________________
જ્ઞાનોપયોગ આવે. નિશ્ચય નયથી દરેક જીવાત્મા સિધ્ધ સ્વરૂપી સત્તાએ છે અને ભવ્ય જીવ પોતે સિધ્ધ રૂપ અવસ્થા પ્રગટ થવા લાયકાત ધરાવે છે. આવો જ્યારે તેને જ્ઞાનોપયોગ આવે અને પોતાનો આત્મા હાલ સંસારી છે, કષાયોથી પીડાય છે અને કાયાના સુખને માટે સૌથી વધારે હિંસા સ્થાવરકાયની જ થાય છે. આમ પોતાના એક શરીરને સુખ આપવા કેટલા જીવોને (અસંખ્યાત-અનંતા) પીડા આપવા દ્વારા શરીરનું અલ્પકાળ–અલ્પસુખ માત્ર ભ્રાંતિ રૂપ પ્રાપ્ત થાય છે. જે સુખ જ્ઞાનીઓની દષ્ટિએ માત્ર પીડા રૂપ જ છે. જે આત્મા ભવ્ય હોય અને ચરમાવર્તકાળમાં આવી ગયો હોય તો કર્મલઘુતા થઈ ગઈ હોય તો સર્વજ્ઞ દષ્ટિરૂપ આ જિનવાણીની વિચારણાથી તેમાં અનુકંપાદિ પાંચ લક્ષણરૂપ સ્પર્શના-સંવેદનરૂપ પરિણામો પ્રગટ થાય.
જેને સ્વ-પર પીડા રૂપ જીવ અવસ્થા પર અનુકંપાનું સંવેદન થાય અને તે પીડાથી મુક્ત થવા રૂપ ભાવરુચી પણ પ્રગટ થાય અને જેને રુચીભાવ પ્રતિબંધક અર્થાત્ કર્મનો અવિરતિજન્ય ઉદય ન હોય તો તે માટેની પ્રવૃતિ પણ કર્યા વિના ન રહે. ક્ષુધા તીવ્ર બની હોય તો ભોજનનો યોગ થાય તો તે માત્ર તેને જોવાથી પેટ ભરાતું નથી પણ ભોજન લેવા ખાવાની પ્રવૃતિ સહજ થાય છે વળી જિનાજ્ઞા પણ છે સર્વે જીવા ન હતવ્યા. શ્રાવકે આઠ વર્ષની ઉમરે સર્વ જીવોને અભયદાન આપવા રૂપ દીક્ષા ધર્મ સ્વીકારવો જોઈએ. હવે જો આત્મામાં વિરતિના પરિણામ પ્રગટયા હોય અને સંયોગ તથા સામર્થ્ય હોય છતાં વિરતિ ન લે તો જિનાજ્ઞા પ્રત્યેનું વાસ્તવિક બહુમાન નથી અને સ્વ પર દયાના પરિણામો થયા નથી. હવે જો સંસારની આસક્તિ આદિના કારણે સર્વ વિરતિના ભાવ ન ઉછળે તો સર્વવિરતિ જ સેવવા જેવી છે છતાં હમણાં ભાવ ઉલ્લસિત થતા નથી તો બીજી જિનાજ્ઞાદેશવિરતિનો શક્તિ–સંયોગ પ્રમાણે સ્વીકાર કરું. જો અણુવ્રતાદિસ્વીકારે તો તે જિનાજ્ઞાના બહુમાન યથાશક્તિ–સ્થિરતા રૂપ ધ્યાન, મોહના ઘટાડા રૂપ મમતા હટવા રૂપ સમતા સ્વભાવ અંકુરો પ્રગટે તે પોતાને તથા બીજા જીવોને આંશિક અભયદાન આપવા વડે ભયરહિત અવસ્થા રૂપચિત્ત સ્વસ્થતા (સમતા) પ્રગટે. જેઓ ધ્યાન યોગ સ્વીકારે છે, પણ વિરતિનો સ્વીકાર કરતા નથી,
નવતત્ત્વ // ૨૬૭