________________
પીડિત સ્વપર જીવ પર કરુણા પ્રગટ થાય. તેથી સ્વ–પર જીવ કર્મકૃત શાતાઅશાતા તથા મોહરૂપ પીડાથી કેમ સ્વયં મુક્ત થાય? અર્થાત્ પીડાથી જીવને મુક્ત કરવા રૂપ નિર્વેદ થાય અને પોતાના કેવલજ્ઞાનાદિ ગુણમય-સ્વભાવ અવસ્થા રૂપ સ્વયં કેમ તેનો પામનાર અને તેનો ભોગી થાય તે રૂપ સંવેગ અને તેવી ભાવનાના અતિ રાગના કારણે ધનાદિ ગ્રહણની તીવ્ર આસક્તિ તીવ્ર પાપ પ્રવૃત્તિ રૂપ નિરંતર પ્રવૃત્તિથી મુક્ત થવા રૂપ સંતોષરૂપ–શમ ધારણ કરનારો થાય. 2. અવિરત સમ્યમ્ દષ્ટિને ધ્યાનનો બીજ ભૂત અંશ કઈ રીતે ઘટે?
અનંતાનુબંધી કષાયોના ઉદયરૂપ અતિ સંકલિષ્ટ અશુભ ધ્યાન ન હોય. મિથ્યાત્વના શમનથી ખોટી માન્યતા જવાથી મનની તીવ્ર ચંચળતા પણ શાંત થવા રૂપ, શમ થવા રૂપ આ બીજ ભૂત ધ્યાન અવસ્થા ૪થે ગુણઠાણે પ્રગટ થાય. અહીં પાપના અનુબંધ પડવાનું અટકી જવા રૂપ થતાં પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડવારૂપ સંતોષ, ઉદાસીન અને પરિણામની શરૂઆતને કારણે અલ્પ નિર્જરાનો પણ આરંભ થાય છે. આથી વ્યવહારથી ૪થે ગુણઠાણે પણ નિર્જરા ઘટે છે. આ બીજભૂત અવસ્થામાં ન આવે અને આત્માનું ધ્યાન કરવામાં આવે તો પણ આત્માનો ધ્યાનયોગ બીજભૂત ન બને. તો અંકુરાદિ વિશિષ્ટ યોગ કઈ રીતે બને?
દેશ વિરતિ એ ધ્યાનના અંકુર સ્વરૂપ છે. અંકુરાદિ ધ્યાનયોગ માટે શું જરૂરી? વિરતિ વિના શું ધ્યાન ઘટે નહીં? એ આવશ્યક યોગ વિરતિવાળાને જ ઘટે. આવશ્યકવિરતિમાં આવીને જ કરવાના છે. સામાયિકમાં છએ આવશ્યક યોગ આવી જાય છે. ધ્યાનયોગમાં વિરતિ શા માટે જરૂરી? શ્રાવક–દેશવિરતિધર કહેવાય. પાંચ સ્થૂલ પ્રાણાતિપાતાદિવિરમણવ્રત, ચાર શિક્ષાવ્રત, ત્રણ ગુણવ્રતરૂપ ૧ર વ્રતનો ધારક હોય. ૪થે ગુણઠાણે આસ્તિકાના પાયા પર જીવ જ્યારે આવે ત્યારે સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જીવોની વિચારણા કરે.
તેમાં બે પ્રકારના જીવો (૧) સિધ્ધ (ર) સંસારી. સર્વ કર્મ, કાયા કષાય રહિત સિધ્ધના જીવ અને કર્મ, કાયા અને કષાયથી રહિત ચાર ગતિરૂપ સંસારમાં કાયા લઈ, કાયા માટે સ્વયં પીડા પામી અનેકોને પીડા પમાડનાર જીવ સ્વરૂપનો
નવતત્ત્વ || રદ