________________
આત્માના દર્શન થાય. શુધ્ધ આત્મા પોતાને ઉપાદેય લાગે. અશુદ્ધ આત્મામાં કર્મ-કષાય છે. તેથી પોતાનો આત્મા વહેલામાં વહેલી તકે ક્યારે શુધ્ધ સ્વરૂપે થાય? કેવલજ્ઞાન ક્યારે પ્રગટે? ક્વલજ્ઞાનને પ્રગટ કરવાની રુચિ તે જ સમ્યગ્દર્શન.
ઘાતી કર્મોનો નાશ થાય તો જ કેવલજ્ઞાન થાય. પ્રભુ પાસે કેવલજ્ઞાન જ માંગવાનું છે. આત્મામાંથી મિથ્યાત્વ જાય પછી જ ચારિત્રનો ગુણ આવે.
નિવૃત્તિ અને પ્રવૃત્તિ જેમાં હોય તે વ્યવહારથી ચારિત્ર કહેવાય. પાપમય અશુધ્ધ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ પછી જેનાથી આત્માના પરિણામ પ્રગટ થાય તેવી પ્રવૃત્તિ કરવાની.
દા.ત. સામાયિક લઈને બેઠા. સામાયિકભાવ પ્રગટ થાય તેના માટે જ્ઞાન ભણવાનું એટલે કે જ્ઞાન-દર્શન–ચારિત્રની પ્રવૃત્તિ શરૂ કરો ત્યારે જ વ્યવહારથી ચારિત્ર કહેવાય. સામાયિક-પૌષધ, દેશવિરતિ અને સર્વવિરતિ વ્યવહારથી ચારિત્ર કહેવાય.
ચોથા ગુણઠાણે સમ્યગ્ગદર્શન આવ્યું તેથી હેય–ઉપાદેયનો નિર્ણય થયો. ઉપાદેયમાં રુચિનો પરિણામ થયો. હેયમાં ત્યાગનો પરિણામ થયો. આ બે પરિણામ દ્વારા આત્મામાં પોતાના હિતની શરૂઆત થઈ.
* નિજ ગુણમાં સ્થિરતા તે નિશ્ચય ચારિત્ર છે. નિશ્ચય ચારિત્રને પ્રગટ કરવા માટે વ્યવહાર ચારિત્રનું વિધાન છે. વ્યવહાર ચારિત્રમાં નિશ્ચય ચારિત્ર પેદા કરવાની ભૂમિકા મૂકી છે. આત્મા પોતે સ્વભાવે સામાયિક સ્વરૂપે છે માટે આત્માના સમતા સ્વભાવને પ્રગટ કરવાનું પ્રયોજન છે. ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી તેનો સાર સામાયિક છે. સામાયિક સ્વભાવ લાવવા માટે જ દ્વાદશાંગી ભણવાની છે. શુધ્ધ સામાયિક સ્વભાવ આવી ગયા પછી દ્વાદશાંગી ભણવાની જરૂર નથી.
શુદ્ધ ચારિત્ર - વીતરાગભાવ - મોહનો પરિપૂર્ણ અભાવ.
કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાભાવ રાખવાનો છે. સમગ્ર જીવરાશિ પ્રત્યે એક સમાન દષ્ટિ એક પણ જીવની ઉપેક્ષા નહીં. જીવ જ્ઞેય - ઉપાદેય છે,
નવતત્ત્વ || ૭૭