________________
અને કાયાની મમતા તે જ દૂર કરી શકે જે આત્માના સ્વરૂપનો નિશ્ચય કરી તેમાં રમી શકે. અને આ રીતે આત્માની અનુભૂતિ કરવા કાઉસ્સગ્ગ મુદ્રાનો દીર્ઘકાળ અભ્યાસ જરૂરી. તે માટે પ્રથમ અપ્રમત્ત બનવું જરૂરી. રુચિ પૂર્વક ક્રિયામાં વીર્ય ન ફોરવે તો ક્રિયામાં વેઠ ઉતરે, જલદી પતાવવાનું મન થાય તેથી અંતરાં કર્મ બંધાય. જ્યારે અપ્રમત્તપણે કરવાથી પ્રમાદ ટળે, મમતા જાય અને સમતા સ્વભાવ પ્રગટે. a કાઉસગ્ગ બે પ્રકારે (૧) ચેષ્ટા કાયોત્સર્ગ :
પ્રવૃતિ નિમિત્તે થતી વિરાધના પ્રાયશ્ચિત રૂપે અતિચારના નિવારણ રૂપે થતો કાયોત્સર્ગ. આત્મા મૂળ સ્વભાવે અયોગી છે. વીર્ય હાલમાં મન-વચનકાયાની પ્રવૃત્તિમાં સ્કૂરાયમાન થઈ રહ્યું છે. એનાથી જે વિરાધના થઈ એના માટે કાઉસ્સગ્ન કરવાનો છે. એક નવકારનો કાઉસ્સગ્ન = પાયસમા ઉસાસા. ૧ પાદ = ૧ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન થાય. ૧ નવકારના ૮ પદ તેથી ૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન ગમનાગમનથી થયેલી વિરાધના નિમિત્તે ૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો થાય. આમ નિયમિત કાળ પ્રમાણે કાયોત્સર્ગ હોય છે. (ર) પરાભવ કાયોત્સર્ગઃ
જેમાં કાળનું કોઈ નિયમન ન હોય. જેમ અર્જુન માળીના ઉપસર્ગમાં સુદર્શન શ્રેષ્ઠીએ જ્યાં સુધી ઉપસર્ગ દૂર ન થાય ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં રહેવું. આમાં ચોક્કસ નિયમન નથી. તેથી તે અનિયમિત કાયોત્સર્ગ પણ કહેવાય. આમ ચિંતન માટે ધ્યેય રૂપે ધ્યાનમાં રૂપી, અરૂપી, જીવ, અજીવ પંચપરમેષ્ઠિ, સિધ્ધચક્ર અને સુત્ર અર્થની વિચારણા કે સ્વદોષ ચિંતન વગેરે કરી શકાય. a કાઉસ્સગ્નની ૩ મુદ્રા ઠાણે, મોણેશ, ઝાર - ઠા : - (૧) જિનમુદ્રા I) દ્રવ્યથી ઉભા થવુંઃ ઉભા ઉભા કાયોત્સર્ગ કરવો તે. જિનેશ્વર
નવતત્ત્વ // ૨૭૭