________________
વ્યવહારે, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને ૧૪ પ્રકારે આદિ અનેક જીવોના ભેદોનું નીરૂપણ પણ જણાવાય છે.
પાંચમી ગાથા-"ના વંલ..."પદથી આત્માના શુધ્ધ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આ પાંચ ગુણો એ આત્માના સ્વભાવ રૂપ છે અને તે પ્રગટાવવા સર્વજ્ઞ કથિત જ્ઞાનાચારાદિ પચાચાર વ્યવહાર ધર્મનું સ્પષ્ટિકરણ કરેલ છે.
- છઠ્ઠી ગાથા – આહીર શરિય... પદથી કર્મકૃત આત્માની થયેલી અશુધ્ધ દશા રૂપે સંસાર યાત્રાનો આરંભ. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન રૂપ છ પર્યાપ્તિ એ આત્માના છ કર્મકૃત આવશ્યક, છબંધનરૂપ છે. એ છબંધનથી સદા મુકત થવારૂપ (મોક્ષ માર્ગ જ્ઞાનીકૃત આવશ્યક. (૧) આહાર (પચ્ચકખાણ આવશ્યક) (૨) શરીર (વંદનાવશ્યક) (૩) ઈન્દ્રિય (સામાઈક) (૪) ભાષા - (ચોવિસત્થો) (૫) મન (પ્રતિક્રમણ) (૬) શ્વાસોચ્છવાસ (કાયોત્સર્ગ) :
કર્મકૃત અને જ્ઞાનીકૃત વ્યવહાર આવશ્યકમાંથી મુકત થવા રૂપ છે નિશ્ચય આવશ્યક (૧) જ્ઞાનામૃત ભોજન વડે આત્મામાં તૃપ્ત થવું (૨) આત્મવીર્યનું સ્વાત્મગુણોમાં અને સ્વાત્મપ્રદેશોમાં પરિણમવું. (૩) શેયના જ્ઞાતા બની સમતાના ભોકતા થવું. (૪) મૌન–પૂર્ણ સત્ય જ બોલવું. (૫) પરમાં ગયેલા આત્માને સ્વ સ્વભાવરૂપે થવું. (૬) દેહાતિત થવા રૂપ માત્ર આત્માએ શુદ્ધ–સિધ્ધાત્મ દશા રૂપે થવું.
૭મી ગાથા –પવિત્તિ વસૂલા પદથી ૧૦ દ્રવ્ય પ્રાણી રૂપજીવન જે કર્મના ઉદયરૂપ જે જીવનની પ્રાપ્તિ તેના સહાય વડે તેને જ દૂર કરવા વડે જ્ઞાનાદિ ભાવ પ્રાણોની રક્ષા–શુધ્ધિ-વૃધ્ધિ-પૂર્ણતા કરવા વડે દ્રવ્ય પ્રાણોને સફળ કરવા.
-આચાર્ય રવિશખરસૂરિ
નવતત્વ || ૬