________________
જાણવું અને સ્વમાં રહેલા અનત પરમાનંદને ભોગવવાનો જીવનો સ્વભાવ છે. તે સર્વજ્ઞ સ્વભાવ પ્રગટાવવા સર્વજ્ઞ કથિત નવતત્ત્વો જાણવાની પ્રથમ જિનાજ્ઞા છે. આથી વીર પરમાત્મા આસન ભવ્ય જીવોને ઉદ્દેશીને વારંવાર ફરમાવે છે. 'સમયે જોયમ મા પમાયણ' હે ગૌતમ ! તું એક સમયનો પ્રમાદ ન કર. અર્થાત્ પ્રતિસમય સર્વ શેયને જાણંવારૂપ અને પરમાનંદ માણવા રૂપ સ્વભાવને પ્રગટ કરવામાં પ્રમાદ ન કર.
કોઈપણ ગ્રંથના પ્રારંભમાં અનુબંધ ચતુષ્ટયનું જ્ઞાન જરૂરી છે. અનુબંધ એટલે કારણ (હેતુ).૧) મંગલાચરણર) વિષય (અભિધેય) ૩) પ્રયોજન ૪) સંબંધ. (૧) મંગલાચરણ ત્રણ પ્રકાર
(1) નમસ્કારત્મકઃ ઈષ્ટદેવને નમસ્કાર કરેલો હોય. (ii) આશીર્વાદાત્મક પાઠકને આશીર્વાદ આપેલો હોય. (ii) વસ્તુ સંકીર્તનરૂપઃ વસ્તુનું અથવા વિષયનું સમ્યક પ્રકારે વર્ણન
કરેલું હોય. અહીં આત્મા એ જ પરમ મંગલ છે. (૨) વિષય ગ્રંથમાં જે બાબત પ્રધાનપણે પ્રતિપાદન કરેલી હોય તેને વિષય
કહેવાય. 'નવતા પદથી વિષય જણાવે છે અર્થાત્ આ ગ્રંથનો વિષય "નવતત્ત્વ"ને જણાવવાનું છે. પ્રયોજન જેને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરાય તે પ્રયોજન નવતત્વો આત્માએ જાણવા અને આત્માને અનુભવવા તે પ્રયોજન. સબંધઃ ગુરુ પર્વક્રમ સંબંધ છે. અધિકારી પોતાનું સ્વરૂપ જાણી તેની રુચિપૂર્વક સ્વ, આત્મ સ્વરૂપમાં
પ્રવર્તવાની ભાવનાવાળો આસન ભવ્ય જીવ. આજ્ઞા = = આત્મા, જ્ઞા = જ્ઞાતા. आसमन्तात् ज्ञायते तत्त्वानि अनया सा = आज्ञा ।
નવતત્વ // ૧૬