________________
રહેલી છે. તેને પ્રગટ કરવાની તીવ્ર રુચિ, ઝંખના પૂર્વક પામવાની ઝંખના (ભાવના) પૂર્વક વંદના કરવી. (૩) ચારિત્રાશવડે ચારિત્રને વંદનાઃ
વ્યવહારથી દેશ કે, સર્વના ત્યાગરૂપ સર્વવિરતિની પ્રતિજ્ઞા સ્વીકારવા વડે સાથે પૂર્ણ વીતરાગતા પ્રગટે તેવી રુચિપૂર્વક ઉદાસીનતા નિઃસંગદશા સાથે વિતરાગતાના અંશરૂપ વિરતિ પરિણામરૂપ આત્મરમણતાને અનુભવવારૂપ ચારિત્ર વંદના કરે. (૪) તપ વડે તપને વંદના:
બાહ્ય–અભ્યતર યથા શક્તિ તપના પચ્ચખાણપૂર્વક વિષય કષાય વૃત્તિઓના સંપૂર્ણ રોધપૂર્વક રુચિ સહિત વર્તમાનમાં આંશિક ભોગવવા રૂપ તૃપ્તિને અનુભવવા પૂર્વક પૂર્ણ તૃપ્તિને ભોગવવા વંદન કરવું. (૫) વીર્યગણ વડે વીર્યને વંદના | સર્વ બાહ્ય પાપ પ્રવૃત્તિઓના નિષેધ પૂર્વક અને મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક અપ્રમત્તભાવે કાયાના અધ્યવસાય તોડીને સર્વોત્તમ પ્રદેશોમાં તથા જ્ઞાનાદિ ગુણોમાં અપૂર્વ વર્ષોલ્લાસપૂર્વક અનંતવીર્યના સ્વામી બનેલાઓને વંદના કરવી.
વંદના સૂત્ર અર્થ
ઈચ્છામિ ખમાસમણો વદિઉં જવરિજાએ નિસીરિઆએ મત્વએ વદામિ.'
હે ક્ષમા તપાદિ ગુણોમાં રકત તેવા શ્રમણ, તમારા ગુણનો હું પણ ભોગી બને તેવી રુચિવાળો હું તે ગુણ પામવા સિવાયની સર્વ ઈચ્છા પ્રવૃત્તિઓનો ત્યાગ પૂર્વક વંદન કરવાને ઈચ્છું છું. આપ મને આપના અવગ્રહમાં પ્રવેશવાની રજા આપો. નમસ્કાર (વંદનની) ક્રિયા એટલે સ્વદોષના ત્યાગ અને સ્વગુણો પ્રગટાવવા લોકોત્તર વ્યવહાર નિશ્ચય મિશ્રિત–જ્ઞાન ક્રિયાયોગ અનુષ્ઠાનનો છે.
નવતત્ત્વ || ૧૫૮