________________
સંયોગરૂપ તેથી દુઃખરૂપ અને દેહ, ઈન્દ્રિયો પણ પુદ્ગલ રૂપ તેથી આત્મા માટે દુઃખરૂપ તેના અભાવથી જ સુખ છે.
સમતા સ્વભાવ સાધ્યની સિધ્ધિ સામાયિકથી થાય. તેથી કહ્યું છે. સાધુ સદા સુખીયા દુખીયા નહીં લવલેશ.... પણ ક્યારે ? સામાયિકમાં હોય ત્યારે! આંશિક આત્મગુણોની અનુભૂતિ હોય અને સાધ્ય તરીકે કેવળજ્ઞાન બને.
(૨) સાધન : (૧) બાહ્ય = ઉપકરણો (૨) અત્યંતર = પાંચ ઈન્દ્રિય મન.
–
ઉપકરણ એટલે ઉપકાર કરે તે ઉપકરણ આત્માને ઉપર લઈ જાય તે. બાહ્ય સાધનો દ્રવ્યપ્રાણની રક્ષા માટે છે. ચરવળો વિગેરે વિનાનું સામાયિક પ્રમાદ સ્થાન છે. શ્રુતજ્ઞાનનું સાધન, જિનવચનનું સાધન, સાધ્ય માટે જ્ઞાન એ પણ સાધન છે. આપણને તે ઈન્દ્રિય દ્વારા થાય છે અને આપણે તે ઈન્દ્રિયોને વિષયોનું સાધન બનાવીએ છીએ. જ્ઞાનની આરાધનાનું સાધન નહીં બનાવીએ તો જ્ઞાનવરણીય કર્મ બંધાય. ઈન્દ્રિયો દ્વારા તું પરનો જ્ઞાતા ન બન. સ્વનો બન સ્વને જો. ઉપકરણો દ્વારા દ્રવ્યપ્રાણની રક્ષા કરી ભાવપ્રાણોની વૃધ્ધિ ઈન્દ્રિયો મન દ્વારા કરવાની છે. ચામડાની આંખે જગતને જોવું પડે છે તે પ્રવચનના અંજન દ્વારા અંજન કરી હવે ચર્મચક્ષુથી જોઈશ તો પરમ ગુણનિધાન દેખાશે. પ્રથમ તથા નજીકનું અત્યંતર સાધન પાંચ ઈન્દ્રિય અને મન છે. તેનો ઉપયોગ સમતા ભોગવવા માટે કરવાનો છે.
(2)
સાધના :
સાધના ક્યારે બને ? સાધ્ય સાથે સાધનનું જોડાણ. માત્ર સાધનથી સાધના કરી અને સાધ્ય ન જોડાય તો પુણ્યલાભ થાય, પુણ્ય બંધાય. સાધનાની . સિધ્ધિ ન મળે. માટે સાધના કરતી વખતે ત્રણ ઉપયોગ જરૂરી છે. (૧) મારું સાધ્ય શું છે ? અને કયાં રહેલું છે (૨) સાધ્ય માટે મારે સાધના શું કરવાની છે ? (૩) સાધના માટે કેવા કેટલા સાધન જરૂરી છે ? સર્વજ્ઞ કથીત સાધના માત્ર આત્મહિત માટે જ છે પુણ્યબંધ માટે નથી. શુધ્ધ સ્વભાવરૂપ ધર્મ કરી વર્તમાનમાં જ અંશથી સુખી થવાનું છે અને પરંપરાએ અનંતસુખના સ્વામી બનવાનું છે.
લોકોલોકને જોવા જાણવાની શક્તિ ધરાવનાર મારો આત્મા હમણા નવતત્ત્વ // ૧૬૪