________________
ગયેલા પાપનું પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત કરવું તે. (૧) પાપ ન કરવું તે અર્થાત્ પોતાના પૂર્ણ સ્વભાવમાં રમવું.
પાપના કારણભૂત હિંસાદિઆશ્રવને ત્યાગ અને સ્થૂલ પ્રાણાતિપાતાદિક
વિરમણવ્રત- પંચમહાવ્રતાદિ સ્વીકાર. (૩) સ્વીકારેલા વ્રત નિયમમાં અનાભોગ કે પ્રમાદથી ભૂલ થઈ જાય,
અતિચાર લાગી જાય તેનું પ્રતિક્રમણ કરવું. જેટલી વ્રતની મર્યાદા બાંધી તેનાથી અધિક જે ખુલ્લું હોય તેનું તો પાપ લાગ્યા જ કરે.
અનુબંધ સ્વરૂપ પાપ કરવામાં મન એ મુખ્ય સાધન છે. તેમ પાપને તોડવામાં પણ મન જ વિશેષ મુખ્ય સાધન છે. શુભ-અશુભ ધ્યાન મનથી જ થાય અને મનમાંથી જ્યારે કષાય (મોહ) નીકળી જાય ત્યારે એ શુધ્ધજ્ઞાનપયોગ રૂપ ધ્યાનનું પરમ સાધન બને છે આવશ્યક એ ધ્યાનયોગ રૂપ છે. આવશ્યક એ મોક્ષયોગ રૂપ છે. 'મોક્ષે યોગનાત્ યોગા' મોક્ષ સાથે જોડે તે મોક્ષયોગ. અર્થાત્ મોક્ષ-મુક્તિ– છૂટવું. અનાદિના વિભાવ સ્વભાવમાંથી અને વિકૃતસ્વરૂપ અવસ્થામાંથી છૂટવું તે મોક્ષ છે. અર્થાત્ પોતાના સ્વરૂપસ્વભાવ સાથે તાદામ્ય સંબંધિરૂપે જોડાવું તે મોક્ષ છે અને તે પ્રમાણે થવાની જે ક્રિયા તે ધ્યાનયોગ રૂપ છે. ૪થે ગુણઠાણે માત્ર બીજ રૂપ અને પગે ગુણઠાણેથી અંશથી ધ્યાન યોગની શરૂઆત થાય. આથી પ્રતિક્રમણ એ પણ ધ્યાનયોગ રૂ૫ છે.
मोक्षेण योजनात् योग : । सर्वोडप्याचार इष्यते । विशिष्य स्थानवर्णालंबनैकाग्रयगोचर : ॥
(૧ શાનસાર) ૪થે ગુણઠાણે પાપથી વિરામ પામવાનો રુચિપૂર્વકનો ભાવ પ્રગટે ત્યારે તે ધ્યાનયોગ બીજરૂપ કહેવાય. જ્યારે ધ્યાનયોગ બીજરૂપ હોય ત્યારે આત્મામાં સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જ શેયને જાણવાની પરમ જિજ્ઞાસા અને પ્રવૃત્તિ હોય અને સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જ તેમાં હેયોપદેય કરી વિવેકદષ્ટિ કેળવે. જીવમાં ઉપાદેય અને જડમાં હયબુધ્ધિ થયા પછી સંસારી, કર્મસહિત, કાયાવાળા અને કષાયથી
નવતત્વ || ૨૫