________________
છે. અભિવાદન અને સ્તુતિ. વંદના ત્રણ પ્રકારે છે. વચનથી ગુણ સ્તુતિરૂપ છે. સંસ્કારમાં કાયાથી 'નમો નમસ્કાર ક્રિયારૂપ, અભિવાદન રૂ૫ વંદના છે. વચનથી ગુણ સ્તુતિરૂપ વંદના અને કાયાથી થતી વંદના તે બંને વંદના ભાવ વંદના રૂપ ક્યારે બને? જ્યારે મનમાં સ્તુતિ કરવા વડે પણ ગુણ પ્રાપ્તિનો અને કાયા વડે ગુણ રૂપે થવાનો સાધ્યલક્ષ રુચિપૂર્વકનો હોય તો તે સ્તુતિ કરવા રૂપે પ્રગટ પણે કહેવા રૂપ હોવાથી ભાવવંદના રૂપ બને. અહિં સ્તુતિરૂપ વંદના પ્રધાન હોવાથી તે વચનનો વિષય બને છે અને વચન ભાષા પર્યાપ્તિ વિના ન પ્રર્વતાવી શકાય. આથી ભાષા પર્યાપ્તિ વડે ભાષાવર્ગણા ગ્રહણ-શબ્દરૂપે પરિણમન અને વિસર્જનરૂપે વિભાવ વ્યવહાર પ્રગટ થયો તેને દૂર કરવા હવે ગુણ વચન સ્તુતિરૂપ વ્યવહાર આવશ્યક વડે જ તેને દૂર કરવા આવશ્યક ફરજિયાત છે. સર્વજ્ઞ કેવળી પરમાત્માને પૂર્ણ ગુણ સ્વભાવરૂપ આવશ્યક પ્રગટ થઈ ગયું હોવાથી તેમને પરમાત્માની સ્તુતિરૂપ ચઉવિસત્થો આવશ્યક નથી. પણ ચાર જ્ઞાનના ધણી છદ્મસ્થ ગણધરોને પણ આ આવશ્યક હોય. સર્વજ્ઞ કેવળી સર્વ વસ્તુને જાણે એને જેટલું જણાવવા યોગ્ય (નામ કર્મ ખપે તેથી જ, વિચરણ હોય) લાગે તેટલું જણાવે બાકી સર્વથા મૌન ધારણ કરે.
સર્વજ્ઞ પરમાત્મા જે વ્યવહાર બતાવે તે નિશ્ચયને પ્રગટ કરવા જ બતાવે, સર્વજ્ઞ પરમાત્મા સંસારનો કોઈ વ્યવહાર બતાવે નહીં વીતરાગ બન્યા પછી સર્વજ્ઞ બન્યા છે માટે જે વ્યવહાર તેમણે બતાવ્યો. તે વ્યવહાર રુચિપૂર્વક આચરનાર પણ વીતરાગ સર્વજ્ઞ જ બને. a "જિનાજ્ઞાનું ઉત્કૃષ્ટ ફળ શું?"
જીવને જિન બનાવે તે જ વાસ્તવિક જિનાજ્ઞા છે
અનેક આત્માઓ જિનાજ્ઞા પાલન વડે જ જિન બન્યા. આપણને એવો અપૂર્વ વિશ્વાસ હોવો જોઈએ. સર્વજ્ઞ છે એટલે સ્યાદ્વાદની જ વાત નીકળશે. અર્થાત્ સંપૂર્ણ સત્ય વચન જ નીકળે. યાત્ જેનું જે રીતે અસ્તિત્વ હોય તે અસ્તિત્વને તે રીતે જ જણાવે તે સ્યાદ્વાદ, કેમકે દરેક આત્મા સત્તાથી વ્યક્તિગત
નવતત્વ // ૨૩૯