________________
આરંભ અવસ્થા ગુણ પ્રેમ બહુમાનાદિ પ્રમોદરૂપ સંવેગભાવ. – શમ પુદ્ગલભાવ અપ્રાપ્તિરૂપ અસંતોષના શમનરૂપ સંતોષ પ્રગટ
થાય. તે જ અંતે તપગુણમાં પરિપૂર્ણતાને પામે અર્થાત્ સ્વગુણમાં તૃપ્તિરૂપ પામે. અર્થાત્ પ્રમોદ ભાવથી સ્વમાં વસવામાં જે નિરસતા અને પર ન મળવા રૂપ જે દીનતા રૂપ આર્તધ્યાન જાય અર્થાત્ સ્વયંમાં સદાકાળ વસવાનો રસ અને સ્વસંપત્તિ સ્વ પાસે જ છે એટલે પરની દીનતા ગઈ. સ્વ સંપત્તિ જે મળ્યા
પછી પાછી જવાની નહોવાથી તેની પ્રાપ્તિ માટે પૂર્ણ લક્ષ બંધાય. ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં, પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે આવત ન કોક માનમે.
(પૂ. મહો. યશોવિજયજી) ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી, મન ઓસર્યો હો લાલ.
(પૂ. દેવચંદ્રવિજયજી મ.સા.) સમક્તિ આવે એટલે પર ઉપાધિ રૂપ દીનતાનો પરિણામ આત્મામાંથી નીકળતો જાય. આત્માના ગુણ સિવાય એક પણ વસ્તુ મારી નથી અને મારી પાસે રહેવાની નથી. આથી તે બધી આત્મા માટે ઉપાધિ, આત્માને અનેક વિકલ્પો કરાવનારી થાય. તેથી હવે તે મેળવવાને બદલે છોડવાનો કે છૂટવાનો ભાવ આવે તેથી દીનતાને બદલે ઉદાસીનતા આવે.
જે આત્મા પ્રમોદને ધારણ કરે તેની મતિ ગુણોમાં ડૂબે, જે આત્મા દોષોને જુએ તેઓની મતિ દોષોમાં ડૂબી મલિન થાય.
અંતરમાં તમામ આત્માઓના ગુણો, જે સર્વજ્ઞ પ્રમાણે છે તેઓની અનુમોદના કરવાની અને બહારથી યથાયોગ્ય ઔચિત્ય વ્યવહાર કરવાનો. ચંડાલાદિ હલકી જાતિમાં પણ સત્ય, નીતિ, અહિંસાદિ જે સહજભૂત ગુણો હોય તેની અંતરમાં અનુમોદના કરાય પણ જાહેરમાં અનુમોદના કરવામાંવિવેકરાખવો
નવતત્ત્વ || ૩૧૭