________________
હવે કરવું છે. લોકોને રહેલા અનંતા સિધ્ધોની સાથે રહેવાનું પણ કોઈની સાથે બોલવાનું નથી. કારણ બોલવાનું ત્યાં સાધન નથી અને બોલવાનું ત્યાં પ્રયોજન નથી. આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપ અને સ્વભાવમાં આવી ગયો આથી તેને ભાષાવર્ગણા કાઢવા ચઉવિસત્થી'નો વ્યવહાર આવશ્યકની જરૂર નથી. આ આવશ્યકોનો અધિકારી વિરતિધર જ થઈ શકે. સમ્યગદષ્ટિ અને અપુનબંધકને આ બીજભૂત હોય ભાષા બોલવી એ પરાધીનતા છે. આત્મ સ્વભાવ નથી. પુદ્ગલ (મુખ) દ્વારા પુદ્ગલને (શબ્દ) છોડીએ છીએ. જેટલું વધુ બોલીએ તેટલું વીર્ય વધારે વપરાય. આત્મધનની લૂંટ થાય. આત્માની અનુભૂતિ જેણે કરવાની છે. તેણે ભાવપ્રાણીની રક્ષા વિશેષથી કરવાની છે. તે માટે સાધના વધારવી પડે. 1 ચોથું વ્યવહારફત આવશ્યકઃ ચઉટ્વિસત્યો આવશ્યક શા માટે? અને સામાયિકનું જ કારણ કઈ રીતે બને ?
ચઉટ્વિસત્થી ૨૪ તીર્થંકર પરમાત્માની સ્તવના રૂપ છે. સર્વજ્ઞ વચનને જાણી, રુચિ પૂર્વક, વિકલ્પ વિના સ્વીકાર કરી સ્વ આત્મા પણ પરમાત્મા છે એ રીતે સ્વીકાર કરવામાં આવે તો ચઉટ્વિસત્થો પર બહુમાન થાય. ગુણ અને ગુણીની ઉપર બહુમાનવાળા જ ચઉવિસત્થોના અધિકારી છે. જે આત્મા ગુણથી પૂર્ણ થયા તે જ પરમાત્મા કહેવાયા અને સ્વયં પરમાત્મા થવાની રુચિપૂર્વક એમની સ્તુતિ કરવી તે વસ્તુ કીર્તન રૂપ ચઉવિસત્થો આવશ્યક છે અને આ આવશ્યક ભાષા વર્ગણાના ગ્રહણ–પરિણમન રૂપ વચનયોગને (કર્મકૃત આવશ્યકને) દૂર કરવા માટે છે. યોગ દ્વારા વ્યવહાર આવશ્યક થાય અને યોગ દૂર કરવાના ભાવ સાથે વ્યવહાર આવશ્યક કરવાનું છે. યોગ દૂર કરવાના બે રસ્તા (૧) સંસારના સમગ્ર વ્યવહારનો ત્યાગ (૨) સર્વજ્ઞના વ્યવહાર આવશ્યકનો સ્વીકાર.
ન = હું શરીર નથી.' હું કર્મકૃત અવસ્થાવાળો નથી. મો= 'કર્મકૃત અવસ્થાથી જે મળ્યું છે તે મારું નથી. આ માન્યતા દઢ થાય તો જ આવશ્યકના અધિકારી બનાય. નમો પદજિનશાસનમાં પ્રવેશવાનું પ્રવેશદ્વાર છે. ચઉવિસત્થો સત્ય સ્વરૂપનો પ્રકાશક છે. આપણે સત્યનો સ્વીકાર કરવાનો છે. તે માટે
નવતત્વ // ૨૩૭