________________
આત્મરૂપી બેંકમાં બે ખાતા ખોલવાના છે. (૧) પુદ્ગલ ખાતુ (તે હેય જ હોય) (૨) જીવ ખાતુ (તે ઉપાદેય હોય). વાતાવરણ સાથે રહ્યા છીએ તેથી તેની અસર થાય છે ઠંડી ખૂબ છે એમ પ્રથમ જોય થયું. હવે મોહને હટાવવા બહાર આવી વધારે ઠંડીમાં રહે અને ઠંડીનો અનુભવ થાય ત્યારે આ બધું પુદ્ગલ છે તેને પુદ્ગલના ખાતામાં નાખી દો તો જીવરૂપે રહી શકશો. જ્ઞાનથી જે પર શેય થાય છે તે હેય છે એમ જાણી છોડી દો. ઉપાદેય માત્ર હું જ છું.
પરમાત્માએ પણ સામાયિક ઉચ્ચર્યું એટલે સીધા સાતમે ગુણઠાણે આવ્યા હવે ત્યાં સામાયિકની પૂર્ણતા નથી બારમે ગુણઠાણે આવે તો પૂર્ણતા થાય તેથી પરમાત્મા પણ ત્યાં આવવા પૂર્ણ પ્રયત્નો કરે છે. રુક્ષ પુદ્ગલને પકડી ધ્યાન કરે છે. પરિપૂર્ણતા પ્રાપ્ત કરી તેને આપણે વંદન કરવાનું છે. વિર પરમાત્મા ઘોર ઉપસર્ગો વખતે પણ પરમાં ન ગયા. પણ મારું વીર્ય કઈ દિશામાં છે ? તે તકેદારી રાખી. અભિસંધી વીર્યથી કર્મની સામે ઝઝુમ્યા, કર્મોના ઉદયની સામે પણ ન જોયું એટલે કર્મો રીસાઈને ચાલ્યા ગયા. જ્યારે આપણે તો મજેથી કર્મોને આવકારીએ છીએ અને મહેમાનગતી કરી તગડા બનાવીએ છીએ.
મૌન તે જ સત્ય છે. બોલવું એ આત્માનો સ્વભાવ નથી. જગતની સાથે જે મૌન કરે છે તે આત્માની સાથે બોલી શકે. બોલવું જ પડે તો સત્ય જ બોલવું. પરમાત્મા કેવલજ્ઞાન ન થયું ત્યાં સુધી પ્રાયઃ મૌન જ રહ્યા. જે પોતાનું કંઈ નથી તેને છોડવું તેમને પ્રભુના ગુણ-કીર્તન-સ્તવન-સ્તુતિ કરતી વખતે પણ ઉપયોગ જોઈએ કે હું સત્તાએ પૂર્ણ છું તે પૂર્ણતાને પ્રગટ કરવા માટે કીર્તનાદિ કરુ છું. ચઉવિસત્થો = સત્યના પ્રકાશક કેવલી કે સિધ્ધ ભગવંતોને ચઉવિસત્યો આવશ્યક નથી કેમ કે તેઓ જ્ઞાનાદિ ગુણની પૂર્ણતાને પામેલ છે.
વ્યવહારથી ૨૪ તીર્થકરોનો સીધો આપણા ઉપર ઉપકાર છે. લોગસ્સ સૂત્રમાં ભરતક્ષેત્રમાં ર૪ તીર્થકરોની સ્તવનારૂપ કીર્તન છે. ઉપ શબ્દથી ત્રણે કાળના તથા બાકીના ચાર ભરત પાંચ ઐરવત પાંચ મહાવિદેહક્ષેત્રનાં તથા સર્વ જિનની પણ સ્તવના છે. તે પણ વંદનારૂપ છે. સંસ્કૃતમાં 'વિધાતું બે અર્થમાં
નવતત્વ || ૨૩૮