________________
કર્યુ. પૃથ્વીચંદ્રગુણસાગરે લગ્નની ચોરીમાં ફેરા ફરતા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. n નિશ્ચયનાલા પૂર્વકના વ્યવહાર સામાયિકનાં દીર્ઘ અભ્યાસથી ભરતાદિની જેમ નિશ્ચય આવશ્યક સહજ થાય.
આવા નિશ્ચય સામાયિકો સંસારના સર્વ વ્યવહાર યોગમાં સહજ થાય તે માટે છે જ્યારે વ્યવહારિક સામાયિકના અભ્યાસરૂપ અનુષ્ઠાન કરીએ છીએ ત્યારે તેમાં જિનાજ્ઞા પૂર્વક તેના સ્વરૂપનો ઉપયોગ હોવો જરૂરી છે.
મેં સામાયિકમાં શું કર્યું છે? "કરેમિભતે સામાયિર્યમાં સૌથી પહેલા સામાયિકની પ્રતિજ્ઞા અર્થાત્ મારા આત્માનો સ્વભાવ છે અને તે સ્વભાવરૂપે થવાની મેં પ્રતિજ્ઞા લીધી છે અને સમતાના સ્વભાવમાં રહેવા માટે સમતાના બાધક એવા સાવધયોગનાં મેં પચ્ચકખાણ કર્યા છે. અર્થાત્ મારાથી જીવોના દ્રવ્યપ્રાણોનો નાશ ન થાય તેમજ મારા તથા બીજાના ભાવ પ્રાણોનો નાશ ન થાય તેની મેં પ્રતિજ્ઞા ધારણ કરી છે. તેમાં આપણે કીડી પણ મરી ન જાય તેની કાળજી કરીએ છીએ અને આકસ્મિક મરી જાય તો તેની આલોચના લઈએ છીએ. પણ ભાવપ્રાણનો કેટલો નાશ થયો તેનો ઉપયોગ પણ રહેતો નથી. અર્થાત્ રાગ-દ્વેષ–રતિ–અરતિ, હર્ષ શોકાદિ ભાવોની નોંધ લેવાતી નથી. તો તેની આલોચનાની વાત ક્યાંથી? તો સામાયિક શુધ્ધ ક્યાંથી થાય? ભાવ પ્રાણોની વિશેષથી રક્ષા કરવાની કષાયભાવ થવા રૂપ સાવધયોગ નો વિશેષથી ત્યાગ કરવાનો છે. અને તેનાથી જો અટકવાનો પ્રયત્ન થાય તેના સંસ્કારો દ્રઢ ન થાય તો તેના પ્રભાવે સામાયિક રહીતકાળમાં પણ સમતાના સંસ્કાર પ્રવૃત રહે અને ત્યાં પણ નિશ્ચયથી સામાયિકનો લાભ થાય, ભોજન માટે બેસવાના સ્થાને પણ સામાયિકનો લાભ થાય અર્થાત્ ખાતાં ખાતાં પણ સામાયિકનો લાભ મળે, ભોજન માટે બેસવાનો અવસર પ્રયોજન ઊભું થાય ત્યારે સૌ પ્રથમ ઉપયોગ મૂકે જેમ સામાયિકમાં બેસીને સ્વાધ્યાય કરવાનો છે. તત્ત્વની વિચારણા ચિંતન કરવાનું છે. તે ચિંતન કરતા કરતા ધ્યાન બનવા રૂપ સમતા સ્વભાવ પ્રગટ કરવાનો છે તેમ ભોજનના બાજોઠ પર શું વિચારે આહારની જરૂરિયાત ખરેખર ઊભી થઈ છે? શું સુધાવેદનીયની ઉદય થયો છે? શું પેટ ખાલી થઈ ગયું છે કે જીભ માગે
નવતત્વ // ૧૮૫