________________
અવશ્ય નાશ છે. હું રૂપ આકારથી રહિત રૂપાતીત નિરંજન-નિરાકાર, દેહથી નિરાળો – દેહાતીત એવો અજર અમર આત્મા છું. હું અસંખ્ય–પ્રદેશી–જેના એક પ્રદેશ પણ તુટવાના-બળવાના-કપાવાના નથી એવો હું અખંડ આત્મદ્રવ્ય છું અર્થાત્ મારા આત્મ દ્રવ્યનું કોઈ છેદન ભેદન દહન કરી શકશે નહીં અને હું અગુરુલઘુ-ઊંચો નીચો નહીં હલકો–ભારે નહીં તથા અવ્યાબાધ કોઈથી પીડા પામવાના સ્વભાવવાળો નથી તેમ કોઈને પણ પીડા આપવાના સ્વભાવવાળો પણ નથી. એવો હું અરૂપી નિર્મળ જીવ દ્રવ્ય સ્વરૂપ છું!મારું જીવન શું? જીવદ્રવ્યરૂપી આત્માના અસંખ્ય પ્રદેશો – તેના એક એક પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત તપ, અનંતવીર્ય એ સ્વભાવરૂપ મારૂ જીવન છે. અર્થાત્ તે મારા ભાવપ્રાણ છે અને તે જ્ઞાનાદિ ભાવપ્રાણ રૂપે મારે જીવવાનું છે. અર્થાત્
જ્યારે શુધ્ધ જ્ઞાનના ઉપયોગપૂર્વક–સમ્યગદર્શનના પરિણામપૂર્વક ચારિત્ર (આત્મરમણતામાં) કાર્યરત મારો આત્મા બને ત્યારે હું જીવી રહ્યો છું એમ કહેવાય. (૧) સાધ્ય ઃ જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતા કરવા વડે અક્ષયાદિ શુધ્ધ સ્વરૂપનું પૂર્ણ પ્રગટીકરણ કરવું તે. 3સૌ પ્રથમ આપણે સાધ્ય શું?
પરમાત્મામાં જે ગુણો સત્તામાં છે તે મારામાં પણ છે તેને પૂર્ણ કરવાં છે તેવો નિશ્ચય એટલે કે પાકો નિર્ણય જોઈએ. મારુ સાધ્ય આત્મહિત છે, મોક્ષ છે, સમતા છે તથા સ્વભાવની રમણતા અને સ્વરૂપની સ્થિરતા છે. આ દરેક સાધ્ય અરૂપી છે. આપણે રૂપી અને સાતાને સાધ્ય માની કાર્ય કરીએ. જ્યારે જ્ઞાની ભગવંતોએ
सायासायं दुक्खं तव्विरहम्मि अ जओ सुहं तेणं देहंदिण्सु दुक्खं, सुक्खं देहिंदियाभावे ॥
(શ્રી વિશેષ આવશ્યક) સાતા–અસાતા બને કર્મ ઉદયજન્ય અને બને શુભાશુભ પુદ્ગલના
નવતત્વ // ૧૩