________________
તે બધા પર્યાયો માત્ર કર્મકૃત છે. મૂળ તો તે બધા જ સિધ્ધાત્મા છે તે રીતે જાણતા નથી. તેથી તેમની સાથે રાગ-સ્નેહાદિ પાપની વૃધ્ધિ થાય છે. 0 મ્યગદષ્ટિને પોતાનો આત્મા કેન્દ્રસ્થાને હોય
આત્માએ પોતાના જ્ઞાનાદિ ગુણ સ્વભાવમાં રહેવાનું છે. તેના માટે સૌ પ્રથમ હેય ઉપાદેયનો પરિણામ લાવવાનો છે. મારા આત્માનું હિત-અહિત શું છે? તેનો નિર્ણય જોઈએ. અર્થાત્ કેન્દ્રમાં આત્માને રાખીને વિચારણા કરવાની છે. સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય. કેન્દ્રમાં પોતાનો આત્મા હોવો જોઈએ. તો જ સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે શેયને જાણેલું ઉપકારી થાય. પોતાના આત્મા માટે જ મારે કરવાનું છે તે જ ઉપયોગમાં નથી. એ જ મોટી ભૂલ છે પાપ છે. જો દરેક વ્યવહારમાં આત્માને કેન્દ્રમાં રાખવામાં આવે તો પાપ કરવું દુષ્કર બની જાય. આથી આત્માના સ્વરૂપને પકડીને સ્વભાવમાં જવાનું છે.
પ્રતિક્રમણ સૌ પ્રથમ મનથી કરવાનું કે પ્રતિક્રમણની સ્થાપના કરતી વખતે સૂત્ર "દુચિતિએ દુભાસિઅ– દુચિકિઅ દિવસ સંબંધી મનમાં જે દુષ્ટ ચિંતન અને વચન વડે જ દુષ્ટ બોલાયું અને કાયાથી જે દુષ્કૃત કરાયું તેનું પ્રતિક્રમણ સૌ પ્રથમ ઓઘથી કરાય છે. કલેશ વાસિત મન તે સંસાર, ક્લેશ રહિત મને તે ભવપાર."
(શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન) અશુભ ધ્યાન પણ મનથી થાય, શુભ ધ્યાન પણ મનથી થાય, શુદ્ધ ધ્યાન પણ (મોહરહિત) મનના વિકલ્પ રહિતપણાથી જ થાય. અશુભ ધ્યાનથી ઉત્કૃષ્ટ–રૌદ્રધ્યાનમાં ૭મી નરક–નિગોદ અને શુભ પ્રશસ્ત ધ્યાનથી અનુત્તર વિમાન પ્રાપ્ત થાય. મનની સહાય જરૂરી પણ શુધ્ધ ધ્યાન વખતે મન એકાકાર અર્થાત્ વિકલ્પથી રહિત થતું જાય અને આત્માના સહજ સ્વભાવરૂપ માત્ર શેય-જ્ઞાતા પરિણામ પ્રગટ થતા અને તે પરિણામની સ્થિરતા તીવ્રતા તથા ક્ષપક શ્રેણીરૂપથી (શુકલધ્યાન) કેવલજ્ઞાન–અર્થાત્ સ્વભાવની પૂર્ણતા પ્રગટ થાય.
નવતત્વ // ૨૪૯