________________
પત્નીના રાગથી ઉશ્કેરાઈ ભાઈઓ (હલ્લ–વિહલ્લ) સાથે યુદ્ધ આરંભ્ય અને તેમાં ૧ ક્રોડ ૮૦ લાખ સૈનિકો તે યુધ્ધમાં દુર્ગતિમાં ગયા. મોટે ભાગે નરકગતિમાં ગયા આમ આંખનો ઉપયોગ સામાયિક ઉપકરણમાં ન થયો તો તે વિષયના ઉપયોગને તરત જીવ આર્ત-રૌદ્ર ધ્યાનમાં પરિણામાવી- સામાયિક ભાવનો ઘાત કરનારો થાય છે. ચક્ષુ ઈન્દ્રિયના પાંચ વિષયો-પાંચ વર્ણ—પાંચ આકાર પુદગલનું સ્વરૂપ આકાર છે. જ્યાં રૂપ ત્યાં આકાર, રૂપ અને માત્ર આકારને ઉપાદેય રૂપે પકડે તો વિકાર થયા વિના ન રહે. રૂપ અને આકાર વસ્તુમાં સચિત-અચિત અને મિશ્ર ત્રણે પ્રકારે છે. મડદું અચિત છે જીવ સહિત સચિત છે. અલંકાર સહિત સ્ત્રી મિશ્ર છે. રૂપવાનનું શરીર ગમે આકર્ષણ થાય પણ મડદામાં ન થાય ઉલટું ભય લાગે.
માણસના મડદાથી ભય પામનાર એકેજિયના (વનસ્પતિ કાયાદિ) મડદાને હોંશે હોંશે ખાય, હોશે હોશે પહેરે.
રત્નાદિ પૃથ્વીકાયના મડદાના હારને હોંશે હોંશે પહેરાય? વનસ્પતિના મડદાને હોંશે ખવાય? તેના રસને પિવાય? ત્યાં ભય નથી. ધર્મી આત્મા કદાચ સચિત વાપરવામાં ખચકાય–કદાચ તેનો ત્યાગ કરે. પણ તેના જ અચિત થયેલા મડદાને વાપરવામાં ભય કેટલો.
ફૂલાદિ વનસ્પતિના સૌદર્યનું કારણ પણ કોણ? તેમાં જ્યાં સુધી આત્મા રહેલો ત્યાં સુધી તેનો વિકાસ થાય. પુષ્પો-પાંદડા ફળ વગેરે ત્યાં સુધી ખીલે. તેનું સૌંદર્યગંધ-રસ વગેરેની વૃધ્ધિ પણ ત્યાં સુધી થાય. તેથી તે વધારે આકર્ષણનું કારણ બને. પણ જેવો તેમાંથી આત્મા ચાલ્યો જાય, એટલે તેના સૌદર્ય–ગંધરસાદિમાં ઓટ આવે. આથી સચિતમાં વિશેષ રાગ થવાની સંભાવના થાય. આમ પાંચ વર્ણ (નીલ, કૃષ્ણ, શ્વેત, રક્ત અને પીત્ત) (૫)×૩ સચિત– અચિતમિશ્ર) તે ગુણતા ૧૫ વિષય થાય શુભ-અશુભxર ૩૦, ૩૦૪૨ ૬૦ (રાગ-દ્વેષ) વિષયોથી સમતા ભાંગે.
નીલ ને કૃષ્ણ બે વ્યવહારથી અશુભ અને ત્રણ ટ્વેત, રકત અને પીત્ત એ શુભ છે. કાળોરંગ વ્યવહારથી અશુભ પણ શરીરની ચામડી કાળી ન ગમે
નવતત્વ // ૨૧૧