________________
સૂત્રોની શુધ્ધ ઉચ્ચારણા કરવારૂપ પ્રથમ યોગસ્થિરતા કરવાની તે ક્રિયારૂપ છે અને સમકિતનો પરિણામ હોય તો ક્રિયા સાધનરૂપ લાગે. ક્રિયામાં ઉદાસીન પરિણામ આવે નહીંતો ક્રિયામાં ધર્મની પૂર્ણતા લાગે. માન કષાયના ઉદયથી પોતે બીજા કરતા સારી અપ્રમત્ત ક્રિયા સાધના કરી રહ્યો છે તેવું લાગે. આત્મા અહીં અટકી જાય. આત્મામાં પ્રવેશ અટકી જાય. સમકિતના પરિણામથી કાયા એહું નહીં. તેથી કાયાથી છૂટવાનો પરિણામ હોવાથી ઉપયોગની સ્થિરતા થતાં ઉપયોગ ધારા આત્મસ્વરૂપમાં સૂત્રના અર્થના ઉપયોગ દ્વારા તદાકાર બને. તેથી સૂત્રના અર્થના ઉપયોગ વડે વંદનીય ગુણોનું અને સ્વરૂપનું સ્મરણ કરવા વડે પોતે પણ સત્તાએ તે જ સ્વરૂપવાન અને ગુણવાન છે તો હવે હું પણ તે જ રીતે થઈ જાઉં.
આમ ધ્યાન સ્વયં ધ્યેયમાં સ્વકાયાદિને ભૂલીને તેમાં તદાકાર થાય ત્યારે તેમાં ધ્યાન સિદ્ધ થાય. ત્યારે વ્યવહાર આવશ્યક નિશ્ચય આવશ્યક રૂપે થઈ ગુણની અનુભૂતિ અને અપૂર્વ નિર્જરાનું કારણ થાય. a પાંચ શાનાદિ ગુણાંશ વડે પાંચ શાનાદિ ગુણની પૂર્ણતારૂપ નિશ્ચય વંદના કઈ રીતે થાય? (૧) શાનાશવડે કેવલજ્ઞાનને વંદના:
- વંદન કરતી વખતે સાધક આત્મા ક્ષયોપશમભાવથી પ્રગટ મતિ–શ્રુત જ્ઞાન વડે પ્રગટેલ કેવલજ્ઞાનાદિ ગુણોનું સ્મરણ અને પોતાના સત્તામાં પણ કેવલ જ્ઞાનાદિ ગુણો છે. પણ તે કર્મથી આવરિત છે અને તેના અલ્પ ઉઘાડરૂપ મતિ–શ્રુત જ્ઞાન વડે પોતે પોતાના આત્માને કાયાથી ભિન્ન આત્મા રૂપે જાણી એવા કેવલીને વંદના કરે. (૨) સમ્યમ્ દર્શન વડેઃ
હું સત્તાએ સિધ્ધ સ્વરૂપી અને ગુણથી વીતરાગ કેવલી પરમાત્મારૂપ છું, અને મારા વંદનીય લોકોને સિધ્ધ સ્વરૂપે તથા પાંચમે અનતે રહેલા અને મહાવિદેહમાં સદેહે રહેલા પ્રગટ કેવલી તથા તીર્થંકર પરમાત્મા અને ગુણથી જેઓ પૂર્ણ છે તેવી પ્રતીતિ કરવારૂપ અને પોતાના આત્મસત્તામાં પણ પૂર્ણતા
નવતત્વ || ૧૫૭