________________
પ્રકાશકની કલમે...
પરમાત્માની પ્રથમ આજ્ઞા છે કે મિથ્યાત્વનો પરિહાર કર અને સમ્યકતવને ધારણ કર. મિથ્યાત્વને હટાવવા માટે મોહનો ત્યાગ કરવાનો છે. જિન આજ્ઞાનું ફળ જ સમાધિ છે. સ્થિર એવો આત્મા અનાદિકાળના કર્મબંધથી
અસ્થિર થઈ ગયો છે તેથી તેને સ્થિર કરવા માટે મહેનત કરવી પડે છે. આત્મા નિશ્ચયથી ધર્મને જાણે અને તે સ્વરૂપે બને એ પ્રયત્ન કરવાનો છે. આમ આત્માને મોક્ષની ગતિ તરફ વાળવો હોય તો આત્માએ પ્રથમ પોતાને જાણવાનો છે અને આત્માએ આત્મગુણોમાં રમણતા કરવાની નિશ્ચયથી જિનાજ્ઞા છે.
વર્તમાનમાં સળગતા સંસારમાં રહેવાનું છે તેમાં સમાધિ કઈ રીતે મળે? તત્ત્વનો પરિચય જેમ જેમ કરતા જાઓ તેમ તેમ સળગતા સંસારમાં સમાધિ મળે. પ્રતિમારૂપ પરમાત્માનો દારિક દેહ છે જ્યારે તત્વદેહ પરમાત્માની વાણી છે. મિથ્યાત્વ દષ્ટિથી જગતને જાણેલું–જોયેલું એ આત્મામાં ઉકળાટ પેદા કરાવનારું છે માટે જો દષ્ટિ સર્વજ્ઞ પ્રમાણે ન ફેરવી તો અશાંત બનવાનું છે. પરમાત્માના વાણીરૂપ નીર સંસારના દાવાનળને સમાવનાર છે. સમકિતથી જ મોહને દૂર થવાની શરૂઆત થાય છે. નિશ્ચયથી જિનાજ્ઞા યરૂપે નવતત્ત્વને જાણવાની છે અને આ માટે જ મુહપત્તિ પડીલેહણ કરતી વખતે સૂત્ર–અર્થતત્ત્વ બોલવામાં આવે છે, જેનો મતલબકેજિનવાણીના સૂત્રોને જાણો, તેનો અર્થ સમજો અને તત્ત્વરૂપે તેની પ્રતીતિ કરો.
સત્તાએ સિધ્ધ એવો આપણો આત્મા વર્તમાનમાં કર્મના ઉદયવાળો અશુધ્ધ બનેલો છે. અહીં આત્માની અશુધ્ધ અવસ્થા બતાવી છે અને તેથી આત્મા માટેના પ્રગટ થયેલા છ બંધનો આહાર, શરીર, ઈન્દ્રિયો, શ્વાસોશ્વાસ, ભાષા અને મનમાંથી આત્માને છોડાવવાનો છે. આ માટે જિનેશ્વર પરમાત્માએ નવતત્ત્વોની પ્રરૂપણા કરી છે તે નવતત્ત્વો એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આમ જ્યાં સુધી આત્મા જીવ અને
નવતત્ત્વ || ૭