________________
આત્મા છે, સત્તાએ સિધ્ધ છે. પણ હમણાં કર્મકષાયના ઉદય અવસ્થાવાળો છદ્મસ્થ આત્મા છે. પણ પોતાના દોષોને દૂર કરી ગુણની પૂર્ણતા માટે નિકળેલ શિષ્ય છે તો કષાય ભાવમોહઅટકે ગુણાનુરાગ કરૂણાભાવ પ્રગટે સમાધિ સમતાની પ્રગતિ થાય, સાધુને વિરતિ સર્વ સંયોગ ત્યાગ ફરજિયાત તેથી સંયોગ કરવાનો ભાવ છૂટી જાય. ઈન્દ્રિયોને તથા વિષયોનો સંયોગને હેય માની તેનાથી દૂર થાય, અનુકુળ -પ્રતિકૂળ સંયોગમાં રતિ–અરતિ અભાવ, તેથી સંયોગોનું ઈદ્રિયો દ્વારા જ્ઞાન કરે પણ તેને ઉપાદેય ભોગ્ય ન માને. તેથી તેના વિષે રૂચિનો અભાવ તેથી રતિ–અરતિનો અભાવ તેથી સમાધિ–સમતાની અનુભૂતિ સહજ અનિવેશ, આચાર, ક્રિયા, વિધિ વિ. કરે પણ સામાયિકને ધારણ કરનાર અર્થાત્ સામાયિક આવશ્યકમાં ત્યારે જ કહેવાય. સમતાનો અનુભવ કરે. દિક્ષા વખતે માત્ર છકાય જીવના પાપથી બચવાનો લક્ષ હોય પણ સમતાની અનુભૂતિનો લક્ષ નહીં તો દ્રવ્ય સામાયિક બને માત્ર પુ બંધનું કારણ થાય, સમતાનો અનુભવ એ નિશ્ચય ચારિત્ર અને તે માટે વ્યવહારથી સામાયિક જરૂરી, ભરત મહારાજા કેવલી થવા છતાં ઈદ્ર સાધુવેશ આપતા ગ્રહણ કર્યા પછી જ ઈન્દ્ર તેમને વંદન વ્યવહાર કરે છે. બહારથી વ્યવહાર પ્રમાણ.
સામાયિક શા માટે?
કષાયની પિડાભોગવતા આત્માને પોતાનામાં રહેલા પરમાનંદને ભોગવી શકે માટે કષાયથી વિરામ પામવા રૂપ વિરતિ સંયોગ નિમિત્ત રાગાદિભાવથી અટકવા રૂપ સંયમ અને સ્વ વિતરાગ સ્વભાવ ભોગવવારૂપ સમતા આથી બધા આવશ્યક વિરતિપૂર્વક જ કરવાના. સમતાજ્ઞાન વિના નહીં, શાન કળશ ભરી આત્મા સમતારસ ભરપુર. જ્ઞાનનું સાધન ઈદ્રિય, સર્વજ્ઞ જ્ઞાનનું પરમસાધન આગમ આ ઈદ્રિય સામાયિકનું પરમ સાધન ત્યારે જ બને
જ્યારે તેમાં આગમનું જ્ઞાન ઈદ્રિય સાથે જોડવામાં આવે. 0 મુનિની નિર્વિકાર દષ્ટિને જોતા ઈલાયચિકુમાર નિર્વિકારી બન્યા
સુકુમાલિકા સાધ્વી ગુરૂજીએ ના પાડવા છતાં ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાન કરવા ગઈ અને ત્યાં દષ્ટિ દૂર પાંચ પુરૂષોથી સેવાતી વેશ્યા પર ગઈ. એક પુરૂષ
નવતત્વ // ૨૧૯