________________
વડે આત્મા તે મય બની જાય અને તેના ફળરૂપે આત્મા ગુણથી પૂર્ણ થઈ જાય પછી તેને આગળ ભણવાની જરૂર રહે નહીં.
ત્રિકાળવદન વ્યવહાર શા માટે?
ત્રિકાળ વંદન એ વ્યવહાર આત્માને વંદન આવશ્યકસદા માટે સૂચનારૂપ છે. વ્યવહાર વંદન જ્યાં સુધી પૂર્ણ નિશ્ચય કાયમરૂપ નહીં બને ત્યાં સુધી વ્યવહાર આવશ્યક ઊભું રહે છે. જે વ્યવહાર આવશ્યકને નિશ્ચયરૂપે પરિણામાવી શકે તેને વ્યવહાર આવશ્યક છૂટી જાય.
બાહુબલીને કેવલજ્ઞાન પ્રગટે પછી મારે ભાઈઓ પાસે જવું એવો દઢ પ્રણિધાનપૂર્વક પૂર્ણ ગુપ્તમાર્ગમાં એક વર્ષ રહેવા છતાં જે કાર્યન થયું તે નિશ્ચય વંદના લક્ષે માત્ર ડગલું ઉપાડવામાંથી જ કેવલજ્ઞાન પ્રગટ થયું. તેમ જે સવારે વંદન આવશ્યક પૂર્ણ શુધ્ધ કરે તો તેને પછીના કાળે વંદન આવશ્યકની જરૂર રહે નહીં. આથી સવારે ન થાય તો બપોર સુધી શુધ્ધનો લક્ષ દઢ કેળવાય, બપોરે નહીં તો સંધ્યાએ શુધ્ધ થાય. આમ પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી પૂર્ણતાની જાગૃતિ–પૂર્ણતાની સિધ્ધિ માટે જ્ઞાનીઓએ વિવિધ-વ્યવહાર–ઉપચારો બતાવ્યા છે.
સ્વભાવ વંદનથી થતા લાભો:
જ્યારે આત્મા પોતાના સ્વભાવલક્ષથી અર્થાત્ ગુણમય બનીને દેહાતીતભાવ ભૂલીને વંદના કરે ત્યારે અપૂર્વ નિર્જરા થાય, આનંદની અનુભૂતિ થાય. ક્રિયારૂપ યોગમાં શ્રમ ન લાગે અને અધિક અપ્રમત્ત ભાવે ક્રિયાનો ઉલ્લાસ ભળે. વિર્યશક્તિની અંશથી વૃધ્ધિ થાય. મોહ ઘસાતો ઘસાતો ઉચ્છેદ પામે. તેથી તમામ ઈચ્છાઓનો અભાવ થાય. પરમ સંતોષ પ્રસન્નતા અનુભવાય. જ્યાં સુધી પૂર્ણ નિર્જરા નહીં થાય ત્યાં સુધી પૂર્ણ સ્વભાવના અભાવમાં પ્રશસ્તભાવને કારણે શુભ અનુબંધ પડશે. તેથી પૂર્ણ નિર્જરાને યોગ્ય સંઘયણબળાદિ સામગ્રી પ્રાપ્તિ થાય. આમ સ્વભાવ વંદન એ નિશ્ચય વંદન છે. તેમાં જ્ઞાનાદિ ગુણોની પ્રધાનતા અને વ્યવહારમાં યોગની પ્રધાનતા હોય, જ્યારે આત્મા વિકલ્પ રહિત થાય ત્યારે ધ્યાનની સ્થિરતા. આથી નિશ્ચય દષ્ટિ કેળવ્યા વિના વ્યવહાર શુધ્ધ ન થાય.
નવતત્વ // ૧%