________________
જેમણે ભાવ સંસારને દૂર કર્યો છે, તેમનું ગુણ, કીર્તન અને વંદન કરતી વખતે આપણને ઉપયોગ હોવો જોઈએ કે આપે જે પૂર્ણ ગુણ આપનામાં પ્રગટાવ્યો છે તે ગુણો મારામાં પણ સત્તાએ પૂર્ણ રૂપે રહેલા છે. તે મારા ગુણો પણ આપના પ્રભાવે પ્રગટે તે માટે હું કીર્તનરૂપ વંદન કરૂ છું.
જે પરિણામિક ધર્મ તુમચો, તેહવો અમચો ધર્મ શ્રધ્ધા-ભાસન-રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ.
પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) આપના જ્ઞાન-દર્શનાદિ જે ગુણો પરિણામિક સ્વરૂપે આપનામાં જેવા જેટલા છે તેટલા મારા આત્મામાં પણ સત્તાએ છે તે પ્રગટાવવા આપના જ ગુણોનું ગુંજન (ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ) કરુ છું. એક આવશ્યકની સાથે બીજા આવશ્યકનો સંબંધ રહેલો છે 'સામાયિક સૂત્રમાં 'ભલે' શબ્દ છે એ ચઉવિસત્યો છે. 3 કર્મવનને બાળવાનો ઉપાય શું? भत्तीए जिनवरिंदाणं, खिजति पूव्व संचिया कम्मं ।
गुण पगरिस बहुमाणो, कम्मवनदावानलो ॥
જે આત્મા ગુણથી પૂર્ણ છે એવા જિનેશ્વર પરમાત્મા અને ગુણની પૂર્ણતા માટે જ જેમણે સાધુ જીવનનો સ્વીકાર કર્યો છે. તેવા સાધુભગવંતોના ગુણોની જે અંતરંગ સંવેગ ભાવપૂર્વક ગુણકીર્તન, વંદન, પૂજન કરે છે તે આગમથી યુક્ત છે. શીલ સંયમથી યુક્ત છે એવો આત્મા ધર્મથી યુક્ત છે. ગુણોનું કીર્તન શા માટે કરવાનું? ભાવ સંસારને દૂર કરવા માટે કીર્તનાદિ કરવાનું છે. આ સિદ્ધિને જેણે પ્રાપ્ત કરી છે એનું કીર્તન-વંદન કરવાથી આપણામાં એ ગુણો પ્રગટ થાય. તીર્થકર પરમાત્માઓએ સામાયિક દંડક ઉચ્ચરતી વખતે સિધ્ધને ઉદ્દેશીને કરેમિની પ્રતિજ્ઞા કરી. કારણ એમને હવે માત્ર સિધ્ધ જ બનવાનું બાકી છે.
આપણે પણ આ વાત સામાયિક કરતા યાદ કરવાની છે કે પરમાત્મા આપે જે સામાયિક કર્યું અને અમને જે સામાયિક બતાવ્યું એવું જ સામાયિક મારે
નવતત્ત્વ || ર૩૬