી થયો છે. વળી સ્પર્શેન્દ્રિયનો વિસ્તાર પણ આખા શરીરમાં વ્યાપ્ત છે તેથી સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ વિષયનું જ્ઞાન આખા શરીરમાં બધા વિભાગોમાં થાય. તેથી શરીર અને સ્પર્શેન્દ્રિયમાં વિષયોના જ્ઞાનમાં ભેદજ્ઞાન અતિ દુષ્કર તેથી સામાયિક ભાવનું ખંડન સંભવિત. બીજી ઈન્દ્રિયો કરતા સ્પર્શેન્દ્રિયના વિષયો પણ સૌથી વધુ આઠ છે. આ આઠ વિષયોના જ્ઞાનમાં આત્મા માત્ર તેના જ્ઞાતા રૂપે ન રહે તો તે આઠ વિષયના જ્ઞાનમાં હેયોપાદેયના વિવેક વિના મોહ ભળવા મંડે. મિથ્યાત્વ ભળવા વડે શાતા–અશાતા રૂપે રતિ–અરતિ ભળવા વડે સુખ દુઃખના અનુભવરૂપ રાગદ્વેષના પરિણામ થવા વડે સમતા સ્વભાવ ખંડિત થાય. સ્પર્શેન્દ્રિયના ૮ વિષયો -૯૬ વિષયો રૂપ થઈ સમતા સ્વભાવ ખંડિત થાય. ૯૬ વિષયો કઈ રીતે બને? પુગલ વસ્તુ સચિત અચિત અને મિશ્ર ત્રણ પ્રકારે હોય. જેમ કે અમુકાય પાણીના જીવની કાયા જ્યારે અપૂકાયજીવ સહિત હોય ત્યારે તે સચિત–જીવ રહિત (ઉકાળેલુ પાણી) હોય ત્યારે અચિત અને પાણી અર્ધપકવ હોય ત્યારે મિશ્ર. તેમાં સ્પર્શના આઠવિષયો–ગુરુલઘુ, શીત–ઉષ્ણ, મૃદુ, કઠિન, સ્નિગ્ધ રૂક્ષ, ગુણવાથી ૮૪૩= ૨૪ અને તે શુભ અશુભ રૂપે ૨૪x૨= ૪૮. લઘુ, ઉષ્ણ, મૃદુ અને સ્નિગધ તે શુભ છે અને બાકીના ગુરૂ, શીત, કઠિન અને રૂક્ષ અશુભ શાસ્ત્રમાં જણાવેલ છે. રાગ-દ્વેષ ભળવાથી ૯ વિષયરૂપે થાય. અમુક ક્ષેત્રના પાણી પચવામાં હલકાં અમુક ક્ષેત્રના પાણી પચવામાં ભારે હોય. પાણી શીતગરમ કરેલું, ઉષ્ણ શીત – સ્નિગ્ધ સ્પર્શવાળું ઉષ્ણ સ્પર્શવાળું, શીત– મૃદુઉષ્ણ-કર્કશ હોય. ગંગા નદીનું પાણી શુભ ગણાય. સમુદ્રનું પાણી (ગટરાદિનું પાણી) અશુભ ગણાય. તેના વિષે શુભમાં રાગ– અને અશુભમાં દ્વેષ ભળતા આવી રીતે ૯૬ વિષયો દ્વારા સમતા સ્વભાવ ખંડીત થાય.આમ સતત ઈન્દ્રિયો દ્વારા ખંડિત તથા સમતા ભાવપ્રાણની રક્ષા માટે કઈ રીતે સાધના કરવી? a સાધનામાં શુદ્ધ–ાનોપયોગ જરૂરી "શાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર શ્રી જિનેને નવરાવતા કર્મ થાય ચકચૂર નવતત્વ // ૧૭૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધ જ્ઞાનોપયોગ ભરેલો કળશ જેમ આત્મા પર ઢોળતો જાય તેમ તેમ અંદરના મોહમળ દૂર થવાથી અંદરમાં જે સમતા પડેલી છે તે પ્રગટ થશે. આત્મામાં સત્તામાં સમતા રહેલી છે તેના પર મિથ્યાત્વ મોહ–કષાય-વાસનાનો મળ જામી ગયો છે. તે શુધ્ધ જ્ઞાનના ઉપયોગરૂપ નિર્મલ જલના અભિષેકથી મોહ મળ પીગળશે પાતળો પડતો પડતો ઓછો થશે તેમ સમ્યગદર્શન સમતા પ્રગટ થતા જશે, તેમ તેમ કર્યો ચકચૂર થતા જશે. આમ આત્મા પવિત્ર થતો જાય. સમતા સ્વભાવ સ્વરૂપ બનતો જાય. સાધનામાં જ્ઞાનોપયોગની શુધ્ધિ વિના ધ્યાન આવે નહીં. કારણ આત્મજ્ઞાનનું ફળ ધ્યાન. ધ્યાનથી જ આત્મા કર્મરહિત થાય. તેથી શુધ્ધોપયોગની સાધના માટે દ્રવ્યપ્રાણ-ભાવપ્રાણનું સ્વરૂપ જ્ઞાન જરૂરી. આત્માનું જ્ઞાનપરિણામ મુખ્ય ભાવપ્રાણ છે. જ્ઞાન પરિણામનું મુખ્યકાર્ય, શેયના જ્ઞાતા બની એ જે શેયના સંયોગમાં હોઈએ તેના પણ જ્ઞાતા બની હેયોપાદેયના વિવેકપૂર્ણ જ્ઞાનનો નિર્ણય ઉપાદેય યમાં રુચી પરિણામ અને યજ્ઞયમાં ત્યાગ પરિણામ થાય ત્યારે આત્મા સમ્યગદર્શનના પરિણામને પામે અને તે પ્રમાણે હેયનો ત્યાગ કરવાનો પુરૂષાર્થ અને ઉપાદેયમાં ચિત્તની સ્થિરતાપૂર્વક આત્મા સ્વભાવનું જેટલું સંવેદન તે ધ્યાન અને તેનું ફળ સમતા નિર્જરા. ય રૂપે દ્રવ્યપ્રાણ-ભાવપ્રાણ સાધનાદિ સર્વ રૂપનો ઉપયોગ હોવો જરૂરી. 0 પુદ્ગલ સ્પર્શવિષયના ૮ પર્યાયઃ – ચાર શુભ (૧) ગુરુ સ્પર્શ – વસ્તુ નીચે જવાના સ્વભાવ વાળી (લોખંડ) (૨) લઘુ સ્પર્શ – વસ્તુ ઉપર જવાના સ્વભાવ વાળી (૩) શીત સ્પર્શ – શીતળતામાં જવાનું મન થાય (જળ) (૪) ઉષ્ણતા સ્પર્શ – વસ્તુને નરમ કરનાર, પાક કરનાર (અગ્નિ) - ચાર અશુભ (૫) મૃદુ સ્પર્શ – કમળની જેમ નમી પડવાનો સ્વભાવવાળો ગુરૂ, શીત નવતત્વ // ૧૭૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ () કઠીન સ્પર્શ – નહીં નમવાના સ્વભાવવાળા (પત્થર) કર્કશ, રૂક્ષ (૭) સ્નિગ્ધ સ્પર્શ – સંયોગ પામવાના સ્વભાવવાળા (તૈલાદિ) (૮) રૂક્ષ – બંધ નહીં થવાના કારણરૂપ (રાગાદિ) પુગલના ૮ સ્પર્શ વિષયોનો જોય કરવા ઈન્દ્રિય અને મનરૂપ દ્રવ્યપ્રાણ અને જ્ઞાનાદિ ભાવપ્રાણના સહાયની જરૂર પડે છે. mયનું પૂર્ણ જ્ઞાન કરવામાં છમસ્થજીવો પરાધીન છે. અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાનીને પણ પ્રત્યક્ષ આત્માને સીધું–ઈન્દ્રિયોની (દ્રવ્ય) સહાય લીધા વિના માત્ર રૂપી શેયનું જ્ઞાન થાય પણ અરૂપી દ્રવ્યનું જ્ઞાન ન થાય. માત્ર કેવલીને જ પૂર્ણરૂપી–અરૂપીના શેયનું જ્ઞાન થાય. તે સિવાય શ્રુતજ્ઞાનીઓને તો દ્રવ્ય ભાવ મન-ઈન્દ્રિયની સહાય વિના ન થાય. ભાવેજિયના બે ભેદ–લબ્ધિ અને ઉપયોગ લબ્ધિ ભાવેન્દ્રિય એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં જે જ્ઞાન શકિતરૂપે પ્રગટ થાય તે લબ્ધિ ભાવેન્દ્રિય છે અને તે જ્ઞાનના પરિણામ અરૂપી છે. જેમ વિજળીના ચક્રો ઉપર પાણીનો ધોધ પડતા વિજળી હાઉસમાં જેમ વિજળી પાવરરૂપે ભેગી થાય. તે વિજળી શક્તિ રૂપે અને તે વિજળી પાવર વાયરાદિ દ્વારા તેમાંથી પ્રવાહ રૂપે પસાર થઈબલ્બમાં પ્રકાશ રૂપે પ્રગટ થાય છે. તેમ આત્મપ્રદેશોમાં જ્ઞાનાવરણીય– દર્શનાવરણીય કર્મનું બંધન દૂર થતા અર્થાત્ જેટલા કર્મો આત્મ પ્રદેશોથી હટે તેટલું સત્તામાં શક્તિરૂપે રહેલું જ્ઞાન પ્રગટ થાય. જ્યારે આપણે કોઈ વસ્તુને જોય રૂપે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આત્મામાં પ્રગટેલું જ્ઞાન તે તે ઈન્દ્રિયો અને મન દ્વારા તે શેયનો જે બોધ થાય તે બોધને ઉપયોગ કહેવામાં આવે. તે ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. અર્થાત્ લબ્ધિ અને ઉપયોગ એ આત્માના ભાવપ્રાણરૂપ છે. લબ્ધિ (જ્ઞાન શક્તિ રૂ૫) આત્મામાં પ્રગટ થાય અને તે લબ્ધિ દ્રવ્યેન્દ્રિય અને મન વડે તેની છદ્મસ્થોને મતિ-શ્રુતજ્ઞાન બોધરૂપે અનુભવ થાય. જ્યારે અવધિજ્ઞાન અને મન:પર્યતજ્ઞાન આત્મામાં પ્રગટ થાય પણ તેના બોધરૂપ ઉપયોગ માટે નવતત્વ / ૧૭૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યન્દ્રિયની સહાય ન લેવી પડે તે જ્ઞાન આત્મામાં પ્રત્યક્ષ થાય. ભાવેન્દ્રિય એકેન્દ્રિયાદિ સર્વ જીવોને પાંચ હોય. આમ ભાવેન્દ્રિય પાંચ થઈ. એકેન્દ્રિય જીવને દ્રવ્યક્રિય રૂપે માત્ર એક સ્પર્શેન્દ્રિય પણ ભાવેન્દ્રિય પાંચે હોય. તેથી એકેન્દ્રિય પ્રત્યેક વનસ્પતિ સ્થાવર કાર્યમાં જેની ચેતના સૌથી વધુ વિકાસ પામી છે. તે સ્પર્શેન્દ્રિય દ્વારા બાકીની ઈન્દ્રિયનું પણ ઓઘથી જ્ઞાન થાય છે. કેલિફોર્નિયામાં એક જાતનું વૃક્ષ ઘણું શાંતિ પ્રિય છે. કોઈ તેની આગળ અવાજ કરે તો (શાંતિનો ભંગ કરે તો) ગુસ્સે થયેલું પાંદડાના અદ્ભુત પ્રકારના ખડખડાટ દ્વારા ક્રોધ પ્રદર્શિત કરે અને એની દુર્ગધ છોડે ત્યાં ઊભું રહેવું પણ અશક્ય બને. અમુક વનસ્પતિ આગળ સંગીત વગાડતા તે વિકસિત થઈ જાય! અમુક વનસ્પતિ આગળ સુગંધી ધુપ કરવાથી તે વિકાસ પામે. અશોક તિલકાદિ વૃક્ષો સ્ત્રીના આલિંગનથી વિકાસ પામે. આમ એકેન્દ્રિયોને પણ ભાવેન્દ્રિય પાંચે હોવાથી બીજી ઈન્દ્રિય સંબંધી વિષયોનું જ્ઞાન કરી શકે છે. તેમ દ્રવ્યમાન અને ભાવન– મનોવર્ગણાના પુદ્ગલોનું મનરૂપે પરિણમન થવું તે દ્રવ્યમન અને તેમાં જ્ઞાન પરિણામ ઉપયોગ રૂપે (બોધ રૂપે) પ્રવર્તવાતે ભાવમન છે. આમ પાંચે દ્રવ્યન્દ્રિય અને દ્રવ્યમન એ શેયને જાણવા માટે જ્ઞાનોપયોગરૂપ (ભાવેન્દ્રિય)નું સાધન છે. તે રીતે સાધક આત્માને ઉપયોગ જરૂરી પણ પાંચ ઈન્દ્રિયો એ વિષયનું સાધન નથી. સામાયિક સમતા સ્વભાવની સિધ્ધિમાં તે ઈન્દ્રિયનો સહાયક તરીકે ઉપયોગ કરી સાધના સફળ કરી શકે. 0 આત્માના પાંચ ભાવ પ્રાણ: શુધ્ધ – જ્ઞાનોપયોગ એ આત્માનો ભાવપ્રાણ છે. આત્માના ભાવપ્રાણ જ્ઞેયવસ્તુને સર્વજ્ઞદષ્ટિ પ્રમાણે જાણવાની–માનવાની–સ્વીકારવાની રુચીરૂપ ભાવ પરિણતિરૂપ અને સર્વજ્ઞદષ્ટિ પ્રમાણે હેયોપાદેયના નિર્ણયપૂર્વક જોયનો સ્વીકાર અને આત્મા સિવાય શેયરૂપે સર્વસંયોગો (પુદ્ગલદ્રવ્યના જે વિવિધ પર્યાય રૂપે) હેય છે અને છોડવાની રુચિ રૂપ પરિણામ સમ્યગદર્શન ભાવપ્રાણ છે. તે સહિતપસંયોગ હેય રૂપે સ્વીકારી અને તે પ્રમાણે રુચિ થવા સાથે તે સંયોગોનો ત્યાગ કરવા અને સ્વણેયના જ્ઞાનોપયોગ પૂર્વક અને આત્મ સ્વભાવમાં સ્થિરતા રમવા નવતત્ત્વ || ૧૭૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ રૂપ જે પરિણામ તે ચારિત્ર ભાવપ્રાણ છે. સર્વ ઈચ્છાના અભાવ રૂપ સ્વમાં જ તૃપ્તિનો પરમ અનુભવ કરવા રૂપ તપ પરિણામ તે તપ રૂપ ભાવપ્રાણ છે. જ્યારે આ ભાવ પ્રાણોના પરિણામમાં આવતા વર્તતો હોય ત્યારે આત્મા (સ્વની) પોતાના ભાવપ્રાણ જીવનમાં જીવતો કહેવાય. આથી ભાવપ્રાણ રૂપે જીવન જીવવામાં સૌ પ્રથમ યનો શુદ્ધ જ્ઞાનોપયોગ ભાવપ્રાણ જરૂરી. તો જ સમતારૂપ સામાયિક ભાવપ્રાણ રૂપ જીવ જીવન જીવી શકે નહીં તો તેનું ભાવ મરણ સતત ચાલુ રહે! સમતા સ્વભાવ ખંડીત થયા કરે ! તેથી સૌ પ્રથમ સ્પર્શેન્દ્રિયના ૯૬ વિષયો રૂપે સામાયિક ભાવપ્રાણ કઈ રીતે ખંડીત થાય છે અને કઈ રીતે ખંડીત ન થાય તે માટે સતત જ્ઞાનોપયોગમાં સાવધાન થવું જરૂરી. શેયનો જ્ઞાનોપયોગ કઈ રીતે પ્રગટ થાય છે તે પ્રથમ જાણવું જરૂરી. 0 દ્રવ્યેન્દ્રિય દ્વારા યનો શાનોપયોગ રૂ૫ બોધ થવાની પ્રકિયા સૌ પ્રથમ શેય વસ્તુના સાથે સંયોગ સંબંધ થવા રૂપ વ્યંજનાવગ્રહ થાય. આ વ્યંજનાવગ્રહ (ચક્ષુ મન સાથે ન થાય) તે પોતાના વિષયને સ્પર્શ (સંયોગ) કર્યા વિના જ અર્થાવગ્રહ (બોધ) કરે છે. તેથી મન અને ચક્ષુ વડે દુરના વિષયનો પણ બોધ તરત કરી શકે છે. બાકીના ચાર શ્રોત્ર-ધાણ–રસ–સ્પર્શેન્દ્રિય તેના વસ્તુના વિષય સંબંધી પરમાણુ સ્કંધોનો સ્પર્શ થાય તોજ બોધ થાય. આથી બાહ્ય કર્ણદ્રિયમાં શબ્દ વર્ગણા આવીને અથડાય અને તે શબ્દવર્ગણા અત્યંતર ઈન્દ્રિય તરફ ધકેલાય. પછી ઉપકરણેન્દ્રિય સુધી પહોંચે અર્થાત્ શબ્દવર્ગણાને ઉપકરણેન્દ્રિયનો જે સંબંધ થતાં અત્યંત અવ્યકત બોધ તે વ્યંજનાવગ્રહ થાય. આ ઉપકરણેન્દ્રિય આત્મપ્રદેશો સાથે સીધો સંબંધ ધરાવે છે તેથી આત્મપ્રદેશોમાં પ્રગટેલું જ્ઞાન લબ્ધિરૂપ ભાવેન્દ્રિયના યોગથી કંઈક અવ્યકત વ્યંજનાવગ્રહરૂપે બોધ થાય. તે થાય પછી 'કંઈક' છે. એમ સામાન્ય જ્ઞાનરૂપ અર્થાવગ્રહ થાય તે પણ અવ્યકત હોય છે. તે પછી ઈહા (જાણવાનો ઉહાપોહ રૂપ) વસ્તુ શું છે? જિજ્ઞાસારૂપે જ્ઞાન પરિણામ થાય, જેમ કે સાપ કે દોરડું?' પછી આ સાપ નથી પણ દોરડુ જ છે. એવો વસ્તુનો ચોક્કસ નિર્ણયાત્મક અપાયરૂપ બોધ થાય. વ્યંજનાવગ્રહ પછીના બધા જ્ઞાનપરિણામો થવામાં અંતર્મુહુર્તકાળરૂપ અસંખ્ય નવતત્ત્વ) ૧૭૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ સમય પસાર થાય. પછી કોઈ જોય વસ્તુના દ્રવ્ય–ગુણ-સહિત અલ્પ પર્યાયુક્ત બોધ થાય. જ્યારે અપાય (વસ્તુનો નિર્ણયાત્મક) બોધની જ્યારે મિથ્યાત્વનો ઉદય હોય તો તે બોધ સર્વશદષ્ટિ પ્રમાણે (શુધ્ધોપયોગરૂ૫) બોધ ન થાય પણ વિપરીત–અલ્પ–અધિકારાદિરૂપે બોધ થાય. તે આત્માને અહિતરૂપ થાય. તે આત્માના સામાયિક ભાવમાં બાધક થાય. આત્માને જે અહિતકરતે હેય–હિતકર તે ઉપાદેય મિથ્યાત્વની હાજરીમાં જ્ઞાનમાં નિર્ણય ઉધો થાય તો હેયમાં ઉપાદેય લાગે. જેમ કાચના રંગબેરંગી ટુકડામાં રત્નનું જ્ઞાન થાય તો કાચ પણ રાખવા લેવા જેવું લાગે. ધન-સ્વજનાદિ બાહ્ય વસ્તુમાં ઉપાદેય ભાવ આવે પણ આત્માને હિતકારી તપાદિ કરવાના અનુષ્ઠાન ઉપાદેય ન લાગે. આથી અપાય એ પ્રથમ મતિજ્ઞાનના પરિણામ અને શ્રુતજ્ઞાનના સ્પર્શના પરિણામરૂપ છે. મિથ્યાત્વના પરિણામ ભળવાથી તે અશુદ્ધ થાય અને સમકિતના પરિણામ ભળવાથી તે શુધ્ધ થાય, ત્યાર પછી તેનો જે અર્થ નિર્ણય થયો તેની આત્મામાં અંતર્મુહૂર્ત ધારણ થાય. જે ધારણા આત્મામાં સંસ્કારની વાસનારૂપ બને જે વાસના નિષ્ઠા પ્રાપ્ત થયા પછી ઉદયમાં આવે અર્થાત્ ભવાંતરમાં તે સંસ્કાર રૂપે પ્રગટ થયેલા મતિજ્ઞાનના અર્થ નિર્ણયરૂપ જ્ઞાનને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. તે વિષયક જ્ઞાન પરિપૂર્ણ યથાર્થ થતુ નથી પણ સર્વજ્ઞની દષ્ટિ સહિત તે જ્ઞાન કરવામાં આવે તો અલ્પ પણ જ્ઞાન પૂર્ણ જ્ઞાન બને. તત્ત્વાર્થ સૂત્રની કારિકામાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે જ્યારે સામાયિક ભાવપૂર્વકનું થાય તો એક પદનું પણ જ્ઞાન કેવલજ્ઞાનનું કારણ બને. માષતુષ મુનિ માત્ર એકપદ (જિનવચન) શુધ્ધ ન ગોખી શક્યા છતાં અપૂર્વ શ્રધ્ધા અને સમતાના પરિણામ સહિત ગુરુ બહુમાન સહિત ગોખતા તેમને મારૂષ-માતુષ આટલું વચન પણ કેવલજ્ઞાનનું કારણ બન્યું. આવી રીતે અનંતા આત્માઓ શ્રધ્ધા સમતા સહિત જ્ઞાન પૂર્વકની સાધના કરતા પૂર્ણ સામાયિક રૂપ વિતરાગતા અને જ્ઞાનની પૂર્ણતારૂપ કેવલજ્ઞાનને પામ્યા, અને જે આત્માઓના જ્ઞાનમાં મિથ્યાત્વભળતા જોયમાં (વિષયરૂપ જોયમાં) ડૂબી સમતાના ઘાત કરવાથી તેઓ સંસારમાં ભમ્યા. નવતત્વ // ૧૮૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ તે સ્પર્શેન્દ્રિયના વિષયો વડે સમતા (સામાયિક) કઈ રીતે ખંડીત થાય? સામાન્યથી જીવને કોઈપણ વસ્તુની પસંદગી બે રીતે કરવાની હોય છે. વ્યવહારમાં વસ્તુનું પ્રયોજન ઊભુ થાય અથવા વસ્તુને જોવાથી, સાંભળવાથી સ્મરણ થવાથી મોહના ઉદયથી ઈચ્છા થાય. કપડું ફાટી ગયું જીર્ણ-શીર્ણ થઈ ગયું કે ઋતુ બદલાય, શિયાળો ગયો અને હવે ગરમી શરૂ થઈતો કપડાનું પ્રયોજન ઊભું થયું તો કપડાની પસંદગીમાં શું જોવાય? કપડુ-હલકું, પાતળું, કોમન, રંગીન, ડીઝાઈન, કિંમતી આ બધી પસંદગી કોને આધીન થાય? મોહના ઉદયથી શરીરને સુખ અનુકુળતા અને શોભા કેમ વધે તે હેતુથી થતી પસંદગી તે વિષયરૂપ બની જાય ત્યાં હલકું–પાતળું આદિ અનુકુળ સારું લાગે! જ્યાં સારું ત્યાં રાગની વૃધ્ધિ થાય. મિથ્યાત્વ મજબુત થાય. સમતાનો ભાવ ખંડીત થાય! 'તે સામાયિકમાં ઉપકરણની પસંદગીમાં દષ્ટિ કેવી જોઈએ ? કટાસણું કેવું? જીવરક્ષા કરે તેવું કે શોભે તેવું? ચરવળો કેવો? દાંડી કેવી? ચકચકીત નાની પાકીટમાં સમાઈ જાય તેવી. જો દષ્ટિ હલકી છે તો ભાવ પણ હલકો આવે, જયણાનું પરિણામ અપ્રમત ભાવ, અને સામાયિક વડે સર્વસામાયિક ભાવની વૃધ્ધિ. દષ્ટિ માત્ર અનુકૂળતા સગવડવાળી નહોવી જોઈએ. સાધુ-સાધ્વી ભગવંત પણ કપડાના પ્રયોજનમાં જિનાજ્ઞા પ્રધાન દષ્ટિ ન હોય તો કપડાની પસંદગી અનુકુળતાની શોભાની દષ્ટિ થાય તો તે સામાયિક ભાવને ખંડિત કરે, કપડા સાથે કામળીનું મેચ થાય. કામળી પાતળી હલકી મુલાયમ જ માત્ર પસંદગીની દષ્ટિ પણ જીવ રક્ષાની પસંદગી ઠંડીથી શરીર સમાધિ શીલ રક્ષાની જો દષ્ટિ ન હોય તો તેનું ઉપકરણ સામાયિક ભાવ માટે અધિકરણ બની જાય. ગ્રહસ્થોને સૂવા માટે પથારીની પસંદગી ગાદલું–રૂવાળું ભરાવદાર, પોચું, મખમલની ચાદરથી યુક્ત, જોતાં ગમે સ્પર્શતા તેમાં સરકી જવાય અને નવતત્વ // ૧૮૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ ઘસઘસાટ સૂવાનો આનંદ આખા શરીરને સ્પર્શ સુખનો અનુભવ આનંદ થાય. એક રાજાની દાસીને રાજાની શય્યા પાથરતા અત્યંત મુલાયમ શય્યા સ્પર્શ ગમી ગયો. એકાંત જોઈ 'થોડીવાર લેટી જવાનું મન થયું અને સૂતા ભેગી શ્રમિત શરીર હોવાથી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ભાન ન રહ્યું. અચાનક રાજા આવ્યો રાડ પાડી ઉઠાડી, ૧૦૦ હંટરના ઘા મારવા તેની સામે ખડી કરી, દાસી હસવા લાગી. રાજાને નવાઈ લાગી. તેને હંટરના ઘા નો ભય નથી જેથી હસે છે. નામદાર ! ક્ષમા કરો મને આવો વિચાર આવ્યો હું ક્ષણભર સુતી તો ૧૦૦ હંટરના ફટકાની સજા મળે છે જ્યારે આપ તો રોજ સૂવો છે તો આપની શી દશા થશે?' રાજાએ હસીને તેને છોડી મૂકી. ગાદલું ઉપાદેય નથી પણ સંથારો ગમી ગયો તો સંથારો ધર્મનું ઉપકરણ છે છતાં તે પણ અધિકરણ બને. ઉપોયો પુત્ર શિલા પટ પેબી આખે આ ઝળહળિયાં, ફૂલની શય્યા જેને ખૂચતી તેણે સંથારી શીલા કરીયા (૫. ઉદયરત્ન વિજય મહારાજ) a સામાયિક સ્વભાવ ખંડીત ન થાય માટે શું વિચારીશું? તે વખતે યાદ આવવું જોઈએ. પૂર્વ મહાપુરૂષો ઘાસના, શિલાના સંથારો કરતા, હું કેવો કાયર છું કે તેને બદલે સુંવાળા એવા સંથારાની અપેક્ષા કરું છું. આમાં તો મારો સામાયિક ભાવ ખંડીત થાય. આથી સામાયિક ભાવ ખંડીત ન થાય તે માટે જ્યારે પ્રયોજન પડે ત્યારે તેનો વ્યવહાર માત્ર ઔચિત્યપૂર્વક કરવાનો છે. ઔચિત્ય કોને કહેવાય? સમાધી માત્રના લક્ષપૂર્વક જેટલી વસ્તુની જરૂરીયાત હોય તેટલી જ વસ્તુનો ઉપયોગ હેય માની રાગાદિભાવ પૂર્વકન થાય પણ ઉદાસિન વૃત્તિથી જ થાય તો તે વ્યવહાર બનાવવા માટે તત્વદષ્ટિ કેળવવી પડે. સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જ્યારે પણ પુગલનું પ્રયોજન થાય સંયોગ થાય ત્યારે ત્યાં વિચારવાનું કપડાનું પ્રયોજન શા માટે? દેહ છે' માટે. નવતત્વ || ૧૮૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ 'ધન્ય અતનું પરમાત્મા જ્યાં નિશ્ચચલતા સાર' હું સત્તાએ સિધ્ધ છું. સર્વસંગથી રહિત લોકાંતે રહેલા સિધ્ધોને કપડાંનુ પ્રયોજન નથી કારણ કર્મ નથી કાયા નથી તેથી તેનો કોઈ વ્યવહાર નથી. 'જ્યારે હું કર્મકાયાને ધારણ કરનારો છું, કાયા છે તેથી કપડાનું જ પ્રયોજન ઊભું થયું છે.' 'કપડું' એ પુદ્ગલ અજીવ છે, સર્વજ્ઞ દૃષ્ટિએ તે હેય છે કપડાનો સંયોગ કાયા સાથે કરવો તે દ્રવ્ય સંસાર છે. તો દ્રવ્ય સંસારનો હમણા ત્યાગ કરી શકતો નથી પણ તેના પ્રત્યેનો રાગ ન કરવા રૂપભાવ સંસારનો ત્યાગ કરી શકું છું તો હવે કપડાંના પ્રયોજનમાં કપડું એવું જ ગ્રહણ કરું કે જેથી રાગ–દ્વેષની વૃધ્ધિ ન થાય. શીલમર્યાદા સચવાય અને શરીરની સમાધી ટકે તે રીતે તેથી શાસ્ત્રમાં શ્રાવકને યોગ્ય કેવું વસ્ત્ર ધારણ કરવું તે જણાવેલ છે. વૈભવને ઉચિત, શાસન મર્યાદાને શીલનું કારણ બને. શ્રાવક તરીકેનો ઉપયોગ આવે તો જયણા સચવાય ધોતિયું અને ખેસ દશીવાળો, શ્રાવિકાએ દશીવાળી સાડી પહેરવી જોઈએ. અર્થ—કામમાં પણ સર્વજ્ઞની દષ્ટિનો ઉપયોગ ન મૂકવામાં આવે તો સંસારની દૃષ્ટિમાં માત્ર બુધ્ધિ જ રહે. ધર્મને વ્યવહાર કે પ્રયોજન હોય કે સંસારના વ્યવહાર કે પ્રયોજન હોય બંનેમાં આત્માની સામાયિક ભાવની અખંડિતતા જાળ વવા સર્વત્ર વ્યવહાર પ્રયોજનમાં સર્વજ્ઞ દષ્ટિનો ઉપયોગ રાખવો જરૂરી. સૌ પ્રથમ ઘરેણાના વ્યવહારમાં પણ ત્યાં પસંદગી હલકાની નહીં પણ ભારે ઘરેણાથી રાજીપો હોય. જેટલો ઘરેણાનો ચળકાટ વધુ તેટલો રાજીપો વધારે, પણ ત્યાં પણ વિચારવું જોઈએ. ઘરેણુ' પુદ્ગલનું પિંડ છે અને તે પરાવર્તન પરિણામવાળું પરમાણુના જથ્થાપિંડ રૂપે જે જે પરમાણુઓ છુટા પડી કચરા વિષ્ઠાના પિંડરૂપે પણ થઈ શકે તેથી તેવાં ઘરેણાનાં રાગ કરવા જેવા નથી. સામાયિક આવશ્યક કેમ કરું છું ? અવશ્ય કરવા યોગ્ય આત્માનાં સ્વભાવને પ્રગટ કરવું તે સમતા આવશ્યક છે. ભાવ પ્રાણ જોડાય ત્યારે જ એ ભાવ સામાયિક બને છે નહીં તો માત્ર દ્રવ્ય સામાયિક જ ગણાય. ભાવ સામાયિકમાં ભાવ પ્રાણો સાથે દ્રવ્ય પ્રાણો નવતત્ત્વ // ૧૮૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ જોડાય છે કે નહીં તેનો વિશેષથી ઉપયોગ રાખવો જોઈએ. સાધનનો ઉપયોગ શા માટે છે? તેનો ઉપયોગ જોઈએ. સામાયિક ઊભા ઊભા જ લેવાનું. કાયાની મમતા તોડવા અને પ્રમાદને છોડવા અને કાયાથી છૂટી દેહાતીત થઈ આત્માને અનુભવવાનું લક્ષ જરૂરી. આરાધના કરતા જે ઉર્જા પેદા થાય તે જમીનમાં ન જાય પોતાનામાં જ રહે માટે અને જીવોની જયણા માટે ગરમ કટાસણાનો ઉપયોગ કરવાનો છે. સામાયિક કરતાં શરીર, કપડા, આસન, વાતાવરણ આપણે કોની સાથે છીએ. આઠમાંથી કયા કયા સ્પર્શીની સાથે રહેલા છીએ અને તેમાં કયા મોહના પરિણામ સાથે રહેલા છીએ તેનો ઉપયોગ હોવો જોઈએ નહીં તો આપણને લાગે આપણે, સામાયિકની સાધના કરી પણ ખરેખર સામાયિકના આંકડા માત્ર ગણાઈ જાય. વાતાવરણની ગરમીમાં મન આકુળતા અરતિને અનુભવવા વડે મચ્છર આદિના ઉપદ્રવમાં ત્યાં પણ અરતિ અનુભવવા વડે કોઈના અવાજ મોટેથી સાંભળતા મન અપ્રીતિને અનુભવતો હોય ધીરજ ન રહે તો તેની વિકથા શરૂ થાય. ગરમી બહુ જ પડે છે. આટલી પણ આમને ખબર નથી પડતી કે આપણે અહિં સામાયિકમાં છીએ, છતાં તેઓ આટલે મોટેથી રાડો પાડે છે. આવા પ્રતિકૂળ તાના યોગમાં સમતાનો પરિણામ ખંડીત થઈ જાય. વળી જો સામાયિકનું સ્થાન અનુકૂળ મળી ગયું હોય વાતાવરણ શાંત હોય શીતળ પવન આવતો હોય વાયુકાયની શીતળતા ગમે, તેની કાયા કોમળ તેનો સ્પર્શ ગમે, આથી સામાયિક સારું થયું તેમ લાગે. રતિના ઉદય વડે અહિં પણ સમતાનો પરિણામ ખંડીત થાય. જીવને અનુકૂળતા ગમે છે. પણ ગરમ વાયુનો સ્પર્શ ગરમ કરશે. તેથી ગમતો નથી. મચ્છરનો સ્પર્શ કર્કશ તેથી ગમતો નથી સામાયિક વડે એવી સમતા કેળવવાનો અભ્યાસ કરવાનો છે કે જેથી વગર સામયિકના કાળે પણ સમતા સ્વભાવિક બને વ્યવહાર સામાયિકનું ફળ નિશ્ચય સામાયિક જ છે. પૃથ્વીચંદ્ર ગુણ સાગરે, ભરત મહારાજાએ વ્યવહાર સામયિકનો અભ્યાસ એવો પૂર્વ ભવોમાં કર્યો કે જેથી પછી સામાયિક વિના પણ મોહના ઘરમાં રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત નવતત્ત્વ || ૧૮૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ કર્યુ. પૃથ્વીચંદ્રગુણસાગરે લગ્નની ચોરીમાં ફેરા ફરતા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. n નિશ્ચયનાલા પૂર્વકના વ્યવહાર સામાયિકનાં દીર્ઘ અભ્યાસથી ભરતાદિની જેમ નિશ્ચય આવશ્યક સહજ થાય. આવા નિશ્ચય સામાયિકો સંસારના સર્વ વ્યવહાર યોગમાં સહજ થાય તે માટે છે જ્યારે વ્યવહારિક સામાયિકના અભ્યાસરૂપ અનુષ્ઠાન કરીએ છીએ ત્યારે તેમાં જિનાજ્ઞા પૂર્વક તેના સ્વરૂપનો ઉપયોગ હોવો જરૂરી છે. મેં સામાયિકમાં શું કર્યું છે? "કરેમિભતે સામાયિર્યમાં સૌથી પહેલા સામાયિકની પ્રતિજ્ઞા અર્થાત્ મારા આત્માનો સ્વભાવ છે અને તે સ્વભાવરૂપે થવાની મેં પ્રતિજ્ઞા લીધી છે અને સમતાના સ્વભાવમાં રહેવા માટે સમતાના બાધક એવા સાવધયોગનાં મેં પચ્ચકખાણ કર્યા છે. અર્થાત્ મારાથી જીવોના દ્રવ્યપ્રાણોનો નાશ ન થાય તેમજ મારા તથા બીજાના ભાવ પ્રાણોનો નાશ ન થાય તેની મેં પ્રતિજ્ઞા ધારણ કરી છે. તેમાં આપણે કીડી પણ મરી ન જાય તેની કાળજી કરીએ છીએ અને આકસ્મિક મરી જાય તો તેની આલોચના લઈએ છીએ. પણ ભાવપ્રાણનો કેટલો નાશ થયો તેનો ઉપયોગ પણ રહેતો નથી. અર્થાત્ રાગ-દ્વેષ–રતિ–અરતિ, હર્ષ શોકાદિ ભાવોની નોંધ લેવાતી નથી. તો તેની આલોચનાની વાત ક્યાંથી? તો સામાયિક શુધ્ધ ક્યાંથી થાય? ભાવ પ્રાણોની વિશેષથી રક્ષા કરવાની કષાયભાવ થવા રૂપ સાવધયોગ નો વિશેષથી ત્યાગ કરવાનો છે. અને તેનાથી જો અટકવાનો પ્રયત્ન થાય તેના સંસ્કારો દ્રઢ ન થાય તો તેના પ્રભાવે સામાયિક રહીતકાળમાં પણ સમતાના સંસ્કાર પ્રવૃત રહે અને ત્યાં પણ નિશ્ચયથી સામાયિકનો લાભ થાય, ભોજન માટે બેસવાના સ્થાને પણ સામાયિકનો લાભ થાય અર્થાત્ ખાતાં ખાતાં પણ સામાયિકનો લાભ મળે, ભોજન માટે બેસવાનો અવસર પ્રયોજન ઊભું થાય ત્યારે સૌ પ્રથમ ઉપયોગ મૂકે જેમ સામાયિકમાં બેસીને સ્વાધ્યાય કરવાનો છે. તત્ત્વની વિચારણા ચિંતન કરવાનું છે. તે ચિંતન કરતા કરતા ધ્યાન બનવા રૂપ સમતા સ્વભાવ પ્રગટ કરવાનો છે તેમ ભોજનના બાજોઠ પર શું વિચારે આહારની જરૂરિયાત ખરેખર ઊભી થઈ છે? શું સુધાવેદનીયની ઉદય થયો છે? શું પેટ ખાલી થઈ ગયું છે કે જીભ માગે નવતત્વ // ૧૮૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ છે કે મન કે પેટ કોણ માંગે છે? અહિ સર્વજ્ઞની આજ્ઞા શું છે? શું આત્માનો આહાર ગ્રહણ પરિણમન વિસર્જન કરવાનો સ્વભાવ છે? હું કોણ છું? શરીર કે આત્મા?' હું સત્તાએ સિધ્ધાત્મા છું.' ધન્ય અતનું પરમાત્મા જ્યાં નિશ્ચલતા સાર. (પૂ. દેવચંદ્રજી) સિધ્ધાત્માનો આહારગુણ પરિણમન સ્વભાવ જ નથી ! એહ શરીર ભવ મૂળ છે. જીરે તરુપોષક આહાર' પણ અનાદિથી શરીર વળગેલું છે અને જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ અયોગી નવિ હુએ જીરે, તાવ અનાદિ આહાર.' અયોગી ન થવાય ત્યાં સુધી શરીરને ટકાવવા આહારની માત્ર ટેકારૂપ જરૂર પડે. આમ જિનની વાત માની ક્ષુધા વેદનીયના ઉદયને પાપનો ઉદય માની પ્રથમ આત્માનો સ્વભાવ સમતા છે એટલે જિનાજ્ઞા છે કે સુધાવેદના પણ જ્યાં સુધી સમતા ટકે ત્યાં સુધી સહન કરવાની પછી ચિત્ત સમાધિ સંયમાદિ પાલનાદિ કારણોને ધ્યાનમાં રાખી આહારને હેય માની જેવા અને જેટલા આહારથી સમાધિ પ્રાપ્ત થાય તેટલો આહાર ઉદાસીન ભાવે આપવો પડે તો આપે. તે રીતે આત્મા સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે જો વિચારે માને અને તે પ્રમાણે અંતરની રૂચી પરિણામ હોય તો તે ૪થે ગુણઠાણે આવ્યો કહેવાય. જે વ્યવહાર જીવને ગુણઠાણે આરોહણ કરાવે તે મોક્ષયોગ અને જે વ્યવહાર આત્માને ગુણસ્થાનક પર આરોહણ ન કરાવે તે સંસાર યોગ. નિર્જરા માટે સમ્યગદર્શન જરૂરી. સમ્યગ્દર્શન સહિત આત્મા જેટલા કષાય ભાવોનો ત્યાગ કરે તેટલી નિર્જરા વધે. આથી આત્માને આહાર આપવાની ફરજ પડે તો પ્રથમ વિચારે કેવો આહાર આપવાનો 'જિનાજ્ઞા શું?" સચિત, અચિત કે મિશ્ર શ્રાવક પણ 'સવિતાદાર વર્નવો સચિતનો સર્વથા ત્યાગી હોય. પ્રથમ સચિતનું અચિત કરવું પડે તેવું ન આપે. સ્વભાવિક જે અચિત હોય તેવું જ આપે તે શકય ન હોય તો સચિતનું અચિત કરીને વાપરે. સચિતમાં રાગ વધારે એ લીલા શાક-ફૂટમાં વિશેષ શું જોવાય? તેમાં પણ કોમળ તા' કાકડી કઠણ નરમ શોધાય, પોક વગેરે વધારે ભાવે કારણ તેમાં કોમળતા વધારે રસ વધારે ગમે કોમળતા શિતળતા સ્નિગ્ધતા જેમાં જેમાં વધારે તેમ તે નવતત્ત્વ || ૧૮૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ વધારે ગમે ત્યાં જીવ નમી પડે સત્વ હણાય સમતા ખંડાય બીજાના કોમળ શરીર ચામડી ખાવામાં અકળામણ ન થાય અને મચ્છર આપણા કોમળભાગ પર બેસે તો તે આપણને ન ગમે. ખાવામાં જિનાજ્ઞાનો ઉપયોગ હોય તો ભોજનક્રીયા પણ બંધને બદલે સમતા સાધક બની નિર્જરાનું કારણ બને નહીં તો વિષયનું કારણ બની મહાકર્મબંધનું કારણ બને. તંદુલિયો મચ્છ અને કંડરીક આહાર સંજ્ઞા અને આહારના સુખની આસકિતમાં ૭મી નરકમાં ગયા. 1 જિનાલા અને સામાયિક સ્વભાવે એક જ શા માટે? જિન બનવા માટે જ જિનાજ્ઞા છે. જિન બનવું એટલે રાગદ્વેષના વિજેતા બનવું અર્થાત્ વિતરાગ બનવું. જે વિતરાગ હોય તે નિયમા–સર્વજ્ઞ બને. વિતરાગ બનવું એટલે જ સામાયિકનું ક્ષાયિક ભાવે થવું. જિનની પ્રથમ આશા છે આવશ્યકની છે. તેમાં પ્રધાન સામાયિક આવશ્યક છે. અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા સૌ પ્રથમ સામાયિક આવશ્યકનો ઉપદેશ આપે છે.નિશ્ચયથી આત્મા જ સામાયિક સ્વભાવે છે. અખા હજુ સામાપ ! તેથી જ જિનની વ્યવહાર આજ્ઞા પણ સામાયિક આવશ્યકની છે. સામાયિકની સિધ્ધિ માટે જિનની નિશ્ચયથી પ્રથમ આજ્ઞા માત્ર આત્મા = જ્ઞાતા આત્માનો સ્વભાવ યનો જ્ઞાતા બનવાનો છે. જોય-જીવ અને અજીવ છે અને તેને જાણનાર જીવ (આત્મા) જ છે. સૌ પ્રથમ આત્મા માટે પ્રથમ ય પોતાનો આત્મા બને. પોતાનો આત્મા સત્તાએ શુધ્ધ–સિધ્ધ છે અને વ્યવહારે અશુદ્ધ કર્મમય–શરીરમય છે. આત્માની અશુધ્ધ અવસ્થા હેય લાગે અને શુધ્ધ અવસ્થા ઉપાદેય લાગે. એટલે ઉપાદેયમાં રુચિનો પરિણામ પ્રગટ થાય અને હેયરૂપ અશુધ્ધ અવસ્થામાં ત્યાગની રુચિ પ્રગટ થાય એટલે સમ્યગદર્શન પ્રગટ થાય. આમ આત્માની અશુધ્ધ અવસ્થારૂપ કર્મ-કાયા અને કષાય ત્રણેય હેય તેથી તેને છોડવાની રૂચિ થાય. તેથી કર્મના વિપાક રૂપે જે કાયાનો સંયોગ (કાયાનો આકાર અને રૂ૫) તેના પ્રત્યે સામાન્યથી રાગનો પરિણામ જીવોને પ્રાયઃ થાય છે. અર્થાત્ કાયા સાથે મોહનો પરિણામ થાય. તેથી કાયાના સુખની નવતત્વ // ૧૮૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉપાદેયતા લાગી અને કાયાનાં સુખને ભોગવવામાં આત્મા પાંચ ઈન્દ્રિયજન્ય વિષયોના સેવન વડે આત્માના સમતા સ્વભાવનું ખંડન કરે છે. નિશ્ચયથી જિનાજ્ઞા 'આળાટ્ થો। સમતા એજ આત્માનો સ્વભાવ છે. તેથી આત્માનો નિશ્ચયથી ધર્મ સમતા સ્વભાવ પ્રગટ કરવા માટે વ્યવહારથી પણ જિનાજ્ઞા 'સામાયિક' કરવાની છે. વિષયોના ત્યાગ વિના સામાયિક આવી શકે નહીં. જિનની આજ્ઞા જીવને જિન બનાવનારી છે. આથી રાગ–દ્વેષથી મુક્ત થવું તે જિન છે અને સામાયિકમાં પણ જીવે રાગદ્વેષથી મુક્ત થવાનું છે. તેથી જિનની આજ્ઞા અને સામાયિક એ સ્વભાવે એક જ છે. અર્થાત્ સામાયિક ગ્રહણ વડે જીવ સમતા સ્વભાવવાળો બને એટલે આત્માનો ચારિત્ર ગુણ પ્રગટ થાય. ક્ષયોપશમ ચારિત્રના દીર્ઘ અભ્યાસથી આત્મા ક્ષાયિક ચારિત્રરૂપ વિતરાગ બને અને અંતર્મુહર્તમાં તે કેવલી જિન બને. 'રાગાદિ પરિહરી કરે સહજ ગુણ ખોજ ઘટમે ભી પ્રગટે તદા, ચિદાનંદ કી મોજ' 'હું છોડી નિજરૂપ, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણાના જલે' (સમતાશતક) (ચિદાનંદ કૃત અધ્યાત્મ બાવની) જિનઆજ્ઞા જીવને જિન બનવા માટે છે. જિન બનવા માટે પ્રથમ આજ્ઞા જીવ–અજીવને શેયરૂપે જાણી તેમાં અજીવને હેય અને જીવને ઉપાદેય તરીકે સ્વીકાર કરવાનો છે. જીવમાં ઉપાદેય શું ? જીવમાં જિનનું જીવન–ભાવપ્રાણ જ્ઞાનાદિ ગુણો ઉપાદેય છે જ્યારે આયુષ્ય આદિ દ્રવ્યપ્રાણો હેય છે. કારણ કે તે અજીવ રૂપ છે. પણ ભાવ પ્રાણોની પૂર્ણતા કરવા માટે દ્રવ્યાપ્રાણોની સહાય જરૂરી છે. દ્રવ્યપ્રાણોમાં ભાવપ્રાણ ભેળવી ભાવપ્રાણોને જ ભોગવતા અર્થાત્ આત્માના સમતા આદિ ગુણને ભોગવવાના છે. તેજ આત્માનો સ્વભાવ છે. અર્થાત્ આત્મા સ્વગુણોનો ભોગી છે. પણ આત્મા અજ્ઞાનતાને કારણે મિથ્યાત્વના ઉદયે નવતત્ત્વ || ૧૮૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ પોતાના સ્વભાવની ભ્રાંતિ થવાથી પર સ્વરૂપને પોતાનું સ્વરૂપ માની તેમજ સુખની ભ્રતિમાની અજીવ–પુદ્ગલમાં, રહેલા વર્ણ–ગધ-રસ–સ્પર્શને તેમાં વિશેષથી જીવ સ્પર્શ ગંધ અને રસનો ભોગ ભોગવવાનું કાર્ય કરે છે. પાંચે દ્રવ્યન્દ્રિયનું કાર્ય તેના વર્ણાદિ પાંચવિષયોને માત્ર આત્માને જણાવવાનું છે. આથી જો પાંચે વિષયોને માત્ર જાણવાનું કાર્ય થાય તો તે જ્ઞાનેન્દ્રિય બને, નહીં તો તે ભોગેન્દ્રિય બને. તેમાં સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય વિશેષથી ભોગેન્દ્રિય બને છે. કારણ કે તે ઈન્દ્રિયો પોતાના વિષયભૂત પુદ્ગલોનો તેની સાથે એકમેક સંબંધ થાય ત્યારે જ સ્પષ્ટ બોધ થાય. જ્યારે ચક્ષુ ઈન્દ્રિયને તેને પોતાના વિષયને એકમેક કરવાની જરૂર નથી. દૂરથી જ તેનો બોધ થઈ જાય અને શ્રવણેન્દ્રિયને તેના વિષયના પુગલો વિશેષ સૂક્ષ્મ અને અતિ પ્રમાણમાં હોવાથી બહુ જ ઝડપી બોધ થઈ જાય તેથી તે જ્ઞાનેન્દ્રિય તરીકે છે. તેથી તેમાં કેવલજ્ઞાન જલ્દી પ્રાપ્ત થઈ શકે. જ્યારે સ્પર્શેન્દ્રિયમાં કેવલજ્ઞાન સૌથી દુષ્કર, તેથી તેના વિષયથી મુક્ત થવા આત્માની સર્વ સાધનામાં તપ પર વિશેષથી ભાર મૂકવામાં આવ્યો છે. સ્પર્શેન્દ્રિય આખા શરીરમાં ફેલાયેલી છે. તેથી આખા શરીરમાં સર્વત્ર તેના વિષયમાં તેની ભોગવૃત્તિ ઊભી રહે છે. તેથી શરીરની આસક્તિ છોડવી દુષ્કર બને છે, શરીરનું સુખ છોડવું દુષ્કર બને છે. સ્પર્શેન્દ્રિયનું કાર્ય માત્ર સ્પર્શ વિષયનું જ્ઞાન કરવાનું છે. જ્ઞાન-પુદ્ગલમાં રહેલા શીતાદિસ્પર્શને જાણવાનું છે. પરંતુ આપણને શીતલ પવનનો સ્પર્શ થાય ત્યારે શીતલ સ્પર્શ ગમી જાય છે તેથી તેમાં જ રહેવાનો ભાવ થાય છે. અર્થાત્ શીતલ પુગલો સાથે રહેવાનો ભાવ એ શીતલ પુદ્ગલોને ભોગવવાની વૃત્તિ છે. આથી સ્પર્શેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય મટી ભોગેન્દ્રિય બને છે. સામાયિક પૌષધ સર્વ સામાયિકમાં (સાધુપણામાં) પણ જીવ ઈન્દ્રિય વિષયના સંયોગમાં માત્ર શેયરૂપે રહે અને જો શુધ્ધોપયોગ ભળે તો તે યોગી બને જ્યારે શેયમાં રાગાદિ ભાવો ભળે તો તે સંસારનો (પુદ્ગલનો વિષયોનો) ભોગી બને. આત્મા સ્વભોગી ક્યારે કહેવાય ? ઇચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે. તપ તે એહિ જ આત્મા વર્ત નિજ ગુણ ભોગે રે. (૫. મહો. યશોવિજયજી) નવતત્વ // ૧૮૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ભોગની ઈચ્છા લોભ મોહના ઉદયે થાય છે. મોહનું કાર્ય આત્માને પરમાં પ્રેરક બનાવાનું છે. આથી મોહના ઉદયમાં પરના સંયોગરૂપ પુદ્ગલને ગ્રહણ અને ભોગના ભાવ ઉભો કરે તેથી પુગલ ભોગની ઈચ્છા રોકવામાં આવે તો કષાય રોકાય અર્થાત્ આત્મા પોતાના સમતા ભાવમાં આવે તો પુગલને ભોગવવું ન પડે તે જ નિશ્ચયથી આત્માનો સ્વભાવ છે. તે જ તપ છે. અર્થાત્ જીવ સર્વ પુદ્ગલભાવોની ઈચ્છાનો રોધ કરવાપૂર્વક સ્વઆત્મ ગુણમાં સ્થિરતા કરે છે ત્યારે જ તે તપસ્વી એટલે કે આત્મગુણનો ભોગી કહેવાય છે. હવે જો આત્મા પોતાના ગુણોમાં ભોગ ન બને તો તે બહાર ભોગ માટે ભટકે. પરધર જતા રે ધર્મ તમે ફિરો, નિજઘર ન વહોરે ધર્મ જેમ નવિ જાણે રે કસ્તૂરીયો, મૃગ મૃગમદ પરિમલ ધર્મ પારા (પૂ. મહો. યશોવિજયજી) જેમ મૃગની નાભિમાં કસ્તુરી હોવા છતાં તેનું તેને ભાન નથી અને તે કસ્તુરીની શોધમાં જંગલમાં ભટકે છે. તેમ અજ્ઞાની જીવ પોતાની પાસે જ ભોગ્ય વસ્તુ (ગુણ) પોતાની પાસે જ છે જેને પોતે જ ભોગવી શકે, બીજો કોઈ ભોગવી શકે તેમ નથી અને પોતે પણ બીજાની પાસે રહેલા ગુણોને ભોગવી શકતો નથી. પણ બીજાને ભોગવવામાં પોતાને માત્ર પીડા જ મળે છે. જેમ કૂતરો હાડકાને કોતરી ખાય અને કોતરતા પોતાના પેઢા છોલાય વેદના થાય અને તેમાંથી લોહી નીકળે અને તે લોહીના સ્વાદમાં પોતે જાણે મેં હાડકાનો રસ ભોગવ્યો, આવી મિથ્યાભ્રાંતિ થાય છે. જ્ઞાનીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, પર લાણ તે દુઃખ કહીએ. નિજવસતે સુખ લહિએ.' પર ભોગવવામાં માત્ર પીડાનો જ અનુભવ થાય પણ મિથ્યા અને મોહના ઉદયે પોતાને તેમાં પીડાને બદલે સુખ–ભોગવી રહ્યાની ભ્રાંતિ થાય છે. જેમ દારૂડિયો દારૂના નશામાં પોતાની જાતને જગતમાં સૌથી સુખી માને છે. તેમ જે બહાર શોધ કરવામાં જીવ અનાદિથી ભટકે છે. તેમ જીવ સ્વગુણના ભોગીને બદલે પુગલનો ભોગ બનીને પોતાના સમતા સ્વભાવનો નાશક બને છે. નવતત્વ || ૧૯૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ | રસનેનિય : "સર્વ આચારમય પ્રવચને ભાખ્યો અનુભવ યોગ તેથી મુનિ વમે મોહને રતિ અરતિ શોક. (પૂ. મહો. યશોવિજયજી) શાસ્ત્રોમાં આત્માનાં પાંચ આચાર શા માટે કહ્યા છે? આત્માના ગુણો પાંચ છે. પાંચે ગુણોને આત્માએ વ્યવહારથી પચાચારના પાલન કરવા વડે નિશ્ચયથી આત્માના ગુણનો અનુભવ કરવાનો છે અને માટે મુનિઓ સતત મોહને વમી ગુણનો અનુભવ કરે જ્યારે "સયલ સંસારી ઈજયરામી, મુનીગણ આતમરામી રે (૫. આનંદઘનજી) સંસારી મોટા ભાગના આત્માઓ ગુણોને ગમી ઈન્દ્રિયના વિષયોનો અનુભવ કરતા હોય છે. રસનેન્દ્રિયના વિષયો (સ્વાદરૂપે) પાંચ છે અને સચિતઅચિત કેમિશ્રમાં (પુદ્ગલ દ્રવ્યમાં રહેલા હોય છે. ખાટો મીઠો તીખો કડવો તુરો તે પાંચ સ્વાદના જ્ઞાન કરવા માટે રસનેન્દ્રિયની સહાય જરૂર પડે. રસનેન્દ્રિયના ત્રણ કાર્ય–રસનેન્દ્રિય સ્પર્શેન્દ્રિય સહિત છે. કારણ આખા શરીરમાં ફેલાયેલી છે. તેની સ્વાદની સાથે સ્પર્શનું પણ જ્ઞાન કરે છે. આથી પુદગલમાં રહેલા સ્વાદને પારખવાનું અને વાણી પ્રગટ કરવામાં પણ સહાય કરવાનું કાર્ય કરે છે. નિશ્ચયથી–તપ એ આત્માના ગુણ ભોગવવા માટે કરવાનો છે. આ નિશ્ચયનો ઉપયોગ ન હોય તો વ્યવહારતા પણ નિશ્ચયના કારણને બદલે કર્મબંધમાં કારણ બને. ૧૨ પર્વ તીથી છે. શ્રાવક ચોવિહાર ઉપવાસપૂર્વક પૌષધ કરે ! પૌષધમાં આઠ પ્રહર–પ્રમાદ કરવાનો છે. મોહને નમન કરવાનું છે. પણ ઉપયોગ ન હોય તો પૌષધ કર્યાનો સંતોષ–બાહ્ય જીવ વિરાધના– આરંભ સમારંભના પાપ પ્રવૃત્તિથી બચવાનો સંતોષ જિનાજ્ઞા પાળવાનો સંતોષ હોય છે. પોતાની જાતને આરાધક માનીને ફરતો હોય પણ સાથે સ્વરૂપનો ઉપયોગ જરૂરી છે. નવતત્વ // ૧૯૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ a પ્રમાદને હરનાર પૌષધ પ્રમાદને વધારનાર કઈ રીતે બને? તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ પુરિમુઢપૂર્વકનું કર્યું. પચ્ચકખાણ કાળ આવતા પચ્ચકખાણ પારી લે અને તે વખતે પાણી ગરમ હોય કે બરોબર ઠાર્થન હોય તો આનંદ આવે કે વ્યાકુળતા થાય? અને પાણીની વ્યવસ્થા કરનાર વિષે કેવી વિચારણા થાય? પાણી ઠંડુ હોય નહીં ઉનાળાનો દિવસ હોય તો શું થાય? પૌષધમાં પ્રમાદ (મોહને) દૂર કરવાનો અપૂર્વ અવસર મળવાનો આનંદ હોય કે કેવા વિકલ્પોમાં મન ચડે સમતાની વૃધ્ધિ થાય કે ખંડિત થાય? જિનવચન ત્યારે યાદ રહે? अनुसोओ संसारो पडिसोओ तस्स उत्तारों' | (દશ વૈકાલિક) અનુકુળતાએ સંસાર અને પ્રતિકૂળતાએ સંસારથી પાર પામવાનો મોક્ષમાર્ગ છે. પૌષધ (આઠ પ્રહરનો પૌષધ) (પ્રહર–મોહ-પ્રમાદ)ને દૂર કરવા આઠ કર્મનો જથ્થો (જે અનાદિથી સંચિત કર્યો છે, તેને ખાલી કરે તે પૌષધરૂપ ચારિત્ર મેં ગ્રહણ કર્યું છે. ચારિત્ર વ્યવહારથી ચારિત્ર-પૌષધ-સામાયિકના સ્વીકારરૂપ અને પ્રહર (સંસાર વ્યવહારનો ત્યાગ) રૂપ છે. તેમાં જીવે મોહથી મુક્ત બની આત્મ રમણતા કરવાની છે. "વસ્તુ વસ્તુ વિચારતા મન પામે વિસરામ, રસા સ્વાદ સુખ ઉપજે અનુભવતાકો નામ.' (ચિદાનંદ કૃત અધ્યાત્મ બાવની) દરેક પદાર્થનું સર્વજ્ઞ પ્રમાણે જ્યારે ચિંતન કરવા વડે માત્ર શેયરૂપ જ વસ્તુને જાણવાનો પ્રયત્ન કરે અને તેમાં મોહન ભળવા દે ત્યારે આત્મા શેયનો જ્ઞાતા બની ધ્યાતા બને, ગુણનો રસાસ્વાદ અનુભવે. આ રીતે સ્વરૂપ વિચારણા હોય તો જ્યારે સંયમ સાધકને કંઈ જરૂર પડે તેમાં સાધન તરીકેનો માત્ર ઉપયોગ ન હોય તો ત્યાં આત્માના રસાસ્વાદના બદલે પુદ્ગલસ્વાદમાં ખોવાઈ જાય સંસાર વધારી મુકે. હવે જો પુન્યના યોગે પાણી સમયસર પ્રાપ્ત થાય અને તમને તમારી અનુમોદનાપૂર્વક ભક્તિ બતાવવા દ્વારા તમને આપવામાં આવેલ પાણી અત્યંત શીતલ મધુર હોય, નવતત્વ || ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ પાણીમાં વિવિધ સ્વાદો હોય છે. દરિયાનું પાણી ખારું હોય, શેરડીના પાક જ્યાં વધારે થતો હોય, ત્યાંના પાણી શેરડીના સ્વાદ જેવા મધુર પણ હોય. શીતલ અને મધુર પાણી સતત કોમળ સ્પર્શવાળું હોય છે. તેથી જીભ એક સાથે સ્પર્શનું જ્ઞાન અને સ્વાદનું જ્ઞાન એમ બન્ને કાર્ય કરે છે. ભર ઉનાળામાં પુરિમઢના પચ્ચખાણ, ઉપવાસ અને આગલા દિવસે ઉત્તર પારણામાં ભારે મસાલાવાળા તથા તળેલા આહારથી આકંઠ વાપર્યું હોય એટલે પાણીની પ્યાસ પણ વ્યવસ્થિત લાગી હોય અને શીતલ પાણી વાપરતા જીવ દ્વારા તેના સ્પર્શ અને સ્વાદ બંનેનો અનુભવ એકી સાથે થાય. તેમાં સાતા રતિ (રાગ) ભળે એટલે હાસ સુખાભાસ થાય અને આનંદ અનુમોદના થાય. તો ત્યાં નિશ્ચયથી સામાયિક ભાવનું ખંડન થાય. કંડરીકનો આત્મા હજાર વર્ષ સંયમજીવન પાળીને પણ ૧ દિવસના માત્ર ભોજન સ્વાદના રસમાં આસક્ત બની ૩૩ સાગરોપમ નરકની ઘોર વેદનાની સજા ભોગવી. તે જ રીતે તંદુલીયો મત્સ માત્ર અન્તર્મુહર્તના આયુષ્ય જીવનમાં મન દ્વારા ૧ હજાર યોજન માછલાના મુખમાં પ્રવેશતા અને નીકળતા માછલાને જોઈને તે બધાને ખાવાના અભિલાષની આસક્તિમાં રૌદ્રધ્યાનમાં ચઢી ૭મી નરકનું આયુષ્ય બાંધી નરકમાં જાય છે. ચાર વસ્તુ જીતવી દુર્લભ अखाणं रसनी, कम्माणं मोहनी तहेव वयाणं बम्भवयं गुत्तीपं य मणगुत्ती चउहा दु:खेण जयन्ति ॥॥ ૧. ઈન્દ્રિયોમાં રસનેન્દ્રિય ૨. આઠ કર્મોમાં મોહનીય કર્મ ૩. વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત ૪. ત્રણ ગુપ્તિમાં મનોવૃપ્તિ આત્માને પોતાની સ્વભાવ દશાનું સતત ભાન જરૂરી છે. સમ્યગ ગુણઠાણાનો પ્રથમ ગુણ જ આસ્તિકય છે. આથી પોતાના (આત્માના) અને પોતે જેની સાથે (શરીર પુગલ) છે તેના અસ્તિત્વના સ્વરૂપનો તેમાં જ્ઞાનોપયોગ મુકવો જોઈએ. હું કોણ છું.' 'આત્મા છું.' "પુદ્ગલભાવ રૂચી નહિ તામે રહે ઉદાસ. સો અંતર આત્મા તહે ચિદાનંદ પ્રકાશ' હું શરીર નથી પણ શરીરમાં પૂરાઈને રહેલો આત્મા છું. શરીર પુગલના પિંડરૂપ અશુચિથી ભરેલું અને નવતત્વ // ૧૯૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલની સતત માંગ કરનાર છે. શરીરમાં જે સુગધી રસવાળા પુદ્ગલો નાંખો તે બધાને અશુચિમાં ફેરવવાના સ્વભાવવાળું છે. 0 ખાવું એ પાપ શા માટે? પુદ્ગલનો આહાર કરવો એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો અરૂપી આત્માના જ્ઞાનાદિ ગુણોનો ભોગ કરવાનો છે. "શાનામૃત ભોજન (ધ્રુવપદ) રામી, સ્વામી મહારા, નિકામી ગુણરાય, નિજગુણી કામી હો તું ઘણી ધ્રુવ આરામી હોય.' (પૂ. આનંદઘન મહારાજ) પોતે પોતાના આત્માના સેવક અને સત્તાથી પૂર્ણ એવા પોતાના સ્વામીરૂપ (પરમાત્મા રૂપ) પોતાના આત્માને કહી રહ્યા છે કે સ્વામી તમે તો ધ્રુવપદના સ્વામી છો.અર્થાતુઆપ આપનાઅનંત જ્ઞાનાદિ ગુણસમૃધ્ધિમાંજ રમવાના સ્વભાવવાળા છો. નિકામી પુદ્ગલના ગુણોની ઈચ્છા કર્યા વિના આપ સદા સ્વગુણમાં જ રમવાના સામર્થ્યવાળા સ્વામી છો. આથી સ્વગુણમાં રમવાનો પુરૂષાર્થ-અભ્યાસ કરવામાં આવે તો ક્ષયોપથમિક ગુણની પ્રાપ્તિ પછી સદા ક્ષાયિકગુણની પ્રાપ્તિ થવા વડે તેના સ્વામી બની તેમાં જ રમવાનું થાય. આત્મા જ્યારે પોતાના ગુણોનો ભોગ કરશે ત્યારે જ તે વાસ્તવિક તૃપ્તિની અનુભૂતિ કરશે. આહારાદિના પુદ્ગલોથી આત્માને કદી તૃપ્તિ થતી નથી કેમ કે 'पुद्गलै : पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । પતિ સમારોવો, જ્ઞાનિના સ્તનયુથતો ૨૦-ધા | (જ્ઞાનસાર) શરીર ભોજનના ઔદારિક પુદ્ગલોથી બનેલું હોવાથી આહારના પુગલો આપવાથી તેની તૃપ્તિ-પુષ્ટિ થાય પણ અરૂપી આત્માની તૃપ્તિ-પુષ્ટિ કરવા તેને અરૂપી ગુણોનો ખોરાક જ આપવામાં આવે તો તે તૃપ્ત થાય. આથી પરપુદ્ગલથી આત્માની તૃપ્તિનો આરોપ કરવો જ્ઞાનીઓને ઘટે નહીં. આથી જ્યારે સુધા વેદનીયનો કે તૃષાવેદનીયનો ઉદય થાય ત્યારે જિનાજ્ઞાનો વિચાર નવતત્વ || ૧૯૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે કે 'ક્ષુધા તૃષા' એ આત્માની સ્વભાવ દશા નથી પણ ખાવું–પીવું એ વિભાવદશા તેથી તે પાપરૂપે છે. પૂર્વે આત્મા, આત્માની સ્વભાવદશા આત્મગુણોના ભોગ રમણતામાં ન રહ્યો અને પુદ્ગલપિંડમાં લોલુપ બની તેમાં સુખની બુધ્ધિ કરી પુદ્ગલના પાંચ સ્વાદ (ખાટો, મીઠો, તુરો, કડવો, તીખો) ને માણવામાં આનંદ માની, આત્માના સ્વભાવ વિરૂધ્ધ પ્રવૃત્તિ કરવા વડે વેદનીય કર્મ બંધાણું અને તે આજે વેદના આપવા રૂપે ઉદયમાં આવ્યું છે. સૌ પ્રથમ જિનાજ્ઞા 'સુધા—તૃષા એ પરિષહ છે, સ્વભાવ નથી.' તો તું તેને સહન કર અથવા તું તારા સમતા સામાયિક સ્વભાવમાં રહે. જ્યાં સુધી તારી સમાધી ટકે ત્યાં સુધી આહાર–પાણીના પુદ્ગલો ન આપ. તે બધુ દ્રવ્ય સંસાર છે. આમ સમતામાં (સ્વભાવ) રહેવાથી વિભાવમાં રહીને બાંધેલું કર્મખરી પડશે. નવું નહીં બંધાય અને જૂના નાશ પામશે અને તારો અણહારી – અવ્યાબાધ ગુણ પ્રગટ થશે. તે પૂર્વે ઉદાસીન ભાવ પ્રગટ થશે. ઉદાસીનતાની પરાકાષ્ઠા વધતા આત્મામાં વિતરાગતા પ્રગટ થશે. વિતરાગતાથી જ્ઞાનની પૂર્ણતારૂપ કેવલજ્ઞાન પ્રગટ થશે. ખાતા—ખાતા કરકંડ મુનિને કેવલજ્ઞાન કેમ થયું ? 'કરકંડુ' મુનિને પૂર્વે બાંધેલા ક્ષુધાવેદનીયના કારણે ક્ષુધા સહન ન થતા સંવત્સરી જેવા પર્વના દિવસે પણ ઘડો ભરીને ભાત વાપરવા પડતા પણ જિનાજ્ઞાની જાગૃતિ હોવાથી અપૂર્વ અપ્રમતપણે ઉદાસીન ભાવને ધારણ કરીને ભાત ખાવા છતાં આત્મા સ્વ સ્વભાવના ઉપયોગમાં રહ્યો. ભાતનો સંયોગ દાંત અને જીભને થાય છે. ભાત, દાંત, જીભ રૂપી છે. હું અરૂપી છું. ભાતમાં રહેલા સ્વાદનો જ્ઞાન કરવો મારા આત્માનો સ્વભાવ છે. હું જ્ઞેયનો જ્ઞાતા છું પણ તેનો ભોકતા નથી. કર્મના ઉદયે આ વ્યવહાર કરવો પડે છે. મારે મારા આત્માનાં— જ્ઞાન– દર્શન– ચારિત્ર-તપાદિ ગુણનો ભોગ કરવાનો છે. 'સિધ્ધના જીવો અશરીરી છે સદા પોતાના ગુણોના ભોગમાં રક્ત હોય છે.' 'સિધ્ધાણમાણંદ રમા લયાણૅ સિધ્ધો પોતાની રમામાં (સ્વભાવદશામાં) રક્ત હોય છે. મારે શરીરને કારણે ટેકો આપવા અર્થે ભાતને આહાર તરીકે ગ્રહણ કરવો પડે. ધન્ય અતનુ પરમાત્મા' ધન્ય છે. સિધ્ધના આત્માઓને કે જેઓ શરીર અને શરીરના નવતત્ત્વ // ૧૯૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ આહારના સંગથી મુક્ત છે. તે સિવાય શરીરધારી બધા આત્માઓ કદાચ કવલાહાર બંધ કરે તો પણ તેમને લોમાહાર તો ચાલુ જ હોય છે માટે જ્યારે તે ભવ્ય દિવસો આવશે કે હું પણ સિધ્ધોની જેમ આહારના પ્રસંગથી મુકત થઈ આત્માને પર પુદગલરૂપ આહારાદિની પીડાથી મુકત કરીશ. આ પ્રમાણે શુભ વૈરાગ્યમય વીતરાગની તત્ત્વમય ભાવના ભાવતા વિશુધ્ધ ધ્યાનની શ્રેણીએ ચઢતા કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આમ આહાર વાપરવા છતાં તેના સ્વાદને માણતા નથી. માત્ર જાણીને આત્માના સ્વભાવમાં રકત બન્યા. આહારમાં ઉદાસીન બન્યા ને વિતરાગતાને પામ્યા. સૌથી વધારે સ્વાદનો અનુભવ એકેન્દ્રિયની કાયામાં થાય. તેમાં પણ સૌથી વધુ વનસ્પતિ કાયમાં તેમાં બધા જ સ્વાદનો અનુભવ થાય.દેવકુરુ–યુગલિક ભૂમિની માટીમાં પણ એટલી મીઠાશ અને શક્તિ હોય કે તુવેરના દાણા જેટલી માટી વાપરવાથી ત્રણ દિવસ સુધા ન લાગે. ઘણા જીવો માટીને આહાર તરીકે વાપરતા હોય છે. એકેન્દ્રિય જીવમાં પણ ઓધથી આહાર સંજ્ઞા હોય છે. પ્રત્યેક વનસ્પતિ પોતાના મૂળિયા વાટે જમીનમાંથી પોતાનો આહાર શોધી લે છે. તેમાં દરેક પોતાનો વિશિષ્ટ આહાર જ ગ્રહણ કરે છે. લીમડાના ઝાડ મીઠી માટીમાંથી પણ કડવો રસ જ ગ્રહણ કરશે. નાળિયેર સમુદ્ર કિનારે હોવા છતાં ખારી ભૂમિમાંથી પણ મીઠાશને ગ્રહણ કરશે. લીંબુના ઝાડ ખટાશને ગ્રહણ કરશે. માટીમાં પાંચેય રસ રહેલા હોય છે. જેને પોતાને જે પ્રિય હોય અથવા જેનું નામ કર્મ જે સ્વાદના પુદ્ગલ ગ્રહણ કરવા યોગ્ય હોય તે જ તે ગ્રહણ કરે. ડુક્કરના જીવોને વિષ્ટામાં સ્વાદનો અનુભવ થાય. તેમને મિષ્ટાન કે બીજી વનસ્પતિનો આહાર મળશે તો તે પ્રથમ વિષ્ટાને જે પસંદ કરશે. . દેવોને પણ આહાર અલ્પ અને તે પણ કવલાહાર હોતો નથી. ૩૩ સાગરોપમ આયુષ્યવાળા દેવોને ૩૩ હજાર વર્ષે એક વખત ખાવાની અભિલાષા થાય. છતાં તેનો તે ત્યાગ ન કરી શકે અને તેમાં પણ પોતે જે આહારની ઈચ્છા કરી હોય તે આહારના પુલોનું પરિણમન થઈ જાય, તેને તેમાં તેની અપૂર્વ સ્વાદની તૃપ્તિ થાય પણ તેનો તે ત્યાગ ન કરી શકે. મનુષ્યની આ જ વિશેષતા છે, નવતત્વ || ૧૯૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ કે તે મનગમતા સ્વાદનો ત્યાગ કરી શકે અને જરૂર પડે તેમ માનીને નીરસનિઃસ્વાદ આહાર તેને (શરીરને) આપી શકે. ધના આણગાર છઠ્ઠ–અક્રમ પારણે કરતા નિરસ આહાર.' જ્યાં માખી પણ ન બેસે અને જે લોકોએ બહાર ફેંકવા કાઢેલું હોય તેનો આહાર તપના પારણે કરવા દ્વારા અપૂર્વ નિર્જરા કરતા. કંડરીકે ૧ હજાર વર્ષ સંયમ પાળી ૧ દિવસના આહારની આસકિતમાં ૩૩ સાગરોપમ નરકની ઘોર વેદનાની સજા મેળવી અને તેના જ ભાઈએ તેનો જ વેષ ગ્રહણ કરી જાતે જ સાધુપણાનો સ્વીકાર કરી ઘોર અભિગ્રહ કર્યો. જ્યાં સુધી ગુરુના ચરણમાં ન પહોંચું ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ, ત્રીજા દિવસે ગુરુ પાસે અઠ્ઠમના પારણામાં નિરસ આહાર ઉદાસીન ભાવે વાપરતા સમાધિ મૃત્યુ પામી અને સર્વાર્થ સિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, ત્યાં ૩૩ સાગરોપમ તત્ત્વમય રમણતા માણી મનુષ્યનો એક જ ભવ કરી મોક્ષે જશે – પુગલિક પિંડ લોલુપી જગમેં રંક કહાવે, પુદ્ગલ સ્નેહ નિવારક પલક મેં જગપતિ બિરુદ ધરાવે જે પુગલના રસાદિ સ્વાદમાં ડુબ્યા તે ભવમાં ભટકયા અને જેણે તેનો સ્વાદ છોડ્યો અને આત્માનો (સ્વગુણોનો) સ્વાદ માણ્યો તેઓ ભવપારને પામ્યા. सुसंवृतेन्द्रियग्रामे प्रसन्ने चांतरात्मनि क्षणं स्फुरति यत्तत्त्वं तदुपं परमेष्ठिन : યોગપ્રદીપ) જે આત્મા ઈન્દ્રિયોને વિશેષ પુરૂષાર્થથી દમન કરી તેને આત્માના ગુણોમાં વાળે છે તેનો આત્મા પ્રસન્નતાનો અનુભવ કરે છે અને તેનાથી જે તત્વની ફૂરણાઓ થાય, તે જ તત્વ પરમતત્વ સ્વરૂપ હોય છે. આત્માનો સામાયિક સ્વભાવ પ્રગટ કરવા જિનાજ્ઞાનું સ્મરણ સતત કરવું પડે તો જ સમ્યગદર્શનની જાગૃતિ રહે અને તો જ સમતારૂપ જિનાજ્ઞામાં આત્મા રહી શકે. વધારે સ્વાદનું કારણ રસ છે. તેથી સાધુઓને વિના કારણે વિશેષ વિગઈ ફુટનો નિષેધ છે માટે જ્યારે આપણે ફુટનો જયુસ, કેરીનો રસ, શેરડી અને મોસંબીના રસ વગેરે નવતત્વ // ૧૯૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ વાપરતા હોઈએ ત્યારે તેના વિષે જિનાજ્ઞા પ્રમાણે વિચારણા કરવી જોઈએ કે કેરી એકેન્દ્રિય જીવ છે તેની છાલ દૂર કરી, ગોટલા દૂર કરી તેનો રસ નીચોવવામાં આવે. કેરી જીવથી રસ જુદો થાય પછી તે બે ઘડીએ અજીવ બને. એક શરીરને સુખ આપવા માટે કેટલા જીવના છેદન–ભેદન-તાડન–પીડા આપીએ ત્યારે આપણને મોહની ભ્રમણા રૂપ થોડો સ્વાદ સુખભાષ પ્રાપ્ત થાય. રસ એ રાગનુંમહાકારણ બને છે. પાંચે ઈન્દ્રિયમાં રસનેન્દ્રિય અપેક્ષાએ સૌથી ભયાનક છે. 'અશ્વીન રસની' પાંચે ઈન્દ્રિયોમાં રસના જીતવી દુષ્કર છે અને તેને કારણે જ માછલા ૭મી પૃથ્વીમાં રહેલી નરકમાં જાય છે તેથી સાધુ સચિત આહારની મનથી પણ પ્રાર્થના ન કરે. आहार निम्मतेण मच्छा गच्छंति सत्तमि पुठविं सचितं आहारं खमो मनसाडवि न पत्थेई ॥ રાગએ રોગનું ઘર છે. જેટલા રાગ-રતિ–આસકિતપૂર્વક આહાર વપરાય તે રોગનું પ્રાયઃ કારણ બને છે. રાગપૂર્વક રસવાળો આહાર વાપરવાથી સૌ પ્રથમ સત્વહણાય છે. આહારનો રસથાયરસસ્વાદ માણવા પૂર્વક વાપરવાથી આહારના રસમાં કષાયનો રસ ભળે અને તે રસ લોહી બની આખા શરીરમાં ફેલાય અને તેની અસર શરીર, ઈન્દ્રિયો તથા મન પણ પ્રસરે તેથી 'આહાર તેવો ઓડકાર' તે નિયમ પ્રમાણે કામરસની વૃધ્ધિ થાય અને તેથી આત્માના સમતા રસની હાનિ થાય. તેથી વિષયોના નિમિત્ત મળવા માત્રથી આત્માને તેમાં પડી જતા વાર ન લાગે. માટે જ આહાર શુધ્ધિથી સત્વશુધ્ધિ જેથી સાધક આત્માઓ જેટલો આહાર–સાદો–નીરસ–સત્વશાળી અને ઔદાસીન ભાવથી વાપરે તેટલી તેની સત્વશુધ્ધિની વૃધ્ધિ તથા શુભ અવ્યવસાયની, વૃધ્ધિમાં નિમિતભૂત થાય. a અંતિમ સમયે રસની આસકિત છોડવી કેટલી દુષ્કર છે. મહાન દિગ્દર્શક સત્ય રોય છેલ્લા ૮૭ દિવસથી પથારીવશ, તેમને માત્ર નાકની નળી દ્વારા જે પ્રવાહી અપાય છે. તેવી સ્થિતિમાં, અભિનેતા ચેટરજીનો તેમને પ્રશ્ન? કાંઈક ઈચ્છા રહી જાય છે?' 'થોડુંક ગુડ સંદેશ લાવી આપો.' નવતત્ત્વ / ૧૯૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ (બંગાળી મીઠાઈ ફાટેલ દુધની છીણીમાંથી–તાલવૃક્ષના ભરાયેલા ગોળમાંથી બને) મને હજી તૃપ્તિ થઈ નથી' મનુષ્યનો દુર્લભ મવ મળ્યો. બધા દેશોમાં ભારતદેશ મહાન જૂદા જૂદા ગામ નગરની જૂદી જૂદી રીત-જાત-સ્વાદ માણવા મને આઠ દાયકા ઓછા પડયા. હજી કેટલા ગામ-નગરોના વિવિધ પકવાનાદિ વિવિધ સ્વાદને હું જાણતો નથી, જો ઉપરા ઉપરી મનુષ્યના સાત દીર્ઘભવની પ્રાપ્તિ થાય તો પણ કદાચ ઓછા પડે, જીવોને રસનો સ્વાદ છોડવો કેટલો દુષ્કર છે? મંગુ આચાર્ય પણ રસનાં સ્વાદમાં આસક્ત થવા વડે નગરની ખાળ આગળ હલકા દેવ તરીકે ઉત્પન્ન થયા. આમ જો સ્વાદનો રસ ન છોડવામાં આવે તો રસનેન્દ્રિયના ૬૦ વિષયો વડે આત્માનો સમતા સ્વભાવ ખંડિત થાય. પાંચ રસ (સ્વાદ) એ સચિત વસ્તુઓ કે અચિત વસ્તુમાં કે મિશ્રમાં હોય પ૪૩= ૧૫ તેમાં ૩ શુભ ૨ અશુભ. શુભઃ તૂરો, ખાટો, મધુર અશુભ કડવો, તીખો ૧૫૪૨-૩૦ અને તેમાં રાગદ્વેષ ભળતા ૩૦xર=0 વિષય. તેમાં ૩૦ વિષય માત્ર જોય છે અને તેમાં જો રાગદ્વેષ ન ભળે તો તે વિષય રૂપ બનતા નથી તો તે વિષયરૂપી કર્મબંધનું કારણ બને, પાંચ રસોમાં સુખની પ્રગટ થતી ભ્રાંતિ એ આત્માના સમતારૂપ સ્વભાવ સુખના રસને અનુભવવામાં બાધક બને છે.પુદગલનાં સ્વાદને પ્રત્યક્ષ સુખ જીવો માની લે છે. તેથી આત્માના અતીન્દ્રિય સુખ શોધવામાં કે અનુભવવામાં પ્રયાસ કરતા નથી, અને વિષયરસની આસક્તિ જીવોને તપ કરવામાં અને તપના પરિણામ અનુભવવામાં બાધક બને છે. તપ એ જ વાસ્તવિક આત્માના સુખ માટેનું પરમ સાધન છે અને તપનો પરિણામ તે જ આત્મસુખ. દરેક જીવ માટે શુભ તથા અશુભ એ અલગ અલગ હોઈ શકે છે. માટે એક માટે શુભ રસ એ બીજા માટે અશુભ રસ હોઈ શકે છે. a રાગ એ જ રોગ છે. રસના સ્વાદની આસક્તિથી થતા રોગો. (૧) મધુર રસ મધુર રસ આસક્તિ પૂર્વક વાપરવાથી અનેક પ્રકારના રોગ પ્રગટે ખાંસી, આળસ, શ્વાસોચ્છવાસ, કૃમિ-હાથીપગ, બસ્તી વગેરે થાય. (૨) કડવો રસઃ કડવોરસ પણ રોગ વધારે, કંઠ, તાલુ, હોઠ સુકાવા હાથી પગ, કંપાયમાન થાય. બળનો ક્ષય થાય. નવતત્વ // ૧૯૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ (૩) ખાટો રસ દાંતની બિમારી, નેત્ર બંધ થાય, રૂવાડા ઉભા થાય, હૃદયમાં દાહ પેદા થાય, છાતીના રોગો થાય. (૪) તીખો રસ કેળની નશ જકડાઈ જાય. ભૂખ મંદ થાય. (૫) તુરો રસઃ નસોનું સંકોચન, નાડી ખેંચાય, આફરો ચડે. (૬) લવણ રસઃ ખુજલી, ચામડીના રોગો, વા થાય. મુખ્ય રીતે પાંચ રસોની પ્રધાનતા છે, પણ અપેક્ષાએ છઠ્ઠા રસ તરીકે લવણને ગણવામાં આવે છે. ધાણેજિય इंद्रिय चवल तुरंगो, दुग्गई मग्गाणु धाविरे निच्चं ।। भाविअ भवस्वरूपो रूभइजिणवयणरस्सीहिं ॥२॥ (ઈન્દ્રિય પરાજય શતક) ઈન્દ્ર (આત્મા) સ્વ સ્વભાવમાં સ્થિરતા પામી સ્વભાવમાં રમવાના સ્વભાવવાળો છે. સર્વ જગતને સ્વ સાથે સર્વને જાણીને આનંદ માણવાના સ્વભાવવાળો છે. આનંદ માણવા આત્માને કોઈ વિષયોની અપેક્ષા નથી પણ કર્મવશ આત્માને ઈન્દ્રિયોની પરાધીનતા આવી, આથી સ્થિરતાને બદલે અસ્થિરતા આવી. તેથી તે પોતાના વિષયો પકડવા સતત દોડાદોડી કરતો હોય છે. એટલે જ્ઞાનીઓએ ઈન્દ્રિયોને ચપળ ઘોડાની ઉપમા આપી છે. જેમ ચપળ ઘોડો ઉન્માર્ગે લઈ જાય. તેમ આ ઈન્દ્રિયો જીવને દુર્ગતિના માર્ગે ઘસડી જાય છે. કઈ રીતે આત્મા સ્વઘર છોડીને બહાર દોડાદોડ કરે છે? 'परघर जोवतां रे धर्म तुमे फिरो, निजधर न लहो रे धर्म, जिम नवि जाणे रे मृग कस्तुरीयो मृगमदपरिमल मर्म ॥ જેમ તે ભુલો રે મૃગ દશો દિશિ ફિરે, લેવા મૃગમદ ગંધ, તેમ જંગ કે રે બાહિર ધર્મને, મિથ્યા દષ્ટિ રે અંધ " ૧૭ll (પૂ. મહો. યશોવિજયજી) નવતત્વ // ૨૦૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ જેમ કસ્તુરી મૃગ પોતાની નાભિમાં કસ્તુરી હોવાથી તેની સુગંધ સર્વત્ર ફેલાય છે પણ તેને પોતાને ખબર નથી કે કસ્તુરી તો પોતાની ઘૂંટીમાં જ પડેલી છે. હરણ સંશી પંચેન્દ્રિય પ્રાણી છે મન છે છતાં મિથ્યાત્વનો ઉદય છે. તેને ભ્રમ થાય છે અને તે કસ્તુરીની શોધમાં દિશા-વિદિશામાં ભમે છે. અતિ સુખ પોતાની પાસે હોવા છતાં સુખ લેવા દોડાદોડી કરે છે. પુદ્ગલના ગંધમાં સુખ છે તેનો ભ્રમ જીવને થાય છે તેથી તે ગંધ લેવા બહાર દોડે છે. જે સમૂચ્છિમ જીવો છે, તે પણ વિશેષ મન નથી છતાં સંજ્ઞા જ્ઞાન છે. તેથી પણ તેઓ પોતાની ઈષ્ટ પ્રાપ્તિ માટે તે તે દિશામાં દોડે છે. આંખ-કાન-મન ત્રણે ન હોવા છતાં કીડી સાકરની સુગંધથી સાકર લેવા દોડે છે. પેટ નાનું છે છતાં સાકરનો સંગ્રહ કરે છે. મધમાખીઓ પણ મધને પુષ્પોની ગંધથી આકર્ષાઈ પુષ્પોનો રસ ચૂસી મધપૂડાનો સંગ્રહ કરે છે. તેના પર પોતાની મમતા મજબૂત કરે છે. કોઈ તે લેવા આવે તો તેના પર તૂટી પડે છે, પોતે મધનો ઉપયોગ કરતા નથી અને કોઈને આપી શકતા પણ નથી અને તે મરણને શરણ થાય છે ભમરાઓ પણ સુગંધની આસક્તિના કારણે દિવસને રાત ભમ્યા કરે છે, કમળની સુગંધમાં આકર્ષાઈ કમળમાં બિડાઈ મરણને પામે છે. ધ્રાણેદ્રિયને ૨વિષયો છેઃ સુગંધ અને દુર્ગધ. દુર્ગધથી પણ પ્રાણ ગુમાવે છે. ઝેરી પાવડરની સુગંધ માત્રથી કીડીઓ પ્રાણ ગુમાવે છે. ઝેરી પુષ્પ ફળાદિના સુગંધથી પ્રાણ ગુમાવે છે. શાંતિનાથ પ્રભુના જીવે પૂર્વભવમાં ઝેરી પુષ્પ સુઘીને પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આમ છતાં જીવો અજ્ઞાન મિથ્યાત્વના કારણે પુગલની સુગંધમાં સુખભોગની કલ્પના કરી ભાવપ્રાણોને ગુમાવે છે અને દુર્ગધથી પણ દ્રવ્ય તથા ભાવ પ્રાણોને ગુમાવે છે. ભાવપ્રાણીની રક્ષા માટે ધ્યાન જરૂરી છે. તે માટે પ્રથમ સમ્યગુદર્શન રૂપ સુગંધી ધૂપ પ્રગટાવવો જરૂરી છે. જેમાં મિથ્યાત્વ દુર્ગધથી દૂષિત વાતાવરણ શુધ્ધ થાય. માટે જિનશાસનમાં વિધાન છે કે... a પ્રભુની આગળ ધૂપ પુજા કરવાનું રહસ્યઃ ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ.' નવતત્ત્વ // ૨૦૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર પરમાત્માની ડાબી બાજુ સુગંધી ધૂપ કરવો જોઈએ. જિનેશ્વર પરમાત્મા પૂર્ણ શુધ્ધ થઈ ગયા છે. પ્રભુની જમણી, ડાબી બંને બાજુ પવિત્ર છે તો પછી ધૂપની જરૂર શી? પરમાત્માને પવિત્ર કરવા માટે જરૂર નથી પણ પરમાત્માના આલંબને જે ઉપાસના કરવાની છે તે બધી ઉપાસના આરાધના નિશ્ચયનયે સત્તાગત સ્વજિનની કરવાની છે. "યો સિધ્ધાત્મા પર સોહમ્ સોહમ્ પરમેશ્વરઃ માન્યો ન માયા ઉપાસ્યૌ મદળે ન ચાડપ્યહમ | (યોગપ્રદિપ) જે સિધ્ધાત્માં (સિધ્ધ સ્વરૂપી આત્મા) છે તે હું પોતે જ છું હું પોતે જ પરમેશ્વર છું. આથી સત્તાએ મારો આત્મા સિધ્ધાત્મા પરમેશ્વર રૂપ છે અને હવે મારે મારા પરમાત્મા સ્વરૂપ આત્માની જ ઉપાસના અરિહંત પરમાત્માના જ્ઞાનયોગની સહાય લઈ કરવાની છે એ અને હું જુદા નથી. ધૂપનું કાર્ય વાતાવરણને શુધ્ધ કરવાનું હોય છે. ધ્યાનાદિ વિશિષ્ટ યોગ-સાધનામાં વાતાવરણની શુધ્ધિની પણ આવશ્યકતા છે. જેટલું વાતાવરણ શુધ્ધ તેટલું મન ધ્યાનાદિમાં વધારે સ્થિર થાય. કારણ કે આત્મા ભાવુક દ્રવ્ય છે, તેથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની આત્મા પર અસર થાય. તેથી વાતાવરણની શુધ્ધિ અર્થે દ્રવ્ય–ભાવ ધૂપની જરૂર રહે. ભાવધૂપ' એટલેજિનેશ્વર પરમાત્માના ગુણ કીર્તન વડે જીવમાં યોગ્યતા પ્રગટ થાય, તેમ તેમ જીવમાં જિવતત્ત્વની રુચી અને મિથ્યાત્વ અત્તત્વની પકડ ઢિલી થાય અને આત્મામાં તત્ત્વરૂપી સમ્યકત્વની સુગંધ પ્રસરે અને તેનાથી મન ભરાઈ જવાથી, આર્ત–રૌદ્ર ધ્યાન રૂપી દુર્ગધની ધારા તુટતી જાય અને ધર્મધ્યાન ધારારૂપી ધ્યાન ઘટા પ્રગટે. અર્થાત્ મિથ્યાત્વ વડે જીવનમાં સેવેલા દુષ્કૃત્યો રૂપી દુર્ગધ સમ્યકત્વની નિર્મળતાથી પશ્ચાતાપની ધારાથી તે દુર્ગધ દૂર થાય. સંસાર સુખ, વિષયોની આસકિત, ઈષ્ટ પ્રાપ્તિની ઈચ્છા કરવા વડે દુર્ગધ મનોવર્ગણા રૂપી રજ લોકમાં છોડી રહ્યા છીએ. જે લોકનું વાતાવરણ આપણે દુષિત કરીએ છીએ તે બંધ થવું જોઈએ. આપણે પુગલોના નવતત્ત્વ // ૨૦૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ વિષય રૂ૫ સુગંધ લેવા તરફ જે દોડી રહ્યા છીએ અને દુર્ગધથી દૂર ભાગી રહ્યા છીએ. આપણી અસ્થિરતા વડે જે આપણો સામાયીક સ્વભાવ સતત ખંડીત થઈ રહ્યો છે. તે સામાયિક સ્વભાવ (ભાવ પ્રાણીની રક્ષા કરવી જોઈએ. આપણને આપણા આત્માના અસ્તિત્વનું ભાન હોવું જોઈએ. મિથ્યાત્વની હાજરીમાં દુષ્કતની દુર્ગધ છોડવી ન ગમે અને સમકિતની હાજરીમાં દુષ્કતની દુર્ગધ સહન ન થાય. 'નહિ હમ દરસન નહિ હમ કરસન નહીં હમ રસગધ કરછુ નહિ આનંદધન ચેતનમય મૂર્તિ સેવક જન બલિ જાઈ (૫. આનંદઘનજી) હું સુગંધ કે દુર્ગધ રૂપ કંઈ નથી તે પુદ્ગલનો ગુણ છે. તે આત્માનો ગુણ નથી. આત્માએ તો માત્ર તેને જ્ઞાન વડે શેય સ્વરૂપે જાણાવનો છે અને તેને માત્ર જ્ઞાતા-દ્રવ્ય બની સ્વમાં રમવાનું છે. તેની પાછળ ભાગવાનું નથી. યોગી તેને કહેવાય જે યોગમાં (સંયોગમાં) ય રૂપે માત્ર ઉપયોગથી જ્ઞાતા બનીને રહે. તે શેયને પકડીને તેને ભોગવે નહીં અને પોતાના સમતા આનંદને ભોગવે તે સાચો યોગી છે. જે પુદ્ગલ શેયમાં ડૂબી જઈ તેની સુગંધને માણવામાં ડૂબે છે અને દુર્ગધને દૂર કરવામાં પડે છે તે ભોગી અને રોગી છે. તે તેની પીડાથી વ્યાકૂળતા રૂપે પીડાતો રોગી છે. સંન્યાસીને સોનાના ઢગલામાં દુર્ગધનો અનુભવ એકવાર 'સંન્યાસી પાસે રાજા તેના ત્યાગથી આકર્ષાઈ વંદનાર્થે ગયા. સંન્યાસીના ચરણોમાં સોનામહોરનો ઢગલો કર્યો. સંન્યાસી એ કહ્યું અરે જલ્દી ઉઠાઓ! ઈસ કી દુર્ગધ મુઝસે સહન નહીં હોતી. મિથ્યાત્વની હાજરીમાં ૧૮ પાપસ્થાનકની દુર્ગધની અસર ન આવે સમકિતની હાજરીમાં પાપની દુર્ગધ સહન ન થાય. . 'રાજા આશ્ચર્ય પામ્યા અને બોલ્યા અરે ! સોનૈયામાં દુર્ગધ?' મને આ દુર્ગધની ખાત્રી કરવો. બીજા દિવસે રાજા સંન્યાસી સાથે ચમારવાડ ગયા. રાજા દૂરથી નાક પર રૂમાલ ધરે છે. યોગી સહજ મસ્તિપૂર્વક જઈ રહ્યા છે. ચમારના નવતત્ત્વ || ૨૦૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ ઘર નજીક ચામડાઓ લટકેલા છે. ભયંકર દુર્ગધ રાજાથી સહન થતી નથી. ત્યાં ચમારના ઘરમાંથી આઠ વર્ષની બાળા હર્ષથી મલકતી બહાર આવી. યોગી કહે રાજન જુઓ ચમારના ઘરમાં રહેલી બાળા કેટલી પ્રસન્ન છે તેને દુર્ગધની અસર થતી નથી અને તમે સહન કરી શકતા નથી. રાજાએ કહ્યું બાળા ટેવાઈ ગઈ છે. સંન્યાસી બોલ્યા તમે પાપની ભયંકર દુર્ગધથી પ્રાપ્ત લક્ષ્મીથી ટેવાઈ ગયા છે તેથી તમને દુર્ગધનો અનુભવ થતો નથી, અને તેના ૧૮ પાપસ્થાનકની દુર્ગધની અસર દેખાય છે. તેથી અમે સહન ન કરી શકીએ. 'મિથ્યાત્વની હાજરીમાં પાપની દુષ્કૃત્યોની ગંધ ન આવે સમક્તિની હાજરીમાં તે દુર્ગધ સહન ન થાય. માટે મિથ્યાત્વની હાજરીમાં જીવો સુગંધમાં સુખની ભ્રાંતિથી સુગંધને માણવા નાકને ખેંચે અને નાકમાં સુગંધના પુદ્ગલોની સાથે રાગપૂર્વક ચિત્તને ખેચે છે. દુર્ગધમાં નાકને મચકોડી અરતિ ઊભી કરી સમતાને ભાંગે. જેમ જેમ પુદ્ગલના સુગંધમાં ગાઢ આસકિત કરે તેમ તેમ દુર્ગધમાં રહેવાની સજા પ્રાપ્ત થાય છે. સુગધની આસક્તિ અને દુર્ગધની તિરસ્કારની ઉત્કૃષ્ટ સજા નરકાવાસ અને તિય ગતિમાં પ્રાપ્ત થાય. ડુક્કરોને ગંદકીમાં રહેવું ગમે, ભેસને કાદવ ગમે, કાળુ શરીર મળે, માખીઓને ગંદકીમાં જ વિશેષથી રહેવાનું ગમે. જેમ જેમ જીવ પુદ્ગલ ગંદકીની આસકિત કે દુર્ગધનો દ્વેષ કરે તેમ તેનાથી બંધાયેલા કર્મના કારણે કર્મસત્તા તેને તેવા જ સ્થાનમાં ગોઠવે છે. દુર્ગધની ઉત્કૃષ્ટ પીડા ભોગવવાનું સ્થાન નારકાવાસ છે. નરકાવાસમાં સર્વત્ર ભયંકર અંધકાર, તેની ભીંતોમાંથી સતત અશુભ અશુચિમય દુર્ગધ પુગલોનો પ્રવાહ ઝરતો હોય છે. ત્યાંની જમીનના તળિયા અશુચિમય પદાર્થોથી ખરડાયેલા હોય. નરકના પ્રથમ પાથડામાંથી એક કોડી માત્ર જેટલી ગંધ જો અહીં લાવવામાં આવે તો એક માઈલના વિસ્તારમાં તેની ગંધથી તિર્યંચો–મનુષ્યો મૃત્યુ પામે. સાતે નરકમાં જુદા જુદા પ્રાણીઓના મૃતદેહમાંથી નીકળતી ગંધ તીવ્ર તીવ્રતર વધતી જાય. પ્રથમ પૃથ્વીમાં મૃત સર્પના કલેવરની ગંધ, બીજી પૃથ્વીમાં મૃત ગાયના કલેવરની ગંધ, ત્રીજી પૃથ્વીમાં મૃત નવતત્વ // ૨૦૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ કૂતરના કલેવરની ગંધ, ચોથી પૃથ્વીમાં મૃત બિલાડીની ગંધ, પાંચમી પૃથ્વીમાં મૃત મનુષ્યના કલેવરની ગંધ, છઠ્ઠી પૃથ્વીમાં ભેંસના કલેવરની ગંધ, સાતમી પૃથ્વીમાં મૃત ઉંદરના કલેવરની ગંધ હોય છે, અર્થાત્ નરકમાં મૃત કલેવરની ગંધ કરતા અધિક ગંધ હોય છે. વસ્તુ ન દેખાય છતાં વસ્તુનું જ્ઞાન થવામાં ગંધ પણ કારણ બને છે. જંગલમાં હિંસક પ્રાણીઓ મનુષ્યની ગંધની આકર્ષાઈ તેનું ભક્ષણ કરવા દોડે. રાત્રિના અંધકારમાં ઉંદરડા-બિલાડા પણ પોતાના ભક્ષને પકડી લે છે. તેમાં તેમની ધ્રાણેન્દ્રિય તીવ્ર હોય છે. કૂતરાઓ ચોરને પકડે. ચોરના પગલે પગલે તેના પગમાંથી નીકળેલા યુગલોની ગંધ પરથી પકડી લે છે. તેથી ચોરો વરસાદમાં ચોરી વિશેષથી કરે છે. પગલાની ગંધ પાણીમાં ટકી શકે નહીં. ઈન્દ્રિયોને શાન ક્યારે થાય? જ્યારે ગંધના પુગલો અત્યંતર ધ્રાણેન્દ્રિય સાથે સંયોગ પામે ત્યારે ત્યાં તેની અંદર રહેલી ઉપકરણ ધ્રાણેન્દ્રિય વડે લબ્ધિ ભાવેન્દ્રિય સાથે જોડાય ત્યારે ગંધનો નિર્ણય થાય. સુગધ શુભ છે અને દુર્ગધ અશુભ છે. સુગંધ શુભ છે તે બોધ થવા રૂપ કાર્ય આત્મા ઇન્દ્રિય દ્વારા પુદ્ગલ દ્રવ્યને જોય રૂપે કરે છે પણ તે વખતે મિથ્યાત્વ ઉદયમાં હોય તો સુગંધ છે માટે શુભ તેથી ઉપાદેય લાગે તેથી નાક તે દિશામાં ખેંચવાનું મન થાય. અર્થાત્ ત્યાં રતિ થાય અને દુર્ગધરૂપે છે તો અશુભ છે તો ત્યાં નાક મચકોડવાનું થાય એટલે અરેરાટી થાય અને સમતા ખંડીત થાય. ભમરાઓ કમલની ગંધમાં આશકત બને, મૂચ્છિત બની પોતાના પ્રાણ ગુમાવે છે. જે ગંધ પ્રિય હોય તે પ્રાયઃ સંગીત પ્રિય પણ હોય છે. સર્પ સંગીત અને સુગંધ દ્વારા મદારીની જાળમાં ફસાય છે. ગંધનો પ્રભાવ છે સુગંધી દ્રવ્યને દુર્ગધમાં ફેરવતા વાર જ ન લાગે. શરીરને ગમે તેટલું સુગંધી દ્રવ્યોથી ધોવે છતાં તે પાછું દુર્ગધ મારતુ થઈ જાય. સુગંધ દુર્ગધમાં ફરતા વાર નહીં. શુચીન્યપશુચી કર્યું સમર્થેડશુચિ સંભવે દેહે જલાદિના શોચ, ભમો મૂઢસ્ય દારૂણઃ જા (જ્ઞાનસાર) નવતત્વ // ૨૦૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગમે તેટલી પવિત્ર સુગંધી વસ્તુ વડે દેહને સ્નાનથી પવિત્ર કરવામાં આવે તો પણ તે દેહ અશુચિ દુર્ગધમાં ફેરવી દે છે. કારણ કે તે અશુચી દુર્ગધથી જ ભરેલું છે. ઈરાનના બાદશાહના ભવ્ય સ્નાનાગારમાં રંગબેરંગી રત્નોની ગોઠવણ એવી રીતે કરવામાં આવી કે એક જ વ્યકિતના એક હજાર પ્રતિબિંબ પડે. જુદા-જુદા ફૂવારા પક્ષીઓની જુદી-જુદી આકૃતિ પક્ષીઓના રંગ પ્રમાણે જ રત્નો ગોઠવાય. ચાંચ દબાવવાથી પક્ષીઓની ચાંચમાંથી તે તે પક્ષીઓને જે પ્રિય સુગંધ અને અવાજ નિકળે, કમળ પ્રિય હંસની ચાંચમાંથી કમલની અત્તરનો છંટકાવ થાય અને મધુર અવાજ કરે. સાથે પાંખો ફફડાવે. ઉપરના ભાગમાં આરસમાંથી બનાવેલી રત્નજડિત અપ્સરાઓ કેડમાં કુંભ લઈને મધુર આલાપ કરતી આવે. આ સ્નાનગૃહમાં રાજા દરરોજ ચાર વખત સ્નાન કરતો. બાકીના સમયે તે સ્નાનાગૃહ લોકોને જોવા માટે ખુલ્લો મુકતો. દેશવિદેશમાં તેની પ્રસિધ્ધિ જોનાર તેની ડાયરીમાં નોંધ કરે. એક સંતને તેના ભક્ત જોવા માટે આગ્રહ કર્યો. સતે ના પાડી.' તત્વ દષ્ટિવાળા યોગીને પુદ્ગલોની ગોઠવણ માત્ર પૃથ્વીકાયના મડદાઓમાં કંઈપણ આશ્ચર્ય ન લાગે, શું જોવાનું? રાજમહેલ, હાથી, ઘોડાઓ બધું વન સ્વરૂપ લાગે. યોગીને બહુ આગ્રહ થતાં ઉદાસીન દષ્ટિપૂર્વક જોઈને પાછો ફરતા પહેરેગીરે વિશિષ્ટ બુક ધરી. સંતે નોંધ કરી. આ સ્નાનાગાર ઓરડી જુદા જુદા પત્થરનો ખડકલો માત્ર છે. આમાં સ્નાન કરનારના શરીરમાંથી એવી દુર્ગધ છૂટશે કે કોઈ બાજુમાં પણ નહીં આવે. થોડા દિવસો પછી દુશમન રાજા સાથે યુધ્ધમાં સ્નાનગૃહ નાશ પામ્યુ અને રાજા જંગલમાં ભાગ્યો. ખરાબ હાલતમાં મર્યો. ઘણી તપાસ કરતાં તેનું મડદુ એવી ભયંકર દુર્ગધ મારતું રહ્યું કે કોઈએ તેનો અગ્નિ સંસ્કાર પણ ન કર્યો. જ્યાં સુધી શરીરમાં સચિત આત્મા હોય ત્યાં સુધી દુર્ગધ તીવ્ર બનતી નથી. પણ જેવો આત્મા ગયો કે શરીર મડદા રૂપ બનેલું દુર્ગધ છોડવાનું શરૂ કરે તથા તેમાં સમુચ્છિમ જીવોની ઉત્પતિ શરૂ થાય. આત્મા હતો ત્યાં સુધી શુભનામકર્મનો ઉદય હોય ત્યાં સુધી શુભપુદ્ગલો દુર્ગધમાં પરિવર્તન ન પામે અને જીવોત્પતિ પણ શરૂ ન થાય. પુલના ગંધ, રૂપ કે સ્પર્શની તીવ્ર આસકિત નવતત્ત્વ // ૨૦૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ જેને થાય તેવા આત્માઓ અશુચિ સ્થાનમાં સમુચ્છિમ જીવ રૂપે ઉત્પન્ન થાય. ધાણેજિયના કુલ ૨૪ વિષયો થાય. સુગંધ અને દુર્ગધ એ પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. તે ગુણો સચિત-અચિતને મિશ્ર ત્રણમાં હોય. સામાન્યથી સચિતમાં સુગંધની વિશેષથી અનુભૂતિ થાય અને તેજ સચિતમાંથી જીવ ચાલ્યો જાય એટલે સુગધી પરમાણુ દુર્ગધમાં ફરી જાય. મોટા ભાગના જીવોના કલેવર માત્રમાં દુર્ગધનું પ્રમાણ વૃધ્ધિ પામે છે. જેમ મનુષ્ય જીવતો હોય ત્યારે તેમાં વિશિષ્ટ દુર્ગધની અનુભૂતી થતી નથી. પણ પુણ્યશાળી જીવોમાં સુગંધની અનુભૂતી થાય. પદમિની સ્ત્રીના શરીરમાંથી કમલની ગંધની સુગંધ નીકળતી હોવાથી તેના શરીર પર પહેરેલા કપડા પણ તેનાથી વાસિત થાય. જેમ ઝેરી વૃક્ષમાંથી ઝેરી ગંધ બહાર નીકળે તેની છાયામાં જો ઉભા રહીએ તો તેની અસર થયા વિના રહે નહીં. ચંદન વૃક્ષની છાયામાં ચંદનની સુગંધનો પણ અનુભવ, અસર થાય. એકદા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. તથા આચાર્ય મલયગિરી, તથા આચાર્ય દેવેન્દ્રવિજય એ ત્રણેય આચાર્ય ભગવંતો સિધ્ધચક્રજીના અધિષ્ઠાયક વિમલેશ્વર દેવની સાધના માટે ગિરનાર જવા નીકળ્યા, તેમાં ઉતર સાધક તરીકે પદમીની સ્ત્રીની જરૂર હતી. તેની શોધમાં ગિરનારના એક ગામમાં ધોબી ઘાટથી પસાર થતાં ત્યાં ધોબીએ સાડી સુકવેલી તેના પર ભમરાઓ ગુંજન કરતા જોઈ નિશ્ચય કર્યો. આ કોઈ પદમીની સ્ત્રીની સાડી હોવી જોઈએ. ધોબીને પૂછ્યું તે ગામના અધિપતીની સ્ત્રી પદમિની હતી. ત્યાં વસતિ માગી સાધનામાં પૂર્ણ વિશ્વાસ થતાં ગામઅધિપતિએ તેમની સાધનામાં સંપૂર્ણ સહાયની તૈયારી બતાવી, ત્યારે ત્રણે આચાર્ય ભગવંતે ગિરનાર જઈ નેમનાથ પ્રભુનાં ધ્યાનમાં મન ગોઠવી નિર્વસ્ત્ર પમિની સ્ત્રીની સન્મુખ ધ્યાન સ્થિર કરી અટ્ટમ સહિત ખીરના એકાસણાપૂર્વક ધ્યાન લગાવી ચિત્તની સ્થિરતા કરી અને વિમલેશ્વર દેવ પ્રગટ થયા. તેમના ઉપર પુણ્યની વૃષ્ટિ કરી વરદાન આપ્યા. . 1 યુગલોનું પરાવર્તન ઝડપી કઈ રીતે થાય? અચિત એવા દેહમાંથી સચિત એવો આત્મા નિકળી જાય એટલે તેમાં રહેલી સુગંધ પરાવર્તન પામે. દુર્ગધ તેનું સ્થાન લે. તેનું કારણ જીવને શુભગંધ નવતત્ત્વ || ૨૦૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનો ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જીવ વાતાવરણ જમીનાદિમાંથી સુગંધી પરમાણુ પુદ્ગલોને ગ્રહણ કરવા સમર્થ થાય અને શરીરમાંથી જીવ નીકળી જાય એટલે સુગંધ નામકર્મનો ઉદય પૂર્ણ થાય. જીવ સાથે તેના કર્મો પણ જાય. તેથી તે હવે સુગંધી પરમાણુ ગ્રહણ કરવા સમર્થ ન થાય અને પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ છે કે વર્ણ–ગંધ-રસ–સ્પર્શનું સતત પરાવર્તન થયા કરે. આમ પુગલના ધર્મો (ગુણો) સદા પરિવર્તનશીલ હોવાથી તેમાં સુખબુધ્ધિ કરવી એ મહા અજ્ઞાનતા છે. આત્માનો સમતા ગુણ શાશ્વત છે. સદા આત્મામાં રહેવાનો સ્વભાવવાળો છે. પણ પુદ્ગલના પરાવર્તન ગુણના રસ-રુચિના કારણે સ્વમાં સ્થિર રહી શકતો નથી અને તેમાં આસકત આધીન બની પોતાની સમતા ગુમાવે છે જે નાશવંત પરાવર્તનશીલ દેહ મળ્યો છે તેમાં સુખની કલ્પના કરી તેને સુગંધી પુદ્ગલ દ્રવ્યો આપવાથી સુખની અનુભૂતી થાય તેવા અનાદિના ભ્રમના કારણે જીવ શરીરની પાછળ કિંમતી માનવભવના પુણ્યથી મળેલી સમગ્ર સામગ્રીને આત્માની રમણતા પ્રાપ્ત કરવાને બદલે ભવ ભ્રમણતા રૂપ દુર્ગતીનું સર્જન કરીને ચાલ્યો જાય છે. આમ, આત્મા સાવધાન ન થાય તો આત્મા ગુણ સુગંધમાં રમણતાને બદલે પુદ્ગલગંધમાં ભ્રમણ કરતો ભવમાં ભટક્યા કરે છે. ધ્રાણેન્દ્રિયના ર૪ વિષયો થાય છે. આત્મા તેમાં ભટકે છે. સુગંધ દુર્ગધ૨ સચિત-અચિત–મિશ્ર ૩૪ શુભઅશુભ =ર રાગ-દ્વેષ=૨, ૨૪૩૪ર૪ર૨૪ આમ ૨૪ વિષયો દ્વારા સામાયિક (સમતા) સ્વભાવનું ખંડન થાય છે. આત્માના સામાયિક સ્વભાવમાં આવવા અથવા તે સ્વભાવને અખંડિત રાખવા સૌ પ્રથમ સમ્યકત્વની જરૂર સમકિત વિના સમતા આવી શકે જ નહીં. અર્થાત્ સુગંધના રાગથી મુકત થવા અને દુર્ગધના દ્વેષથી મુકત થવા આત્માના પરિણામ પ્રગટાવવા પ્રથમ સમ્યકત્વ જરૂરી છે. તે માટે જ્ઞાની ભગવંતોએ તેના સાધક વિષયોના પ્રતિપક્ષ એવા અનુભવો બતાવ્યા છે. "સુગંધિત ઉત્તમ દ્રવ્યોથી જિનપૂજા શા માટે?" "સુરભિ અખંડ કુસુમાગ્રહી, પુજે ગત સંતાપઃ સુમન જતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ. સુગંધી, કોમળ અને રમ્ય, શુભ પુણ્યથી મન અત્યંત આનંદિત થઈ નવતત્વ || ૨૦૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ જાય. "સુમનતુ આપણું મન પણ પ્રભુના ગુણથી રજિત થઈ જાય તો મિથ્યાત્વ રૂપી અશુભ વાસનાથી સદા અશુભ ભાવોમાં રમતું દુર્ગધી મન પણ સુગંધી અર્થાત્ ગુણનો અનુરાગી થઈ જાય. ગુણની રુચીવાળો થઈ જાય તો ૧૮ પાપસ્થાનકની દુર્ગધનું ભાન થાય અને તે દુર્ગધને દૂર કરવા સર્વજ્ઞ કથિત ત્યાગ માર્ગે તેની વિશુધ્ધિ કરવા જીવ તત્પર થાય અને પુષ્પમાં જેમ કોમળતા છે તેમ સમકિતની સુગંધથી પ્રભુના ગુણગાનમાં મન આનંદિત થાય. પોતાના દોષ દુર્ગધમાં મન પશ્ચાતાપવાળું બને કોમળ બને. જેમ કરુણા કોમળ બને તેમ તેનું મુખ જગતને સૌમ્ય થયેલું ગમવાનું થાય. અર્થાત્ કોમળ થતાં દોષોના દુઃખથી દુઃખી થયેલું મન દોષોના દુષ્કૃત્યોને દૂર કરવા અને ગુણો માટે સહનશિલતાદી કરવા તૈયાર થઈ સમતાનો અધિકારી બને છે. ચક્ષુરિન્દ્રિય રૂપાપીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે, ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે' વીર જિનેશ્વર. (નવપદ દુહા) સર્વજ્ઞ પરમાત્માએ છઘમસ્થ જીવો માટે વ્યવહાર આવશ્યક બતાવ્યા છે. જે સ્વભાવથી પૂર્ણ થયા છે તેવા સર્વજ્ઞ, કેવલીઓને વ્યવહાર આવશ્યક હોતા નથી તેમને નિશ્ચય આવશ્યક જ હોય છે. નિશ્ચય આવશ્યકમાં દ્રવ્યપ્રાણની જરૂર નહીં. વ્યવહાર આવશ્યકમાં સાધન તરીકે દ્રવ્યપ્રાણ અને ઉપકરણ બનેની જરૂર હોય છે. સામાયિક આવશ્યકના દ્રવ્યપ્રાણમાં આખ, કાન અને મન એ વિશેષ રૂપે ઉપકરણ બને છે. આત્માનું પ્રથમ આવશ્યક જ્ઞાન ગુણ છે. જીવ અને જડ (અજીવ) ને સામાન્ય અને વિશેષ સ્વરૂપે જોવું અને જાણવું છે. અર્થાત્ આત્મા યજ્ઞાતા છે. જીવ–અજીવ, રૂપી- અરૂપીનો નિરંતર જ્ઞાતા છે. ચર્મ ચક્ષુ ભૂતઃ સર્વે દેવાર્ષાવધિ ચક્ષુષઃ સર્વત્ર ચકૃષઃ સિદ્ધાઃ સાધવઃ શાસ્ત્ર અશુષઃ (ાનસાર) નવતત્વ // ૨૦૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધો પોતાના સર્વ આત્મપ્રદેશો વડે નિરંતર જોઈ જાણી રહ્યા છે. દેવોને જન્મતાં જ મર્યાદિત રૂપી પદાર્થોને જોવા જાણવા અવધિજ્ઞાન હોય છે. તેના વડે તેઓ જગતની લીલાને જુએ છે. જ્યારે બાકીના જીવો ચર્મ (ચામડા) ની આંખથી જગતને જુએ છે. ચામડાની આંખ આત્માથી પર વસ્તુરૂપ છે. તેથી તે 'પર' રૂપી ને મર્યાદિત વસ્તુને જ બતાવી શકે છે. આંખ વડે જોયેલ વસ્તુનો નિર્ણય સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે ખોટો ઠરે તેથી સર્વજ્ઞ બનવાની ભાવનાવાળા સાધુઓ સર્વજ્ઞની દષ્ટિ સર્વજ્ઞ પ્રણીત (આગમ શાસ્ત્ર) ચક્ષુથી જુએ તો જ સત્ય જગતના દર્શન થાય. આંખ સિવાયની ચાર ઈન્દ્રિયોનો પોતાના વિષયોના ઈન્દ્રિય સાથે સંયોગ થાય ત્યારે જ તેનું જ્ઞાન થાય. જ્યારે આંખને તેના વિષયનું જ્ઞાન કરવા વસ્તુનો સીધો સંયોગ કરવાની જરૂરત રહેતી નથી. દૂરથી તે પોતાના વિષયને પુણ્યના ઉદયથી પ્રાપ્ત ચક્ષુની શકિત વડે જાણે છે. નિસ્તેજ પદાર્થો અધિક એક લાખ યોજન સુધી જોઈ શકે. જો આંખને સામાયિકનું પરમ ઉપરકણ માનવામાં ન આવે તો આંખ દ્વારા સતત સામાયિક સ્વભાવનું ખંડન થાય. રૂપાદિક કો દેખના કહન-કહાવન ફૂટ ઈન્દ્રિય યોગાદિક બળે, એ સબ લુંટા લુંટ' (સમાધિ શતક) રૂપ, આકાર જોઈને જીવ પોતાના અરૂપી નિરાકાર સ્વરૂપને ભૂલીને રૂપ, આકારમાં રાગ, રતિ, મોહના વિકાર ભાવથી તેમાં આવી જાય છે.' કહન–કહાવન–કૂટ' પ્રથમ પોતાને કહે છે. કેવું સુંદર રૂપ છે? શું તેનો આકાર–ડીઝાઈન ?' આમ પોતાને તેનો વળગાડ વળગાડશે અને પોતાના સ્નેહી-મિત્રાદિ વર્ગ આગળ તેના કહાવત વખાણ પ્રશંસા, ગુણગાન, અનુમોદના કર્યા વિના નહીં રહી શકે. પોતાને તે ગમી જશે, એટલે તે મેળવવા આકાશ પાતાળ એક કરશે. કોણિકની પત્ની પદમાવતીએ હલ્લ–વિહલને શ્રેણિકે આપેલા 'દિવ્ય કુંડલ' અઢાર શેરી હાર અને અંતઃપુરને વિવિધ ક્રિીડા કરવામાં ચતુર એવો સેચનક હાથી' ને જોઈને તે બધું ગમી ગયું. આંખ દ્વારા તે દ્રશ્ય સ્વર્ગીય લાગ્યું અને તેને તે મેળવવા કોણિકને પ્રેરણા કરી. વારંવારની ઉશ્કેરણીથી તેણે પણ નવતત્ત્વ || ૨૧૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ પત્નીના રાગથી ઉશ્કેરાઈ ભાઈઓ (હલ્લ–વિહલ્લ) સાથે યુદ્ધ આરંભ્ય અને તેમાં ૧ ક્રોડ ૮૦ લાખ સૈનિકો તે યુધ્ધમાં દુર્ગતિમાં ગયા. મોટે ભાગે નરકગતિમાં ગયા આમ આંખનો ઉપયોગ સામાયિક ઉપકરણમાં ન થયો તો તે વિષયના ઉપયોગને તરત જીવ આર્ત-રૌદ્ર ધ્યાનમાં પરિણામાવી- સામાયિક ભાવનો ઘાત કરનારો થાય છે. ચક્ષુ ઈન્દ્રિયના પાંચ વિષયો-પાંચ વર્ણ—પાંચ આકાર પુદગલનું સ્વરૂપ આકાર છે. જ્યાં રૂપ ત્યાં આકાર, રૂપ અને માત્ર આકારને ઉપાદેય રૂપે પકડે તો વિકાર થયા વિના ન રહે. રૂપ અને આકાર વસ્તુમાં સચિત-અચિત અને મિશ્ર ત્રણે પ્રકારે છે. મડદું અચિત છે જીવ સહિત સચિત છે. અલંકાર સહિત સ્ત્રી મિશ્ર છે. રૂપવાનનું શરીર ગમે આકર્ષણ થાય પણ મડદામાં ન થાય ઉલટું ભય લાગે. માણસના મડદાથી ભય પામનાર એકેજિયના (વનસ્પતિ કાયાદિ) મડદાને હોંશે હોંશે ખાય, હોશે હોશે પહેરે. રત્નાદિ પૃથ્વીકાયના મડદાના હારને હોંશે હોંશે પહેરાય? વનસ્પતિના મડદાને હોંશે ખવાય? તેના રસને પિવાય? ત્યાં ભય નથી. ધર્મી આત્મા કદાચ સચિત વાપરવામાં ખચકાય–કદાચ તેનો ત્યાગ કરે. પણ તેના જ અચિત થયેલા મડદાને વાપરવામાં ભય કેટલો. ફૂલાદિ વનસ્પતિના સૌદર્યનું કારણ પણ કોણ? તેમાં જ્યાં સુધી આત્મા રહેલો ત્યાં સુધી તેનો વિકાસ થાય. પુષ્પો-પાંદડા ફળ વગેરે ત્યાં સુધી ખીલે. તેનું સૌંદર્યગંધ-રસ વગેરેની વૃધ્ધિ પણ ત્યાં સુધી થાય. તેથી તે વધારે આકર્ષણનું કારણ બને. પણ જેવો તેમાંથી આત્મા ચાલ્યો જાય, એટલે તેના સૌદર્ય–ગંધરસાદિમાં ઓટ આવે. આથી સચિતમાં વિશેષ રાગ થવાની સંભાવના થાય. આમ પાંચ વર્ણ (નીલ, કૃષ્ણ, શ્વેત, રક્ત અને પીત્ત) (૫)×૩ સચિત– અચિતમિશ્ર) તે ગુણતા ૧૫ વિષય થાય શુભ-અશુભxર ૩૦, ૩૦૪૨ ૬૦ (રાગ-દ્વેષ) વિષયોથી સમતા ભાંગે. નીલ ને કૃષ્ણ બે વ્યવહારથી અશુભ અને ત્રણ ટ્વેત, રકત અને પીત્ત એ શુભ છે. કાળોરંગ વ્યવહારથી અશુભ પણ શરીરની ચામડી કાળી ન ગમે નવતત્વ // ૨૧૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ પણ વાળઆંખની ભ્રમર તો કાળી જ શોભે. લોકો ધોળા વાળને કાળા કરવા પ્રયત્ન કરે. ચામડીને ધોળી કરવા અનેક પાપો કરે. જ્યારે યોગીઓનો માર્ગ નિરાળો. યોગીઓ આંખનો ઉપયોગ માત્ર જયણા માટે કરે. પુદ્ગલ રૂપને નિહાળી આંખ તરત ખેંચી લે જેમ કીડી આદિ જીવને જોતાં જ તરત પગને ખેંચી લે. ત્યાં જીવની જયણા પાળે. તેમ આત્માની રક્ષા કરવા આંખનો ઉપયોગ કરે. જેમ આંખમાં કચરો ન જાય તેની કાળજી કેટલી કરીએ છીએ ? જરાક કચરો જાય તો તરત આંખ બંધ કરી દઈએ કચરો સાફ કરી દઈએ. તેમ આંખ વડે વિકારભાવ પ્રવેશી ન જાય તે માટે યોગીઓ આંખનો ઉપયોગ સાવધાની પૂર્વક કરે. જેથી તેનો સામાયિક ભાવ ખંડીત ન થાય. નહીં તો રૂપને નિહાળવામાં દષ્ટિ આકર્ષાય, સ્થિર થાય તો જીવને જોવાની તેની સતત રક્ષા કરવા માટે સામાયિક ભાવ અખંડિત રાખવાનું ચૂકી જવાય. 'હું કોણ છું ?' નો ઉપયોગ શાતા સ્વભાવ માટે જરૂરી છે. 'હું' અરૂપી, નિરાકાર, નિર્વિકારી આત્મા છું અને રૂપ–અરૂપી, સાકાર–નિરાકાર તે બન્નેને જોવાનું કામ મારે કરવાનું છે. પણ હાલ રૂપી એવી આંખને પરાધીન બનીને ચામડીની આંખથી જોવાને ટેવાયેલો છું. આથી ચામડાની આંખથી નિરાકાર એવા આત્માના દર્શન થઈ શકતા નથી. માત્ર રૂપી ચામડીથી મઢેલું વીંટળાયેલ શરીર અને શરીરવાળા જીવો દેખાય છે. પણ તેમનામાં રહેલો આત્મા દેખાતો નથી. 'ચરમ નયણે નિહાળતા ભૂલ્યો સયલ સંસાર, જેણે કરી નયણે મારગ જોઈને નયણ તે દિવ્ય વિચાર. (૫. આનંદઘનજી) આત્માને જોવા માટે ચર્મચક્ષુ કામ ન આવે તેના માટે તો દિવ્યચક્ષુ જોઈએ. અને દિવ્યચક્ષુ માટે 'પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.' નવતત્ત્વ // ૨૧૨ (૫. આનંદઘનજી) Page #215 -------------------------------------------------------------------------- ________________ સદગુરૂ, જ્યારે પ્રવચન અંજન–તત્વનું અંજન કરે ત્યારે ચક્ષુ દિવ્યચક્ષુ બની જાય અને ત્યારે તે જગત સર્વને માત્ર તત્વ દષ્ટિથી જોનાર બને છે. સર્વત્ર માત્ર સારભૂત જીવતત્વ સિવાય કોઈપણ વસ્તુ સારભૂત દેખાતી જ નથી. જીવ જ શાશ્વત ચેતનામય અપૂર્વ જ્ઞાનાદિથી પૂર્ણ. જે જગત શોધી રહ્યું છે તે 'આનંદ' આત્મા સિવાય કોઈ વસ્તુમાં નથી. માત્ર આત્મામાં જ રહેલો છે અને તે આનંદ તેને જ મળે જે પોતાની ઈન્દ્રિયોને પાંચ વિષયોમાંથી વાળી લે અને તેને આત્માના પાંચ નિશ્ચયથી જે ગુણ સ્વભાવરૂપ છે તેમાં જોડી દે ત્યારે આત્મા પરમાનંદ તત્વભૂત પંચપરમેષ્ઠીનો અનુભવ કરે છે. જ્યારે પાંચે ઈન્દ્રિયો જગતને જોવા જાણવા અને અનુભવવા માટે બુદ્દી–મુંગી–બહેરી અને આંધળી બની જાય અને જગતથી પરાડઃમુખી થાય ત્યારે આત્મા જાગૃત થાય અને તે આત્માને જોવાનું, રક્ષણ કરવાનું, આત્મ સ્વભાવમાં જ રમવાનું કાર્ય કરે છે. a ચક્ષુ ઈન્દ્રિય એ સામાયિકનું પરમ સાધન ક્યારે થઈ શકે? ચક્ષુ ઈન્દ્રિય વડે થતું જ્ઞાન જ્યારે ધ્યાન સ્વરૂપ બને ત્યારે તે સામાયિકના પરમ ઉપકરણરૂપ બનેલું કહેવાય, નહીં તો તે આશ્રવ સ્થાનરૂપ છે. જ્ઞાન ધ્યાન રૂપે ત્યારે બને જ્યારે તે જ્ઞાન સમ્યકત્વથી યુક્ત હોય. સમ્યગદર્શન શુધ્ધ યો શાન વિરતિમેવ ચાનીતિ (તત્વાર્થ સૂત્રકારિકા) સમ્યગુદર્શનથી શુધ્ધ બનેલ જ્ઞાન જ જીવને વિભાવમાં જતા રોકીને સ્વ-સ્વભાવ ધર્મમાં જોડે છે. સ્વશુધ્ધ સ્વભાવની રુચિ થવી તે સમ્ય દર્શનનું કાર્ય છે અને સ્વ–સ્વભાવ સાથે જોડાઈ જવું તે સામાયિક (ચારિત્ર) ધર્મ છે, અર્થાત્ પોતાની સમતાને અનુભવે. ચક્ષુ ઈન્દ્રિય વડે માત્ર રૂપી પદાર્થનું તે પણ અલ્પ મર્યાદિત જ્ઞાન થાય અને તે પણ વસ્તુના ઉપરના અમુક જ પર્યાયનું જ્ઞાન થાય છે. તેથી આખથી થયેલું વસ્તુનું જ્ઞાન પૂર્ણ સત્ય હોતું નથી. સમક્તિનો પ્રથમ પાયો જ આસ્તિક છે. આસ્તિક્ય એટલે સર્વજ્ઞની દષ્ટિમાં જે રીતે વસ્તુનું અસ્તિત્વ છે તે પ્રમાણે આપણે તેનું જ્ઞાન કરવું. સૌ પ્રથમ સ્વ–આત્માના અસ્તિતવનું જ્ઞાન કરવું જોઈએ. આત્માના અસ્તિત્વનું જ્ઞાન કરવા આત્માની નવતત્ત્વ // ૨૧૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ ચાર અવસ્થાની સ્વરૂપની વિચારણા જરૂરી છે. આત્મા સત્તાએ સ્વરૂપથી રૂપાતીત છે. અર્થાત્ રૂપથી અતીત છે અને વર્તમાનમાં તેની અવસ્થા કર્મના ઉદયરૂપમય–આકારમય થઈ ગઈ છે અને આંખથી માત્ર રૂ૫ અને આકાર જ દેખાય અને તે પણ મર્યાદિતપણે, પૂર્ણપણે નહીં. કારણ આંખનો વિષય દૂરનું વધારેમાં વધારે રૂપી નિસ્તેજ પદાર્થ ૧ લાખથી અધિક યોજન પ્રમાણ દૂરનું જોઈ શકે. રૂપી તેજસ્વી (સૂર્ય-ચંદ્ર) તેનાથી પણ ઘણું દુરનું જોઈ શકે. જ્યારે આંખની પાસેના મેલ આદિને તે જોઈ શકે નહીં. તે જોવા માટે તેને અરિસાની જરૂર પડે. પાપના ઉદયે આંખ નબળી મળી હોય તો ચશમાની સહાય લેવી પડે. આખથી વસ્તુ દૂર દૂર રહેલી હોય તો, જેવી વસ્તુ છે તેવી તો ન જ દેખાય. જેમ કે રેલ્વે સ્ટેશન પર ઉભા રહી રેલ્વેના પાટાને જોવામાં આવે તો તે આગળ-આગળ બંને ભેગા થતાં જોવાય છે, તે ભ્રામક જ્ઞાન છે. જો મતિજ્ઞાનનો અવગ્રહ, ઈહા અને નિર્ણય રૂપે અપાય નિર્ણય (અપાય) ખોટો તો તેના સંસ્કાર પણ ખોટા. વ્યવહાર વર્તન પણ ખોટા જ થવાના. તો પછી ધ્યાન શુધ્ધ કઈ રીતે થાય? જ્ઞાન શુધ્ધ થયા વિના ધ્યાન શુધ્ધ ન થઈ શકે. આથી જો માત્ર આંખથી આત્માને જોવાનું લક્ષ રહે તો આંખથી માત્ર રૂપી જ અવસ્થા દેખાય અને તેને જ આત્મા માની લેવાય. "આત્મ બુદ્ધિએ કાયાદિક ગ્રહો, બહિરાત્મ ધૂરિ ભેદ શું શાની' (પૂ. આનંદઘનજી) અનાદિકાળથી મિથ્યાત્વના ઉદયે મોટા ભાગના જીવો શરીરને આત્મા માનનારા છે. તેઓ બહિરાત્મા કહેવાય અને જે આત્માઓ આત્માને 'કાયાદિકનો સાનીધર રહો, અંતરઆત્મ સ્વરૂપશું સુશાની' શરીરમાં પૂરાયેલો, શરીરથી નિરાળો એવો માત્ર શરીરમાં સાક્ષીભાવ રૂ૫ રહેવાનું માને તે અંતરાત્મા કહેવાય અને આત્મા સત્તાએ શુધ્ધા પરમાત્મા સિધ્ધાત્મા છે. તેમ જે માને અને તે શુધ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે અને શુધ્ધ દશા પ્રગટ થાય જ્ઞાનાનંદે પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધી' ત્યારે તે પરમાત્મા કહેવાય. આમ આત્માની મુખ્ય ત્રણ અવસ્થા ભેદ છે. પ્રથમ બહિરાત્મા તે મિથ્યાદષ્ટિ, અંતરાત્મા તે સમ્યગુદષ્ટિ અને શુધ્ધ પરમાત્મા દશા તે આત્માની નવતત્ત્વ || ૨૧૪ Page #217 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી પૂર્ણ શુધ્ધ અવસ્થા છે. આત્માનું ધ્યાન કરવા માટે આત્માના સ્પષ્ટ સ્વરૂપદશાનો નિર્ણય જરૂરી છે. તે માટે શરીરમાં ઉદાસીનતા, કર્મ કષાય સ્વરૂપ અશુધ્ધ અવસ્થા પર કરુણા, આત્માની શુધ્ધ દશામાં પ્રમોદ સર્વ જીવો સાથે મૈત્રીભાવ અને દેવગુરુના અતિનિર્દક આત્માઓ પ્રત્યે માધ્યસ્થભાવ આ ચાર ભાવના વારંવાર ભાવવી જોઈએ. a આત્માની ૪ અવસ્થાનું ચિંતન ન ચૈતનિલયે યુક્તમ્ ભૂતગ્રામો યતો અખિલ : નામકર્મ પ્રકૃતિજ : સ્વભાવો નાત્મનઃ પુનઃ || (અધ્યાત્મ સાર). ૧. શરીરની બાહરૂપી અવસ્થા બાહ્યરૂપ આકારથી યુક્ત, નામકર્મના ઉદયે સિધ્ધના જીવો સિવાય સર્વ સંસારી જીવોને રૂપી શરીરના સંયોગરૂપ રૂપી અવસ્થા પ્રાપ્ત થઈ છે તે આત્માના મૂળ સ્વભાવ રૂપ નથી. પણ આત્માના વિભાવરૂપ કર્મની વિકાર અવસ્થા છે. માત્ર શરીરનું રૂપ અને આકાર માત્ર બાહ્ય ચામડી રૂપ કર્મથી વિપાક અવસ્થારૂપ બાહ્ય અવસ્થા છે. તેજ માત્ર ચક્ષુઈન્દ્રિયથી જોવાય છે. અરૂપીનો વિકાર તે રૂપ, નિરાકાર આત્માનો વિકાર, તે આકારનું પુગલનું સ્વરૂપ છે. જેને આત્માએ પોતાનું માની તેના માટે જ પોતાનું જીવન જીવે છે. ૨. શરીરની અંદરની અશચિ અવસ્થા આત્માની બીજી કર્મ વિપાકના વિકારવાળી અવસ્થા નામકર્મના ઉદયે શરીરની રચના સમગ્ર લોહી, ચરબી આદિમાં અશુચિ પદાર્થોથી થઈ. સતત ક્ષશિક શોહિત પ્રભાવ, રૂપમપિ પ્રિય નહિ અવિનાશી નિસર્ગ નિર્મલ પ્રથમાનસ્વરૂપ નિવા૧૮૮૭ | (અધ્યાત્મસાર) સૌ પ્રથમ જીવ અશુચિ–બિભત્સ એવા શુક્ર-શોણિત પુદ્ગલોને ગ્રહણ કરે છે. આહારરૂપે ગ્રહણ કરેલા પુગલોને રસ રૂપે પરિણાવી તેમાંથી શરીરની નવતત્ત્વ || ૨૧૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ રચના કરી જે ગંધાતુ અને ૭ ધાતુ અશુચિમય છે. રસ, લોહી, માંસ, ચરબી, હાડકા, મજ્જા અને વીર્ય. આ આઠે ધાતુ જીવને જોવી કે રાખવી ગમતી નથી. આત્મા શરીરમાંથી ચાલ્યા ગયા પછી એક પણ ધાતુ જીવને કોઈપણ ઉપયોગમાં આવતી નથી. આથી અશુચિમય કાયાના જો નિરંતર દર્શન થાય તો કાયા પર સહજ વૈરાગ્ય આવે. બહારની ચામડી રૂપ અને આકાર જોવામાં રાગ–કામ પ્રગટ ન થાય માટે સતત આંતર ચક્ષુ વડે તેના રોજ દર્શન કરવા જોઈએ. બહારની કાયાના દર્શન માટે અરિસાનો ઉપયોગ કરવામાં આવે છે તે અરિસામાં મુખાદિના દર્શન કરી આત્માને ભૂલવાનું અને કાયા પર રાગાદિ ભાવ કરીને સામાયિક સ્વભાવને ખંડિત કરવાનું થાય. અરિસાની બાજુમાં અંદરના શરીરની રચના દર્શાવતું ચિત્રપટ્ટ રાખવું જોઈએ જેથી અંતર કાયાનું અશુચિમય સ્વરૂપનું દર્શન થાય અને તેમાં ઉદાસીન ભાવ પ્રગટ થાય. આ બે બાહ્ય–અત્યંતર કાયાની દશામાં કારણરૂપ ત્રીજી અવસ્થા નીચે મુજબ છે. ૩. અશુધ્ધ અવસ્થાઃ ૧૫૮ કર્મની પ્રકૃતીઓ આત્માને બેડી રૂપ છે. આત્મા અરૂપી, તેજોમય એવો આત્મા કાર્મણકાયા (કાળી, તૈજસ, કાયા) અને કષાયભાવથી કલંકિત એવી આ અશુધ્ધ અવસ્થા છે. જેના કારણે સદા પરમાનંદમાં મહાલાવના સ્વભાવવાળી આત્મા કલુષિત-વ્યાકૂળતાનો, પીડાનો અનુભવ કરે છે. આત્માની આ દુઃખી અવસ્થા જોઈ તેના પર કરુણા થાય. ૪. શુધ્ધ અવસ્થા : (અ) અક્ષય, અસંખ્ય-પ્રદેશી અખંડ એવા (બ) અરૂપી નિરંજન, નિરાકાર (ક) અગુરુલઘુ (હલકો નહીં–ભારે નહી) સર્વ જીવોને પોતાનામાં સમાવી લેવાના સ્વભાવવાળો અર્થાત્ પોતે સર્વમાં સમાઈ જવાના સ્વભાવવાળો તથા (ડ) અવ્યાબાધ (પીડાથી રહિત સાતા, અસાતાની પીડાથી રહિત) એક પ્રદેશમાં અનંત જ્ઞાનાદિ ગુણોની સમૃધ્ધિથી ભરેલો સિધ્ધ સ્વરૂપી એ આત્માની ચોથી અવસ્થા છે. ज्योर्तिमयं ममात्मानं पश्यतो अत्रेव यांत्यमी । क्षयं रागादयस्तेन नारिः कोडपि न में प्रियः ॥ (યોગ પ્રવીપ) નવતત્વ | ૨૧૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ સચ્ચિદાનંદ જ્યોર્તિમય એવા આત્માને જોવા માત્રથી રાગાદિનો ક્ષય અને તેથી કોઈનો પોતે મિત્ર કે દુશ્મન બનતો નથી અને કોઈ તેનો પણ મિત્ર કે દુશમન બનતો નથી. બધા જ તેને સમાન દેખાય અર્થાત્ જીવો પ્રત્યે સમદષ્ટિ પ્રગટ થતાં રાગાદિભાવ ન થવાના કારણે કર્મબંધને બદલે કર્મની નિર્જરા થાય છે. શુધ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ ગુણથી પૂર્ણ હોવાથી તેના પર પ્રમોદ ભાવ પ્રગટ થાય. આમ આત્માની ચાર અવસ્થાથી આત્માના દર્શન થાય. સ્મરણ કરવાથી મોહદશાની નિવૃતિ અને સ્વભાવદશા સન્મુખ ભાવદશાની ખીલવણી થાય છે. આત્માની વિભાવદશા જે વિકૃત અને દુઃખી જોઈ તેના પર અનુકંપા અને નિર્વેદ થાય. સત્તાગત શુધ્ધદશા પર પરમ સંવેગભાવ પ્રગટ થાય. આત્માને પોતાની શુદ્ધદશાપર પ્રીતિ–શ્રધ્ધા–પ્રતીતિ કેવલજ્ઞાનાદિ ગુણરૂપ સ્વભાવની રૂચી પ્રગટ થાય અને તેના ઉપાયરૂપ પંચાચારનું પાલન-છ વ્યવહાર આવશ્યકના પાલન વડે નિશ્ચય ધર્મ સ્વભાવના સામાયિકકાદિ આવશ્યક પ્રગટ કરવાનો પુરૂષાર્થ થાય. તેમાં પાંચ ઈન્દ્રિય-મન અને ત્રણ યોગનો સાધન તરીકે ઉપયોગ કરવાનો અને તેમાં ભાવપ્રાણનું (જ્ઞાનાદિ ગુણ સ્વભાવનું જોડાણ કરી) મોક્ષમાર્ગની સાધના કરવા વડે ભાવદશારૂપ કેવલજ્ઞાનાદિ પૂર્ણ ગુણરૂપ સાધ્યની સિધ્ધિના પુરૂષાર્થવાળો આત્મા થશે. સામાયિક આવશ્યકમાં ચક્ષુઈન્દ્રિય દ્રવ્યપ્રાણ રૂપે પરમ સાધન રૂપે તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. ચક્ષુ ઈન્દ્રિયના મુખ્ય પાંચ વિષયો છે. આખું વિશ્વ માત્ર પાંચવર્ણ અને પાંચ આકારમાં છે. દેખે તો ચેતન નહિ, ચેતન નહિ દેખાય. આખોથી જે દેખાય તે માત્ર રૂપ આકારરૂપ તે પુદ્ગલના ગુણ છે. તત્ત્વાર્થમાં – 'રૂપિણઃ પુદગલા પાંચ વર્ણોનું મિશ્રણ થતાં અસંખ્યાત વર્ષોમાં ભેદ થાય. વર્ણ સચિત અચિત્ત ને મિશ્રમાં હોય. . સયલ સંસારી ઈન્દ્રિય રામી, મુની ગણ આતમરામી, મુખ્યપણે જે આતમરામી તે કેવલ નિષ્કામી. (૫. આનંદઘનજી) નવતત્ત્વ // ૨૦૧૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ 0 મુનીને સામાયિક આવશ્યક સહજ કેમ? દુર્લભ મનુષ્યભવ, તેમાં દુર્લભ આત્મહિતની શરૂઆત અને પૂર્ણતા અને તે માત્ર મુનીપણામાં જ જીવ કરી શકે, આત્મહિતની પૂર્ણતા એટલે સર્વજોયને સદાકાળ જોવું જાણવું અને પૂર્ણ આનંદને ભોગવવું. જ્ઞાનસારમાં મુનિની વ્યાખ્યા "મન્યતે યો જગત તત્વમ્ સ મુનિ પરિકિર્તિત.' જીવ અને જડના સંયોગ રૂપ જગતને તત્ત્વની દૃષ્ટિથી જોનાર અને જાણનાર અને પોતાના નિર્મળ આનંદનો અંશથી પણ અનુભવનાર હોય તે મુનિ, જ્યાં સુધી સમતા–આનંદને અનુભવે નહીં ત્યાં સુધી મુનિપણું નિષ્ફળ. અનુભવ કઈ રીતે થાય? પ્રથમ તત્ત્વ શ્રધ્ધા-રૂચિ, પછી તત્ત્વાનુભવ. પ્રથમ સર્વજ્ઞ દૃષ્ટિ પ્રમાણે સ્વાત્મદ્રવ્યનો નિર્ણય – અર્થાત્ હું સત્તાએ સિધ્ધ છું અને કર્મના ઉદયથી વિષયકષાય ઈન્દ્રિયાદિથી પરાધીન સંસારી છું પણ અનાદિથી સકલ સંસારી જીવો ઇન્દ્રિયરૂપ સંયોગ સુખમાં ઈન્દ્રિયો વડે રમનારા અને કર્મને વશ બની પરિભ્રમણ છે. અનુભવ માટે પ્રથમ સાધ્ય નિર્ણય અને રૂચિ જરૂરી. મુનિને પોતે સત્તાએ સિધ્ધ છે તો મારે સિધ્ધ જ થવાનું છે અને તે માટે મારા સમતા સ્વભાવની રમણતા કરવી જ છે. આથી સ્વભાવ રમણતા રૂચિ. આથી અનાદિની વિષય સંયોગની રૂચિ ફરવાથી મુનિ ઈન્દ્રિયોનો ઉપયોગ - વિષયોના સુખને જાણવા શોધવા માણવા ન કરતા માત્ર શેયના જ્ઞાતા બનવા અને સંયમ-સમાધિના પ્રયોજન પૂરતુ વસ્તુ અપેક્ષા રહે. પણ વિષય સુખની અપેક્ષા ન રહે. જેની આત્મરમણતાની રુચિ ફરી તેને તત્ત્વ જિજ્ઞાસા હંમેશા રહેવાની, જેને સ્વતત્ત્વની રુચિ નહીં તેઓમાં જાણવાની કુતુહલ વૃત્તિ, સમતાસમાધિને બદલે સાતા, મનોરંજનનો લક્ષ, ઈન્દ્રિયો સ્વ વિષય સન્મુખ બને તેથી પ્રથમ જિનાજ્ઞા ' મિચ્છમ્ પરિહર' પોતાની સિધ્ધાવસ્થા સાધ્ય છે તેની શરૂઆત મિથ્યાત્વ અને અવિરતિના ત્યાગથી થાય. મિથ્યાત્વનો ત્યાગ થાય એટલે જ્ઞાન શુધ્ધ બને. તેથી કોઈ પણ વસ્તુનો નિર્ણય માત્ર પર્યાયથી નહીં પણ દ્રવ્ય ગુણ પર્યાયથી કરે, ત્યારે વસ્તુનું પૂણે યથાર્થ જ્ઞાન થાય. માત્ર પર્યાયથી થતું જ્ઞાન મિથ્યાત્વનું કારણ બને. ગુરૂ શિષ્યને પર્યાય દષ્ટિથી માત્ર ન જુએ પણ દ્રવ્યથી તે નવતત્ત્વ || ૨૧૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે, સત્તાએ સિધ્ધ છે. પણ હમણાં કર્મકષાયના ઉદય અવસ્થાવાળો છદ્મસ્થ આત્મા છે. પણ પોતાના દોષોને દૂર કરી ગુણની પૂર્ણતા માટે નિકળેલ શિષ્ય છે તો કષાય ભાવમોહઅટકે ગુણાનુરાગ કરૂણાભાવ પ્રગટે સમાધિ સમતાની પ્રગતિ થાય, સાધુને વિરતિ સર્વ સંયોગ ત્યાગ ફરજિયાત તેથી સંયોગ કરવાનો ભાવ છૂટી જાય. ઈન્દ્રિયોને તથા વિષયોનો સંયોગને હેય માની તેનાથી દૂર થાય, અનુકુળ -પ્રતિકૂળ સંયોગમાં રતિ–અરતિ અભાવ, તેથી સંયોગોનું ઈદ્રિયો દ્વારા જ્ઞાન કરે પણ તેને ઉપાદેય ભોગ્ય ન માને. તેથી તેના વિષે રૂચિનો અભાવ તેથી રતિ–અરતિનો અભાવ તેથી સમાધિ–સમતાની અનુભૂતિ સહજ અનિવેશ, આચાર, ક્રિયા, વિધિ વિ. કરે પણ સામાયિકને ધારણ કરનાર અર્થાત્ સામાયિક આવશ્યકમાં ત્યારે જ કહેવાય. સમતાનો અનુભવ કરે. દિક્ષા વખતે માત્ર છકાય જીવના પાપથી બચવાનો લક્ષ હોય પણ સમતાની અનુભૂતિનો લક્ષ નહીં તો દ્રવ્ય સામાયિક બને માત્ર પુ બંધનું કારણ થાય, સમતાનો અનુભવ એ નિશ્ચય ચારિત્ર અને તે માટે વ્યવહારથી સામાયિક જરૂરી, ભરત મહારાજા કેવલી થવા છતાં ઈદ્ર સાધુવેશ આપતા ગ્રહણ કર્યા પછી જ ઈન્દ્ર તેમને વંદન વ્યવહાર કરે છે. બહારથી વ્યવહાર પ્રમાણ. સામાયિક શા માટે? કષાયની પિડાભોગવતા આત્માને પોતાનામાં રહેલા પરમાનંદને ભોગવી શકે માટે કષાયથી વિરામ પામવા રૂપ વિરતિ સંયોગ નિમિત્ત રાગાદિભાવથી અટકવા રૂપ સંયમ અને સ્વ વિતરાગ સ્વભાવ ભોગવવારૂપ સમતા આથી બધા આવશ્યક વિરતિપૂર્વક જ કરવાના. સમતાજ્ઞાન વિના નહીં, શાન કળશ ભરી આત્મા સમતારસ ભરપુર. જ્ઞાનનું સાધન ઈદ્રિય, સર્વજ્ઞ જ્ઞાનનું પરમસાધન આગમ આ ઈદ્રિય સામાયિકનું પરમ સાધન ત્યારે જ બને જ્યારે તેમાં આગમનું જ્ઞાન ઈદ્રિય સાથે જોડવામાં આવે. 0 મુનિની નિર્વિકાર દષ્ટિને જોતા ઈલાયચિકુમાર નિર્વિકારી બન્યા સુકુમાલિકા સાધ્વી ગુરૂજીએ ના પાડવા છતાં ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાન કરવા ગઈ અને ત્યાં દષ્ટિ દૂર પાંચ પુરૂષોથી સેવાતી વેશ્યા પર ગઈ. એક પુરૂષ નવતત્વ // ૨૧૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ તેના પર છત્ર ધારણ કરે છે. એક પુરૂષ તેના કેશ ગુંથે છે વગેરે દશ્ય જોઈ ત્યાં 'નિયાણું કર્યું. મારા તપના ફળ પ્રભાવે હું પણ પાંચ પુરૂષોથી સેવાઉ.' સામાયિકમાં હોવા છતાં પુરૂષ અને વેશ્યા જોઈ ચિત્ત ચલાયમાન થઈ ગયું. સામાયિકવતા ખંડન થયું. ઈલાયચી કુમાર નટડી પાછળ ભટકી તેને મેળવવા, તેને રીઝવવા ઉત્તમકુળ-મર્યાદા છોડી નટ બની તેની પાછળ ભટી રહ્યો છે. હવે નટડી તથા રાજાને રીઝવવા દોરડા પર નૃત્ય કરી રહ્યો છે. ત્યાં તેની દષ્ટિ અચાનક શ્રેષ્ઠિના ઘરમાં પડી, ત્યાં પમિની સ્ત્રી રૂપ રૂપના અંબાર સ્વરૂપ દાગિનાથી મઢેલી એકલી છે. હાથમાં મોદકનો થાળ લઈ હર્ષવિભોર થઈ ભાવના ઉલ્લાસ પૂર્વક રોમાંચક થવા પૂર્વક મુનિને વહોરાવવા માટે આગ્રહ કરી રહી છે. ત્યારે તપથી કૃશ થયેલ શરીરવાળા મુનિ તપના તેજવાળા અને મલિન વસ્ત્રોથી યુકત અને નીચા નયણા ઢળેલા દષ્ટિ દોષ નિવારી નિર્દોષ ગવેષણામાં જ રક્ત છે. આંખોમાં નિસ્પૃહતા-નિર્વિકારિતા તરવરતી જોઈ. ઈલાયચી કુમારની દષ્ટિમાં નિર્વિકારીતાનો નિઃસ્પૃહતાનો પ્રવેશ થયો. પક્ષીની સ્ત્રીના રૂપ પર મુનિની નિર્વિકારતા પર જાગેલા બહુમાન જોતા નટડીનો રાગ ગાયબ થયો. ઉદાસીનતા તરી આવી અને ક્ષપકશ્રેણીના મંડાણે પરાકાષ્ટારૂપ વિતરાગત કેવલજ્ઞાન પ્રગટ થયું. સ્ત્રી-સચિત્ત છે. સ્ત્રીનું ચિત્ર અચિત્ત છે. સ્ત્રી પર્યાયને માત્ર રંગ રૂપે ન જોતા તેના શુધ્ધસ્વરૂપને જોતા શુધ્ધ સામાયિક સ્વભાવ પ્રગટ થાય. રહેઅરૂપી રૂપીને, એ અચરજની રાત, જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિધ્ધાંત.' અરૂપી એવો આત્મા રૂપી આકારવાળા જડ દેહાદિને ગ્રહણ કરે છે, તેને બંધન તરીકે જાણતો નથી તે મોટું આશ્ચર્ય છે. જૈન સિધ્ધાંતમાં જ આ આશ્ચર્યકારી વાત જણાય છે. આત્મા અરૂપી છે અને તે રૂપની પાછળ પાગલ બનીને દોડે છે. પતંગિયા અગ્નિનું રૂપ જોઈ તેમાં પડીને ભસ્મીભૂત થાય. તેમ કામસંજ્ઞાથી પીડાતા જીવો વિજાતીયનું રૂપ જોઈ પતંગિયાની જેમ તેમાં બળીને ભસ્મીભૂત થઈ તેના રૂપ આકૃતિની સ્મૃતિમાં ભયંકર વિયોગની વેદના અનુભવે હતાશ થયેલા સંયોગ નહીં મળવાની દઢતા થવાથી અગ્નિમાં પણ જાતને હોમવા તૈયાર થઈ જાય. નવતત્વ // ૨૨૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ 1 કામ સંશાથી પિડાતા જીવો વિતીયના રૂપમાં આકર્ષાઈ તેના વિયોગમાં અગ્નિને શરણ થવા તૈયાર થાય. રાજા–કલાવતીમાં મગ્ન બનેલો હતો પણ તેને ખોટો ભ્રમ થયો કે કલાવતીના હૃદયમાં બીજો પ્રિયતમ છે. તરત તેને જંગલમાં મૂકાવી, કાંડા કપાવ્યા. પણ સત્તી તરીકે ખાત્રી થઈ કે તરત ફરી તેની શોધમાં નીકળ્યા. તે ન મળતાં અગ્નિમાં બળવા પણ તૈયાર થયો. પૂર્વભવમાં રાજાએ પોપટનો જીવ હતો. તેની ચાંચ-પાંખ–તેનું રૂપ બોલવાની કળાદિથી કલાવતી પૂર્વભવમાં સુલોચના રાજપુત્રી તરીકે તેમાં આકર્ષણ પામી હતી. તેથી પતિ-પત્નિનો સંબંધ બંધાયો. રૂપાના આકર્ષણનું કારણ દેહાધ્યાસજડ પર રાગ થવામાં મુખ્ય કારણ પુદ્ગલના રૂપ–આકાર છે. "છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મનો નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. જ્યાં સુધી જીવનું આ અજ્ઞાન છે કે હું દેહ છું, રૂપવાન છું રૂપગ્રહણ ભોગવી શકું છું. આ દેહાધ્યાસ ઘટે નહીં ત્યાં સુધી તે કર્મનો કર્તા અને કર્મનો ભોકતા બને છે અને સમતા સ્વભાવનો કર્તા–ભોક્તા બની શકતો નથી. પંચ પરમેષ્ઠિના પાંચ વર્ષ જગતના પાંચ રૂ૫ અને પાંચ આકારમાંથી છૂટવા માટે છે. ઈન્દ્રિયોને જ્ઞાનના સાધન આગમ રૂપ ન બનાવવામાં આવે તો તે મહાઆશ્રવનું કારણ બની ભવાત્તરમાં આંખ વિનાના ભવોમાં ભટકાવે. જ્ઞાતા સ્વભાવવાળો આત્મા રૂપ આકારને ચક્ષુ ઈન્દ્રિયો વડે માત્ર જોવા જાણવા રૂપ કાર્ય કરી પ્રયોજન વડે તેનો ઉચિત વ્યવહાર કરવો પડે તો તેમાં રાગ-દ્વેષ ન ભળવા દેવાનું લક્ષ અને ઉદાસીન ભાવે રહેવાથી રૂપમાં સમતાની રક્ષા થાય. આત્માને કર્મના ઉદયે શરીરમાં રૂપ અને આકારની પ્રાપ્તિ થઈ, આત્માનિર્વિકાર સ્વરૂપે હતો તેના બદલે સતત રૂપ આકારમાં વિકારી બની સમતા સ્વભાવમાં રહી શકતો નથી. તેથી આત્માને પોતે નિરાકાર છે, નિર્વિકાર પોતાનો સ્વભાવ છે નવતત્વ // ૨૨૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ તેનો ઉપયોગ સતત રહેવો જોઈએ નહીં તો આખું જગત પાંચ વર્ણમય, પાંચ આકારમય છે તેમાં સહજ નિર્વિકારી એવો જીવ રૂપ આકારને પામી વિકારી થાય. સર્વજ્ઞ પરમાત્માએ જીવોને બચાવવા પંચપરમેષ્ઠિના વર્ણ પણ પાંચ બતાવ્યા છે. જગતના રૂપ આકારનો રાગ છોડાવવા પંચ પરમેષ્ઠિના રંગ આકાર બતાવી તેમાં સ્થિર થઈ અર્થાત્ પંચ પરમેષ્ઠિના શુભ પાંચ વર્ણ રૂપ આલંબન ધ્યાન વડે આત્મા નિરાલંબન ધ્યાન વડે પોતાના નિર્વિકારી સ્વભાવમાં સહજ આવી શકે તેનો માર્ગ બતાવ્યો છે. આમ જીવે ચક્ષુ ઈન્દ્રિય વડે અપ્રશસ્ત આલંબન છોડી પ્રશસ્ત આલંબન પકડીને તેમાં સ્વરૂપ જ્ઞાન વડે નિજ આત્માનું ધ્યાન કરવાનું છે. અર્થાત્ આંખ વડે રૂપને જોઈને સ્વરૂપી બનવાનું છે. પરમાત્માનું રૂપ જોઈને ગમી જાય તો શુભકર્મબંધ પુણ્ય બંધાવે. પરમાત્માનું બાહ્ય રૂપ આકાર ગમ્યો તેથી આપણને પણ શુભ આકાર મળે. 'રૂપ નિહાળી પરિચય કીનો, રૂપે તું નહીં આયો' જે જે અંગે પૂજા તે તે અંગે તુ નાહિ, તું તો સકળ સ્વરૂપ જગતમાં.' (પૂ. માનવિજયજી મહારાજ) યૈઃ શાન્તરાગ–રુચિભિઃ પરમાણુ ભિન્વં નિર્માપિત સ્ત્રિભુવનૈક—લલામ–ભૂત ! ||૧૨ી (શ્રી ભક્તામર સ્ત્રોત્રમ્) પરમાત્માના રૂપ જેવું ત્રણ જગતમાં અન્ય કોઈનું તેવું અદ્ભૂત રૂપ હોતું નથી. તેટલા જ પરમાણુ જગતમાં હોય જેનાથી પરમાત્માના રૂપનું નિર્માણ થાય. એટલે દેવો પણ પરમાત્માના રૂપને નિહાળવા ભ્રમર રૂપ બને છે. આથી સહજ આપણને રૂપ ગમી જાય પણ પરમાત્માના રૂપને પકડી જગતના રૂપમાં ઉદાસીનતાવાળા અને પરમાત્માના રૂપમાં સ્થિર બની પછી પરમાત્માના તત્ત્વનો પરિચય કરી પરમાત્માનું રૂપાતીત સ્વરૂપ પકડી તેનું ધ્યાન ધરી સ્વયં રૂપથી રહિત બનવાનું છે. આમ, ચક્ષુઈન્દ્રિય વડે રૂપને જોઈને પછી દિવ્ય ચક્ષુ વડે રૂપાતીત નવતત્ત્વ // ૨૨૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાના દર્શન કરવા વડે નિર્વિકારી બની અરૂપી સિધ્ધ બનવાનું છે. કોઈ સ્ત્રીના રૂપમાં ખોવાઈ ગયા, આંખ ત્યાંથી હટતી નથી તો એને જોઈને એના અરૂપી આત્મપ્રદેશોમાં પહોંચી જવાય તો વિકારને બદલે નિર્વિકાર સ્વભાવ પ્રગટ થશે. સ્થૂલભદ્ર મુનિની નિર્વિકારી દષ્ટિ કઈ રીતે થઈ?' સ્થૂલભદ્ર મુનિ ચાતુર્માસ કાળમાં ષડૂસ ભોજન આરોગવા છતાં અને કોશાનું નૃત્ય, શરીરના અંગોપાંગ હાવભાવ જોવા છતાં નિર્વિકાર રહી શક્યા કારણ? હું છું તે હું નથી, અને જે છે તે એ નથી' અર્થાત્ શરીર એ હું નથી, પણ હું કદી નાશ ન પામે તેવા અનુપમ સૌંદર્યવાળો અરૂપી એવો જ્ઞાનજ્યોતિર્મય આત્મા છું અને આ વેશ્યા પણ અનુરૂપ સૌંદર્યવાન અરૂપી નિર્વિકાર સ્વરૂપે સત્તા એ સિધ્ધાત્મા છે. આમ તેના નિરંજન-નિરાકાર-અરૂપી આત્મપ્રદેશો તરફ પ્રેમની દષ્ટિ જતાં સ્થૂલભદ્ર મહામુનિ નિર્વિકાર દશાને પામ્યા. જેના પ્રભાવે તેઓ ૮૪ ચોવિશી સુધી જ્ઞાનીઓના મુખમાં ગવાશે. આથી પ્રતિમા પરમાત્માદિના પ્રશસ્ત રૂપાકારાદિના દર્શનમાં પુણ્યબંધ અને અપ્રશસ્ત રૂપ-આકારના દર્શનમાં અણગમો અપ્રીતિ થવામાં પાપબંધ અને નિરાકાર દર્શનમાં નિર્વિકાર દષ્ટિમાં કર્મ નિર્જરા થાય. આત્માનો નિર્વિકાર-સમતા સ્વભાવ છે. આત્મા પોતાના સ્વભાવમાં જ્યારે જ્યારે આવે ત્યારે ત્યારે નિર્જરા થાય અને શુભાશુભ ભાવમાં રહે ત્યારે પુણ્ય-પાપનો બંધ થાય. પ્રશસ્તભાવમાં શુભ અનુબંધવાળુ પુણ્ય બંધાય. અપ્રશસ્ત ભાવમાં તીવ્ર અશુભ અનુબંધ બંધાય. આથી વ્યવહાર સામાયિક આવશ્યકમાં સ્વભાવ કેળવવા અને સ્વભાવને અનુભવવા જીવાદિ નવતત્વનું ચિંતન કરવા વડે આત્માના સ્વભાવ-સ્વરૂપનો નિર્ણય-રુચિ અને તે પ્રમાણે પ્રવૃતિ થાય તેવો અભ્યાસ કરે. જેથી તત્ત્વદષ્ટિ સહજ ખીલે, ગમે તેવા નિમિતોમાં આત્મા માત્ર શેયનો જ્ઞાતા જ રહે. જેમ સ્થૂલભદ્ર મુનિ મહાત્મા વેશ્યાના નિમિત્તોમાં માત્ર શેયના જ્ઞાતા બન્યા તેથી તેમનું સામાયિક અખંડિત રહ્યું. વેશ્યાનો આત્મા સચિત, અરૂપી છે નવતત્ત્વ // રર૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ તથા વેશ્યાનું શરીર, અંગોપાંગ, ઈન્દ્રિયો, વાળ, નખ, શરીર પર રહેલા વસ્ત્રો, ઘરેણા વગરે અચિત્ત છે. પણ તે સચિત્ત સાથે જોડાયેલા હોવાથી તે સચિત્તાચિત્ત છે. વેશ્યા લોકમાં અશુભ ગણાય તેથી સ્ત્રી તરીકે હલકી જાતિ ગણાય. તેથી તેના શરીરાદિ અવયવો પણ રાગ કરવા યોગ્ય નથી. પણ તે નિશ્ચયથી સત્તાએ તો સિધ્ધાત્મા છે તેથી તે પ્રેમપ્રમોદનું પાત્ર છે. વેશ્યા પર્યાયે કરુણાનું પાત્ર છે. આમ માત્ર જો ચામડાની સ્કૂલદષ્ટિથી જોવાથી સ્ત્રી વેશ્યા–ભોગનું પાત્ર દેખાય પણ તત્ત્વદષ્ટિથી જોવાથી તે મૈત્રી–પ્રમોદ, કરુણાનું તથા માધ્યસ્થભાવ રૂ૫ દષ્ટિથી જોવાથી સ્થૂલભદ્ર મહાત્માનો સામાયિક સ્વભાવ અખંડિત રહ્યો. આપણે વ્યવહાર સામાયિકમાં તત્ત્વદષ્ટિ કેળવવા એવો અભ્યાસ કરીએ કે જેવી વસ્તુ દષ્ટિમાં આવે અને તે વસ્તુ શેયરૂપે જ અપેક્ષાએ શુભાશુભ છે પણ રાગ-દ્વેષ કરવા યોગ્ય નથી. ત્યાં માત્ર આપણે વસ્તુના જ્ઞાતા દષ્ટા બનવાનું છે. પરંતુ તેના કર્તા-ભોકતા બની રાગ-દ્વેષ કરી સમતા સ્વભાવને ખંડિત કરવાનો નથી. માત્ર પ્રયોજન પડયે વસ્તુ જેટલી જરૂર હોય તેટલી હેયોપાદેયના નિર્ણયપૂર્વકઔચિત્યવ્યવહાર કરવાનો, તેમાં ઉદાસીન પરિણામે રહી સ્વસ્વભાવ (સમતા) ચૂકી ન જવાય તેની કાળજી રાખવી જોઈએ. મોટા ભાગનાં જીવો મિથ્યાત્વને વશ બની સુખ દુઃખનો નિર્ણય પોતાની માન્યતા મુજબ અર્થાત્ જ્યાં અનુકૂળતા લાગે ત્યાં સુખ અને પ્રતિકૂળતા લાગે ત્યાં દુઃખનો નિર્ણય કરી પોતાના આત્માના સુખથી દૂર રહે છે. મિથ્યાત્વના ત્યાગ પછી જ કષાયનો ત્યાગ અને કષાયના ત્યાગથી જ સ્વભાવનું જોડાણ થાય. સ્વભાવનું જોડાણ એટલે સ્વમાં સ્થિરતા અને પરથી અસ્થિરતા. કારણ કે વિપરીત સ્વભાવવાળા ભેગા રહી શકે નહીં અને રહે તો લડયા વિના રહે નહીં અને સંસારના વ્યવહારમાં તે વાત અનુભવથી સમજાય તેવી છે કે પતિપત્ની વિપરીત સ્વભાવવાળા હોય તો બને વચ્ચે સતત કંકાસ ચાલુ હોય છે. આ જ વાત આત્માના વિષયમાં લાવવાની છે કે આ આત્મા અરૂપી છે. એના ગુણો પણ અરૂપી છે અને આપણે જેની સાથે રહ્યા છીએ અને વ્યવહાર કરીએ છીએ તે બધું રૂપી છે. અરૂપી રૂપીને ગ્રહે એજ અચિજ વાત." નવતત્વ // ૨૨૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ | કાયાની મમતા જાય તો સહનશીલતા-સમતા ખીલે : અરૂપી આત્મા રૂપી પુગલને ગ્રહણ-વ્યવહાર કરે છે. બીજા અરૂપી આકાશાસ્તિકાયાદિ દ્રવ્યો રૂપી એવા પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરતા નથી, સાથે રહેલા છે પણ તેઓ તેનાથી પૂર્ણ અલિપ્ત છે અને પોતપોતાના સ્વભાવમાં સ્થિર છે તેથી તેમને કોઈ બાધા નથી. આત્મા જ પુગલના પનારે પડી પોતાના સ્વભાવને ભૂલી તેવા સ્વભાવ પ્રમાણે વર્તવા જાય અને પીડા પામે છે. આથી આત્મા જ્યાં સુધી પુદ્ગલ (શરીરાદિ) સાથે રહે ત્યાં સુધી પીડા પામે, પોતાના સ્વભાવ પ્રમાણે ન વર્તે તો વિશેષથી (ભાવ પીડા) પામે. પુદ્ગલના સંગે આત્માનું અવ્યાબાધ સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી સ્વયં પીડા પામે બીજાની પીડામાં . નિમિત્તભૂત પણ બને. આથી આત્માએ પોતાનો તથા પરના સ્વભાવ–સ્વરૂપનો તત્ત્વ નિર્ણય કરવો જરૂરી છે. જેથી માત્ર ઔચિત્ય વ્યવહાર કરવા માત્ર થશે. જે રાગાદિનું કારણ ન થતાં નિર્જરાનું કારણ બને. કાયા પ્રત્યેની મમતા જાય તો કાયાની પ્રતિકૂળતામાં સહનશીલતા અને સમતાની શક્તિ ખીલે અને આપણો પ્રેમ જે રાગરૂપે વિકાર પામી પુદ્ગલના આકારાદિમાં ઢોળાય તે હવે બંધ થઈ તે આત્મના ગુણ ઉપર ઢોળાય તો સ્વમાં વ્યાપેલ નિર્મળ પ્રેમ સર્વ જીવ પર વ્યાપે. a સમતા કઈ રીતે પ્રગટાવવી? ઈન્દ્રિયો મતિ–શ્રુત જ્ઞાનનું કારણ છે. આત્મામાં મતિજ્ઞાનના સંસ્કારો પડે છે. તે દઢ થયેલા સંસ્કારો નિમિત્ત મળતા જાતિ સ્મરણરૂપે કે ઓઘ સંજ્ઞારૂપે પ્રગટ થાય છે. ત્યારે ફરી રાગ-દ્વેષના સંસ્કારો ઉદયમાં આવે છે. તેથી વસ્તુ વ્યક્તિના સંબંધો પ્રત્યે દષ્ટિ હોતી નથી. આથી વસ્તુ કે વ્યક્તિ શું છે? જડ કે જીવ છે તેનું તે રીતે (યરૂપે) જ્ઞાન થાય, જીવ અરૂપી છે તો તે નિર્વિકાર છે તો નિર્વિકાર દષ્ટિ ખીલે, પુદ્ગલ જડ છે, તે હેય છે તેથી તે જોવાય નહીં તરત દષ્ટિ ત્યાંથી ખેંચી લેવાય અને ઉદાસીનભાવ કેળવાય તો રાગદ્વેષ ન થાય અને સમતાનો સ્વભાવ ખીલે. અશુભમાંથી શુભમાં અને શુભમાંથી શુધ્ધમાં જવાનું છે. ચક્ષુઈન્દ્રિય નવતત્ત્વ || રર૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ પોતાના વિષયરૂપ આકારને સ્પર્યાવિના જ પકડી લે. પત્રિકાદષ્ટિ સામે આવતા ડિઝાઈન, ફોટો, અક્ષરના હેડીંગ અને વિષયને પકડી લે અને પછી તેમાં શુભાશુભનો નિર્ણય કરે. જો ધર્મના પ્રસંગની પત્રિકા છે તો શુભ ગણાય અને લગ્નની અશુભ. ધર્મ પત્રિકાને પણ માત્ર આરાધના અનુષ્ઠાનને જણાવવાના સાધન માત્ર છે તેમ ન સ્વીકારે તો તે પણ રાગદ્વેષનું સાધન બને. તેમાં પોતાની નિશ્રાના અનુષ્ઠાનની પત્રિકાની ડિઝાઈન, ભપકો બીજાથી સારા પણાનો ખ્યાલ આવતા તેમાં માન કષાય વૃધ્ધિ પામે. સામાયિકને ખંડન કરે. તેમ પરમાત્માની વિશિષ્ટ રત્નોથી દ્રવ્યોથી આંગી જોઈ આનંદ પણ પરમાત્માના મુખારવિંદ પર તરવરતી પર પ્રસન્નતા, કોમળતા, કરુણા, ઉદાસીનતા આખોમાં ઝરતી નિર્વિકારતા, વિતરાગતા ગમે નહીં. તેની રુચિ પ્રગટ ન થાય તો, સામાયિક ભાવ ખંડીત થાય. 1 ભાવમાંથી સ્વભાવમાં જવાની સાધના અનુપમાએ સિધ્ધ કરી અનુપમાદેવી નેમનાથ પ્રભુની દિવ્યકાંતિ વીતરાગાદિ જોઈચિત્ત પ્રસન્ન પામ્યું. સાથે પોતાનો દેહ ૩ર લાખ હીરા-મોતીના દાગીનાથી મઢેલો જોઈ ખેદ પામ્યા. પરમાત્માના અંતર ગુણોના વૈભવ-તેજ આગળ તે ફિક્કા લાગ્યા તેથી તે બધા ઘરેણા પરમાત્માને ચડાવી પોતાનો ભાર હળવો કર્યો. રાગના બંધનમાંથી છૂટવાનો આનંદ વ્યક્ત કર્યો. વિતરાગનો અનુબંધ બાંધ્યો, આમ તેણે અશુભ ઘરેણાને પરમાત્માને ચડાવી તેને શુભમાં ફેરવ્યા અને આનંદ તેમાંથી છૂટવાનો થયો અને વિતરાગતાની અનુમોદનાનો આનંદ વ્યક્ત થયો. વીતરાગને ચડાવવાથી મારો રાગ હવે ઘરેણા પર નહીં જ રહે, તેની ખાત્રી થઈ. શ્રધ્ધા દઢ થઈ વીતરાગને આપણે આપીએ એટલે પ્રભુ આપણને શું આપે? તો વીતરાગતાના અંશ ચોક્કસ આપે. તે વાત તેમના માટે સત્ય પૂરવાર થઈ. ત્યાંથી સિધ્ધગિરિરાજ ગયા તેજપાલ–વસ્તુપાલે ફરી તેને ઘરેણાથી મઢી નાંખી. આદીશ્વર દાદા પાસે જઈ આદીશ્વર દાદાને પણ સર્વ ઘરેણા ચડાવીને આનંદ વ્યક્ત કર્યો. વીતરાગતાનો અનુબંધ વધારે દઢ કર્યો. તે શાસન પ્રભાવનારૂપ થયું તેને જોઈ તેની દાસીએ પણ તેનું અનુકરણ કર્યું. બીજાઓએ પણ તે પ્રમાણે ત્યાગની નવતત્ત્વ // રર૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના કરી. આમ સામાયિક આવશ્યકનો અભ્યાસ અનુપમાએ અહીં એવો કર્યો કે તેના સંસ્કાર અનુબંધ મહાવિદેહ ક્ષેત્રમાં ૮ વર્ષની વયે ઉદયમાં આવ્યા.૮ વર્ષની વયે દીક્ષા સ્વીકારી અને નવમા વર્ષે કેવલજ્ઞાન પ્રગટ થયું. a સાધુ-સાધ્વીઓને આગીના દર્શન કરવાનું કુતુહલ ન હોવું જોઈએ. સાધુ-સાધ્વી વીતરાગ પરમાત્માના દર્શન કરવા શા માટે જાય? પરમ ચરણ સંવર ધરુ જીરે, સર્વાણ જિન દિક "શુચિ સમતા રુચિ ઉપજે રે; તે મુનિને ઈદ' (દેવચંદ્રવિજય મ.સા.) પરમાત્માએ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કર્યું, પૂર્ણ સમતા રસમાં મહાલી રહ્યા છે. હું આપની જેમ પૂર્ણ સમતારસનો પૂર્ણ ભોકતા બનું અને આપ સર્વસત્તાગત પ્રગટ જિનોના સાક્ષાત્ દર્શન કેવલજ્ઞાન ચક્ષુ વડે કરો છો તો હું પણ ક્યારે તે પ્રમાણે કરીશ? અર્થાત્ મુનીને માત્ર વીતરાગતા અને સર્વશતા જ ઈષ્ટ છે તે માટે જ તે જિનના દર્શન માટે જાય. 1 શ્રવણેજિય પાંચ ઈન્દ્રિયોમાં સૌથી પટુ ને ઝડપી બોધ કરી શકે છે. ચક્ષુ અને શ્રોત બે જ્ઞાનેન્દ્રિય અને અન્ય ત્રણ ભોગેન્દ્રિય સામાન્યથી કહેવાય છે. શ્રુતજ્ઞાન પ્રાપ્તિમાં શ્રોતેન્દ્રિય અને ચક્ષુ ઈન્દ્રિયનું વિશેષ કારણ છે. બાકીની ત્રણ ઈન્દ્રિયો ભોગેન્દ્રિય બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આંખોથી વસ્તુને જોયા પછી ગ્રહણ, ભોગવવાની ઈચ્છા થાય, કાંઈ સાંભળવાથી પણ થાય. શ્રવણેજિયના મુખ્ય ત્રણ વિષય શબ્દ ચિત્ત, અચિત્ત અને મિશ્ર. જીવસહિત દેહમાંથી નીકળતા શબ્દો સચિત્ત કહેવાય અને માત્ર જડમાંથી નીકળતા શબ્દ અચિત્ત કહેવાય અને જીવ અને જડના સંયોગથી નીકળતા શબ્દ જેમ વીણાવાંસળીમાંથી જે શબ્દ નીકળે તે મિશ્ર શબ્દ, પાંચે ઈન્દ્રિયોમાં સૌથી થોડા વિષયો શ્રવણેન્દ્રિયના છે. પણ જો આત્મા તેમાં સાવધાન ન થાય તો વધારે અનર્થકારી અને સમતામાં બાધક થાય. શબ્દો શુભ વ્યવહાર–મધુર અલંકારવાળા, ઊચિત નવતત્ત્વ // રર૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ સ્વરવાળા ઢબપૂર્વકના શુભ કહેવાય. જેમ કે કોયલ, પોપટ મોરાદિ પક્ષીનો સ્વર શુભ સાંભળવા ગમે. જ્યારે કર્કશ, કડવા, ઢબ વિનાના શબ્દો અશુભ. ગધેડા, કાગડા, કૂતરાના શબ્દો વિરસ સાંભળવા ન ગમે. આમ સચિત્ત, અચિત્ત અને મિશ્ર = ૩૪ર શુભ અને અશુભ = xર રાગદ્વેષ-૧ર સૌથી ઓછા વિષયો શ્રવણેન્દ્રિયના છે. सुविशाल रसाल-मंजरी विचरत्कोकिलं काक कलीभरैः। किमु, मदति योगिनां मनो । निभृतानाहतनाद सादरम् ।। યોગિઓનું મન સ્વના અનાહત નાદ સાંભળવામાં લીન હોવાને કારણે જંગલમાં ખીલેલી વનરાજી, આંબામંજરીમાં વિચરતી કોકિલના મધુર સ્વરોમાં સંગીતમય વાતાવરણમાં ધ્યાન કરવા છતાં તેઓ તેનાથી પર હોય છે. તેમનું અંતર અનાહત નાદ સાંભળવામાં મશગુલ હોવાથી તેને પક્ષીઓનો મધુર સ્વર આકર્ષી શકતો નથી. ભોગીઓ તે સ્વરમાં આસક્ત થઈ જાય છે. આસક્તિનું કારણ શબ્દ એ પુગલ છે. સચિત્ત વ્યક્તિ (પક્ષી–સ્ત્રી) માંથી નીકળતો શબ્દ મધુર, ઝીણો, મૃદુ અને જ્યારે તે રાગના વિકારની વિકૃતિ સહિત નીકળે ત્યારે કામરાગ પ્રગટ કરવા સમર્થ છે. 1 લઘુકર્મીઓને જિનવાણી ભવભ્રમણ મીટાવે, ભારી કર્મીઓને ભવભ્રમણનું કારણ બને. શુભ શબ્દ વર્ગણા સૌથી શ્રેષ્ઠ પરમાત્માના સમવસરણમાં, માલકોશ રાગમાં, દિવ્ય સંગીત સહિત પરમાત્માના મુખારવિંદમાંથી નીકળતી જિનવાણી આગમરૂપ છે. જે ભવ્ય લઘુકર્મી બનેલા, માર્ગ સન્મુખ થયેલા, ચરમાવર્તી કે ચરમ ભવ કરવાની ભાવનાવાળા જીવોમાં ભૂખતરસ મટી જાય, કર્ણને સુખ આપનારી અને જીવને શિવ બનાવનારી હોય છે. અભવ્ય ભારેકર્મી આત્માઓને જે જિનવાણી જીવને શિવ બનાવે તેવા અચિંત્ય પ્રભાવશાળી છે, તે વાણી પણ વિષયનું કારણ બને. કાલસૌકરિક પ્રભુના સમવસરણમાં આવી જિનવાણી સાંભળતા ડોલાયમાન થાય. સમવસરણમાં પાંચ ઈન્દ્રિયના ઉત્કૃષ્ટ શુભ નવતત્વ || ૨૨૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ પુગલના સંયોગરૂપ વિષયો પરમાત્માના પુણ્ય હોય છે. અભવ્ય–ભારે કર્મી જીવો તેમાં આસક્ત થઈ મહાકર્મબંધ કરી ભવભ્રમણ વધારે, ઉત્તમજીવો તેમાં પણ વિરક્ત થઈ જિનવાણીનું પાન કરી વૈરાગ્યરસથી ભીંજાય. સંસારનો ત્યાગ કરી વીતરાગ થવાના પ્રયત્નવાળા બને આમ પુદ્ગલ શબ્દ આર્તરૌદ્ર–ધ્યાન દ્વારા ભવભ્રમણ અને ધર્મ અને શુક્લ ધ્યાન દ્વારા ભવનિસ્તારનું નિમિત્ત કારણ બને. 1 કષાયને પ્રજવલિત કરવામાં શબ્દ સગડી રૂપ બને : કષાયને પ્રજ્વલિત કરવામાં શબ્દ એ સગડી છે. શબ્દ કાંટા કરતા વધારે તીર્ણ છે. તેના ઘા વર્ષો સુધી રૂઝાય નહીં. શબ્દ જ્યારે યાદ આવે ત્યારે ત્યારે પીડાય આમ જો કષાય ભાવ–વેર ભાવથી છોડાયેલા શબ્દો જો પકડવામાં આવે અને તેને જ્યારે જ્યારે યાદ કરવામાં આવે ત્યારે તે આત્માના સામાયિક સ્વભાવનું ખંડન કર્યા કરે. સાધુપણામાં શ્રવણનું પાપ સૌથી ભયંકર પણ છે અને લાભકારી પણ છે. શ્રમણ કોને કહેવાય? 'श्रमम् आनयन्ति पंचेन्द्रियाणि मनश्चेति श्रमण : । સાધુ શ્રમણ' કહેવાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોથી જે કંટાળી ગયો થાકી ગયો છે તેથી ઈન્દ્રિયો વિષયમાં પરાડમુખ બનેલો સાધુ કાયાને તપથી તપાવે, વિષયો હટાવે અને ગુણ પ્રાપ્તિ અર્થે આત્મા સાથે અપ્રમત્તપણે જોડાય. તેથી બીજું સાર્થક નામ શ્રમણ એટલે તપસ્વી કહ્યો. અર્થાત્ જગતને તત્ત્વદષ્ટિથી જોવાને ટેવાયેલો હવે આખોથી જગતને જોવા, કાનથી સાંભળવાકે મુખથી કહેવાને જે કંટાળેલો કે થાકી ગયેલો છે તે સાચો શ્રમણ છે. શ્રવણનો રાગ જીવોને સમતા સ્વભાવથી પછાડે છે. સાધુ પાંચ સંસારમાંથી ચારને તો છોડી શકે છે, કાયાકામિની-કુટુંબ-કંચન, પણ પાંચમો સંસાર જે કીર્તિ તેને છોડવી દુષ્કર. સાધુની નિશ્રામાં ચતુર્વિધ સંઘે કરેલી માસખમણ, ઉપધાન આદિ વિવિધ અનુષ્ઠાનની આરાધનાની અનુમોદના દ્વારા સ્વગુણની ઘણી વૃધ્ધિ થાય પણ પોતાની નિશ્રામાં આરાધના થઈ પોતાના પ્રભાવે થઈ તેવો અહં આત્મામાં પ્રસરતા ગુણ અનુમોદનાને બદલે પોતાની ચારે તરફ કીર્તિ ફેલાતી જોઈ આનંદ પામે, નવતત્વ || ૨૨૯ Page #232 -------------------------------------------------------------------------- ________________ પત્રિકાઓમાં નિશ્રા જોઈ વાંચીને ગમે તો સામાયિકભાવ ખંડિત થાય. સૌથી વ્હાલું ઈષ્ટ જીવને પોતાનું લોકમાં સ્થાન છે. સ્વની મહત્ત્વતાને ઈચ્છે છે. આથી લોકમુખે પોતાના ગુણ ગવાય તેમાં જીવનની સાર્થકતા સફળતા માને અને પોતાનું હલકું કોઈનબોલે, ઘસાતું ન બોલે, કોઈ કલંક પ્રપંચ આરોપાદિ જરાપણ ઈચ્છતા નથી. આથી દ્વેષ પરિણામ થતાં વાર લાગે નહીં. પોતાની સાચી ભૂલ કોઈ બતાવે સંભળાવે તો પણ તે સાંભળવા તૈયાર ન થાય તો ખોટી વાત તો કઈ રીતે સાંભળી શકે? આથી તે શ્રવણને માત્ર શબ્દ વર્ગણાનો વિકાસ માની તેમાં ઉદાસીન રહે. સમતા (સ્વભાવમાત્રની ઉપાદેયતા) એ જ સાધ્ય પ્રધાન અર્થીપણું જાણે તો જ કર્કશ, કઠોર, શબ્દો સાંભળીને પણ સમતા સ્વભાવમાં રહી શકે નહીં તો સાંભળતાં જ સમતા ગુમાવે. આમ શ્રવણેન્દ્રિયમાં સૌથી ઓછા વિષય હોવા છતાં તે વધારે અનર્થકારી છે. ગૃહસ્થો પરમાત્માની પૂજામાં સંગીતની રમઝટ બરોબર ચાલતી હોય, તેમાં જો પ્રભુના ગીત-સંગીતમાં ગુણ પ્રત્યેનો પ્રેમ જો ન વરસે તો માત્ર સ્વરની મીઠાશ, તાલ–ઢાળ જે માત્ર પુલ પર્યાયો છે તેમાં જ ડૂબી જાય અને આનંદ માણતો કર્મબંધમાં લપેટાય. આમ પાંચ ઈન્દ્રિયોના મૂળ ૨૩ વિષયો, અચિત્તાદિ ત્રણ, શુભાશુભ છે, અને રાગદ્વેષબે = ૧ર. સામાયિકએ નિશ્ચયથી સ્વભાવરૂપ છે અને તેને પ્રગટાવવા જ્ઞાનીઓએ વ્યવહાર સામાયિક અનુષ્ઠાનનું વિધાન ફરમાવ્યું. તેમાં મુખ્ય સમતાનો સાધ્ય લક્ષ રાખી ઈન્દ્રિય-મન-આગમઆદિ સાધન કે ઈન્દ્રિયો વડે જે ય રૂપે જાણી અને તેમાં સર્વજ્ઞ દષ્ટિમાં હેયોપાદેયનો નિર્ણય કરી નિશ્ચયથી પુદ્ગલનો સંયોગ હેય માની વર્તમાનમાં જેટલું પ્રયોજન હોય તેટલો તેનો વ્યવહાર ઉદાસીન ભાવે કરવામાં અને આત્માના સમતાદિ ગુણોમાં પૂર્ણ ઉપાદેય ભાવ લાવી તેમાં જ રસ રુચિ અને આત્મા સ્વભાવમાં (સમતામાં જ રહેવાનો) રમણતાનો ઉપયોગ રાખવામાં આવે તો સામાયિક સ્વભાવનું સર્જન થાય, નહીં તો તે પાંચ ઈન્દ્રિયોના મૂળ ૨૩ વિષયોના પર વિકાર થવા વડે આત્માના સામાયિક સ્વભાવનું ખંડન સતત ચાલુ રહે. સામાયિક સ્વભાવનો લક્ષ કરીને વારંવાર સામાયિક અનુષ્ઠાનનો શુધ્ધોપયોગપૂર્વક રપર વિષયોની સ્પર્શના ન થાય અને સમતાની અનુભૂતિ નવતત્ત્વ || ર૩૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ થાય તેવો અભ્યાસ કરી ભવનું વિસર્જન કરવાનું કાર્ય કરી મનુષ્ય ભવ સફળ કરવો જોઈએ. ચિત્તને જડમાંથી ખસેડી ચેતનદ્રવ્યમાં સ્થિર કરી સ્વઆત્મામાં ડૂબવું જોઈએ. 'નિર્મળ જ્યોતિ નિરજનો નિરાલંબી ભગવાન.' અંતર દષ્ટિ દેખિયે, પુદ્ગલ ચેતનરૂપ.' (અધ્યાત્મ બાવની) આત્મા નિર્મળ જ્ઞાન રૂપી જ્યોતિર્મય, પ્રકાશમય બની જાય, રાગાદિભાવનો ક્ષય, સ્વમાં સ્થિરતા પોતે ચેતન રૂપે છે વીતરાગી બની જાય. આમ પરમાત્માનું આલંબન લઈ પોતાના આત્મદર્શનમાં સ્વરૂપમાં સ્થિર થવાનું છે માટે પહેલા અશુભ વિચારમાંથી શુભ વિચાર પછી ચિંતન પછી આલંબન. "વસ્તુ વસ્તુ વિચારતાં મન પામે વિશ્રમ.' આમ થાય ત્યારે આત્માનું વારંવાર ચિંતન કરે મનન કરે તો આત્માનો પાકો નિર્ણય થાય પરમાત્માના વચન પ્રમાણે હું સત્તાએ શુધ્ધ છું સિધ્ધ છું. પૂર્વ ગુણમય છું. તે હું જ આત્મા છું.' આવો નિશ્ચય દઢ પાકો થવો જરૂરી છે. રૂ કરેમિ ભંતે સૂત્રમાં – ૬ આવશ્યક સમાયેલા છે. ૧. સામાયિક-સામાઈ ૪. પ્રતિક્રમણ-પડિક્કમામિ (પ્રથમ) ૨. ચઉવિસત્થો–ભતે (પ્રથમ) ૫. કાઉસ્સગ્ગ–અપ્પાણે વોસિરામિ ૩. વંદનાવશ્યક–ભતે (બીજુ પદ) ૬. પચ્ચકખાણ–સાવજ્જ જો– પચ્ચકખામિ 3 આવશ્યક નિર્જરાનું કારણ ક્યારે બને? આત્મા પોતાની સ્વભાવદશામાં આવે ત્યારે નિશ્ચથી સકામ નિર્જરા કરે. સ્વભાવદશાની શરૂઆત પ(પાંચ) માં ગુણસ્થાનકથી થાય.ચોથા ગુણસ્થાનકે નિર્જરા વ્યવહાર થાય. સમક્તિનું પ્રથમ સ્થાન આસ્તિકય રૂપ શુધ્ધોપયોગમાં આવવું જરૂરી છે. સૌ પ્રથમ પોતાનો આત્મા જોય રૂપ છે અને શેયનો જ્ઞાતા પણ છે. તેનું સ્વરૂપ શું છે તેનો ઉહાપોહ જરૂરી. મારો આત્મા તાદાભ્ય ગુણ સ્વરૂપે નવતત્ત્વ || ૨૩૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ રહેલો છે. જ્ઞાનાદિગુણો આત્મપ્રદેશમાં તાદાભ્ય સ્વરૂપે છે. આત્માના શાન વિના ધ્યાન કઈ રીતે થાય? તો પછી પરનું જ્ઞાન-પરનું ધ્યાન. અનાદિકાળથી જ જીવ પરના સંયોગ વાળો બનેલો શરીરાદિ અશુધ્ધયોગને પોતાનો યોગમાની તેના ધ્યાનમાં રહેલો છે. તેના જ ઔદયિક ભાવમાં રહેલ છે. જ્યાં સુધી ભાવ ત્યાં સુધી ભવ છે. પરાવર્તન પામીને અશુભમાંથી માત્ર શુભમાં આવવાનો પ્રયત્ન થાય. શુભભાવને ધર્મ માની લીધો છે. પણ જ્યારે આત્મા ભાવથી સ્વભાવમાં આવે ત્યારે ભવવિસર્જન, વિભાવનું વિસર્જન અને કર્મનિર્જરા થાય. ભાવધર્મ એ નિશ્ચયથી ધર્મ નથી પણ ધર્મનું કારણ છે. તેથી વ્યવહારથી તે ધર્મ કહેવાય છે. મૈત્રાદિ ચાર ભાવ વ્યવહારથી પણ ધર્મ ક્યારે કહેવાય? જો મૈત્યાદિ ભાવ આત્માને પોતાના સામાયિકાદિ સ્વભાવ સન્મુખ કરે ત્યારે વ્યવહાર ધર્મ કહેવાય નહીં તો સંસારનું જ કારણ છે. જ્યારે કોઈ આત્માનું દુઃખ જોઈ કરુણા આવે તો તે સાથે તેની સત્તાગત સિધ્ધ અવસ્થા અને પોતાની પણ સિધ્ધ વિતરાગ અવસ્થા સામે આવે. તો હું વિતરાગ સિધ્ધ નથી માટે આ દુઃખી જીવો પર કરુણાનો ભાવ કરવો જોઈએ તો આત્મ સ્વ સ્વભાવ સન્મુખ છે. છ આવશ્યક એ આત્માના સ્વભાવ સ્વરૂપ છે. જ્યાં સુધી આવશ્યક, સ્વભાવ સ્વરૂપ ન બને ત્યાં સુધી નિર્જરા ન થાય. કારણ શુભભાવથી પુણ્ય કર્મબંધ થાય અને સ્વભાવ (ગુણમય અવસ્થા) થી કર્મનિર્જરા થાય. સર્વ પરમાત્માએ આવશ્યક વ્યવહાર શા માટે કહ્યાં? આત્માના જે સ્વભાવ સ્વરૂપ આવશ્યક તે કર્મથી આવરિત થવાથી વિભાવરૂપ આવશ્યક આવ્યા. જેમ આહાર એ આત્માનો સ્વભાવ નથી તે આહાર જીવને અવશ્ય ગ્રહણ કરવો પડે છે. તેથી આહારએ કર્મકૃત આવશ્યક થયું. આહારાદિ પુદ્ગલ નિવારણ માટે પચ્ચકખાણ આવશ્યક આવ્યું. કાયા દ્વારા જગતને નમે છે તે દૂર કરવા વંદન આવશ્યક આવ્યું. તેમાં આત્માના ગુણ વડે જ નવતત્વ // ૨૩ર Page #235 -------------------------------------------------------------------------- ________________ ગુણોને વંદન કરવાનું છે. નિશ્ચયથી તે માટે ગુણ-સમૃધ્ધ આત્મા એવા ગુણીજનને ગુણ માટે વંદનાવશ્યક આવ્યું. તે પ્રમાણે આત્મવીર્ય વડે ગુણીને વંદન ૨૪ કલાક કરવાનું છે. કેવલીઓ કેવલીને વ્યવહાર વંદન કરતા નથી કારણ તેમને અનંતવીર્ય પ્રગટ થવાથી તેમનું અનંતવીર્ય તેમના અનંત જ્ઞાનાદિ ગુણમાં સદા પરિણમન થઈ રહ્યું છે. તેથી તેમને નિશ્ચય વંદન સ્વભાવ સ્વરૂપે પ્રગટ થઈ ગયું તેથી તેમને વંદન નહીં. આપણને તે ઉપયોગ રહે છે કે ૨૪ કલાક નિશ્ચયાવશ્યક વંદન પ્રગટ કરવાનું છે તે માટે વ્યવહારથી ત્રિકાળવંદન એ સર્વકાળ વંદનનું સૂચક છે. વ્યવહાર નિશ્ચય માટે જ હોય. ગુણ-ગુણીને વંદનન કરે તો નિર્જરા ન થાય. આથી ઓઘથી પણ ગુણ ઉપર બહુમાન ભાવ પ્રગટ થવું જોઈએ ગુણનું લક્ષ કરે. ગુણ દ્વારા ગુણને જ વંદન કોણ કરે? જે વર્તમાનમાં ગુણથી પૂર્ણ નથી થયા તે પૂર્ણ થવા પૂર્ણ થયેલાને અથવા પૂર્ણ થવા માટેની પ્રતિજ્ઞા ધારણ કરી તે માટે જે પ્રયત્ન કરતા હોય તેને વંદન કરવાના છે. એથી મુખ્ય પોતાના જ ગુણ વડે સાધના કરવાની છે. જ્યાં સુધી આ લક્ષ ન આવે ત્યાં સુધી ક્રિયા યોગ તપ સહિત કરવા છતાં શરીર–વિધિ આદિની અપ્રમતતા કેળવાઈ જાય તો પણ તેમાં જ્યાં સુધી નિશ્ચયથી જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્ર, તપાદિ ગુણ ન ભળે ત્યાં સુધી નિર્જરા ન થાય. નિર્જરા સ્વગુણ પ્રધાનતાથી થશે. તેથી સ્વભાવ સ્વરૂપ આવશ્યક ન બને ત્યાં સુધી નિર્જરા ન થાય. જ્યાં સુધી કર્મકૃત આવશ્યક છે ત્યાં સુધી જ્ઞાની કથિત્ત વ્યવહાર આવશ્યક છે. તેમાં સામાયિક આવશ્યકની પ્રધાનતા છે. બાકીના બધા આવશ્યકો શુધ્ધ સામાયિક આવશ્યક માટે કરવાના છે. આત્માનો સામાયિક સ્વભાવ (સમા) પૂર્ણ પ્રગટ થયા પછી એકપણ વ્યવહાર આવશ્યક કરવાના નથી. કારણ આત્મા પોતાના પૂર્ણ સ્વભાવમાં આવી ગયો. પ્રમાદનો સર્વથા આત્મામાંથી વિગમ થયા પછી હવે કોઈ અતિચાર લાગે નહીં. શુભાશુભ ભાવ જવા વડે ભાવાતીત થવા વડે ભવના કારણો બધા ગયા છે. આથી તેમને હવે વિભાવમાં જવાનું થાય નહીં આથી પોતાના સ્વભાવમાં જ રહેવાનું થાય. તેથી બધા આવશ્યકો, સામાયિક આવશ્યક માટે કરવાના છે. તેનો ખ્યાલ સાધુને આવવો જોઈએ. નવતત્વ // ૨૩૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ સામાયિક આવશ્યક શા માટે? "શાનાકળશ ભરી આત્મા, સમતારસ ભરપૂર, શ્રી જિનેને નવરાવતાં કર્મ થાય ચકચૂર' આત્મા સ્વભાવે જ્ઞાનથી પૂર્ણ ભરેલો (કેવલજ્ઞાનવાળ) છે. આત્મા જ્ઞાનથી પૂર્ણ ત્યારે જ હોઈ શકે જ્યારે તે સમતાથી પૂર્ણ થાય. સમતાની શરૂઆત સમ્યગ્દર્શન સ્વભાવથી થાય. શમ એ સમ્યગુદર્શનનું લક્ષણ છે. પ્રથમ મિથ્યાત્વ મોહનીયના ઉદયનો ઉપશમ થાય પછી જ ચારિત્ર મોહનીયનો ઉપશમ વગેરે થાય. સમ્યગુદર્શન એટલે સર્વજ્ઞ કથિત સત્યને માનવું, સ્વીકાર કરવો અને રુચિ કરવી. ચારિત્ર એટલે તે પ્રમાણે કરવું (થવું) તે સ્વભાવરૂપ થવું તે ચારિત્ર સમતા છે. અર્થાત્ જ્ઞાનનું કાર્ય વસ્તુનો યથાર્થ બોધ કરવા રૂપ, સમ્યગુદર્શનનું કાર્ય-યથાર્થ બોધ થયા પછી તે વસ્તુ હેયોપાદેય આત્માના જે અહિત રૂપ તે હેય, ઉપાદેયમયતે હિત, તેનું તે રૂપે પરિણમન થવું તે સમ્યગદર્શન છે. તે પ્રમાણે હેયના ત્યાગ કરવા રૂપ અને ઉપાદેયના ગ્રહણરૂપ કાર્ય આત્મવીર્ય વડે કરવા રૂપ તે ગુણમય થવા રૂપ ચારિત્ર (સ્વભાવ રૂ૫) એ જ સમતાની પૂર્ણતા છે. સમતા બાધક થવામાં મુખ્ય કારણ આત્મામાં વિભાવ કષાય (મોહ પરિણામ) છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી આત્માને પોતાના જ્ઞાનાદિ ગુણની રુચિ ન થાય અને પરની રુચિ થાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટ થાય છે તે ઈન્દ્રિયો અને મન વડે તે વસ્તુને જાણવાનું કામ કરે અને સત્તાગત મોહનો ઉદય થવાથી તે મોહ જ્ઞાનમાં ભળી જાય એટલે ઈન્દ્રિયો વડે થતાં જ્ઞાનમાં આત્મા જ્ઞાતા બનવાને બદલે શેયમાં કર્તા ભોકતા બનવાની રુચિવાળો બની જાય. તે જોય લેવા, ભોગવવાના પ્રયત્નવાળો થઈ સમતા ગુમાવી વિષય વાસના રૂપે થઈ કર્મ બાંધે છે. આથી ઈન્દ્રિયો સમતાના કારણભૂત ન થતાં વિષયના કારણભૂત થઈ તે આત્માની વિભાવ અવસ્થાથી આત્માને સમતા સ્વભાવમાં લાવવા સામાયિક, જ્ઞાનીકૃત વ્યવહાર સામાયિક આવ્યું. તેનું સાધન ઈન્દ્રિયો માત્ર જ્ઞાનનું સાધન બને વિષયનું સાધન ન બને તો તે સામાયિકના સાધનરૂપ ઈન્દ્રિયો બને. નવતત્ત્વ || ૨૩૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ a ચોથું કર્મફત આવશ્યક ભાષાઃ જે શક્તિ વિશેષ વડે જીવ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી તેને વાણી (ભાષ) રૂપે પ્રર્વતાવે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. ઔદારિક, વૈક્રિય કે આહારક આ ત્રણ શરીર વડે ભાષા પર્યાપ્તિ કરી શકાય. દેવને ભાષા અને મન:પર્યાપ્તિ સમકાળે હોય છે. ભાષાના પુગલો વાતાવરણમાંથી ગ્રહણ કરે છે. ભાષારૂપે પરિણમન અને વિસર્જન કરે છે. તેમાં આત્મવીર્યની જરૂર પડે છે. આત્મવીર્ય વિના કોઈપણ પ્રવૃત્તિ (ક્રિયા) ન થાય. અહિં જ્ઞાનશક્તિ કામ ન આવે. જેટલી વીર્ય પ્રવૃત્તિ પર સંબંધી થાય તેટલો કર્મબંધ થાય. આત્મવીર્ય જેટલું શુધ્ધ જ્ઞાનાદિ ગુણ સાથે જોડાય તેટલી નિર્જરાનું કારણ બને. જેટલું પરનું ગ્રહણ કરે તેટલો આત્મા નબળો પડે કર્મબંધ થાય. પણ તે ઉપયોગ પૂર્વક તેમાં હેય માની ઉદાસીન રૂપે રહે તો કર્મબંધ, અલ્પ, નિરસ વધારે જાગૃત, પશ્ચાયાતાપ કરે તો નિર્જરા પણ થાય અને આનંદ અનુમોદના કરે તો મહાકર્મબંધ (ચીકણો કર્મબંધ). બોલવું એ પરાધીનતા છે, આત્મસ્વભાવ નથી. ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે પરિણમાવે અને છોડે ત્યારે તે પુદ્ગલ સૂક્ષ્મમાંથી બાદર બને છે. મુખમાંથી બહાર પડેલા શબ્દો બાદર હોય હોય તેથી તે ગ્રામોફોનાદિમાં પકડાઈ જાય છે. જરૂર વગર બોલવાથી, વધુ બોલવાથી વીર્ય નાશ પામે છે. વનપાતો વીર્યપાતરિયસો ! વચનયોગમાં વીર્યનો વધારે નાશ કહ્યો છે. તેથી મૌનમાં સૌથી વધારે આત્મવીર્યની રક્ષા બતાવી છે. ભાષા પર્યાપ્તિ એટલે ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ, પરિણમન અને વિસર્જનરૂપ વ્યાપાર જે આપણા આત્માના મૂળસ્વભાવભૂત નથી. તેથી એક વિભાવ પર્યાયરૂપ ક્રિયા છે. હવે એ પણ જીવ પોતાની વાત જણાવવા રૂપે એ વ્યાપાર (ક્રિયા) કરે છે તેથી તે વ્યવહાર આવશ્યક બની ગયું અને તેનાથી સદા મુક્ત થવા જ્ઞાની મહર્ષિઓએ તેના પ્રતિપક્ષ વ્યવહાર રૂપ ચઉવિસત્થો આવશ્યકનું વિધાન કર્યું. નવતત્વ // ૨૩૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ જેમણે ભાવ સંસારને દૂર કર્યો છે, તેમનું ગુણ, કીર્તન અને વંદન કરતી વખતે આપણને ઉપયોગ હોવો જોઈએ કે આપે જે પૂર્ણ ગુણ આપનામાં પ્રગટાવ્યો છે તે ગુણો મારામાં પણ સત્તાએ પૂર્ણ રૂપે રહેલા છે. તે મારા ગુણો પણ આપના પ્રભાવે પ્રગટે તે માટે હું કીર્તનરૂપ વંદન કરૂ છું. જે પરિણામિક ધર્મ તુમચો, તેહવો અમચો ધર્મ શ્રધ્ધા-ભાસન-રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ. પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) આપના જ્ઞાન-દર્શનાદિ જે ગુણો પરિણામિક સ્વરૂપે આપનામાં જેવા જેટલા છે તેટલા મારા આત્મામાં પણ સત્તાએ છે તે પ્રગટાવવા આપના જ ગુણોનું ગુંજન (ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ) કરુ છું. એક આવશ્યકની સાથે બીજા આવશ્યકનો સંબંધ રહેલો છે 'સામાયિક સૂત્રમાં 'ભલે' શબ્દ છે એ ચઉવિસત્યો છે. 3 કર્મવનને બાળવાનો ઉપાય શું? भत्तीए जिनवरिंदाणं, खिजति पूव्व संचिया कम्मं । गुण पगरिस बहुमाणो, कम्मवनदावानलो ॥ જે આત્મા ગુણથી પૂર્ણ છે એવા જિનેશ્વર પરમાત્મા અને ગુણની પૂર્ણતા માટે જ જેમણે સાધુ જીવનનો સ્વીકાર કર્યો છે. તેવા સાધુભગવંતોના ગુણોની જે અંતરંગ સંવેગ ભાવપૂર્વક ગુણકીર્તન, વંદન, પૂજન કરે છે તે આગમથી યુક્ત છે. શીલ સંયમથી યુક્ત છે એવો આત્મા ધર્મથી યુક્ત છે. ગુણોનું કીર્તન શા માટે કરવાનું? ભાવ સંસારને દૂર કરવા માટે કીર્તનાદિ કરવાનું છે. આ સિદ્ધિને જેણે પ્રાપ્ત કરી છે એનું કીર્તન-વંદન કરવાથી આપણામાં એ ગુણો પ્રગટ થાય. તીર્થકર પરમાત્માઓએ સામાયિક દંડક ઉચ્ચરતી વખતે સિધ્ધને ઉદ્દેશીને કરેમિની પ્રતિજ્ઞા કરી. કારણ એમને હવે માત્ર સિધ્ધ જ બનવાનું બાકી છે. આપણે પણ આ વાત સામાયિક કરતા યાદ કરવાની છે કે પરમાત્મા આપે જે સામાયિક કર્યું અને અમને જે સામાયિક બતાવ્યું એવું જ સામાયિક મારે નવતત્ત્વ || ર૩૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ હવે કરવું છે. લોકોને રહેલા અનંતા સિધ્ધોની સાથે રહેવાનું પણ કોઈની સાથે બોલવાનું નથી. કારણ બોલવાનું ત્યાં સાધન નથી અને બોલવાનું ત્યાં પ્રયોજન નથી. આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપ અને સ્વભાવમાં આવી ગયો આથી તેને ભાષાવર્ગણા કાઢવા ચઉવિસત્થી'નો વ્યવહાર આવશ્યકની જરૂર નથી. આ આવશ્યકોનો અધિકારી વિરતિધર જ થઈ શકે. સમ્યગદષ્ટિ અને અપુનબંધકને આ બીજભૂત હોય ભાષા બોલવી એ પરાધીનતા છે. આત્મ સ્વભાવ નથી. પુદ્ગલ (મુખ) દ્વારા પુદ્ગલને (શબ્દ) છોડીએ છીએ. જેટલું વધુ બોલીએ તેટલું વીર્ય વધારે વપરાય. આત્મધનની લૂંટ થાય. આત્માની અનુભૂતિ જેણે કરવાની છે. તેણે ભાવપ્રાણીની રક્ષા વિશેષથી કરવાની છે. તે માટે સાધના વધારવી પડે. 1 ચોથું વ્યવહારફત આવશ્યકઃ ચઉટ્વિસત્યો આવશ્યક શા માટે? અને સામાયિકનું જ કારણ કઈ રીતે બને ? ચઉટ્વિસત્થી ૨૪ તીર્થંકર પરમાત્માની સ્તવના રૂપ છે. સર્વજ્ઞ વચનને જાણી, રુચિ પૂર્વક, વિકલ્પ વિના સ્વીકાર કરી સ્વ આત્મા પણ પરમાત્મા છે એ રીતે સ્વીકાર કરવામાં આવે તો ચઉટ્વિસત્થો પર બહુમાન થાય. ગુણ અને ગુણીની ઉપર બહુમાનવાળા જ ચઉવિસત્થોના અધિકારી છે. જે આત્મા ગુણથી પૂર્ણ થયા તે જ પરમાત્મા કહેવાયા અને સ્વયં પરમાત્મા થવાની રુચિપૂર્વક એમની સ્તુતિ કરવી તે વસ્તુ કીર્તન રૂપ ચઉવિસત્થો આવશ્યક છે અને આ આવશ્યક ભાષા વર્ગણાના ગ્રહણ–પરિણમન રૂપ વચનયોગને (કર્મકૃત આવશ્યકને) દૂર કરવા માટે છે. યોગ દ્વારા વ્યવહાર આવશ્યક થાય અને યોગ દૂર કરવાના ભાવ સાથે વ્યવહાર આવશ્યક કરવાનું છે. યોગ દૂર કરવાના બે રસ્તા (૧) સંસારના સમગ્ર વ્યવહારનો ત્યાગ (૨) સર્વજ્ઞના વ્યવહાર આવશ્યકનો સ્વીકાર. ન = હું શરીર નથી.' હું કર્મકૃત અવસ્થાવાળો નથી. મો= 'કર્મકૃત અવસ્થાથી જે મળ્યું છે તે મારું નથી. આ માન્યતા દઢ થાય તો જ આવશ્યકના અધિકારી બનાય. નમો પદજિનશાસનમાં પ્રવેશવાનું પ્રવેશદ્વાર છે. ચઉવિસત્થો સત્ય સ્વરૂપનો પ્રકાશક છે. આપણે સત્યનો સ્વીકાર કરવાનો છે. તે માટે નવતત્વ // ૨૩૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્મરૂપી બેંકમાં બે ખાતા ખોલવાના છે. (૧) પુદ્ગલ ખાતુ (તે હેય જ હોય) (૨) જીવ ખાતુ (તે ઉપાદેય હોય). વાતાવરણ સાથે રહ્યા છીએ તેથી તેની અસર થાય છે ઠંડી ખૂબ છે એમ પ્રથમ જોય થયું. હવે મોહને હટાવવા બહાર આવી વધારે ઠંડીમાં રહે અને ઠંડીનો અનુભવ થાય ત્યારે આ બધું પુદ્ગલ છે તેને પુદ્ગલના ખાતામાં નાખી દો તો જીવરૂપે રહી શકશો. જ્ઞાનથી જે પર શેય થાય છે તે હેય છે એમ જાણી છોડી દો. ઉપાદેય માત્ર હું જ છું. પરમાત્માએ પણ સામાયિક ઉચ્ચર્યું એટલે સીધા સાતમે ગુણઠાણે આવ્યા હવે ત્યાં સામાયિકની પૂર્ણતા નથી બારમે ગુણઠાણે આવે તો પૂર્ણતા થાય તેથી પરમાત્મા પણ ત્યાં આવવા પૂર્ણ પ્રયત્નો કરે છે. રુક્ષ પુદ્ગલને પકડી ધ્યાન કરે છે. પરિપૂર્ણતા પ્રાપ્ત કરી તેને આપણે વંદન કરવાનું છે. વિર પરમાત્મા ઘોર ઉપસર્ગો વખતે પણ પરમાં ન ગયા. પણ મારું વીર્ય કઈ દિશામાં છે ? તે તકેદારી રાખી. અભિસંધી વીર્યથી કર્મની સામે ઝઝુમ્યા, કર્મોના ઉદયની સામે પણ ન જોયું એટલે કર્મો રીસાઈને ચાલ્યા ગયા. જ્યારે આપણે તો મજેથી કર્મોને આવકારીએ છીએ અને મહેમાનગતી કરી તગડા બનાવીએ છીએ. મૌન તે જ સત્ય છે. બોલવું એ આત્માનો સ્વભાવ નથી. જગતની સાથે જે મૌન કરે છે તે આત્માની સાથે બોલી શકે. બોલવું જ પડે તો સત્ય જ બોલવું. પરમાત્મા કેવલજ્ઞાન ન થયું ત્યાં સુધી પ્રાયઃ મૌન જ રહ્યા. જે પોતાનું કંઈ નથી તેને છોડવું તેમને પ્રભુના ગુણ-કીર્તન-સ્તવન-સ્તુતિ કરતી વખતે પણ ઉપયોગ જોઈએ કે હું સત્તાએ પૂર્ણ છું તે પૂર્ણતાને પ્રગટ કરવા માટે કીર્તનાદિ કરુ છું. ચઉવિસત્થો = સત્યના પ્રકાશક કેવલી કે સિધ્ધ ભગવંતોને ચઉવિસત્યો આવશ્યક નથી કેમ કે તેઓ જ્ઞાનાદિ ગુણની પૂર્ણતાને પામેલ છે. વ્યવહારથી ૨૪ તીર્થકરોનો સીધો આપણા ઉપર ઉપકાર છે. લોગસ્સ સૂત્રમાં ભરતક્ષેત્રમાં ર૪ તીર્થકરોની સ્તવનારૂપ કીર્તન છે. ઉપ શબ્દથી ત્રણે કાળના તથા બાકીના ચાર ભરત પાંચ ઐરવત પાંચ મહાવિદેહક્ષેત્રનાં તથા સર્વ જિનની પણ સ્તવના છે. તે પણ વંદનારૂપ છે. સંસ્કૃતમાં 'વિધાતું બે અર્થમાં નવતત્વ || ૨૩૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ છે. અભિવાદન અને સ્તુતિ. વંદના ત્રણ પ્રકારે છે. વચનથી ગુણ સ્તુતિરૂપ છે. સંસ્કારમાં કાયાથી 'નમો નમસ્કાર ક્રિયારૂપ, અભિવાદન રૂ૫ વંદના છે. વચનથી ગુણ સ્તુતિરૂપ વંદના અને કાયાથી થતી વંદના તે બંને વંદના ભાવ વંદના રૂપ ક્યારે બને? જ્યારે મનમાં સ્તુતિ કરવા વડે પણ ગુણ પ્રાપ્તિનો અને કાયા વડે ગુણ રૂપે થવાનો સાધ્યલક્ષ રુચિપૂર્વકનો હોય તો તે સ્તુતિ કરવા રૂપે પ્રગટ પણે કહેવા રૂપ હોવાથી ભાવવંદના રૂપ બને. અહિં સ્તુતિરૂપ વંદના પ્રધાન હોવાથી તે વચનનો વિષય બને છે અને વચન ભાષા પર્યાપ્તિ વિના ન પ્રર્વતાવી શકાય. આથી ભાષા પર્યાપ્તિ વડે ભાષાવર્ગણા ગ્રહણ-શબ્દરૂપે પરિણમન અને વિસર્જનરૂપે વિભાવ વ્યવહાર પ્રગટ થયો તેને દૂર કરવા હવે ગુણ વચન સ્તુતિરૂપ વ્યવહાર આવશ્યક વડે જ તેને દૂર કરવા આવશ્યક ફરજિયાત છે. સર્વજ્ઞ કેવળી પરમાત્માને પૂર્ણ ગુણ સ્વભાવરૂપ આવશ્યક પ્રગટ થઈ ગયું હોવાથી તેમને પરમાત્માની સ્તુતિરૂપ ચઉવિસત્થો આવશ્યક નથી. પણ ચાર જ્ઞાનના ધણી છદ્મસ્થ ગણધરોને પણ આ આવશ્યક હોય. સર્વજ્ઞ કેવળી સર્વ વસ્તુને જાણે એને જેટલું જણાવવા યોગ્ય (નામ કર્મ ખપે તેથી જ, વિચરણ હોય) લાગે તેટલું જણાવે બાકી સર્વથા મૌન ધારણ કરે. સર્વજ્ઞ પરમાત્મા જે વ્યવહાર બતાવે તે નિશ્ચયને પ્રગટ કરવા જ બતાવે, સર્વજ્ઞ પરમાત્મા સંસારનો કોઈ વ્યવહાર બતાવે નહીં વીતરાગ બન્યા પછી સર્વજ્ઞ બન્યા છે માટે જે વ્યવહાર તેમણે બતાવ્યો. તે વ્યવહાર રુચિપૂર્વક આચરનાર પણ વીતરાગ સર્વજ્ઞ જ બને. a "જિનાજ્ઞાનું ઉત્કૃષ્ટ ફળ શું?" જીવને જિન બનાવે તે જ વાસ્તવિક જિનાજ્ઞા છે અનેક આત્માઓ જિનાજ્ઞા પાલન વડે જ જિન બન્યા. આપણને એવો અપૂર્વ વિશ્વાસ હોવો જોઈએ. સર્વજ્ઞ છે એટલે સ્યાદ્વાદની જ વાત નીકળશે. અર્થાત્ સંપૂર્ણ સત્ય વચન જ નીકળે. યાત્ જેનું જે રીતે અસ્તિત્વ હોય તે અસ્તિત્વને તે રીતે જ જણાવે તે સ્યાદ્વાદ, કેમકે દરેક આત્મા સત્તાથી વ્યક્તિગત નવતત્વ // ૨૩૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ રીતે પૂર્ણ છે – સિધ્ધ છે. "जारिसो सिध्ध सहावो तारिसो होइ सव्व जीवाणं ।' | (સિદ્ધસેન દિવાકર સૂરિ મ.સા.) જેવો સિધ્ધના આત્માનો સ્વભાવ છે, તેવો સર્વ જીવોનો પણ સતાગત સ્વભાવ છે અને વ્યવહારથી કર્મસહિત જીવો (સંસારી) ગુણથી અપૂર્ણ છે. તેથી દરેક આત્માઓમાં વિવિધતા અને વિચિત્રતા જોવામાં આવે છે. અપૂર્ણતાને પ્રધાન કરીને જોવાથી વિકલ્પો, પ્રશનો, વિસંવાદ અને સંકલેશો ઉત્પન્ન થાય છે. જો નિશ્ચય દૃષ્ટિથી જોવામાં આવે તો સર્વ જીવ વિષે સમદષ્ટિ (સમત્વ) સહજ પ્રગટ થાય. અર્થાત્ નિશ્ચય અને વ્યવહાર બંને દષ્ટિ જોતા વ્યવહાર શુધ્ધ થાય. શુધ્ધ વ્યવહાર નિશ્ચય ધર્મ (સ્વભાવ) પ્રગટ કરશે. ધર્મબિંદુ ગ્રંથમાં સૂરીપૂરંદર પૂ. હરિભદ્રસૂરિ ધર્મની વ્યાખ્યા જણાવે છે 'મૈચાલિ ભાવ સંયુક્ત ધર્મ તિ પ્રત્યતે” મૈત્રીઆદિ ભાવથી યુક્ત હોય તે ભાવધર્મ છે. આ ભાવ ધર્મ જ્યારે સમતા સ્વભાવરૂપ કારણ બને તો જ તે મૈત્રીઆદિ ભાવધર્મ વ્યવહારથી કહેવાય માટે તેને ગુણરૂપ કરવા ક્ષયોપથમિક ભાવ હોય ત્યાં સુધી તે ગુણરૂપ કહેવાય. ક્ષમા એ ગુણ છે. સહનશીલતા એ પણ ગુણ રૂપ છે અને તે બધા ચારિત્ર મોહનીય અને વીર્યાન્તરાયના ક્ષયોપશમથી પ્રગટે અને મોહનીયના સંપૂર્ણ ક્ષયથી જ વીતરાગતરૂપ ક્ષાયિક સમતા સ્વભાવ પ્રગટ થાય. ક્ષયોપશમથી પ્રગટ થતા ગુણો તરતમતા યોગવાળા હોય ત્યારે સર્વથા કર્મક્ષયથી પ્રગટ થતો સ્વભાવ વૃધ્ધિ હાનિ રૂપ ન હોય તે સદા આત્મા સાથે રહેનારો જ હોય. ઓછો વત્તો ન થાય. અનંતકાળ અનંત સ્વરૂપે જ સ્વભાવ રહે. મૈત્યાદિ ભાવ એ લાગણીરૂપ છે. પરમાત્મા વીતરાગ સ્વભાવ સ્વરૂપ હોવાથી એનામાં મૈત્રાદિભાવ રૂપ લાગણી ન હોય. લાગણી શુભાશુભ છે. વીતરાગતા પ્રગટ થયા પછી શુભાશુભ લાગણી નહીં. લાગણી હોય ત્યાં સુધી વીતરાગતા ન હોય. ૯માં કે ૧૦માં ગુણઠાણા સુધી હોય ૧૧મે ગુણસ્થાને ઉપશમ વીતરાગતા ૧રમે ક્ષાયિકવીતરાગતા નવતત્ત્વ // ૨૪૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૩મે ક્ષાયિક જ્ઞાન સર્વજ્ઞના સ્વભાવરૂપ હોય. આથી સમતા કરવાની નથી. ક્ષમા દ્વારા સમતા પ્રગટ કરવાની છે. પરમાત્મામાં અદ્દભૂત ગુણો છે. તે ગુણોના ગાન ગાવાના છે. પ્રભુ પોતાના અનંત જ્ઞાનાદિગુણો વડે જેવું જગત છે તેવું જોનારા, જાણનારા અને કહેનારા અને પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તનારા છે. આપણે પણ તે પ્રમાણે થઈ શકીએ છીએ. કારણ કે આપણે ભવ્ય છીએ. એટલે તે થવાની યોગ્યતા આપણામાં પડી છે. જે અભવ્યને નથી. તે માટે આપણને પ્રભુના ગુણગાન ગાવા વડે આપણા આત્મામાં તે ગુણો પ્રગટાવવાની–અનુભવવાની રુચિ પ્રગટે અને રુચિ પ્રમાણે પુરુષાર્થ કરી આપણે પણ તેવા જ થઈ જઈએ માટે ચઉવિસત્થો આવશ્યક છે. 0 પરમાત્મામાં નિશ્ચયથી છ આવશ્યક કઈ રીતે ? (૧) સામાયિક આવશ્યક સંપૂર્ણ મોહ જવાથી પૂર્ણ વીતરાગરૂપ સમતા પરમાનંદમાં રમી રહ્યાં છે. (૨) વંદનાવશ્યક = પ્રગટેલું અનંત વીર્ય સદા અનંત જ્ઞાનાદિ ગુણમાં પરિણમન થવા રૂપ અને આત્મપ્રદેશમાં પરિણમન થવારૂપ સદા વંદનીય છે. (૩) ચઉસિન્હો જ પૂર્ણ સત્યનું જ પ્રકાશન કરવા રૂપ વસ્તુ કીર્તન રૂપ સ્તુતિ વંદન છે. (૪) પચ્ચકખાણ a આત્માને અહિતકારી એવા સર્વનું સર્વથા ત્યાગ કરવા વડે, નહીં ગ્રહણ કરવા રૂપ તેની ઈચ્છા રૂપ પરિણામ નહોવા રૂપ તથા સ્વગુણોમાં પૂર્ણ તૃપ્ત હોવા પણે તપ ગુણ છે. (૫) કાઉસ્સગ્ન છે શ્વાસોચ્છવાસ રૂપ પણે કાયાનો સર્વથા નિરોધ કરવા વડે અને કાયામાં હોય ત્યારે પણ કાયાના સર્વથા મમતાના ત્યાગપૂર્વક નિર્લેપ ભાવે, નવતત્વ // ૨૪૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ સાક્ષીભાવથી રહેવારૂપ કેવલીએ કાયાથી નિરાળા એવા શુધ્ધાત્માને સર્વથા ભિન્ન રૂપે જુવે અને વર્તે. () પ્રતિક્રમણ = સદા સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ જ્ઞાનાદિ સ્વભાવમાં રમવારૂપ, પાપનું અકરણ, વિભાવ રૂપ પાપનો અભાવ રૂપ, પ્રતિક્રમણાવશ્યક છે. આમ ચઉવ્વિસત્થો ચોવીસ જિનેશ્વર પરમાત્માના ગુણ ગાવા વડે શુધ્ધ છ આવશ્યકની અનુમોદનાનો લાભ અને તેવા શુધ્ધ આવશ્યક કરવાની રુચી શક્તિ પ્રગટ કરવાની પરમ ભૂમિકાનું સર્જન થાય. પરમાત્મા પરમ સત્યરૂપે છે. સત્ય તત્ત્વરૂપે રહેલા પરમાત્માની સત્યની ઉપાસના કરવાની છે. અસત્ય બોલવું એ પાપ છે. જેમ ખાવું એ પાપ, આત્માનો સ્વભાવ નહીં તેમ મૂળમાં બોલવું એ પણ નિશ્ચયથી પાપ જ છે. તેથી મોક્ષના ઉપાસક મુનિને માટે મુનેઃ ભાવ મૌન સદા મૌનમાં જ રહેવું. પ્રભુ મહાવીર પરમાત્માએ દીક્ષા–સામાયિક' લઈને તેને સિધ્ધ કરવા ૧રા વર્ષ મીન ધારણ કર્યું. મીન વિના વાસ્તવિક સામાયિક શુધ્ધ થાય નહીં. મૌન કોને કહેવાય? सम्यक्त्वमेव तन्मौनं मौनं सम्यक्त्वमेव वा । (ાનસારી) જે મુનિ જગતનું સત્ય તત્ત્વ જાણીને સ્વીકારીને તે આત્મતત્ત્વને પોતે તેમાં પૂર્ણ રમણતા રૂપ પરિણમન થઈ જાય તેને જગત આગળ બોલવાનો પ્રયાસ હોતો જ નથી. તે સદા મૌન સ્વભાવમાં જ રમતા હોય છે, અને જ્યાં સત્ય તત્ત્વનો નાશ થતો હોય ત્યાં સત્યના સમર્થન રક્ષા માટે તેને બોલવાનું છે. ત્યાં ન બોલે તો પણ તેને દોષ છે. કારણ વિના બોલે નહીં. કારણે બોલે તો દોષ નથી. મુનિ કારણ વિના ભોજન ન કરે. કારણે ભોજન કરે તો પણ ઉપવાસી કહેવાય. કેવલીઓ માત્ર સત્ય વચન જરૂર પૂરતું બોલવું પડે તેટલું જ બોલે છે. તેથી તે બોલવા છતાં નવતત્વ // ૨૪૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨) (૩) પણ મૌની કહેવાય 'યોગી–ભોગી વક્તા-મૌની અનુપયોગે ઉપયોગી માટે વચનયોગના સ્વરૂપને પ્રથમ જાણવું જરૂરી. a વચનના ચાર યોગ સત્યવચન યોગઃ કેવલી ભગવતે જે વસ્તુ જે સ્વરૂપે પોતાના જ્ઞાનમાં જોઈ જાણી અને તે જ સ્વરૂપે પ્રકાશન કરી તેજ પ્રમાણે આપણને પણ તે વસ્તુ તે જ પ્રમાણે મુખ વડે કહેતે સત્યવચન છે. દા.ત. આત્મા છે, નિત્ય છે, પરિણામી છે આદિ. અસત્યવચનઃ કેવલીના જાણવા પ્રમાણે ન કહેવું દા.ત. આત્મા નથી અથવા આત્મા છે પણ અનિત્ય છે, અપરિણામી છે આદિ. સત્યાસત્ય (મિશ્ર) વચનઃ સંપૂર્ણ સત્ય ન હોય તેમ સંપૂર્ણ અસત્ય પણ ન હોય. બહુલતાએ સત્ય હોય અને અલ્પતાએ અસત્ય હોય. જેમ કે એક હજાર વૃક્ષ યુક્ત આંબાની વાડી કોઈ પૂછે આ વાડી શેની છે? આંબાવાડી છે તેમાં ૧૦–૨૦ ચીકુ વગેરેના વૃક્ષ હોય તો બહુલતા એ આંબાના વૃક્ષોની અપેક્ષાએ વ્યવહારથી તે વાત સાચી છે પણ નિશ્ચયથી બીજા પણ વૃક્ષો અલ્પતાએ છે. તો તે વાત ખોટી પણ પડે તેથી તે સત્યાસત્ય વચન છે. દા.ત. આત્મા નિત્યાનિત્ય દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે. તેથી તે સ્વાદ્વાદ વાક્ય થયું. અસત્ય—અમૃષા : જેમાં સત્ય પણ નથી અને અસત્ય પણ નથી જેમકે ઘડો લાવ, તપ કરવો જોઈએ. વિગેરેમાં કોઈ ચોક્કસ હકાર કે નકારવાળી વાત નથી. માત્ર વ્યવહાર સૂચક ભાષા છે. તેને વ્યવહાર યોગ કહેવાય. ચાર વચનયોગમાંથી કેવલીને માત્ર સત્ય વચન અને અસત્ય અમૃષા વચન યોગ હોય છે. તેમને તે નિમિત્તે માત્ર એક સમયનો ઈર્યાપથિક બંધ હોય છે. પણ રસહીન હોવાથી તરત બંધ, ઉદય અને નિર્જરા થઈ જાય, ટકે નહીં અને સાથે સાથે અઘાતિ કર્મોની નિર્જરા પણ ચાલુ રહે છે. નવતત્વ // ૨૪૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ ભાષા વર્ગણા જિનવચન પ્રમાણે જ જ્યારે પરિણામ પામે ત્યારે તે ભાષા વાસ્તવિક વસ્તુ કીર્તન રૂપ (ચઉવિસત્થો) વંદન આવશ્યક બને છે તે રીતે ન કરતા કર્મબંધનું કારણ બને છે. પાંચ હિંસાદિ મહાપાપમાં અસત્ય' એ સૌથી મોટું પાપ છે. એક પણ અસત્ય વચન ૭મી રૌરવ નરકનું કારણ બને છે. વસુ રાજા માત્ર ગુરુમાતાનો પક્ષપાત કરી એક જ વખત ખોટું બોલતા સીધા ૭મી નરકમાં ગયા. અત્યંત કઠોર પરિણામ જ્યારે થાય ત્યારે જ તીવ્ર ખોટું બોલાય. અથવા સત્ય બોલવા મહાસત્ત્વની જરૂર પડે. જે મહાસત્ત્વશાળી ઉત્તમ આત્મા હોય તે જ સત્ય બોલી શકે મૌન પણ મહાસત્ત્વશાળી જીવ જ કરી શકે. તેથી મુનિઓનો જ ધર્મમુખ્ય પણે મૌન કહ્યો છે. મુને ભાવ મૌન' અર્થાત્ પરમાત્માનો પણ આ જ સ્વભાવ છે. સદા મૌન પણે રહેવું અને બોલવું તો સત્ય જ બોલવું. આથી ચઉવ્હિસત્યો એટલે જિન પરમાત્માના ગુણ ગાવા એટલે મહાસત્ત્વ-સત્યના ગુણ ગાવા અર્થાત્ આત્માના ગુણની સ્તવના છે અને ગુણ સ્તવનાથી આત્માને આત્માના ગુણોની રુચિ પ્રગટ થાય છે અને તે ગુણમય બનવા સત્ય ફોરવવાનું સામર્થ્ય પ્રગટ થાય. અર્થાત્ વ્યવહાર આવશ્યકથી નિશ્ચય આવશ્યક પ્રગટ થાય. આત્માનું ભાષા વર્ગણા-ગ્રહણ– પરિણમન રૂ૫ વચન એ કર્મકૃત આવશ્યક બન્યું અને તે દૂર કરવા જ્ઞાનીઓએ ચઉવિસત્થો (વસ્તુ કીર્તન) સર્વ જિનોની સ્તુતિ રૂપ આવશ્યક ફરમાવ્યું છે. આમ ચલબ્ધિસત્યો એ આત્માના ગુણ સ્વરૂપ છે. જે આત્મા પોતાના ગુણથી પૂર્ણ થયા તે જ પરમાત્મા કહેવાય. ગૌતમ સ્વામી ચાર જ્ઞાનના સ્વામી છતાં છદ્મસ્થ હતા પરંતુ કેવલજ્ઞાન પ્રગટ થતાં જ કેવલી પરમાત્મા કહેવાય. તેથી પરમાત્માના ગુણ ગાવા એટલે પોતાના આત્માના જ ગુણગાન ગાયા તેમ કહી શકાય. શુધ્ધ-અશુધ્ધ આત્મતત્ત્વનો નિર્ણય થાય તો જ પરમાત્માના ગુણોનું આલંબન લઈને પૂર્ણ બની શકાશે. જ્યાં સુધી આત્મા અશુધ્ધ-અપૂર્ણ છે ત્યાં સુધી પૂર્ણતાનું આલંબન લેવું જ પડે. આથી નિશ્ચય સમજ્યા પછી વ્યવહાર દઢ થાય. મનોયોગ અને વચનયોગ દ્વારા આત્માના કાયયોગને દૂર કરવા પ્રયત્ન કરે નહીં તો મનોયોગ અને વચનયોગ મળવા દુર્લભ થાય અને કાયયોગનો નવતત્વ || ૨૪૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ અનાદિ સંબંધ છૂટે નહીં. યોગ એ વ્યવહાર ધર્મ છે. ઉપયોગ એ નિશ્વય ધર્મ છે બને ભેગા થાય ત્યારે જ માર્ગ બને, બે માંથી એક હોય તો માર્ગ બનતો નથી. યોગ હોય તે વખતે શુધ્ધ ઉપયોગ હોવો જોઈએ. શુધ્ધ ઉપયોગની આરાધના કરે ત્યારે તેને યોગમાંથી નીકળવાનો ભાવ હોવો જોઈએ. વ્યવહાર સામાયિકને છોડવા માટે વ્યવહાર સામાયિક કરું છું. મારા સ્વભાવ રૂપ નિશ્ચય સામાયિકને પ્રગટ કરી લઉં જેથી ફરી ફરી કદી સામાયિક ઉચ્ચરવું જ ન પડે. યોગમાંથી છૂટવાની ભાવના હોય તો જ વ્યવહાર સામાયિક સાચું થશે. કારણ યોગ એ આત્માનો વિભાવ છે. આથી નિશ્ચયનયથી હેય જ છે આથી યોગમાં પણ પ્રમાદ ન થાય. યોગનું પ્રવર્તન સારી રીતે અપ્રમતપણે થતું હોય ત્યારે તેમાં ગર્વનો સંભવ રહે છે. હું કેવી સુંદર ક્રિયા કરું છું?" આથી યોગ નિશ્ચયથી હેય મનાય તો યોગના પ્રર્વતનકાળે પ્રમાદન થાય. ખમાસમણું બેઠા બેઠા ન આપતા અપ્રમતપણે અપાય તેમાં પણ ગર્વ ન થાય. ઉદાસીન ભાવ રહે ને હજી યોગમાં હું ક્યાં સુધી પૂરાઈ રહીશ ક્યારે અયોગી થઈશ એમ આત્માની જાગૃત અવસ્થા રહે તો સામાયિક ભાવ ખંડિત ન થાય પણ તેની શુધ્ધિ-વૃધ્ધિ થાય. a પાંચમું કર્મફત આવશ્યકઃ મન * જે શક્તિ વિશેષ વડે જીવ લોકમાં રહેલા મનોવર્ગણાને ગ્રહણ કરી વિચારરૂપે પરિણમાવે તેને મનઃ પર્યાપ્તિ કહેવામાં આવે. a મન બે પ્રકારે ૧. દ્રવ્યમન ૨. ભાવમન. પર્યાપ્ત નામકર્મના ઉદયે યોગ્ય મનોદ્રવ્યને ગ્રહણ કરીને મનરૂપે પરિણમાવે તેને દ્રવ્યમન કહેવામાં આવે છે અને તે દ્રવ્યમનમાં જે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં જે જ્ઞાનશક્તિ રૂપે પ્રગટ થાય તે જ્ઞાન દ્રવ્ય મન વડે શેયને જાણવાનું સમજવાનું કે બોધ રૂપે જે કાર્ય થાય તે ભાવમન છે. બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મન નથી એટલે તેઓ અલ્પ પ્રમાણમાં મનોવર્ગણા ગ્રહણ કરી શકે છે. તેથી પૂરતા પ્રમાણે મનથી વિચારણા કરી શકતા નથી, માત્ર વર્ગણાના સંબંધી ઈષ્ટ–અનિષ્ટ સંબંધી નવતત્ત્વ || ૨૪૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ વિચારણા કરી શકે. તેથી તેમને અલ્પ મનના કારણે મન નથી તેમ કહેવાય છે. તેથી તે અસંશી કહેવાય છે. કીડી સાકરની સુગંધથી આકર્ષાય તે લેવા જાય પછી તેનું શું થશે તેનો વિચાર ન હોય ! ભાવમન એ જ્ઞાનના પરિણામ સ્વરૂપે છે અને દ્રવ્યમન એ મનોવર્ગણાના પરિણમન સ્વરૂપે છે. અર્થાત્ જ્ઞાનનું સાધન એ દ્રવ્યમન. જેમ પાંચ ઈન્દ્રિયો જ્ઞાનનું સાધન છે. તેમ દ્રવ્યમન પણ માત્ર જ્ઞાનનું સાધન છે. તેથી મનને છઠ્ઠી ઈન્દ્રિય (નો ઈન્દ્રિય) પણ કહેવાય છે. પ્રારંભમાં આ મનઃપર્યાપ્તિ રૂપે પછી તે જ દ્રવ્યપ્રાણ રૂપે કાયમી હોય છે. આમ આપણને કર્મકૃત વ્યવહારથી જીવના વિભાવરૂપે આવશ્યક આવ્યું. મનનું સ્થાન સંપૂર્ણ શરીરમાં છે. જ્ઞાનોપયોગની પ્રવૃત્તિ તો આત્માના સર્વ પ્રદેશોમાં સંભવે છે તેથી અમુક ભાગમાં નથી તેમ ન મનાઈ કિન્તુ આત્માના સર્વ પ્રદેશોમાં છે. તેથી જે આત્મપ્રદેશો આગળ મનોવર્ગણાનું ગ્રહણ–પરિણમન થાય ત્યાં—ત્યાં મન હોય છે. જ્યારે દિગમ્બરોની માન્યતા પ્રમાણે દ્રવ્યમનને આઠ પાંખડીવાળા કમળ આકાર હૃદયમાં રહેલું માને છે. તથા નૈયાયિકો મનને 'અનુરૂપ' માને છે. મનને અંતઃકરણ પણ કહેવામાં આવે છે. પાંચ ઈન્દ્રિયોનું કાર્ય (વિષય) મર્યાદિત છે અને તે પણ રૂપી દ્રવ્યનું જ જ્ઞાન કરી શકે છે. જ્યારે મન અમર્યાદિત છે રૂપી-અરૂપી વસ્તુનું ચિંતન (લોકાલોકનું) કરી શકે છે. આથી મન દ્વારા જીવ ૧૪ રાજલોકમાં ભટકવા જાય છે. આત્મા પોતાના સ્વભાવમાં રમણતા કરવાના ધર્મવાળો છે. પણ અનાદિથી એ ભટકી રહ્યો છે. તેનું કારણ જે જે ભવમાં મન મળ્યું અને તેણે મનને નાથવાનો પુરુષાર્થ ન કર્યો તો તે મન વડે તે ભમાડાયો. આત્મા કર્મવશ પરાધીન થયો એટલે તેને મનની પરાધીનતા આવી. લોકાલોકનું જ્ઞાન કરવાનો આત્માનો પોતાનો સ્વભાવ છે. પણ કર્મને વશ થવાને કારણે જ્ઞાન કરવા તેને મનાદિ સાધનની જરૂર પડે છે. કેવલી ભગવંતો લોકાલોકનું જ્ઞાન એક સમયમાં કરે છે. પણ તેમાં મનની જરૂર નથી. આથી મન વડે વિચાર કરવો એ પણ વિભાવ છે. પાંચમું વ્યવહારસ્કૃત આવશ્યક · પ્રતિક્રમણ દ્રવ્ય મનનો જ્યાં સુધી ઉપયોગ થાય ત્યાં સુધી કર્મબંધ છે. કેવલીઓ નવતત્ત્વ || ૨૪૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય મનનો ઉપયોગ જ્ઞાન માટે કરતા નથી. તેથી તે નિમિત્તે તેમને કર્મબંધ નથી. તેથી તેમને પ્રતિક્રમણ આવશ્યક નથી. આત્મા સ્વભાવે વીતરાગી છે. પણ મોહને આધીન થઈ મન દ્વારા જ્ઞાન કરી મનમાં રાગ-દ્વેષ, મિથ્યાત્વ ભેળવવા વડે વિભાવરૂપ સ્વભાવને પામે છે. તેથી છદ્મસ્થો માટે પ્રતિક્રમણ આવશ્યક જણાવ્યું. આત્માના સ્વભાવમાંથી પર સ્વભાવમાં ગયેલા આત્માને પાછા સ્વ-સ્વભાવમાં આવવા જ્ઞાનીઓએ પ્રતિક્રમણ વ્યવહાર આવશ્યક મૂક્યું છે. મન દ્વારા રાગાદિ ભાવના કારણે સતત વિભાવ રૂપે થવા રૂપ આવશ્યક થવાને કારણે જ્ઞાનીઓએ મન દ્વારા સ્વભાવમાં પાછા ફરવા પ્રતિક્રમણ આવશ્યક મૂક્યું છે. આથી પ્રતિક્રમણ આવશ્યક પ્રતિક્રમણની સ્થાપના કરતી વખતે, ઈચ્છા કારણે સંદિસહ ભગવદ્ દેવસિ પડિકમાણે ઠાઊં?" "ઈચ્છ' સવ્યસ્સવિ દેવસિએ દુચિતિ, દુર્ભાસિઅ.' સૌ પ્રથમ મનથી દુષ્ટ ચિંતવેલું, પછી મુખથી દુષ્ટ બોલવાનું અને પછી કાયાથી કરેલી દુષ્ટ ચેષ્ટાનું ઓઘથી પ્રતિક્રમણ રૂપ ' મિચ્છા મિ દુક્કડમ્' આપવામાં આવે છે. આમ સૂર્યોદય પૂર્વે રાઈઅં પ્રતિક્રમણ કરવાનો હેતુ એ છે કે સમગ્ર રાત્રિ દરમ્યાન થયેલા વિભાવરૂપ પાપનું પ્રતિક્રમણ થઈ ગયું. હવે મારે મારા આત્માના ગુણ સ્વભાવમાં આખો દિવસ રમવાનું છે અને એની માટે મારે જિનાજ્ઞાના ઉપયોગમાં રમવાનું છે અને મન વડે તે જિનાજ્ઞાના ઉપયોગનું વિસ્મરણ (પ્રમાદ) ન થાય તેમ અપ્રમત બનીને સતત લક્ષમાં રાખવું જોઈએ. 9 આવશ્યકનો અધિકારી કોણ થાય? આવશ્યક' એટલે અવશ્ય કરવા યોગ્ય કાર્ય તે આવશ્યક અથવા 'આવાસયતિ' ઈતિ ગુણો વડે આત્માને વાસિત કરવો તે આવશ્યક. આત્માએ પોતાના જ્ઞાનાદિ ગુણોમાં વાસ કરવો રમવું એ મુખ્ય નિશ્ચયથી આત્માનું આવશ્યક છે. આત્મા પોતાના સ્વભાવરૂપ ગુણમાં રહેવા પોતાનું શુદ્ધ સ્વરૂપનું આલંબન પકડે તો જ આત્મા પોતાના ગુણોમાં વાસ કરી શકે. તે માટે સૌ પ્રથમ પોતાના શુધ્ધ સ્વરૂપ સ્વભાવનો પોતાને નિર્ણય અને તેની રુચિરૂપ ૪થા ગુણસ્થાનકે આવવું પડે. તો અશુધ્ધ સ્વરૂપમાં અને સ્વભાવમાં રહેલા અને રમતા પોતાના નવતત્વ // ૨૪૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ આત્માની દયા પશ્ચાતાપ આવે તો તેનું પ્રતિક્રમણ કરવાનું મન થાય. તેથી આવશ્યકનો અધિકારી પમા ગુણસ્થાનવાળો બને. તેથી પમા પહેલા કથા ગુણસ્થાનકે આવવું જરૂરી. 'तस्मादवश्यकैः कुर्यात् प्राप्तदोषनिकृन्तम् । यावन्नाप्नोति सदध्यानं अप्रमत गुणाश्रितम् । (પૂઆચાર્ય રત્નશેખરસૂરિ) ૭મું અપ્રમત્ત ગુણસ્થાનક જીવ ન પામે ત્યાં સુધી તેને પ્રતિક્રમણ આવશ્યક છે. જ્યાં સુધી આત્મા અપ્રમત્ત ગુણઠાણે પહોંચતો નથી? ત્યાં સુધી અર્થાત્ પ્રમત્ત ગુણઠાણા સુધી (છઠ્ઠા ગુણ) દોષો લાગે છે. કષાયનો ઉદય છે અને મોહની આધીનતા પણ છે, ૭મે કષાયનો ઉદય છે પણ આધીનતા નથી. આત્મા પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. મોહને નિષ્ફળ કરે છે એટલે કષાયને વશ થતો નથી. 9 પ્રતિકમણ ત્રણ રૂપે : "મૂળ પણે પડિક્કમણું ભાખ્યું પાપ તણું અણ કરવું રે.' (૧) પાપ ન કરવું એ જ મુખ્ય પ્રતિક્રમણ છે. જો પાપ થઈ જાય તો (૨) નંબરનું પ્રતિક્રમણ પાપનો ગુરુ પાસે એકરાર કરી પશ્ચાત્તાપ રૂપે ' મિચ્છા મિ દુક્કડમ્ આપવા. ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત તપાદિ વહન કરવું અને (૩) નંબરનું પ્રતિક્રમણ હવે ફરી પાપ ન થઈ જાય તે માટે તે પાપન કરવાના પચ્ચકખાણ કરવા તે. તે પાપ કોને કહેવાય? પહેલા તો મારે પાપ ન કરાય, અર્થાત્ મારે પાપ ન જ કરવું એનો ઉપયોગ જોઈએ. પાપ શું?' જિનની આશા ન માનવી–સ્વીકારવી નહીં અને પાળવી નહીં તે પાપ. પ્રથમ 'જિનાજ્ઞા તું શેયનો જ્ઞાતા બન. પ્રથમ પાપની શરૂઆત શેયને ય રૂપે ન જાણીએ ન સ્વીકારીએ ત્યારથી જ થાય છે. તે જ જીવનું મિથ્યાત્વ મહાપાપ છે. આપણે જોયને જાણીએ છીએ પણ સર્વજ્ઞ પ્રમાણે જાણતા નથી. સ્વજનોને જાણો છો પણ તેને સર્વજ્ઞદષ્ટિ પ્રમાણે જાણવા તેમને કર્મકૃત પર્યાયથી પ્રાપ્ત માતા-પિતા કાકાદિ રૂપે જાણો છો? પણ નવતત્વ || ૨૪૮ Page #251 -------------------------------------------------------------------------- ________________ તે બધા પર્યાયો માત્ર કર્મકૃત છે. મૂળ તો તે બધા જ સિધ્ધાત્મા છે તે રીતે જાણતા નથી. તેથી તેમની સાથે રાગ-સ્નેહાદિ પાપની વૃધ્ધિ થાય છે. 0 મ્યગદષ્ટિને પોતાનો આત્મા કેન્દ્રસ્થાને હોય આત્માએ પોતાના જ્ઞાનાદિ ગુણ સ્વભાવમાં રહેવાનું છે. તેના માટે સૌ પ્રથમ હેય ઉપાદેયનો પરિણામ લાવવાનો છે. મારા આત્માનું હિત-અહિત શું છે? તેનો નિર્ણય જોઈએ. અર્થાત્ કેન્દ્રમાં આત્માને રાખીને વિચારણા કરવાની છે. સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય. કેન્દ્રમાં પોતાનો આત્મા હોવો જોઈએ. તો જ સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે શેયને જાણેલું ઉપકારી થાય. પોતાના આત્મા માટે જ મારે કરવાનું છે તે જ ઉપયોગમાં નથી. એ જ મોટી ભૂલ છે પાપ છે. જો દરેક વ્યવહારમાં આત્માને કેન્દ્રમાં રાખવામાં આવે તો પાપ કરવું દુષ્કર બની જાય. આથી આત્માના સ્વરૂપને પકડીને સ્વભાવમાં જવાનું છે. પ્રતિક્રમણ સૌ પ્રથમ મનથી કરવાનું કે પ્રતિક્રમણની સ્થાપના કરતી વખતે સૂત્ર "દુચિતિએ દુભાસિઅ– દુચિકિઅ દિવસ સંબંધી મનમાં જે દુષ્ટ ચિંતન અને વચન વડે જ દુષ્ટ બોલાયું અને કાયાથી જે દુષ્કૃત કરાયું તેનું પ્રતિક્રમણ સૌ પ્રથમ ઓઘથી કરાય છે. કલેશ વાસિત મન તે સંસાર, ક્લેશ રહિત મને તે ભવપાર." (શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન) અશુભ ધ્યાન પણ મનથી થાય, શુભ ધ્યાન પણ મનથી થાય, શુદ્ધ ધ્યાન પણ (મોહરહિત) મનના વિકલ્પ રહિતપણાથી જ થાય. અશુભ ધ્યાનથી ઉત્કૃષ્ટ–રૌદ્રધ્યાનમાં ૭મી નરક–નિગોદ અને શુભ પ્રશસ્ત ધ્યાનથી અનુત્તર વિમાન પ્રાપ્ત થાય. મનની સહાય જરૂરી પણ શુધ્ધ ધ્યાન વખતે મન એકાકાર અર્થાત્ વિકલ્પથી રહિત થતું જાય અને આત્માના સહજ સ્વભાવરૂપ માત્ર શેય-જ્ઞાતા પરિણામ પ્રગટ થતા અને તે પરિણામની સ્થિરતા તીવ્રતા તથા ક્ષપક શ્રેણીરૂપથી (શુકલધ્યાન) કેવલજ્ઞાન–અર્થાત્ સ્વભાવની પૂર્ણતા પ્રગટ થાય. નવતત્વ // ૨૪૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ મનનો વિષય લોકાલોક રૂપી– અરૂપી બધાનું ચિંતન-મનન-ભાવન કરી શકે. ઉત્કૃષ્ટ વ્યક્ત પાપ નરકમાં, અવ્યક્ત પાપ નિગોદમાં, તે બન્ને સ્થાને મનવાળા જઈ શકે. અનેક ૧૪ પૂર્વીઓ પણ નિગોદમાં ગયાના ઉલ્લેખ આગમમાં આવે છે. આપણે મનવાળા છીએ તેથી વધારે સાવધાન થવાનું છે. મનથી આત્માના ઘરમાંથી બહાર ઝડપી જઈ શકાય અને ઝડપી આવી શકાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનથી ૭મી નરક સુધીમાં દળિયા ભેગા કર્યા અને મનથી તરત જ સર્વાર્થસિધ્ધ વિમાનના દળિયા ભેગા કર્યા અને મનને જ્યારે પૂર્ણ સ્થિર કરીને આત્મામાં પૂર્ણ સ્થિર થઈ ગયા કે બધા જ ઘાતી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આથી મન વડે જ મનુષ્યભવ પરમ મંગળરૂપ થાય અને મન વડે જ પરમ અમંગળ રૂપ પણ થાય. મન તો માત્ર જ્ઞાનને રીલે કરવાનું સાધન છે. તેની સામે કર્મોના ઉદયની સાથે મિથ્યાત્વમોહ, કષાય અને વેશ્યા ન મળે તો મન સ્થિર–શુદ્ધ થઈ જાય. મન–અમન થઈ જાય. અર્થાત્ આત્મા મનને નિવૃત કરી શકે, એટલે નિર્વિકલ્પ દશા. મનની પ્રવૃતિ બંધ કરી આત્મા પોતે જ્ઞાન કરવામાં સ્વતંત્ર થઈ જાય. અર્થાત્ આત્મ પ્રદેશો સીધું જ્ઞાન કરે, કેવલજ્ઞાન પ્રગટ થાય. માત્ર દ્રવ્ય મનનો ઉપયોગ કેવલી અનુત્તર વિમાનવાસી દેવોના પ્રશ્નના ઉત્તર આપવા માટે કરે. અર્થાત્ મોહ જેમ મનમાંથી ઘટતો જાય તેમ તેમ મનની અસ્થિરતા ઘટતી જાય. વિકલ્પો (વિચારો) ઘટતા જાય તેમ તેમ આત્મા પોતાના સમતા સ્વભાવમાં આવતો જાય તેમ તેમ પાપથી હટતો જાય. જેમ ખાવું એ પાપ કેમ? આત્માનો સ્વભાવ નથી. નિશ્ચયથી અણાહારી "ાનામૃત-ભોજનમ્' બોલવું એ પાપ કેમ? આત્માનો સ્વભાવ નથી. મૌન. વિકલ્પ (વિચારો) કરવા એ પાપ. આત્માનો સ્વભાવ નથી. નિર્વિકલ્પ. આમ નિર્વિકલ્પ દશા તરફ જવાનો માર્ગ એ જ છે કે સંપૂર્ણનિર્વિકલ્પ જે સર્વજ્ઞ કેવલી છે, તેમની દષ્ટિ પ્રમાણે જ જાણીએ સ્વીકારીએ અને વર્તીએ તો જ નવતત્ત્વ || ૨૫૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પ અવસ્થાથી બચાય. જ્ઞાનીઓ સ્થિતપ્રજ્ઞ કહેવાય. કર્મના ઉદયે ગમે તેવી ઘટના બને છતાં તેમને તેમાં વિકલ્પ ઊઠે નહીં. કારણ તેઓ સર્વજ્ઞ દષ્ટિથી તેને નિહાળે છે. "સર્વત્ર જાનીએ જે જોયું હોય તે પ્રમાણે જ થઈ રહ્યું છે. આમ તેમનો તત્ત્વનિર્ણય હોવાથી તેમને કોઈ વિકલ્પ ઊઠે નહીં અને આત્મ સ્વભાવમાં રહી શકે, પાપનું ન કરવું. તે પહેલું પ્રતિક્રમણ તો જ થશે. જો પોતાના આત્માને પોતાના સ્વભાવનો પરિચય થઈ જાય, એટલે સર્વજ્ઞ પ્રમાણે શેયનો જ્ઞાતા અને હેય-ઉપાદેયનો નિર્ણય કરી વ્યવહાર જીવનમાં જેટલી જરૂરિયાત હોય ત્યાં હેય (જડ)નો ત્યાગ ન થઈ શકે તો તેમાં હેય માની ઉદાસીન ભાવે વ્યવહાર કરવો અને તેનું પણ પ્રતિક્રમણ કરતા રહેવું. આમ જો ઉપાદેય (જીવદ્રવ્ય તેના જ્ઞાનાદિ ગુણમાં) રુચિ અને પુદ્ગલ દ્રવ્યના (વર્ણ ગંધાદિ ગુણોમાં) હેયઉદાસીનતા પરિણામે વ્યવહાર કરવા છતાં સમક્તિી જીવનિર્જરાકરે પાપ વ્યહવાર કરવા છતાં અનુબંધનું કારણ ન બને. પ્રતિક્રમણ અનુબંધને તોડવાનું કામ કરે છે. અનુબંધ એટલે પરંપરા (વારંવાર કરવા રૂ૫) પાપાનુબંધી પુણ્યનો બંધ પડે તો પુણ્યના ઉદય વખતે અર્થાત્ પુણ્યના ઉદયે અનુકૂળ કે સાચી સામગ્રીસારા સંયોગો મળે પણ તેમાં પાપનો અનુબંધ ઉદયમાં આવે અર્થાત્ પાપ કરવાની બુધ્ધિ જાગે. પુણ્યથી મળેલી સામગ્રીથી પાપ કરવાની બુધ્ધિ જાગે. પ્રતિક્રમણથી અનુબંધ તૂટી જાય તો પાપનો ઉદયકે પુણ્યનો ઉદય થાય તો પણ પાપનો અનુબંધ ન જાગે. નવું કર્મ ન બંધાવે. "અનુબંધ કર્મ કઈ રીતે બંધાય ?' પાપ કાર્ય કર્યા પછી પાપ, પાપ રૂપે લાગે નહીં અને પોતે બરોબર કર્યું છે તેનો આનંદ અનુમોદના કરે, તો અનુબંધ કર્મ બંધાય. તેમાં જેમ સંઘયણ બળ સત્તા વધારે તેમ અનુબંધ તીવ્ર પડે. મહાવીર પરમાત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સિંહની હિંસા કરી તથા શય્યા પાલકના કાનમાં ગરમાગરમ સીસું રેડાવ્યું તે રૂપે મહાપાપ કર્મબંધ થયો. મિથ્યાત્વની હાજરી અને ઉત્કૃષ્ટ કષાયોની હાજરીમાં ૭મી નરકનું આયુષ્ય બંધાયું અને ત્યાંથી અનુબંધ ન તૂટવાના કારણે નવતત્ત્વ // રપ૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૭મી નરકમાં ગયા. શય્યાપાલકના કાનમાં સીસુ રેડવાનાં કર્મનું નંદન ઋષિના ભવમાં સંવેગપૂર્વકના તપાદિ આરાધના વડે અનુબંધથી રસ તોડી નાખ્યો. જેથી મહાવીર સ્વામીના ભવમાં કાનમાં ખીલા ઠોકાણા, ત્યારે પ્રભુએ સમતાપૂર્વક તે સહન કરવા વડે નવું કર્મ ન બાંધ્યું. જ્યારે મરીચિના ભવમાં ઇન્જપિ–ઈહંપિ' એટલા ઉસૂત્રની પ્રરૂપણા કરતાં કોડાકોડી સાગરોપમ સંસાર વધી ગયો. સમકિત ચાલ્યું ગયું. તે કર્મોનો આપોઆપ કાળ પાવાથી પછીના ઘણા ભવોમાં ત્રિદંડી વેશ અને દેવલોક મળ્યો પણ સમક્તિ ન મળ્યું. 9 પ્રતિક્રમણ કોણે કરવાનું છે અને કોનું કરવાનું છે?' આ ઉપયોગ જોઈએ કે જે પોતાના સ્વભાવમાં રહી શકતા નથી તેને પ્રતિક્રમણ કરવાનું છે. આવશ્યક મુખ્ય કરીને સમતા (સામાયિક) આવશ્યક માટે છે. રાગ-દ્વેષ-રૂપ ભાવહિંસાથી અટકવા, થઈ ગયેલા રાગ-દ્વેષનું પ્રતિક્રમણ કરવાનું છે. જિનની આજ્ઞા છે કે નિગોદથી માંડી પચેન્દ્રિય સુધીના જીવોને નહીં મારવા. તેથી જાણી જોઈને જીવોને ન મારવાનો પરિણામ હજી આવી શકે. મચ્છરનો ઉપદ્રવ થાય તો મચ્છરને મારવાનો પરિણામ કદાચ ન આવે પણ મચ્છર દૂર જાય તો સારું તેને દૂર કરવાનો પ્રયત્ન પણ કરે, એ અપ્રીતિનો પરિણામ. અપ્રીતિએ ક્રોધ-દ્વેષનો પરિણામ છે. સમતા સ્વભાવનો નાશક છે. તેમ નજીકના સગા-સ્નેહી-સ્વજન પ્રત્યે તીવ્ર રાગના કારણે તેના સતત વિચારો દ્વારા રાગની વૃધ્ધિ થવા વડે સમતા સ્વભાવ હણાઈ રહ્યાનું ચાલુ છે. આમ આ રાગ દ્વેષ-રૂપ–પાપ સતત સેવાતા હોવા છતાં તેનું પાપ ચાલુ છે તેનું મારે પ્રતિક્રમણ કરવું જોઈએ. એ ખ્યાલ આવે, અપ્રીતિ એ મારો સ્વભાવ નથી તો મચ્છર પ્રત્યે કરુણા આવશે. સ્નેહી-સ્વજનો પ્રત્યે પણ મૈત્રી-કરુણાદિભાવ પ્રગટ થશે. મચ્છરનો જીવ પણ સત્તાએ સિધ્ધ છે અને સ્વજનો પણ સત્તાએ સિધ્ધના જીવો છે તેના પ્રત્યે રાગાદિ ન કરાય. આમ આત્મા સાવધાન થાય. છતાં રાગ-દ્વેષ થઈ જાય તો તરત તેનું પ્રતિક્રમણ કરવાનું થાય તો સામાયિકમાં સમતા સ્વભાવમાં આવશ્યક દ્વારા આવી શક્યા. તો પમા ગુણસ્થાનકે આવ્યા કહેવાય. દેશવિરતિવાળાને આવશ્યક એ પાંચમાં ગુણસ્થાનકનું કાર્ય કરે છે. નવતત્વ // ૨૫૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ દેશથી પણ સામાયિક સ્વભાવમાં આવવા શું કરવું? સામાયિકમાં સ્થિરતા કે શાંતિ સારી રીતે થાય તે માટે તમે છોકરાઓ જ્યાં ધમાલ કરતા હોય તો તેમને ત્યાંથી દૂર કરવા અપ્રીતિ કરો અને ઉઠાડવા પ્રયત્ન કરો, ત્યારે વિચારવાનું છે કે 'જિનાજ્ઞા શું છે? તે આત્મા છો, જ્ઞાન તારો ગુણ છે. તેનો સ્વભાવ ન્નયના જ્ઞાતા બનવાનું છે. જ્ઞાતા બની સમતા સ્વભાવમાં આવવાનું છે. છોકરાઓ ધમાલ કરે છે. મચ્છરો ઉપદ્રવ કરે છે, છોકરાઓ પણ આત્મા છે. મચ્છરો પણ આત્મા છે. બન્ને કર્મ કષાયને વશ છે. માટે પોતાના આત્મ સ્વભાવમાં નથી. મચ્છરોએ પૂર્વે કોઈને ઉપદ્રવ કર્યો છે અથવા મોહને આધીન થઈ અત્યંત મૂચ્છિત અવસ્થામાં આવ્યા હશે તેથી તેઓ મચ્છરપણાને પામ્યા છે. તો આપણને તેવું વિચારવાથી તેના પ્રત્યે કરુણતા પ્રગટે તો ૪થા ગુણસ્થાનકે હું પણ સામાયિક શા માટે કરું છું? હું પણ કાયા-કર્મ-કષાયને વશ છું અને મારા આત્માના સ્વભાવમાં નથી આવ્યો માટે પોતાના અભ્યાસાર્થે હું આ સામાયિક વ્યવહારનું અનુષ્ઠાન કરું છું. મારે પણ કર્મ-કષાય-કાયાની પરાધીનતા દૂર કરી સદા મારા આત્માના શુધ્ધ સ્વરૂપ અને સ્વભાવમાં કાયમ સ્થિર થવું છે. આપણે જ્યારે વિચારણા કરીએ ત્યારે ૪થા ગુણસ્થાનકે અને તે પ્રમાણે વિચારણા કરી પોતે છોકરાઓને દૂર કરવાનું અને તેના પ્રત્યે કષાય કરવાનું માંડી વાળે અને વિચારે હું મારા એક પેટ માટે કેટલા જીવોનું કચ્ચરઘાણ કાઢું છું જ્યારે મચ્છર પણ પોતાના પેટ માટે બીજાના શરીરનું લોહી પીવે છે અને મારે સામાયિકમાં શરીરની મમતા વોસિરાવી દેવાની છે. શરીર મારું નથી તો તેમાં મારે રાગ ન કરાય. વળી હું ઈજેકશન શરીર માટે સહન કરું છું. તો આત્મા માટે મારે આ પણ સહન કરવું જોઈએ. ભગવાને આત્મ સ્વભાવમાં સ્થિર થવા જ 'રર પરિષદો સહન કરવા યોગ્ય કહ્યા છે, તેથી મચ્છરોનો પણ પરિષહ સમતાસ્વભાવ પ્રગટાવવા સહન કરવું જોઈએ. એમ વિચારી મચ્છરો પ્રત્યે અણગમાના પરિણામનો ત્યાગ કરી, પોતાના સમતા સ્વભાવમાં બે ઘડી સ્થિર થાય ત્યારે તે પમે ગુણઠાણે આવ્યો કહેવાય. ત્યારે વ્યવહાર આવશ્યક દ્વારા દેશથી નિશ્ચયના સામાયિકનો લાભ મળે. નવતત્વ // ૨૫૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ભાવથી ભવ્ય જ કરી શકે. અભવ્ય ન કરી શકે. ભવ રૂપી અનાદિ સંયોગ સંબંધથી આત્માને સદા છૂટવાનો ભાવ થાય તે જ ભવ્ય. જે આત્માનું નથી તે રૂપે થયેલા ભવ તેમાંથી છૂટવું તે મોક્ષ, તેમાંથી છૂટવાનો માર્ગ તે મોક્ષમાર્ગ. આવશ્યકનું કાર્ય પણ ભવમાંથી જીવને છોડાવવાનું છે. પ્રતિક્રમણ સૂત્રનું મુખ્ય સૂત્ર પ્રથમ ઈરિયાવહી' સૂત્ર અર્થાત્ લધુ પ્રતિક્રમણ' બીજું મુખ્ય સૂત્ર શ્રાવકોને માટે 'વંદિત સૂત્ર' અને સાધુઓને માટે 'શ્રમણ સૂત્ર'. અઈમુત્તામુનિએ પ્રતિક્રમણ સૂત્ર વડે, પાપનું પ્રાયશ્ચિત્ત કરતા 'પણગ-દગ–મટ્ટી' આ પદની વિચારણા કરતા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ઈરિયાવહી સૂત્ર વડે સર્વ જીવરાશિનું (વ્યવહારથી પ૩ જીવોનું) આશાતનાદિ સર્વ પાપનું પ્રાયશ્ચિત્ત થવા વડે શુધ્ધિ થાય છે. પાપની શુધ્ધિ ક્યારે થાય? પાપનું સ્વરૂપ ખબર હોય તો પાપ શું છે આત્માનો વિભાવ તે પાપ' સ્વભાવ તે ધર્મ. સ્વભાવને રોકનાર કર્મ તે પાપ. તે ઘાતિ–અઘતિ સ્વરૂપે છે. ઘાતી કર્મની ૪૫ પ્રકૃતી પાપરૂપ છે. (જ્ઞાનાવરણીય-પ દર્શનાવરણીય-૯ મોહનીય-ર૬ અને અંતરાયની–૫) અઘાતિમાં પાપ અને પુણ્ય બંને પ્રકારો છે. (નરક સિવાયના ૩ આયુષ્ય +૧ ઊંચ ગૌત્ર + શાતા વેદનીય + ૩૭ નામકર્મ - ૪ર અઘાતિ પુણ્યપ્રકૃતિ.) ૧ નરક આયુષ્ય + નીચગોત્ર + અશાતા વેદનીય + ૩૪ નામકર્મ - ૩૭ અઘાતી + ૪૫ ઘાતી - ૮ર પાપપ્રકૃત્તિ. આપણે આપણા સ્વભાવમાં રહેવું તે ધર્મ છે. પણ પાપના ઉદયે પ્રતિકૂળતા મળતા ખટકે છે. અનુકૂળતા નથી તે ખટકે છે, પુણ્યના ઉદયે અનુકૂળતા મળે. મારે પ્રતિકૂળતામાં પણ સમતામાં રહેવું તે મારો ધર્મ હતો પણ તે ધર્મ મેં ન કર્યો તેનો ખટકો રહેતો નથી. અનુકૂળતા ન મળી તેનો ખટકો રહે અર્થાત્ જ્યાં સુધી આત્મ સ્વભાવરૂપ ધર્મમાં જ મારે રહેવાનું છે અને વિભાવમાં રહેવું નથી તેવો નિર્ણય ન થાય ત્યાં સુધી પુણ્યના ઉદયે મળતી અનુકૂળતામાં જ રહેવાનું ગમે અને અનુકૂળતાનો ગમો થાય તે જ મહાપાપ છે. ત્યાં સમતા સ્વભાવ ધર્મમાં રહેતો નથી તેથી વિભાવરૂપ પાપ પ્રત્યે ધૃણા પ્રગટવી જોઈએ (યભાવ) અને નવત // રપ૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્વભાવરૂપ ધર્મ પ્રત્યે (ગુણો) ઉપાદેય (રુચી) પ્રગટે તો જ પાપ દૂર કરવાની અને સ્વભાવ ધર્મને (ગુણો) પરિણામવાળા કારણભૂત શુધ્ધ પ્રતિક્રમણ થાય. મુખ્ય પાપ શું છે?" અઘાતી કર્મના ઉદયે આત્માની અક્ષય–અરૂપી આદિ સ્વરૂપ અવસ્થા સંપૂર્ણ ઢંકાઈ ગઈ અને ઉદયના વિકારરૂપે વિભાવરૂપ દારિકાદિ–રૂપી આદિ અવસ્થા પ્રગટાવવી. જીવ તે જ શરીરાદિ અવસ્થાને પોતાની માની આત્માવિકૃત સ્વરૂપ સ્વભાવમાં રુચિ-રસ-આદિ ઉપાદેય માનવા લાગ્યો અને હવે તે છોડવું તેમાં ઉદાસીનતા કેળવવી અતિ દુષ્કર થઈ ગઈ છે. આથી વ્યવહારથી ધર્મ કરનાર ઘણા લોકો જોવા મળે પણ પાપની અરૂચી ધરાવનાર તેને છોડવાના ભાવ વાળા અને થયેલા પાપને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થવાની ભાવનાવાળા બહુ ઓછા જીવો જોવા મળશે. વંદિતુ સૂત્ર' શ્રાવકોને પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું મુખ્ય સૂત્ર છે. તેમાં સૌ પ્રથમ વદિત સવ્ય સિધ્ધ, ધમ્માયરિયે આ સવ્વ સાહુ તેમાં સૌ પ્રથમ સિધ્ધોને વંદના કરીને પછી ધર્માચાર્યો વગેરેને વંદન કર્યા છે. 'અરિહંતને બદલે સિધ્ધને વંદન શા માટે?"સિધ્ધ ભગવંતો સંપૂર્ણ કર્મરહિત શુધ્ધ અવસ્થાને ધારણ કરનારા છે પ્રતિક્રમણ આવશ્યક દ્વારા સંપૂર્ણ વિભાવમાંથી પાછા ફરી પૂર્ણ સ્વભાવ અને સ્વરૂપમાં આત્માએ સ્થિર થવાનું છે. અર્થાત્ સંપૂર્ણ કર્મ રહિત શુધ્ધ થવાનું છે. તેથી પ્રથમ સાધ્ય બતાવ્યું છે. સાધના (પ્રણિધાન) નિર્ણય વિના સફળ ન થાય. સિધ્ધો પછી આચાર્યોને વંદનનું પ્રયોજન ગુરુ સાક્ષીએ પ્રાયશ્ચિત્ત કરવાનું હોવાથી આચાર્યોને વંદન મુક્યું. વ્યવહારથી પ્રથમ મંગળ કરીને પછી કોઈપણ કાર્યનો આરંભ થાય. એ હેતુએ સિધ્ધ ભગવંતો આદિને વંદન કરીને પછી અતિચારોની શુધ્ધિ માટેનો ઉલ્લેખ છે. ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગળ છે. ધર્મ વિના ધર્મી ન હોય. સિધ્ધો ધર્મ અને ધર્મી બને સ્વરૂપે છે. ધર્મથી પણ જ્ઞાન એ આત્માનો પરમ મંગળ ગુણ છે. આથી જ્ઞાનનો સ્વભાવ શેયના જ્ઞાતા બનવું. આથી જો આત્મા શેયનો જ્ઞાતા ન બને તો સમ્યગુદર્શનના પ્રથમ આસ્તિકય પાયા પર નથી. આથી આગળના નવતત્વ / ૨૫૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક પર જવા પ્રથમ ૪થા ગુણસ્થાનક પર આવવું જરૂરી. તેથી સર્વજ્ઞનું વચન છે કે દરેક જીવ સત્તાએ સિધ્ધ સ્વરૂપી છે. તેથી હું પણ સત્તાએ સિધ્ધા છું. તે સ્વીકારવું જોઈએ અને મારે મારું સિધ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. સ્વભાવમાં ન રહેવાના પ્રમાદના પાપે મેં કર્મો બાંધી મારું સિધ્ધ સ્વરૂપ ઢાંક્યું તો હવે મારે તેના તીવ્ર પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત તપ વડે કર્મોનો ક્ષય કરી મારું શુધ્ધ સ્વરૂપ પ્રગટ કરું તેવો રુચીભાવ જોઈએ. અર્થાત્ વંદિતુ સૂત્રની ગાથા 'પડિક દેસિ -સત્ર બોલતી વખતે હિંસાદિ પાપ અતિચારો વડે બાંધેલા મારા અશુભ કર્મોથી હું ગુરુ સાક્ષીએ પાછો ફરું છું અર્થાત્ તેનું પ્રતિક્રમણ કરું છું. મારા સ્વભાવમાં આવું છું. આમ સૂત્રો બોલવા તે ક્રિયા યોગ છે અને તેમાં અર્થોપયોગ મૂકવાપૂર્વક પરિણામ થવા રૂપ જ્ઞાનયોગ છે. બને સમન્વય સાથે જ ચાલે. 'જ્ઞાન–ક્રિયા બન્નેથી યુક્ત અનુષ્ઠાન તે મોક્ષયોગ (મોક્ષમાર્ગ) રૂપ બને. આમ 'વંદિતું સૂત્ર માં પ્રથમ સિધ્ધોને વંદનાનો હેતુ સિધ્ધોનું આલંબન લઈ પોતાના આત્મામાં સત્તાએ રહેલા સિધ્ધપણાને પોતે વંદન કરતો થાય. તે માટે સિધ્ધપણારૂપ પોતાનું સ્વરૂપે પ્રગટ કરવા વ્યવહારથી સિધ્ધોને નમસ્કાર કરી પોતે નિશ્ચયે સદા પોતાના સિધ્ધપણાને નમસ્કાર કરનારો થાય. પગે અને છું ગુણસ્થાનકે રહેલાને પ્રતિક્રમણની જરૂર છે. કારણ કે ત્યાં પ્રમાદ છે. જ્યારે ૭મા ગુણસ્થાનકે અપ્રમત્તદશાને કારણે તેમને પ્રમાદ નથી. તેથી પ્રતિક્રમણનો વ્યવહાર પણ નથી. છઘસ્થોને જ્યાં સુધી ક્ષાયિક ગુણ પ્રગટ ન થાય, ત્યાં સુધી ગુણની પૂર્ણતા અને સ્થિરતા રહેતી નથી. પ્રમાદનો સંભવ રહ્યા કરે તેથી છઘમસ્થ એવા ચાર જ્ઞાનના ધણી ગૌતમસ્વામી પણ જ્યાં સુધી કેવલજ્ઞાન ન પ્રગટયું ત્યાં સુધી પ્રતિક્રમણ આવશ્યક કરતા. આથી પ્રતિક્રમણ આવશ્યકની જરૂરિયાત આપણને વિશેષ લાગવી જોઈએ. વર્તમાનમાં પૂજાદિ અનુષ્ઠાનો ઘણા કરે પણ પ્રતિક્રમણરૂપ આજ્ઞાયોગમાં બહુ જ થોડા જીવો આરાધનામાં જોડાય છે. જેટલી જિનપુજાની આવશ્યકતા જણાય છે. તેટલી પ્રતિક્રમણની આવશ્યકતા જણાતી નથી. પૂજા વિના દિવસ સફળ ન થયો માને, પણ પ્રતિક્રમણ વિના મારો દિવસ નિષ્ફળ ગયો એમ માનનારા બહુ જ ઓછા. નવતત્ત્વ || ૨૫૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ = પ્રતિ = પાછા ફરવુંક્રમણ = પાછા પગલા ભરવા – પાછા આવવું. જિનાજ્ઞાની મર્યાદાને ઓળંગીને જે આગળ ગયા હોય તેને પાછા આવવું પડે. કેવલીઓ જિનની પૂર્ણ આજ્ઞામાં રહેલા છે. તેથી તેમને પ્રતિક્રમણ નથી. કારણ તેઓ સદા શુધ્ધ જ્ઞાનના ઉપયોગમાં છે. તેથી પૂર્ણ જ્ઞાનયોગમાં છે, તે પ્રમાણે જ તેમના યોગપણ (વીર્ય) તે પ્રમાણે અપ્રમત્તપણે નિરંતર પ્રવર્તમાન છે. તેથી ક્રિયાયોગ પણ પૂર્ણ અપ્રમત્તરૂપ હોવાથી પૂર્ણ સ્વભાવ દશામાં રમી રહ્યા છે. તેથી તેમને પ્રમાદજનિત પાપાચરણ રૂપ પ્રતિક્રમણ નથી. મુખ્ય પ્રતિકમણ શેનું કરવાનું? પડિસિધ્ધાર્થ કરણે, કિાણમકરણે પડિક્કમાણે અસદહણે આ તહા, વિવરિએ પરૂવાણાએ અ' | (વંદિતસત્ર) જિનેશ્વર પરમાત્માએ જે હિંસાદિ પાપ વ્યાપારનો નિષેધ કર્યો છે. તે કરવાને કારણે થતા હિંસાદિથી, વિરતિના સ્વીકારરૂપ, સામાયિક પૌષધ આદિ જે અનુષ્ઠાન કરવાના કહ્યા છે તે ન કરવાથી, આત્માના અસ્તિત્વની જે પ્રમાણે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું છે તે પ્રમાણે શ્રધ્ધા ન કરવાથી (એટલે કે આત્મા અક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ છે) તેને બદલે આપણે આપણી જાત (હું રૂપવાન, હું શરીરવાન છું) તે યાદ આવે છે. તથા સૂક્ષ્મ નિગોદના અસંખ્ય ગોળાએક અંગૂલના અસંખ્ય ભાગ પ્રમાણ એક એક ગોળા હોય અને તેમાં નિગોદના અનંતા જીવો હોય છતાં તે દેખાય નહીં ઈન્દ્રિયોથી ન જણાય આવું સૂક્ષ્મ ગહન તત્ત્વ કઈ રીતે શ્રધ્ધાનો વિષય બને? જો અપૂર્વ શ્રધ્ધા–સર્વજ્ઞ તત્ત્વ પર બહુમાન હોય તો જ તે શ્રધ્ધાનો વિષય બને. આમ સર્વજ્ઞના તત્ત્વ સમજ્યા નહીં, શ્રધ્ધા ન કરવા વડે મિથ્યાત્વાદિની પુષ્ટિ કરી અને સત્યનો પક્ષપાત ન હોવાને લીધે જિનવચન વિરુદ્ધ પ્રરૂપણા કરી. રવિ રૂલ્પેખિ રૂપિ જેમ કે 'માતા' આ મારી માતા છે – તે વ્યવહારથી છે. વ્યવહારથી તેને માતા કહેવા છતાં જો તેમાં નિશ્ચયથી સિધ્ધાત્માની દૃષ્ટિથી જોતા, જાણતા અને નવતત્ત્વ // રપ૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારતા હશો, તો માતા પ્રત્યે સ્નેહરાગ ભાવની વૃધ્ધિ ન થાય. 'નિશ્ચય દષ્ટિ હદયે ધરીજી જે પાળે વ્યવહાર પુણ્યવતા તે પામશે, ભવ સમુદ્રનો પાર' . (પૂ. મહો. યશોવિજયજી મહારાજ) માતા પ્રત્યે જન્મદાતા પાલકાદિ ઉપકારી રૂપે આદરભાવ હોય. જ્યારે સિધ્ધાત્મા તરીકે જોતા હો તો પરમાત્મા રૂપ (સત્તાએ) લાગે. તે આદર પરમ ભાવરૂપે પ્રગટે તો માતાને પીડા કઈ રીતે અપાય? જો હવે માતાને પીડા નથી આપવી તો મારે હવે ફરી જન્મ લેવો ન જોઈએ. જેથી માતાને પીડા ન થાય. તેથી મારે હવે અજન્મા બનવાની સાધના કરવી જોઈએ. દ્રવ્યથી પ્રતિક્રમણ આવશ્યક અપુર્નબંધક જીવ પણ કરી શકે પણ તેના ફળનો અધિકારી તો ૪થા ગુણઠાણાથી પમા ગુણઠાણે આવ્યા પછી બને. 0 પ્રતિકમણનું ફળ શું?' આત્મા પોતાના સ્વભાવથી જેટલા અંશે બહાર વિભાવ) દશામાં ગયો હોય તેટલા અંશે ત્યાંથી પાછો ફરી પોતાના સ્વભાવમાં આવી જવું. જેમકે કોઈ શ્રાવક ધંધામાં અનીતિપૂર્વક ધન મેળવે છે, તેણે તેનું પ્રતિક્રમણ કર્યું તો તેનું ફળ'હવે મારે અનીતિ નહીં કરવી જોઈએ અને અનીતિ કરવાનું બંધ કરે અને નીતિપૂર્વક જ જીવન જીવે. નીતિથી મેળવેલા ધનને પણ હેય માને તે પણ છોડવા જેવું માને તો તેને પ્રતિક્રમણનું ફળ મળ્યું અને પૂર્ણ ફળ ત્યારે મળ્યું કહેવાય કે નીતિપૂર્વકનું પણ કમાવવાનું છોડી દે અને સર્વવિરતિનો સ્વીકાર કરી લે તો પ્રતિક્રમણનું ફળ તેને ઉત્તરધર્મરૂપે મળ્યું અને સર્વવિરતિનું પાલન એવા ઉત્સાહ, અપ્રમત્ત નિરતિચારપૂર્વક કરે કે જેથી સર્વથા અતિચાર રહિત બની ક્ષાયિક ભાવે કેવલજ્ઞાનાદિ પ્રગટ થાય ત્યારે પ્રતિક્રમણનું પૂર્ણ ફળ મળ્યું કહેવાય. જો દ્રવ્યથી પ્રતિક્રમણ કરવામાં આવે તો શુભ સંસ્કાર પડે અને પુણ્ય બંધાય. આમ દ્રવ્ય યોગમાં રહેલાને ઓઘથી બહુમાનભાવ હોય અને સંસારનો કોઈ આશંસાદિ ભાવ ન હોય તો, અર્થ સાંભળવાથી પૂર્વના સંસ્કારના બળથી નવતત્વ // ૨૫૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ ભાવમાં આગળ વધતા વાર ન લાગે. આથી ભાવ ન આવે તો પણ દ્રવ્યક્રિયા ન છોડવી, સંસ્કારનો પણ લાભ ભવિષ્યમાં લાભદાયક નીવડે છે. પણ અર્થનો ઉપયોગ-સમજપૂર્વક ક્રિયા કરવાથી વિશેષ લાભ થાય. કોઈવાર જિનવાણી સાંભળતા તેમાં પ્રતિક્રમણાદિ ક્રિયાનું મહત્ત્વ, રહસ્ય અને અર્થ જો સમજાવવામાં આવે અને તે બરોબર સમજાઈ જાય તો રોજિંદી કરાતી દ્રવ્યક્રિયામાં સંવેગભાવ પ્રગટ થાય અને તે ક્રિયા વધારે ઉલ્લાસ અને અર્થોપયોગપૂર્વક કરવાનો ઉત્સાહ પ્રગટે પણ જો ક્રિયાના સંસ્કાર હોય જ નહીં તો કાર્ય ન થાય. તત્ત્વસંવેદન રૂપ સંગ ભાવ કોણ પામે? જેને જીવાદિ નવતત્ત્વના અભ્યાસ દ્વારા સર્વજ્ઞ પ્રમાણે તત્ત્વનો નિર્ણય દઢ થઈ ગયો હોય, તેમને દરેક ક્રિયા કરતા તત્ત્વ વિચારણાપૂર્વક તે ક્રિયામાં આત્માના ભાવ પ્રમાણે જોડવા પૂર્વક જ્યારે શુધ્ધપયોગની પ્રધાનતાવાળી ક્રિયા કરે તો તત્ત્વસંવેદન (આત્માના સ્વભાવ પરિણામને અનુભવવા રૂપ તત્ત્વસંવેદન) થાય અને તે ભાવ સાધુને જ થાય. જેમને નવતત્ત્વનો વિશેષ અભ્યાસ નથી પણ 'જિનાજ્ઞા પ્રત્યે બહુમાન છે માટે મારે વિધિના બહુમાનપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ આ પરમાત્મ તત્વ પરનું બહુમાન અંતરથી હોય, સંસારની આશંસા ન હોય, તો તત્ત્વસંવેદન સુધી લઈ જાય. 'માસતુષ' મુનિને નવતત્ત્વનું જ્ઞાન ન હતું છતાં આત્મકલ્યાણની ઝંખના (અર્થીપણુ) તીવ્ર હતી. તેથી ઉચ્ચકોટીનો વૈરાગ્ય, દેવ-ગુરૂ પર અપૂર્વ બહુમાનથી (મારું આત્મ કલ્યાણ આમનાથી જ થશે.') તેની અપૂર્વ શ્રધ્ધાને બળે, તેઓ કેવલજ્ઞાન સુધી પહોંચી ગયા. સૌ પ્રથમ સ્વાત્મા ઉપર બહુમાન આવે તેના પર કરુણા આવે અને તેને સર્વ દુઃખમાંથી મુક્ત કરવાનો ભાવ જાગે અને જિનવચન દ્વારા સર્વ દુઃખનું મૂળ પાપ જ છે. 'પાપાત્ દુઃખમ્ ધમર્ સુખમ્ આ સર્વ દર્શનના સર્વ શાસ્ત્રોનો સાર છે અને પાપ તરીકે માત્ર આત્મ સ્વભાવમાં ન રહેવું તે જ મુખ્ય પાપ છે અને આત્મ સ્વભાવમાં જ રહેવું તે જ શુદ્ધ ધર્મ છે. આ નિશ્ચય જેને નવતત્ત્વ || ર૫૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ થાય તે જ અનાદિથી વિભાવમાં રહેલા આત્માનું સાચું પ્રતિક્રમણ કરી શકે અને તેના પૂર્ણ ફળને પણ પામી શકે. પ્રતિક્રમણ એ તપના પરિણામ રૂપ થાય ત્યારે જ નિર્જરા થાય નહીં તો શુભ પ્રવૃત્તિ રૂપ થાય તો પુણ્યબંધ થાય. કુરગડુમુનિને ખાતાં ખાતાં કેવલજ્ઞાન થયું. ખાવું એ પાપ છે. મારા આત્માનો સ્વભાવ નથી અને મારે આ ઘડો ભરીને ભાત ખાવા પડે છે. પૂર્વે મેં મારા આત્મ સ્વભાવમાં રહેવાનો પ્રયત્ન નહીં કર્યો હોય અને ખાવા-પીવામાં જ આસક્ત અને અનુમોદના કરવા વડે સુધાવેદનીય નિકાચિત બાંધ્યું હશે જેથી સાધુપણામાં જ્યાં સદા જ્ઞાનામૃત ભોજન કરવાનું છે, આત્માની રમણતા રૂપ પરમાનંદ ભોગવવાનો છે, તેના બદલે મારે ખાવામાં કિંમતી સમય બગાડવો પડે છે. કેવો સંસારનો વળગાડ છે. 'સિધ્ધના આત્માઓને શરીર નથી તેથી ખાવાની લપ નથી, મારે આ શરીરનો મોહ ક્યારે તૂટશે અને ક્યારે તેનો સંયોગ સંબંધ છૂટશે, ક્યારે અશરીરી બની માત્ર મારા આત્મ પ્રદેશોમાં જ સદા ગુણ રમણતા કરીશ?" આમ છેલ્લે સિધ્ધ સ્વરૂપની વિચારણા વડે પોતાના આત્માને સિધ્ધ સ્વરૂપ માની તે જ રૂપે થવાનો તીવ્ર પરિણામ પ્રગટતાં, ખાવા પ્રત્યેનો ઉદાસીન ભાવ પ્રગટયો અને આત્મગુણો પ્રત્યેનો તીવ્ર સંવેગ થતા આત્માના સ્વગુણ સ્વભાવનો અનુભવ કરતાં જ્ઞાનની વિશુધ્ધ ધારા પ્રગટતાં મોહની ધારાનો નાશ થતાં ચારિત્રની નિર્મળતા વધતાં ન ખાવાના સંપૂર્ણ ભાવ થતાં તપનાવિશુધ્ધ પરિણામની વૃધ્ધિ થતાંઘાતિકર્મોનો નાશ થતા કેવલજ્ઞાન પ્રગટ થયું જ્ઞાન એ જ પરમ તપ છે. જ્ઞાનની જેટલી નિર્મળતા વધે તેટલી નિર્જરા. માત્ર 'મિચ્છા મિ દુક્કડમ્ આપવાથી પાપ નાશ ન પામે. દાદા ભગવાન જે સમયે પાપ થાય ત્યારે જ 'મિચ્છામિ દુક્કડ' આપવાનું કહે છે તેથી પાપ નાશ થઈ જાય. સંસારનાં બધા વ્યવહાર કરવામાં વાંધો નહીં, તેમાં રાગ-દ્વેષ નહીં કરવા. છોકરા-છોકરીને પરણાવો પણ રાગદ્વેષ ન કરો. 'સંયોગમાં રહેવામાં વાંધો નહીં આ મિથ્યાવચન છે. પણ 'જિનાજ્ઞા છે કે સંયોગ એ જ સંસાર છે. તે હેય છે અને તે બધો છોડવા જેવો જ છે. આત્મા સંયોગ રહિત નિઃસંગ સ્વરૂપે છે. મિથ્યાત્વ ગયા વિના ગમે તેટલા 'મિચ્છા મિ દુક્કડ’ નવતત્વ || ૨૬O Page #263 -------------------------------------------------------------------------- ________________ રૂપ પ્રતિક્રમણ થાય તો પણ પાપ નાશ ન થાય. સમ્યકત્વના પરિણામ વિના ચારિત્ર પરિણામ ન આવે તેથી વિરતિસહિત જ અંતરના પરિણામ પૂર્વક આત્મ સ્વભાવને પામવા અને રાગાદિ વિભાવ જન્ય (મોહ) ભાવ સંસાર અને કુટુંબ પરિવારાદિ બાહ્ય સંયોગ દ્રવ્યસંસારથી મુક્ત થવા રૂપ મોક્ષ જો કરવા ઈચ્છે નહીં તો તે ૪થે ગુણસ્થાનકે આવ્યો ન કહેવાય અને વિરતિના પરિણામ અને તપનો વિશુધ્ધ પરિણામ પ્રગટ ન થાય, તો વિશિષ્ટ નિર્જરા ન થાય. આથી સમ્યગુદર્શન–ચારિત્ર-તપ સહિત શુધ્ધ જ્ઞાનનો પરિણામ જ્યારે થાય ત્યારે વિશિષ્ટ નિર્જરા જે સર્વ પાપનો પણ નાશ કરનારી થાય. મૃગાવતી સાધ્વીને માત્ર મિચ્છા મિ દુક્કડમ્ આપવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. કેમ? સાથે ચારિત્રના પરિણામ હતા. જ્ઞાનના વિશુધ્ધ પરિણામ થતા તપરૂપ બનતા નિર્જરા થઈ. વંદિતુ સૂત્ર બોલતાં જ નિશ્ચયથી પોતાનું સત્તાગત સિધ્ધ સ્વરૂપ પોતાને યાદ આવે અને સિધ્ધ થવાનું લક્ષણ પ્રગટે તો આખા દિવસમાં થયેલી સર્વવિભાવ અવસ્થાની ઘટનાઓ યાદ આવતી જાય અને તેના પર પશ્ચાત્તાપ થતો જાય અને પાપ ધોવાતા જાય. સવારનું પ્રતિક્રમણ એ આખા દિવસના પાપ નહીં કરવાની સ્થાપનારૂપ છે. આખો દિવસ તારે પાપ નથી કરવાનું અને હવે ન છૂટકે કારણે થઈ જાય તો તીવ્ર પશ્ચાત્તાપ પ્રગટે તો પાપનો અનુબંધ ન પડે. પાપ પાતળા થાય. સામાન્યથી ધોવાઈ જાય. સંસારની વૃધ્ધિ ન થાય. આથી સવારનું પ્રતિક્રમણ એ આખા દિવસની સાવધાનીના સૂચક રૂપ છે. આત્માનો વિભાવ તે પાપ અને સ્વભાવ તે ધર્મ આ સમજ જેટલી મજબૂત તેટલી આરાધના મજબૂત. આત્માની ચાર વિભાવ અને વિરૂપ અવસ્થા છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય અને યોગ આ ચાર વડે આત્માનો સ્વભાવ ધર્મ અને શુધ્ધ સ્વરૂપ ઢંકાયું છે. અને વિભાવ અને વિરૂપ અવસ્થા પ્રગટ થઈ છે. તેને જ પોતાની મૂળભૂત અવસ્થા માનીને જીવ પાપાચરણ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય આ ત્રણે મોહભાવ સ્વરૂપ છે અને યોગ એ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ છે. યોગ એ આત્માની અરૂપી એવી સ્વરૂપ અવસ્થાને ઢાંકે છે. જો નવતત્વ || ૨૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ આત્માને પોતાના સ્વરૂપનું ભાન ન હોય તો શરીરને જ પોતાની અવસ્થા માનવા રૂપ મિથ્યાત્વ મોહનીયનો ઉદય શરૂ થાય.મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં કષાયો વધારે મજબૂત થાય. 3 કષાયો બે પ્રકારના પ્રશસ્ત અને અપ્રશસ્ત. વંદિત સૂત્રમાં શ્રાવકોને અપ્રશસ્ત કષાયનું અને અપ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ કરવાનું છે. "જ બધ્ધમિદિએહિં, ચઉહિં કસાહિં અપ્સચૅહિં રાગેણ વ દોસણ વ, તે નિ ત ચ ગરિહામિ. I૪ (વંદિત સૂત્ર) જ્યારે સાધુઓને કષાયોનું તથા યોગનું (પ્રશસ્ત-અપ્રશસ્ત બંનેનું) પ્રતિક્રમણ કરવાનું છે.. श्रमणसूत्र-पडिक्कमामि दोहिं बंधणेहिं रागबंधणेणं दोसबंधणेणं पडिक्कमामि तिहिं दंडेहिं मणदंडेहिं वयदंडेहिं कायदंडेहिं - સાધુ ભગવંતોએ સર્વવિરતિ સામાયિક ઉચ્ચર્યું છે. તેથી તેમને સર્વ પાપ વ્યાપારને નહીં કરવાની પ્રતિજ્ઞા જાવજજીવ સુધી ઉચ્ચરી છે. તેથી તેને શુભ અશુભ યોગો અને પ્રશસ્ત અપ્રશસ્ત કષાયો કરવાના નથી. તેમણે માત્ર પોતાના સ્વભાવ ધર્મમાં જ રહેવાનું છે. જ્યારે શ્રાવકો અપ્રશસ્ત યોગોમાં જ રહ્યા છે. તેથી તેમને અપ્રશસ્ત કષાયો સંભવે છે. તેથી તેમને સાવધયોગ રૂપ પૂજાનું વિધાન છે. એથી સ્થાવરકાયાના જીવોની સ્વરૂપહિંસા રૂપ અષ્ટપ્રકારી પૂજા આદિ તે પ્રશસ્ત પ્રવૃત્તિરૂપ છે. તેનું પ્રતિક્રમણ તેમને નથી કારણ કે ગૃહસ્થ ધર્મના વિધાન રૂપ છે. 0 ગૃહસ્થ ધર્મના છ કર્તવ્યઃ (૧) અરિહંત પરમાત્માની પૂજા (૨) સદ્ગુરુની સેવા (૩) સ્વાધ્યાય (૪) સામાયિક (દેશ વિરતી સંવર રૂ૫) (૫) યથાશક્તિ તપ () ઉચિત દાન. દેવપૂજા ગુરુપાતિ સ્વાધ્યાયઃ સંયમ તપઃ. દાન ચ ગૃહસ્થાનાં ષટું કર્તવ્યનિ દિને દિને ! નવતત્ત્વ // રર Page #265 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પરમાત્મા પૂજાને યોગ્ય કેમ? तस्मादहति पूजामहन्नेवोत्तमोत्तमो लोके । देवर्षिनरेन्द्रेभ्यः पूज्येभ्यो ऽप्यन्यसत्त्वानाम् ॥७॥ (તત્વાર્થ સૂત્રકારિકા) લોકમાં જે પૂજ્ય સ્થાને રહેલા ઈન્દ્રો, ચક્રવર્તીઓ, મહર્ષિઓ તે સર્વજીવોમાં અરિહંતના આત્માઓ ઉત્તમોત્તમ છે. તેથી પૂજાને યોગ્ય છે. અરિહંત પરમાત્માની પૂજનું ફળ શું? अभ्यर्चनादर्हतां, मन प्रसादस्ततः । समाधिच । तस्मादपि निःश्रेयस-मतो हि तत्पूजनं न्याय्यम् ॥८॥ (તસ્વાર્થકારિકા) પૂ. ઉમાસ્વાતિ મહારાજ તત્વાર્થસૂત્રની કારિકામાં કહે છે. અરિહંત પરમાત્માની પૂજા કરનારને ચિત્તની પ્રસન્નતા અને સમાધિ પ્રાપ્ત થાય છે. તેથી આત્મ કલ્યાણ થાય. આથી અરિહંત પરમાત્માની પૂજા કરવી તે ઉચિત છે. સંસારની સર્વ પ્રવૃત્તિ વ્યાપાર, અપ્રશસ્ત અને હિંસાજન્ય છે. તેથી સર્વથા અવિરતિ હોવાથી તેમને અવિરતિજન્ય પાપ સતત લાગે છે. તેમાંથી તેમના બચવા માટે જે શ્રાવક સર્વથા વિરતિમાં રહી શકતા નથી. (જે શ્રાવક આખો દિવસ પૌષધમાં રહે તેને સાવધ અનુષ્ઠાન સ્વરૂપહિંસા રૂ૫ જિનપૂજા કરવા વિધાન નથી.) પણ જેઓ સાવધ વ્યાપાર યોગમાં જ રહ્યા છે, તો તેમને તે અપ્રશસ્ત યોગ મટી જાય તે માટે જિનપુજાદિ પ્રશસ્ત યોગમાં રહેવાનું વિધાન છે. જ્યારે સાધુઓએ તો સંપૂર્ણ સાવધયોગનો ત્યાગ કરી જિનાજ્ઞાનો પૂર્ણ સ્વીકાર કર્યો છે. તેથી તેમને પ્રશસ્ત વ્યાપારરૂપ પૂજાનો નિષેધ છે. ઉપદેશ પાલન તે તેની ભાવપૂજા છે. वीतराग ! सपर्यातस्तवाज्ञापालनं परम् ! आज्ञाराध्धा विराध्धा च शिवाय च भवाय च ॥ (વીતરાગ સ્ત્રોત્ર) નવતત્વ // ૨૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ વિતરાગ દેવની પૂજા કરતાં પણ વીતરાગ દેવની આજ્ઞાનું મહત્વ વધારે આજ્ઞાની આરાધનાથી જ શિવ (મોક્ષ)ની પ્રાપ્તિ અને વિરાધનાથી જ ભવની પ્રાપ્તિ થાય. આથી સાધુઓને વીતરાગ પરમાત્માની ભાવપૂજા રૂપ ર૪ કલાક આરાધના ચાલુ છે. તેમાં તેને અતિચાર લાગે તેનું પ્રતિક્રમણ કરવાનું છે. પરમાત્માની બે અવસ્થતા છે. પુણ્યકાય અને તત્વકાય. પુણ્યના ઉદયથી પરમાત્માને જે શરીરાદિ તથા પ્રાતિહાર્ય આદિ અતિશયાદિ શોભા મળી છે તે પુણ્યકાય છે અને કેવલ જ્ઞાનાદિ ગુણો પ્રગટ થવા તે તત્ત્વકાર્ય છે. તત્ત્વકાયની પૂજાના પૂર્ણ અધિકારી સાધુઓ જ થઈ શકે. જ્યારે પુણ્યદેહની પૂજાના અધિકારી શ્રાવકો, તેથી પૂજા કરતા તેમને વિશેષ પુણ્ય બંધાય. પણ તેમાં ગુણીના બહુમાન પૂર્વક દ્રવ્યપૂજા કરે તો પુણ્યાનુબંધી પુણ્ય, ગુણના અનુબંધવાળું પુણ્ય બંધાય. જ્યારે સાધુઓ પરમાત્માના આંતર ગુણ-સ્વરૂપ જ આલંબન લઈ જિનાજ્ઞાપાલન રૂપ પૂજા કરે તો તેમને પ્રધાનતાએ નિર્જરા અને ગૌણપણે પુણ્ય યોગ નિમિત્તે પુણ્ય બંધાય. 2 છએ આવશ્યક ધ્યાનરૂપ છે. અર્થાત્ આત્માની અંદર આત્માને લઈ જવું, સ્થિર કરવું એ અધ્યયન ધ્યાનરૂપ છે. અર્થાત્ છએ આવશ્યક એ ધ્યાનરૂપ છે. ધ્યાન એ પરમ તપ છે. માટે નિર્જરા રૂપે છે. અર્થાત્ છ આવશ્યક કરતાં આપણે યોગથી છૂટી ઉપયોગરૂપે ધ્યાનમય આત્માના ગુણ સ્વભાવમય બની જઈએ ત્યારે આવશ્યક ધ્યાન રૂપે થયું. ધ્યાનથી નિર્જરા થવા વડે આત્મા નિર્મળ થાય. પ્રતિકમણ ૩ પ્રકારે ? મૂલ પદે પડિક્કમનું ભાડું, પાપ તણું અણકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે કરવું તે.' (પૂ. મહો. યશોવિજયજી મ.સા) અર્થાત્ પ્રથમ નિશ્ચયથી પ્રતિક્રમણ પાપનું ન કરવું. તેથી વર્તમાન અને ભવિષ્યમાં પાપ ન થાય તે પાપનું પચ્ચખાણ કરવાનું અને ભૂતકાળમાં થઈ નવતત્ત્વ || ૨૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ ગયેલા પાપનું પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત કરવું તે. (૧) પાપ ન કરવું તે અર્થાત્ પોતાના પૂર્ણ સ્વભાવમાં રમવું. પાપના કારણભૂત હિંસાદિઆશ્રવને ત્યાગ અને સ્થૂલ પ્રાણાતિપાતાદિક વિરમણવ્રત- પંચમહાવ્રતાદિ સ્વીકાર. (૩) સ્વીકારેલા વ્રત નિયમમાં અનાભોગ કે પ્રમાદથી ભૂલ થઈ જાય, અતિચાર લાગી જાય તેનું પ્રતિક્રમણ કરવું. જેટલી વ્રતની મર્યાદા બાંધી તેનાથી અધિક જે ખુલ્લું હોય તેનું તો પાપ લાગ્યા જ કરે. અનુબંધ સ્વરૂપ પાપ કરવામાં મન એ મુખ્ય સાધન છે. તેમ પાપને તોડવામાં પણ મન જ વિશેષ મુખ્ય સાધન છે. શુભ-અશુભ ધ્યાન મનથી જ થાય અને મનમાંથી જ્યારે કષાય (મોહ) નીકળી જાય ત્યારે એ શુધ્ધજ્ઞાનપયોગ રૂપ ધ્યાનનું પરમ સાધન બને છે આવશ્યક એ ધ્યાનયોગ રૂપ છે. આવશ્યક એ મોક્ષયોગ રૂપ છે. 'મોક્ષે યોગનાત્ યોગા' મોક્ષ સાથે જોડે તે મોક્ષયોગ. અર્થાત્ મોક્ષ-મુક્તિ– છૂટવું. અનાદિના વિભાવ સ્વભાવમાંથી અને વિકૃતસ્વરૂપ અવસ્થામાંથી છૂટવું તે મોક્ષ છે. અર્થાત્ પોતાના સ્વરૂપસ્વભાવ સાથે તાદામ્ય સંબંધિરૂપે જોડાવું તે મોક્ષ છે અને તે પ્રમાણે થવાની જે ક્રિયા તે ધ્યાનયોગ રૂપ છે. ૪થે ગુણઠાણે માત્ર બીજ રૂપ અને પગે ગુણઠાણેથી અંશથી ધ્યાન યોગની શરૂઆત થાય. આથી પ્રતિક્રમણ એ પણ ધ્યાનયોગ રૂ૫ છે. मोक्षेण योजनात् योग : । सर्वोडप्याचार इष्यते । विशिष्य स्थानवर्णालंबनैकाग्रयगोचर : ॥ (૧ શાનસાર) ૪થે ગુણઠાણે પાપથી વિરામ પામવાનો રુચિપૂર્વકનો ભાવ પ્રગટે ત્યારે તે ધ્યાનયોગ બીજરૂપ કહેવાય. જ્યારે ધ્યાનયોગ બીજરૂપ હોય ત્યારે આત્મામાં સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જ શેયને જાણવાની પરમ જિજ્ઞાસા અને પ્રવૃત્તિ હોય અને સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જ તેમાં હેયોપદેય કરી વિવેકદષ્ટિ કેળવે. જીવમાં ઉપાદેય અને જડમાં હયબુધ્ધિ થયા પછી સંસારી, કર્મસહિત, કાયાવાળા અને કષાયથી નવતત્વ || ૨૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ પીડિત સ્વપર જીવ પર કરુણા પ્રગટ થાય. તેથી સ્વ–પર જીવ કર્મકૃત શાતાઅશાતા તથા મોહરૂપ પીડાથી કેમ સ્વયં મુક્ત થાય? અર્થાત્ પીડાથી જીવને મુક્ત કરવા રૂપ નિર્વેદ થાય અને પોતાના કેવલજ્ઞાનાદિ ગુણમય-સ્વભાવ અવસ્થા રૂપ સ્વયં કેમ તેનો પામનાર અને તેનો ભોગી થાય તે રૂપ સંવેગ અને તેવી ભાવનાના અતિ રાગના કારણે ધનાદિ ગ્રહણની તીવ્ર આસક્તિ તીવ્ર પાપ પ્રવૃત્તિ રૂપ નિરંતર પ્રવૃત્તિથી મુક્ત થવા રૂપ સંતોષરૂપ–શમ ધારણ કરનારો થાય. 2. અવિરત સમ્યમ્ દષ્ટિને ધ્યાનનો બીજ ભૂત અંશ કઈ રીતે ઘટે? અનંતાનુબંધી કષાયોના ઉદયરૂપ અતિ સંકલિષ્ટ અશુભ ધ્યાન ન હોય. મિથ્યાત્વના શમનથી ખોટી માન્યતા જવાથી મનની તીવ્ર ચંચળતા પણ શાંત થવા રૂપ, શમ થવા રૂપ આ બીજ ભૂત ધ્યાન અવસ્થા ૪થે ગુણઠાણે પ્રગટ થાય. અહીં પાપના અનુબંધ પડવાનું અટકી જવા રૂપ થતાં પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડવારૂપ સંતોષ, ઉદાસીન અને પરિણામની શરૂઆતને કારણે અલ્પ નિર્જરાનો પણ આરંભ થાય છે. આથી વ્યવહારથી ૪થે ગુણઠાણે પણ નિર્જરા ઘટે છે. આ બીજભૂત અવસ્થામાં ન આવે અને આત્માનું ધ્યાન કરવામાં આવે તો પણ આત્માનો ધ્યાનયોગ બીજભૂત ન બને. તો અંકુરાદિ વિશિષ્ટ યોગ કઈ રીતે બને? દેશ વિરતિ એ ધ્યાનના અંકુર સ્વરૂપ છે. અંકુરાદિ ધ્યાનયોગ માટે શું જરૂરી? વિરતિ વિના શું ધ્યાન ઘટે નહીં? એ આવશ્યક યોગ વિરતિવાળાને જ ઘટે. આવશ્યકવિરતિમાં આવીને જ કરવાના છે. સામાયિકમાં છએ આવશ્યક યોગ આવી જાય છે. ધ્યાનયોગમાં વિરતિ શા માટે જરૂરી? શ્રાવક–દેશવિરતિધર કહેવાય. પાંચ સ્થૂલ પ્રાણાતિપાતાદિવિરમણવ્રત, ચાર શિક્ષાવ્રત, ત્રણ ગુણવ્રતરૂપ ૧ર વ્રતનો ધારક હોય. ૪થે ગુણઠાણે આસ્તિકાના પાયા પર જીવ જ્યારે આવે ત્યારે સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જીવોની વિચારણા કરે. તેમાં બે પ્રકારના જીવો (૧) સિધ્ધ (ર) સંસારી. સર્વ કર્મ, કાયા કષાય રહિત સિધ્ધના જીવ અને કર્મ, કાયા અને કષાયથી રહિત ચાર ગતિરૂપ સંસારમાં કાયા લઈ, કાયા માટે સ્વયં પીડા પામી અનેકોને પીડા પમાડનાર જીવ સ્વરૂપનો નવતત્ત્વ || રદ Page #269 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોપયોગ આવે. નિશ્ચય નયથી દરેક જીવાત્મા સિધ્ધ સ્વરૂપી સત્તાએ છે અને ભવ્ય જીવ પોતે સિધ્ધ રૂપ અવસ્થા પ્રગટ થવા લાયકાત ધરાવે છે. આવો જ્યારે તેને જ્ઞાનોપયોગ આવે અને પોતાનો આત્મા હાલ સંસારી છે, કષાયોથી પીડાય છે અને કાયાના સુખને માટે સૌથી વધારે હિંસા સ્થાવરકાયની જ થાય છે. આમ પોતાના એક શરીરને સુખ આપવા કેટલા જીવોને (અસંખ્યાત-અનંતા) પીડા આપવા દ્વારા શરીરનું અલ્પકાળ–અલ્પસુખ માત્ર ભ્રાંતિ રૂપ પ્રાપ્ત થાય છે. જે સુખ જ્ઞાનીઓની દષ્ટિએ માત્ર પીડા રૂપ જ છે. જે આત્મા ભવ્ય હોય અને ચરમાવર્તકાળમાં આવી ગયો હોય તો કર્મલઘુતા થઈ ગઈ હોય તો સર્વજ્ઞ દષ્ટિરૂપ આ જિનવાણીની વિચારણાથી તેમાં અનુકંપાદિ પાંચ લક્ષણરૂપ સ્પર્શના-સંવેદનરૂપ પરિણામો પ્રગટ થાય. જેને સ્વ-પર પીડા રૂપ જીવ અવસ્થા પર અનુકંપાનું સંવેદન થાય અને તે પીડાથી મુક્ત થવા રૂપ ભાવરુચી પણ પ્રગટ થાય અને જેને રુચીભાવ પ્રતિબંધક અર્થાત્ કર્મનો અવિરતિજન્ય ઉદય ન હોય તો તે માટેની પ્રવૃતિ પણ કર્યા વિના ન રહે. ક્ષુધા તીવ્ર બની હોય તો ભોજનનો યોગ થાય તો તે માત્ર તેને જોવાથી પેટ ભરાતું નથી પણ ભોજન લેવા ખાવાની પ્રવૃતિ સહજ થાય છે વળી જિનાજ્ઞા પણ છે સર્વે જીવા ન હતવ્યા. શ્રાવકે આઠ વર્ષની ઉમરે સર્વ જીવોને અભયદાન આપવા રૂપ દીક્ષા ધર્મ સ્વીકારવો જોઈએ. હવે જો આત્મામાં વિરતિના પરિણામ પ્રગટયા હોય અને સંયોગ તથા સામર્થ્ય હોય છતાં વિરતિ ન લે તો જિનાજ્ઞા પ્રત્યેનું વાસ્તવિક બહુમાન નથી અને સ્વ પર દયાના પરિણામો થયા નથી. હવે જો સંસારની આસક્તિ આદિના કારણે સર્વ વિરતિના ભાવ ન ઉછળે તો સર્વવિરતિ જ સેવવા જેવી છે છતાં હમણાં ભાવ ઉલ્લસિત થતા નથી તો બીજી જિનાજ્ઞાદેશવિરતિનો શક્તિ–સંયોગ પ્રમાણે સ્વીકાર કરું. જો અણુવ્રતાદિસ્વીકારે તો તે જિનાજ્ઞાના બહુમાન યથાશક્તિ–સ્થિરતા રૂપ ધ્યાન, મોહના ઘટાડા રૂપ મમતા હટવા રૂપ સમતા સ્વભાવ અંકુરો પ્રગટે તે પોતાને તથા બીજા જીવોને આંશિક અભયદાન આપવા વડે ભયરહિત અવસ્થા રૂપચિત્ત સ્વસ્થતા (સમતા) પ્રગટે. જેઓ ધ્યાન યોગ સ્વીકારે છે, પણ વિરતિનો સ્વીકાર કરતા નથી, નવતત્ત્વ // ૨૬૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્થાવરકાયનો સ્વીકાર કરતા નથી કે તેની પીડાનો સ્વીકાર કરતા નથી તેને જિનાજ્ઞા પર બહુમાન નથી તે મિથ્યાત્વ છે. તો "સબે જીવા ન હતવ્યા, આપણને જિનાજ્ઞા સ્વીકાર્ય ન બને તો સમક્તિ ક્યાંથી આવે? સમકિત ન હોય તો ધ્યાનયોગનું બીજ પણ નથી. આજ્ઞાનો માન્યતા રૂપે સ્વીકાર ન હોય તો પાલનની વાત જ ક્યાંથી આવે? સ્વાત્માના દયાના પરિણામની ઉપેક્ષા છે ત્યાં તો અનંતાનુબંધી કષાય- મિથ્યાત્વ મોહનીયનો ઉદય છે. તે માટે માત્ર શુભ ભાવ એ ધ્યાન નથી. માત્ર કષાય ઉપશમવા એ ધ્યાન નથી. મિથ્યાત્વ મોહનીય સહિત કષાયોનો ઉપશમ થાય તો તે ધ્યાન, માત્ર ધ્યાનનું બીજ બને. જો અણુવતો ગ્રહણ કર્યા હોય તો તેના પાલનમાં ધ્યાન અને કારણે થતાં વ્રત ભંગમાં પણ ધ્યાન ઘટે. a ધ્યાનયોગનો અધિકારી ક્યારે બને? જેટલા અંશે આત્મા જીવોને અભયદાન આપવાવ્રતોને સ્વીકારે છે તેટલી તે નિમિત્તની સાવધ પ્રવૃત્તિ બંધ થાય તેટલું ચિત્ત તેનાથી નિવૃત્ત થાય. તેટલું ચિત્ત દુભાતુ બંધ થાય અને આગળ આત્મામાં વધારે નિરીક્ષણ વડે મોહ પર વિજય મેળવવા સમર્થ થાય. જેમ પુણિયા શ્રાવકની બે ઘડીની સામાયિકની વીર પરમાત્માએ પ્રશંસા કરી, તેનું બે ઘડીનું સમતા રૂપ ધ્યાન ચિત્તમાં સ્થિર રહેતું હતું. શ્રેણિક પાસે સાયિક સમ્યકત્વ હોવા છતાં તેની સમતા ન હતી. કારણ વિરતિ ન હતી. ક્ષાયિક સમક્તિની હાજરીમાં પુણ્યાનુબંધી પુણ્યથી તીર્થકર નામકર્મ બાંધી શક્યા, પણ કર્મોનો ક્ષય ન કરી શક્યા, નરકમાં અવશ્ય જવું પડ્યું, મરણ વખતે અનશન ન લઈ શક્યા. ઝેરી હીરો ચુસીને મૃત્યુ પામ્યા. પુણિયા શ્રાવકે એક દિવસ પાડોશીના છાણાના બળતણ વડે રસોઈ ભૂલથી બનાવી તે વાપરી તો ચિત્તમાં સ્વસ્થતા પ્રાપ્ત થતી નથી. ધ્યાન (સમતા) સામાયિકમાં ન થતાં આમ કેમ? તેનો ઉહાપોહ થયો. તપાસ કરતાં ભૂલ ખ્યાલ આવી પશ્ચાત્તાપ થયો. પોતાને સામાયિકવ્રતમાં અતિચાર લાગ્યાનો ખેદ થયો. સંપૂર્ણ શુધ્ધ સામાયિકમાં સમતા સ્વભાવનોદેશથી નવતત્વ || ૨૬૮ Page #271 -------------------------------------------------------------------------- ________________ પણ અનુભવ કરવાનો હોય છે. તેથી કોઈપણ પ્રકારની અનીતિ બીજાના જીવને પીડા આપવા રૂપ થવી જોઈએ નહીં. તેથી તેની ભૂલ ખ્યાલમાં આવી તો પશ્ચાત્તાપ પરિણામ થવાથી ફરી સામાયિક શુધ્ધ થઈ. બીજાના છાણા માત્ર અનાભોગથી આવ્યા તેમાં જો ધ્યાન ભંગ થતો હોય તો બીજા જીવની નિષ્કારણ કિલામણા ચાલુ રહે તેનો કોઈ ખેદ પશ્ચાત્તાપ પણ ન હોય પ્રતિક્રમણ ન હોય અને માત્ર પલાંઠી વાળી હું આત્મા છું – શુધ્ધ છું આદિ ધ્યાનમાં ચિંતવવાથી ધ્યાન થતું નથી. જેમ ખેતી કરવા જમીન ખેડવી પડે, પત્થરાદિ દુર કરવા પડે, પાણી પાઈને જમીન કૂણી કરવી પડે અને ખાતરાદિ નાખવું પડે. તેને રસાળ બનાવવી પડે પછી તેમાં બીજ વાવવાથી તે ઉગવા માટે યોગ્ય બને. તેમ ધ્યાન યોગ (મોક્ષ યોગ) બનાવવા પ્રથમ મિથ્યાત્વ દોષ દૂર કરવો પડે, જીવ પર અનુકંપા (દયા) કરુણા વડે તેને કૂણો કરવો પડે. શુભ ભાવનાથી ભાવિત કરવો પડે અને તે પ્રમાણે જિનાજ્ઞા પાલનરૂપ વિરતિ પાપનો પ્રતિજ્ઞાબધ્ધ ત્યાગ કરવો પડે અને કદાચ પાપ થઈ જાય તો તેનું પ્રતિક્રમણ કરી પ્રાયશ્ચિત્ત પણ કરવું પડે તો ધ્યાનયોગ નિર્જરાનું કારણ બને. વતભંગનો ખેદ પથાત્તાપ એ થવાથી આત્માની શુદ્ધિરૂપે, ફળરૂપે ઉત્તરધર્મની પ્રાપ્તિ થાય. જે પાપ, પાપ રૂપે લાગે અને તેનો આપણે ત્યાગ કરી શકીએ તો બીજા પ્રતિક્રમણનો (પાપના ત્યાગ રૂપ) અધિકારી બને. પાપ તરીકે જાણવા છતાં જેનો ત્યાગ નથી કરતો તો તેમાં તેની આસક્તિ ઉભી છે. કષાયની તીવ્રતા ઊભી છે. તેથી આત્માની અનુભૂતિ ન થઈ શકે. આથી પોતાના આત્માની સાક્ષીએ શક્ય તેટલા પાપનો ત્યાગ કરવો જોઈએ, ન થઈ શકે તેની સતત વેદના હોવી જોઈએ. જ્યારે આ પાપમાંથી હું છૂટું? અને લીધેલા વ્રત–નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. તો તેને કારણે વ્રત ભંગ થઈ જાય તો તેનો પશ્ચાત્તાપ થાય તેનું પ્રતિક્રમણ હૃદયથી કરવાનું છે તો તેનો આત્મા નિર્મળ થાય, વિકાસ પામે, વ્રતમાં સ્થિર થાય કે વ્રતમાં આગળ વધે અને ઉત્તરોત્તર ધર્મની પ્રગતિ થાય. નવતત્વ || ૨૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉદયન રાજાની પટ્ટરાણી પ્રભાવતી જિનપૂજા માટે સ્નાન કરી દાસી પાસે પૂજા માટે સફેદ સાડી મંગાવે છે. દાસી સફેદ સાડી લાવે છે પણ દિવ્ય પ્રભાવે લાલ થઈ જાય છે. રાણી ક્રોધાયમાન થઈ હાથમાં રહેલો અરિસો તેના પર ફેંકતા મર્મ સ્થાનમાં વાગતા તે દાસી મૃત્યુ પામે છે તેનો ઘોર પશ્ચાત્તાપ રાણીને થયો. મારે પ્રથમ વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ અણુવ્રતમાં ત્રસ જીવને જાણી જોઈને મારવા નહીં તેનો ભંગ થયો. પશ્ચાત્તાપ દ્વારા તેનું પ્રતિક્રમણ કરવાથી અધ્યવસાયની વિશુધ્ધિ થઈ અને સર્વવિરતિનો સ્વીકાર કર્યો. દેશવિરતિ વિકાસ થતાં સર્વવિરતિ પ્રાપ્તિરૂ૫ ઉત્તર ધર્મ મેળવે. 1 સુકૃત અને દુષ્કત એટલે શું? પ્રતિક્રમણ અનુષ્ઠાનની પૂર્ણતા 'મિચ્છા મિ દુક્કડમ્માં આવી જાય. સામાન્ય અર્થ મિથ્યાદુષ્કૃત થાઓ. દુષ્કૃત એટલે જીવે જે અવશ્ય પોતાના સ્વભાવમાં રહેવા યોગ્ય જે કાર્ય કર્તવ્ય કરવાનું છે તે સિવાયનું જે પણ કર્તવ્ય છે તે વિભાવરૂપ હોવાથી નિશ્ચયથી સુકૃત રૂપ નથી. વ્યવહારથી જે શુભ અનુષ્ઠાન છે તે લોકમાં સુકૃત મનાય છે. આથી સાધુઓને આત્મ સ્વભાવ સિવાયની પ્રવૃતિ વાસ્તવિક દુષ્કૃત રૂપ છે. જ્યારે ગૃહસ્થોને પ્રશસ્ત યોગ, પ્રશસ્ત કષાય એ સુકૃત છે તેમને તેનું પ્રતિક્રમણ નથી. સાધુઓને સુકૃત એટલે સ્વ-સ્વભાવમાં રહેવું તે જ છે. અને શ્રાવકોને સ્વ-સ્વભાવ સન્મુખ જે પ્રશસ્ત અનુષ્ઠાન હોય તે સુકૃત તરીકે ગણાય. તે સિવાયનું તેને પણ પ્રતિક્રમણ કરવાનું છે. a પ્રતિકમણના આઠ પર્યાયવાચી નામઃ (૧) પ્રતિક્રમણ (૨) પ્રતિચારણા (૩) પ્રતિહરણા (૪) વારણા (૫) અતિચારોથી નિવૃત્તિ (૬) આત્મનિંદા (૭) ગહ (૮) શુધ્ધિ a 'મિચ્છા મિ દુક્કડ' નો નિર્યુક્તિ અર્થ : મિ - માર્દવ-મનની કોમળતાથી સફળતાપૂર્વક ચ્છા - આચ્છાદન – ઢાંકી દેવું. પાપને ઢાંકી દેવું અર્થાતુ ફરી તે પાપન કરવાનો દ્રઢ નિર્ણય. નવતત્વ // ૨૭૦ Page #273 -------------------------------------------------------------------------- ________________ મિ – મર્યાદા–આચારની જે મર્યાદા (શ્રાવક કે સાધુ) ઓળંગીને આગળ ગયા હોય તે મર્યાદામાં પાછું આવીને (અર્થાત્ પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિમાં આવીને) મિચ્છા મિ દુક્કડમ્ આપે. દુ – દુષ્કૃત-દુર્ગચ્છા–કરેલા પાપની દુર્ગચ્છા કરું છું. અર્થાત્ પાપી પ્રત્યે દ્વેષ નથી કરવાનો પણ પાપીએ કરેલા પાપની દુર્ગચ્છા કરવાની છે. કબૂલાત – કરેલા પાપની પૂર્ણ કબૂલાત કરવાપૂર્વક મિચ્છા મિ દુક્કડમ્ આપવાનું છે. ડમ - ઉપશમ- મારા પાપનું મિચ્છા મિ દુક્કડમ્ – હું પાપને પૂર્ણ ઉપશાંત કરું છું. અર્થાત્ હવે તે પાપ મારા જીવનમાં કદી નહીં થાય. આમ ગુરુ આગળ આવીને પોતાના પાપનું કંઈ પણ છૂપાવ્યા વિના બાળકની જેમ સરળ બની એટલા લઘુ ભાવ ધારણ કરી પરમ વિનયપૂર્વક ગદ્ગ સ્વરે સંવેગપૂર્વક પશ્ચાત્તાપથી અત્યંત દ્રવિત હૃદયે પાપનો એકરાર (સ્વીકાર) કરવા પૂર્વક અને આવું પાપ ભવિષ્યમાં ક્યારે પણ મારાથી ન થાય તેવી ભાવના વ્યક્ત કરવા વડે ગુરુના આશિષ લેવા વડે મિચ્છામિ દુક્કડમ્ રૂપ પ્રતિક્રમણ કરે. મૃગાવતી સાધ્વી ગુરુણીના ઠપકા પર પશ્ચાતાપ થતા ગુરુણીને ' મિચ્છા મિ દુક્કડમ્ એવા સંવેગભાવ પૂર્વક આપ્યું કે તેમને કેવલજ્ઞાન પ્રગટયું. વ્યવહાર આવશ્યક એ નિશ્ચય આવશ્યકને પ્રગટ કરવા પરમ અભ્યાસ રૂપ છે. મન દ્વારા વિચાર કરવા રૂપ સંસાર આવશ્યક પ્રગટ થયું અને પ્રતિક્રમણ આવશ્યક દ્વારા મનની પરાધીનતા સદા નીકળી જાય, વિચાર કરવાની જરૂર જ નહીં. સીધો આત્મા પોતે જ જ્ઞાન કરી લે તે માટે વિચાર કરવાની જરૂર રહે નહીં. 'વિચાર' એ પણ આત્માનો વિભાવ છે. મનોવર્ગણાના પોટલા છે તેથી જેમ આહાર એ વિભાવ એમ વચન એ પણ વિભાવ, તેમ વિચાર એ પણ વિભાવ છે અને તે ત્રણે પુગલના સંયોગના પર્યાયરૂપ વ્યવહાર છે અને ત્રણે પરવ્યવહાર રૂ૫ વિભાવમાંથી સર્વથા છૂટવું તે મોક્ષ છે. કેવલ જ્ઞાન પ્રગટ્યા પછી વિચાર કરવાની જરૂર નહીં. પ્રતિક્રમણ આવશ્યકની પણ જરૂર નહીં. આથી પ્રતિક્રમણ નવતત્વ // ૨૭૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે કરવાનું કે ફરી પ્રતિક્રમણ કરવું ન પડે. આમ અનાદિકાળથી પોતાની આત્માની સત્તાગત અવસ્થા પ્રગટ કરવા માટે, પરમાત્મા રૂપ બનવાની સાધના છે. તેવું ભાન નથી તેથી આવશ્યક પ્રમાદવાળું બને છે. તેનું સ્વરૂપફક્ત વ્યવહારથી પાળીએ છીએ માટે તો પ્રતિક્રમણ આવશ્યક થઈને ગયું. છઠ્ઠ કર્મકૃત આવશ્યક શ્વાસોચ્છવાસ પ્રાણ છઠ્ઠ વ્યવહારફત આવશ્યક કાયોત્સર્ગ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામ કર્મના ઉદયે, જીવને શરીરને ટકાવવા માટે શ્વાસોચ્છવાસની વર્ગણા ગ્રહણ કરવી અને શ્વાસ રૂપે પરિણાવવીને ઉચ્છવાસ રૂપે વિસર્જન કરવાની શક્તિ વિશેષને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવામાં આવે છે. શ્વાસોચ્છવાસ વર્ગણા એ ઓક્સિજન વાયુ નથી પણ વાયુ જેવો પદાર્થ છે. સૂક્ષ્મ પરિણામી છે તેથી તે યંત્રાદિ દ્વારા પકડાય નહીં. ઓક્સિજન બાદર વાયુ છે તે યંત્રમાં પકડાય, શ્વાસોચ્છવાસ વર્ગણા ગ્રહણની સાથે તે પણ જાય. શ્વાસોચ્છવાસ તે આવશ્યક બની ગયું તેને કાઢવા કાયોત્સર્ગ આવશ્યક આવ્યું. આહાર અને શ્વાસોચ્છવાસ શરીરના ટેકારૂપ છે અને શરીર આયુષ્યપ્રાણના આધારે ટકનારું છે. આથી આયુષ્યપ્રાણ સુધી આહાર અને શ્વાસોચ્છવાસ પણ નિરંતર રહેવાના. આથી શ્વાસોચ્છવાસ પણ કર્મકૃત આવશ્યક બન્યું અને ત્યાં સુધી આત્માનો અવ્યાબાધ ગુણ ઢંકાઈને રહેવાનો. આથી આહાર અને શ્વાસોચ્છવાસ કાયાના ટેકારૂપ છે. તેથી કાયાને દૂર કર્યા વિના અવ્યાબાધ ગુણ પ્રગટ નહીં થાય. કર્મકૃત શ્વાસોચ્છવાસ આવશ્યકની સામે જ્ઞાનીઓએ કાયોત્સર્ગ આવશ્યક મૂક્યું. દેહમાં રહેવા છતાં દેહથી ભિન્ન થઈને રહેવું, તે દેહાતીત અવસ્થા એ કાયોત્સર્ગ છે. અર્થાત્ દેહ ભાવથી છૂટી આત્માના સ્વભાવને અનુભવવા રૂપ અવસ્થા તે કાયોત્સર્ગ છે. આથી કાયાની મમતા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આત્માની મૂળભૂત વીતરાગાવસ્થા પ્રગટ ન થાય અને ત્યાં સુધી આત્માની પૂર્ણ જ્ઞાનાવસ્થા રૂપ કેવલજ્ઞાન પ્રગટ ન થાય. જ્યાં સુધી આત્માની છવસ્થ અજ્ઞાન અવસ્થા રહે ત્યાં સુધી આત્માની પોતાના પૂર્ણ નવતત્ત્વ || ૨૭ર Page #275 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવવસ્થા રૂપ પરમાત્માવસ્થા પ્રગટ થતી નથી અને ત્યાં સુધી વ્યવહાર આવશ્યક જરૂરી. અર્થાત્ નિશ્ચય આવશ્યક રૂપ પરમાત્માવસ્થા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી સર્વજ્ઞ કથિત વ્યવહાર આવશ્યક અનુષ્ઠાનની આરાધનાની પ્રધાનતા મુમુક્ષુ આત્માઓ માટે જરૂરી. 0 પરમાત્માવસ્થા અને સિદ્ધાવસ્થા વચ્ચે ભેદઃ ' જેને હું આત્મા છું એવું ભાન નથી અને શરીર તરીકે આત્માને માને છે અને તેના માટે જ બધું કરે છે તે બહિરાત્મા છે. જેને હું આત્મા છું અને શરીરમાં પૂરાયેલો છું અને શરીરથી નિરાળો છું. સર્વકર્મ, કાયા અને કષાયથી સંપૂર્ણ શુદ્ધ એવા મારા અરૂપી અલિપ્ત, અગુરુલઘુ અવ્યાબાધ અને નિઃસંગ અવસ્થાવાળા અસંખ્ય પ્રદેશ અને તેમાં અનંત જ્ઞાનાદિ ગુણો રહેલા છે અને તે જ્ઞાનાદિ ગુણોનો જ હું ભોક્તા છું તે સિવાય પુગલ (રૂપાદિ) ગુણોનો હું ભોકતા નથી. આથી મારે મારા જ્ઞાનાદિ ગુણોને પૂર્ણ પ્રગટાવવાના છે. પોતાના આત્મગુણોની રુચિ જેને થઈ જાય છે અને તે ગુણો પ્રગટાવવા માટે સર્વજ્ઞ પરમાત્માના માર્ગ પ્રમાણે જે આરાધના કરે છે અને જ્યાં સુધી તે ગુણો પ્રગટ ન થાય ત્યાં સુધી તે અંતરાત્મા કહેવાય. સ્વગુણ પ્રગટાવવાની સાધના કરતાં કરતાં જ્યારે પૂર્ણ ગુણો પ્રગટ થઈ જાય ત્યારે તે પરમાત્મા કહેવાય. પણ હજી સંપૂર્ણ દ્રવ્ય પ્રાણોનો (કાયાનોવચનયોગનો) સંબંધ છૂટયો નથી પણ તેમાં રહેવા છતાં તેનાથી નિરાળા થઈ પૂર્ણ ઉપયોગ પૂર્વક અલિપ્ત ભાવથી પોતાના પૂર્ણ સ્વભાવમાં રહી યોગોને માત્ર ઔચિત્યથી વ્યવહાર કરે તેમને મોહ ભાવ ન હોય તેથી માત્ર એક સમયનો યોગ નિમિત્ત બંધ હોય તે પણ એક સમય ઉદયમાં આવી પડે ટકે નહીં. તેમને નવા ભવનું સર્જન નહીં, અઘાતિ કર્મ રૂપ જે ભવ બંધન છે તેનું વિસર્જન આયુષ્ય કર્મના ઉદય સુધી સતત ચાલુ રહે છે. સિધ્ધાત્મા: આયુષ્ય કર્મના અંત સમયે આત્મા સર્વ યોગોનો નિરોધ તથા સર્વ કર્મનો અબંધ તથા સર્વ સંવર (સર્વ વિરતિ નિશ્ચયથી) ૧૪મા ગુણસ્થાનકે (અયોગી નવતત્ત્વ // ૨૭૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક) આત્માનું વીર્ય બાદર કાર્ય યોગ, બાદર વચન યોગ અને બાદર મનોયોગનો નિરોધ કરે. તે વખતે છેલ્લે સૂક્ષમ શ્વાસોચ્છવાસરૂપ કાયયોગનો પૂર્ણ નિરોધ કરી આત્માને અનાદિથી જે કર્મ કાયાના યોગ રૂપ સંસારયોગનો સંગ છે, તેનાથી છૂટવાની ક્રિયારૂપ શૈલેષીકરણ કરે છે. તેમાં અનંતકાળથી આત્મવીર્ય પુદ્ગલ ગ્રહણરૂપ વિભાવ કાર્ય કરતું હતું તે હવે બંધ કરે છે અને સ્વઆત્મપ્રદેશોમાં તે પૂર્ણ પરિણમન પામે છે. તેથી અનાદિકાળથી આત્મપ્રદેશોમાં જે અસ્થિરતા હતી તેના કારણે જે કર્યગ્રહણ કર્મબંધ રૂપ આત્માની વિભાવ અવસ્થા હતી તે હવે બંધ થઈ જાય અને આત્મ પ્રદેશોની સ્થિરતા રૂપ કાયમી સિધ્ધાવસ્થા પ્રગટ થાય છે. આમ સિધ્ધાવસ્થા એટલે માત્ર શાશ્વત આત્માની શુધ્ધ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્વિકલ્પ અને નિર્મળ એવી નિઃસંગ અવસ્થા છે. સિધ્ધાવસ્થા પ્રગટ થવામાં બાધક મુખ્ય કાયા છે તેથી કાયાથી સર્વથા મુકત થવા કાયોત્સર્ગ અનુષ્ઠાન મૂક્યું છે. કાયાની સહેજ પણ મમતા હોય ત્યાં સુધી ભવનો સંબંધ પૂરો થતો નથી. જ્યાં સુધી સરાગ સંયમ હોય ત્યાં સુધી દેવલોકનું આયુષ્ય જ બંધાય. અનુત્તરવાસી દેવો પૂર્વભવમાં મુનિ અવસ્થામાં અપ્રમતપણે સાધના કરતા તેમને માત્ર છઠ્ઠના તપ જેટલી સાધના ખૂટી છે. કાયા પ્રત્યેનો પૂર્ણ વીતરાગ સ્વભાવ પ્રગટ થતો નથી. સહેજ પણ પ્રશસ્ત રાગની હાજરી રહી જાય તો તેની હાજરીમાં સરાગ સંયમ–પ્રશસ્ત સંયમ છે. તપથી કૃશ થયેલી કાયા જોઈ આનંદ થાય પણ આ કાયા જ જોઈએ નહીં. કાયામાં પૂરાયો છું કાયાથી રહિત એવી પોતાની રૂપાતીત અવસ્થા જોવાની હતી. તીવ્ર ઉત્કૃષ્ટ તે રૂપ થવાના પરિણામની તીવ્રતાનો અભાવ હોય તેથી તેમને ૩૩ સાગરોપમની દીર્ઘકાળની ૧ હાથ પ્રમાણ અને રૂપવાન લોહી–માંસની દુર્ગધ રહિત એવી કાયામાં પૂરાવાનું થાય છે. ત્યાં તત્ત્વરમણતા કરવા રૂપ અવસ્થા છે. કાયાની તીવ્ર આસક્તિી નથી પૂર્ણ વિરક્તિ પણ નથી. પણ ઉદાસીનતા પ્રવર્તે છે. તત્ત્વની વિચારણા હજી સહેલી પણ તત્ત્વમય બની જવું એ અઘરું છે. કાયોત્સર્ગ ધ્યાન તત્ત્વમય બનવાનો પરમ ઉપાય છે. નવતત્ત્વ || ૨૭૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ કાઉસ્સગ્નનો અધિકારી કોણ? કાઉસ્સગ્નનો અધિકારી વિરતીધર જ થાય. જેને આત્મા સાથે રહેવાનો નિર્ણય છે, આત્મા સિવાય સર્વસંયોગો મારા નથી અને મારે તેની સાથે રહેવું નથી. તેથી સંયોગોને પ્રતિજ્ઞાપૂર્વક છોડી જે આત્માના સ્વરૂપને પકડી તેના ધ્યાનમાં સ્થિર થાય તે અધિકારી બને. આત્માને અનાદિકાળથી પરનો અભેદ પરિણામ થઈ ગયો છે. તેનાથી પોતે પરથી ભેટવાળો છે એ ભૂલાઈ ગયું છે. સ્વભાવ અને સ્વરૂપ ભૂલાઈ ગયાં છે માટે તપ મૂકયું. ૧૧ તપનો સરવાળો એ કાઉસ્સગ્ગ ધ્યાન છે. ૧૨ પ્રકારના તપમાં ધ્યાન એ છેલ્લો તપ છે. બાર ભેદે તપ કિવિધ, સકલ શ્રેષ્ઠ ઉત્સર્ગ, સમક્તિ ગુણઠાણે કર્યો રે સાધ્ય અયોગી ભાવ' પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) તાવ કાર્યઠાણેણથી કાયાને અપ્રમત્તપણે ઉભી રાખીને, મોણેણં–વચનથી મૌન અને ઝાણેણંથી–મનને આત્મ ધ્યાનમાં સ્થિર કરીને અર્થાત્ કાયાને વોસિરાવી દઈ આત્મા પોતાના ગુણોની અનુભૂતિ કરવામાં મસ્ત બની જાય. તપ તે અહી જ આતમા વર્ત નિજ ગુણ ભોગે રે. જ્યારે આત્મા પુદ્ગલ ગુણોના ભોગને છોડીને પોતાના આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણને ભોગવતો હોય ત્યારે તે વાસ્તવિક તપસ્વી છે. નિજ ભોગી છે. "યોગી ભોગી વક્તા મૌની અનુપયોગે ઉપયોગી" (પૂ. આનંદઘનજી મહારાજ) "માવત દયાળુ આજી, નિસ્પૃહી તનુ તિરાગ; નિર્વિષયી ગજગતિ પર વિચરે મુનિ મહાભાગ.' (પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) જ્યાં સુધી શરીરની નિઃસ્પૃહતા નથી, નિર્મમત્વ ભાવ નથી ત્યાં સુધી નવતત્વ // ૨૭૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ આત્માની અનુભૂતિ નથી. કાઉસ્સગ્નમાં બહિરાત્મામાંથી મટીને અંતરાત્મામાં આવી પરમાત્મ પદની અનુભૂતિ કરવાની છે. બારે પ્રકારના તપ કાયાની માયાને તોડવા માટે જ છે. અણસણ પછી ઉણોદરી વગેરેનો ક્રમ અભ્યાસ માટે છે. તપ તે જ દીપે કર્મ ઝીપે નૈવ પરભણી; મુનિરાજ કરૂણાસિંધુ, ત્રિભુવન બંધુ પ્રણમું હિત આણી.' (પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) તપ તે જ કરી શકે છે પરથી (કાયાથી) ચિત્ત હટાવી લે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય, તે નિજ સ્વભાવને ભોગવી શકે. માટે પોતાના સ્વરૂપનું સ્મરણ સતત જોઈએ, રૂપનું વિસ્મરણ જોઈએ. પોતાના આત્માના સ્વરૂપનું જ ભાન નથી તેમાં કરુણા છે જ નહીં. આત્માની કરુણા વિના આત્માનું ધ્યાન ધરી શકાય નહીં. તે ધ્યાન મુનિઓ કરી શકે છે. જેઓમાં આત્મા પર કરુણા પ્રગટવાને કારણે સતત કાયાથી છૂટવાની સાધના ચાલતી હોય છે. આથી કાઉસ્સગ ધ્યાનમાંવિશેષથી મુનિઓ સાધના કરતા હોય છે. ઉત્સર્ગ મા મુનિએ, ગુપ્તિમાં રહેવાનું છે. "ગુણિ પ્રથમ સાધુની રે, ધર્મ શુક્લનો રે કંદ વસ્તુ ધર્મ ચિંતન રમ્યા રે, સાથે પૂર્ણાનંદા રે. (પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) દીક્ષા લઈને તરત જ બાહુબલી એક વર્ષ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા, અને એક વર્ષના કાઉસ્સગ્ગ ધ્યાનના સાધનાના ફળ રૂપે કેવલજ્ઞાન પ્રગટ થયું. એક વર્ષ કાયાની સ્પૃહા છોડી તેની સામું દષ્ટિ પણ ન કરી. વેલો ઉગી ગઈ, રાફડા થયા, પંખીઓ માળા બાંધ્યા છતાં તેનું તેમને ભાન પણ ન હતું. એવી રીતે આત્મામાં ખોવાઈ ગયા કે અંદર કર્મો બધા ખખડી ગયા. " જેહ રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણ, દેહ નિર્મમ સદા; કાઉસગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન સંન્યાસી સદા.' પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) આમ કાઉસ્સગ્ગ અનુષ્ઠાન કરવા દ્વારા કાયાની મમતા દૂર કરવી જરૂરી નવત || ૨૭૬ Page #279 -------------------------------------------------------------------------- ________________ અને કાયાની મમતા તે જ દૂર કરી શકે જે આત્માના સ્વરૂપનો નિશ્ચય કરી તેમાં રમી શકે. અને આ રીતે આત્માની અનુભૂતિ કરવા કાઉસ્સગ્ગ મુદ્રાનો દીર્ઘકાળ અભ્યાસ જરૂરી. તે માટે પ્રથમ અપ્રમત્ત બનવું જરૂરી. રુચિ પૂર્વક ક્રિયામાં વીર્ય ન ફોરવે તો ક્રિયામાં વેઠ ઉતરે, જલદી પતાવવાનું મન થાય તેથી અંતરાં કર્મ બંધાય. જ્યારે અપ્રમત્તપણે કરવાથી પ્રમાદ ટળે, મમતા જાય અને સમતા સ્વભાવ પ્રગટે. a કાઉસગ્ગ બે પ્રકારે (૧) ચેષ્ટા કાયોત્સર્ગ : પ્રવૃતિ નિમિત્તે થતી વિરાધના પ્રાયશ્ચિત રૂપે અતિચારના નિવારણ રૂપે થતો કાયોત્સર્ગ. આત્મા મૂળ સ્વભાવે અયોગી છે. વીર્ય હાલમાં મન-વચનકાયાની પ્રવૃત્તિમાં સ્કૂરાયમાન થઈ રહ્યું છે. એનાથી જે વિરાધના થઈ એના માટે કાઉસ્સગ્ન કરવાનો છે. એક નવકારનો કાઉસ્સગ્ન = પાયસમા ઉસાસા. ૧ પાદ = ૧ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન થાય. ૧ નવકારના ૮ પદ તેથી ૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન ગમનાગમનથી થયેલી વિરાધના નિમિત્તે ૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો થાય. આમ નિયમિત કાળ પ્રમાણે કાયોત્સર્ગ હોય છે. (ર) પરાભવ કાયોત્સર્ગઃ જેમાં કાળનું કોઈ નિયમન ન હોય. જેમ અર્જુન માળીના ઉપસર્ગમાં સુદર્શન શ્રેષ્ઠીએ જ્યાં સુધી ઉપસર્ગ દૂર ન થાય ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં રહેવું. આમાં ચોક્કસ નિયમન નથી. તેથી તે અનિયમિત કાયોત્સર્ગ પણ કહેવાય. આમ ચિંતન માટે ધ્યેય રૂપે ધ્યાનમાં રૂપી, અરૂપી, જીવ, અજીવ પંચપરમેષ્ઠિ, સિધ્ધચક્ર અને સુત્ર અર્થની વિચારણા કે સ્વદોષ ચિંતન વગેરે કરી શકાય. a કાઉસ્સગ્નની ૩ મુદ્રા ઠાણે, મોણેશ, ઝાર - ઠા : - (૧) જિનમુદ્રા I) દ્રવ્યથી ઉભા થવુંઃ ઉભા ઉભા કાયોત્સર્ગ કરવો તે. જિનેશ્વર નવતત્ત્વ // ૨૭૭ Page #280 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા જે મુદ્રાએ કાયોત્સર્ગ કરતા તે રીતે કરવું તે જિનમુદ્રા. ૪ આંગળ આગળથી પગ પહોળા અને હાથ શરીરને અડે નહીં તે રીતે અર્ધ મીંચાયેલ આંખ વડે દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિત કરી ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવાપૂર્વક કાયાને વોસિરાવી દેવાની છે. કઈ રીતે?'તાવકાર્યઠાણેણં પ્રથમ ઉર્ધ્વ સ્થાન વડે કાયાને સ્થિર કરવાની. (i) ભાવથી ઉભા થવુંઃ અર્થાત્ કાયાની સર્વ ચેણ રોકી કાયાને દ્રઢ કરી સ્વ સ્વભાવમાં સ્થિર થવું. અર્થાત્ કાયાથી નિરાળા થઈ આત્મપ્રદેશોમાં સ્થિર થવું (૨) અસીત મુદ્રાઃ કાયાને જો ઉર્ધ્વ રાખવા શક્તિમાન ન હોય તો બેઠા બેઠા કાયોત્સર્ગ કરે અને તે પ્રમાણે પણ કાયાસ્થિર રહેવા શક્તિમાન ન હોય તો. (૩) સપીત મુદ્રા : સૂતા સૂતા પણ કાયોત્સર્ગ કરે પાદપોપગમન' અનશનમાં કાયમ માટે સૂતા-સૂતા જ પડ્યા રહેવાનું છે. સિંહાદિ ઉપસર્ગ કરે તો પણ શરીરને સહેજ પણ હલાવવાનું નહીં. – મોરે: મન વડે જગતને જાણવાનું બંધ અને વચન વડે બોલવાનું પણ બંધ. બોલવું પડે તો માત્ર સૂત્ર અને તેના અર્થના ઉપયોગ પૂર્વક અર્થાત્ આત્માના ઉપયોગમાં સ્થિર થવા સિવાય સર્વમાંથી મન હટી જાય અર્થાત્ ઉપયોગની પ્રધાનતા આત્માને જોવામાં અને વીર્ય સ્વાત્માના આનંદ ગુણને અનુભવવામાં પ્રવર્તે. "જે રમ્યા શુદ્ધ સ્વરૂપે' જ્યારે જ્ઞાન શુધ્ધ થાય ત્યારે કાયાના રૂપ આકારને ભૂલી આત્મ પ્રદેશોને પકડે. - ઝારે: ધ્યાનમાં ધ્યેયને લાવવાનું. લોગસ્સ ઉજજો અગરે' તમામ કેવલી ભગવંતો કેવલજ્ઞાન દ્વારા લોકાલોકમાં ઉદ્યોત કરી રહ્યા છે. સમગ્ર જગતને પૂર્ણ નવતત્ત્વ || ૨૭૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ જોવા છતાં લાગણી રહિત વીતરાગ અવસ્થાથી શોભતા એવા અનંત કેવલીઓના અસંખ્ય અરૂપી આત્મપ્રદેશો જે એક પ્રદેશમાં રહેલો અનંત આનંદ સુખ લોકાલોકમાં પણ ન માય.' 'તુમ સુખ એક પ્રદેશનું નવિ માવે લોકાકાશ.' આવા સુખને પ્રતિ સમય વેદતા એવા અનંત કેવલીઓને ધ્યેય તરીકે ધ્યાનમાં લાવવાના અને તે વડે પોતાના આત્માને ધ્યાતા તરીકે તેવો જ જોવાનો. અર્થાત્ હું પોતે પણ સત્તાએ સિધ્ધાત્મા છું. 'यो सिध्धात्मा पर: सोडहं सोडहं परमेश्वर : । मदन्यो न मयोपास्यो, मदन्येन न चाप्यहम् ।' (યોગપ્રદિપ) હું પરમાત્મા છું અને વર્તમાનમાં સંસારી આત્મા બની સંસારમાં ભટકી રહ્યો છું. હવે મારે ભટકવું નથી પણ મારા પરમાત્માના આલંબને પરમાત્માઅવસ્થા પ્રગટાવી સિધ્ધાત્મા રૂપ થવું છે. તેવા નિર્ણયપૂર્વક રુચિપૂર્વક અને તે રુપે થવાના લક્ષ્ય પુરુષાર્થ સહિત ધ્યેયમાં આત્મા ધ્યાનસ્થ બની જાય. 1 વિરતિ અને ધ્યાનમાં શું ફેર? આત્મજ્ઞાનનું ધ્યાન ! જ્ઞાન વિરતિ પૂર્વક ફળે. જ્ઞાનથી સ્વદ્રવ્ય ગુણ–પર્યાય તરીકે સ્વાત્માનો સત્તાગત સિધ્ધાત્મા–પરમાત્મા સ્વરૂપનો નિર્ણય અને શરીરાદિ સર્વ સંયોગ – સંબંધો જે આત્માથી ભિન્ન છે તે બધાથી મારા આત્માએ સદા માટે સંપૂર્ણ સ્વતંત્ર રૂપે નિરાળા થવાનું છે તે રીતે જ્ઞાનના નિર્મળ ઉપયોગ રૂપ પોતાની શુધ્ધ સત્તાગત અવસ્થાને ધારણ કરી તેનું જ સ્મરણ અને તે સિવાયનું પરમાની તેમાંથી આત્મવીર્યખેંચી લઈ તે સ્વાત્મામાં વીર્યપ્રર્વતાવવા રૂપ જે અવસ્થા તે ધ્યાન. અર્થાત્ વિભાવ દશાથી અટકી સ્વભાવ રૂપ થવું તે ધ્યાન. તે માટે પરમાં ન પ્રર્વતવા રૂપ પ્રતિજ્ઞા (વિરતિ) ધારણ કરવાથી વીર્ય પરમાં સહજ અટકે તો સ્વાત્મામાં સહજ વીર્ય પ્રવર્તે. તેથી આત્મસ્થિરતા રૂપ ધ્યાનમાં પરના સંગથી છુટવા વિરતિ જરૂરી.તો જ સ્વઆત્માહિત, સ્વના કર્તા થવાય. પરના કર્તા મટી જવાય. નવતત્વ // ૨૭૯ Page #282 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનયોગ અર્થાત્ જ્ઞાનમાં આત્મપ્રદેશોના અસ્તિત્ત્વની પ્રતીતિ જણાય, પણ કાયા ન દેખાય. આત્મવીર્ય ગુણોમાં અને આત્મપ્રદેશોમાં પ્રધાનપણે પ્રવર્તે અને કાયામાં ગૌણપણે પ્રવર્તે. જેમ જેમ આત્મામાં ઉપયોગ પ્રબળ બનતો જાય તેમ તેમ પોતે સર્વથી નિરાળો તથા હલકો થતો જાય. પરમાનંદનો સહજ અનુભવ થાય. આત્માનું જાણે પરમાત્મા સાથે અભેદભાવે મિલન થતું હોય તેવી અવસ્થા સર્જાય. આત્મા પોતે પરમાત્મા છે. તેવી પ્રતીતિ રૂપ સમ્યગુ દર્શનની નિર્મળતા અને આંશિક પરમાત્માપણાનો અનુભવ થાય. દ્રવ્યથી અપ્રમત્તપણે કાયોત્સર્ગ ધ્યાનમાં રહી આત્મા અનંતીવાર નવમા ગ્રેવેયકના સુખને પામ્યો. કાયા પરથી મચ્છરને પણ ન ઉડાડે એવી રીતે અપ્રમત્તપણે કાયોત્સર્ગ ધ્યાનમાં રહે પણ મનથી અપ્રમત ન થયો. મનમાં આત્મપ્રદેશોની વીતરાગ સ્વભાવ અવસ્થાનું ભાન જોઈએ તે નથી. જ્ઞાનમાં સ્વરૂપનો ઉપયોગ નહીં, મન અરૂપી સ્વરૂપને પકડે એટલે સ્થિરતાને પામે, વિકલ્પોથી રહિત થાય. મનની ચંચળતા અટકે એટલે ધ્યાનની સિધ્ધિ થાય. જ્યાં સુધી આત્મપ્રદેશોમાં રહેલા ગુણવૈભવને પકડે નહીં ત્યાં સુધી મન પરથી હટયું ન કહેવાય. અર્થાત્ પરનો આદર ગયો નથી, શરીર પુલમય–વર્ણાદિરૂપ તથા અસ્થિર, ચંચળ હોવાથી તેને પકડવાથી, આદર કરવાથી, આત્મામાં અસ્થિરતા અને તેને છોડવાથી આત્મામાં સ્થિરતા આવે. આથી દેહની મમતા છોડી, આત્મામાં પ્રેમ પરિણામ જાગે નહીં ત્યાં સુધી સમના સ્વભાવનો અનુભવ ન થાય. આત્મા સાથે જેમ જેમ પ્રેમ વધશે તેમ તેમ આત્મા સ્વમાં સ્થિરતા પામશે, નિઃસંગતાને પામશે. આથી કાયોત્સર્ગ મોક્ષમાર્ગનો પરમ ઉપાય છે. કાયોત્સર્ગ એ અસંગ અનુષ્ઠાનરૂપ છે. મોક્ષમાર્ગના ઉપાયભૂત પ્રીતિ, ભકિત, વચન અને અસંગ અનુષ્ઠાન છે. મુખ્ય અસંગાનુષ્ઠાનમાં આવે ત્યારે અનુભૂતિનો વાસ્તવિક ભાગીદાર થાય. સર્વ સંયોગોથી રહિત એવી મારી નિઃસંગ અવસ્થા છે. આથી તે અવસ્થાને પામવા જિનવચનથી સર્વ સંયોગોનો ત્યાગ અવશ્ય. આ વાત પ્રથમ સ્વીકારીને શકિત પ્રાપ્ત થતાં તે સર્વ સંયોગો છોડી દે અને ન છૂટે ત્યાં સુધી સંયોગો પ્રત્યેનો નવતત્ત્વ // ૨૮૦ Page #283 -------------------------------------------------------------------------- ________________ રાગ ઓછો કરે. તે રાગ પંચપરમેષ્ઠિના સત્સંગ તરફ વાળે. કુટુંબાદિ સંયોગો પ્રત્યેનો રાગ પંચ પરમેષ્ઠિના સત્સંગ તરફ વળે. કુટુંબાદિ સંયોગો પ્રત્યેનો રાગ પંચપરમેષ્ઠિ તરફ વાળવો એ જ પ્રીતિ અને ભકિતયોગ છે. સંપૂર્ણ કાયોત્સર્ગ આવશ્યક સર્વવિરતિ વિના ન જ થાય. પચેન્દ્રિયતિર્યંચ દેશવિરતિ લઈ શકે, કાઉસ્સગ પણ કરી શકે અને અનશન પણ કરી શકે છતાં સંપૂર્ણપણે સદા માટે કાયાથી ન છૂટી શકે તેવા પરિણામ ન થાય, શ્રાવકના ૧૧ વ્રત જ પાડી શકે. ચારે આહારના અનશનપૂર્વક કાળ કરે તો પણ ૮માં દેશલોકથી આગળ ન જઈ શકે. સર્વ ઘાતિ કર્મોનો ક્ષય ન કરી શકે. - ચંડકૌશિક પ્રભુ વીરથી પ્રતિબોધ પામ્યો. જગતને જોવાનું બંધ કરી મુખ બિલમાં નાખી દીધું. કીડીઓથી ચળાઈ ગયો છતાં શરીર પણ હલાવતો નથી. ચારે આહારના અનશનપૂર્વક સમભાવમાં જ રહીને પ્રાણ ત્યાગ કર્યો છતાં ૮માં દેવલોકમાં જ ઉત્પન્ન થયો. આથી સર્વ ત્યાગના સંવર પરિણામરૂપ વિરતિ વિના સર્વ કર્મનો ક્ષય પણ ન થાય. પ્રથમ સંઘયણવાળા સંશી પંચેન્દ્રિય પણ સર્વવિરતિના પરિણામ વિના મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. અનુત્તરવાસી દેવલોક પણ પામી શકતા નથી પણ રૌદ્ર ધ્યાન કરવા વડે ૭મી નરકમાં જઈ શકે, શુક્લધ્યાન ન કરી શકે. સંઘયણ બળની સાથે સંપૂર્ણ સમજણ રૂપ સમક્તિની સાથે સર્વ હેયભાવોને હેય માનવા માત્રથી નહીં પણ સર્વ હેયભાવોથી સદા છૂટવાનો ધ્યેય સાથે – સર્વ સંયોગો સબંધોનો ત્યાગ. હવે જે ત્યાગ કર્યો તેનો સંયોગ ફરી ન કરવા, ન કરાવવા, ન અનુમોદવા એમ ૨૭ રૂપે પૂર્વ ત્યાગ થાય. માત્ર સ્વ આત્મામય બનવાના લક્ષપૂર્વક ધ્યાનમાં આત્મા તદાકાર થાય ત્યારે તે પૂર્ણનિઃસંગપણાને પામે. આથી નિઃસંગપણાને પામવા સર્વવિરતિ જરૂરી. 0 છ વ્યવહાર આવશ્યક (૧) પચ્ચકખાણ અવશ્યકઃ આહારની આસક્તિ (રાગ–ષ) તોડી આહારના બંધનથી મુક્ત થવા. નવતત્વ // ૨૮૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨) વંદન આવશ્યક કાયામાંથી નીકળવા કાયામાં રહેલા આત્મા વડે ગુણથી ભરેલા આત્માને ગુણવાન બનવા માટે વંદન કરવાના છે. અર્થાત્ કાયાથી છૂટવા. (૩) સામાયિક આવશ્યક ઈન્દ્રિયો વડે વિષયાવશ્યક બંધ કરીને સમતા આવશ્યક બનવા. અર્થાત્ વિષયોમાંથી છૂટવા. ચઉવિસત્વો આવશ્યકઃ તીર્થકરોના ગુણગાન કરવા દ્વારા એવી શક્તિ પ્રગટ થાય કે બોલવાનું જ બંધ થઈ જાય અને સદા મૌનની પ્રાપ્તિ થાય. સિધ્ધના આત્મા સદા મૌની છે. જ્યાં સુધી મૌન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્યવચન જ બોલાય અને સત્ય વચન તે જ બોલી શકે જે રાગ-દ્વેષથી મુક્ત થાય. અર્થાત્ ભાષા વર્ગણાથી છૂટવા. (૫) પ્રતિકમણ આવશ્યક આત્મા પોતાની સ્વભાવમાંથી રાગ-દ્વેષાદિ વિભાવમાં જે જાય છે. તેને ફરી સ્વભાવમાં આવવા રૂપ પ્રતિક્રમણ આવશ્યક છે. અર્થાત્ સર્વ પાપથી (કર્મથી) છૂટવા. કાયોત્સર્ગ આવશ્યક કાયાની મમતા તોડી આત્મામય સ્વરૂપમય અને સ્વભાવમય આત્માની સિધ્ધાવસ્થા પ્રગટાવવા માટે ધ્યાન અવસ્થામાં જવા માટે કાયોત્સર્ગ એ છેલ્લી ભૂમિકા છે. ત્રણે યોગના રોધરૂપ કાયોત્સર્ગ છે. આત્મપ્રદેશો સાથે એકમેક સંબંધ કાયાનો છે. તેથી કાયાની ચંચળતા રોકવાથી સત્ત્વ વધારે ખીલવવાથી વચન રોકાય અને તે રોકાવાથી મનની ચંચળતા રોકાશે અને મન સ્થિર થાય. મનની સ્થિરતા એ જ પરમ ધ્યાન છે. નવતત્વ // ૨૮૨ Page #285 -------------------------------------------------------------------------- ________________ pકાયોત્સર્ગ ધ્યાનમાં શ્વાસોચ્છવાસનો હેતુ શું? કાયોત્સર્ગ ધ્યાનમાં ચિત્તની સ્થિરતા માટે, ચિત્ત કાયા સાથે જોડાયેલું છે કાયા શ્વાસોચ્છવાસના આધારે, આથી કાયાની સ્થિરતા માટે શ્વાસોચ્છવાસની સ્થિરતા જરૂરી. કાયાની સ્થિરતાથી ચિત્તની ચંચળતા અટકે અર્થાત્ વિકલ્પો, ભય સંજ્ઞા અટકે. જેટલો ભય વધારે તેટલા ગ્વાસોચ્છવાસ વધે, તેટલી સમતા જાય. શ્વાસોચ્છવાસ વર્ગણા પુદ્ગલરૂપ છે અને પુદ્ગલ સંયોગ એ આત્મા માટે પીડા રૂપ. આથી શ્વાસોચ્છવાસનો સંપૂર્ણ અભાવ થાય પછી જ આત્માનું અવ્યાબાધ સુખ પ્રગટ થાય. 'n સ્થિરતાના બે પ્રકારઃ (૧) સ્વભાવ (૨) સ્વરૂપ સ્થિરતા મોહના વિગમથી ગુણની પૂર્ણતારૂપ ઉપયોગ સ્વભાવ સ્થિરતા અને યોગના વિગમથી આત્મપ્રદેશોની લેશીકરણ વખતની સ્થિરતા. ૧રમે મોહની સર્વથા નિવૃત્તિ ૧૩મે કેવલજ્ઞાનથી ગુણની પૂર્ણતારૂપ ઉપયોગ પ્રદેશ સ્થિરતા અને ૧૪મે સંપૂર્ણયોગની નિવૃત્તિરૂપ અયોગી, ગુણાતીત, રૂપાતીત, દ્રવ્યાતીત અને ભવાતીતરૂપ સિધ્ધાવસ્થા તે સ્વરૂપ સ્થિરતા. a છ આવશ્યક શાનીઓએ શા માટે બતાવ્યા છે? * છ એ આવશ્યક જ્ઞાની ભગવંતોએ આપણા સ્વભાવને ભોગવવા માટે બતાવ્યા છે. (૧) આત્માનો પ્રથમ સ્વભાવ સમ્યગુદર્શન ચોથા ગુણઠાણે થાય. ક્ષાયિક સમ્યકત્વ પ્રગટયા પછી ક્યારે પણ જાય નહીં. (૨) બીજો આત્માનો સ્વભાવ ક્ષાયિકવીતરાગતા (યથાખ્યાત ચારિત્ર) ૧રમા ગુણઠાણે પ્રગટ થાય. (૩) ૧૩મા ગુણઠાણે અજ્ઞાન–શંકા કે વિપર્યાસના અભાવરૂપ અને ગુણોના સ્વભાવરૂપ કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગતા અને અનંતવીર્ય પ્રગટ થાય. (૪) ૧૪મા ગુણઠાણે સર્વસંગ (સંયોગ સંબંધ) રહિત આત્માની શુધ્ધ સ્વતંત્ર નવતત્વ // ૨૮૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધાવસ્થા, સ્વરૂપ અવસ્થા પ્રગટ થાય. આત્માને આત્માના આ સ્વરૂપ અને સ્વભાવ અવસ્થાનું ભાન જરૂરી છે તો જ આવશ્યક સ્વભાવને પ્રગટ થવાનું કારણ બને નહીં તો માત્ર શુભભાવથી ભવનું સર્જન જ થાય. કારણ ભાવનું કાર્ય ભવનું સર્જન કરવાનું અને સ્વભાવનું કાર્ય ભવના વિસર્જનનું છે. એ માટે આત્માએ સૌ પ્રથમ સ્વરૂપ–સ્વભાવનો નિર્ણય કરવો જરૂરી સાધના કરતી વખતે ચારનો ઉપયોગ જરૂરી. ભાવ, ભવ, સ્વભાવ અને સ્વરૂપ તો જ્ઞાનનો શુધ્ધ ઉપયોગ ઘટે. દેવ, નરક, તિર્યંચ અને મનુષ્યની દરેક રચના તે ભવ. તે જુદી જુદી છે તેથી ભવના ભેદ થાય. આ ભેદ નામકર્સે કર્યા છે એનું મુખ્ય કાર્ય અરૂપી નિરાકાર એવા આત્માને રૂપ અને આકારમાં ગોઠવવાનું છે. હવે આ ભવ સ્વરૂપ અવસ્થા એ હું નથી. હું એનાથી અતીત અવસ્થાવાળો છું. એ અવસ્થામાં અરૂપી,નિરાકાર અને અનંત જ્ઞાનાદિ ગુણનો સ્વામી પૂરાયેલો છું. આ પ્રમાણે વિચારવાથી પ્રથમ શુધ્ધજ્ઞાનોપયોગ રૂ૫ સમ્યગ્દર્શનની (આસ્તિકા) એ કેવલજ્ઞાન કેવલદર્શન પામવાની બીજભૂત અવસ્થા છે. આવી અવસ્થાથી ભવ (શરીર) અશૂચિમય કેદખાનામાં સત્તાગત સિધ્ધાત્મા પરપીડા પામતા જોઈને અનુકંપા રૂપ પશ્ચાતાપ-તપગુણરૂપ (પ્રથમ બીજ રૂપ સમ્યગદર્શન પછીની) બીજી અવસ્થા છે. તે ભવાવસ્થામાંથી આત્માને છોડાવવા રૂપનિર્વેદ (વેદના ભોગવતા આત્માને વેદનાવિનાનો કરવા સમ્યગદર્શનની ઉદાસીનતા રૂપ વીતરાગવસ્થાની બીજભૂત નિર્વેદ અવસ્થા ત્રીજી છે અને પોતાના સમતા સ્વભાવને પામવાની રુચીરૂપ અને ચોથી સંવેગ બીજભૂત અવસ્થા અને સદા પરમાનંદરૂપવીતરાગ અવસ્થાની પાંચમી બીજભૂત અવસ્થા શમ છે. જેને દેવાદિ ભવમાં ભમવું ન હોય તેને અહીં શાતા ભોગવવાનો ભાવ ન હોવો જોઈએ. ઘોર તપાદિ કષ્ટ કરે પણ શાતા ભોગવવી નથી એવો પરિણામ નથી, હમણા કષ્ટ સહન કરીશ તો દેવલોકમાં દિવ્ય સુખ, શાતા, વૈભવ મળવાના ભાવ છે. તેથી કષ્ટ સહન કરવા પડે, અકામ નિર્જરા વડે શાતા ભોગવવાનું પુણ્ય બંધાય. સમતાનો પ્રેમ નથી અને શાતા પ્રત્યે ઉદાસીનતા અણગમો નથી. સમતા ભોગવવાનું લક્ષ નથી. પણ જો સમજણપૂર્વક કષ્ટ સહન કરીએ તો સમતાના સુખને ભોગવે, તપ પરિણામને અનુભવે તો સકામ નિર્જરા કરે. નવતત્ત્વ || ૨૮૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ જેણે ભવમાંથી છૂટવું હોય તેમણે ભવમાંથી નીકળી સ્વભાવમાં આવવું પડે. છ એ આવશ્યકએ સ્વભાવમાં આવવાની પ્રક્રિયા રૂપ છે. પરમાત્માના ગુણગાન શા માટે ગાવાના? પરમાત્મા નિશ્ચયથી છ એ આવશ્યક પ્રતિ સમય કરી રહ્યા છે. નિશ્ચયથી પૂર્ણ જિનાજ્ઞારૂપે જ તેમનું જીવન છે. છ આવશ્યક રૂપ જ જીવન છે. તેથી તેમને વ્યવહાર આવશ્યક નથી. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ગાથા: ૭. પહિંદઅત્તિબલુસા, સાઊ દસ પાણ ચઉ છ સગ અહી ઈગ–દુ-તિ ચઉરિદી, અસનિ–સની નવ દસ ય શા અર્થઃ પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણો છે. તેમાંથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયને ચાર, છ, સાત, આઠ ક્રમશઃ હોય છે અને અસંશી (પંચેન્દ્રિય) અને સંજ્ઞીને નવ અને દશ હોય છે. પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ (મન-વચન-કાયા) શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ ૧૦ દ્રવ્ય પ્રાણી છે. તેમાં એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ (સ્પર્શેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ ને આયુ) બે ઈન્દ્રિયને પ્રાણ = ૪+ રસનેન્દ્રિય અને વચનબળ, તેઈન્દ્રિયને ૭ પ્રાણ, ૬+ ધ્રાણેન્દ્રિય. ચઉરિન્દ્રિયને ૮ પ્રાણ ૭ + ચક્ષુરિન્દ્રિય. અસંશી પંચેન્દ્રિયને ૯ પ્રાણ ૮+ શ્રોતેન્દ્રિય તથા સંશી પચેન્દ્રિયને ૧૦ પ્રાણો ૯+ મનબળ હોય છે. પતિ અને પ્રાણ વચ્ચે ભેદ શું? પ્રાણ એ જીવનક્રિયા છે. છ પર્યાપ્તિ એ જીવન ક્રિયાને ઉત્પન્ન કરનાર છે. અર્થાત્ ઉત્પન થતી વખતે પર્યાપ્તિ રૂપે પુદ્ગલ ગ્રહણ–પરિણમન રૂપ ક્રિયા હોય છે અને તે જ પ્રાણ રૂપે જીવન પર્યત રહે છે. જેના વડે જીવનું જીવન ચાલે છે. (૧) ઈન્દ્રિય પર્યાપ્તિથી પાંચ ઈન્દ્રિય પ્રાણ ઉત્પન્ન થાય છે. (૨) શરીર પર્યાપ્તિથી શરીર બળ પ્રાણ ઉત્પન થાય છે. (૩) ભાષા પર્યાપ્તિથી વચન બળ પ્રાણ ઉત્પન્ન થાય છે. નવતત્ત્વ // ૨૮૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ (૪) મન પર્યાપ્તિથી મનબળ પ્રાણ ઉત્પન્ન થાય છે. (૫) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી = શ્વાસોચ્છવાસ પ્રાણ ઉત્પન્ન થાય છે. (૬) આહાર પર્યાપ્તિથી = આહાર આયુષ્યાદિ સર્વ પ્રાણમાં તે સહાયક થાય છે. છએ પર્યાપ્તિ દ્વારા જે દ્રવ્યપ્રાણોની પ્રાપ્તિ થાય તે દ્રવ્યપ્રાણોની પરાધીનતાથી આત્માની મુક્તિ થાય. ૧૦ દ્રવ્ય પ્રાણોમાં મન પ્રાણ વડે સૌથી વધુ સંસારમાં પરિભ્રમણ થાયછે. ૭મી નરકમાં મનવાળા જ મનુષ્ય કે માછલા જ જઈ શકે, બીજા નહીં તેથી મન દ્રવ્ય પ્રાણને જો ભાવપ્રાણો સાથે જોડવામાં ન આવે તો મહાઅનર્થનું કારણ બને. તેથી મનદ્રવ્ય પ્રાણનું સ્વરૂપવિશેષથી સમજવું જરૂરી. 0 કાયામાં સ્થિરતા માટે શું જરૂરી? આત્મ પ્રદેશો સ્વરૂપે સ્થિર, શાશ્વત અને અચળ છે. છતાં સ્વભાવની સ્થિરતા ન થાય ત્યાં સુધી બંને પ્રકારની અસ્થિરતા વડે ઘાતિકર્મનો બંધ કરે. આથી સ્વભાવ સ્થિરતા પ્રથમ આવશ્યક અને તે માટે છ આવશ્યકમાં પ્રધાન સામાયિક આવશ્યક છે. સામાયિક આવશ્યક વિના બાકીના આવશ્યક સફળ ન થાય. અર્થાત્ આત્મા સદા સ્વમાં સ્થિરતા ન પામે. તે માટે સર્વ પુદ્ગલ ભાવનો ત્યાગ અને સર્વ જીવોને એક સિધ્ધ સ્વરૂપે સ્વીકારી અને તે પ્રમાણે સમદષ્ટિપૂર્વક વર્તન જરૂરી છે. બાકીના આવશ્યકો તેમાં સહાયક થાય. સામાયિક આવશ્યકની પૂર્ણતા થાય એટલે મોહસર્વથા નાશ પામે એટલે સ્વભાવસ્થિરતા પૂર્ણ આવે. સિધ્ધના આત્માઓ પૂર્ણ સ્થિર છે. ૧૩મા ગુણસ્થાનકે સ્વભાવસ્થિરતા પૂર્ણ હોવા છતાંયોગસ્થિરતા નથી, ઉપયોગસ્થિરતા છે. યોગના કારણે હજી રસહીન કર્મબંધ ચાલુ છે. આથી સયોગી આત્માને અયોગી બનવાનો પુરુષાર્થ કરવો પડે. આત્માએ ૧૩ ગુણસ્થાનકના અંતે શું પુરુષાર્થ કરવાનો? (૧) આત્માની અત્યંત અકપિત (અચળ) અવસ્થાની પ્રાપ્તિ માટે અઘાતિ કર્મોના નાશ માટે પ્રયત્ન કરવાનો. નવતત્વ // ૨૮૬ Page #289 -------------------------------------------------------------------------- ________________ (૩) (૨) દ્રવ્ય શુકલ લેશ્યા કે જે કર્મબંધના કારણભૂત છે તેનો વિરોધ કરવાનો, પુરુષાર્થ કરવાનો. એક સમયના શાતા વેદનીયનો બંધ રોકવા માટે – યોગનિરોધ જરૂરી. આથી કેવલી ભગવંત બાદ કાયયોગ વડે બાદર મનોયોગ બાદર કાયયોગ વડે બાદર વચન યોગ પછી સૂક્ષ્મ કાયયોગ (ધ્વાસોચ્છવાસ) બાદર કાયયોગ પછી સૂથમ કાયયોગ વડે સૂક્ષ્મ વચન યોગ રૂંધે છે ત્યારબાદ સૂક્ષ્મ કાય વડે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિત નામના શુકલ ધ્યાનના ત્રીજા પાયા પર ચઢેલા સૂક્ષ્મ કાયયોગને રૂધે ત્યારે ધ્યાનના બળે પેટાદિના પોલાણ ભાગમાં આત્મપ્રદેશો સંકોચાઈને પોતાના શરીર ૩ ભાગમાં રહી જાય છે. અહીં આત્મપ્રદેશોની સ્થિરતા કરવા રૂપ ધ્યાન (સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ) હોય છે. ૧૪મા ગુણ સ્થાને યોગ રહિત અવસ્થા પ્રાપ્ત થાય. અર્થાત્ આત્મપ્રદેશો મેરુની જેમ નિષ્કપ થાય. અનંત આત્મવીર્ય હવે પુગલ ગ્રહણ, પરિણમન અને વિસર્જનાદિ સર્વ કાર્યબંધ કરી માત્ર સમગ્ર આત્મપ્રદેશોમાં પૂર્ણ પણે વ્યાપ્ત થાય આથી આત્મામાં સદા માટે આત્મપ્રદેશોની સ્થિરતા થાય. માત્ર ગતિ સ્વભાવના કારણે એક સમયમાં સ્થિર થયેલો આત્મા ગતિ કરી લોકાંત પર પહોંચી જાય. હવે ત્યાંથી તે કદી ચલાયમાન થવાનો નથી. ત્યાં નિરંતર પોતાના પરિણામિક ભાવના કારણે સહજ રીતે આત્મવીર્યનું આત્મ ગુણોમાં પરિણમન થવાથી સદા માટે આત્મ સર્વજ્ઞયનો જ્ઞાતા બનશે અને અનંતને ભોગવશે. આત્માબંધ સુખનો અર્થાત્ કોઈપણ પ્રકારની પીડાને ન ભોગવવા રૂપ અને કોઈની પીડામાં નિમિત્ત બનવારૂપશુધ્ધ,સિધ્ધશાશ્વત અવસ્થાને પામશે. આયુષ્યપ્રાણ : આયુષ્યપ્રાણથી જીવનાં દ્રવ્યપ્રાણ રૂપ જીવનનો આરંભ અને નવા ભવરૂપી આયુષ્ય કર્મના ઉદયથી નવા દ્રવ્ય જીવનનો આરંભ થાય અને આયુષ્ય નવતત્વ // ૨૮૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ કર્મના ક્ષયથી તે ભવરૂપ જીવનનો અંત – પૂર્ણાહુતિ થાય અને આયુષ્ય પ્રાણના આધારે જ ટકે. મનુષ્યભવાદિ ભવરૂપ શરીરમાં આત્માને રહેવાનો જે કાળ તેનું નક્કી કરનાર જે કર્મ તે આયુષ્ય કર્મ. અર્થાત્ આત્માએ પોતાના અસંખ્ય પ્રદેશ, અરૂપી, અગુરુલઘુ, અવ્યાબાધ, અક્ષય અને અખંડ આત્મદ્રવ્યને આયુષ્ય અને નામકર્મના ઉદયે આત્મા પર રૂપી એવા કાર્મણ સમૂહનો આત્મા સાથે એકમેક સંબંધ થવા રૂપ આત્માની વિકૃત અવસ્થા રૂપી, મર્યાદિત, ભવસ્થિતિ પીડાયુકત અવસ્થા પ્રગટ થાય છે અને આત્મા માત્ર જ્ઞયના જ્ઞાતારૂપ થઈ પોતાનામાં જ રહેલ પોતાના ગુણોનો પોતે ભોકતા બનવાને બદલે પરના ભોકતા બનવામાં પ્રયાસ કરે છે અને દ્રવ્યભાવ પીડાને પામે છે અને બીજાની પીડામાં નિમિત્ત પણ બને છે. આ અનાદિથી થયેલી વિકૃત–વિભાવ અવસ્થાથી મુક્ત થવા માટે મનુષ્યજીવ રૂપ દ્રવ્યભાવ પ્રાણ અતિમહત્વના છે. આથી મહાવીર પરમાત્માનો અંતિમ ઉપદેશ છે. પ્રમાદને દૂર કરવામાં પ્રમાદ ન કર. તે જ વાત સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જંબૂ સ્વામીને કહે છે – સૂએ મે આઉસ “આયુષ્યમાન. આયુષ્યમાન, વિશેષણ વડે શિષ્યને બોલાવવાનો હેતુ એ છે કે ગુરુ શિષ્યને જાગૃત કરે છે. તે આયુષ્યમાન ! પરમાત્મા મહાવીર દેવ પાસે રહેલા મેં આ પ્રમાણે સાંભળ્યું છે. જ્યાં સુધી તારા દ્રવ્ય આયુષ્યપ્રાણ છે ત્યાં સુધી તું તારા આત્માના ભાવપ્રાણીની રક્ષા, વૃધ્ધિ અને શુધ્ધિ કરી લે. જો તારા ભાવપ્રાણોની શુધ્ધિ થવા વડે પૂર્ણતા થઈ જાય તો પછી તારે ફરી આયુષ્ય પ્રાણ ધારણ કરવાના અનાદિ બંધન, પરાધીનતાનો અંત આવશે. માટે દેહ રૂ૫ભવબંધનમાં રહેલા તારા આત્માને તું જલદી મુક્ત કરવા પુરુષાર્થ કર. "સમય ગોયમે મા પમાયએ, આયુષ્ય પ્રાણની મહત્તા સમજાયા પછી આયુષ્ય પ્રાણ સ્વરૂપ વિશેષથી જાણવું જરૂરી. આયુષ્ય બે પ્રકારે ઃ (૧) અપવર્તનીય (ર) અનાવર્તનીય આયુષ્ય બે રીતે ભોગવવાનાઃ (૧) કાળથી અને (ર) કર્મના દળિયાથી (૧) અપવર્તનીય ? આયુષ્યમાં કાળની પ્રધાનતાથી પણ નિમિત્ત મળતા આયુષ્યકર્મના દળિયા એકી સાથે પૂર્ણ ભોગવાઈ જાય તે અપર્વતનીય આયુષ્ય. દા.ત. કોઈ નવતત્ત્વ // ૨૮૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ જીવ ૧૦૦વર્ષનું આયુષ્ય બાંધીને આવ્યો હોય અને ૭પ વર્ષે અકસ્માતાદિનિમિત્ત મળતા આયુષ્ય પૂર્ણ થઈ જાય તો ૨૫ વર્ષનું આયુષ્યકાળ ટુકું થયું. પણ આયુષ્યના બાંધેલા દળિયા એક સાથે ઉદયમાં આવીને ભોગવાઇ જાય. (જેમ ઘાસનો પૂળો જલદી બળે, છૂટું ઘાસ બળતા વાર લાગે) આયુષ્યબંધને યોગ્ય અધ્યવસાયો મંદ હોવાને કારણે બંધ શિથિલ પડે તેથી તે નિમિત્ત મળતા જલદી ખપી જાય. 1 આયુષ્ય કર્મની અપવર્તના થવાના મુખ્ય બે કારણોઃ બાહ્ય અને અત્યંતર ()) અત્યંતર ઉપકમ (૧) રાગઃ પ્રેમીનો વિરહ સાંભળતા જ પ્રેમિકાનું મરણ (દૂતની પાંચ પત્ની પતિ પરદેશ જતા જોઈવિરહ વેદનાથી મૃત્યુ પામી) (૨) સ્નેહઃ પુત્ર સ્નેહથી નાગકેતુના માતા-પિતાનું મરણ. ભયઃ ગજસકુમાલના માથા પર ખેરના અંગારા ગોઠવ્યા ને કૃષ્ણ મહારાજાને સામેથી આવતા જોઈ અતિશય ભયના કારણે બ્રાહ્મણ સોમીલ (સસરા)નું મૃત્યુ. (1)) બાલ ઉપક્રમ અકસ્માતઃ મોટરાદિ અકસ્માત, વિજળી પડવી વગેરે. આહાર અતિ અલ્પ આહાર વડે ભૂખમરાથી, અને અધિક આહારથી કે પ્રતિકૂળ આહારથી પણ મૃત્યુ થાય. સંપ્રતિ મહારાજનો પૂર્વભવ. વાસોચ્છવાસ : ભયાદિ કારણો ઉપસ્થિત થતા શ્વાસોચ્છવાસ વધી જાય. (અતિશય દોડવું વગેરે) વેદના : પેટ–શૂળાદિ (તીવ્ર અશાતા વેદનીયના ઉદયથી વિહ્વળ કર્મના દળિયા થયેલા આયુષ્ય જલ્દીથી ખપી જાય.) (૫) સ્પર્શ ઝેરી જતુ (સાપ, વીછી) વિષ કન્યાના સ્પર્શથી મૃત્યુ () ઉપઘાતઃ પર્વતાદિ પડવાથી, સમુદ્રમાં ડૂબવાથી. નવતત્વ // ૨૮૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ આમ અપવર્તનીય આયુષ્ય નિયમા સોપકર્મીને જ હોય. જ્યારે અનપવર્તનીય આયુષ્યમાં કાળ ટૂંકો ન થાય પણ જ્યારે પૂર્ણ થવાનો હોય ત્યારે જ કોઈ નિમિત્ત મળે અથવા ન પણ મળે. ગજસુકુમાર, ચરમ શરીરી તેથી અનપર્વનીય આયુષ્યવાળા, આથી તેમના નિર્વાણકાળ થવાના વખતે સોમિલ સસરા વડે માથા પર ખેરના અંગારાનો ઉપસર્ગ આવ્યો અને કેવલજ્ઞાન પામી અંતકૃત કેવલી થઈ નિર્વાણ પામ્યા. અનાવર્તનીય આયુષ્યના પુદ્ગલો અમુક ભાગમાં અધ્યવસાયની તીવ્રતાથી એકત્રિત પિંડીત થઈ જવાથી પુદ્ગલસમૂહ, અભેદ અને તેથી કારણ મળતા પણ તે પરાવર્તન ન પામે. આથી ગમે તેવા નિમિતો મળે તો પણ આયુષ્ય જલદી પૂર્ણ ન થાય, અવશ્ય ભોગવવું પડે. a અનાવર્તનીય આયુષ્ય નિયમા કોનું હોય? ચરમદેવી, બ્રુશલાકા પુરુષો, ઉત્તમ પુરુષો, દેવ, નારક તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવોનું જ હોય. તેમાં ચરમદેવી તથા ઉત્તમ પુરુષ સોપક્રમી કે નિરૂપક્રમી પણ હોય. અમર એવા આત્મામાં આયુષ્યકર્મના કારણે મરણનો વ્યવહાર આવ્યો અને હવે આત્માને સતત મરણનો ભય સતાવે છે. ૭ ભયમાં મરણનો ભય મુખ્ય છે. જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે દેવોને પણ મરણનો ભય હોય છે. તેને પણ જે દેહમાં રહેલા છે તે દેહમાંથી છૂટવાનું મન થતુ નથી પણ દુઃખ થાય છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયે આત્મા પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો અને વિરૂપ અવસ્થાને પોતાની અવસ્થા માનીને તેને જ પકડવા મથે છે. આથી જ યોગી મહારાજ આનંદઘનજીવિશ્વાસપૂર્વક જાહેર કરે છે કે- અબ હમ અમર ભયે નહિ મરેગે, યા કારણ મિથ્યાત્વ દીયો તજ, ક્યું કર દેહ ધરેંગે અમારું મિથ્યાત્વ ગયું એટલે હવે અમારું મરણ પણ ગયું. કારણ કે મિથ્યાત્વ એ જ જીવનું ભાવ મરણ છે. એટલે જીવને હવે અમર બનવાના જ ભાવ જાગે અને આત્માને પોતાનું મૂળ સ્વરૂપનું જ્ઞાન ભાન થાય અર્થાત શુધ્ધ સ્વરૂપનું દર્શન થાય કે હું તો અસંખ્ય પ્રદેશ – જે એક પ્રદેશ પણ કોઈપણ શસ્ત્રાદિથી નાશ પામવા યોગ્ય નથી. છેલ્લેભેધ કે દાહ્ય નથી. હું તો અખંડ, અજર, અમર અને અરૂપી છું. અમર સ્વરૂપ ભૂલાયું તેથી આકાર રૂપ દેહમાં રહેવાનો નવતત્વ // ૨૯૦ Page #293 -------------------------------------------------------------------------- ________________ ભાવ હોવાથી ફરી દેહમાં રહેવાનું આયુષ્ય - કર્મ બંધાય છે. તેથી હું અક્ષય છું એવો ભાવ લાવવો જોઈએ તે માટે હું અરૂપી છું તેનો સતત ઉપયોગ જોઈએ. બીજી રીતે આયુષ્ય બે પ્રકારે (1) નિયત અને (૨) અનિયત. આ ભવના આયુષ્યનો અંત આવે ને તરત બીજા ભવન આયુષ્યના ઉદયની શરૂઆત થાય. ત્યારથી (વિગ્રહગતિમાં) નવા ભવના આયુષ્યના ઉદયની શરૂઆતના જેટલા સમય પસાર થાય તેટલા સમય રૂપ આવિચિમરણ. જે નિયત મરણ તેની શરૂઆત થઈ અને જ્યારે આયુષ્યના દળિયા પૂર્ણ સમાપ્ત થાય ત્યારે અનિયત મરણ એક વખત થાય. આમ પ્રતિસયમ દ્રવ્યમરણ ચાલુ છે. માટે જિનાજ્ઞા, 'સમય ગોયમ મા પમાયએ' જે સમય પસાર થઈ રહ્યો છે તે તારું દ્રવ્ય મરણ છે અને તે સમયોમાં તારા સ્વભાવ રૂપ નિશ્ચય સમયમાં ન રહેવા રૂપ પ્રમાદને (ભાવ મરણ) હે ગૌતમ તું ન કર. "મર્યો અનતીવાર બિન સમજ્યો, અબ સુખ દુઃખ વિસરેગે' (૫, આનંદઘનજી મહારાજ) અર્થાત્ પસાર થતાં દ્રવ્યપ્રાણો વડે હવે હું પ્રમાદનો ત્યાગ કરી ભાવપ્રાણીની રક્ષા, વૃધ્ધિ અને શુધ્ધિ કરી લઉં. a આયુષ્ય કઈ રીતે બંધાય? આયુષ્યનો બંધ સુવિશધ્ધ પરિણામમાં કે મિશ્ર પરિણામમાં થતો નથી. પણ ઘોલ પરિણામે બંધાય. જેમ ગાય ભયથી અટકી અટકીને ફરી ફરી પાણી પીવે તેમ જીવ આયુષ્ય યોગ્ય અધ્યવસાય વડે જાતિ, નામ અને આયુષ્યાદિ કર્મ એક મંદ કે ત્રણ–ચારે કે શતાદિ મંદ-મંદતમ અધ્યવસાય વડે કર્મબંધ થાડે બાંધે. નરક સિવાય ત્રણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં શુભરસ કારણ છે. કારણ કે પુણ્ય પ્રકૃતિના કારણભૂત છે. આયુષ્ય કર્મની સાથે તેની ગતિ બંધાય છે. જ્યારે નરકાયુષ્ય સંકલેશના કારણભૂત પાપ પ્રકૃતિના કારણભૂત છે. દેવ–નારકનું આયુષ્ય સાગરોપમ સ્થિતિનું બંધાય અને ગતિ કોડાકોડી સાગરોપમમાં પણ બંધાય. તેથી તે ગતિ બીજા ભવમાં બીજી ગતિમાં સંક્રમીને પ્રદેશોદયથી ભોગવાય. નવતત્વ // ૨૯૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ જો ૧૧મે ગુણઠાણે આયુષ્ય પૂર્ણ થઈ જાય તો સર્વાર્થ સિધ્ધમાં જાય અને ઉપશમ શ્રેણીથી પડે તો ૧૦–૯–૮ ગુણઠાણે આયુષ્ય ક્ષય થાય તો બાકીના જયવિજયાદિ દેવલોકમાં ઉત્પન્ન થાય (સર્વાર્થ સિધ્ધમાં નપુંસકવેદ, સ્ત્રીવેદ, અરતિ, ભય–શોક, મોહનીય અને અનંતાનુબંધી ચતુષ્ઠ નવનો પ્રદેશોદય પણ ન હોય) 9 આયુષ્ય ક્યારે બંધાય? દેવનારકને છ માસ છેલ્લા બાકી હોય ત્યારે તથા યુગલિકો પણ (તિર્યંચ-મનુષ્ય) ૬ માસ બાકી હોય ત્યારે. (યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચો જ્યાં સુધી પલ્યોપમની અસંખ્યાતમા ભાગથી અધિક કાળ શેષ રહે ત્યાં સુધી પરભવનું આયુષ્ય બાંધતા નથી.) મતાંતરે – નારકીના જીવો શેષ અત્તર્મુહૂર્ત પણ આયુષ્ય બધે. બાકીના સંખ્યાત વર્ષવાળા મનુષ્ય, નિર્ધચ નિરૂપક્રર્મી આયુષ્યવાળા વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને સોપકર્મી જીવો ૩–૯–૧૭ કે૮૧મો ભાગ બાકી હોય ત્યારે બાંધે અને છેલ્લે અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે બધે. મનુષ્યો અને તિર્યંચો પૂર્વ કોટી વર્ષવાળા પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી અને દેવ, નારકના ૩૩ સાગરોપમના આયુષ્ય બાંધી શકે. સંખ્યાત વર્ષ નિરૂપક્રમ આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના શરૂઆતમાં બાંધે સોપક્રમી બે ભાગ ગયા પછી ત્રીજાના શરૂઆતમાં ન બાંધે તો ત્રણ–ત્રણ ભાગે છેલ્લા અન્તર્મુહૂર્વે બાંધે. તે શરીરના કયા ભાગમાંથી આત્મા નીકળે ત્યારે કયાં જાય? પગમાંથી નીકળે તો નરકગતિમાં જાય. સાથળમાંથી નીકળે તો તિર્યંચગતિમાં જાય. છાતીમાંથી નીકળે તો મનુષ્યગતિમાં જાય. (૪) મસ્તકમાંથી નીકળે તો દેવગતિમાં જાય. (૫) શરીરના સર્વ ભાગોમાંથી નીકળે ત્યારે સિધ્ધ ગતિમાં જાય. (૧). - X નવતત્વ || ૨૯૨ Page #295 -------------------------------------------------------------------------- ________________ ભાવથી સ્વભાવ ધર્મ તરફ પ્રયાણ (૧) મૈત્રીભાવઃ મૈત્રાદિ ભાવોની જરૂર શા માટે? પુદ્ગલની અનાદિ વાસના ઉતારવા વૈરાગ્ય ભાવ માટે અનિત્યાદિ બાર ભાવના અને જીવો પ્રત્યેના દ્વેષ રૂપ કટુ પરિણામ દૂર કરવા મૈત્યાદિ ચાર ભાવનાથી આત્માને વાસિત કરવો જરૂરી. તે માટે મૈચાદિ ચાર ભાવના જરૂરી. सध्धर्मध्यानसंधान हेतवः श्री जिनेश्वरैः । मैत्री प्रभृतयः प्रोक्ताश्चतस्त्रो भावनाः पराः ॥१॥ मैत्री प्रमोद कारुण्य-माध्यस्थ्यानि नियोजयेत धर्मध्यानमुपस्कर्तुं तध्धि तस्य रसायनम् ॥२॥ | (શાંત સુધારસ) શાંત સુધારસ ગ્રંથમાં પૂ. મહો. વિનયવિ.મ.સા. ફરમાવે છે કે સદ્ધર્મધ્યાન માટે જિનેશ્વર પરમાત્માઓએ મૈત્યાદિ ચાર ભાવનાઓને સદ્ધર્મ ધ્યાનના પરમ રસાયન રૂપ કહી છે. આત્મ હિત માટે ધ્યાન જરૂરી, સમ્યમ્ દર્શન વિના આત્મા ધ્યાનનો અધિકારી બની શકતો નથી. અર્થાત્ સમ્યગૂ દર્શન એટલે તત્ત્વ રુચિ. તત્ત્વ એટલે આત્મામાં જે ગુણો રહેલા છે તેને અનુભવવાની રુચિ તે અને તે માટે તેના વિરુધ્ધ પુગલ દ્રવ્ય – તેના વર્ણગંધાદિ ગુણો તેના પ્રત્યે તે હેય ભાવ અર્થાત્ અભોગ્ય રૂપ ઉદાસીન ભાવ જરૂરી અને જીવ દ્રવ્ય પ્રત્યે ઉપાદેયભાવ. સર્વ જીવો સત્તાએ સિધ્ધ તેથી તે બધા ઉપાદેય. સ્વસત્તાગત સિધ્ધત્વને પ્રગટાવવાની રુચિ અને તે માટેનો ઉપાય જ્ઞાનસારમાં પૂ. મહા.યશોવિજયજી મહારાજ ફરમાવે છે. अनिच्छन् कर्म वैषम्यं बम्हांशेन समं जगत् । માત્માડમેન યઃ પર મોક્ષ માનીશની (–૨) કર્મોના ઉદયથી જીવોમાં જે બાહ્ય વિષમતા અર્થાત્ કર્મકૃત વિવિધ ભેદવાળી અવસ્થાને જોવાની નથી પણ તેમાં રહેલી સત્તાગત સિધ્ધ અવસ્થાને જુએ અને નવતત્વ // ર૯૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ તેનો આદર કરી તેની સાથે સમ વ્યવહાર કરે તે મોક્ષને પામી શકે. સ્વના સિધ્ધત્વને પ્રગટાવવા સર્વ જીવોના સત્તાગત સિધ્ધત્વને સ્વીકારી સર્વ જીવો મૈત્રીભાવને ઉચિત છે. તેથી સર્વ જીવો સાથે મૈત્રી ભાવ કર્યા વિના સમ્યકત્વ ઘટે નહીં. આથી સર્વ જીવો ભવ્ય કે અભવ્ય, ભારેકર્મી કે લઘુકર્મી, ત્રસ કે સ્થાવર સર્વ જીવો સિધ્ધત્વ સત્તાગત ધરાવતા હોવાથી સર્વ જીવો સાથે મૈત્રી કરવાની છે. આથી સર્વજ્ઞની આજ્ઞા "સર્વે નીવા ન દત્તબ્બા" સર્વે જીવો હણવાને યોગ્ય નથી પણ મૈત્રીભાવને યોગ્ય છે. આથી મૈત્રી સર્વ જીવો વિષે કરવાની જિનાજ્ઞા છે. "પરહિત ચિંતા ત્રિી " "मा कार्षीत्कोऽपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । મુચતાં નાપા, મતિર્મંત્રી નિરાતે ૧૩ (અધ્યાત્મ કલ્પદ્રુમ) બીજા જીવોના હિતની ચિંતા કરવી અર્થાત્ કોઈ જીવ પાપ ન કરો, કોઈ જીવ દુઃખી ન થાઓ અર્થાત્ જગતના સર્વ જીવો દુઃખથી મુકત થાઓ." આ વ્યવહારમાં પ્રધાન મૈત્રી છે. નિશ્ચયથી મૈત્રી અા મિત્ત અમિત ચ. (ઉતરાધ્યયન) આત્મા જ પોતાનો મિત્ર અને પોતાનો દુશમન. પોતાના આત્માનું જે હિત કરે છે તે પોતાનો જ સાચો મિત્ર છે અને હિત નથી કરતો તે દુશ્મન છે. પુરિ તુમમેવ તુમ મિત્ત વિ વદિયા મિનિચ્છસિ . (આચારાંગ) હે આત્મન ! જો તુ કાયમી સાચા મિત્રને ઈચ્છતા હો તો તારા આત્માને જ મિત્ર બનાવ. કારણ તારો આત્મા જ તારી સાથે કાયમી રહેશે. અનાદિથી કર્મ કષાય અને કાયાને પરાધીન બનેલો તારો આત્મા જ તારો દુશમન રૂપે બનેલો છે તો તેને દોષોથી મુકત કરવો પડે અને ગુણમય કરવા વડે મિત્ર બનાવ. જે સ્વનો મિત્ર બને તે જ સાચા અર્થમાં સર્વનો પણ મિત્ર બને. બીજાના પાપમાં નિમિત્ત ન બનવા દ્વારા તે મિત્ર બને. નવતત્વ // ૨૯૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી પ્રમોદભાવની પ્રધાનતા છે. સર્વ જીવો સત્તાએ સિધ્ધત્વ ધરાવે છે અર્થાત્ ગુણની પૂર્ણતા ધરાવે છે તેથી જીવો સાથે મૈત્રી કરવાની છે. પ્રમોદભાવ ગુણ સંબંધી છે. સર્વ જીવમાં સત્તાએ ગુણની સમાનતા છે તેથી સમાન વચ્ચે મૈત્રી બંધાય. મૈત્રીએ સમાન સંબંધ ભાવ રૂપ છે. તેથી વ્યવહારથી મૈત્રી ભાવથી બીજા કરુણાદિ ભાવની ઉત્પત્તિ અને નિશ્ચયથી પ્રમોદ ભાવથી મૈત્રી ભાવની ઉત્પત્તિ છે. અર્થાત્ નિશ્ચયથી સત્તાગત ગુણની અપેક્ષાએ સર્વ જીવો સાથે મૈત્રી અને વ્યવહારથી જયાં ગુણોની રક્ષા–શુધ્ધિ અને વૃધ્ધિ થતી હોય ત્યાં જ મૈત્રી કરાય. પરહિત ચિંતામૈત્રી – આત્માનું હિત ગુણની રક્ષા શુધ્ધિ કે વૃધ્ધિ જ થવાથી થાય પણ ગુણની હાનિથી ન થાય, તેથી મૈત્રી ભાવનું હોવું જરૂરી. દરેક સાથે મૈત્રી ભાવ કેળવવાનો પરંતુ સર્વજ્ઞ તત્ત્વને જાણીને પરમ વિવેક જોઈએ. લોકમાં વીતરાગના શાસનનું બહુમાન અને સ્વના આત્માનું પણ શાસન પ્રત્યે વફાદારી, સમર્પિત, પરિણત થઈને રહે. જિનશાસન, ગુણપ્રધાન તેથી મૈત્રી પણ સાધુએ ગુણપ્રધાન સાથે જ કરવાની અને બાકી બધા સાથે ઔચિત્ય વ્યવહાર પૂર્વક વર્તવાનું તેમાં ખામી ન આવે. બીજા કોઈને પણ શાસન, સમુદાય, ગુરુ આદિ પ્રત્યે દ્વેષ–અપ્રીતિ ન થાય તેની કાળજી કરવી. જે વિચારથી આચારથી સિધ્ધાન્તથી ભ્રષ્ટ હોય તેની સાથે પણ ઉચિત વ્યવહારથી જ વર્તવું, વિશેષ પરિચય ન કરવો. શાસનના વિશિષ્ટ – રક્ષાદિના કામમાં વિવેકપૂર્વક તેમની સહાય પણ લેવી. સંયમ–સમાધિમાં સહાયક પણ બનવું. મૈત્રી ભાવ પ્રમાણે વર્તવા શું કરવું? તે માટે પાપની પ્રવૃત્તિ છોડવી. તે છોડયા વિના જગતના મિત્ર ન બની શકાય તે માટે શ્રાવકને ઉચિત વ્રતો, સામાયિક, પૌષધાદિનિશ્ચય પ્રવૃત્તિમાં જેટલા કાળ રહે તેટલા કાળ તે બીજા જીવોને પીડા ન આપવા રૂપ સાચી મૈત્રી છે. ચોથે ગુણ ઠાણે મિત્ર બનવાનો ભાવ અને પાંચમે વિરતિ દેશથી સ્વીકારવા વડે તેટલા કાળ જીવોને પીડા ન આપવા રૂપ મૈત્રી અને સર્વવિરતિ સ્વીકારવા વડે છટ્ટે ગુણઠાણે સર્વ જીવોને આજીવન પીડા ન આપવા રૂપ મૈત્રી છે. સાધુપણું એટલે હૃદયને કોમળ બનાવવાની પ્રક્રિયા. જડના રાગે જીવ કઠોર બન્યો. હવે જીવના નવતત્ત્વ // ૨૫ Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રેમે જીવ દયાના પરિણામ વડે જીવ પ્રત્યેના દ્વેષ દૂર કરીને સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ કેળવીને સર્વના મિત્ર બની જીવને શીવ–આનંદના ધામ અર્થાત્ બહિરાત્મામાંથી નીકળી અત્તરાત્મામાં આવી પરમાત્મા બનવાની સાધના કરી સિધ્ધાત્મા રૂપે થવાનું છે. 0 પૈવ્યાદિભાવ ધર્મનો અધિકારી કોણ બને? જગતના સર્વ આત્માઓને પોતાના આત્મા સમાન જોવામાં આવે ત્યારે જ મૈચાદિ ભાવ આવે, તો જ આત્મા ભાવ ધર્મમાં આવી શકે. ભાવ ધર્મ એ વ્યવહારરૂપ છે અને તેના વડે નિશ્ચયધર્મ – સ્વભાવધર્મમાં આવવાનું છે. મૈત્રીભાવ પણ ન આવે તો સમ્યગદર્શન નથી. સમ્યગદર્શન એ સ્વભાવ ધર્મના રુચિ પરિણામરૂપ છે. મૈત્રીભાવ જિનાજ્ઞા મુજબનો હોવો જોઈએ. સ્વપરના હિતની પ્રધાનભાવવાળી મૈત્રી સાચી મૈત્રી છે. જિનાજ્ઞા ગૌણ કરીને જગત સાથે મૈત્રી કરવાની નથી. પણ સર્વ સાથે અંતરમાં મૈત્રી ભાવ રાખવાનો છે. કોઈ પ્રત્યે દ્વેષ – વેર ન રાખે પણ તેના પણ હિતની ભાવના કરે. મનમાં પણ તેનું અહિત ન વિચારે 'અપરાધીશું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂલ' આ સમકિતનું લક્ષણ છે. મૈત્રીભાવ સારું લગાડવા કે સારા દેખાવા માટે કરવો એ સ્વાર્થભાવ છે. મૈત્રી ગુણની પ્રધાનતા હોય ત્યાં જ કરવાની છે. ફકત ટોળામાં ભેગા થઈને સારા થવું, તે મૈત્રી ભાવ નથી તે તો સ્વાર્થ ભાવથી ભેગા થયા કહેવાય. ગુણનો પક્ષપાત હોય તો જ આત્મહિતનો પક્ષપાત તે જ મૈત્રી ભાવ કહેવાય. નહીં તો મૈત્રીના નામે ભેગા થઈ પોતાની વિરુદ્ધ માન્યતા ધરાવતા હોય તેને ઉતારી પાડવાનું હલકા પાડવાનું કાર્ય થાય તો ત્યાં મૈત્રી ભાવ નથી. જગત સુધરે નહીં તો કાંઈ નહીં પણ જાત બગડવી ન જોઈએ. જીવ સાથે મૈત્રી કરવાની છે. કારણ કે જીવમાં ગુણ છે તે ગુણો માટે જ મૈત્રી કરવાની. આથી પોતાના અને આત્માના ગુણો જે રીતે વિકાસ પામે તે રીતે નવતત્વ || ૨૯૬ Page #299 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી કરવાની છે. સામાને માત્ર સારુ લાગે તે રીતે મૈત્રી કરવાની નથી. જડ સાથે મૈત્રી કરવાની નથી. પરસ્પર એકબીજાના ગુણોની રક્ષા–શુધ્ધિ અને વૃધ્ધિ થાય તે રીતે મૈત્રી કરવાની છે. મૈત્રી આત્મામાં પડેલી જ છે. એટલે જીવ જ્યાં જશે ત્યાં મૈત્રી કરશે જ પણ મિથ્યાત્વ નહીં છૂટતા એને કઈ મેળવવાનો, પોતાનું કરી લઈ લેવાનો ભાવ ઉભો જ રહેશે તેથી સ્વાર્થ ભાવની પુષ્ટિ થશે. આ ભાવ હેય રૂપે ફેરવવાનો છે. જગતના તમામ જીવો પ્રત્યે નિઃસ્વાર્થ ભાવે મૈત્રી કરવાની છે. જગતમાં આવું માત્ર સાધુ જ કરી શકે. કારણ સાધુને માત્ર આત્મ ગુણ સંપત્તિ સિવાય બીજું કંઈ જોઈતું નથી. (૨) કરૂણા ભાવના મૈત્રી ભાવમાંથી કરુણા ભાવ પ્રગટ થાય, દ્રવ્ય અને ભાવથી દુઃખી જીવો પર દ્રવ્ય-ભાવ કરુણા કરવાની છે. રોગાદિ દુઃખ, દ્રવ્ય દુખ છે. મોહની પીડાથી દુઃખી જીવો ભાવથી દુઃખી છે. કરુણા બે પ્રકારે. 'પર દુકા વિનાશિની કુપા - ૨૨ 'दीनेष्यार्तेषु भीतेषु याचमानेषु जीवितम् ॥ प्रतिकारपरा बुध्धिः कारुण्यमभिधियते ॥१५॥ (અધ્યાત્મકલ્પદ્રુમ) બીજાના દુઃખ દુર કરવા તે વ્યવહારથી કરુણા છે અર્થાત્ જે મરણાદિથી ભયભીત થયેલાને જીવિતદાન આપવું કે આર્તધ્યાનને પામેલા જીવોને તે પીડાથી મુકત થવા તેને ઔષધી ઉપચાર કરવા, આહાર, પાણી, કપડાદિ વસ્તુ આપી સમાધિ આપવી તે વ્યવહારથી ભાવ કરુણા છે અર્થાત્ તેના દુઃખના પ્રતિકાર માટે તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી તે કરૂણા છે. જિનની આજ્ઞા - सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा । (આચારાંગ–અધ્યાય-૪) નવતત્વ // ૨૯૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ सव्वे जीवा वि इच्छति जीविडं न मरिज्जलं ॥ | (દશ વૈકાલિક) સર્વ જીવોને પ્રાણ વહાલા છે તેથી કોઈને મરવું ગમતું નથી. પણ જીવવું બધાને ગમે છે. આથી જિનની આજ્ઞા છે કે પચેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ આદિ કોઈ પણ જીવને હણવા કે પીડા આપવી જોઈએ નહીં પણ શક્તિ હોય તો તેમની રક્ષા કરવી જોઈએ. તેમના દુઃખો દુર કરવા જોઈએ. નિશ્ચયથી દયાઃ એકતા શાન નિશ્ચય દયા, સુગુરુ તે ભાખે, જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે. (૪) જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે. નિજ દયા વિણ કહો, પર દયા, હોએ કવણ પ્રકારે. (૪૭) રાગદોષ રહિત એક જે દયા શુધ્ધ તે પાળે, પ્રથમ અંગે એમ ભાખ્યું, નિજ શકિત તે આજુવાળે. (પૂ. મહો. યશોવિજયજી) નિશ્ચયથી દયા–સ્વ ભાવ પ્રાણોની (સ્વભાવની) રક્ષા કરવી અર્થાત્ પોતાના જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરવી. રાગ-દ્વેષ દોષથી મુકત થવું. શુભઅશુભ વિકલ્પોનો ત્યાગ કરવો તે શુધ્ધ દયા છે. જે બીજાના દ્રવ્ય પ્રાણીની રક્ષા કરે છે પણ પોતાના ભાવ પ્રાણોની રક્ષા કરતો નથી તો તેની દયા માત્ર વ્યવહારથી જ છે. આથી સ્વ ભાવ પ્રાણીની રક્ષા સાથે પરના દ્રવ્ય–ભાવ પ્રાણોની રક્ષા કરવી એ તાત્ત્વિક કરુણા છે. કરુણાભાવ પ્રશસ્ત મોહનો ભાવ છે. મોહમાં રહેલાને જ કરુણા થાય. દોષ જેને નથી ગમતાં તેને જ દોષિત વ્યક્તિના દોષ પ્રત્યે કરુણા થશે. આત્માને પોતાના આત્માની કરુણા ન આવે અર્થાત્ પોતાના દોષો પર કરુણા ન આવે અને બીજા વ્યકિતના દોષો પર કરુણા આવે તો તે કરુણા વ્યવહારે કરુણા છે. વાસ્તવિક પોતાના આત્મામાં રહેલા દોષ પર દ્વેષ અને કરુણા કરવાનો છે પછી જ જગતના નવત || ૨૯૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ જીવો પર વાસ્તવિક કરુણા કરી શકે. સમકિત વિના પોતાની આત્મદશાનું ભાન ન થાય તેથી ભાવ કરુણા ન આવે, ફકત દ્રવ્ય કરુણા આવશે. સામેની વ્યકિત ભૂખી છે તો ભોજન-કપડા વગેરે આપી દેવાશે. ભાવ કરુણા વિનાની દ્રવ્ય કરુણા આત્મવિકાસનું કારણ ન બને. સમકિતીને દ્રવ્ય અને ભાવ કરુણા આવે. કરુણામાં જ્ઞાતિ, જાતિ, વ્યકિત કશું જ જોવાતું નથી. અનુકંપામાં જીવ માત્ર એટલે પશુ પંખી વગેરે બધા જ આવે. ફકત માનવ સેવા એ જ પ્રભુ સેવા આવું નથી. જે પણ જીવ દુઃખી છે તે કરુણાપાત્ર છે. હિંદુ લોકો ગાયની સેવા કરે અને બીજા જીવોની કરુણા કરવા જેવી ન લાગે તો તે કરુણા મિથ્યાત્વના ઘરની ગણાય.દુખી જીવ માત્ર પર કરુણા જોઈએ. કોઈ વ્યકિત દ્રવ્ય દુઃખથી પીડાતી હોય તો તેનું દ્રવ્ય દુઃખ તેને સમાધિ મળે તે રીતે દૂર કરવાનું છે. ચાંડાળનો આત્મા હોય કે કસાઈનો આત્મા હોય પણ એક વખત એને જીવાડી દેવો તે આપણી ફરજ છે. તે જીવશે તો બકરા કાપશે એવો વિચાર પણ ન આવવો જોઈએ. શા માટે? તેને મરતા જોઈએ, તરફડતો જોઈએ અને આપણે તેની ઉપેક્ષા કરીએ તો આપણા આત્માની કરુણા ભાગી જશે. તેથી સ્વ આત્માની કરુણા નાશ ન પામે તે માટે સામી વ્યકિત પર કરુણા કરવાની છે. સામી વ્યકિત કઈ રીતે સમાધિ પામે? દુર્ગતિમાં ન જાય એ જ લક્ષ્ય હોવું જોઈએ. તેનું આર્તધ્યાન દૂર થાય તે લક્ષ હોય તો જ ભાવકરુણા કહેવાય. અનુકંપામાં વ્યકિતની યોગ્યતા જોવાની નથી. પોતાના કરુણાનો પરિણામ તૂટે નહીં તે માટે જ કરુણા કરવાની છે, નહિતર સમતા નહીં આવે. આ રીતે કરો તો વિશિષ્ટ કોટીનો અનુબંધ થશે અને કર્મની નિર્જરા થશે. સામાની દુર્ગતિ ન થાય તેમ મારી પણ દુર્ગતિ ન થાય તે માટે કરુણા કરવાની છે. વ્યવહાર એ પરની વાત છે. નિશ્ચય એ સ્વની વાત છે. જે કોઈ કરો તે સ્વ માટે કરો. આ રીતે પોતાના માટે કરે તેને અભિમાન ન આવે, પ્રસિધ્ધિ માટે ન કરવું નહીંતર આત્મા સિધ્ધ ન થાય. નિશ્ચયથી પહેલા પ્રમોદભાવ લાવો. પ્રમોદ વગર મૈત્રી નહીં. મૈત્રી વગર કરુણા નહીં અને કરુણા વગર માધ્યસ્થ ભાવ આવે નહીં. નવતત્વ // ૨૯૯ Page #302 -------------------------------------------------------------------------- ________________ દરેકમાં લક્ષ સમતાનું હોવું જોઈએ નહિતર ભાવના, ભાવના જ નથી. સમતાના લક્ષ વગરના વ્યવહાર ધર્મથી નિર્જરાનો લાભ થાય નહીં. સારો ભવ મળે પુણ્ય મળે પણ સંસાર વધે જો સમતાનું લક્ષ હોય તો કર્મની નિર્જરા થાય અને ભવનો અંત નજીક આવે. ભાવમાંથી સ્વભાવ તરફ પ્રગતિ કરાવે તેને જ પ્રશસ્ત ભાવ કહેવાય. ફકત ભાવ તો ભવ વધારે. કરુણાભાવ વગર આત્મા પાપને છોડી ન શકે. કરુણા જીવ દ્રવ્ય પર જ કરવાની છે. તેથી જીવને જાણવો પડશે પછી જ કરુણાનો ભાવ આવશે. દીક્ષા લેવી એટલે જીવદયા પાળવાની છે. દીક્ષાનો ભાવ હતો ત્યારે દયાનો ભાવ હતો. દીક્ષા લીધી એટલે ધ્યાન, વાસ્તવિક પાલન કરવાનું. ધ્યાન વાસ્તવિક પાલન એટલે દોષો દૂર કરવા. આત્મામાં રમણતા કરું અર્થાત્ હું આનંદ ભોગવું, પીડા ભોગવું નહીં તેમ કોઈને પીડા આપું નહીં. દેશવિરતિમાં અલ્પકાળ અને સર્વવિરતિમાં સદા માટે કોઈ પણ જીવને આપણા તરફથી પીડા ન અપાય તેમજ પોતાના આત્માને પણ પીડા ન અપાય તે રીતે જીવન જીવવાનું છે. બેસવા, ચાલવા, વાપરવા બધી જ પ્રક્રિયામાં આત્મા દયા પાળતો થઈ શકે, આત્માને કોમળ બનાવવાની વાત છે. દેવ, નરક ભવમાં આત્મા વિશેષથી કોમળ બની શકે નહીં. તિર્યંચમાં અંશથી કોમળ બને, મનુષ્યભવમાં જ આત્મા પૂર્ણ કોમળ બની શકે તેમ છે. તેથી તીર્થકરના આત્મા વિચરતા હોય ત્યારે એકેન્દ્રિય વૃક્ષો નમવા માંડે. પક્ષીઓ પરમાત્માને પ્રદક્ષિણા આપે. પવન અનુકૂળ થઈ જાય. જ્યારે આપણાથી આપણા સ્વજનો દૂર ભાગવાનો પ્રયત્ન કરે. વિચારો કેમ? પરમાત્માએ જીવો પ્રત્યે વાસ્તવિક દયા કરી છે તેથી જીવોને સહજ રીતે પરમાત્મા તરફ અનુકૂળ થવાનું મન થાય છે. આપણે સૌ પ્રથમ જીવોને ઓળખીને પછી જીવો પ્રત્યે દયાનો ભાવ લાવીને પછી વાસ્તવિક દયા કરવાની છે. પરમાત્માની આજ્ઞા વ્યવહારથી અને નિશ્ચયથી એમ બન્ને સ્વરૂપે જાણી નવતત્વ // 300 Page #303 -------------------------------------------------------------------------- ________________ અને સ્વીકારવાની છે. તો જ આપણને પાંચમો આરો, નબળો કાળ વિશેષ અસર કરી નહીં શકે. આપણે અત્યારે દેહને (પરને) નિહાળીએ છીએ. આત્મા છે એવો નિર્ણય થાય તો જ દેહમાંથી છૂટવાની વાત આવે. આત્માના અસ્તિત્વનો ખ્યાલ આવે ત્યારે જ આત્માનો નિર્ણય થશે. અનાદિકાળથી પર ઘર રૂપ શરીરમાં પ્રવેશ થઈ ગયો છે. હવે આત્માએ આત્માના ઘરમાં આવવાનું છે. ભાવ ધર્મની શરૂઆત દયાના પરિણામથી થાય છે. જીવ પર દયાનો પરિણામ થવો જોઈએ. અજીવ પર નહીં. આપણને શરીર પર દયા આવે છે. પણ આત્મા પર દયા આવતી નથી. જીવાજીવ રૂપે થઈ ગયા છીએ પણ હવે જીવ રૂપે થવાનું છે. સર્વજ્ઞની દષ્ટિ વિના ૧૪ રાજલોકના જીવોનું જ્ઞાન થવું જ મુશ્કેલ છે. કારણ કે બાદર કે સૂમ નિગોદ, એકેન્દ્રિયનું સ્વરૂપ સર્વજ્ઞની દૃષ્ટિ વિના જાણી શકાય તેમ નથી. એકાંત નિશ્ચયવાદીઓનું માનવું છે કે જરૂર વગરનું જાણવાની શી જરૂર છે? બધા સૂક્ષ્મ જીવો, કીડા વગેરેને જાણવાની શી જરૂર છે? બૌધ્ધ દર્શન પણ આવું કહે છે. અન્ય દર્શનો પણ કહે છે કે આ બધા સૂક્ષ્મ જીવોને જાણીને આત્માને શું લાભ થાય? દરેક જીવ પ્રત્યે કરુણાનો પરિણામ જોઈએ. સાથે સાથે સ્વ ઉપર કરુણા આવવી જોઈએ. મૈચાદિ ચાર ભાવના સાધનાનું પરમ સાધન છે સમતામાં જવાનું લક્ષ જોઈએ. સાધનાની સાથે સાધ્ય ભળે તો જ સ્વભાવમાં જઈ શકાય આપણે સાધ્યનું લક્ષ્ય ચૂકી જઈએ છીએ તે ખોટું છે. તે જીવની મોટી મુબંઈ કઈ? સત્તાથી હું સિધ્ધ અને ભવ્ય છું. પરમાત્મા સ્વરૂપે બનવાની લાયકાત નવતત્વ // ૩૦૧ Page #304 -------------------------------------------------------------------------- ________________ છે છતાં તેનો આદર નથી કરતો અને તુચ્છમાં તુચ્છ પદ્ગલિક વસ્તુ માટે જીવન બરબાદ કરી રહ્યો છું. આના જેવી મોટી મૂર્ખાઈ બીજી ન હોઈ શકે. મનુષ્ય ભવમાં પ્રભુનું શાસન મળ્યા પછી પણ આ વાત અંદર ઉતરતી નથી, તેનું કારણ મોહ છે. પરમાત્માનું શાસન ગુણ પ્રધાન છે. તેમાં વ્યકિત, જાતિ, જ્ઞાતિને સ્થાન નથી. મૈત્રી ભાવ અને પ્રમોદ ભાવ આવે તો આત્માનું ઉત્થાન થશે પછી કરુણાભાવથી આત્માની વિકાસયાત્રા કરવાની છે. જે રાખે પરપ્રાણને દયા તસ વ્યવહારે. નિજ દયા વિના કહો પર દયા હોવે કવણ પ્રકારે (મહો. યશોવિજયજી મ.સા.) ૧૨૫ ગાથાના સ્તવનમાં મહો. યશોવિજયજી મ.સા. ફરમાવે છે કે બીજાનું દુઃખ જોઈ તે દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો તે વ્યવહારે કરુણા છે. જો છતી શકિતએ બીજાના દુઃખ દૂર ન કરી શકીએ તો દયા છે જ નહીં પણ હૃદય કઠોર કહેવાય. પ્રયત્ન કરવાથી તે દુઃખ દૂર થાય જ એવો નિયમ નહીં. જેમકે કોઈ રોગથી પીડાતો હોય તો તેના પ્રત્યે દયા લાવી તેના રોગ નિવારણ અર્થે ઔષધ સેવાદિ ઉપચાર કરવાથી તેને રોગ મુકિત, સ્વસ્થતા મળે જ એવો નિયમ નહીં પણ શકિત પ્રમાણે કરવાથી આપણા કરુણા પરિણામની રક્ષા થાય છે. "એકતા શાન નિશ્ચય દયા સુગુરુ તેમ ભાખે, જેહ અવિકલ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે.' (પૂ. મહો. યશોવિજયજી) જે પોતાના સમતા સ્વભાવને બાધા ન આવવા દે તેની રક્ષા કરે અર્થાત્ વિકલ્પોમાં ન ચડે અને સ્વસ્વભાવમાં સ્થિર રહે તેનિશ્ચયથી દયા. સમ્યગુદષ્ટિને નિશ્ચય પૂર્વક વ્યવહાર દયાનું પાલન હોય, ગુણસ્થાનને અનુસારે પરિણામમાં ભેદ પડે ચોથે ગુણ સ્થાનકે વ્યવહાર પ્રધાન નિશ્ચય હોય તેમ આગળ આગળના ગુણ સ્થાનકે વ્યવહારની ગૌણતા નિશ્ચયની પ્રધાનતા વધતી જાય. સમ્યગુદષ્ટિ જીવ બીજાના દ્રવ્ય અને ભાવદુઃખને જોઈને બન્નેને શકિત નવતત્વ || ૩૦૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે દૂર કરવા પ્રયત્ન કરે પણ પોતાની દયાને ગૌણ ન કરે, અર્થાત્ દ્રવ્ય-ભાવ બને કરુણા કરે. મરવા પડેલા કસાઈને સમાધિ પ્રાપ્ત થાય તે દુર્ગતિમાં પડતો બચી જાય તે માટે બધા પ્રયત્નો કરશે પણ ઉપેક્ષા ન કરે. કસાઈ જીવી જશે તો હિંસા વગેરે કરશે તો મને પાપ લાગશે તેવું વિચારી ઉપેક્ષા ન કરે પણ હું જો તેની સમાધિની ઉપેક્ષા કરું તો મારા કરુણાના ગુણની ઉપેક્ષા થાય. મારા આત્માનું અહિત થાય માટે સ્વાત્માના ગુણની રક્ષા માટે કરે તે નિશ્ચયની દયા છે. આથી સમ્યગુદષ્ટિની દયા નિશ્ચય પૂર્વકની વ્યવહાર દયા હોય તો સામેની દુઃખી વ્યકિતના દુઃખ દૂર કરવા પુરુષાર્થ કરવો. સામેના દુઃખ દુર થાય કે ન થાય તે આપણા હાથની વાત નથી પણ પ્રયત્નો તો કરવા જરૂરી છે તેમ કરવાથી આપણા આત્માની કરુણાની રક્ષા થાય છે નહીં તો કરુણાનો નાશ થાય છે અને કરુણાનો નાશ થાયતો સમકિતનો પણ નાશ થાય. નિગોદમાં વધુમાં વધુ અવ્યકત વેદના છે, સાતમી નરકમાં પરાકાષ્ઠાનું વ્યકત દુઃખ છે. નિગોદમાં સાતમી નરક કરતા અનંત ગુણ અવ્યકત દુઃખ જીવ ભોગવે છે. . વર્તમાનમાં આપણને જે દુઃખ થાય છે એની સામે નરક – નિગોદમાં જે દુઃખો પરમાત્માએ કહ્યા છે એની ઉપર શ્રધ્ધા થઈ જાય તો અહીંની વેદના તે વેદના લાગે જ નહીં અને આત્મા સમાધિમાં રહી શકે. આત્મા અનંતકાળે શરીરરૂપ પુદ્ગલના સંયોગે નિગોદમાં રહ્યો ત્યાં પીડા ભોગવી તેથી જયાં સુધી શરીર નહીં છોડે, અણગાર ન બને ત્યાં સુધી તેની તે પીડા જશે નહીં. હાલમાં તૈજસ કાર્પણ અને ઔદારિક એવા ત્રણ ઘરોમાં રહેલો છે. તેમાંથી નીકળી જાય તો જ પીડા દૂર થાય અને સંપૂર્ણ સુખ મળે. સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્ય (૨૦૦૦ હાથ) જેટલી મોટી કાયા મળે અને તે જ જીવ કર્મ–કષાયને વશ થઈ કોઈ જોઈપણ ન શકે તેવી સૂક્ષ્મનિગોદની કાયામાં પણ પૂરાય ત્યાં પુરાયેલો છે. એક શરીરમાં અનંતા જીવો સાથે ભેગા રહેવાનું નવતત્ત્વ || ૩૦૩ Page #306 -------------------------------------------------------------------------- ________________ આ વેદનાની આત્મામાં શ્રધ્ધા થઈ જાય તો વર્તમાનનું એક પણ દુઃખ દુખ તરીકે નહીં લાગે. નરકનિગોદના દુઃખો આત્માએ અનંતકાળ ભોગવ્યા છે માટે આત્મામાં શકિત તો છે જ. તત્ત્વ એ આત્માને સમાધિ આપવાનું રસાયણ છે. જેમ જેમ તત્ત્વને જાણતો જાય અને તે આત્મામાં પરિણમન પામતું જાય તેમ તેમ શાન્તિ સમાધિ મળતી જ જાય. પરમાત્માના વચન પ્રત્યે શ્રધ્ધા કરવાની છે. તેના માટે સી.એ. બી.એ. જેટલું ભણવાની પણ જરૂર નથી. છઠ્ઠી–સાતમી નરકમાં પાંચ ક્રોડ ૬૮ લાખ નવ્વાણું હજાર ૫૮૪ થી અધિક રોગો શરીરમાં પ્રગટ થાય ને તેની વેદના ભોગવે અને નારકો એકબીજાને વેદના આપે તે જુદી. આવી વેદના જીવ સાતમી આદિનરકોમાં ભોગવીને આવેલો છે. એનાથી અનંત ગણી વેદના સૂક્ષમ નિગોદમાં જીવ ભોગવીને આવ્યો છે, હવે એક જ નિયમ કે દુઃખ ન જોઈએ અને સુખ વગર પણ ચાલે નહીં. જીવાદિ તત્ત્વની પરમાત્માની દષ્ટિએ શ્રધ્ધા થવી તે જ સમ્યગુ દર્શન છે. સૂકમ નિગોદના જીવોને ન જોઈ શકવા છતાં સમ્ય દર્શનના કારણે આ વાત સાંભળતા શ્રધ્ધા થઈ જાય. અનંતા જીવો સાથે નિગોદમાં રહ્યો તેથી એક બીજા સાથે દ્વેષનો પરિણામ હતો. હવે તેમાંથી છૂટવા માટે અણગાર થવું જ પડે. નિશ્ચયથી સદા માટે શરીર છોડવું એટલે સિધ્ધ થવું તેથી વ્યવહારમાં કોઈ પણ જીવને તમે દુઃખ ન આપી શકો. કરુણા ભાવનાની પરાકાષ્ટા તીર્થકર નામ કર્મ છે. તીર્થકરના આત્મા જગત સ્થિતિનું અવલોકન કરે છે ત્યારે જે પ્રમોદભાવ પ્રગટે કે જગતના તમામ જીવો મારા જેવા છે. સત્તાએ સિધ્ધતા ધરાવે છે પરમ સુખથી ભરેલા છે પરંતુ હાલમાં કાયા કષાયને કર્મની વેદના ભોગવી રહ્યા છે. છતાં જીવોને મહામિથ્યાત્વના ઉદયે પોતાના દુઃખનું પણ ભાન નથી. મોહની મહાવેદનામાં પણ તેઓ પોતાને સુખ ભોગવ્યાની ભ્રાંતિથી ભ્રાંત થઈ ભાવી દુઃખની અનુબંધ (પરંપરા) સંસાર વૃધ્ધિનું સર્જન કરી પોતાના આત્માને દુઃખના ખાડામાં ધકેલે છે. જીવો વર્તમાનમાં નવતત્વ // ૩O૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ જ સુખી બની શકે તે માટે ઝળહળતું જિનશાસન વિદ્યમાન છે. છતાં જીવો તેનું શરણ લેતા નથી અને મહા દુઃખી થઈ રહ્યા છે તો જો મારામાં શકિત પ્રગટી જાય તો હું બધા જીવોને સર્વથા દુઃખથી મુકત થાય અને સદા શાશ્વત સુખના ભાગી થાય તેવું 'જિનશાસન' બધાને પમાડું. આવી પરાકાષ્ટારૂપ પ્રશસ્ત ભાવ – વરબોધિ સમકિતની હાજરીમાં મહા પ્રશસ્ત કરુણા ભાવના ભાવે છે અને તેના કારણે તેમને તીર્થકર નામકર્મ જે વિશુદ્ધ કોટિના પુણ્યાનુબંધીરૂપ થાય છે. તીર્થકર નામ કર્મની નિકાચના થયા પછી અન્તર્મુહૂર્તમાં જ તેનો પ્રદેશોદય શરૂ થાય જેના પ્રભાવે તેઓ જયાં પણ હોય ત્યાં બીજા બધા કરતા તેઓને સૌથી ઉત્તમ પ્રકારની બાહ્ય વૈભવાદિ સંપત્તિ પ્રાપ્તિ થાય, અને જન્મતા નરકાદિ જીવો પર પણ ઉપકાર કરનારા બને છે. 1 જિનશાસન પમાડવાની જ ભાવના શા માટે ભાવી? જગતમાં સર્વ જીવો સત્તાએસિધ્ધ સ્વરૂપ છે તેથી તેઓ સુખી છે. દરેકના આત્મ પ્રદેશોમાં સુખ કેટલું?"તુમ સુખ એક પ્રદેશનું નવિ માવે લોકાકાશ" આત્માના એક પ્રદેશમાં રહેલું સુખ લોક કે અલોકમાં પણ સમાઈ શકે તેમ નથી છતાં સંસારી જીવો જે કર્મ કાયા અને કષાયને વશ છે તેઓ મિથ્યાત્વ – કષાયના ઉદયે મહાવેદના ભોગવી રહ્યા છે. જ્યાં સુધી આ જીવો જિનના વચન (આજ્ઞા–આગમ) વડે દુઃખના કારણો – મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચારના બંધનમાંથી નહીં છૂટે ત્યાં સુધી તેઓ પૂર્ણ સુખી થઈ શકશે નહીં. તેથી તેમને જિનશાસન (જિનાજ્ઞાજિનવચન) પમાડું તેનાથી પ્રતિબોધ કરું આવી મહાકરુણા (પ્રશસ્ત કરૂણા) ભાવના ભાવવા વડે તીર્થકર નામ કર્મ બાંધ્યું અને સ્વયં સાધના કરવા વડે મિથ્યાત્વ-અવિરતિ અને કષાયના બંધનથી પૂર્ણ મુકત થઈ કેવલાદિ ગુણથી પૂર્ણ થયા. એટલે સૌ પ્રથમ કાર્ય ભવ્ય જીવોને કર્મ, કષાય અને કાયાના અનાદિ બંધનથી મુકત કરાવવાની વાણી (વચન) દેશનાનો આરંભ કર્યો અને જીવોની મુકિતમાં પ્રધાન નિમિત્ત કારણ બન્યા. " જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી આત્મા પર મોહની પકડ રહે ત્યાં સુધી અશુભ ભાવ આવતા વાર નહીં. ત્યાં સુધી આત્માએ સ્વાત્મા પર નવતત્ત્વ || ૩૦૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ કરુણા લાવવાની છે. પ્રસન ચંદ્ર રાજર્ષિને પુત્રના રાગે – અશુભ ધ્યાને ચડતા સાતમી નરક સુધીના દળિયાનું ઉપાર્જન કર્યું અને શુભભાવથી આગળ વધતા શુધ્ધ ભાવ આવતા પાછા વળ્યા તો ક્ષણમાં કેવલજ્ઞાનની પૂર્ણતાની દેવદુંદુભી વાગી. આત્મા ગુણસ્થાન પર ચડે ત્યારે કરુણા પ્રધાન સ્વલક્ષી બને પરની ગૌણતા બને. સ્વલક્ષી કરુણામાં પ્રધાન બની સ્વભાવમાં પરાવર્તન પામે. આજુબાજુના દુઃખી આત્માઓ ઉપર કરુણા – સ્વજનો, સંબંધીઓ તથા સ્થાવર જીવો પર કરુણા થવી જોઈએ. સ્થાવર જીવોમાં સિધ્ધના જીવોના દર્શન થાય તો તેમને પણ અભયદાન રૂપ વિરતિ સ્વીકારવાનું મન થાય. સર્વવિરતિની શકિત ન હોય તો દેશવિરતિ સ્વીકારે, તે પ્રમાણે પણ શકિત ન હોય તો ઓછામાં ઓછી વિરાધના કેમ થાય તેમ જીવન ઔચિત્ય વ્યવહારથી જીવે. 0 કરૂણાભાવનાનું ફળ परदुःखप्रतिकारमेयं ध्यायन्ति ये हृदि। लभन्ते निर्विकारं ते सुखमायन्ति सुन्दरम् ॥ (શાત સુધારસ) જે આત્મા બીજાના દુઃખને જોઈ શકતો નથી અને તે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરશે તે આત્મા ભવિષ્યમાં નિર્વિકાર સુખનો ભોકતા બનશે. જેમ જેમ ભાવનાઓ વિશુધ્ધ બનતી જાય તેમ તેમ ગુણોનો અનુબંધ પડતો જાય. કરુણાનો પ્રશસ્તભાવ જયારે પ્રકૃષ્ટ બને ત્યારે તે આત્માને પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય-તીર્થકર નામકર્મ બંધાય. તે કર્મના ઉદયે–સર્વદેવોથી અધિક રૂપ, શ્વાસોચ્છવાસ કમળ જેવો સુગંધી, પરસેવો રોગાદિ રહિત-સર્વને આકર્ષણીય બને પણ મૈત્રી, પ્રમોદ અને માધ્યસ્થ એમ ચારેય ભાવનાથી પોતે વાસિત હોવાથી ભોગાવલી કર્મનો ઉદય પૂર્ણ થતાં સાપ કાચળી ઉતારે તેમ સમગ્ર રાજઋધ્ધિ આદિ સર્વ સહજ ત્યાગ કરે, પાછું વળીને ન જુએ. સનસ્કુમાર ચક્રવર્તીના શરીરમાં રોગનો નિર્ણય થતાં તરત છ ખંડાદિ ક્ષણમાં છોડી દેતા, છ નવતત્ત્વ || ૩os Page #309 -------------------------------------------------------------------------- ________________ મહિના અંતઃપૂર–પ્રજાજન પાછળ ફર્યું છતાં પાછળ વળીને ન જોયું. પૂર્વે કરેલી પ્રમોદ, મૈત્રી અને કરુણાદિ વિશુધ્ધ ભાવનાની પરાકાષ્ઠાનું ફળ. ધર્મની શરૂઆત દયાના પરિણામથી થાય અને દયાનો પરિણામ સર્વ જીવોનું જ્ઞાન કરવાથી થાય, આથી દયા માટે પ્રથમ જ્ઞાનની વાત મૂકી. પશ્ચિમ | તો ય | અન્ય દર્શનકારોનું માનવું છે કે જરૂર વગરનું જાણવાની જરૂર શી? સૂક્ષ્મ જીવો, કીડા વગેરેને જાણીને શું કામ છે? કર્મકૃત પીડા ભોગવતા દરેક જીવ દયાને પાત્ર છે. તેની ઉપેક્ષા એટલે સ્વાત્માની ઉપેક્ષા છે. સ્વ સાથે સર્વ પર કરુણા એ સમ્યગુદર્શનની કરુણા છે. મૈત્રાદિ ચાર ભાવના સમતા સાધનાનું પરમ સાધન છે. સમતા એ જ જીવનું પ્રધાન સાધ્ય છે અને તેને સિધ્ધ કરવા કરુણાદિ ચાર ભાવના એ પરમ સાધન છે. ધર્મરુચિ અણગાર શુધ્ધદયાના પરિણામે સવથ સિધ્ધવિમાનમાં ધર્મ રુચિ અણગાર કડવી તુંબડીનું શાક વહોરીને ગુરુને બતાવતા ગુરુએ એને ઝેર રૂપ જાણી જંગલમાં નિર્જીવ ભૂમિ પર પરઠવાની આજ્ઞા કરી, ગુરુ આજ્ઞા શિરો માન્ય કરી જંગલમાં જઈ નિર્જીવ ભૂમિની ગવેષણા કરી ત્યાં શાક પરઠવતા પ્રથમ તેલનું એક ટીપું નીચે જમીન પર નાખીને જોયું તો કીડીઓ સુગંધથી આકર્ષાઈને ત્યાં આવીને ટપોટપ મરતી જોવાઈ. દયાથી વાસિત હૃદય તે જોઈ ન શક્યા ને પરડવા માટે શુધ્ધ ભૂમિ પોતાની અંદર જોઈ – તરત બધું કડવું તુંબડીનું શાક અંદર પરઠવી દીધું. સ્વ જીવની કરુણાના પરિણામની રક્ષા માટે દ્રવ્ય દેહનો નાશનો વિચાર નહીં. દ્રવ્ય–ભાવ પ્રાણીની રક્ષામાં સ્વદેહના ત્યાગ આનંદ સમાધિ માણતા સમાધિ પૂર્વક કાળ કરી સર્વાથ સિધ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમ ના કાળ સુધી તત્ત્વ ચિંતન રમણતાનું સુખ માણી મનુષ્ય ભવમાં આવી નિરતિચાર ચારિત્ર પાળી શાશ્વત સુખના ભોકતા થશે. જે આત્માઓ નિર્મળ કરુણાના પરિણામ વડે બીજાના દુઃખો સહન કરી શકતા નથી અર્થાત્ સ્વ કરુણાની ઉપેક્ષા કરતા નથી પણ કરુણાના રક્ષાર્થે દ્રવ્ય દેહાદિની મમતાનો ત્યાગ કરે છે તે થોડા જ કાળમાં આત્માના નિર્વિકાર અનુપમ શાશ્વત સુખને પામે છે. નવતત્ત્વ || ૩૦૭ Page #310 -------------------------------------------------------------------------- ________________ (૩) પ્રમોદભાવના: જીવ પ્રત્યેના કટુ ષ ભાવને દુર કરવા દર્શનભાવના, જ્ઞાનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્ય ભાવનાથી ભાવિત કરવા માટે પ્રથમ નિશ્ચયથી પ્રમોદ ભાવમાં જવું પડે તે માટે ગુણ દષ્ટિ કેળવવી પડે. વ્યવહારથી પ્રમોદ ભાવ એટલે પરસુહ તુષ્ટિમુદિતા . (અધ્યાત્મ કલ્પદ્રુમ) બીજાને સુખી જોઈ આનંદ અનુભવો અર્થાત્ આપણને આનંદ આવે. જયારે નિશ્ચયથી પ્રમોદ ભાવ એટલે __ अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥१४॥ (અધ્યાત્મ કલ્પદ્રુમ) સર્વજ્ઞ તત્ત્વ દૃષ્ટિથી જગતને જોવાની યોગ્યતાને કારણે વસ્તુને માત્ર પર્યાય દષ્ટિ ઉપરછલી દષ્ટિથી ન જોતા પણ વસ્તુને પૂર્ણ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાય દષ્ટિથી જોવાને કારણે તે જીવને તેની સત્તાગત અવસ્થા જોવાથી તેમાં તેને પૂર્ણ ગુણના દર્શન થાય છે અને દોષોને જોતો નથી તેથી ગુણનો પક્ષપાતી બનેલો તે ગુણોને જોઈ આનંદને પામે છે તેનો પ્રમોદ ભાવ છે. નિશ્ચય પ્રમોદ વિના સ્વ જીવ સાથે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને કર્મ-કષાયને આધિન સ્વ સાથે સર્વ જીવો પર કરુણા ભાવ અને તીવ્ર દોષને આધીન થયેલા જીવો પર માધ્યસ્થ ભાવ પણ નહીં આવે. આ ચાર ભાવના વિના શુધ્ધ સ્વભાવ (સમત્વ) રૂપ નિશ્ચયધર્મ પ્રગટ નહીં થાય. પ્રમોદભાવની પ્રાપ્તિ માટે માટે ધન કે તપની જરૂર નહીં? વર્તમાનમાં પ્રગટ ગુણોને પકડવામાં આવે તો પ્રમોદ ભાવ આવે. સત્તાગત ગુણોને પકડવામાં આવે તો ગુણના પક્ષપાતપણાથી તેના દોષોને જોવાનું છૂટે અથવા દોષોને દૂર કરવાનું આવે તો સહજ પ્રમોદની પ્રાપ્તિ થાય. આત્માનું સુખ આત્માના ગુણથી મળશે અને તે ગુણની અનુમોદના કરવાથી સુલભ થાય. તેમાં વિશિષ્ટ તપ કે પૈસા ખરચવા પડતા નથી. ઊંધી મહેનત ઘણી કરી. જગતને છેતરવામાં બહાદુરી બતાવી પણ ફકત ગુણ તરફ દષ્ટિ ફેરવવાથી મફતમાં પ્રમોદ નવતત્ત્વ || ૩૦૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ ભાવ મળી શકે તેમ છે. કોઈ પણ વ્યકિતના દોષ જોવાને બદલે ગુણ જોવાથી આત્મામાં અકળામણ નહીં થાય. || સુખીના આલંબનથી સુખી અને દુખીના આલંબનથી દુઃખી થવાયઃ માટે કોણ સુખી કોણ દુઃખ તે જાણવું જરૂરી. સર્વ પ્રકારનું શાશ્વત પૂર્ણ સુખ સિધ્ધના આત્માઓ ધરાવે છે. તેનો જ પૂર્ણ અનુભવ કરે છે અને કોઈના પણ દુઃખમાં નિમિત્ત પણ બનતા નથી. માત્ર સુખી થવાનું આલંબન જગતના જીવોને આપી રહ્યા છે. જીવ માત્ર પૂર્ણ સુખને ઈચ્છે છે પણ સિધ્ધનું આલંબન લેનારા કેટલા? અરિહંતના આત્માઓ જન્મતા ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તેથી તેમને જગતનું તાત્વિક જ્ઞાન છે. સાચું સુખ કયાં છે અને કઈ રીતે પ્રાપ્ત થાય તેનો સહજ વિવેક સ્વયં તેમને હોવાથી તેઓ ભોગાવલી કર્મની નિવૃત્તિ થવા માત્રથી જ સર્વ સુખ માટે સાધુ ધર્મનો સ્વીકાર કરી, સર્વસુખના સ્વામી એવા સિધ્ધોને જ પ્રથમ નમસ્કાર કરે અને તેનું જ આલંબન લઈને સાધનાનો આરંભ કરે છે. પોતાના તરફથી કોઈને પણ પીડા પ્રાપ્ત ન થાય અને પોતાના આત્માને પણ પીડા પ્રાપ્ત ન થાય તેનું જ લક્ષ કરીને શરીર પરના પરિષહ ઉપસર્ગોમાં અડીખમ રહીને અને સુખના ભાગી બને છે અને જગતને-પણ અનુપમ સુખનો માર્ગ ફરમાવે છે. 1 સુખી થવાનો ઉપાય-સિદ્ધનું સ્મરણ અને અરિહંતની આજ્ઞાનું પાલન જેણે સુખી બનવું હોય તેણે સતત સિધ્ધનું સ્મરણ અને અરિહંતની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. નવકારવાળી ઘણી ગણાય જાય પણ તેમાં સિધ્ધાણં પદ બોલાય જાય પણ સિધ્ધનું સ્મરણ આવતું નથી. મોહથી બંધાયેલા પોતાના માનેલા સ્વજનાદિનું સ્મરણ સહજ આવે છે. સ્વાત્માના ગુણોથી જ સુખ અને દોષોથી જ દુ:ખ આત્માના ગુણોથી જ સુખ અને આત્માના ગુણોના વિકારરૂપ દોષથી નવતત્વ || ૩O૯ Page #312 -------------------------------------------------------------------------- ________________ દુબ. દોષ બહારથી અંદર આવતા નથી પણ જે ગુણો કર્મથી આવરાયા તેથી વિકાર રૂપે દોષ પ્રગટ થયા. તો દોષોને દૂર કરવામાં આવે તો શુધ્ધિ થતાં ગુણો પ્રગટ થાય, તો આત્મા સુખી થાય. a ગટરનું ગંધાતું પાણી પણ જે પ્રક્રિયાથી શુધ્ધ થઈ શકે તો આત્મા કેમ શુદ્ધ ન થઈ શકે? કચરો, ગંદકી દૂર કરો તો પાણી નિર્મળ થઈ જાય. જગતના સંબંધો તોડી નાખો તો મોહની ગંદકી ન થાય અને સંયમ, તપ, ત્યાગ રૂપી સુગંધનો ઉમેરો કરો એટલે આત્માને નિર્મળ થતાં વાર ન લાગે. પુણિયા શ્રાવકની સામાયિકની પરમાત્માએ કેમ વખાણી? બિન જરૂરી સંબંધો કાપી નાખ્યા એટલે પરમ સંતોષથી સંયમ અને તેથી સામાયિકમાં સ્થિરતા સહજ આવી. જિનની આજ્ઞા માત્ર સુખી થવા માટે જ છે."દોષમુકિત-સુખભકિત." જે પાપી ક્રૂરઆત્માઓએ જીવનમાંથી દોષો દૂર કર્યા અને ગુણો માટેનો પુરુષાર્થ કર્યો તેવો ગુણ પ્રાપ્તિ વડે સુખી થયા. પ્રમોદ ભાવનાના ફળ રૂપે સિધ્ધોને વંદના કરતી વખતે નમો સિધ્ધગુણ પદ બોલતા પૂર્ણ સુખમાં મહાલતા પાંચમા અનંતે રહેલા સિધ્ધો આપણી નજરમાં આવતા આપણા આત્માના અસંખ્ય પ્રદેશો આનંદવિભોરથી ઝુકી પડવા જોઈએ. 2. જગતમાં સૌથી વધુ સુખી કોણ? સિધ્ધ ભગવંતો – સર્વ પર સંગથી રહિત હોવાથી અને સ્વ ગુણ અને સર્વ આત્મ પ્રદેશોમાં અનંત વીર્ય તેમાં નિરંતર પરિણમે. (૨) તીર્થંકર પરમાત્મા – એક સમય માત્ર શાતાનો ઉદય અને સમતાનો પૂર્ણ ભોગવટો. મોહથી રહિત અને જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ. કેવલી ભગવંતો – ઘાતીનો સર્વથા અભાવ તેથી મોહની પીડાથી પૂર્ણ મુકત કેવલજ્ઞાનાદિ ગુણ પૂર્ણ ભોગવે. શાતા-અશાતાનો એક સમય બંધ – ઉદય. નવતત્વ || ૩૧૦ Page #313 -------------------------------------------------------------------------- ________________ ક્ષીણમોહ ૧રમા ગુણ સ્થાને રહેલા - પૂર્ણ મોહ ક્ષય વીતરાગતાને ભોગવે. પણ હજી પૂર્ણ જ્ઞાનાદિ ગુણ પ્રગટ્યા નથી. (૫) ૧૧મે ઉપશાંત મોહવાળા - સત્તામાં મોહ છે પણ ઉદયમાં નથી તેથી ૧૨મા કરતા ૧૧મે વિશુધ્ધિ ઓછી. (૬) ૭મા ગુણ સ્થાનકે ૧૦મા સુધીના જીવોચડતા વિશુધ્ધ પરિણામે પરિણમી રહ્યા છે, તેથી તેઓ મોહને આધીન નથી તેથી તેઓ પણ સુખી છે. ઠ્ઠા ગુણ ઠાણાવાળા જીવો જેઓ અપ્રમત્ત થવાના લક્ષપૂર્વક મોહથી સાવધાન બની મોહને નિષ્ફળ કરવાના પ્રયત્નવાળા હોય ત્યારે સુખી પણ જેટલા અંશે મોહને આધીન થાય તેટલા અંશે દુઃખી. "સાધુ સદા સુખીયા ભલા દુઃખીયા નહીં લવ લેશ" જે સાધુ ગૃહસ્થનો પરિચય કરવામાં અને બાહ્ય પ્રવૃત્તિમાં પડી જાય તેઓ તે સુખ ન ભોગવી શકે. સમ્યગુદષ્ટિ કે દેશવિરતિ જેટલા અંશે વિરતિના પરિણામમાં હોય અને સમ્યગુદર્શનના પરિણામમાં હોય ત્યારે અનંતાનુબંધી કષાયને આધીન નથી એટલા અંશે સંતોષ, સંવેગાદિપરિણામના અનુભવના કારણે તેટલી આંશિક સુખની અનુભૂતિ તેમને હોય પણ સાથે અપ્રત્યાખાનાદિ ચારિત્ર મોહના ઉદયના કારણે પીડા અનુભવે તેનું તેને દુઃખ પણ હોય. અપેક્ષાએ સમ્યગદષ્ટિ સૌથી વધારે દુખી શા માટે? સમ્યગુદષ્ટિ આત્માને સર્વજ્ઞ વચનથી પૂર્ણ પ્રતીતિ કે મારા આત્મામાં અનંત સુખ, અનંત જ્ઞાનાદિ સંપત્તિ છતાં મારે બહાર ભીખારીની જેમ ભટકવું પડે છે. મારા નિર્મળ આનંદ ભોગવવાને બદલે પુગલનો ભોગ ભોગવવો પડે છે. અનેક પ્રકારની પરાધીનતાને આધીન બનેલો આનંદને બદલે મોહની પીડા અનુભવું છું. આથી સમ્યગુદષ્ટિ વધારે દુઃખી છે. a શુધ્ધ ધર્મથી ધર્મની જ વૃધ્ધિ થાય ધર્મનો પુરુષાર્થ મિથ્યાત્વ છૂટે પછી જ થાય. આત્માની સત્તામાં જ ધર્મ છે અને તે પ્રગટેલા આંશિક ધર્મ વડે જ સત્તામાં રહેલા કેવલજ્ઞાનરૂપ પૂર્ણ ધર્મ નવતત્વ || ૩૧૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરવાનો છે. ધર્મથી જ ધર્મની પ્રાપ્તિ થશે. તેથી પ્રથમ આત્માને પોતાનામાં ધર્મ છે તેની પ્રતીતિ કરવાની મુખ્ય સાધના કરવાની છે. ધર્મ સિવાય બીજી કોઈ વસ્તુ આત્મા પ્રાપ્ત કરી શકે તેમ નથી અને રહી શકે તેમ પણ નથી અર્થાત્ ભોગવી શકે તેમ નથી. આટલો નિર્ણય થાય તો પરમાત્માએ જ્ઞાનાચારાદિ પાંચ વ્યવહાર ધર્મ જે આજ્ઞા રૂપે ફરમાવ્યા તે પાંચ સત્તાગત ધર્મને પ્રગટાવવા ફરમાવ્યા છે. નહીં તો વ્યવહાર દ્વારા પુણ્યનો બંધ તેના ઉદયે ફરી સંસાર સંયોગ પ્રાપ્તિ તેને ભોગવી ફરી સંસારની પરંપરા ચાલશે. પુણ્યના યોગે ચક્રવર્તીને છ ખંડની પ્રાપ્તિ છતાં તૃપ્તિ નહીં. બીજા પણ છ ખંડ જીતવાનો લોભ સુભૂમ ચક્રવર્તીને જાગ્યો અને તે લોભથી બીજા સમુદ્રમાં તણાયો અને છ ખંડ વટાવી સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમકાળ નરક વેદના ભોગવવાની સજા મળી. ધર્મથી ધર્મની વૃધ્ધિ કઈ રીતે થાય? વ્યવહાર ધર્મ આચાર રૂપ અને નિશ્ચય ધર્મ આત્મામાં ગુણ પરિણામરૂપ છે. આથી તીર્થંકર પરમાત્મા જેઓ જન્મથી ત્રણ જ્ઞાન ધારક હતા તેમણે પણ વ્યવહાર ધર્મ વડે નિશ્ચય ધર્મ પ્રગટ કર્યો, ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કર્યો. વર્ષીદાન, પંચમુષ્ટિ લોચ અને સામાયિક દંડક ઉચ્ચરવા રૂપ વ્યવહાર કર્યો. દેવોએ પ્રભુના ખભા પર દેવદૂષ્ય મૂછ્યું તો તેનો પણ સ્વીકાર કર્યો. આથી માત્ર નિશ્ચય વડે જ મોક્ષની પ્રાપ્તિ માટે જે કહી રહ્યા છે તેમને વિચારવા જેવું છે. તે સર્વજ્ઞના માર્ગની ઉપેક્ષા કરવા જેવું છે. પરમાત્માને સામાયિક દંડક સૂત્રનો ઉચ્ચાર કરવાની સાથે જ તેનો અર્થ આત્મામાં પરિણામ પામતા જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરિણામોની નિર્મળતા પ્રગટ થતાં ચોથું મન:પર્યવજ્ઞાન અને ચારિત્રના વિશુધ્ધ પરિણામ રૂપ અપ્રમત્ત ગુણસ્થાનક પર આત્માનું આરોહણ અર્થાત્ ચોથાથી સાતમા ગુણ સ્થાનક પર આરોહણ થયું. આમ પરમાત્માને પણ વ્યવહાર ધર્મથી નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થાય છે. પરમાત્માને પણ જ્યાં સુધી નિકાચિત ભોગાવલી કર્મનો ઉદય હોય ત્યાં સુધી પુદ્ગલ ભોગના યોગના કારણે – આત્મ ભાગ રૂપ ચારિત્ર પરિણામ પ્રગટ ન થાય પણ તે કર્મ જેવું ભોગવાઈ જાય કે તરત તે નવતત્ત્વ // ૩૧૨ Page #315 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરે. ભાવના એ ઈચ્છાયોગ અને તે રૂપે થવાનો પુરુષાર્થ રૂપ અભ્યાસ એ શાસ્ત્રયોગ અને અભ્યાસ કરવા આત્મા પોતાના સહજ ગુણમય બની જાય ત્યારે તે સામર્થ્યયોગ છે. મૈત્યાદિભાવના રૂપ વ્યવહાર ધર્મ સાથે આત્મ સ્વભાવ રૂપ નિશ્ચય ધર્મ ન હોય તો માત્ર શુભ પુણ્ય બંધાય. શુધ્ધ ધર્મના લક્ષપૂર્વક કરાતા વ્યવહાર ધર્મમાં જેટલા શુધ્ધ પરિણામ પ્રગટ થાય તેટલી નિર્જરા અને પ્રશસ્ત ભાવ થાય ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. a પ્રમોદ ભાવનું ઉત્કૃષ્ટ ફળ શું? પૂર્ણ ગુણમય પરમાત્માના દર્શન થતાં આનંદ–બહુમાન ભાવ થવો. પરમાત્મા ગમવા, પરમાત્મા થવાની રુચિ થવી. તે સિવાયના બીજા બધા મનોરથ બંધ થવા અને પરમાત્મા થવા માટે તે સિવાયના સંયોગો હેય લાગવા તેમાં ઉદાસીનતા આવવી, સ્વદોષો સહન ન થવા, દૂર કરવાના ભાવ, રુચિ થવી અને ગુણોની પ્રાપ્તિ, અનુભૂતિની તીવ્ર ઝંખના, રસ, રુચિ પ્રગટ કરવી. તે માટે દોષોના ત્યાગ રૂપ અને સર્વગુણોને પ્રગટ કરવાના પરમ ઉપાય રૂપ સર્વ સંગના ત્યાગ રૂપ સાધુપણું ગમવું તેની રુચિ થવી અને તેના માટે અપૂર્વ પુરુષાર્થ કરવાનું શરૂ કરે તે પ્રમોદ ભાવનું ઉત્કૃષ્ટ ફળ છે. અર્થાત્ પોતાના આત્મ ગુણોની અનુભૂતિ જ્યારે કરતાં થાય ત્યારે પ્રમોદભાવ – સ્વભાવ રૂપ થયો કહેવાય. a પ્રમોદ ભાવની પુષ્ટિ માટે શું જરૂરી? પુદ્ગલનો રૂપ વૈભવ કે આત્માનો ગુણ વૈભવ? પરમાત્માની રત્નોથી સુંદર અંગરચના જોઈ આનંદ આવે. બીજે દિવસે આંગી ન હોય તો અંદર આનંદ ન આવે, તો આનંદ શેનો? પરમાત્માના ગુણ વૈભવ પર દષ્ટિ ન હોવાથી આનંદ ન આવ્યો. પરમાત્માના ગુણો સ્વાત્મામાં તે ગુણો પરિણમે તેની રુચિ પૂર્વક જો રટણ કરવામાં કે સ્તવના કરવામાં આવે તો તે ગુણો આપણામાં અંશથી પણ પ્રગટ થાય. તે પ્રમાણે બીજાના દોષોને જો રસ પૂર્વક સાંભળીયે, જોઈએ કે કહીએ તો તે દોષો પણ આપણામાં આવ્યા વિના ન રહે. નવતત્ત્વ // ૩૧૩ Page #316 -------------------------------------------------------------------------- ________________ અનુપમા દેવીએ પદ્ગલિક રત્નો પરમાત્માને ચડાવીને પરમાત્મામાં રહેલા કેવલજ્ઞાનાદિક શાયિક રત્નો પ્રાપ્ત કર્યા. અનુપમા દેવીએ નેમીનાથ પરમાત્મામાં કેવલજ્ઞાનાદિ ગુણ રત્નો જોઈ, પોતાનો દેહ રત્નોથી મઢેલો જોઈ તે ન ગમ્યો તેથી તે બધા રત્નો પરમાત્માને ચડાવી કેવલજ્ઞાન રત્નોનો અનુબંધનો લાભ મેળવ્યો તેથી વર્તમાનમાં મહાવિદેહમાં તેઓ કેવલી તરીકે વિચારી રહ્યા છે. ચંદનાએ માત્ર બાકુળા આપી ૧રા ક્રોડ સુવર્ણની વૃષ્ટિ થવા છતાં તે ગ્રહણ ન કરી પણ ચારિત્રનો સંકલ્પ પરમાત્મા પાસે કરી ચારિત્ર રત્ન મેળવી અને અંતે કેવલરત્ન પણ મેળવ્યું. પરમાત્મા અને તમામ જીવો સત્તાએ સિધ્ધ છે તો તેઓને પરમાત્મા તુલ્ય જોવાથી પ્રમોદ ભાવ પ્રગટે. 0 રાગનો વિકાર સ્નેહાદિ ભાવ છે અને પ્રેમની પ્રભા પ્રમોદભાવ છે. પ્રમોદભાવથી જગતના તમામ જીવો પોતાના સમાન દેખાય પછી જ દરેક જીવ પ્રત્યે મૈત્રી થશે, રાગ નહીં રાગ આત્મહિતનો વિચાર ન કરવા દે, પ્રેમ આત્મહિતની ચિંતા કરાવે. પ્રેમ સ્વ-પર આત્મામાં વ્યાપે અને ગુણોને પકડે. રાગ એ શરીર અને કર્મકૃત અવસ્થા – સંબંધોને પકડે. રાગનું શુધ્ધ થવું એ પ્રેમ, પ્રેમનું મલિન થવું એ રાગ છે. ગુણ જો દબાય તો દોષરૂપે પ્રગટ થાય. રાગ સંકુચિત છે. તે પોતાના જે માનેલા હોય તેટલા જ કુંડાળામાં પ્રવેશે. જ્યારે પ્રેમ સર્વ જીવો વિષે વ્યાપે. પરમાત્મા રાગથી ખાલી થાય અને પ્રેમથી ભરાય. તેથી સર્વ જીવમાં તે વ્યાપી જાય અને સર્વ જીવોને પરમાત્મા રૂપે જ જુએ. તાત્વિક પ્રમોદાદિ ભાવ સમ્યગુદષ્ટિને અવશ્ય હોય. भावाणा पुण एसा सम्मदिट्टिस्स होति नियमेण । पसमादिहेउ भावां निव्वाणं पसाहीणी चेव ॥ (ઉપદેશપદ) જિનેશ્વર પરમાત્માની ભાવાજ્ઞાનો અધિકારી સમ્યગુદૃષ્ટિ જ બને, પ્રશમાદિ ભાવ સ્વાત્માના ગુણ પ્રાપ્તિ સન્મુખ કરનારા હોવાથી તે મોક્ષ સાધક નવતત્ત્વ // ૩૧૪ Page #317 -------------------------------------------------------------------------- ________________ બને. સમ્યકત્વ એ પ્રમોદાદિ ચાર ભાવોથી યુકત જ હોય. મૈત્રી અને પ્રમોદ ભાવ આત્માના ગુણોની પ્રાપ્તિરૂપ. કરુણા અને માધ્યસ્થ એ દોષોથી રક્ષણ અટકાવવા રૂપ છે. 9 આશાતના કયા પ્રભુની નહીં કરવાની? સત્તાગત પ્રભુને પ્રસન્ન ન કરવા, તેને શુધ્ધ ન માનવા એ મોટી આશાતના. તેનું સ્મરણ ન કરવું, તેની ઉપાસના ન કરવી એ જ અજ્ઞાનતા છે. બહારના પરમાત્માને ઉચ્ચદ્રવ્યો આદિ અનેક ભકિતના પ્રકારોથી પ્રસન્ન કરવાના પ્રયત્નો કરાય છે પણ પ્રભુની આજ્ઞાનો સ્વીકાર કર્યા વિના તેમની કહેલી વાત માન્યા વિના પ્રભુ કદી પ્રસન્ન થાય નહીં. यः सिध्धात्मा पर: सोडह, सोडहं परमेश्वरः । मदन्यो न मयोपास्यो मदन्येन न चाप्यहम॥ (યોગપ્રદિપ) પ્રભુની પ્રધાન આજ્ઞા "તું – તથા સર્વ જીવ સત્તાએ સિધ્ધ છો તેથી સ્વ–સર્વ જીવોને પીડા ન આપવું અર્થાત્ સ્વયં સદા પ્રસન્ન રહેવું અને બીજાની પ્રસન્નતામાં બાધક ન બનવું તે જ પ્રધાન જિનાજ્ઞા. તે પ્રમાણે ન કરીએ એટલે આશાતના સત્તાગત સ્વ પ્રભુની અને સર્વજ્ઞ પ્રભુ બન્નેની અશાતના થાય. 3 પ્રમોદભાવ શા માટે ન આવે? દરેક આત્મા સત્તાએ સિધ્ધ છતાં આપણે તેને માત્ર કર્મકૃત્ પર્યાયથી જાણીએ–ઓળખીએ અર્થાત્ તે કઈ જાતિ? જ્ઞાતિ, પુરુષ કે સ્ત્રીનું કે કયો સંબંધ, પિતા–માતા કે પત્ની, પુત્રી આદિ સંબંધ જોઈએ જાણીએ તેથી રાગાદિ ભાવ પ્રગટે પણ પ્રમોદ ભાવ ન આવે. ઝવેરી ખાણમાંથી નીકળેલા પત્થરમાં અંદર ઝળહળતું રત્ન જુવે છે પછી મશીનો દ્વારા સાફ કરે તો કરોડોની કિંમત આવે. જેને પત્થરમાં રત્નછૂપાયેલું છે એવી ખબર ન હોય તે તેને પત્થર માની ફેકી દે. તે જ રીતે દરેક જીવો સાથેનો આપણો વ્યવહાર અને બહુમાન પરિણામ કેવો છે? તે વિચારો. ફકત શ્રધ્ધાથી નવતત્વ || ૩૧૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ જીવ પ્રત્યે પ્રમોદ ન આવે પરંતુ જીવમાં રહેલા ગુણોના બહુમાન ભાવથી પ્રમોદ આવે. પ્રમોદ ભાવ વિના સમતાના પરિણામ સામાયિકમાં ન આવે. સ્વાત્માના ગુણોનો આદર, બહુમાન અને રુચિ આવ્યા પછી જ સર્વ બતાવેલા આજ્ઞા માર્ગની આરાધના વડે આત્મનો વિકાસ નિશ્ચિત. જિનાજ્ઞા એ સ્વભાવ ધર્મ રૂપ (સમતારૂપ) છે અને તે મારા આત્મામાં જ છે. આ ખાત્રી ન થાય ત્યાં સુધી આત્મા માટે ધર્મ કરી શકું તેમ નથી તેમજ મારા આત્મા વડે થયેલા ધર્મનું ફળ મારા આત્મા સિવાય કોઈને માટે નહીં. અર્થાત્ આત્માએ અંદરનો સ્વાર્થ સ્વ જ્ઞાનાદિ ગુણને સાધવાનો છે પણ મિથ્યાત્વના ઉદયના કારણે આપણે બહારના (ધન, સત્તા, સંપત્તિ આદિ પૌદગલિક) સ્વાર્થ સાધવાના તમામ પ્રયાસ કરવાનું થાય. 2 સમ્યગદર્શન સાથે પ્રમોદભાવનો શું સંબંધ છે? ગુણોમાં જ્ઞાન ગુણની પ્રધાનતા છે. જ્ઞાનગુણથી વિકાસ યાત્રા શરૂ થાય, સમ્યગદર્શનથી જ જ્ઞાનની શુધ્ધિ શરૂ થાય. સમ્યગદર્શન પૂર્વકનું જ્ઞાન માત્ર જાણકારી રૂપ નહીં પણ આત્માને સ્પર્શનારું થાય અર્થાત્ પુદ્ગલ ભાવોમાં સંતોષ – અટકાવવાનો ભાવ, તીવ્ર આસકિતથી હળવાશ અનુભવે. સ્વાત્મા પ્રત્યે આદર, બહુમાન વધે અર્થાત્ સંસારનું બહુમાન ઘટે અને સંસારમાં ઉદાસીનતા, નીરસતા રૂપ નિર્વેદ ગુણોને અનુભવવા રૂપ રુચિ સંવેગ ભાવ પ્રગટ થાય. પ્રમોદ ભાવની વૃધ્ધિ થાય તેથી દિનતા જાય. a સમ્યગદર્શન એ મોક્ષ (ગુણની પૂર્ણતા)ની બીજભૂત અવસ્થા છે. - આસ્તિકયા કેવલજ્ઞાનના શુધ્ધ અંશરૂપ જ્ઞાનનો આરંભ છે. - અનુકંપા જ્ઞાનથી પ્રકાશિત થયેલી પોતાની દુઃખ દોષ અવસ્થા હેય લાગવી તે, ન સહન થવા રૂપ મુખ્ય પરિણામ છે. - નિર્વેદ : વીતરાગ અવસ્થાના બીજભૂત, દોષને દૂર કરવારૂપવૈરાગ્ય ભાવ. - સંવેગ = આત્માના સત્તાગત પૂર્ણ ગુણને અનુભવની રુચિરૂપ, આનંદના નવતત્ત્વ // ૩૧૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ આરંભ અવસ્થા ગુણ પ્રેમ બહુમાનાદિ પ્રમોદરૂપ સંવેગભાવ. – શમ પુદ્ગલભાવ અપ્રાપ્તિરૂપ અસંતોષના શમનરૂપ સંતોષ પ્રગટ થાય. તે જ અંતે તપગુણમાં પરિપૂર્ણતાને પામે અર્થાત્ સ્વગુણમાં તૃપ્તિરૂપ પામે. અર્થાત્ પ્રમોદ ભાવથી સ્વમાં વસવામાં જે નિરસતા અને પર ન મળવા રૂપ જે દીનતા રૂપ આર્તધ્યાન જાય અર્થાત્ સ્વયંમાં સદાકાળ વસવાનો રસ અને સ્વસંપત્તિ સ્વ પાસે જ છે એટલે પરની દીનતા ગઈ. સ્વ સંપત્તિ જે મળ્યા પછી પાછી જવાની નહોવાથી તેની પ્રાપ્તિ માટે પૂર્ણ લક્ષ બંધાય. ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં, પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે આવત ન કોક માનમે. (પૂ. મહો. યશોવિજયજી) ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી, મન ઓસર્યો હો લાલ. (પૂ. દેવચંદ્રવિજયજી મ.સા.) સમક્તિ આવે એટલે પર ઉપાધિ રૂપ દીનતાનો પરિણામ આત્મામાંથી નીકળતો જાય. આત્માના ગુણ સિવાય એક પણ વસ્તુ મારી નથી અને મારી પાસે રહેવાની નથી. આથી તે બધી આત્મા માટે ઉપાધિ, આત્માને અનેક વિકલ્પો કરાવનારી થાય. તેથી હવે તે મેળવવાને બદલે છોડવાનો કે છૂટવાનો ભાવ આવે તેથી દીનતાને બદલે ઉદાસીનતા આવે. જે આત્મા પ્રમોદને ધારણ કરે તેની મતિ ગુણોમાં ડૂબે, જે આત્મા દોષોને જુએ તેઓની મતિ દોષોમાં ડૂબી મલિન થાય. અંતરમાં તમામ આત્માઓના ગુણો, જે સર્વજ્ઞ પ્રમાણે છે તેઓની અનુમોદના કરવાની અને બહારથી યથાયોગ્ય ઔચિત્ય વ્યવહાર કરવાનો. ચંડાલાદિ હલકી જાતિમાં પણ સત્ય, નીતિ, અહિંસાદિ જે સહજભૂત ગુણો હોય તેની અંતરમાં અનુમોદના કરાય પણ જાહેરમાં અનુમોદના કરવામાંવિવેકરાખવો નવતત્ત્વ || ૩૧૭ Page #320 -------------------------------------------------------------------------- ________________ જેથી તેનામાં રહેલા બીજા દોષોને પ્રોત્સાહન ન મળે તેનો ઉપયોગ રાખવાનો. शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥ જગતમાં સર્વે જીવો કલ્યાણને પામો અર્થાત્ રોગાદિ સર્વ ઉપદ્રવોથી મુક્ત થાઓ, અને જીવો સ્વપર હિતમાં રકત થાઓ અને સર્વના સર્વ દોષો નાશ પામો અને સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ આવી ઉત્તમ ભાવના કોણ ભાવી શકે? જે આત્માને પોતાના દોષો પ્રત્યે ધૃણા પ્રગટ થાય અને પોતાના દોષો જે દૂર કરવા ઈચ્છે છે તેને જ આવી ભાવના પ્રગટ થાય. આથી સ્વના દોષો દૂર કરવાની રુચિ તીવ્ર થવી જોઈએ, સમક્તિ આવે તો તે આવી શકે. (૪) માધ્યસ્થ ભાવનાઃ क्रूरकर्मसु निःशङकं देवता गुरूनिन्दिषु आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थमुदीरितम् ॥१६॥ (અધ્યાત્મ કલ્પદ્રુમ) જે જીવો કર્મના ભારીપણાના કારણે દેવ-ગુરુ અને ધર્મી આત્માઓ પ્રત્યે અનાદર, દ્વેષ, ઘોર નિંદા, અપમાનાદિ વિરુધ્ધ વર્તાવ કરે અને પોતાની પ્રશંસા કરે, અને સ્વાત્મહિત સાંભળે નહીં અને સંભળાવનારને પણ દુશ્મન ગણે તેવા જીવો પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારવો, "આ જીવો ઘોર આશાતના કરવા વડે નરકાદિ દુર્ગતિ સર્જી મનુષ્યભવ હારી રહ્યા છે. પ્રભુ તેમને સબુધ્ધિ આપે." આમ તેના ભાગ્ય પર છોડી ઉપેક્ષા કરે, પણ વિશેષ પ્રયત્ન ન કરે. અધ્યાત્મ સારમાં પૂ. મહો. યશોવિજયજી મ.સા. એ કહ્યું છે કે "નિના નોકર નો જાય, પfપષ્યપિ ભવસ્થિતિ વિત્યા નિંદા કોઈની પણ ન કરવી પણ તેમની ભવસ્થિતિ જ એવી છે કે તેમને આવી બુધ્ધિ સુઝી રહી છે એમ વિચારવું. આપણા સમતાના પરિણામ જળવાઈ રહે ખંડિત ન થાય માટે જે વ્યક્તિના ગુણ પર પ્રમોદ લાવો તેજ વ્યક્તિના દોષ પર કરુણા અને મહાદોષ નવતત્વ // ૩૧૮ Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે માધ્યસ્થભાવ લાવો, કોઈપણ સંયોગમાં દ્વેષભાવ તો ન જ લાવો. જે મહાદોષને પાત્ર છે અને ગમે તેટલા પ્રયત્ન જે સુધરવાને લાયક નથી, કાં હું તેને સુધારી શકુ તેમ નથી તે માટે તે ઉપેક્ષાને યોગ્ય છે. પણ મારે તેના પર દ્વેષ ન થાય માટે માધ્યસ્થભાવ રાખવાનો છે. સામી વ્યક્તિ સુધરવાને યોગ્ય નથી કારણ તીવ્ર કષાય યુક્ત છે. કર્મનું ભારીપણું હોવાથી સ્વહિતરુચિ નથી તેથી તમે તેના દોષો દૂર કરવા હિત શિક્ષા આપશો તેને તે દ્વેષરૂપ થશે. તમારી સામે પ્રતિકાર કરશે ત્યારે તમારામાં ધિરજ–સમતા નહીં હોય તો કષાયવશ થવાનું થશે. તમારા અધ્યવસાય બગડશે, અસમાધિનું કારણ થશે. દ્વેષ-વૈરના અનુબંધ સર્જાવાનું પણ થાય. પરમાત્માએ શાસનની સ્થાપના જીવોને સુખી થવા અને દુઃખી ન થવા માટે કરેલ છે. જીવોનો મૂળમાં સ્વભાવ સુખ ભોગવવાનો અને દુઃખથી દૂર થવાનો છે. પણ જીવો અજ્ઞાનતાના કારણે સુખને બદલે દુઃખ ભોગવનારા થાય છે અને સુખથી દૂર રહે છે. આથી મૈચાદિ ચાર ભાવનાઓ માંથી બે ભાવના જીવોને સુખી થવા માટે અને બે ભાવના દુઃખી ન થવા માટે છે. મૈચાદિ ચારભાવનામાંથી પ્રમોદ અને મૈત્રીભાવનામાં સુખી આત્માઓ સાથે સુખી થવા માટે અને કરુણા અને માધ્યસ્થ ભાવના દુઃખી જીવો સાથે દુઃખી ન થવા માટે કરવાની છે. असदाचरिणः प्रायोलोका कालानुभावतः । द्वेष स्तेषु न कर्तव्यं, संविभाव्य भवस्थितिम ॥ (યોગસાર) કલિકાળના પ્રભાવે પ્રાયઃ કરીને લોકો અસત્ આચરણ કરનારા થશે. તેથી તેમને વિષે દ્વેષભાવ ન કરતા જીવોની ભવ સ્થિતિનો વિચાર કરવો. દરેક જીવને દુઃખથી મુક્ત કરવાનું સામર્થ્ય પરમાત્મામાં પણ નથી તો આપણું સામર્થ્ય તો ક્યાંથી હોય? તેથી આપણો આત્મા દુઃખી ન થાય તે માટે કરુણા અને માધ્યસ્થ ભાવ ભાવવાનો છે. કર્મના ઉદયવાળા જીવો બે પ્રકારના નવતત્વ // ૩૧૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ રોગી છે એકને સાધ્ય રોગ છે. એકને અસાધ્ય રોગ છે, ઉપાય કરવા વડે જેના રોગ (દોષો) દૂર થઈ શકે તે સાધ્ય રોગી અને જે ગમે તેટલા ઉપાય કરવા છતાં રોગ (દોષો) દૂર ન થાય ઉલટા સ્વ પર વૃધ્ધિ થવાનો સંભવ રહે તે અસાધ્ય રોગી જે દૂર થાય તેમ નથી તો તેમાં મહેનત કરીને શક્તિ અને સમય ન વેડફાય. જે જ્ઞાની હોય તે નિષ્ફળ કાર્યનો આરંભ કરનારા ન હોય. આથી સાધ્ય રોગી પર કરુણા કરવાની અને અસાધ્ય રોગી પર માઘ્યસ્થ ભાવના ભાવવાની છે. આપણા આત્માના પરિણામો કૂણા રહે અને તેઓ દુઃખી ન થાય તે માટે કરુણા કરવાની છે. જે દેવગુરુ ધર્મની ભયંકર નિંદા—ટીકા કરે છે તેના પર ઉપેક્ષા કરવી એ જ ધર્મ. પણ તેમના દોષો જોઈ આપણી બળતરા વધશે અને તેમનો સુધારો થશે નહીં. હૈયા બાળવા કરતા વિચારવું, પાંચમાં આરામાં જીવો શ્રધ્ધાહીન, સહજ અસત્ પ્રવૃત્તિ વિશેષ કરનારા થશે, પ્રભુના સમયમાં પણ જમાલી, ગોશાલક જેવાને પ્રભુ સુધારી શક્યા નથી તો આપણું શું સામર્થ્ય ! જીવોની તેવા પ્રકારની ભવસ્થિતિ વિચારી માધ્યસ્થ ભાવ ધારણ કરી આપણે દ્વેષભાવથી અટકી જવું તે આપણા માટે હિતાવહ છે. તેને વિશેષથી દ્વેષ પ્રગટાવવામાં નિમિત્ત ન બનીએ. परिहर परचिन्तापरितापं चिन्तय निजमविकारं रे । (શાંતસુધારસ) પૂ. મહો. વિનયવિજયજી મ.સા. શાંતસુધારસમાં ફરમાવે છે"તું આત્મામાં પરનું વિચારીને તારા આત્માને શા માટે સંતાપ આપે છે ? જે તારા હાથમાં નથી તે તારા સામર્થ્યની બહાર છે ! તેનો વિચાર ન કર, પણ જે અધિકારી એવો તારો આત્મા જે સત્તામાં છે તેનો વિચાર કર. તું વીતરાગ છો તો તારે શા માટે કોઈ સંકલ્પ વિકલ્પ કરી દુઃખી થવું." શાસનના પ્રત્યનિક પર માત્ર માધ્યસ્થ ભાવના ભાવવી જોઈએ : મન વિનાના જીવો (એકેન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો) દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અજ્ઞાન હોવાથી તેના દ્વેષી બનતા નથી. પણ જે મનવાળા પંચેન્દ્રિય જીવો મિથ્યાત્વ અને તીવ્રકષાયના કારણે દેવ, ગુરુ અને ધર્મના વિશેષથી દ્વેષી બને અને પોતાના સ્વાર્થ માટે શું ન કરે ? દેવ દ્રવ્યનો નાશ કરે, ચૈત્ય–પ્રતિમા, નવતત્ત્વ // ૩૨૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ વગેરેનો પણ નાશ કરે, સાધુ-સાધ્વીનો ઘાત કરે, ઉપદ્રવ કરે, લોકમાં શાસનની ઉદ્દાહ થાય તેવી પ્રવૃત્તિ કરે, સાધ્વીના શીલનું ખંડન કરે આ બધા શાસનના પ્રત્યનિક કહેવાય. यः शासनस्य मालिन्ये अनाभोगेनाऽपि वर्तते । सः तनमथ्यात्वहेतुत्वादन्येषां पाणिनां ध्रुवम् ॥१॥ बध्नात्यपि तदेवालं परं संसार कारण विपाक दारुणं घोरं, सर्वानर्थ विवर्धनम् ॥२॥ अतः सर्व प्रयत्नेन मालिन्यं शासनस्य तु । प्रेक्षावता न कर्तव्यं, प्रधानं पापसाधनम् ॥३॥ અષ્ટક પ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિ મ. એ કહ્યું છે કે ઉપરોકત શાસનની મલિનતા અનાભોગથી પણ જો કોઈ કરે તો તે દારુણ વિપાકનું કારણ બને છે. મહામિથ્યાત્વ બીજાને બોધિ દુર્લભ બનાવે છે. જો તમારામાં શક્તિ હોય અને તમે તેને દૂર કરવાનો પ્રયત્ન ન કરો અને માત્ર જોયા કરો તો ન ચાલે. પ્રત્યનિક માટે અંતરમાં મૈત્રી ભાવ રાખીને બહાર જે ઔચિત્ય રૂપે વ્યવહાર કરવો પડે તે કરાય. શાસનની મલિનતા કરવી એ ભયંકર કૃત્ય છે. પાપનું પ્રધાન સાધન છે. આથી શાસનની હિલના સર્વ પ્રયત્ન વડે દૂર કરવી જોઈએ. પુણ્ય ઓછું પડતું હોય તો વધારે વ્યક્તિ ભેગા થઈને કાર્ય કરવું જોઈએ. જે કોઈની સહાય લેવી પડે તે લઈને પણ શાસન માલિન્દ દૂર કરવાનું ચૂકવું જોઈએ નહીં. અંતરમાં મૈત્રી-કરુણાની જાગૃતિ સાથે બહારથી કઠોર પણ બનવું પડે. પણ કોઈ પ્રતિકારાદિ કરવાની શક્તિ નહી ત્યાં માત્ર માધ્યસ્થ ભાવના જરૂરી. બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું, મુનિ ભગવંત પરઠવા જતાં ત્યાં એક ટીપુ નીચે પડ્યું તો અનેક કીડીઓ આવી મૃત્યુ પામતી જોઈ મુનિએ બહાર પરઠવાને બદલે અંદર પરઠવતા પ્રશસ્ત અધ્યવસાયના પરિણામમાં સ્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા. નવતત્વ || ૩ર૧ Page #324 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ જ્ઞાનના ઉપયોગથી બ્રાહ્મણીને ૠષીઘાતક જાણી ભવિષ્યમાં આવું પાપ બીજા કોઈ ન કરે તે માટે સાધુઓને તેનું પાપ જાહેરમાં ચાર રસ્તા નગર મધ્યે જાહેર કરવાનો આદેશ કર્યો. તેથી તે બ્રાહ્મણીને બ્રાહ્મણે ઘરમાંથી બહાર કાઢી મુકી અને તે બ્રાહ્મણી ૧૦૦ રોગોથી ઘેરાયેલી કદર્શના પામતી ઠ્ઠી નરકે ગઈ. માધ્યસ્થ ભાવ બે પ્રકારે પોતાના પર ગમે તેવા સંકટો આવે તો પણ તેને ઉપકારી માની તેની ઉપેક્ષા કરવી અને શાસન પર સંકટ આવે તો દંડનીતિ પણ અપનાવવી પડે. ઉચિત જે વ્યવહાર કરવો પડે તેમાં અચકાવું નહીં પણ શાસન માલિન્ચ અટકાવું કે દૂર કરવું જરૂરી. બીજાના દોષો જોઈ પોતાના દોષો પર દ્વેષ કરે તે સાચો ભડવીર. જેમ શાસનનાં પ્રત્યેનીકની ઉપેક્ષા ન કરાય છતે સામર્થ્ય તેને દંડ પણ કરવો અને એ રીતે શાસનના પ્રત્યેનીક બનતા બીજાઓને અટકાવવા જોઈએ. જેમ બીજાના દોષ ચલાવી લેવાય નહીં, તેમ પોતાનો દોષ પણ આત્માનો પ્રત્યનીક ગણાય તે ચલાવી લેવાય નહીં તેને ઊગ્રદંડ દેવો જ જોઈએ. ક્રોધ એક શક્તિ તે બીજા પર ન લઈ જતા પોતા પર લઈ જાઓ. પૂ. પ્રેમ સૂરિજી મહારાજે મમરા પર થયેલા રાગનો ઊગ્રદંડ મધ્ય રાત્રિએ ઉઠીને રાગના પાપને તોડવા ૧૦૮ ખમાસમણનો ઊગ્રદંડ આપી દીધો. બીજાના દોષો પર જામેલા દ્વેષને તમારા દોષ પર લઈ જાઓ. જેથી બીજાના દોષો જોવાનું છૂટી જાય અને પોતાના દોષો જોયા વિના ન રહેવાય અને તે દોષો દૂર કર્યા વિના ન રહેવાય. કર્મને—કષાયને આધીન થનારા કર્યું પાપ ન કરે ? ચરમ તીર્થંકર પરમાત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યા પાલકના કાનમાં સીસુ રેડવા રૂપ ઊગ્ર પાપ કર્યું. જેથી તેઓ ૭મી નરકમાં ગયા. તીર્થંકર તરીકે જન્મ લઈ જન્મતા મેરુને ડોલવનાર ભોગાવલી કર્મની આધીનતાના કારણે લગ્ન કરવા પડ્યા, ભોગાવલી નિકાચિત કર્મના ઉદયે ભોગો પણ ભોગવવા પડ્યા તો બીજા પામર જીવો કર્મ–કષાયને વશ શું ન કરે ? કરે તેમાં શું આશ્ચર્ય નવતત્ત્વ // ૩૨૨ Page #325 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરવું? છતાં જેવા જીવો જેવો અપરાધ તેવા ઔચિત્ય વ્યવહાર કરવા વડે આપણામાં કષાય ભાવની વૃધ્ધિ ન થાય તેની જાગૃતિ જરૂરી. a ભાવનાનું ફળ ધ્યાન – ચાર ભાવનાથી ભાવિતાત્મા ધ્યાનમાં સ્થિર થાય. a ધ્યાન કોને કહેવાય? स्थिरमध्यवस्थानं यत् तद् ध्यानं चित्तमस्थिरम् । भावना चाश्प्यनुप्रेक्षा चिन्ता वा तत् त्रिधा मतम् ॥१॥ અધ્યાત્મસારમાં પૂ. મહો. યશોવિજયજી મ.સા. ચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતાને પામવું તેને ધ્યાન કહે છે. ધ્યાન માટેનો જે વિષય તેને વારંવાર સ્મરણ અભ્યાસને ભાવના કહેવાય અને સ્મૃતિ ધ્યાનથી ભ્રષ્ટ થયેલા ચિત્તને અનુપ્રેક્ષા કહેવાય. શુધ્ધ ધ્યાન એટલે મનની સ્થિરતા અને વિકલ્પોની સમાપ્તિ અને અશુભ વિકલ્પોની પરંપરાને આર્તધ્યાન અને વિકલ્પોની તીવ્રતા (હિંસાદિભાવ રૂ૫) તે રૌદ્ર ધ્યાન. ધ્યાનમાં પ્રધાનતા મનની છે. મન તેનું મુખ્ય સાધન છે. કેવલીને પણ દ્રવ્ય મન હોય, વિકલ્પ કરવા રૂપ ભાવમન ન હોય. વિકલ્પનું કારણ જ્ઞાનની અપૂર્ણતા. જ્યાં સુધી મોહપૂર્ણ આત્મામાંથી નીકળે નહીં ત્યાં સુધી જ્ઞાનપૂર્ણ ન થાય. આથી ધ્યાનમાં ચિત્તની સ્થિરતા માટે મોહને દૂર કરવો પડે. જ્યાં સુધી મોહ જ્ઞાનમાં ભળશે ત્યાં સુધી મનમાં વિકલ્પો રહેશે ત્યાં સુધી ચિત્તની અસ્થિરતા રહેશે. | વિકલ્પોથી રહિત થવા સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જગતના અસ્તિત્વનો સ્વીકાર જરૂરી. જ્ઞાન યથાર્થ થાય એટલે વસ્તુ સંબંધી પૂર્ણ સત્ય જરૂરી અને તે માત્ર ' સર્વજ્ઞ જ પ્રકાશી શકે. મરચું તીખું કેમ? તેવો વિકલ્પ સહજ નહીં આવે કારણ બધાને ખ્યાલ જ છે કે મરચું સ્વભાવે તીખું જ હોય! આથી જે વસ્તુ સંબંધી જ્ઞાન પૂર્ણ નહીં. તે સંબંધી વિકલ્પો આવે. આથી સર્વજ્ઞ વચનરૂપ તત્ત્વનું શરણું જરૂરી. નવતત્વ // ૩૨૩ Page #326 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ ચિંતનનો અભ્યાસ તે ભાવના છે. ધ્યાન પૂર્વે ભાવના જરૂરી. યોગબિંદુમાં - આત્મવિકાસના પાંચ પગથિયા બતાવ્યા – અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષયતે જ વસ્તુને ઉપદેશ પદમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે સ્પષ્ટ કર્યો. औचित्यात् व्रतयुक्तश्च वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादि भावसंयुक्तमध्यात्म तद्विदोविदुः ॥ (ઉપદેશપદ) સૌ પ્રથમ ઔચિત્ય વ્યવહારની અર્થાત્ ઉચિત પ્રવૃત્તિ જરૂરી, બિનજરૂરી પ્રવૃત્તિ ન કરવી. તે માટે જીવે મર્યાદા વાળા થવું તે માટે વ્રત જરૂરી. મનુષ્ય મર્યાદાથી શોભે નહીં તો મનુષ્ય અને પશુમાં કોઈ ભેદ નહીં પડે. દરેકની મર્યાદા ભિન્ન હોય. આત્મા મર્યાદામાં આવે ત્યારથી ગુણ સ્થાનકની શરૂઆત થાય. માટે જ જ્ઞાની ભગવંતોએ જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કર્યો છે. કર્મયુક્ત આત્મા યોગ (ક્રિયા) વાળો છે. તેથી અસત્ ક્રિયાથી છૂટવા સક્રિયા (યોગ) આચાર વ્યવહાર પણ જરૂરી. જ્યાં સુધી જીવ સર્વ કર્મસંયોગથી રહિત ન થાય ત્યાં સુધી યોગ (ક્રિયા) રહેવાનો ત્યાં સક્રિયા પણ જરૂરી. પર સંયોગરૂપ યોગ વ્યવહારમાં આત્માએ સ્વ સ્વભાવરૂપ જ્ઞાનોપયોગ વડે શેયના માત્ર જ્ઞાતા બનવા અને સ્વમાં રહેલા આનંદ ભોક્તારૂપ આત્મરમણતા રૂપ ચારિત્ર ધર્મની મુખ્ય આરાધના કરવાની છે. શેયના જ્ઞાતા બની સ્વ સ્વભાવ રમણતા રૂપ સ્વમાં સ્થિરતા એ મુખ્ય ધર્મધ્યાન છે. અને તે માટે ધર્મધ્યાનના ચાર પાયા જ્ઞાનીઓએ બતાવ્યા છે. ધર્મધ્યાનના ચાર પાયાઃ (૧) આજ્ઞાવિચય (૨) અપાયરિચય (૩) વિપાક વિચય (૪) સંસ્થાન વિચાય. (૧) આશાવિચયઃ વ્યવહારથી આજ્ઞા તત્ત્વની વિચારણા. સર્વજ્ઞ કથિત જીવાદિનવતત્ત્વની વિચારણા વિના મૈચાદિ ચાર ભાવના નવતત્વ || ૩૨૪ Page #327 -------------------------------------------------------------------------- ________________ નહીં આવે, મૈત્યાદિભાવના વિના વ્રતાદિવ્યવહાર નિષ્ફળ જાય. મૈચાદિભાવના માટે જીવાદિના અસ્તિત્વનું જ્ઞાન જરૂરી આથી નિશ્ચયથી આજ્ઞા વિચય એટલે શેયના જ્ઞાતા બનવું. સ્વાત્માના જ્ઞાતા બની સર્વના જ્ઞાતા બનવું. આસ્તિયથી જ ધર્મધ્યાનની શરૂઆત થાય. સૌ પ્રથમ સ્વાત્માની સત્તાગત શુધ્ધ પૂર્ણગુણમય સિધ્ધાવસ્થાના જ્ઞાન વિના સ્વ પર પ્રમોદ–મૈત્રીભાવ નહીં આવે. ત્યાં સુધી સ્વહિત અને સર્વ જીવો વિષે પણ મૈત્રી નહીં આવે. સર્વના પણ હિતની ચિંતા નહીં થાય. આથી સ્વ સત્તાગત શુધ્ધા (સિધ્ધાવસ્થા)નું જ્ઞાન જરૂરી. અપાય – વિપાક અને સંસ્થાન આત્માની કર્મકૃત અવસ્થાના ચિંતન માટે છે. આત્માની કર્મકૃત્ ઉદય અવસ્થા તે કર્મના શુભાશુભ વિપાકરૂપ અશુધ્ધ અવસ્થા છે. પૂર્વે આત્મા પોતાના સહજ સ્વભાવમાં ન રહ્યો અને કષાયોને અજ્ઞાનને આધીન બની ને જે કર્મ બાંધ્યા તેના વર્તમાન વિપાકરૂપે જીવને શરીરની ભિન્ન ભિન્ન અવસ્થામાં પૂરાવાનું આવ્યું. આથી તે અવસ્થાને હેય માની તેના પ્રત્યે રાગ-દ્વેષ ન થાય માટે શરીર પ્રત્યે વૈરાગ્ય લાવવા અનિત્ય અશુચિ આદિ ભાવનાઓનું ચિંતન જરૂરી. 1ધર્મ ધ્યાનના ચાર પાયા વડે ચાર ભાવના કઈ રીતે વિચારવી? . આજ્ઞા વિચય વડે બધા જીવો સત્તાએ સિધ્ધ–પૂર્ણ ગુણથી ભરેલા છે તેથી પ્રમોદ અને મૈત્રીભાવ આવે. ધનનો અર્થી જેમ ધનવાનો સાથે મિત્રતા બાંધે તેમ ગુણનો અર્થ ગુણીજનો સાથે મિત્રતા બાંધે. અપાય-વિપાક અને સંસ્થાન વિચયના પાયા વડે કર્મકૃત અવસ્થાની વિચારણાથી કરુણાભાવના અને અતિ ભારી કર્મના, મહાપાપી પર માધ્યસ્થ ભાવના આવે. આપણા આત્માએ વર્તમાનમાં કષાય અને કર્મના વિપાકવાળા તથા જુદા-જુદા સંસ્થાન (આકારમાં) ગોઠવાયેલા જીવો સાથે રહેવાનું છે. જે ક્રોધાદિ કષાયના ઉદયવાળા તેના કારણે તેઓ વિચિત્ર વ્યવહાર કરનારા થાય. કોઈ ક્રોધ-માનને વશ થઈ ગમે તેવા અપશબ્દો, ગાળો, તિરસ્કાર, નવતત્વ // ૩૨૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ અપમાનાદિ કરે તો તેના પર દ્વેષ ન કરતાં કરુણાભાવના ભાવવાની કે તે દોષને સેવીને કેવા કર્મબંધ કરી રહ્યો છે. ભવિષ્યમાં કેવી અનર્થતાને પામશે. (૨) અપાય વિચયઃ અપાય એટલે અનર્થ – પોતાના આત્મ સ્વભાવ પ્રમાણે ન વર્તવું તે જ મુખ્ય અનર્થ – મોહનો ઉદય તેમાં કારણ છે. તેના કારણે પુગલમાં આકર્ષાય કે વિપરિત ચણ, વર્તન કરવાનું મન થાય. આમ વિચારી તેના પર કરુણા લાવી આપણે આપણા સ્વભાવમાં સ્થિર થવું જોઈએ. સિધ્ધમાં કોઈ અપાય નથી, તેથી બધા સમાન ત્યાં કોઈ વિકલ્પ નથી. પ્રમોદ એ પ્રેમના પ્રશસ્તભાવ રૂપ કરુણા છે, તેનાથી આત્મા નિર્મળ બને બીજાના કે સ્વના દોષ જોઈને દુઃખી થાય અને દોષને દૂર કરવાનો પ્રયત્ન થાય તો કરુણા ભાવનાથી આત્મા નિર્મળ બની સ્વભાવમાં સ્થિર થાય અને બીજાના દોષને જોઈને દ્વેષ થાય તો અપાય-વિભાવમાં ગયો કહેવાય. (૩) વિપાક વિચયઃ ક્રોધાદિ કષાય ભાવથી પરિણત થયેલા આત્માને કર્મબંધ થાય, તે કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે આત્મા પોતાના સમતા (આનંદ)માં રહી શકે નહીં અને ક્રોધાદિ ભાવને પામે. વિપાક એટલે વિભાવ આત્માના સહજ સ્વભાવની વિરુધ્ધ આત્મા વર્તે. (૪) સંસ્થાન (આકાર) આત્મા કર્મોને વશ ૧૪ રાજલોકમાં વિવિધ સ્થાન, વિવિધ શરીર વિવિધ આકારમાં જીવને પૂરાઈને રહેવું પડે. જ્યાં આકાર ત્યાં સહજ વિકારભાવ સંભવે તેથી આકારને જોઈ આત્માની નિરાકારાવસ્થાને યાદ કરવાથી આકારમાં જીવ મોહને ન પામે તથા આકાર તે પુદ્ગલનો સ્વભાવ છે. આત્મા નિરાકારી નિરંજન છે એમ વિચારી આત્મા આકારને માત્ર શેયરૂપે માની સ્વના નિરાકાર સ્વરૂપમાં મગ્ન બને. a ધર્મધ્યાન માટે કેવી ભૂમિકા જરૂરી? સ્વગુણ ચિંતન બુધ્ધિ ઘાલે, આતમ સત્તા ભણી જે નિહાળે, તે સમતા રમતત્વ સાથે નિશ્ચય આનંદ અનુભવે. (પૂ. દેવચંદ્રવિજય મ.સા.) નવતત્વ || ૩ર૬ Page #329 -------------------------------------------------------------------------- ________________ આપણા આત્મામાં આનંદ (સુખી રહેલું છે અને પરમાં ભયંકર જીવને પીડા છે. આ નિર્ણય થાય તો પુદ્ગલરૂપ સંયોગ સંસાર અસાર લાગે અને સારભૂત માત્ર સ્વાત્મામાં જણાય. આથી પુદ્ગલ સંયોગ સુખનું આકર્ષણ હટી જાય અને આત્મગુણ એક જ આત્માને ભોગ્ય છે તેનો આત્મા સ્વામી બની શકે. તે સિવાય કોઈનો સ્વામી બની શકે તેમ નથી. બાકી બધુ આત્મા માટે શેય અને આત્મા સર્વ જ્ઞાતા અને સ્વગુણનો ભોક્તા છે. જગતની બધી જ વસ્તુ ઉપાધિરૂપ લાગશે અને આત્મા જ સારભૂત લાગવાથી આત્મગુણની રુચિ જાગવાથી આત્મવીર્ય આત્મગુણને અનુભવવા સજ્જ થશે. તેથી તે સમતાને સાધવા દ્વારા સ્વ આનંદ અનુભવશે. 0 ઔચિત્ય વ્યવહાર કોણ કરી શકે? ઔચિત્ય વ્યવહાર કરવા જીવાદિનવતત્ત્વ જ્ઞાન, જીવ અજીવનું પ્રતીતિરૂપનિર્ણય જરૂરી, નિશ્ચયથી અજીવહેય. જીવઉપાદેય લાગે અને સ્વગુણમાં રુચિ અને પુગલભાવમાં ઉદાસીનતા આવે તો તે અધ્યાત્મના ફળ રૂપ મેત્યાદિભાવો પ્રગટ થાય અને તેથી જીવ જીવો સાથે પ્રેમપૂર્વક જીવવાનો નિર્ધાર કરે, પીડા આપવાનું બંધ કરે. તેથી તે ઔચિત્ય વ્યવહારરૂપે વ્રતાદિ ગ્રહણ કરે. બિનજરૂરી પ્રવૃત્તિ બંધ કરે. જરૂરિયાત (પ્રયોજન) પૂરતી પ્રવૃત્તિ પણ સાવધાની પૂર્વક મોહ પરિણામની વૃધ્ધિ ન થાય તે લક્ષે કરે ત્યારે તે ઔચિત્ય કહેવાય. યોગ ત્યાં સુધી વ્યવહાર આથી ૧૩મા ગુણ સ્થાનક સુધી વ્યવહાર રહેવાનો. પણ જેનો મોહ સર્વથા નીકળી ગયો છે અથવા મોહને જે આધીન નથી તેજ વાસ્તવિક ઔચિત્ય શુધ્ધ વ્યવહાર કરી શકે. આથી તીર્થંકર પરમાત્મા અને કેવલી ભગવંતો શુધ્ધ ઔચિત્ય વ્યવહાર કરે. જેટલો જરૂર હોય તેટલો જ કરે અને તેમાં પણ તેને નિર્જરા જ ચાલુ હોય. પરમાત્માએ ગોશાલાને તેજો વેશ્યા શીખવા યોગ્ય કારણ હોવું જ જોઈએ. આપણને શ્રધ્ધા જોઈએ. તેજ તેજોલેશ્યાથી અંતે સમ્યગ્દર્શન પામ્યો, સંગમને પ્રતિબોધ પ્રભુએ ન કર્યો કારણ કે તે અભવ્ય હતો. જ્યારે ચંડકોશિયાને પ્રતિબોધ નવતત્વ // ૩૨૭ Page #330 -------------------------------------------------------------------------- ________________ કર્યો. પાર્શ્વનાથ, નેમનાથ પ્રભુએ નિર્વાણ પહેલા ૧ માસ દેશના બંધ કરી કારણ તીર્થકર નામકર્મનિર્જરી ગયું. જ્યારે વીરપ્રભુએ ૧૬પહોર નિર્વાણ સુધી દેશનાનો વ્યવહાર કર્યો તીર્થંકર નામ કર્મ ખપાવવા. કેવલજ્ઞાન પ્રાપ્ત પછી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણાનો પણ વ્યવહાર કરે વિનય ધર્મ સ્થાપવા. તીર્થંકરનામ કર્મ ખપાવવા. તીર્થ સ્થાપવાનો વ્યવહાર કરે. આ રીતે સર્વજ્ઞ તત્ત્વને સમજેલાએ સર્વત્ર ઔચિત્ય વ્યવહાર કરવો જરૂરી. જિનાજ્ઞા – ૮ વર્ષ દીક્ષા સ્વીકાર રૂ૫ ઔચિત્ય વ્યવહાર ધર્મ સ્વીકારવો અને તેનું પાલન વિશુદ્ધ કરતા ૯મા વર્ષે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. તેના અભાવે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં દેશવિરતિના ઉચિત વ્યવહાર ત્રણ પ્રકારે કહ્યા છે. (૧) દર્શન શ્રાવક : સમ્યકત્વ સ્વીકાર (૨) વ્રત શ્રાવક : પાંચ અણુવ્રતધારક (૩) ઉત્તરગુણ શ્રાવક ઃ ૧ર વ્રતધારી (શ્રાધ્ધ પ્રતિમા વહન કરનાર). શ્રાવકને અર્થદંડ પાપ સંસારના વ્યવહારમાં સમાધિ ટકે આશ્રિતોની પણ સમાધિ જળવાય તેટલા વ્યવહારને અર્થદંડ પાપ અને એના સિવાયનું સમાજ, કુટુંબાદિમાં પોતાનું સ્થાન, મોભો, સત્તા, પ્રસિધ્ધિ, માન, સન્માદિ માટે અધિક મેળવવા જે વેપાર તે અનર્થ દંડ પાપ, નીતિથી પણ કમાવેલું અનર્થદંડ ગણાય. નવતત્ત્વના ચિંતન વડે આત્મામાં અધ્યાત્મરૂપ સમ્યકત્વ પ્રગટ થાય. તે મૈચાદિ ચાર ભાવનાથી ભાવિત આત્મા જીવો સાથે ઉચિત વ્યવહાર કરવા વડે રાગ-દ્વેષની વૃધ્ધિ અટકાવી અને આત્મ સ્થિરતા રૂપ ધ્યાન પામી કર્મની નિર્જરા વડે સમતા સુખને ભોગવવારૂપ આત્મહિત કરવા વડે મનુષ્યભવ સફળ કરે. 000 નવતત્ત્વ || ૩૨૮ Page #331 -------------------------------------------------------------------------- ________________ અનેક ગ્રંથોના ભાવાનુવાદક અધ્યાત્મયોગી પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરિજી મહારાજાના વિનય પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરવિશેખરસૂરિજી મહારાજા 'પ્રકાશીત પ્રકાશનો ! કે જ્ઞાનસાર ભાગ-૧ જ જ્ઞાનસાર ભાગ-ર જ જ્ઞાનસાર ભાગ-૩ જ જીવવિચાર ( આગામી પ્રકાશનો | નવતત્વ ભાગ-૨ (અજીવતત્ત્વ) જ્ઞાનસાર ભાગ-૪ (અષ્ટક ૧૧-૧૨) Page #332 -------------------------------------------------------------------------- ________________ 33000 पादि गति, शरीर इंद्रियादि यश, अपयश सौभाग्य दोभाग्यादि नामकर्म अरुपिता सम्यग्दर्शन वीतरागता मोहनीय मिथ्यान्व अविरति रागढेष काम क्रोधादि अक्षय मामानी शुद्ध स्थिति अनतवीर्य आदि आयुष्य अनंत सुख अंतराय जन्म जीवन मृत्यु वेदनीय कृपणता दरिद्रता पराधीनता दुर्बलतादि मध्यान शाना अशाना રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ-નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે. 158 કર્મની બેડીથી બંધાયેલો 16 કષાય, 9 નોકષાય અને મિથ્યાત્વનું વગેરે મોહની દશાથી ઘેરાયેલો :: :: શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ આરાધના ભવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર.