________________
ગુરુએ જ્ઞાનના ઉપયોગથી બ્રાહ્મણીને ૠષીઘાતક જાણી ભવિષ્યમાં આવું પાપ બીજા કોઈ ન કરે તે માટે સાધુઓને તેનું પાપ જાહેરમાં ચાર રસ્તા નગર મધ્યે જાહેર કરવાનો આદેશ કર્યો. તેથી તે બ્રાહ્મણીને બ્રાહ્મણે ઘરમાંથી બહાર કાઢી મુકી અને તે બ્રાહ્મણી ૧૦૦ રોગોથી ઘેરાયેલી કદર્શના પામતી ઠ્ઠી નરકે ગઈ.
માધ્યસ્થ ભાવ બે પ્રકારે પોતાના પર ગમે તેવા સંકટો આવે તો પણ તેને ઉપકારી માની તેની ઉપેક્ષા કરવી અને શાસન પર સંકટ આવે તો દંડનીતિ પણ અપનાવવી પડે. ઉચિત જે વ્યવહાર કરવો પડે તેમાં અચકાવું નહીં પણ શાસન માલિન્ચ અટકાવું કે દૂર કરવું જરૂરી.
બીજાના દોષો જોઈ પોતાના દોષો પર દ્વેષ કરે તે સાચો ભડવીર.
જેમ શાસનનાં પ્રત્યેનીકની ઉપેક્ષા ન કરાય છતે સામર્થ્ય તેને દંડ પણ કરવો અને એ રીતે શાસનના પ્રત્યેનીક બનતા બીજાઓને અટકાવવા જોઈએ. જેમ બીજાના દોષ ચલાવી લેવાય નહીં, તેમ પોતાનો દોષ પણ આત્માનો પ્રત્યનીક ગણાય તે ચલાવી લેવાય નહીં તેને ઊગ્રદંડ દેવો જ જોઈએ. ક્રોધ એક શક્તિ તે બીજા પર ન લઈ જતા પોતા પર લઈ જાઓ. પૂ. પ્રેમ સૂરિજી મહારાજે મમરા પર થયેલા રાગનો ઊગ્રદંડ મધ્ય રાત્રિએ ઉઠીને રાગના પાપને તોડવા ૧૦૮ ખમાસમણનો ઊગ્રદંડ આપી દીધો.
બીજાના દોષો પર જામેલા દ્વેષને તમારા દોષ પર લઈ જાઓ. જેથી બીજાના દોષો જોવાનું છૂટી જાય અને પોતાના દોષો જોયા વિના ન રહેવાય અને તે દોષો દૂર કર્યા વિના ન રહેવાય.
કર્મને—કષાયને આધીન થનારા કર્યું પાપ ન કરે ?
ચરમ તીર્થંકર પરમાત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યા પાલકના કાનમાં સીસુ રેડવા રૂપ ઊગ્ર પાપ કર્યું. જેથી તેઓ ૭મી નરકમાં ગયા. તીર્થંકર તરીકે જન્મ લઈ જન્મતા મેરુને ડોલવનાર ભોગાવલી કર્મની આધીનતાના કારણે લગ્ન કરવા પડ્યા, ભોગાવલી નિકાચિત કર્મના ઉદયે ભોગો પણ ભોગવવા પડ્યા તો બીજા પામર જીવો કર્મ–કષાયને વશ શું ન કરે ? કરે તેમાં શું આશ્ચર્ય
નવતત્ત્વ // ૩૨૨