________________
તેના પર છત્ર ધારણ કરે છે. એક પુરૂષ તેના કેશ ગુંથે છે વગેરે દશ્ય જોઈ ત્યાં 'નિયાણું કર્યું. મારા તપના ફળ પ્રભાવે હું પણ પાંચ પુરૂષોથી સેવાઉ.' સામાયિકમાં હોવા છતાં પુરૂષ અને વેશ્યા જોઈ ચિત્ત ચલાયમાન થઈ ગયું. સામાયિકવતા ખંડન થયું. ઈલાયચી કુમાર નટડી પાછળ ભટકી તેને મેળવવા, તેને રીઝવવા ઉત્તમકુળ-મર્યાદા છોડી નટ બની તેની પાછળ ભટી રહ્યો છે. હવે નટડી તથા રાજાને રીઝવવા દોરડા પર નૃત્ય કરી રહ્યો છે. ત્યાં તેની દષ્ટિ અચાનક શ્રેષ્ઠિના ઘરમાં પડી, ત્યાં પમિની સ્ત્રી રૂપ રૂપના અંબાર સ્વરૂપ દાગિનાથી મઢેલી એકલી છે. હાથમાં મોદકનો થાળ લઈ હર્ષવિભોર થઈ ભાવના ઉલ્લાસ પૂર્વક રોમાંચક થવા પૂર્વક મુનિને વહોરાવવા માટે આગ્રહ કરી રહી છે. ત્યારે તપથી કૃશ થયેલ શરીરવાળા મુનિ તપના તેજવાળા અને મલિન વસ્ત્રોથી યુકત અને નીચા નયણા ઢળેલા દષ્ટિ દોષ નિવારી નિર્દોષ ગવેષણામાં જ રક્ત છે. આંખોમાં નિસ્પૃહતા-નિર્વિકારિતા તરવરતી જોઈ. ઈલાયચી કુમારની દષ્ટિમાં નિર્વિકારીતાનો નિઃસ્પૃહતાનો પ્રવેશ થયો. પક્ષીની સ્ત્રીના રૂપ પર મુનિની નિર્વિકારતા પર જાગેલા બહુમાન જોતા નટડીનો રાગ ગાયબ થયો. ઉદાસીનતા તરી આવી અને ક્ષપકશ્રેણીના મંડાણે પરાકાષ્ટારૂપ વિતરાગત કેવલજ્ઞાન પ્રગટ થયું. સ્ત્રી-સચિત્ત છે. સ્ત્રીનું ચિત્ર અચિત્ત છે. સ્ત્રી પર્યાયને માત્ર રંગ રૂપે ન જોતા તેના શુધ્ધસ્વરૂપને જોતા શુધ્ધ સામાયિક સ્વભાવ પ્રગટ થાય.
રહેઅરૂપી રૂપીને, એ અચરજની રાત,
જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિધ્ધાંત.' અરૂપી એવો આત્મા રૂપી આકારવાળા જડ દેહાદિને ગ્રહણ કરે છે, તેને બંધન તરીકે જાણતો નથી તે મોટું આશ્ચર્ય છે. જૈન સિધ્ધાંતમાં જ આ આશ્ચર્યકારી વાત જણાય છે. આત્મા અરૂપી છે અને તે રૂપની પાછળ પાગલ બનીને દોડે છે. પતંગિયા અગ્નિનું રૂપ જોઈ તેમાં પડીને ભસ્મીભૂત થાય. તેમ કામસંજ્ઞાથી પીડાતા જીવો વિજાતીયનું રૂપ જોઈ પતંગિયાની જેમ તેમાં બળીને ભસ્મીભૂત થઈ તેના રૂપ આકૃતિની સ્મૃતિમાં ભયંકર વિયોગની વેદના અનુભવે હતાશ થયેલા સંયોગ નહીં મળવાની દઢતા થવાથી અગ્નિમાં પણ જાતને હોમવા તૈયાર થઈ જાય.
નવતત્વ // ૨૨૦