________________
આત્મા તો સંપૂર્ણ જ્ઞાની છે તેથી સતત પરિણામવાળો હોય છે. અન્ય દર્શનવાળાઓ આત્માને પરિણામવાળો સ્વીકારતા નથી.
જ્ઞાન નહીં તો આનંદ નહીં. વિષયમાં મોહ છે તેથી અશુધ્ધ જ્ઞાનનો આનંદ છે. જ્ઞાનનો અભાવ કોઈકાળે રહેવાનો નથી. હવે જ્ઞાનનો ઉપયોગ કેવા સ્વરૂપે રહેલો છે તે સમજો. જ્ઞાનનો પરિણામ મોહથી પૂર્ણ રહિત થાય ત્યારે ઉપયોગ પરિપૂર્ણ શુદ્ધ બને. કેવલજ્ઞાન થાય ત્યારે જે ઉપયોગ છે તે પરિપૂર્ણ ઉપયોગ–સદા માટે શુદ્ધ ઉપયોગ છે.
જો ઉપયોગ શુધ્ધ ન થતો હોય તો નિર્જરાન થાય. તેથી આપણને આંશિક ઉપયોગ થાય જ. કાં આત્મા પોતાના ગુણમાં પરિણામ પામે કાં પરમાંક પુદ્ગલમાં પરિણામ પામે. સ્વમાં પરિણામ પામે ત્યારે શુદ્ધ અને પરમાં પરિણામ પામે ત્યારે અશુધ્ધ. a mયના શાતા બન્યા પછી દણ, કર્તા, ભોકતા કયારે ?
શેયને જાણીને આત્મા મોહની સાથે પરિણામ પામશે તો જ્ઞાનચેતના આત્માની બહારના શેયમાં ડૂબશે અને અકળામણ અનુભવશે અને મોહને છોડીને શેયમાં ડૂબે તો આનંદ અનુભવે.
જ્ઞાન કર્યા પછી આત્માએ દષ્ટા બનવું પડે. જો દષ્ટા ન બને તો શેયનો કર્તા કાં તો ભોક્તા બને. શેયને જાણ્યા પછી શેયમાં મોહ ન ભળવા દે તો દષ્ટા કહેવાય. નહિતર વસ્તુનું જ્ઞાન કરીને વસ્તુ સારી-નરસી, કીંમતિ વગેરે મોહથી જુઓ એટલે દષ્ટાભાવ જાય ભોકતાપણું આવે એટલે કર્મબંધ થશે. પરંતુ ઉપયોગની શુદ્ધિ હોય તો સારી-નરસી–કીંમતિ વસ્તુ ન માને, પુદ્ગલ માને તેથી કર્મનો બંધ ન કરે.
સંમૂર્છાિમને મન નથી પરંતુ જ્ઞાન તો છે. તે મોહવાળું છે. ઈષ્ટ મેળવવું અને અનિષ્ટ છોડવારૂપ જ્ઞાન છે. દા.ત. માખી-ભમરો. સુગંધ આવે ને ભમરો દોડે. સુગંધનો ખ્યાલ એ જ્ઞાન છે પરંતુ મોહની સાથે છે તેથી ભમરો સુગંધમાં મોહી પડે. કમળની સુગંધમાં આશક્ત ભમરો કમળ બીડાતાં મૃત્યુ પામે. રૂપમાં
નવતત્વ // ૧૨૧